________________ - આપવીતી જનોઈ વિષે તેના મનમાં શંકા ન આવી, કારણ, તે તદ્દન નવી હતી.' શેણવીમઠ નજીક જ પાણીને નળ હતો. પણ નળનું પાણી પીવું એ બધે બોળાવાડે ગણાતો હોવાથી ગાવિંદરાવને ઘેર ગંગાનું જ પાણી પિવાતું. આ ગંગાજળે પહેલે જ દિવસ મને પરચો દેખાડ્યો. આખી રાત ઊંઘ ન આવી અને પાંચ દસ વખત શૌચ જવું પડયું. બીજે દિવસથી ગંગા ઉપરથી નાહીને આવતાં લેટ ખાલી લઈ આવું, અને નળની નજીક આવતાં આસપાસ નજર ફેરવી, કોઈ બ્રાહ્મણ જોવામાં ન આવે કે ઝટ લેટો ભરી લઉં એવો ક્રમ મેં રાખે. હું નળનું પાણી પીઉં છું, એવી બાઈને ખબર પડી તે મારું જમવાનું ટળી જવાનું એવી પાકી દહેશત મને હતી. આથી આ વાતની તેને ખબર ન પડે એની માટે ખાસ સંભાળ રાખવી પડતી. ગાવિંદરાવની સલાહથી કાશીમાં સ્થિર થવાનું કેવી રીતે ગોઠવવું એ મેં ઠરાવ્યું. અન્નછત્રમાંથી ભેજન તો મળે એમ હતું પણ તે સારું ગ્વાલિયરના કેઈ મેટા અમલદારની ચિઠ્ઠી મેળવવી જોઈએ એમ તેમણે કહ્યું. વેદશાસ્ત્રસંપન્ન ગંગાધરશાસ્ત્રી તેલંગની પાસે સંસ્કૃતનું અધ્યયન કરવું એમ પણ તેમણે સૂચવ્યું. તેમની આ સલાહ મુજબ હું કાશીમાં કેવી રીતે રહ્યો એ આ પ્રકરણમાં કહેવા બેસતાં બહુ લંબાણ થાય, તેથી આ પ્રકરણ અહીંયાં જ પૂરું કરું છું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust