________________ કાશીવાસ ' બાબાસાહેબ છેક દંગ થઈ ગયા! તેમણે કહ્યું, “આવડી તમારી શ્રદ્ધા છે તો જાઓ, પ્રયત્ન કરે. આ સામે દેખાય છે તે જ ગંગાધર શાસ્ત્રીનું ઘર.’ આમ કહી તે ચાલ્યા ગયા. ' કેટલાંક ઘર મૂકી આગળ જતાં એક બારી આગળ (કાશીમાં ઘરની બારીઓ પૂનાનાં અસલી ઘરોની જેમ જમીન બરાબર હોય છે.) તકિયાને અઢેલીને બેઠેલા એક ગૃહસ્થને મેં જોયા. તેમની જનોઈ જોતાં તે બ્રાહ્મણ હતા એવું અનુમાન સહેજે થઈ શકયું. પણ તેમને ઠીંગણે બાંધો અને કાળા ચહેરે જોઈને તે તેલંગણ તરફના હોય એમ લાગ્યું. વળી એક બાજુ તેમનું મેલું શાહપુરી પંચિયું અને બીજી બાજુએ તેમનું તક્ષિાને અઢેલીને બેસવું, એ બે વાતનો પણ મારા મનમાં મેળ મળે નહિ. આ ભટજી ગરીબ ભિક્ષક હોય તો આમ તકિયાને અઢેલીને કેમ બેસે ? કઈ શ્રીમંત હોય તો આવું મેલું પંચિયું કેમ પહેરે ? ગમે તે હો, પણ એમને ગંગાધર શાસ્ત્રીનું ઘર પૂછવામાં શો વાંધો ? મરાઠી આવડતું હશે તે જવાબ આપશે, નહિ આવડતું હોય તે બીજે ઘેર પૂછીશ. આ વિચાર કરી મેં કહ્યુંઃ “આટલામાં ક્યાંક ગંગાધર શાસ્ત્રી તેલંગ રહે છે ને?” “તમારે તેમનું શું કામ છે ?" “મારે તેમને મળવું છે.' ત્યારે અંદર આવો', એમ તે બોલ્યા. અંદર જઈને જોઉં છું તો સફેદ પળિયાં આવેલા કેટલાક શિષ્ય તિપિતાની પોથીઓ છોડીને તેમની સામે બેઠા હતા! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust