________________
એમ કહી શકાય કે માણસની આધ્યાત્મિક પ્રગતિ પ્રાસાદ ઉપર ચડવા જેવી છે. જેમ પ્રાસાદ ઉપર ચડતા જઈએ અને દૃષ્ટિ બદલાતી જાય તેમ આધ્યાત્મિક ઉન્નતિ સાધતાં દષ્ટિ બદલાતી જાય છે. અમુક સ્થિતિમાં જીવ ઈશ્વર સાચાં છે, પણ તેથી ઉન્નતતર, એને ઉન્નતતમ કહેવી જોઈએ, આધ્યાત્મિક સ્થિતિમાં એ સર્વ મિથ્યા જણાઈ માત્ર બ્રહ્મ જ સત્ય જણાય છે. સેશ્વરવાદીઓને લાગે કે જાણે એમની સ્થિતિથી ઉપર હેવાને દાવો કરવાની આ એક માત્ર યુક્તિ છે. વળી એવો પણ આક્ષેપ થાય કે પરમાર્થદષ્ટિએ ઈશ્વર પણ મિથ્યા છે એમ કહ્યા પછી ઈશ્વરભક્તિ શક્ય રહેતી નથી. પણ તે સર્વને જવાબ એટલો જ છે કે હિન્દુઓમાં અનેક મહાન ભકત થયા છે જેઓ વેદાન્તીઓ હતા. જેમને આને ખરેખર અનુભવ થયો છે તેમણે આ ભિન્ન દષ્ટિએમાં કદી અશક્યતા અનુભવી નથી. જેમને અનુભવ નથી એમને જ આ ઝગડે છે. ખરે તે આ વસ્તુસ્થિતિમાં જ રહેલો વિરોધ કે વિરોધાભાસ છે. જડ વસ્તુમાં આપણે એક વિરોધ કે વિરોધાભાસ જોઈ ગયા અને તે વિકાર કે પરિણામ વિશેને. વસ્તુ બદલાય છે, વિકાર પામે છે, છતાં તે એની એ જ છે! જે બદલાઈ છે તે એની એ કેમ ગણાય, એની એ છે તે બદલાઈને શો અર્થ! ફિલસૂફીને આ પ્રાચીનમાં પ્રાચીન કેયડે છે. પણ તે કાયડાને લીધે આપણે વસ્તુસ્થિતિને નિષેધ નથી કરતા. જેમ પરિણમવું એ જડને વિલક્ષણ ધર્મ છે, તેમ વધવું, હેય તેનાથી ઉચ્ચતર કે ઉન્નતતર થવું, પોતે જ પોતાની પાર જવું, એ ચેતનને ધર્મ છે. પિતે પિતાથી ઉચ્ચતર શી રીતે થઈ શકે ? પોતે પિતાની પાર શી રીતે જઈ શકે? એ ચેતનને કેયડે છે. એ પિતાની પાર જવાની શક્તિ, પિતાને અતિક્રમવાની શક્તિ, એને જ ધર્મની બીજભૂત શક્તિ હું માનું છું. વેદાન્ત કહે છે કે એમ પિતાથી પાર જતાં જતાં જીવ જ્યારે જીવભાવની પાર જાય, અહંકારની પાર જાય, ત્યારે બ્રહ્મભાવ પામે! એ તદ્દન ન સમજાય એવું નથી!
આ ગ્રન્થ વાંચતાં આનંદશંકરના ચિતનનાં ચાર મુખ્ય લક્ષણે ધ્યાનમાં આવ્યા વિના નહિ રહેઃ વિશાલતા, સૂક્ષ્મતા, વિશદતા, અને સમતા. આ ચારે ય ગુણે બધાં શાસ્ત્રીય ચિંતન અને નિરૂપણમાં આવશ્યક છે, પણ એ બધાને આ સુગ ક્યાંક જ જોવામાં આવે છે. વિશાલતા અને સૂક્ષ્મતા વિરોધી ગુણે દેખાય છે, અને એક જ વ્યક્તિમાં બને એકસરખા હોતા નથી, પણ સત્યશોધન માટે બને આવશ્યક છે, એટલું જ નહિ પણ બુદ્ધિની એક જ પ્રવૃત્તિમાં બને એક સાથે ઓતપ્રેત