________________ પૂનાની રહેણાક શબ્દો નારાયણરાવને કહેતાં. છેવટે એક દિવસ નારાયણરાવે મને કહ્યું : “મહેરબાની કરીને હવે ફરી વાર એ બોલ ઉચ્ચારશો નહિ. દરેક વેળા ફરી ફરી એ બોલ કહીને તમે મારા પર વેર વાળે છે શું? તમને પેજપીઉ કહ્યા એથી ખોટું લાગ્યું. હોય તો હું તમારી ક્ષમા માગું છું.' . - પૂને આવવામાં મારે ખાસ હેતુ તો એ જ હતો કે, દિવસે કારકુનને કે એવું જ બીજું કંઈ કામ કરી નિર્વાહ કરવો અને કોઈ શાસ્ત્રી પાસે રહી સંસ્કૃત વિદ્યાભ્યાસ કરે. શ્રી. રેડકરને મેં મારો ઉદ્દેશ જણાવ્યું. તેમણે મારે સારું એવું કંઈ કામ શોધવા પિતે તેમ જ લાગતાવળગતાઓ મારફત પુષ્કળ પ્રયાસ કર્યો પણ ફેકટ. મેં પોતે પણ “સુધારક' પત્રની ઑફિસમાં તથા બીજી જગ્યાએ ખૂબ આંટા ખાધા, પણ ક્યાંયે ઘાટ બેઠે નહિ. “હવે શું કરવું” એ સવાલ ઊભો થયો. શ્રી. રેડકર કહેઃ “પોલીસ ખાતામાં મારી સારી ઓળખાણું છે; ત્યાં નોકરી જોઈતી હોય તો ભલામણ કરું.' પણ પોલીસ ખાતા તરફ તો મને ખૂબ તિરસ્કાર, તેથી મેં જવાબ આપ્યો કે, પોલીસમાં રહેવા કરતાં તો ભૂખે મરવું સારું.' વળી આ ખાતામાં રહીને સંસ્કૃત શીખવાને હેતુ પાર પડે એમ પણ નહોતું. - આઠ દસ દિવસમાં મને ખબર પડી કે ડે. ભાંડારકર પૂનામાં જ રહે છે. એક દિવસ બપોરે એક ચિઠ્ઠી લખી સાથે લઈ તેમને બંગલે ગયો. આ ચિઠ્ઠીમાં મેં શું શું લખેલું તે મને અત્યારે યાદ નથી. પણ “હું ગોવાથી વિદ્યાભ્યાસને માટે અહીં આવ્યો છું અને આપના દર્શનની અભિલાષા છે,' એવી મતલબની ચિઠ્ઠી હતી એમ માનું છું. ચિઠ્ઠીમાં છેવટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust