________________ કાશીયાત્રા છે. ગ્વાલિયરથી નીકળ્યો તેને બીજે દિવસ પ્રયાગ આવી પહોંચ્યો. ત્યાં દક્ષિણીઓના ગોરને ત્યાં ઊતર્યો. આ ગરદેવતા સ્વભાવે સારા હતા. તેમણે બધી તીરથજાત્રા સવા રૂપિયામાં કરાવી દેવાનું કબૂલ કર્યું. મુખ્ય વિધિ ક્ષૌર કરાવવાની હતી. બીજે દિવસે હું ગરદેવની જોડે સંગમ ઉપર ગયે. ગરદેવે એક વાળંદ શેાધી મને હજામત કરાવવા કહ્યું. છ મહિના ગ્વાલિયરમાં ગાળ્યાથી મને સહેજસાજ હિંદુસ્તાની ભાષા બોલતાં આવડ્યું હતું. આવી ભાષામાં મેં પેલાને માથા વચ્ચે આશરે ચાર પાંચ ઈંચ ઘેરાવાની એટલી રાખવા વળીવળીને સમજાવ્યું; પણ ચોટલીનું હિંદી ભાષામાં જુદું જ નામ હોવાથી તેને મારા બોલવાનો મર્મ સમજાય નહિ. તેણે પોતાના સ્વદેશી અસ્ત્રાથી મારા માથાની વચ્ચોવચથી એક બે પટ્ટા પાડ્યા. સભાગે મને તરત જ શંકા આવી તેથી મેં તેને પૂછયું. પેલો તો કહે, “બસ ઠીક હૈ!” પણ તેના આ કૃત્યથી ચોટલી રાખવી લગભગ અશક્ય થઈ પડી. આખરે લગભગ અર્ધા ઈંચ જેટલા ઘેરાવાની અને તે પણ બરોબર મધ્યભાગમાં નહિ એવી ચોટલી રાખી આ કુશળ નાપિતરાજે પોતાનું કામ પૂરું કર્યું ! પિંડ દેવાં વગેરે. તીર્થકૃત્યની ભાંજગડમાં હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust