________________ 23 દેશયાગ બુદ્ધ ભગવાનની આ અમૃત સમાન માત્રા ત્યારના મારાં રોંગ ઉપર અજમાવનાર કોઈ વૈદ મને તે વખતે મળ્યો હોત તો મારું કેટલું કલ્યાણ થયું હોત ! ઉપરની ગાથામાં કહ્યા પ્રમાણે હું દુર્બળ અને નિસ્તેજ થઈ ગયે એટલું જ નહિ, પણ અગ્નિમાંદ્યના રાગે ત્યારથી મારામાં કાયમનું ઘર કર્યું. - આ વખતે અમારા ઘરની પૈસા સંબંધી સ્થિતિ સારી નહોતી. પરચૂરણ કરજ વધી ગયું હતું, અને તેનો ભાર મારા ઉપર હતો. મિત્રના મરણથી પણ હું એટલે તે ઉદ્વિગ્ન બની ગયો હતો કે હવે ગોવામાં નથી રહેવું એમ જ મને થયાં કરતું હતું. ઘરના કરજનો બધો હિસાબ લખી મૂકી બે રૂપિયા ગાંઠે લઈ તારીખ ૩૦મી મે ૧૮૯૮ને દિવસે ફરી મેં ઘર છોડયું ને ગોકર્ણ સુધી ગયો. પણ આવા અજાણ્યા પ્રદેશમાં નિર્વાહનું કંઈ પણ સાધન ન જડવાથી તારીખ ૧૬મી જૂનને દિવસ મારે ફરી વેળા ઘેર પાછા આવવું પડયું ! ઘેર આવ્યો પણ મારા મનની વ્યથા ઓછી ન થઈ. એક દિવસે તે હું જંગલમાં જ બેસી રહ્યો. અને પછી કોઈની પણ સાથે વાતચીત ન કરતાં એક ઓરડીમાં પુરાઈ રહેવા લાગ્યો. ગામમાં હું ગાંડો થયે છું એવી વાત ફેલાઈ. પણ તેની મને કરીયે પરવા નહોતી. - અમારા સંબંધી શ્રી. વિષણું રામચંદ્ર નાયક મડગાંવથી મને મંળવા આવ્યાં: કરજેને લીધે મને ચિત્તભ્રમ થયું એમ તેમને લાગ્યું હોવું જોઈએ. પણ ખરું કારણ તો બીજું જ હતું. તેમણે મને શિખામણની બે વાત કહી અને કહ્યું કે, કરજ થયું છે તેમાં ગભરાવાની જરૂર નથી. તેનો કંઈક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust