________________ પૂનાની રહેણાક સનન૪ વર ઘર સુર્બનયંતિ થી ' સજજન જોડે કલહ ભલો પણ દુર્જનની સોબત ન કરવી.” - મેરેપંત * * મડગાંવથી નીકળ્યો ત્યારે મારું મન કાળાં વાદળાથી છવાયેલું હતું. કેસલરેકનો ઘાટ ચડતાં નજરે પડતી વનશ્રીની શોભા અને દૂધસાગર જેવા સુંદર ઘધના દર્શનથી પણ મારી ઉદાસીનતા મટી નહિ. ટ્રેન ધીરે ધીરે ચાલતી હતી, ચોમેર લીલાછમ ડુંગર મારી નજરે પડતા હતા. પણ એ ડુંગરની તળેટીએ ખીણમાં નજરે પડતો પ્રદેશ ભારી તરફ ઉદાસીનતાથી જેતે હોય એવો જ મને ભાસ થયો. હું મનમાં બોલ્યોઃ “હે માતા જન્મભૂમિ! ઘણાંખરાં સગાંસંબંધીઓથી તરછોડાયેલ હું તારો બાળક છું. સગાંસંબંધીઓએ ભલે આશ્રય ન દીધો પણ તું તે ક્યાંક ને ક્યાંક ખૂણેખાંચરે પણ મને આશ્રય આપ્યા વગર રહેવાની નથી. પણ મા! મારા જેવા કમનસીબ બાળકે તારે આશ્રય કાં યાચો? એકથી વધુ વેળા મારી ઉન્નતિને ખાતર તને તજીને દૂર ગયો પણ, માડી, મારા મનોરથ પૂરા ન થતાં કાળું મોઢું લઈ તારો જ આશ્રય શોધતા પાછું આવવું પડયું. હવે આ વેળા જે સફળ નહિ થાઉં તે તને મોટું નહિ બતાવું એ મેં નિશ્ચય કર્યો છે. હે મા ! તારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust