________________ . રજનીશી અને ટાંચણે શ્રદ્ધાપૂર્વક વર્તવું જોઈએ, એવો મારે નિશ્ચિત મત છે. અને હું આજે અતિ નમ્રપણે બુદ્ધ ગુરુની પ્રાર્થના કરું છું કે, “હે સદ્દગુરુ તારા દાસના દાસ થવા જેટલી પણ મને લાયકાત આપ.” . . . सामाजिक - * જાતિભેદ સારું તૂટવા જોઈએ. બાળલગ્ન તુરત બંધ થવાં જોઈ એ. બાળલગ્ન તદ્દન બંધ થાય તો વિધવાવિવાહ ચાલુ કરવાની ઝાઝી જરૂર નહિ રહે. તથાપિ વિધવાવિવાહને સારુ હરત હોવી એ તો નીતિવિરુદ્ધ છે. કુટુંબની પદ્ધતિ પક્ષીઓના જેવી જોઈએ. માબાપે પિતાનાં છોકરાં મોટાં થયે તેમને જુદા રહેવામાં મદદ કરવી. આથી અત્યારે કુટુંબમાં જે નકામા વિખવાદ વધે છે તે બંધ થશે. राजकीय - પ્રજાસત્તાક પદ્ધતિ સારી, તેથી બીજે નંબરે રાજા પ્રજાસત્તાક, તેથી ઊતરતી સ્વદેશી રાજસત્તાક અને સહુથી હલકી પદ્ધતિ હાલ હિંદુસ્તાનમાં ચાલુ છે તે. આને બદલે બને તેટલી ઊંચા દરજજાની રાજ્યપદ્ધતિ ચાલુ થાય તે માટે દરેક વ્યક્તિએ ખરા દિલથી મથવું ઘટે. व्यक्तिए शु करवू ? - * આપણે અજ્ઞાન હોઈએ ત્યાં સુધી આપણાં માબાપની આજ્ઞામાં રહેવું, ને પછી છેવટ સુધી તેમને માન આપતા રહેવું,. તેમને દૂભવવાં નહિ. અંધ પરંપરાગત જુગજુગથી ચાલતા આવેલા જે કુરિવાજો હોય તે બેધડક તજવા. બીજાને દુ:ખ ન થાય એવી રીતે આપણે ધંધો કર. કદી નવરા ન રહેવું. નવરા બેસવાની બરોબરનું બીજું એક પાપ નથી. કરજદાર ન બનવું. કરજદાર માણસ પિતાની ઉન્નતિ કોઈ દિવસ કરી શકતું નથી. કેફી ચીજોના સેવનથી આપણું નાશનું બીજ રોપાય છે. તક જોઈને રાજકીય, ધાર્મિક કે - એવાં બીજા પરેપકારનાં કામ આપણું કૌવત હોય તે કરતાં સહેજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gum Aaradhak Trust