________________ ' આપવીતી : - પ્રાર્થનાસમાજમાં રહેવાથી ઘણું ગૃહસ્થની મને ઓળખાણ થઈ તેમાં સ્વ. માધવરાવ લોટલીકરની સારી ઓળખાણ થઈ. તેમને ઘેર એક બે વખત જમવા પણ ગયે. ત્યાં માસિક મનોરંજન'વાળા સ્વ. કાશીનાથ રઘુનાથ મિત્રની મુલાકાત થઈ. તેઓ હવાફેર સારુ પૂને આવ્યા હતા. કેટલાક દિવસ સુધી અમે પરોઢિયે ઊઠીને ફરવા જતા. એક દિવસ બુદ્ધ વિષે વાત નીકળી તે પ્રસંગે તેમણે શ્રી. ગોવિંદ નારાયણ કાણે કૃત “જગદ્ગુરુ ગૌતમબુદ્ધાર્ચે ચરિત્ર' વાંચવાની મને ભલામણ કરી. તેમની પિતાની પાસે આ પુસ્તક નહોતું પણ તે તેમની મારફત મેં મેળવ્યું અને તે હું વાંચી ગયો. સર * એડવિન આર્નોલ્ડના “લાઈટ ઑફ એશિયા'નું આ ભાષાંતર હતું. મૂળ પુસ્તક કાવ્યમાં હોવાથી તે સંપૂર્ણ વિશ્વસનીય ન જ કહેવાય. તથાપિ તે એટલા તો પ્રેમભાવથી લખાયું છે કે વાંચતી વખતે વાચકનું ચિત્ત તેમાં લીન થયા વગર રહેતું નથી. ઇંગ્લેંડ અને અમેરિકામાં આ ગ્રંથની પચાસ ઉપર આવૃત્તિઓ નીકળી ચૂકી છે. કાણેનું ભાષાંતર મૂળ ગ્રંથને જેટલું ઉત્તમ નથી પણ તે વખતે એ મને એટલું તે ગમી ગયું કે તેમાંના કેટલાક ભાગ મેં ફરી ફરીને વાંચ્યા. આ ભાષાંતર તે કાળે મારું મુખ્ય ધર્મપુસ્તક થઈ પડયું. આમાંથી કેટલોક ભાગ વાંચતી વખતે ઘણી વાર મારો કંઠ' ભરાઈ આવતો અને આંખમાંથી અવિરત આંસુ વહેતાં તે હું ભૂલ્યો નથી. જ્યારે જયારે મારું મન ઉદાસ થાય ત્યારે ત્યારે આ પુસ્તકનું અધ્યયન કરવાનો મેં રિવાજ રાખ્યો. * કપડાંલત્તામાં અને વીશીના ખર્ચમાં મારી પાસેની તમામ પૂછ ખલાસ થઈ. ડો. લાડે દસ રૂપિયા મોકલ્યા, P.P. Ac. Gunratnasur; M.S. Jun Gu Jun Gun Aaradhak Trust