________________ પૂનાની રહેણાક 45 “જગગુરુ બુદ્ધનું ચરિત્ર મેં વાંચ્યું છે અને તે ઉપરથી બુદ્ધના વિચારો અને તેને એકંદર ધર્મ એ જ મનુષ્યજાતિને ખરાં કલ્યાણકારી નીવડશે એમ મને લાગે છે.” અરે પેલું કાણેનું લખેલું પુસ્તક હું જાણું છું, એ તો એક અંગ્રેજી ગ્રંથનો તરજુમે છે. મૂળમાં છે તેને ચાર આની પણ અંગ્રેજીમાં ઊતર્યું નથી. અને અંગ્રેજીનું ચાર આની પણ મરાઠી ભાષાંતરમાં નથી આવ્યું ! આવા આ ગ્રંથને આધારે તમે બુદ્ધધર્મ વિષે હું આમ માનું છું અને તેમ માનું છું એમ કહો છો ?' “બુદ્ધધર્મ વિશે હું કશું જ જાણતો નથી એ હું કબૂલ કરું છું, પણ આપના કહેવા પ્રમાણે મરાઠીમાં ઊતરેલો મૂળનો સેળ ભાગ પણ જે આટલો ચિત્તવેધક છે તો પછી મૂળ ગ્રંથ કેટલે સુંદર હોવો જોઈએ, એ કલ્પનાથી જ સમજવું જોઈએ. આથી તે મૂળ ગ્રંથોનો અભ્યાસ કરવાનો ભારે નિશ્ચય દઢતર થાય છે.' અરે, પણ બુદ્ધધર્મને આપણા દેશને શે ઉપગ ? વળી આ દેશમાં બુદ્ધધર્મનું જ્ઞાન મેળવવું પણ મુશ્કેલ છે, એને સારુ તો તમારે નેપાળ કે સિલોન જવું પડશે !' “આપણે દેશને તેને ઉપયોગ હે અગર ન હો, મારા જીવનને તેનો ઘણો ઉપયોગી છે એમ મારી ખાતરી થઈ છે. નેપાળ કે સિલોન જવાને હું તૈયાર છું.’ પણે ત્યાં તમારે ભિક્ષ બનવું પડશે !' ભલે ગમે તેટલાં કષ્ટ સોસવાં પડે, મને તેની ફિકર નથી. બુદ્ધધર્મનું જ્ઞાન મેળવવું એ મારું જીવનકર્તવ્ય છે એમ હું સમજું છું.' P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust