________________ 38 આપવીતી ' ઉપર મારો અગાધ પ્રેમ છે. તું “સર્વસહા” કહેવાય છે. તારા નામ પ્રમાણે તું મારા બધા અપરાધ ગળી જઈશ એવી મારી ખાતરી છે. પણ આ વખતે જે હું સફળ ન થાઉં તે ફરી તારું દર્શન ન પામું એવું કરજે. અને, હે માતા! મારા આ નિશ્ચયને ચળવા દઈશ નહિ.” . . તા. ૩જી ડિસેમ્બર ૧૮૯૯ને રોજ મળસંકે ચાર વાગ્યાને સુમારે ટ્રેન પૂના સ્ટેશને આવી. એક ટાંગે ભાડે કરી હું રાતેની પેઠમાં ગયા. ત્યાં ખૂબ શોધ કર્યા પછી શ્રી. અનંત રામકૃષ્ણ રેડકરનું ઘર જડયું. તેમણે મારો સારી પેઠે આદરસત્કાર કર્યો. બીજે કે ત્રીજે દિવસે તેઓ મને તેમની પડોશમાં રહેતા શ્રી. નારાયણરાવ વર્દીને ઘેર લઈ ગયા. શ્રી. રેડકરે હું ગેવાથી આવ્ય વગેરે હકીકત નારાયણરાવને જણાવી. એટલે નારાયણરાવ કહેઃ “આ પેજપીઉ ગોવઈબાબુને અહીં શું કામ લાવ્યા? પૂનામાં આનો ઉપયોગ શ?' મારી તરફ વળીને કહે: “જે જે માઠું લગાડતા, હું તો મશ્કરીમાં કહું છું. મેં કહ્યું મને જરાય ખોટું લાગે એમ નથી. જીવબાદાદા બક્ષી, લખબાદાદા લાડ વગેરે પુરુષો પેજપીઉ જ હતા કે બીજા કાઈ? તમે આ પૂનાવાસીઓના સહવાસમાં રહીને એ બધાને ભૂલી ગયા છે અને એથી કદાચ પેજથી પણ કંટાળ્યા હે તો ભલે.' આ જવાબ મળતાંની સાથે જ નારાયણરાવ ચૂપ થઈ ગયા. એ પછી એકાદ બે વખત હું તેમને ઘેર ગયે હાઈશ ત્યારે તેમના છોકરાઓ મારું નામ પૂછતા અને હું જવાબ દેતો કે, “અંદર જઈને એમ કહે કે પિલા પેજ પીઉ ગાવઈબાબુ આવેલા છે. છોકરાંઓ આ જ * ચોખાની ઘંસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust