________________ આપવીતી શીખો તો પણ તમે તમારી બુદ્ધિથી તે શીખે, ગ્ય માર્ગે ચાલીને તમે તમારાં છોકરાઓ અને મિત્રમંડળને પાઠરૂપ બને અને તમારા કરતાં અજ્ઞાન અને ગરીબ લોકોને તમારે હાથે સહાય . થાઓ એવી પણ મારી ખરા અંત:કરણની ઇચ્છા છે. આજે આપણું આ ગોવા પ્રાંતના હિંદુસમાજમાં એક પણ સારે વાલી દેખાતો નથી. પરિણામે તમને પણ સારા વાલી નહિ જ મળે. તમને ભણવા માટે જુદે જુદે ઠેકાણે રાખશે. તોપણ ઘેર ઘેર માટીના ચૂલા” એ કહેવત પ્રમાણે તમને સારે વાલી જડે એવું લાગતું નથી. આ હું તમને મારા અનુભવ ઉપરથી કહું છું. સારે વાલી ન મળવાથી કેટલીક બૂરી બાબતોના સંસ્કાર તમને પડશે અને તે જેડાની કાંકરી પ્રમાણે તમને આખે જન્મારે ખૂયા કરશે. આ બાબતે કઈ તેને વિચાર કરીએ. પહેલી વાત તો એ કે, તમારા વાલીઓના અજ્ઞાનને લીધે તમને સારે શિક્ષક ન.મન્યાથી તમે અજ્ઞાન રહેશે. અજ્ઞાન જેવી ભયંકર બીજી એકે વસ્તુ આ દુનિયામાં નથી એમ કહીએ તો ચાલે. બીજી વાત એ કે, તમારું વલણ જોઈને તમને વિષય નહિ શીખવવામાં આવે તો બધો ગોટાળે થશે. મેં મારા પિતાજીને મને સંસ્કૃત શીખવવા ખૂબ કહ્યું પણ તેમણે મન પર લીધું નહિ. આથી મને ભારે નુકસાન થયું છે. ત્રીજી વાત ખરાબ બત. તમારા વાલી તમે કેવી સેબતમાં ફરે છે તેની જે બરોબર ભાળ નહિ રાખે તો ખરાબ સોબતનું બૂરું પરિણામ તમારે ભોગવવું પડશે. ભળતે જ વખતે તમારા મનમાં કામવિકાર ઉદ્ભવશે. તમને હુક્કાનું વ્યસન ચોટશે. આવી કેટલીયે કુટેવ જે મેટી ઉંમરે ઘાતક નીવડે છે તે તમને વળગશે. ચોથી વાત બાળલગ્ન. તમારા વાલી અજ્ઞાન હોવાથી તેમની પાસે ડુંક પણ દ્રવ્ય હશે તે તે તમને નાની ઉમરમાં લગ્ન. પાશથી બાંધી દેશે. લગ્ન થયા પછી, તમે નાના હશે તો પણ, તમારાં સાસરિયાં તમને માન આપશે; આથી તમને મિથ્યાભિમાનનો વળગાડ લાગશે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust