________________ કાશીવાસ સ્મશાન જવું પડયું. વળી કવખતનું ખાવું, નદીએ નાહવું વગેરે કારણથી મને સખત તાવ ભરાયો. છેવટે શ્રી. પરાડકર મારફત એક ડોળી ભાડે કરાવીને હું કાશીની ઇસ્પિતાલમાં જઈને પડયો. આ પ્રાંતની ઇસ્પિતાલો પણ જોવા જેવી હોય છે. મારી પથારીમાં કેટલાય ખાડાટેકરા હતા. પડખેના ખાટલામાં એક પરમિયાથી પીડાતા યુવાન અર્ધનગ્ન સ્થિતિમાં વલવલતો હતો. આ બધે દેખાવ જોઈને મને ઇસ્પિતાલનો ઊબકા આવ્યા. પણ કરું કેમ? ચાર દિવસ અહીં જ પડ્યા રહ્યા વિના છૂટકે નહોતો. દુઃખમાં સુખ એટલું જ હતું કે હુંડિરાજ શાસ્ત્રી અને પરાડકર દિવસમાં એકાદ વખત આવી મારી ખબર લઈ જતા. રોગીઓની ખાવાની વ્યવસ્થાનું તો પૂછો જ મા. સાબુદાણાની કાંજી અને તેમાં સાકરને બદલે ગોળ. અને તે પણ એક વાટકીથી વધુ કોઈને ભાગ ન આવે. દાળભાત મળતાં. પણ ચેખા ભૂંડાભૂખ હોવાને લીધે ભાત સારે ન થતા. પૂનાની સાસૂન ઇસ્પિતાલમાં રોગીઓની વ્યવસ્થા એક વાર મેં જોઈ હતી. તેમાં અને કાશીની ઈસ્પિતાલની વ્યવસ્થામાં આસમાન જમીન જેટલો ફેર હતો. અંતે ચાર દિવસ આ ઇસ્પિતાલનો અનુભવ લઈ ત્યાંના દાક્તરની રજા મેળવી હું પાછો દુર્ગાઘાટ ઉપરના શેણવીમઠમાં આવ્યો. ગોવિંદરાવ પાલેકરના પૌત્ર, પરાડકર વગેરેને મારા આવવાથી આનંદ થયો. આ વખતે આ મઠની વ્યવસ્થા કોઈ ચિદંબર ગોડબોલે નામના કાકણસ્થ બ્રાહ્મણના હાથમાં હતી. ગોવિંદરાવના જીવતાં તો આ ચિદંબર ગોવિંદરાવને પડછાયે પણ ઊભું ન રહે. ગોવિંદરાવ મને કહેતા કે P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust