________________ આપવીતી તમારા મનનું વલણ જોયા વગર તમને કળા શીખવી હશે તો તમને કષ્ટ થશે. દાખલા તરીકે, તમારું વલણ દરજના ધંધા તરફ છે એમ ધારે અને તમારા પિતાને ધંધો ખેતીને છે; તે તે જરૂર તમને ખેતીમાં દાખલ કરશે. આમ થયું એટલે તમને એકે ધંધો પૂરે નહિ આવડે. આમાંથી મુક્ત થવાનો ઉપાય એ જ કે, જે વખતે તમારું વલણ અમુક દિશા તરફ છે એમ તમને જણાઈ આવે તે જ વખતે લોકલાજ છેડીને તે કળા તરફ તમારે તમારા પ્રયને વાળવા અને તે કળાને બની શકે તેટલો અભ્યાસ કરવો. આથી પછીના આયુષ્ય દરમ્યાન તમને સુખ થશે. પ્રિય બાળકો, નવરા બેઠા કજિયા-દલાલી કરીને અથવા લાંચ આપીને અમલદારે મારફત પોતાનું કાર્ય સાધીને તાવંત બનવા કરતાં જોડા સીવવાને ધંધે કરીને જે તમે તમારું પેટ ભરશે તો તેમાં વધારે આબરૂ છે એમ સમજે. પેટ ભરતાં આવડે એવો એકાદ સરસ હુન્નર તમને આવડે એ એક મોટું સદ્ભાગ્ય સમજે. નોકરી કરનારા કરતાં તથા મેટાઓ પાસે હાજી હા કરી પેટ ભરનારાઓના કરતાં કારીગર કે ખેડૂત પોતાના દેશનું ખરું હિત વધારે સાધે છે એ ભૂલતા નહિ. તમે ગમે તેટલા તાલેવાન છે છતાં તમને એકાદ સરસ હુન્નર આવડતું હોય એ ઘણું જ ઈચ્છવાજોગ છે. આથી જે તરફ તમારું મન વળતું હોય તે હુન્નર તમે મેળવી લેજે. ત્રીજું સંકટ ખરાબ સબત છે. તમારા મિત્રો તમને કુટેવો પાડી ખાડામાં ઉતારે એવા હોય તે તેમની સેબત તત્કાળ છોડી દે. તમારા કરતાં તે ધનમાં કે હકૂમતમાં મોટા હોય તો પણ તમે , તેમને પડછાયે પણ ઊભા રહેતા નહિ. ખરાબ વર્તનને તમે ખુલ્લો તિરસ્કાર કરજે એટલે તેઓ પોતે જ તમને પોતાના મંડળમાં બાલાવશે નહિ. ઊલટું તમારા સદાચરણની તેમના ઉપર સારી અસર થશે. કદાચ કોઈ વાર કમનસીબે તમે બૂરી બતમાં જઈ ચડ્યા છે ત્યાં તેમના આગ્રહથી કેફી ચીજોના સેવનથી કે દુરાચરણથી બચજે. નીતિબળ દેખાડવાનું કહેવાય છે તે આ જ P:P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust