________________ 51 હ. વાનગર, પિન-382009. . પૂનાથી ગ્વાલિયર . ઈન્દોરથી ઉજજને જતી ગાડીનું રેલભાડું છ કે સાત આના જેટલું બેસતું. વાગળે સાહેબના ચાર આના અને મારી પાસે જે કંઈ બાકી હતું તે બધું મળીને જેમ તેમ ટિકિટ જેટલો મેળ થઈ ગયો. સાંજની વેળાએ ઉજજન પહોંચ્યો. હવે ઊતરવું ક્યાં એ સવાલ હતો. હું જાત્રાળુ હોઈશ એમ માનીને ત્યાંના લોકોએ રામભટ નામના એક ગોરનું ઘર મને ચીંધ્યું. સાંકડી ગલીચીઓમાં આથડતાં ભટકતાં છેવટ રામભટના ઘરને પત્તો મેળવ્યો. ભટજી ઘેર નહોતા; પણ મારું પિટકું મૂકવાની કેઈએ ના ન પાડી. શહેરમાં નળની સગવડ નહોતી. તેમાં વળી આ વર્ષે મેઘરાજાની અવકૃપા હોવાથી નદી સુકાઈ ગઈ હતી. અહીં ત્યાં ખાડાખાબોચિયાંમાં પાણી હતું. પણ તે એટલું તો ગંદુ થઈ ગયું હતું કે તેમાં એક જાતનાં જંતુ સ્પષ્ટ તરતાં દેખાઈ આવતાં હતાં. નદી પર જઈ હાથપગ ધોયા પણ આ પાણી પીવું કઈ રીતે એ મૂંઝવણમાં પડયો. એક બે જણને પૂછ્યું કે, આ પાણી સિવાય પીવા માટે બીજું પાણી મળી શકે એમ હતું કે નહિ. પણ તેમની પાસેથી નકારમાં જ જવાબ મળવાથી નિરુપાયે પંચિયાને છેડેથી ગાળીને એ જ પાણી પીધું! આનું ફળ એ આવ્યું કે આખી રાત ઊંઘ ન આવી અને દસ બાર વખત જાજરૂ જવું પડયું. બીજે દિવસે રામભટજીના ઘરમાં રહેતા એક દ્રાવિડ વિદ્યાર્થીએ મને પૂછ્યું, ‘તમારે ભિક્ષાએ આવવું છે?' મેં જવાબ આપ્યો, “હું આવત પણ મારી તબિયત ઠીક નથી.'. આથી તેણે ચાર ઘર વધારે ફરી અમારે બંનેને થાય એટલી કે ભિક્ષા માગી આણી. પણ તે દિવસ તો મારાથી પૂરું ખવાયું જ નહિ. તેના આગ્રહને લીધે મેં ફક્ત એક બે રોટલી અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust