________________ કાશીયાત્રા સાથે તેમણે ઘણા પ્રેમથી વાત કરી. પિતાની જ ઓરડીમાં રહેવા તેમણે મને આગ્રહ કર્યો. અત્યંત સાંકડી ગલીઓમાંથી બહાર આવ્યાથી મને એક રીતે નિરાંત વળી. શેણવીઓનો મંઠ છેક ગંગાકાંઠે હોવાથી શ્રી. ગોવિંદરાવની ઓરડીમાંથી ગંગાનો પટ તથા આસપાસનો રમણીય પ્રદેશ સાફ દેખાતો: આ દેખાવથી તેમ જ ગાવિંદરાવના ઉત્તેજનકારક શબ્દોથી મારું ચિત્ત પ્રફુલ્લિત થયું એમાં નવાઈ નથી. . . . તે જ દિવસે સાંજે સખારામ ગોરને ઘેરથી હું મારો સામાન આ મઠમાં લઈ આવ્યો. કાશીબાઈ નામની કાચીન તરફની એક વિધવા ડોશી આ જ મઠમાં રહેતી. તે શ્રી. ગોવિંદરાવને રસોઈ કરી આપતી. બીજે દિવસે ગોવિંદરાવે પિતાની પાસેનું સીધું સામાન આપી મારી જમવાની ગોઠવણ કરાવી. પોતે માંદા હોવાથી લાંઘણ કરી. મારી અડધા ઈચ ઘેરાવાની અને એક ઇંચ લંબાઈની ચોટલી જોઈને કાશીબાઈને ભારે નવાઈ લાગી ! મને લાગે છે કે આ બાબત ગોવિંદરાવ પાસે તેણે ફરિયાદ પણ કરી હોવી જોઈએ. પણ ગોવિંદરાવને આજકાલના સુધારકોના ઢગ માલૂમ હોવાથી તેમણે બાઈનું સમાધાન કર્યું હશે. “જુવાન છે, દેખાદેખીથી ચોટલી કપાવી નાંખી રાખ્યા હશે વાળ! એમાં શું થઈ ગયું? એટલાથી તે કાંઈ અબ્રાહ્મણ નથી થઈ જતો. આજકાલ કયાં થેડા લોકો . વાળ રાખે છે? તે બેલગામ તરફના કેટલાક સારસ્વતનાં નામ ઠામ કહે છે, એટલે સારસ્વત જ હશે, આવી રીતે બાઈને શાંત કરવા તેમણે પ્રયત્ન કર્યો હશે. પણ તેથી કાંઈ બાઈનું સમાધાન થયું નહિ. તે મારી પત્રાવળી દૂર જ માંડે અને મને પોતાનાં વાસણને અડકવા પણ ન દે. સદ્દભાગ્યે મારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust