________________ પર આપવીતી કાળિયો ભાત ખાધાં. બીજી બાજુએ જાજરૂનું માં જેવાને પ્રસંગ ઉપરાઉપરી આવવા લાગે. હવે કોલેરા થઈ અહીં જ અંત આવશે કે શું એમ પણ લાગ્યું. - રામભટના ઘર આગળ એક નાનું સરખું દવાખાનું હતું. ત્યાં જગળેકર કરીને કેાઈ દાક્તર રહેતા હતા તેમની પાસે ગયા. તેમણે દવા આપી તેથી ઠીક ફાયદો થયો; પણ ખું પાણી ક્યાંય ન મળે. જેગળેકરે શ્રી. કેળકર (માધવ સ્કૂલના એક શિક્ષકોને મારી વાત કરી. આ ગૃહસ્થ સાંજે મને રસ્તામાં મળ્યાં. “સવારે ગળેકરને મળેલા તે તમે જ કે?' * એમ તેમણે મને પૂછ્યું. મેં “હા” કહ્યું એટલે તે બોલ્યા, રામભટજીને ત્યાં તમને ખૂબ અગવડ પડશે, કાલે તમે મારે ઘેર આવજે.' તેમનું આ નેતરું મેં વધાવી લીધું. શ્રી. કેળકરને ઘેર બધી સગવડ હતી. પીવાનું પાણી એક ચોખા કૂવામાંનું આવતું. આથી મારી તબિયત એક બે દિવસમાં સુધરવા લાગી. શ્રી. કેળકરે માધવ કોલેજના કેટલાક પ્રોફેસર સાથે મારી ઓળખાણ પણ કરાવી. આ બધાએ ઉઘરાણું કરી મને વાલિયરની ટિકિટ અને વાટખરચી જેટલો ગ કરી દીધું. - ઉજજનથી નીકળે તે રીતે ઝાંસીમાં બે દિવસ ગાળ્યા. ઝાંસીને સ્ટેશને એક કરાડે બ્રાહ્મણ ગાડીવાળો મળ્યો. તે પિતાની ગાડીમાં બેસાડીને મને તેને ઘેર લઈ ગયો. તેના ઘરમાં એક વિધવા બાઈ રહેતી હતી. તેને કાંઈ પૈસા આપવાના ઠરાવી તેણે મારી જમવાની ગોઠવણ કરી આપી. ઉજનમાં મને લાગુ પડેલું હાથધેણું અહીં પાછું શરૂ થયું. આ રોગે મને તદ્દન બેજાર કરી મૂક્યો. ઝાંસી શહેર પણ આખું જોવા મળ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust