Book Title: Sangiti
Author(s): Bechardas Doshi
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/004849/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સંગીતિ ૫. બેચરદાસ દોશી Page #2 -------------------------------------------------------------------------- ________________ સંગીતિ (ચિંતનાત્મક-મૌલિક-લેખસંગ્રહ) લેખક પં. બેચરદાસ જીવરાજ દોશી સંપાદક જિતેન્દ્ર બી. શાહ ગૂર્જર ગ્રંથ૨ત્ન કાર્યાલય રતનપોળ નાકા સામે ગાંધી માર્ગ • અમદાવાદ-૩૮૦૦૦૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ Sangiti by Pandit Bechardas Jivaraj Doshi, Published by Gurjar Grantha Ratna Karyalaya Opp. Ratanpolnaka, Gandhi Road, Ahmedabad - 380 001 Price Rs. 180/ © પં. બેચરદાસ પહેલી આવૃત્તિ : ડિસેમ્બર ૨૦૦૩ પ્રત : ૭પ૦ પૃષ્ઠસંખ્યા: ૧૮૧૨૮૪ કિંમત : રૂ. ૧૮૦/ પ્રકાશક અમરભાઈ ઠાકોરલાલ શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ટાઇપસેટિંગ શારદાબહેન ચિમનભાઈ ઍજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર શાહીબાગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૪ મુદ્રક ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ - ૩૮૦૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પંડિત બેચરદાસ દોશી જન્મ તા. ૨-૧૧-૧૮૮૯]. [અવસાન તા. ૧૧-૧૦-૧૯૮૨ Jain Education Interational Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પં. શ્રી બેચરદાસ જીવરાજ દોશી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયના પ્રેરણાસ્રોત અને આપ્તજન હતા. અમારા પૂજ્ય પિતાશ્રી સ્વ. શંભુલાલભાઈ તથા સ્વ. શ્રી ગોવિંદલાલભાઈના અનન્ય મિત્ર હતા. અમને (કાંતિભાઈ, સ્વ. ઠાકોરભાઈ, મનુભાઈ, પ્રકાશભાઈ) પુત્રવત્ ગણી અપાર વાત્સલ્ય ભાવ વરસાવતા આથી અમારો તેમની સાથે પારિવારિક સ્નેહ સંબંધ બંધાયો હતો તેમના પરિવારના સ્વ. શ્રી પ્રબોધભાઈ, સ્વ. શ્રી લલિતાબેન, સ્વ. શ્રી શિરીષભાઈ તથા લાવણ્યબેન સાથે ભાઈભાંડુ જેવો સ્નેહ સંબંધ અકબંધ છે. આજે પણ તેમના પૌત્રો સાથે ઘરેલુ સંબંધ છે. પંડિતજીના જીવનકાળ દરમિયાન અમને સતત પ્રેરણા અને માર્ગદર્શન મળતાં હતાં. તેમના હૂંફાળા અને પ્રેમાળ સ્વભાવે અમારા વિકાસમાં અમૃતસિંચન કરી મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વર્ષો પૂર્વે અમને તેમણે તૈયાર કરેલી મહાવીરવાણી અને પ્રાકૃત માર્ગોપદેશિકા નામના બે ગ્રંથો છાપવાનો સુઅવસર પ્રાપ્ત થયો હતો. આજે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ૭૫માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે અને અમૃતપર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અમારા આપ્તજનોની સ્મૃતિ વધુ સતેજ બને તે સહજ જ ગણાય. તેમની પુણ્યસ્મૃતિને સ્મરણાંજલિ અર્પવા સ્વરૂપે તેમના પસંદગીના લેખો પ્રગટ કરવાનો વિચાર ઉદ્ભવ્યો હતો. આ વિચાર અને પંડિતજીના એક સમયના વિદ્યાર્થી અને વર્તમાનમાં લા.દ. વિદ્યામંદિરના નિયામક શ્રી જિતેન્દ્ર બી. શાહ સમક્ષ વ્યક્ત કર્યો. તેમણે અમારા વિચારને સહર્ષ વધાવી લીધો. લેખોની પસંદગીથી માંડીને તમામ કાર્યો તેઓએ સહર્ષ સ્વીકારી સુંદર સંપાદનકાર્ય સંપન્ન કર્યું અને અમારી મૂંઝવણ ટાળી. આ માટે અમે તેમના અત્યંત આભારી છીએ. ધર્મ અને દર્શન વિશેનું પંડિતજીનું આગવું ચિંતન હતું. તેમાં મૌલિકતા અને ક્રાંતિબીજ પણ જોવા મળે છે. આ દૃષ્ટિએ પ્રસ્તુત લેખસંગ્રહ જિજ્ઞાસુને માર્ગદર્શક બનશે તેવી અમને આશા છે. આ ગ્રંથ તૈયાર કરવામાં શારદાબેન ચિમનભાઈ ઍજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરના સ્ટાફનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે તે બદલ અમે તેમના પણ આભારી છીએ. – પ્રકાશક Page #7 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન સ્વ. પં. શ્રી બેચરદાસ જીવરાજ દોશી સંસ્કૃત, પ્રાકૃત આદિ અનેક ભારતીય ભાષાના મર્મજ્ઞ વિદ્વાન, જૈન આગમ અને પાલિ ત્રિપિટકના આરૂઢ વિદ્વાન તથા ભારતીય દર્શનોના ઊંડા અભ્યાસી હતા. તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન અનેક ગ્રંથોનું સંપાદન, અનેક ક્લિષ્ટ ગ્રંથોના અનુવાદ અને મૌલિક ગ્રંથોનું લેખનકાર્ય કર્યું હતું. તેમાંનું મોટા ભાગનું સાહિત્ય ગ્રંથ સ્વરૂપે પ્રકાશિત પણ થયું છે. આ ઉપરાંત તેમણે ૨૦૦થી વધુ લેખો લખ્યા હતા. આ લેખો પ્રબુદ્ધ જીવન, અખંડ આનંદ, પુરાતત્ત્વ, જૈન સાહિત્ય સંશોધક આદિ અનેક સુપ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થયા હતા. તે તમામની સૂચિ તેમની હયાતીમાં વિદ્યાધ્યયન કરતાં કરતાં તૈયાર કરી હતી. આ સૂચિ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ, વારાણસીથી પ્રગટ થયેલ શ્રદ્ધાંજલિ ગ્રંથમાં યથાતથ પ્રગટ થઈ છે. વર્ષો પૂર્વે લેખસંગ્રહ પ્રગટ કરવાનું વિચાર્યું હતું પરંતુ કોઈ કા૨ણોસ૨ આ યોજનામાં વિલંબ થતો જ રહ્યો. છેવટે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના સંચાલકશ્રી મનુભાઈ સાથે ચર્ચા થઈ અને તેમણે પં. શ્રી બેચરદાસ જીવરાજ દોશીના લેખો પ્રગટ કરવાની ઉત્સુકતા દર્શાવી અને લેખસંગ્રહ પ્રગટ કરવાના કાર્યનો પ્રારંભ થયો. તેમના લેખોમાંથી કેટલાક પસંદ કરેલા લેખો અહીં પ્રગટ થઈ રહ્યા છે તે આનંદની ઘટના છે. પંડિત બેચરદાસ દોશી ભારતીય સાહિત્યના ઊંડા અભ્યાસી, જૈન આગમ અને પાલિ ત્રિપિટક તુલનાત્મક દૃષ્ટિએ અધ્યયન કરનાર પહેલા ભારતીય વિદ્વાન, ગાંધીજીનું ભારતમાં આગમન થયું તે પૂર્વે જ સ્વદેશીના રંગે રંગાયેલા અને પછી તો વિદ્યાપીઠમાં કામ કરતાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને સ્વતંત્રતાની લડતમાં પણ જોડાયા હતા. આ દરમિયાન તેઓશ્રીને નવ મહિના વીસાપુરની જેલમાં રહેવું પડ્યું હતું. તેમણે પંડિત સુખલાલ સંઘવી સાથે સન્મતિતર્ક સૂત્રનું સંપાદન, ભગવતી સૂત્રનો અનુવાદ અને જીવનની છેલ્લી અવસ્થામાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર વિરચિત સિદ્ધહેમ શબ્દાનુશાસનનો ગુજરાતી અનુવાદ પ્રગટ કર્યો હતો. ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિનો ઇતિહાસ દર્શાવતું અભ્યાસપૂર્ણ પ્રવચનો મુંબઈ યુનિવર્સિટીમાં આપ્યાં હતાં જે પછીથી પુસ્તકરૂપે પ્રગટ થયાં હતાં. ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિનો સુવિસ્તૃત ઇતિહાસ વર્ણવતો આ એકમાત્ર ગ્રંથ છે. પ્રાકતભાષા શીખવા માટે સરળ ભાષામાં પ્રાકૃત માર્ગોપદેશિકાની રચના Page #8 -------------------------------------------------------------------------- ________________ તેમણે પોતાની ૧૮ વર્ષની ઉંમરે કરી હતી. આમ તેમનું વિદ્યાપ જીવનના આરંભે જ શરૂ થયેલું તે આજીવન ચાલુ રહ્યું હતું. તેમના લેખોમાં ઊંડું શાસ્ત્રચિંતન અને ગવેષણા અને નિષ્પક્ષ તત્ત્વચિંતન જોવા મળે છે. જીવન અત્યંત સાદગીપૂર્ણ અને સમતાભર્યું પણ કાળક્રમે શાસ્ત્રોમાં અને સમાજમાં પ્રવેશેલ વિકારો કુરૂઢિઓને જોઈને ઊંડું દુઃખ અનુભવતા હતા. તેમણે તેમની આ વ્યથા લેખો દ્વારા પ્રગટ કરેલી છે. તેમના વિચારો રૂઢ માનસ ધરાવતા લોકો પચાવી શક્યા ન હતા તેથી તેમને મારી નાંખવા સુધીના પ્રયાસો પણ થયા હતા. તેમ છતાં સત્યના માર્ગથી વિચલિત થયા ન હતા. સત્યની સાધના કેવી કઠિન હોય છે ! આ ગ્રંથમાં તેમના બધા જ લેખો સમાવિષ્ટ કરવા અશક્ય હતું. ભાષાવિષયક લેખો, સિદ્ધાંતને સ્પર્શતા લેખો, શાસ્ત્રીય વિષયોની ચર્ચા કરતા લેખો સિવાય અહીં તો ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ અને કેટલાક સમકાલીન પ્રશ્નોને ચર્ચતા પસંદગી કરેલા લેખોનો જ સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમના બાકી રહેલા લેખો પણ ગ્રંથસ્વરૂપે પ્રગટ કરવાનું કાર્ય ગૂર્જર જેવી સંસ્થા ઉપાડી લેશે તો સંશોધકો, જિજ્ઞાસુઓ અને વાચકોને ઘણો મોટો લાભ થશે. જિતેન્દ્ર બી. શાહ Page #9 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી બેચરદાસ જીવરાજ દોશી સત્યને ફૂલના હાર પર નહિ, પણ તલવારની ધાર પર જીવનાર, પાંડિત્ય ખાતર અપૂર્વ આત્મભોગ આપનાર, રાષ્ટ્ર ખાતર હદપારીની સજા ભોગવનાર, સરસ્વતી દેવી, સમાજ અને રાષ્ટ્રની તન, મન ને ધનથી સેવા કરનાર પંડિતવર્ય શ્રી બેચરદાસજીની ગણના ભારતના અગ્રગણ્ય સાક્ષરો, રાષ્ટ્રસેવકો ને સમાજસેવકોમાં થતી હતી. તેમણે જીવનની ત્રિવિધ દિશાઓમાં પોતાના પુરુષાર્થને અવિરતપણે વહાવી જીવનને ચરિતાર્થ કર્યું હતું. તેમાંય ખાસ કરીને જૈન સંઘને અંધશ્રદ્ધાની નિદ્રામાંથી જગાડનાર આ યુગના ગણ્યાગાંઠ્યા પંડિત પુરુષોમાંના તેઓ એક હતા. ઊગતી ઉંમરમાંથી જ મુસીબતોમાં જીવવા ટેવાયેલા પુરુષાર્થી પંડિતજી ૯૦-૯૨ વર્ષની ઉંમરે પણ, મનને કે તનને અસ્વસ્થ બનાવી દે એવી મુશ્કેલીઓ વચ્ચે પણ, સમભાવપૂર્વક પોતાની સરસ્વતી અને સમાજધર્મની ઉપાસનાને અખ્ખલિતપણે આગળ વધારી રહ્યા હતા. નવું નવું જાણવાની અને સત્યને શોધવાની એમની વૃત્તિમાં જીવનના અંત સુધી પણ ઢીલાશ આવી ન હતી, એ એમના જીવનની એક આગળ પડતી વિશેષતા હતી. ભારતના અને જૈનોના ઇતિહાસમાં વલભીપુરનું નામ ભારે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જૈન આગમશાસ્ત્રોને ગ્રંથસ્થ કરવાનું ગૌરવ આ નગરીને ફાળે જાય છે. સૌરાષ્ટ્રની ધરતીના ગૌરવભર્યા આ વલભીપુર (વળા) નગરમાં વિ. સં. ૧૯૪૬ની સાલમાં, માગશર વદિ અમાવાસ્યાને દિવસે પંડિતજીનો જન્મ થયો હતો. એમના પિતાશ્રીનું નામ જીવરાજ લાધાભાઈ દોશી. માતાનું નામ ઓતમબાઈ. નાતે વીસાશ્રીમાળી દેરાવાસી જૈન. કુટુંબની સ્થિતિ બહુ સાધારણ. પંડિતજીના ભણતરની શરૂઆત વળાની ધૂડી નિશાળમાં થયેલી. ત્યારપછી પાંચ ચોપડી સુધી તેઓ પોતાના મોસાળ સણોસરામાં ભણ્યા, અને છઠ્ઠી ચોપડી વલભીપુરમાં આવી પૂરી કરી. આ દરમિયાન એમની ૧૦ વર્ષની ઉંમરે એમના પિતાશ્રીનું અવસાન થયું, અને Page #10 -------------------------------------------------------------------------- ________________ કુટુંબની આજીવિકાનો સવાલ ભારે મુશ્કેલીભર્યો બની ગયો. સમાજની પ્રચલિત રૂઢિ મુજબ પોતાના પિતાશ્રીનું કારજ કરવા માટે તેમની માતાને પોતાની આખરી પૂંજી સમાં કડલાં અને ઠોળિયાં વેચી દેવાં પડેલાં એ વાત કહેતાં કહેતાં પંડિતજીનું દિલ દ્રવી ઊઠતું. આ પછી કુટુંબનો નિર્વાહ ચલાવવા માટે તમબાઈને પારકાં દળણાં-ખાંડણાનું પાર-વગરનું કામ કરવું પડતું; અને છતાં નિર્વાહ તો પૂરો થઈ શકતો જ નહીં. બે દીકરા અને એક દીકરી એમ પોતાનાં ત્રણ સંતાનો માટે રાતદિવસ મથામણ કરતી પોતાની માતાને મદદ કરવા પંડિતજીએ કદી પણ કામ કરવામાં શરમ કે નાનમ અનુભવી ન હતી. દાણામાં મેળવવા માટે રાખ ચાળી આપવી, કાલાં ફોલવાં, કાલાંના ઢાલિયામાંથી રૂનાં પૂમડાં વીણવાં, દાળમસાલી (તળેલી દાળ) વેચવી વગેરે જે મળી શકે તે કામ પંડિતજી કરતા રહેતા. વધુ અભ્યાસની ઇચ્છા છતાં આજીવિકાનો સવાલ જ એટલો ભારે થઈ પડ્યો કે ભણવાની વાતનો વિચાર થઈ શકે એમ જ ન હતું. એટલામાં સંવત ૧૯૫૮-૫૯ની સાલમાં સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય વિજયધર્મસૂરિજી મહારાજે જૈન વિદ્વાનો તૈયાર કરવાના ઉદ્દેશથી, માંડળમાં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરેલી તેમાં અભ્યાસ કરવા માટે વલભીપુરના જ રહેવાસી શ્રીહર્ષચંદ્ર ભુરાભાઈ (સ્વ. મુ. શ્રી જયંતિવિજયજી) માંડળ જતા હતા તેમની સાથે પંડિતજી પણ માંડળ ગયા. જૈન વિદ્વાનો તૈયાર કરવાની શ્રી. વિજયધર્મસૂરિજીની તમન્ના ભારે ઉત્કટ હતી. તેમને આવા બુદ્ધિશાળી વિદ્યાર્થીને જોઈને ભારે આનંદ થયો. આ પછી તો સ્વ. સૂરિજીએ પ્રખર જૈન વિદ્વાનો ગુજરાતના અર્થપ્રધાન વાતાવરણમાં તૈયાર થવા મુશ્કેલ જાણીને વિદ્યાવ્યાસંગના વાતાવરણવાળા કાશી જવાનો નિર્ણય કર્યો. બેચરદાસભાઈએ માંડળમાં પાંચ-સાત મહિના રહીને કૌમુદીનો અભ્યાસ કર્યો. પછી આચાર્ય મહારાજ સાથે કાશી જવા માટે પગપાળા રવાના થયા. પણ તેમનાં માતુશ્રીની ઇચ્છા તેમને આટલે દૂર મોકલવાની ન હતી એટલે હર્ષચંદ્રભાઈની સાથે ગોધરાથી તેઓ વલભીપુર પાછા આવ્યા, અને સાતમી ચોપડી ત્યાં પૂરી કરી. માતાની ઇચ્છાથી અભ્યાસ છોડીને પાછા તો આવવું પડ્યું હતું, પણ મનમાંથી ભણવાનો વિચાર દૂર થતો ન હતો. એટલે બેચરદાસ પાલીતાણા ગયા, અને મુ. શ્રી. સિદ્ધિવિજયજી મહારાજ સુરતીની પાસે રહીને નવતત્ત્વ વગેરેનો ધાર્મિક અભ્યાસ કર્યો. પાલીતાણાના આ વસવાટ દરમિયાન એમને Page #11 -------------------------------------------------------------------------- ________________ જમવા વગેરેની પુષ્કળ મુશ્કેલી વેઠવી પડેલી. તેમની બાએ બરફીચૂરમાનો ડબો ભરીને આપ્યો હતો, તે પહોંચ્યું ત્યાં સુધી તો રોજ વખતસર ખાવાનું મળતું, પણ પછી તો પ્રભાવના વગેરેમાં જે કાંઈ મળે તેનાથી ચલાવી લેવું પડતું. કોઈ કોઈ દિવસ તો એકાદશી પણ થઈ જતી. છેવટે જામનગરના એક સગૃહસ્થ શ્રી. સૌભાગ્યચંદ કપૂરચંદે માસિક રૂ. ૧૦ આપવાનું નક્કી કર્યું, અને એમનો માર્ગ કંઈક સરળ બન્યો. પાલીતાણામાં એક વર્ષ રહી તેઓ વળી પાછા વલભીપુર આવ્યા. કોઈએ કહ્યું કે “વૃષભ રાશિવાળાને લાંબા પ્રવાસનો જોગ છે. આ સાંભળી બેચરદાસને ફરી પાછા કાશીના વિચારો આવવા લાગ્યા. પણ માએ રજા ન આપી, એટલે છેવટે મહેસાણા પાઠશાળામાં જઈ પહોંચ્યા, અને ત્યાં એક માસમાં ભાંડારકરની માર્ગોપદેશિકાની પહેલી ચોપડી પૂરી કરી. પણ આટલાથી વિદ્યા માટે તલસતો પંડિતજીનો આત્મા સંતુષ્ટ ન થયો, અને એક દિવસ માતાને પૂછયા વગર જ હર્ષચંદ્રભાઈ સાથે સં. ૧૯૬૨-૬૩ના અરસામાં તેઓ કાશી ઊપડી ગયા. આમ વિદ્વાનો તૈયાર કરવાની ધગશવાળા આચાર્ય મહારાજ અને ગમે તે ભોગે વિદ્યા ઉપાર્જન કરવાની ભાવનાવાળા વિદ્યાર્થીનો સુયોગ થઈ ગયો. પણ છ મહિનામાં પંડિતજી શીતળાની બીમારીમાં સપડાયા, તે જાણીને એમનાં બા સાવ એકલાં એકલાં છેક બનારસ પહોંચી ગયાં. માતૃસ્નેહનું માપ આપણે બુદ્ધિના ગજે ન કાઢી શકીએ. કાશીમાં બે વરસ રોકાઈ તેઓ વલભીપુર ગયા ત્યારે આચાર્યવર્ય હેમચંદ્રકૃત લઘુવૃત્તિ પોણી થઈ ગઈ હતી. વલભીમાં થોડું રોકાઈ તેઓ પાછા બનારસ આવ્યા. અને પોતાના અભ્યાસની સાથેસાથે શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળાના ગ્રંથોનું સંપાદન, પં. શ્રી હરગોવિંદદાસ ત્રિકમદાસ શેઠના સહકારમાં કરવા લાગ્યા. ખાસ નોંધવા જેવી વાત તો એ છે કે આ ગ્રંથમાળાએ પ્રકાશિત કરેલા જૈન, વ્યાકરણ અને ન્યાયને લગતા ગ્રંથો કલકત્તા સંસ્કૃત કૉલેજની તીર્થ પરીક્ષામાં દાખલ થયા, અને પછી પંડિતજી ન્યાય અને વ્યાકરણના તીર્થ થયા. મુંબઈના ઍજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષામાં પણ પંડિતજી તથા શ્રી હરગોવિંદદાસભાઈ આગલે નંબરે ઉત્તીર્ણ થયા અને બન્નેને રૂ. ૭૫-૭૫/-નું પારિતોષિક મળ્યું. આમ ધીરે ધીરે પંડિતજીની ગણના એક મહાબુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે થવા લાગી હતી. તે વખતે તો તેઓ સંસ્કૃત કવિતા પણ બનાવતા અને પાદપૂર્તિ કરવામાં પણ કુશળ ગણાતા. પંડિતજીની આવી હોશિયારીથી Page #12 -------------------------------------------------------------------------- ________________ મહારાજશ્રીએ તેમને માસિક રૂ. ૧૦ની સ્કૉલરશિપ આપવાનું કહ્યું તો પંડિતજીએ તેનો એમ કહીને સાદર અસ્વીકાર કર્યો કે–જયારે પાઠશાળા મારું બધું ખર્ચ આપતી હોય ત્યારે આવી સ્કોલરશિપ કેમ કરી લઈ શકાય ? આ દરમિયાન મહારાજશ્રી પાસે આવતા અનેક વિદ્વાનો સાથે પંડિતજીને સારો પરિચય થઈ ગયો હતો. મહારાજશ્રીની ઇચ્છા પંડિતજીને શ્રમણ સંસ્કૃતિમાં પૂર્ણ નિષ્ણાત બનાવવાની હતી. પ્રાકૃત ભાષાનો અભ્યાસ તો આ વખતે કરી જ લીધો હતો, પોતાના પ્રાકૃતના અભ્યાસ માટે તો પંડિતજી એમ જ કહેતા કે, કોણ જાણે શાથી, પણ પ્રાકૃત-અર્ધમાગધી ભાષા તો મને બહુ જ સરળ થઈ પડી, અને જાણે અચાનક જ આવી મળી ગઈ હોય એમ એ ભાષા મને આત્મસાત્ બની ગઈ. હવે બૌદ્ધધર્મના જ્ઞાન માટે પાલીભાષાના જ્ઞાનની જરૂર હતી. તે માટે આચાર્ય મહારાજે ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણની સાથે પંડિતજીને તથા પં. શ્રી હરગોવિંદદાસભાઈને સિલોન મોકલ્યા. ત્યાં ૮ માસ જેટલા ટૂંકા સમયમાં પોતાનું કામ પતાવીને એ બન્ને જણા પાછા કાશી આવ્યા, અને ગ્રંથમાળામાં પ્રાચીન જૈન ગ્રંથોના સંપાદનનું કામ કરવા લાગ્યા. આ વખતે ધાર્મિક, સામાજિક અને કોમી શિક્ષણ સંસ્થાઓમાં રાષ્ટ્રીયતાની હવા સુધ્ધાં નહોતી પહોંચી શકતી. પણ બંગભંગની ચળવળનું આછું-પાતળું દર્શન પણ પંડિતજીએ એ વખતે કાશીમાં જે કર્યું, તે ઉપરથી તેમણે દેશી કાપડ વાપરવાનો અને દેશી ખાંડનો ઉપયોગ કરવાનો નિયમ કર્યો હતો. અને સને ૧૯૧૫-૧૬માં ગાંધીજીએ સ્વદેશી અને ખાદીની હાકલ કરી ત્યારથી તેમણે સ્વદેશી કાપડ અને વસ્તુઓનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. આમ તે કાળે પંડિતોમાં ભાગ્યે જ જોવા મળતી રાષ્ટ્રીયતાની ભાવના પંડિતજીના અંતરમાં વસવા લાગી હતી. શરૂઆતમાં પંડિતજીને જૈન ધર્મ ઉપર એવી એકાંગી શ્રદ્ધા કે તેઓ જૈન સિવાય બીજાં પુસ્તકો વાંચે જ નહીં. પણ પ્રાકૃત-અર્ધ માગધી ભાષાના અભ્યાસ પછી મૌલિક પ્રાચીન જૈન સાહિત્યનું જેમ જેમ અધ્યયન ચિંતન આગળ વધતું ગયું તેમ તેમ નવું સત્ય જાણવાની એમની ઇચ્છા વધુ ને વધુ ઉત્કટ બનતી ગઈ; અને મનમાં ઘર કરી બેઠેલી અંધશ્રદ્ધા વિલીન થવા લાગી. પછી તો આગમો કંઠસ્થ કરવાનો એમને એવો નાદ લાગ્યો કે રાતના બે બે વાગે ઊઠીને તેઓ એમાં તન્મય થવા લાગ્યા. પ્રાકૃત ભાષાનું ઊંડું જ્ઞાન તો મળી જ ચૂક્યું હતું, હવે તેમાં આગમોનું વાચન અને ચિંતન ઉમેરાયું એટલે એમનો આત્મા વધુ સત્યશોધક બન્યો. પંડિતજીના જીવનનો આ સમય Page #13 -------------------------------------------------------------------------- ________________ એ પંડિતજીના માટે ક્રાન્તદર્શનનો અને એમના દિલમાં ક્રાંતિની ભાવનાને સજીવન કરવાનો સમય ગણી શકાય. આ પછી તો પંડિતજીને થયું કે જૈન સંસ્કૃતિનો અભ્યદય કરવો હોય તો એ સંસ્કૃતના મૂળ ગ્રંથોનો અનુવાદ કરીને એને સર્વજનસુગમ બનાવી દેવા જોઈએ. બનારસમાં આ ઇચ્છા પૂર્ણ થઈ શકે એમ ન લાગ્યું. એટલે સંવત ૧૯૭૦-૭૧ લગભગમાં અમદાવાદના શેઠ પૂંજાભાઈ હીરાચંદે સ્થાપેલ જિનાગમ પ્રકાશન સભામાં જોડાયા. જૈન આગમોનાં પ્રમાણભૂત ભાષાંતરો તૈયાર કરાવવાં એ સંસ્થાનો મુખ્ય ઉદેશ હતો. પણ જૈન સંઘમાં તે કાળે આગમોના અનુવાદ સામે ભારે વિરોધ પ્રવર્તતો હતો. ઉદાર વિચારના કે સુધારક દિલના આગળ પડતા કહેવાતા સાધુઓ અને ગૃહસ્થોને પણ આ વાત રચતી ન હતી. આ દરમ્યાન અમદાવાદમાં મહાવીર જયંતીની એક સભામાં પંડિતજીએ આગમોના અનુવાદની જરૂર સંબંધી પોતાના વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કર્યા. પરિણામે એની સામેનો વિરોધ વધુ ઉગ્ર બન્યો. એ કાળે તો આવો વિરોધ મારપીટ સુધી આગળ વધી જવાની પણ દહેશત રહેતી. પણ પંડિતજી પોતાની વાતને મક્કમપણે વળગી રહ્યા અને મુંબઈમાં રહીને આ કામ કરવા લાગ્યા. આ દરમિયાન તા. ર૧-૧-૧૯૧૯ના રોજ મુંબઈમાં માંગરોળ જૈન સભાના આશ્રયે વસ્તૃત્વ પ્રચારક મંડળના મંત્રીના આમંત્રણથી, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાના પ્રમુખપદે “જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ” એ વિષય ઉપર જાહેર ભાષણ આપ્યું અને આખા જૈન સંઘમાં વિરોધનો એક ભારે વંટોળ જાગી ગયો. પણ જે વિચારકો હતા તેમને એ ભાષણે ભારે વિચાર કરતા કરી મૂક્યા. આ ભાષણ એ પંડિતજીના જીવનના એક મહત્ત્વના સીમાસ્તંભરૂપ લેખાય છે. આના લીધે તો અમદાવાદના સંઘે પંડિતજીને સંઘ બહાર કરવા જેટલું બહુમાન આપ્યું પણ પંડિતજીને મન નગ્ન સત્ય કહેવાના લાભની આગળ આ વિરોધ કંઈ વિસાતમાં ન હતો. લોકનિંદા કે લોકપ્રશંસાને મહત્ત્વ આપીએ તો સત્યને ન પિછાણી શકાય કે ન પ્રચારી શકાય, એ સિદ્ધાંત પંડિતજીના મનમાં દઢ રીતે વસી ગયો હતો. આ દરમ્યાન પંડિતજીને પૂ. મહાત્મા ગાંધીજીનો સમાગમ થયો. એક વિદ્વાનને આવા ઉત્કટ સત્યપ્રેમી જોઈને ગાંધીજીએ એમને આશીર્વાદ આપ્યા, એને પોતાની વાતથી પાછા નહીં હઠવા કહ્યું.. Page #14 -------------------------------------------------------------------------- ________________ ११ આ ભાષણ પછી તેઓ થોડા વખત ભાવનગરમાં રહ્યા ત્યારે ‘તમસ્મરણ’ નામે સમાજની સ્થિતિ દર્શાવતો રૂપકાત્મક લેખ લખ્યો, જે “જૈન”માં છપાયો હતો. આ લેખે તો આખા સમાજમાં ને સુધારકોમાં પણ ભારે ખળભળાટ મચાવી દીધેલો. આ પછી તો ગાંધીજી સામેનો એમનો પરિચય વધતો જ ગયો, અને સને ૧૯૨૧-૨૨માં તેઓ ગાંધીજીના ગુજરાત પુરાતત્ત્વ મંદિરમાં જોડાયા, અને ત્યાં પંડિતવર્ય શ્રી સુખલાલજીના સહકારમાં સન્મતિતર્કના સંપાદનનું અતિદુષ્કર કાર્ય કર્યું. પ્રાચીન આકર ગ્રંથોના સંપાદનમાં આ ગ્રંથનું સંપાદન એક નમૂનેદાર સંપાદન ગણાય છે. તેમના આ કામથી ગાંધીજીને ભારે સંતોષ થયો, પંડિતજીને આ અતિ ઝીણા કામને પાર પાડવા માટે પોતાની ડાબી આંખની સદાની ઝાંખપ વહોરી લેવી પડી. આ પછી તો ગાંધીજીની દાંડીકૂચનો ઐતિહાસિક પ્રસંગ આવી પડ્યો. એ રણભેરીનો નાદ સંભળાયા પછી ઘરમાં ભરાઈ રહેવું શક્ય ન હતું. પંડિતજી પણ એ નાદની પાછળ ઘેલા બન્યા અને હસ્તલિખિત ‘નવજીવન’ના તંત્રી બનીને ૯ મહિના વીસાપુર જેલના મહેમાન બન્યા. પણ પંડિતજી માટે ખરી મુશ્કેલીનો સમય તો જેલમાંથી છૂટ્યા પછી શરૂ થયો. તેમને બ્રિટિશ હકૂમતમાં દાખલ થવાનો સન્ન મનાઈહુકમ મળ્યો હતો તે છેક ૧૯૩૩-૩૬ની સાલમાં કૉંગ્રેસે પ્રાંતોમાં સત્તા સ્વીકારી ત્યાં સુધી ચાલુ રહ્યો. આ દરમ્યાન આજીવિકા મેળવવાની ભારે મુશ્કેલી હતી, અને છ-સાત જણનું ભરણ-પોષણ કરવા સાથે દીકરા-દીકરીઓના અભ્યાસને પણ પહોંચી વળવાનું હતું. આ ચાર-પાંચ વર્ષ લગી કોઈ અણનમ યોદ્ધો ઝઝૂમે તેમ પંડિતજી અણનમપણે જીવનસંગ્રામ ખેલતા રહ્યા, અને મારવાડ, રાજસ્થાન જેવા પ્રદેશોમાં સ્થાનકવાસી સાધુઓ કે બીજાઓને ભણાવીને પોતાનો વિકટ જીવનપંથ કાપતા રહ્યા. આવી વિકટ સ્થિતિ છતાં જૈન સાહિત્યમાં રહેલ સત્યોનો પ્રચાર કરવાની એમની તમન્નામાં જરા પણ ઓટ ન આવી, અને જૈન સાહિત્ય સામેનો સંબંધ શિથિલ કરીને, વિદ્યાનાં બીજાં ક્ષેત્રો દ્વારા જીવનને સુખ-ચેનમય બનાવવાની લાલચથી પંડિતજી સર્વથા અળગા રહ્યા. આ દુઃખના ને કસોટીના સમયમાં તેમને સાથ આપનાર તેમનાં સહધર્મિણી શ્રીમતી અજવાળીબેનને અત્રે યાદ કર્યા સિવાય ચાલે તેમ નથી. પછી તો અમદાવાદમાં એસ. એલ. ડી. આર્ટ્સ કૉલેજ સ્થપાઈ, અને ગુજરાતના સર્વસામાન્ય વિદ્વાન ડૉ. આનંદશંકર ધ્રુવના પ્રયાસથી તેઓ એ Page #15 -------------------------------------------------------------------------- ________________ १२ કૉલેજના અર્ધમાગધીના અધ્યાપક નિમાયા. સને ૧૯૪૦માં તેમણે મુંબઈ યુનિવર્સિટી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં “ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ વિશે જે વ્યાખ્યાનો આપ્યાં તેણે પંડિતજીના પાંડિત્ય ઉપર કલગી ચડાવી દીધી. છેલ્લાં ચાળીસ વર્ષ દરમિયાન પંડિતજીને જૈન સાહિત્યની જે વિરલ સેવા કરી તેના લીધે અનેક મહત્ત્વના ગ્રંથો પ્રકાશમાં આવ્યા. પ્રાચીન ગુજરાતી, અપભ્રંશ અને પ્રાકૃત-અર્ધમાગધી ભાષાના તો પંડિતજી અસાધારણ વિદ્વાન હતા. આ ક્ષેત્રમાં તો તેઓ દેશના અને દુનિયાની ઉચ્ચ કોટીના વિદ્વાનોમાં માનભર્યું સ્થાન ધરાવતા હતા; સાથે સાથે સંસ્કૃત ભાષાના પણ તેઓ એવા જ ઉત્કટ વિદ્વાન હતા. અને આ બધાની પાછળ, જૈન સાહિત્યમાંની સાચી હકીકતો પ્રગટ કરીને સમાજને સાચો રસ્તો બનાવવાની જે ક્રાંતિકારી ભાવના તેઓ સેવી રહ્યા હતા તે અપૂર્વ હતી. પાંડિત્ય અને સત્યલક્ષી ક્રાંતિપ્રિયતાનો આવો યોગ બહુ વિરલ ઘટના ગણાય. પોતાને સત્ય સમજાયા પછી બીજાની સમક્ષ રજૂ કરતી વખતે એની કટુતા કે ઉગ્રતાને દૂર કરવા માટે એના ઉપર સાકરનો પટ ચડાવવાની વ્યવહારદક્ષતામાં પંડિતજી પડતા હી, પણ નગ્ન સત્ય પ્રગટ કરવા બદલ પોતા ઉપર જે મુશ્કેલી આવી પડે તેને સહજ ભાવે વધાવી લેતા. પણ કોઈ પણ સત્યનો જિજ્ઞાસુ એમની પાસે જઈ ચડે તો બાળસહજ નિસ્વાર્થ આત્મીય ભાવનાથી એને મદદ કરવામાં પંડિતજી ખૂબ આનંદ અનુભવતા હતા. અને કોઈનું પણ કામ કરી છૂટવું અને ખાસ કરીને વિદ્યાર્થીઓને કોઈ પણ રીતે ઉપયોગી થઈ પડવું, એ માટે પંડિતજી સદા તૈયાર રહેતા હતા. જૈન આગમોને પ્રકાશિત કરવાનો જ નહીં, પણ તેના અનુવાદો પ્રસિદ્ધ કરવાનો પણ માર્ગ આજે ખુલ્લો થયો છે અને તેની સામેનો વિરોધ નામશેષ બન્યો છે તેનું શ્રેય પંડિતજીને ફાળે જાય છે. આ નૂતન વિચારસરણીને જન્માવવામાં પંડિતજીએ જે સંકટોનો સામનો કર્યો છે તે ચિરસ્મરણીય બની રહેશે. પંડિતજીનો આખો પરિવાર સરસ્વતીપરાયણ છે. તેમના મોટા પુત્ર સ્વ. ડૉ. પ્રબોધ એમ. એ., પીએચ. ડી. (લંડન) હતા. તેમનાં મોટાં પુત્રી બેન સ્વ. લલિતા કર્વેનાં જી. એ., પી. એ. અને બી. ટી. હતા. નાનાં પુત્રી લાવણ્યવતી મેટ્રિક પાસ છે ને નાનો પુત્ર શિરીષ એજીનીયર હતા. જૈન સંસ્કૃતિ અને જૈન સાહિત્યના વિકાસ માટે પંડિતજી જેવા અનેક Page #16 -------------------------------------------------------------------------- ________________ સામવીર પંડિતપુરુષોની આજના સમાજને ખૂબ જરૂર છે. જૈન સમાજને જ્ઞાનથી વિશેષ સમૃદ્ધ બનાવવા પંડિતજીનું જીવન અને કાર્ય સદાય યાદ રહેશે તથા જૈન સમાજ તેમનો ઋણી રહેશે. (આ જીવનવૃત્ત શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ વર્ષો પૂર્વે લખેલું હતું તે થોડાં સુધારા સાથે યથાતથ લીધું છે.) પંડિતજીની સાહિત્યસેવા શ્રી. યશોવિજયજી જૈન ગ્રંથમાળામાં પં. શ્રી. હરગોવિંદદાસ સાથેનાં સંસ્કૃત પ્રાકૃત ગ્રંથનાં સંપાદનો ૧. રત્નાકરાવતારિકા ૨. શાંતિનાથમહાકાવ્ય ૩. નેમિનાથ મહાકાવ્ય ૪. વિજય પ્રશસ્તિ ૫. પાંડવ ચરિત્ર ૬. શીલદૂત ૭. નિર્ભય ભીમ વ્યાયોગ ૮. લઘુ પદર્શન સમુચ્ચય ૯. અનેકાંત જયપતાકા (પ્રથમ ભાગ) ૧૦. સ્યાદ્વાદમંજરી ૧૧. અભિધાન ચિંતામણિ કોશ ૧૨. પાર્શ્વનાથ ચરિત્ર ૧૩. મલ્લિનાથ ચરિત્ર ૧૪. જગદ્ગુરુ કાવ્ય ૧૫. શબ્દ રત્નાકર કોશ ૧૬. આવશ્યક નિર્યુક્તિ (પ્રાકૃત) - સ્વતંત્ર કૃતિ, સ્વતંત્ર સંપાદન અને અનુવાદ ૧. પ્રાકૃત માર્ગોપદેશિકા ૨. પાઈએલચ્છી નામમાણ સંપાદન-અનુવાદ ૩. પ્રદ્યુમ્ન ચરિત્ર સંપાદન-અનુવાદ ૪. સમરાઈશ્ચકહા (બે ભવ) સંપાદન-અનુવાદ ૫. ભગવતી સૂત્ર બે ભાગ સંપાદન-અનુવાદ ૬. પ્રાકૃત વ્યાકરણ સંપાદન-અનુવાદ ૭. ગિરનાર ચૈત્ય પરિપાટી અને અપભ્રંશ વ્યાકરણ સંપાદન-અનુવાદ ૮. ભગવાન મહાવીરની ધર્મકથાઓ સંપાદન-અનુવાદ ૯. ભગવાન મહાવીરના ઉપાસકો સંપાદન-અનુવાદ ૧૦. રાયપસેણિયસુત્ત સંપાદન-અનુવાદ ૧૧. દેશી શબ્દ સંગ્રહ (પ્રથમ ભાગ) સંપાદન-અનુવાદ ૧૨, મહાવીરવાણી સંપાદન-અનુવાદ ૧૩. હેમચંદ્રાચાર્ય કૃતિ કૃતિ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ધર્મામૃત-ભજનસંગ્રહ શબ્દોની વ્યુત્પત્તિઓ સાથે સંપાદન ૧૫. ચેઈઅવં દણમહાભાસ સંપાદન ૧૬. જૈન કથા રત્નકોશ અનુવાદ (આત્માનંદ જૈન સભા) ૧૭, ધમ્મપદ અનુવાદ ૧૮. વૈદિક બૌદ્ધ અને જૈન ધર્મના મૂળ સિદ્ધાંતોનો સમન્વય સ્વતંત્ર લેખ ૧૯, જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ સ્વતંત્ર લેખ ૨૦. જૈન દર્શન (ષદર્શન સમુચ્ચયની ગુણરત્નની ટીકાનો અનુવાદ) અનુવાદ ૨૧. ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ (મુંબઈ યુનિવર્સિટી સંચાલિત ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો) ૨૨. નવકાર મંત્રનો મહિમા પરિપત્ર ૨૩. શ્રી મહાવીર જીવનનો મહિમા પરિપત્ર ૨૪. ધર્મશોધક ભગવાન મહાવીરની પચ્ચીસમી શતાબ્દીનો ઉત્સવ ૨૫. કલ્પસૂત્રનો સાહિત્યિક અનુવાદ અનુવાદ ૨૬. તત્ત્વાર્થસૂત્ર જૈનાગમસમન્વય પર એક દષ્ટિ સ્વતંત્ર લેખન જૈનશાસન પાક્ષિકનું સંપાદન નવજીવનની શિક્ષણ અને સાહિત્યની પૂર્તિમાં શબ્દોના વંશો' શિક્ષણ અને સાહિત્યમાં ‘શબ્દોના વંશો” પુરાતત્ત્વ, જૈનસાહિત્ય સંશોધક, પ્રસ્થાન, બુદ્ધિપ્રકાશ, ફાર્બસ ત્રિમાસિક, અખંડ આનંદ, ભારતીય વિદ્યા, જૈન વિદ્યા, પ્રબુદ્ધ જીવન (પાક્ષિક) વગેરેમાં ભાષા, વ્યુત્પત્તિ અને ધર્મવિચારને લગતા તુલનાત્મક લેખો ગૂજરાત વિદ્યાપીઠ-ગુજરાત પુરાતત્ત્વ મંદિર દ્વારા પ્રકાશિત અને પંડિત સુખલાલજી સાથે કરેલ સંપાદન ૧. સન્મતિતર્ક પાંચ ભાગ ૨. સન્મતિતર્કનો મૂળનો અનુવાદ વિવેચન સહિત ૩. જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર Page #18 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા , , , , , , , , , , , , , , ૧ , ૦ •S , , , , , , ,... ૧. ભગવાન મહાવીર .... ર. મહાવીર જીવનનો મહિમા......... ............ ૩. રૂઢિચ્છેદક મહાવીર . ૪. ક્ષમા તથા ક્ષમાપના ....................... ૫. જૈન ધર્મ અને અહિંસા ....... ૬. અસત્ય ........ ૭. પરિગ્રહ વિરમણ ............. ...... ૮. ધર્મને લગતાં કર્મકાંડો અને તેનો ફલાનિદેશ .. ૯. જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ ......... ૧૦. આજનો તકાદો છે મહાવીરની સાધનાને માનવીની સાધના તરીકે અવલોકવાનો ... ૧૧. તીર્થરક્ષાના કારણે હિંસક માર્ગ અપનાવવો શું ઉચિત છે ? ......... ૧૨. આ સંસાર !................... .......... ૧૩. મોઢા આડે મુહપત્તીબંધન શા માટે ? - એક સંશોધનાત્મક સમાલોચના .. ૧૪. ભગવાન બુદ્ધ . .......... ૧૫. લોકદીપક બુદ્ધગુરુ .............................. ૧૬. દસ પારમિતા ........ ........ ... ૧૩૫ ૧૭. ધમ્મપદની ઉપમાઓ... ......... ૧૮. ધન વિશે ભગવાન બુદ્ધનું નિરીક્ષણ ..................... ૧૯. જૈન અને બૌદ્ધ વિચારધારાઓની આલોચના... ... ૧૫૭ ૨૦. મહાભારત અને જૈન આગમ . ..... ૧૬૮ ૨૧. એક ભજન ને મહાભારત ........... • ....... ૧૮૦ ૨૨. ગ્રામોદ્યોગ કલ્પવૃક્ષ છે ............. • • • • • • • • • • • • • • • • • ......... - . • • • • • • • • • 1 • , , , , , , , , , , , 1 - , , , , , , , , .......... Page #19 -------------------------------------------------------------------------- ________________ १६ ••••. ૧૯૪ ૨૨૧ ૨૩. પૂ. ગાંધીજીએ આપણને વારસામાં આપેલો અહિંસાનો જીવંત વ્યવહાર ૨૪. ઉપાસના ......... .......... ૧૯૮ ૨૫. ધર્મરસનો અનુભવ .......... ૨૦૬ ૨૬. પ્રાર્થના................. .............................. ૨૧૩ ૨૭. પ્રાર્થના અને સફળતા . ......... ૨૮. જનકલ્યાણ ......... .......... ૨૯. જમાઈની પરીક્ષા ............... .......... ૨૪૫ ૩૦. જિજીવિષા................. ......... ૨૪૫ ૩૧. શ્રદ્ધાધન સુદર્શન. ........................ ......... ૨૩૬ ૩૨. બુદ્ધિભેદ ૨૪૩ ૩૩. ધર્માચરણનો અધિકાર ક્યારે ? ......... ....... ૨પર ૩૪. ધર્માચરણની ભૂમિકા ..... ૨૫૬ ૩૫. બુદ્ધિમાન વણજારો ........... ૩૬. યુધિષ્ઠિરનું મનોમંથન .. ............. ......... , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ........... ૨૬૭ ૨૭૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ સંગીતિ પં. બેચરદાસ જીવરાજ દોશી Page #21 -------------------------------------------------------------------------- ________________ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧. ભગવાન મહાવીર સર્વધર્મસમભાવી અથવા બિનસાંપ્રદાયિક આપણી સરકાર ભગવાન મહાવીરની પચીસમી નિર્વાણશતાબ્દીનું ઉજમણું આ વર્ષે કરવાની છે એ પ્રસંગ સરકાર માટે અને ભારતની પ્રજા માટે ઘણો આનંદદાયી અને પ્રેરક છે. આ અગાઉ સરકારે ભગવાન બુદ્ધની પણ નિર્વાણશતાબ્દીની ઉજવણી ઘણી શાનદાર રીતે ભારે ઉમંગથી કરેલી. આ એક સુંદર શિરસ્તો છે કે ભારતના ઉત્તમોત્તમ આદર્શ પુરુષોની જન્મજયંતી અથવા નિર્વાણતિથિ ઊજવીને તે તે મહાપુરુષોનું પ્રજાને સ્મરણ કરાવવું, તેમના ગુણોનું સમૂહકીર્તન કરવાના પ્રસંગો ઊભા કરવા તથા તેમનું સ્મરણ કાયમ ટકે એવી પ્રજા-જાગૃતિની કે પ્રજાને હિતકર નીવડે એવી કોઈ ને કોઈ પ્રવૃત્તિ સરકાર કરે અથવા સરકાર અને પ્રજા બંને મળીને યથાશક્તિ કરે; તેમ કરીને તે તે મહાપુરુષો પ્રતિ સરકાર અને પ્રજા પોતપોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક મેળવે. જે સરકાર કે પ્રજા ગુણાનુરાગી છે અને કૃતજ્ઞતાના ગુણને વરેલી છે તેની તો ઉક્ત રીતે વર્તવાની અનિવાર્ય ફરજ છે જ. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્ર રચેલ યોગશાસ્ત્રની વૃત્તિના પ્રારંભમાં જ આલેખેલ કથાનો મુખ્ય આધાર અને અન્ય કથાઓનો પણ આધાર લઈ પ્રસ્તુત લખાણ લખું છું. યોગશાસ્ત્રમાં ભગવાન વીરને “યોગિનાથ” એવું વિશેષણ આપીને યાદ કરેલ છે. આ ભારતભૂમિ ઉપર જે જે યોગિનાથ થયેલા છે તેઓ બધા જ સાધારણ માનવની ભૂમિકા ઉપરથી જ પૂર્ણ સમદર્શી થયેલા છે, સ્થિતપ્રજ્ઞની ભૂમિકાને પામેલા છે અને ગીતાજીમાં સ્થિતપ્રજ્ઞના જે જે લક્ષણો બતાવેલાં છે તે તમામ લક્ષણોથી અલંકૃત થયેલા છે. જે મનુષ્ય પૂર્ણ સમદર્શી હોય, સ્થિતપ્રજ્ઞ હોય તે પૂર્ણપણે વિતરાગ જ હોય છે, અનાસક્ત જ હોય છે અને તેણે યોગની સાધનાનું ધ્યેય ઉક્ત રીતે પૂર્ણપણે સિદ્ધ કરેલ હોય છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨ • સંગીતિ કોઈ પણ ઉચ્ચતમ ધ્યેયને પૂર્ણપણે મેળવતાં ઘણો લાંબો કાળ જાય છે તેમ વીરભગવાનને પણ વીતરાગની ભૂમિકાને–સ્થિતપ્રજ્ઞતાની ભૂમિકાને પ્રાપ્ત કરવાનું ધ્યેય સિદ્ધ કરતાં સારો એવો લાંબો કાળ લાગેલ છે. “ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય”, “મારો દિ કર્મ શત્રમ્ વિદતિ ? આ ન્યાયે ભગવાનને પોતાના પૂર્વજીવનમાં ઘણી-ઘણી સાધનાઓમાંથી પસાર થવું પડેલું. એમના આમ તો ન ગણી શકાય એટલા જન્મો થયેલા કહેવાય છે. પણ એમાંથી ભગવાનના જીવનની કથા લખનારે મુખ્ય-મુખ્ય છવ્વીસ જન્મોની જ કથા કહેલી છે. પ્રસ્તુતમાં એ છવ્વીસે જન્મોની કથા લખવી નથી, પણ એ જન્મોમાંથી જે જન્મમાં ભગવાને પોતાની સાધના તરફ પગલાં ભર્યા તે જન્મનો થોડો પરિચય આપી પછી તેમના પૂર્ણસિદ્ધિપ્રાપ્તિવાળા છેલ્લા જીવનની એટલે વીર ભગવાનના જીવનની ઝાંખી બતાવવાની છે. (૧) પ્રથમ ભાવમાં ભગવાનના જીવનું નામ નયસાર હતું. તે જંગલમાં લાકડાં કાપવા ગયો હતો. તેણે પોતાના માણસોને એવી સૂચના આપેલી કે જે વૃક્ષો તદ્દન જરઠ થઈ ગયાં હોય, લગભગ સુકાઈ ગયા જેવાં થઈ ગયાં હોય તેમને જ કાપવાનાં, બીજાંને નહીં. (૨) લાકડાં કાપતાં કાપતાં ખરો બપોર થઈ ગયો અને સૂરજ માથે આવ્યો, ત્યારે નયસાર અને તેની આખી મંડળી એક ઘટાદાર વૃક્ષની નીચે ભોજન લેવા બેઠી. એટલામાં ત્યાં બેચાર શ્રમણનિગ્રંથો આવી પહોંચ્યા. આ શ્રમણો તાપ અને થાકને લીધે હેરાન-પરેશાન થઈ ગયેલા જણાતા હતા. આમ અચાનક શ્રમણોને આવેલા જોઈને નયસાર પોતે સવિનય તેમની પાસે પહોંચ્યો, અને તેમને થાકેલા જોઈને વિનંતિ કરી કે “આપ વિશેષ થાકેલા છો તેથી આ છાયાદાર વૃક્ષની નીચે થોડો આરામ કરો અને પછી અમારી ભોજન-સામગ્રીમાંથી જે આપને ખપતું હોય તે લઈને ભોજન કરો. પછી આપની સાથે વિગતથી વાત કરીશ.” પછી શ્રમણોએ આરામ કરીને ભોજન લીધું અને વળી થાક ઉતારવા વિશેષ આરામ કર્યો. (૩) ત્યારપછી શ્રમણોનો થાક ઊતરી ગયેલો જાણીને નયસારે તેમની પાસે જઈને સવિનય પ્રણામ કરીને પૂછ્યું કે “આ ઘોર જંગલમાં માણસોનો સંચાર ભાગ્યે જ થાય છે. તેમાં આપ શી રીતે આવી પહોંચ્યા?શ્રમણોએ કહ્યું કે “મહાનુભાવ! અમે એક સાર્થવાહના સંઘ સાથે હતા, પણ દૈવયોગે અમે જુદા પડી ગયા અને પછી તો રસ્તો જ ભૂલી ગયા. ચાલતાં ચાલતાં Page #24 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૦ ૩ તાપે અને થાકે અમે પરેશાન થયા, અને થયું કે રસ્તા બાબત કોઈ માણસ મળે તો તેને પૂછીએ. પણ ઘણું ચાલ્યા પછી પણ કોઈ મનુષ્ય તો દેખાયો નહીં, પણ લાકડાં કાપવાના અવાજો સંભળાયા; તેથી તે દિશા તરફ અમે વળ્યા અને ચાલતા ચાલતા આ જંગલમાં આવી પહોંચ્યા છીએ. હવે અમારે વિશેષ ખોટી થવું પોષાય તેમ નથી. તેથી તમે રસ્તો બતાવો તો અમે જલદી રવાના થઈને પેલા અમારા સંઘની સાથે થઈ જઈએ. સંઘ પણ આટલામાં જ કયાંક ભોજન કરવા બેઠો હશે.” નયસારે નમ્ર ભાવે કહ્યું કે, “આપ તૈયાર થઈ જાઓ. હું મારા માણસોને સૂચના આપીને આવી જાઉં છું.” નયસાર દોડતો જઈ આવ્યો અને પછી શ્રમણોની સાથે તેમને રસ્તો બતાવવા નીકળ્યો. ખરો રસ્તો આવતાં જ તેણે શ્રમણોને કહ્યું કે “આ ધોરીમાર્ગ છે અને હવે આપ આ રસ્તે પધારો, અને આશા છે કે તમારા સંઘનો તમને જરૂર સમાગમ થઈ જશે.” મુનિઓને થયું કે આ ભાઈ વિશેષ સરળ છે અને સારી શિખામણોના ગ્રાહક સુપાત્ર છે એમ વિચારીને પોતાથી છૂટા પડતા નયસારને સદ્ધર્મનાં બે વચન સંભળાવ્યાં. નયસાર તે અમૃતમય વચનોને સાંભળીને મુનિઓને પ્રણામ કરી પાછો ફર્યો અને જ્યાં તેની મંડળી કામ કરતી હતી ત્યાં પહોંચી ગયો. મંડળીએ લાકડાં કાપી, તેમને વહેરીને નાના કટકા કરી ગાડીઓ ભરી લીધી હતી અને સૂર્ય નમતો જતો હતો એથી પોતાને સ્થાને જવાની તૈયારી પણ કરી લીધી હતી. એટલામાં નયસાર આવી પહોંચ્યો અને તેઓની મંડળી પોતાને સ્થાને પહોંચી ગઈ. આ વાતમાં ૧, ૨ અને ૩ અંકો કરેલા છે. પહેલા અંકમાં સૂકાં ઝાડોને જ કાપવાની આજ્ઞા આપેલ છે, એ ઉપરથી નયસારને વૃક્ષો પણ આત્મવત્ પ્રિય હતાં એવું સૂચન થાય છે અને સાથે જ નયસારમાં રહેલી સર્વજીવમૈત્રીનો ખ્યાલ આવે છે. બીજા અંકમાં શ્રમણોને આવતા જોઈને નયસારને જે વિચાર આવે છે તે ઉપરથી સંતજનો પ્રત્યે તેનો કેવો અને કેટલો બધો સદ્ભાવ છે તે સ્પષ્ટ જણાય છે, અને ૩જા અંકમાં તે ભારે સદ્ભાવ સાથે સંતોને ભોજન આપે છે, તેથી તેનો અતિથિ તરફનો ભારે વિનયયુક્ત સદ્ભાવ તરી આવે છે. સાથે જ તેમની હકીકત જાણી લઈને તેમને ઠેઠ ધોરીમાર્ગ સુધી પહોંચાડવા જાય છે અને નયસારને યોગ્ય સમજીને મુનિઓ બે ધર્મવચન તેને સંભળાવે છે. નયસાર પોતાની ચર્યા એ વચનો પ્રમાણે ગોઠવીને પોતાનું જીવન પાવન કરવા લાગે છે. ઉક્ત ત્રણે બાબતોમાં નયસાર, મહાવીર ભગવાનના ભવમાં જે પૂર્ણ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૪ સંગીતિ મૈત્રીવૃત્તિને–પૂર્ણ સમભાવને મેળવવાનો છે, તેનાં બીજ સમાયેલાં છે; અને નયસાર જે યોગિનાથનું પદ પામવાનો છે તે યોગસાધનાની શરૂઆત પણ દેખાય છે. હવે નયસાર તેણે પ્રાપ્ત કરેલ યોગસાધનાને ધીરે ધીરે સાધતો સાધતો છેવટ યોગિનાથ થાય છે. આ વચગાળાના જન્મોમાં તેની યોગસાધનામાં કષાયો દ્વારા વિનો તો આવે છે, છતાં તે યોગસાધનાને છોડતો નથી, પણ ધીરે ધીરે વિકસાવતો જાય છે અને છેવટે વિકસેલ સાધના દ્વારા ખરા અર્થમાં યોગિનાથ બને છે. આચાર્યશ્રી હેમચંદ્રજી કહે છે કે : શ્રી વીરનો જીવ નયસારના ભવથી ફરતો ફરતો અને પોતાની ચિત્તશુદ્ધિના વિકાસને વધારતો વધારતો તથા ચિત્તશુદ્ધિરૂપ યોગની સાધનામાં આવતાં વિઘ્નોને હઠાવતો હઠાવતો પ્રાણત નામના સ્વર્ગમાં પુષ્પોત્તર નામના વિમાનમાં દેવરૂપે જન્મ્યો, અને એ દેવભવ પૂરો થઈ ગયા પછી દેવના દેહને તજીને સિદ્ધાર્થરાજાને ઘરે ત્રિશલારાણીની કુક્ષિમાં, જેમ કોઈ રાજહંસ સુંદર સરોવરમાં આવે, તેમ આવ્યો. શ્રી વીરનો જીવ ત્રિશલા રાણીની કુક્ષિમાં આવ્યા પછી રાણીને ઘણાં જ સુંદર અને વિવિધ શુભ ભાવિનાં સૂચક એવાં ચૌદ સ્વો આવ્યાં. તેમાં સૌથી પહેલો રાણીએ સ્વપ્નમાં સિંહને જોયો, પછી હાથીને, ત્યાર પછી અનુક્રમે વૃષભ, અભિષેકની ક્રિયાથી યુક્ત લક્ષ્મીદેવી, સુગંધયુક્ત તાજી માળા, ચંદ્ર, સૂર્ય, મહાધ્વજ, પૂર્ણકુંભ, વિકસેલાં પદ્મોનું સરોવર, સરિસ્પતિ સમુદ્ર, વિમાન, રત્નરાશિ, નિધૂમ અગ્નિ. રાણીએ રાજાને પોતાને આવેલાં સ્વપ્નોની હકીકત જણાવી એટલે રાજા રાજી થયો અને બોલ્યો, કે આપણે ઘેર કોઈ ઉત્તમ જીવ આવેલ છે, જે આપણા કુળમાં દીવા જેવો થશે. પછી ગર્ભને યથાવિધિ ઉછેરતી રાણીએ યથાકાલે પુત્રને જન્મ આપ્યો અને પોતાના વંશની વૃદ્ધિનું કારણ આ પુત્ર છે, એમ સમજીને માતાપિતાએ પુત્રનું નામ વર્ધમાન પાડ્યું. વર્ધમાન ધીરે ધીરે શુક્લપક્ષના ચંદ્રની જેમ વધવા લાગ્યો. ભણવા જવાની ઉંમરે પહોંચેલ વર્ધમાનકુમારને રાજારાણીએ ધામધૂમ કરીને નિશાળે ભણવા બેસાડ્યો, નિશાળિયાઓને મીઠાઈ વહેંચી તથા ભણવાનાં સાધનો પાટી, પેન, પુસ્તકો ઉપરાંત સરસ કપડાં પણ વહેંચ્યાં. ઉપાધ્યાયજીનો પણ સરસ રીતે સત્કાર કર્યો : શાલદુશાલા આપી ઉપાધ્યાયજીને મોટો થાળ ભરીને મીઠાઈ આપી. નિશાળમાં વર્ધમાનકુમાર તમામ બીજા નિશાળિયાઓ સાથે મિત્રભાવે એકરસ થઈ ગયા. પોતે કોઈ Page #26 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૦૫ રાજકુમાર છે એ વાતનું એમને મહત્ત્વ ન લાગ્યું પણ બ્રાહ્મણોના, ક્ષત્રિયના અને વૈશ્ય તથા શૂદ્રો એટલે કારીગર– એમ તમામ વર્ગના નાનામોટા વિદ્યાર્થીઓ સાથે તેઓ ભળી ગયા. સાથે વાંચવું, દાખલા કરવા, વાર્તાઓને સમજવી વગેરે તેઓ તે વિદ્યાર્થીઓ સાથે જ કરવા લાગ્યા. જે દાખલો બીજા વિદ્યાર્થીને ન આવડે કે અઘરો લાગે, તેને વર્ધમાનકુમાર પોતાના બુદ્ધિબળે ઝટ ગણી આપતા અને વિદ્યાર્થીઓને ભારે અચંબામાં નાખી દેતા. કેટલીક વાર તો વૃદ્ધ ઉપાધ્યાયનું કામ પણ તેઓ મુખ્ય છાત્ર તરીકે સંભાળી લેતા. નિશાળ છૂટતાં સૌ પોતપોતાને ઘેર જતા, ત્યારે વર્ધમાનકુમાર વૃદ્ધ ઉપાધ્યાયને ઘરે પહોંચાડવા તેની સાથે ઠેઠ તેના ઘર સુધી જતા અને પછી પોતાની ડેલીએ પહોચતા. રાજા-રાણી બંને તેમની રાહ જોતાં બેસી રહેતાં અને પૂછતાં કે આ આપણા પાડોશમાં રહેતો કાત્યાયન તો કયારનો નિશાળેથી ઘેર આવી ગયો છે, ત્યારે બેટા ! તને કેમ વાર લાગી ? વર્ધમાનકુમાર માતાજીને કહેતા કે “માતાજી ! મારા ઉપાધ્યાય વયોવૃદ્ધ છે એટલે તેમની સાથે જઈને તેમને ઘેર પહોંચાડી આવ્યો એટલે ઘડીઅધઘડી મોડું થઈ ગયું.” દીકરાની ગુરુભક્તિ જાણીને માતા-પિતા વિશેષ ખુશ થતાં. પછી કુમાર જમી કરીને આરામ કરતા, બાદ ઘરે સંગીતકારો આવતા એટલે સંગીત સાંભળતા, અને સંગીતમાં રસ જામતો હોવાથી સંગીતને પણ શીખવા પ્રયત્ન કરતા. દિવસ ઢળતાં છાંયો થતાં પોતાના દોસ્ત મિત્રો સાથે બહાર ઉપવનમાં રમવા નીકળી પડતા. એક વાર આમલી પીપળીની રમત ચાલતી હતી અને છોકરાઓ બધા ઝાડ ઉપર ઠેકઠેકા કરતા હતા અને રમતમાં તન્મય થઈ ગયા હતા, એવામાં અકસ્માતું વૃક્ષ ઉપર એક મોટો ભોરિંગ દેખાયો. એટલે રમનારા છોકરાઓ તો ઝાડ ઉપરથી ટપોટપ નીચે પડવા લાગ્યા. આ જોઈ વર્ધમાને ધીરજ અને હિંમત સાથે સાપને પકડીને દૂર દૂર ફેંકી દીધો, એટલે પાછી રમત જામી અને ચગી. છોકરાઓ માંહોમાંહે કહેવા લાગ્યા કે “આ વર્ધમાન તો ભાઈ ભારે હિંમતવાળો છે ને બીકણ તો લેશ પણ નથી. ભારે જબરો છે.” જયારે સૌ ઘેર પાછા ફર્યા ત્યારે કેટલાક છોકરાઓએ વર્ધમાનનાં માતાજી પાસે આવી તેની હિંમતની, નિર્ભયતાની વાત કરતાં પેલા સર્પની વાત કહી સંભળાવી. માતા તો સાંભળીને ભારે ખુશ થઈ, પણ તેને થોડી આશંકા આવી કે આવા જોખમનું કામ વર્ધમાને નહીં કરવું; એમ વિચારીને બધા છોકરાઓ પોતપોતાને ઘરે પહોંચ્યા પછી વર્ધમાનને પાસે બોલાવીને પોતાનો વિચાર Page #27 -------------------------------------------------------------------------- ________________ ૬. સંગીતિ જણાવ્યો. ત્યારે વર્ધમાન બોલ્યો કે “હે માતાજી, તમે જાણતા નથી કે વર્ધમાન ક્ષત્રિય બચ્યો છે ? ક્ષત્રિય એટલે સતત ત્રાયતે–આફતમાંથી બચાવે તે. એટલે એ તો મેં મારો ધર્મ બજાવ્યો છે, એ વિશે તમારે ચિંતા ન કરવી. અને કદાચ દૈવયોગે દેહ પડી જાય તો પણ ક્ષત્રિય પોતાનો ધર્મ ચૂકે ખરો ? જો ચૂકે તો પછી ક્ષત્રિય શાનો?” હવે માતા શું કહે ? વાત રાજા પાસે પહોંચી. એ પણ રાજી થયા અને પુત્રનાં લક્ષણ પારણામાંથી એ કહેવતને યાદ કરી ક્ષત્રિયાણીને કહ્યું કે ““તમારે મૂંઝાવાની જરૂર નથી. વીર પુરુષનાં તો આવાં જ લક્ષણ હોય.” પછી તો બીજો પણ આવો ભયનો પ્રસંગ આવી પડ્યો, પણ નીડર વર્ધમાન તેમાંથી પોતે તો બચ્યા જ, પણ બીજા બધાને પણ બચાવ્યા. હવે તો ભણીગણી બાજંદા થયા, સંગીતમાં પણ પ્રવીણ થયા, ઘોડેસવારી, તીરંદાજી વગેરે ક્ષત્રિયોને ઉચિત બધી વિદ્યાઓમાં પણ વર્ધમાન એક્કા થયા. હવે તેમની ઉંમર શહેરમાં ભમવા જેવી અને લોકોના જીવનનું નિરીક્ષણ કરવા જેવી થઈ હતી. એટલે એકલા એકલા શહેરમાં જુદા જુદા લત્તાઓમાં ફરવા નીકળે અને લોકોની પરિસ્થિતિનો અભ્યાસ કરે. લોકો રાજકુમાર આવ્યો જાણી તેની અદબ જાળવીને વાત કરે, ત્યારે વર્ધમાન કહેતા કે “આપણે બધા જ એકસરખા માનવી છીએ અને એકબીજાનાં સુખદુઃખની વાતો જરૂર કરી શકીએ છીએ.” જ્યારે લોકોએ વર્ધમાનકુમારનો પરદુઃખભંજન સ્વભાવ જાણ્યો ત્યારે તો તેઓ નિઃસંકોચ ભાવે પોતાના હૃદયનાં કમાડ કુમાર પાસે ખોલી નાખતા. ખેડૂત લોકોની તથા બીજા મજૂરી કરનાર લોકોની દીન દશાની વાત સાંભળી વર્ધમાન ભારે દુઃખી થતા અને આનો ઉપાય શોધવા પ્રયત્ન કરતા. કુમાર ભારે વિચક્ષણ, વિશેષ પ્રતિભા-સંપન્ન અને ભારે વિચારશીલ હતા. કેટલીક વાર તો સવારના એકલા ઉપવનમાં જઈને ચિંતન-મનન પણ કરતા રહેતા. એમ કરતાં વખત વીતવા લાગ્યો અને કુમારને પ્રતીતિ થઈ કે જેટલી સુખસામગ્રી વધુ, તેટલું પ્રજાને માથે દુઃખ વધારે. ગરાસદાર તો કાંઈ કમાતો નથી, મહેનત કરતો નથી પણ એશઆરામ અને ગાનતાન તથા બીજો વૈભવ માણે છે. પ્રજા કર ભરીભરીને તૂટી જાય છે અને કેટલીક વાર ગરાસદારના-જમીનદારના અમલદારો દુકાળ જેવા વરસમાં પણ કર વસૂલ કરીને પોતાના માલિકને ખુશ કરે છે અને પ્રજાની સ્થિતિ તરફ કોઈનું ધ્યાન જતું નથી. આમ વિચારમાં ને વિચારમાં વર્ધમાન ઘણી વાર ઉદાસ બની Page #28 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૦ ૭ જતા અને આ વૈભવવિલાસથી વિરક્ત રહેવાનું વિચારવા લાગ્યા. માતાપિતાને પણ આનો કાંઈ અણસાર આવવા લાગ્યો. તેઓ આનો ખુલાસો મેળવવા તત્કાળ તો તત્પર ન થયાં, પણ જયારે વર્ધમાને ગાનતાનમાં ભાગ લેવો છોડી દીધો અને બીજા ખાનપાન વગેરેના સમારંભોમાં પણ ગેરહાજર રહેવા લાગ્યા તથા સાધારણ ભોજનથી સંતુષ્ટિ માનવા લાગ્યા, ત્યારે તો વહાલા પુત્રને પાસે બેસાડીને માતા બધું જ પૂછવા લાગી. ત્યારે વર્ધમાને પોતે જે જોયું હતું તે બધું જ કહી સંભળાવ્યું અને “આવી પરિસ્થિતિમાં મારે જમીનદારી નથી કરવી” એવો પણ પોતાનો વિચાર સ્પષ્ટ રૂપે માતાને અને પછી પિતાને પણ જણાવી દીધો. માતાપિતા પુત્રના વિચારો સાંભળી અને તેની ક્ષત્રિયવટ સાચા અર્થમાં જોઈને ખુશ ખુશ થઈ ગયાં અને ગળગળાં પણ થઈ ગયાં. આ પવિત્ર પ્રવૃત્તિથી વર્ધમાનને અટકાવવાનું મન તેમણે ન જ કર્યું, પણ એટલું તો ઇચ્છર્યું કે પોતાના જીવતાં સુધી ગમે તેમ કરીને વર્ધમાનકુમાર જમીનદારીને સંભાળી લે અને પછી તેને જે ઠીક પડે તે કરે. વર્ધમાનકુમાર માતાપિતાના અસાધારણ ભક્ત હતા અને રોજ માતાપિતાની સર્વ પ્રકારે સેવામાં તત્પર રહેતા. નોકરો હાજર હોવા છતાંય માતા કે પિતા કાંઈ કામ ચીંધે એટલે તરત પોતે જ કરી આવતા; નોકર તો આવે ત્યારે ખરા. આમ વર્ધમાનકુમાર માતાપિતાની સેવામાં ઘણો જ આનંદ અનુભવતા અને વિચારતા કે મહાપુણ્યનો યોગ હોય તો આવાં માતાપિતા મળે, અને માતાપિતા પણ હૃદયથી સમજતાં કે પ્રબળ પુણ્યનો યોગ હોય તો જ આવું પુત્રરત્ન સાંપડે. વર્ધમાને તો હવે લગભગ નિર્ણય જ કરી લીધો હતો કે હું મારી કોઈ પણ અંગત પ્રવૃત્તિ માટે કોઈને દુઃખનું નિમિત્ત થવા ચાહતો જ નથી. આ સ્થિતિ ત્યારે જ થઈ શકે, જયારે હું જૂના તપસ્વીઓની પેઠે સાધનાના માર્ગે ચડું, દેહકષ્ટને જરા પણ ન ગણકારું અને ચિંતન-મનન દ્વારા મારામાં જે હજી થોડી ઘણી વાસનાઓ પડી છે તેમને બાળીને ખાખ કરી દઉં, અને અનાસક્તભાવ પૂર્ણ પણે કેળવી સુખદુઃખમાં, માનઅપમાનમાં, ભૂખતરસમાં તથા ગમે તેવા પ્રતિકૂળ કે અનુકૂળ સંયોગોમાં તદન સમચિત્ત રહી ધ્યાન, ચિંતન, મનન, દેહકષ્ટ વગેરે દ્વારા વીતરાગભય-ક્રોધની ભૂમિકાને પૂર્ણપણે પ્રાપ્ત કરું તો જ મને બ્રહ્મવિહારનો અખંડ આનંદ મળે. એક તરફ વર્ધમાનકુમાર ભરજુવાનીમાં ઉક્ત પ્રકારનો વિચાર કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ માતાપિતા વૃદ્ધ અવસ્થાને કારણે હવે ખખડી Page #29 -------------------------------------------------------------------------- ________________ ૮ ૦ સંગીતિ જવાને લીધે દેવગતિ તરફ પ્રયાણ કરી ગયાં. એથી હવે તેમને રાજમહેલમાં એક ક્ષણ પણ રહેવું કષ્ટકર થયું અને જમીનદારીમાં લેશમાત્ર રસ ન રહ્યો. એટલે તેમણે અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે પોતાના ભાઈને જમીનદારી સોંપી દીધી. પણ માતાપિતાના અવસાનનો તાજો જ થા હોવાથી તેમના ભાઈ નંદિવર્ધને વર્ધમાનકુમારને વિનંતિ કરી કે, ‘‘ભાઈ ! આ તો ઘા ઉપર મીઠું ભભરાવવા જેવું થાય છે. તમે મારી સ્થિતિ તો જુઓ.' કરુણાળુ વર્ધમાનકુમાર ભાઈની લાગણી જોઈને તેના કહેવા મુજબ એક તપસ્વીની પેઠે ઘરમાં રહ્યા. પણ પછી ભાઈની અનુમતિ મેળવી અને જમીનદારીમાં જે કાંઈ પોતાનો ભાગ હતો તે લઈ જનતામાં વહેંચી દીધો અને ભાઈની તથા જ્ઞાતવંશીય સ્વજનોની સંમતિ મેળવી ત્રીશ વરસની ભરજુવાન વયે વર્ધમાનકુમાર એકાકી સાધના માટે ચાલતા થયા. લોકોએ વર્ધમાનકુમારને બાળકની જેમ સર્વથા અવસ્ર જોઈને પ્રાચીન પરંપરાને ધ્યાનમાં રાખી તેમના ખભા ઉપર એક કીમતી વસ્ત્ર મૂકી દીધું. પણ જેમને સાધનાની દષ્ટિએ પોતાના દેહની પણ પરવા ન હતી તેઓ વસ્ત્ર તરફ શું કામ જુએ ? આચારઅંગ-સૂત્રમાં તેમની સાધનાનું જે સ્વાભાવિક અને નિર્ભેળ વર્ણન મળે છે તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તેમણે એ વસ્રની ગડી પણ ખુલ્લી નહીં કરેલી; જેમ વસ્ત્રને લોકોએ નાખેલ તેમ જ તે વસ્ત્ર ખભે પડી રહેલું અને વર્ધમાનકુમાર તો યથાજાતરૂપે (કુદરતી સ્થિતિમાં) જ મગધની કે વિહારની ભૂમિમાં વિહરવા લાગ્યા. તેઓ પ્રથમ વિશાલાના જ્ઞાતખંડથી નીકળી પાસેના જ કર્માર ગામમાં સાંજ થતા પહેલાં પહોંચી ગયા. જ્યારે તેમણે દિવસને ચોથે પહોરે પ્રવ્રજ્યા સ્વીકારી ત્યારે એવો સંકલ્પ કરેલો કે આજથી સાવઘ પ્રવૃત્તિનો મારે ત્યાગ છે. કર્માર ગામ પહોંચી ગામના પરિસરમાં જ આવેલા કોઈ એકાંત સ્થાનમાં તેઓ ઊભા ઊભા ધ્યાન-સમાધિ કરવા લાગ્યા. ગમે તેવું એકાંત સ્થાન હોય તો પણ આજુબાજુ અનેક ખેતરો અને વાડીઓ આવેલાં હતાં. સાંજનો સમય હોવાથી જોકે ત્યાં કોઈનો પાદસંચાર ન હતો, પણ ખેતરો વગેરે હોવાથી ત્યાં કોઈ ને કોઈ મનુષ્ય કે પશુઓ હોવાનો સંભવ ખરો. એટલે જ્યાં શ્રી વર્ધમાન-શ્રમણ ધ્યાનસ્થ ઊભા હતા, ત્યાંથી કોઈ ગોપાલ નીકળ્યો અને વી૨ વર્ધમાનશ્રમણને યથાજાતરૂપે ત્યાં એકાંતમાં જાળા પાછળ ઊભેલા જોઈને તે ગ્રામીણને એકદમ અચાનક રોષ ચડી આવ્યો અને તે યથાજાત શ્રમણને ઉપદ્રવ કરવા લાગ્યો. શ્રમણ તો ધ્યાનસ્થ જ હતા; ન હલ્યા ન ચલ્યા અને Page #30 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર - ૯ એમના ધ્યાનમાં કોઈ ફરક પણ ન પડ્યો. પછી વર્ધમાન શ્રમણ શ્વેતાંબી નગરી તરફ વિચારવા લાગ્યા. તેઓ વિશાલામાં રાજકુમાર હતા ત્યારે તેમણે શ્વેતાંબી તરફના પ્રદેશમાં પ્રવર્તતા એક ભયંકર ઉપદ્રવની વાત સાંભળી હતી. એમને થયેલું કે એ ઉપદ્રવ ટાળવો જોઈએ; પણ એ વખતે તો એવો મોકો તેમને સાંપડ્યો નહીં. હવે તો પોતે તે ઉપદ્રવને દૂર કરી શકે એમ છે; એટલું જ નહીં, પણ ઉપદ્રવના નિરાકરણનો પ્રસંગ તેમની સાધનામાં ભારે સહાયક થાય તેમ છે. પહેલાં સાંભળેલું તેના કરતાં શ્વેતાંબી તરફના માર્ગે પ્રયાણ કરતાં આ પરદુઃખભંજન શ્રમણે લોકોનો કકળાટ વધારે જાણ્યો અને પ્રવાસીઓને, સાર્થવાહના સંઘોને, પશુપાલોને તથા મૂંગા પશુઓને અને પક્ષીઓને થતો પ્રાણનાશક ઉપદ્રવ તેઓએ પ્રત્યક્ષ જોયો. અત્યાર સુધીમાં સેંકડો માનવોનો નાશ થઈ ગયેલો, અને પશુઓ તથા પક્ષીઓના નાશનો તો કોઈ સુમાર જ ન હતો. આમ છતાં તે પ્રદેશનો કોઈ રાજા કે વ્યવસ્થાપક અધિકારી આ ઉપદ્રવને નિવારી શકતો ન હતો. આ ઉપદ્રવના નાશ માટે પ્રાણોની બાજી લગાવવી પડે તેમ હતું. એથી મોટા મોટા બળિયા પણ લાચાર બની ગયા હતા. ભાવિ ભગવાન શ્રી વર્ધમાનશ્રમણે આ ઉપદ્રવનો નાશ કરવાનો દઢ સંકલ્પ કર્યો અને તમામ લોકોની ના છતાં તેઓ જ્યાં ઉપદ્રવકારી ચંડકૌશિક સર્પ રહેતો હતો ત્યાં ગયા અને ત્યાં એક દેરીની પાસે ધ્યાનસમાધિ લગાડી અને મેરુની પેઠે અચળ રીતે ધ્યાનસ્થ ઊભા રહ્યા. એવામાં ચંડકૌશિક ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો. એને થોડું અચરજ થયું કે મારા પ્રદેશમાં આજ સુધી માણસ તો શું પણ એક ચકલુંય ફરકી શકતું નથી, ત્યાં આ માણસ અહીં ક્યાંથી આવી ચડ્યો ? આવી તો ચડ્યો પણ તે તો મસ્તની પેઠે ધ્યાનસ્થ થઈને સર્વથા નિર્ભય બનીને અહીં અડોલ ઊભો છે. આ બધું જોઈને ચિંડકૌશિકનો અહંકાર ઘવાયો, અને તે પ્રચંડ ક્રોધી હોવા છતાંય આ પરિસ્થિતિ જોઈને વળી વિશેષ ઝનૂને ચડ્યો અને પોતાની વિષમ જવાલાઓથી ભરેલી નજર તેણે પેલા ધ્યાનસ્થ શ્રમણ તરફ ફેંકી; પણ એ તો પથ્થર ઉપર પાણીની જેમ સર્વથા નિષ્ફળ નીવડી. એટલે ચંડકૌશિક વધારે રોષે ભરાઈ તેના વિષમય મુખ દ્વારા સંતપુરુષને બચકાં ભરવા લાગ્યો. છતાંય શાંતમૂર્તિ એવા એ ધ્યાનસ્થ સંત પણ તેની પર કશી અસર ન થઈ. એટલે તેનો સઘળો ગર્વ ગળી ગયો અને ધીરે ધીરે સ્વસ્થ થઈને તે વિચારવા Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦ • સંગીતિ લાગ્યો કે આમ કેમ? તેને લાગ્યું કે ભયંકર પ્રચંડ રોષની સામે શામક શક્તિ પણ તેટલી જ બલવતી છે. તે વધારે સ્વસ્થ થઈ વિચારવા લાગ્યો. એટલે તેને ધ્યાનસ્થ માની ભગવાન વીરે પોતાની અમૃતમય શીતળ વાણી દ્વારા સંબોધ્યો કે હે “ચંડકૌશિક, “બુધ્યસ્વ બુધ્યસ્વ'- સમજ સમજ. તું પ્રચંડ ક્રોધની વૃત્તિને લીધે આ સ્થિતિ અનુભવી રહ્યો છે અને હજુ પણ આ વૃત્તિને નીં છોડે અને શાંતિના માર્ગ ભણી નહીં વળે તો તારી વિશેષ દુર્દશા થવાની છે.” આ સાંભળતાં જ તેને શાંતિ અનુભવવા જેવું લાગવા માંડ્યું, અને એ સંત પુરુષે ચંડકૌશિકના પૂર્વજન્મની કથા કહી સંભળાવતાં તેને પોતાનો પૂર્વજન્મ આબેહૂબ નજર સામે ખડો થઈ ગયો. એથી એ સંત તરફ વિશેષ આકર્ષાયો અને પોતાની ચેષ્ટાઓ દ્વારા તેણે સંત સમક્ષ પોતાની ભૂલ કબૂલ કરી અને આજથી કોઈ પણ પ્રાણીને જરા પણ ન પજવવાની તેણે પ્રતિજ્ઞા કરી. અને એ તો પોતાને કોઈ ન જુએ એમ રહેવા લાગ્યો. આમ શ્રમણ વર્ષમાને પોતાના પ્રાણની પણ પરવા રાખ્યા વિના એક આત્માને દુર્ગતિથી બચાવી લીધો, અને તે પરિસરની આસપાસના તમામ લોકોનો એક ભારે ભય દૂર થયો છે તેનું આનુષંગિક (પેટા) પરિણામ પેદા થયું. જયારે વર્ધમાનકુમાર પોતાની જમીનદારી સંભાળતા હતા, ત્યારે આ ચંડકૌશિકના જુલમની વાત તે પ્રદેશના ખેડૂતો, મજૂરો, પ્રવાસીઓ અને પશુપાલકોને મુખે તેમણે સાંભળી હતી, અને તે જ વખતે તેમને આ જુલમનો પ્રતિકાર કરવાનું સૂઝેલું. પણ તે વખતે માતાપિતા વિદ્યમાન હતાં અને તેઓ આવા મૃત્યુના જોખમી કામ માટે તેને નહીં જ જવા દે એમ સમજીને તેમણે આ વાત પોતાના મનમાં જ સંઘરી રાખેલી, જેનો નિકાલ તેમણે પોતાના આત્મબળ દ્વારા કર્યો. આને લીધે ક્ષમાશક્તિ તથા અહિંસાશક્તિના અપાર બળનો તેમને જાત-અનુભવ થયો, અને પોતાની યોગસાધના હવે ધાર્યું પરિણામ જરૂર નિપજાવવાની એની સવિશેષ ખાતરી થઈ. આ પછી તેમણે આવા જ પ્રચંડ રાક્ષસી બળ ધરાવતા અને માણસોને વિશેષ ઉપદ્રવ કરનાર શૂલપાણિ નામના યક્ષને પણ સમભાવમાં સ્થાપિત કર્યો હતો. એ રાક્ષસી યક્ષની ઘાતકી વૃત્તિથી લોકો “ત્રાહિ, ત્રાહિ' થઈ ગયા હતા; પણ એવી કોઈની તાકાત ન હતી કે એ નરપિશાચ યક્ષનો સામનો કરી શકે. વર્ધમાન શ્રમણ આ પરિસ્થિતિ જોઈને, લોકોએ ઘણું વારવા છતાં, તેના રહેવાના સ્થાને ગયા અને ત્યાં જ આખી રાત ધ્યાનમાં પસાર કરી. Page #32 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર • ૧૧ પછી તો પેલા ચંડકૌશિકની જેમ જ આ ગર્વિષ્ઠ યક્ષ પણ ભારે કોપાયમાન થયો, અને વિવિધ પ્રકારે પોતાનું બળ અજમાવીને ધ્યાની ભગવાન શ્રી વર્ધમાનસ્વામીને આખી રાત હેરાન પરેશાન કરી મૂકડ્યા અને જીવ લઈ લેવા સુધીના ભયાનક ઉત્પાતો મચાવ્યા. પણ આ તો શાંતમૂર્તિ ન હલે, ન ચાલે, ન બોલે. જેમ અડગ ઊભા હતા તેમ જ ઊભા રહ્યા. રાત પૂરી થવા આવી છતાં યક્ષ જરા પણ કામયાબ ન થયો ત્યારે તે પણ આ માણસ વિશે વિચારવા લાગ્યો કે હજી સુધી મેં આવો કોઈ માઈનો લાલ જોયો જ નથી. યક્ષ વધારે શાંત થયો, ત્યારે આ સંતપુરુષે તેને થોડી સમજ આપી અને જીવનને સફળ કરવાની રીત પણ સમજાવી. પછી તો યક્ષે ભારે પશ્ચાત્તાપ સાથે શ્રમણની ક્ષમા માગી અને તેમના ઉપદેશ પ્રમાણે જીવનચર્યા ગોઠવી પ્રસન્નતાથી રહેવા લાગ્યો. અહીં આ યક્ષને ઉપદેશનો લાભ મળ્યો અને આજુબાજુ વસતી તમામ વસ્તીને શાંતિ અનુભવવાનો આનંદ થયો. જેમ નરવીર કૃષ્ણ કંસ વગેરેને હણી લોકોમાં શાંતિ ફેલાવતા તેમ આ મહાત્મા પોતાના આંતરશાસ્ત્ર ક્ષમાના બળે, મૈત્રીવૃત્તિને બળે તથા પૂર્ણ અદ્વેષભાવે આવા દુષ્ટ લોકોનો પ્રતિકાર કરી પરિણામે શાંતિ પેદા કરવામાં નિમિત્ત બનતા હતા. વર્ધમાન શ્રમણવરે દીક્ષા લીધા પહેલાં જયારે પોતાની તમામ મિલકત લોકોમાં વહેંચી લોકોને ન્યાલ કરી દીધા, ત્યારે એક ગરીબ બ્રાહ્મણ ધન મેળવવા પરદેશમાં ભટકી રહ્યો હતો. તે પાછો ફર્યો અને એક કાણી કોડી પણ ન લાવી શક્યો, ત્યારે બ્રાહ્મણીએ તેને ખૂબ ફિટકાર આપ્યો અને કહ્યું કે “જયારે જ્ઞાતનંદન વીર વર્ધમાનકુમાર ધનનો વરસાદ વરસાવતા હતા ત્યારે હે અભાગિયા ! તું કેમ ન આવી પહોંચ્યો? જો તો ખરો આ આપણા જ પાડોશી મહાદરિદ્ર હતા તેઓ હવે ખૂબ મજામાં રહે છે અને તેનાં છોકરાંછોકરીઓ રૂપા-સોનાથી લદાયેલાં છે.” પણ હવે શું થાય? તેમ છતાં બ્રાહ્મણીના ફિટકારને લીધે દુઃખી દુઃખી થયેલો તે સોમિલ બ્રાહ્મણ તે તદ્દન યથાજાત રહેનાર ભિક્ષુની શોધમાં તેમની માહિતી મેળવી જે રસ્તે તેઓ ગયા હતા તે રસ્તે થઈ તેમની પાસે પહોંચી ગયો. જતાં જ એ બ્રાહ્મણે તેમના વિપુલ દાનની વાત યાદ કરી અને પોતે અત્યંત કંગાળ હોવાથી તેમની પાસે કાંઈક યાચવા આવેલ છે એ વાત જણાવી. યથાકાત દિગંબર) ભિક્ષુએ કહ્યું કે ““હે મહાનુભાવ, હું તો યથાજાત ભિક્ષુ છું. તમને આપવા જેવું મારી પાસે કશું જ નથી. પણ તમારે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨ - સંગીતિ જોઈતું હોય તો આ એક વસ્ત્ર મારે ખભે પડ્યું છે તે લઈ જાઓ.” બ્રાહ્મણ તો ખુશ ખુશ થઈ ગયો અને એ વસ્ત્ર ઉપાડીને ચાલતો થયો. અને વેચીને સારું એવું ધન એ બ્રાહ્મણે મેળવ્યું અને સુખે રહેવા લાગ્યો તથા બ્રાહ્મણીએ દીધેલા ઉપાલંભને હિતકર માનવા લાગ્યો. જુઓ તો ખરા, સંતની અસાધારણ આત્મવત્ સર્વભૂતેષુની આચરણમય વૃત્તિ ! પોતે દરેક પ્રકારનું કષ્ટ સુખરૂપ માની પ્રસન્ન રહે છે અને બીજાનાં દુઃખો ઓછો કરવા નિરંતર કાળજી રાખે છે. આ રીતે વીર વર્ધમાન શ્રમણે ભૂખ-તરસ, ટાઢ, તાપ, શરદી વગેરેનાં અનેક કષ્ટો સહેતાં સહેતાં પોતાની જન્મભૂમિમાં અને આસપાસના બીજા પ્રદેશોમાં વિહાર કર્યો, અને આવી પડતાં કષ્ટો હજી ઓછાં છે એમ વિચારી અનાર્ય પ્રદેશમાં પણ તેઓ ફરવા લાગ્યા. ત્યાંના લોકો અવિચારી અને ક્રૂર હોવાથી તેમને વધારે દુઃખો આપવા લાગ્યા અને તેમના ઉપર ડાઘિયા કૂતરા છોડવા લાગ્યા. આમ તેવું મhતં(દહકષ્ટનું મોટું ફળ છે)ના નિયમ પ્રમાણે તેઓ અનેક પ્રતિકૂળ ઉપરાંત બાધક પણ અનુકૂળ એવી અપરંપાર પીડાઓ સહેતા સહેતા પોતાના ધ્યેયની તદન નજીક પહોંચી ગયા. તેમણે ભૂખ, તરસને, ટાઢ-તાપ વગેરેને પણ જીતી લીધાં હતાં. વિષયોને તો તેમણે ક્યારના દૂર-સુદૂર કરી દીધા હતા. પણ વિષયગત રસ પણ તેમનો સર્વથા નાશ પામ્યો હતો. શરૂશરૂમાં શરીર, ઇન્દ્રિયો અને મન તેમના ઉપર હુકમ છોડતાં તે હવે ઊલટું બની ગયું; એટલે હવે તો તેમના ઉપર શ્રીવર્ધમાન ભગવંતનો આત્મા હુકમ છોડે ત્યારે જ તે ગતિમાનું થઈ શકે એવી સ્થિતિએ તેઓ પહોંચી ગયા. એક તપ એટલે કે બાર વર્ષ સુધી આમ પોતાની સાધના પ્રખર રીતે કર્યા પછી તેઓ બ્રહ્મવિહારનો આનંદ માણવા લાગ્યા; જેને યોગશાસ્ત્રની ભાષામાં કે ગીતાજીની ભાષામાં “પ્રસાદ' કહેવામાં આવે છે તેવો પ્રસાદ (પ્રસન્નતા) તેમના રોમેરોમમાં વ્યાપી ગયો. આ સાધનાને પરિણામે દક્ષ અને મેધાવી એવા તેઓ ગતતૃષ્ણ, અનાસક્ત, વીતરાગ, સ્થિતપ્રજ્ઞ, સમદર્શી બની ચિત્તપ્રસન્નતાની ભૂમિકાએ બરાબર બેતાળીસ વર્ષે પહોંચી ગયા; એક રીતે કહીએ તો તેઓ મુક્તની ભૂમિકાને વરી ચૂક્યા. આ સમયની તેમની સ્થિતિનું વર્ણન આચાર્ય હેમચંદ્ર આ પ્રમાણે કરેલ છે : ભગવાન વર્ધમાનસ્વામી ચંદ્ર જેવા શીતળ, તપતેજથી સૂર્ય સમાન, ગજરાજ જેવા શૌંડીર્યવાળા, મેરુ જેવા નિશ્ચલ, પૃથ્વી જેવા સર્વસહ, સમુદ્ર Page #34 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર • ૧૩ જેવા ગંભીર, સિંહ જેવા નિર્ભય, અગ્નિ જેવા જાજવલ્યમાન, વરાહના શિંગ જેવા એકાકી, મહાબલીવર્દની જેવા સ્થામ(જોરાવરી)વાળા, કાચબા જેવા ગુખેંદ્રિય, સાપની જેવા એક દષ્ટિવાળા, ષોડશાવર્ત શંખની જેમ કોઈ જાતના લેપ વિનાના, સુવર્ણના જેવી દેહકાંતિવાળા, પક્ષીની જેમ સર્વથા મુક્ત, આત્માની પેઠે અસ્મલિત ગતિવાળા, આકાશની પેઠે કોઈ આધાર વિનાના, ભારંડ પક્ષીની પેઠે અપ્રમત્ત, કમળની પેઠે સદા ખરડાયા વિનાના, શત્રુ-મિત્ર, સોનું-ઢેકું, પથ્થર-મણિ તથા ભવ કે મુક્તિ એ બધાંમાં સર્વથા સમાન વૃત્તિવાળા બની ગયા; અને કરુણાના તો એક મોટા ભંડાર સમા એવા તે ભગવાન વીરવર્ધમાન હવે પછીનાં ત્રીસ વર્ષ ભૂતલમાં વિહરી પોતાનાં વચનામૃતો દ્વારા પ્રજાનું અજ્ઞાન દૂર કરતાં કરતાં અપાપા નગરીમાં પહોંચ્યા. ત્યાં પણ ઉપદેશરૂપ શાંતિમય મેઘ વરસાવી પૂર્ણ શાંતિને પામ્યા. આમ બોંતેર વર્ષ સુધી તેઓ પાવન જીવન જીવી ગયા. એ વાતને આજ પચીસસો વરસ વીતી ગયા છતાં તેઓ ભારતની પ્રજાના મનમાં તાજા જ ઝળહળી રહ્યા છે. તેઓ પોતાની અમૃતવર્ષી દેશના દ્વારા જનજીવન શાંતિમય બને અને મનુષ્યમાત્ર વિવેક કેળવી શાંતિસુખ અનુભવે અને ક્રમે ક્રમે તૃષ્ણાનો સંયમ કરી, તૃષ્ણાનો ત્યાગ કરી તેમની જેમ બ્રહ્મવિહારે વિહરે એ માર્ગ આપણને ચીંધી ગયા છે. આપણે જેટલું એ માર્ગે ખરા અર્થમાં ચાલીશું તેટલું જરૂર શાંતિ-સુખ અનુભવીશું. તેમની આ પચીસસોમી શતાબ્દી ઊજવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે તેમના પાવન જીવનના પ્રસંગોનું યથાશક્તિ અનુકરણ કરીને પાવન થઈએ. – અખંડ આનંદ, ડિસે. - ૧૯૭૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨. મહાવીર-જીવનનો મહિમા "देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥" समंतभद्र स्वामी મિત્રો તરફથી અનેક વાર સૂચવવામાં આવે છે કે શ્રી મહાવીરજીવન વા એ વિશે કાંઈ લખાય તો સારું. સૂચના કરનારો તો આ કામ સરળ છે એમ સમજીને સૂચવે છે, પણ જેમ જેમ જૈન આગમ સાહિત્ય, બૌદ્ધ ત્રિપટિકો, ઉપનિષદાદિ આર્ય સાહિત્યને વિશેષ વિશેષ જોતો જાઉં છું તેમ તેમ એ કામ કઠણ લાગતું જાય છે. જે મહાપુરુષનું જીવન લખવાને લેખની ચલાવવી છે તેમને વિશે ન્યૂનાધિક લખાવા દ્વારા જરાય અન્યાય ન થાય અને વાચકવર્ગને પ્રેરક તથા હિતકર સત્ય દર્શાવી શકાય તો જ કોઈના પણ જીવન વિષે લખનારનો શ્રમ સફળ થયો ગણાય. વર્તમાનમાં તો સમસમયી પુરુષોના જીવનવૃત્તાંતમાં પણ એ ઉદ્દેશ ઘણો ઓછો સચવાતો જણાય છે. એ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે સ્થિરતા, તટસ્થતા, જીવનવિષયક અંતરંગ અને બહિરંગસામગ્રી, વિશાળદષ્ટિ વગેરે સાધનોને મેળવ્યા સિવાય લખાતાં જીવનચરિત્રો ઘણે ભાગે પોતાના નાયકને અને વાચકવર્ગને અન્યાયકારી થઈ પડે છે. ભગવાન મહાવીર તો આપણાથી સર્વપ્રકારે પરોક્ષ છે; એટલે એમનું જીવન લખવા માટે તો ઉપર્યુક્ત સામગ્રી મેળવ્યા સિવાય એ વિશે કાંઈ પણ લખવું તેને હું ઐતિહાસિક અને સામાજિક જોખમ સમજું છું. અહીં જે વાત થાય છે તે પૌરાણિક (પુરાણની માફક લખાયેલા) અને દંતકથામય (પરંપરાથી ચાલી આવતા) જીવનને લગતી નથી, પણ આ વૈજ્ઞાનિક સમયમાં લોકો જે જાતના જીવનચરિત્રની અપેક્ષા રાખે છે તેની વાત છે. એમ તો પ્રાકૃત અને સંસ્કૃતમાં તેમ જ જૂની કે નવી ભાષામાં લખાયેલાં કેટલાંય મહાવીરચરિત્રો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે અને એથી પણ વધારે હજુ ભંડારોમાં અપ્રગટપણે પડેલાં છે. મહાવીર-જીવન લખવાનું કામ અશક્ય કે કઠણ છે Page #36 -------------------------------------------------------------------------- ________________ મહાવીર-જીવનનો મહિમા • ૧૫ એમ તો નથી જ; પણ મારા જેવા કાર્યાતરવ્યગ્ર (એક કાર્ય સાથે બીજું કાર્ય કરવાને કંટાળનાર)ને માટે તો તે કઠણ જ લેખાય. તે પણ એટલા માટે કે એ કામ ઘણા સમયની અપેક્ષા રાખે છે; એ એક જ કારણને લીધે તે કામને હું કઠણ ગણું છું. એ સિવાયની જીવન વિશેની બીજી કેટલીક સામગ્રી મારે માટે દુષ્માપ્ય જેવી તો નથી જ. એ વિશે હું તો લખું ત્યારે લખું, પણ એ જીવનચરિત્ર લખવા માટે મારા મનમાં જે જે રેખાઓ અંકાઈ છે તે અહીં દર્શાવી દઉં કે જેથી શ્રી મહાવીરજીવનના બીજા લેખકોને મારી એ રેખાઓ કદાચ ઉપયોગી થાય. અંતરંગ સામગ્રી ૧. ભગવાન મહાવીર પ્રત્યે અકૃત્રિમ (સ્વાભાવિક) ભક્તિ હોવી જોઈએ. ૨. શ્રદ્ધા, પ્રજ્ઞા (બુદ્ધિ), સમતા (સમભાવ), સ્મૃતિ એ બધું લેખકની વૃત્તિમાં સમતોલપણે હોવું જોઈએ. શરીરમાં વાત, પિત્ત, કફ સમાન હોય ત્યાં સુધી શરીરની સ્વસ્થતા સચવાઈ રહે છે અને જયારે એ ત્રણેમાં એક પણ વધે કે ઘટે ત્યારે શરીર રોગી બને છે. તે જ પ્રકારે ઉપર્યુક્ત શ્રદ્ધા વગેરે માનસિક ગુણો સમતોલપણે હોય તો જ લેખકથી કોઈ પણ વિચારને બરાબર ન્યાય આપી શકાય અને એ ગુણોમાંનો એકાદ પણ પ્રમાણમાં વધ્યો કે ઘટ્યો હોય તો ભલભલા લેખકો પણ કોઈ વિચારને ન્યાય આપવાને બદલે પોતાને જ ન્યાય આપતા જણાય છે. ૩. લેખકમાં ત્યાગધર્મ પ્રત્યે વિશ્વાસ અને તેનામાં એનું વધારે નહિ તો ઓછામાં ઓછું વરસ યા છ માસ સુધીનું પરિશીલન અને એ પણ અવંચકપણે (આત્માને છેતર્યા વિના) બહિરંગ યા અભ્યાસની સામગ્રી ૪. જૈન ધર્મનો સાંપ્રદાયિક અને ઐતિહાસિક એ બન્ને દૃષ્ટિએ અભ્યાસ ૫. અહિંસાદષ્ટિનો અભ્યાસ ૬. અનેકાંતવાદના મર્મનો સ્પષ્ટ પરિચય ૭. જૈન ધર્મની જૂની કે નવી, નાની કે મોટી, વર્તમાન વા વિચ્છિન્ન દરેક શાખાનો પૂરો પરિચય ૮. મૂળ આગમ, નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, અવચૂર્ણિ, ટીકા અને ટબ્બા સુધીના ગ્રંથોનો અભ્યાસપૂર્વક પરિચય Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૬ • સંગીતિ ૯. છેદસૂત્રો ઉપરથી નીકળતા સમાજ-બંધારણનો અભ્યાસ ૧૦. કર્મશાસ્ત્ર અને માનસશાસ્ત્રનો તુલનાત્મક પરિચય ૧૧. જૈન ધર્મના ખાસ ખાસ આચાર્યોના જીવનનો પરિચય ૧૨. જૈન ધર્મ(ધર્મ એટલે સંપ્રદાય)માં ક્રાંતિ કરનારા આચાર્યોના જીવનનો પરિચય ૧૩. જૈન ધર્મની બન્ને શાખાનાં ખગોળ અને ભૂગોળનો પૃથક્કરણ-પૂર્વક અભ્યાસ જૈનેતર (વૈદિક હિન્દુ) તથા મુસલમાન અને ખ્રિસ્તી આદિ ધર્મોની દષ્ટિએ ભૂગોળ અને ખગોળનો પરિચય પૌરાણિક દૃષ્ટિએ ભૂગોળ અને ખગોળનો અભ્યાસ વર્તમાન સમયની નવી અને જૂની દૃષ્ટિએ પણ ભૂગોળ અને ખગોળનું અવલોકન ૧૪. મગધ દેશનો પર્યટનપૂર્વક પરિચય ૧૫. શ્રી મહાવીરે પોતાના વિહારથી પવિત્ર કરેલાં પ્રત્યેક સ્થળનો સૂક્ષ્મણપૂર્વક પરિચય ૧૬. જૈન ધર્મની બન્ને શાખાના અને ઇતરધર્મની સર્વ શાખાના સ્વર્ગ અને નરક સંબંધી પ્રત્યેક ઉલ્લેખોનો ઊંડો અભ્યાસ ૧૭. વર્તમાન સમયની નવી અને જૂની રીતે સ્વર્ગ અને નરકનો અભ્યાસ ૧૮. સ્વર્ગ અને નરકની ભૂગોળ બતાવનારાં બંગાળી, હિંદી અને મરાઠી પુસ્તકોનો અભ્યાસ ૧૯. ઇંદ્રાદિક શબ્દોની સમજૂતી માટે પ્રાચીન વ્યુત્પત્તિશાસ્ત્ર-નિરુક્તાદિનો ઊંડો અભ્યાસ ૨૦. સર્વ દર્શનના મૂળ મૂળ પ્રાચીન ગ્રંથોનો ઉપયોગ પૂરતો) અભ્યાસ ૨૧. બૌદ્ધોના પાલીગ્રંથોનો (ત્રિપિટકોનો) અને મહાયાન સંપ્રદાયના સંસ્કૃત ગ્રંથોનો પરિચય બૌદ્ધગ્રંથોમાં અનેક સ્થળે ભગવાન મહાવીર નાતપુત્ત) અને તેના શિષ્યો વિશે કહેવામાં આવ્યું છે. મહાવીર-જીવનનો કોઈ પણ લેખક એ હકીકતોને સમજ્યા સિવાય ભગવાનના જીવનને બરોબર ન જ ઓળખી શકે. નમૂના તરીકે શ્રી બુદ્ધના જન્માદિ પ્રસંગને અંગે બૌદ્ધગ્રંથ લલિતવિસ્તરામાં જે હકીક્ત વર્ણવવામાં આવી છે તે હકીકત સાથે શ્રી મહાવીરના જન્માદિપ્રસંગનું વર્ણન ઘણે અંશે શબ્દશ: અને Page #38 -------------------------------------------------------------------------- ________________ મહાવીર-જીવનનો મહિમા • ૧૭ અર્થશઃ મળતું આવતું જણાય છે, જેનો મૂળપાઠ અનુવાદ સાથે અહીં જ સરખામણી અર્થે આપી દઉં છું. ૨૨. વેદ અને વેદાંગોનો પરિચય ૨૩. ઉપનિષદોનું ચિંતન ૨૪. મહાભારત, પુરાણો અને સ્મૃતિઓનું અવલોકન ૨૫. ગૃહ્યસૂત્ર, કલ્પસૂત્ર અને શ્રૌતસૂત્રોનો અભ્યાસ ૨૬. બ્રાહ્મણ અને આરણ્યકોનું અન્વીક્ષણ ૨૭. કુરાનનો પરિચય ૨૮. છંદ અવેસ્તાની ભાષા અને ભાવ એ બન્ને દૃષ્ટિએ અભ્યાસ ૨૯. બાઇબલનો અભ્યાસ ૩૦. ખાસ ભગવાન મહાવીર વિશે મૂળ આગમોમાં, નિર્યુક્તિઓમાં, ભાષ્યોમાં, ચૂર્ણિઓમાં, અવચૂરિઓમાં અને ટીકાઓમાં જે જે કાંઈ લખાયું હોય તેનું કાળક્રમવાર સંકલન ૩૧. ભગવાન મહાવીર વિશે કથાવિષયક જૈન ગ્રંથોમાં જે કાંઈ આવ્યું હોય તેનો પરિચય ૩૨. શ્વેતાંબર અને દિગંબર અને શાખામાં સંસ્કૃત, પ્રાકૃત અને લોકભાષામાં ભગવાન મહાવીરનાં જે જે ચરિત્ર લખાયાં છે, તે બધાંનું કાળક્રમવાર સંકલન અને તેમાં લખાણને અંગે થયેલો વધારા-ઘટાડાનો પરિચય (કથાગ્રંથોમાં ઘણી વાર એક જ કથા ભિન્ન ભિન્ન ઢબે કહેલી હોય છે અને તેનું સૂક્સેક્ષણ કરતાં એમ પણ જણાય છે કે, એક કથા ઉપર વર્ણનના ઘણા પટો ચડેલા હોય છે અને તેમાં માત્ર કવિત્વ સિવાય બીજું કારણ સંભવતું નથી. ભગવાન મહાવીરની કથા વિશે પણ ઘણા પ્રસંગોમાં એમ બન્યું લાગે છે. ૩૩. કર્ણાટકી ભાષામાં લખાયેલા જૈન સાહિત્યનો પરિચય–તેમાં પણ શ્રી મહાવીર વિશે જે જે વાત લખાયેલી હોય તેનો તો ખાસ પરિચય ૩૪. વિદેશી લેખકોએ ભગવાન મહાવીર વિશે જે કાંઈ લખ્યું હોય તેનો સારો અભ્યાસ ૩૫. પ્રાચીન રાજકારણનો પરિચય તથા પ્રાચીન સમાજ-સ્થિતિનો પણ ૧. બન્નેના અનુવાદો આ ચર્ચાને છેડે વારાફરતી અને મૂળપાઠો જુદા પરિશિષ્ટમાં આપ્યા છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૦ સંગીતિ પરિચય ૩૬. ભાષાશાસ્ત્રનો પણ થોડો પરિચય ૩૭. સર્વધર્મના મૂળ પુરુષોના જીવનનો સૂક્ષ્મ અભ્યાસ આટલી અભ્યાસ-સામગ્રી પ્રાપ્ત કર્યા પછી પૂર્વોક્ત અંતરંગ સામગ્રીયુક્ત કોઈ એક વ્યક્તિ કે મંડળ શ્રી મહાવીરના ચરિત્ર વિશે લખવાની પ્રવૃત્તિ ક૨શે તો તેમાં ઘણી સફળતા મળશે એમ ખાતરીપૂર્વક કહી શકાય. આ રીતે લખનાર શ્રી મહાવીરને, શ્રી બુદ્ધને, શ્રી કૃષ્ણને કે બીજા કોઈ મહાપુરુષને ઓછુંવત્તું લખીને અન્યાય તો નહિ જ કરે. એકલે હાથે આવું કામ થવું અશકય નહિ તો દુઃશંક તો જરૂર છે; એથી વિશ્વકોષની યોજના પ્રમાણે મહાવીરચરિત્ર-રચનાની યોજના હાથ ધરવામાં આવે અને તે તે વિષયના અભ્યાસકોને ઉચિત કામ સોંપવામાં આવે તો એક આદર્શ મહાવીરચરિત્ર લખી શકાય અને એ મુખ્ય કામ કરતાં જૈન ધર્મને લગતા અનેક જાતનાં ગૂઢ પ્રશ્નો અને રહસ્યોનો નિકાલ પણ થઈ જાય તેમ જ જૈન ધર્મનો ઇતિહાસ ઘણો સ્પષ્ટ થઈ જાય. ખરી રીતે તો ‘મહાવીરચરિત્ર-સાધન-સંગ્રહાવલિ' નામ રાખીને એક લેખમાળા જ કાઢવી જોઈએ અને તેમાં પૂર્વોક્ત સામગ્રીસંપન્ન મંડળ મહાવીર-ચરિત્ર લખવાની દૃષ્ટિએ તે તે જાતના નિબંધો લખે. એ બધા નિબંધોનું મંથન કરતાં જે નવનીત નીકળે તે મહાવીરજીવનની સંકલનામાં અસાધારણ ઉપયોગી થાય. વિશ્વહિતૈષી ભગવાન મહાવીરનું જીવન લખવાને સમગ્ર વિશ્વનું ઉપયોગી સાહિત્ય વિશ્વવ્યાપક દૃષ્ટિએ જ જોવું જોઈએ; અન્યથા એ લોકનાથની આશાતના થવાનો સંભવ છે. ભગવાન મહાવીરના ત્યાગધર્મને આચરનારો અને સર્વભૂતહિતે રત મુનિગણ આ બાબત વિશે વિચાર કરે તો એ વિશે ઘણું થવાનો સંભવ છે. ભગવાન મહાવીરનું મંદિર અને તેમનું આ પ્રકારનું જીવનલેખન એ બે પ્રવૃત્તિમાં કઈ અધિક મૂલ્યવાન છે તે તો કેવળી જ કહી શકે. તેમ છતાં કોઈ પણ અંશે આ કામની કિંમત ઓછી નથી જ. આ તો સ્વ અને પરના હિતનું કામ છે માટે મુનિગણને વિનંતી કરું છું કે જરૂર તેઓ આ કામ માટે કટિબદ્ધ થઈને પ્રસ્થાન કરે. મારી અલ્પમતિ પ્રમાણે ભગવાન મહાવીરના જીવન વિશે જે જે વિચારો મેં કરી રાખેલા તે આજે પ્રગટ કરું છું. હજુ પણ બીજા ઘણા વિચારો રહી જાય છે, જેની પૂર્તિ કરવાનું અન્ય વિદ્વાનોને પ્રાર્થી વિરમું છું. Page #40 -------------------------------------------------------------------------- ________________ મહાવીર-જીવનનો મહિમા . ૧૯ "यदेव किञ्चिद्विषमप्रकल्पितं पुरातनैरुक्तमिति प्रशस्यते । विनिश्चिताप्यद्यमनुष्यवाक्कृतिर्न पठ्यते स्मृतिमोह एव सः ॥" શ્રી સિદ્ધસેન દિવાકર. કલ્પસૂત્ર : ૧. “એ વાત બની નથી, એ વાત બને નહિ અને એ વાત બનશે પણ નહિ કે અરિહંતો, ચક્રવર્તીઓ, બલદેવો કે વાસુદેવો અંતકુલોમાં, પ્રાંતકુલોમાં, તુચ્છકુલોમાં, દરિદ્રકુલોમાં, કૃપણકુલોમાં, ભિક્ષુકકુલોમાં અને બ્રાહ્મણકુલોમાં જન્મ્યા હતા, જન્મે છે કે જન્મશે.” અરિહંતો, ચક્રવર્તીઓ, બલદેવો કે વાસુદેવો ઉગ્નકુલોમાં, ભોગકુલમાં, રાજકુલોમાં, ક્ષત્રિયકુલોમાં, હરિવંશકુલોમાં કે એવા જ બીજા કોઈ વિશુદ્ધ જાતિ-કુલ-વંશમાં જન્મ્યા હતા, જન્મે છે અને જન્મશે.” ૨. “તે કાલે તે સમયે કે જ્યારે શુભગ્રહોનો યોગ થયો હતો, દિશાઓ સૌમ્ય અને નિર્મળ હતી, બધાં શકુનો અનુકૂળ હતાં, અનુકૂળ પવન વાતો હતો, પૃથિવી ફળદ્રુપ થયેલી હતી અને બધા દેશો પ્રસન્ન ને આનંદિત હતા તે સમયે ત્રિશલા ક્ષત્રિયાણીએ ભગવાન મહાવીરને જન્મ આપ્યો હતો.” ટીકાઃ જે વખતે ભગવાન મહાવીર જન્મ્યા ત્યારે દિશાઓ પ્રસન્ન અને મુદિત હતી. મીઠો પવન મંદમંદ વાતો હતો. ત્રિલોકમાં સઘળે ઝળહળાટ થઈ રહ્યો હતો, ગગનમાં દુંદુભિ ગાજતો હતો, જે નારકોને એક ક્ષણ પણ સુખ ન હોય તેઓને પણ સુખનો શ્વાસ લેવાનો પ્રસંગ આવ્યો હતો અને પૃથિવી પણ ફળફૂલોથી ખીલેલી હતી.” ૩. “જ્યારે ભગવાન્ મહાવીર જન્મ્યા, ત્યારે અધોલોકમાં રહેનારી આઠ દિક્કુમારીઓનાં આસનો કંપ્યાં, અવધિજ્ઞાન દ્વારા તે દિíમારીઓએ જિનજન્મનો પ્રસંગ જાણી ત્રિશલારાણીના સૂતિકાઘર તરફ પ્રયાણ કર્યું. તે આઠનાં નામ આ પ્રમાણે છે : ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલા અને આનંદિતા, મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિરેણા અને બલાહકા એ આઠ આઠ દિલ્ફમારીઓ ઊર્ધ્વલોકથી આવી અને તેઓએ સૂતિકાગૃહની આસપાસ યોજન (ચાર ગાઉ) જેટલી જમીન સંવર્ત વાયુ દ્વારા શુદ્ધ કરી અને તેટલામાં જ સુગંધી પાણી અને ફૂલની વૃષ્ટિ કરી. એ દરેક દિકુમારી સાથે ચાર ચાર હજાર સામાનિકો હોય છે, ચાર ચાર મહત્તરાઓ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૦ સંગીતિ હોય છે, સોળ સોળ હજાર અંગરક્ષકો હોય છે, સાતસો સાતસો સૈનિકો હોય છે અને બીજા પણ અનેક મહર્ષિક દેવો હોય છે. હવે નંદા, ઉત્તરા-નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા એ આઠે પૂર્વરુચકથી આવીને ત્રિશલાના સૂતિકાગૃહમાં દર્પણ ધરીને ઊભી રહે છે.” ઇત્યાદિ બધી દિક્કુમારિકાઓનો વર્ણક સમજી લેવો. ૪. “આકાશમાં ધર્મચક્ર, ચામરો, પાદપીઠ સાથેનું ઉજજવલ સિંહાસન, ત્રણ છત્રો, રત્નમય ધ્વજ અને ભગવાનના ચરણન્યાસ માટે સોનાનાં કમલો આ બધું ભગવાન વિહાર કરે છે ત્યારે થાય છે.” લલિતવિસ્તરા : ૧. “હે ભિક્ષુઓ ! બોધિસત્ત્વ કુલવિલોકન કરે છે તેનું શું કારણ ?” ‘‘બોધિસત્ત્વો હીનકુલોમાં જન્મતા નથી. જેવા કે ચંડાલકુલોમાં, વેણુકારકુલોમાં, રથકારકુલોમાં, પુક્કસકુલોમાં અર્થાત્ એવા નીચ કુલોમાં જન્મતા નથી. ‘તેઓ બે જ જાતના કુલોમાં જન્મ લે છે : બ્રાહ્મણકુલમાં કે ક્ષત્રિયકુલમાં. જ્યારે પ્રજા બ્રાહ્મણગુરુક હોય છે ત્યારે બ્રાહ્મણકુલમાં અને પ્રજા જ્યારે ક્ષત્રિયગુરુક હોય છે ત્યારે ક્ષત્રિયકુલમાં જન્મ લે છે.” પૃ. ૨૧ ૨.‘ચરમભવિક બોધિસત્ત્વ જ્યારે જન્મ લે છે, જ્યારે અનુત્તર સમ્યક્ સંબોધિને પ્રાપ્ત કરે છે, ત્યારે જે જાતના ઋદ્ધિ-પ્રાતિહાર્યો થાય છે તે આ પ્રમાણે છે : ‘‘હે ભિક્ષુઓ ! તે સમયે બધાં પ્રાણીઓ રોમાંચિત થાય છે, મોટા પૃથિવીચાલનો પ્રાદુર્ભાવ થાય છે, એટલે કે પૃથિવી કંપે છે, (સરખાવો મેરુકંપ.) કોઈએ વગર વગાડ્યે જ સાત જાતનાં દિવ્ય વાજાંઓ વાગે છે, સર્વ ઋતુ અને સમયનાં વૃક્ષો ફૂલે છે અને ફળે છે, વિશુદ્ધ આકાશથી મેઘનાદ સંભળાય છે, નિર્મળ આકાશથી ઝરમર ઝરમર મેહ વરસે છે; અનેક પ્રકારનાં દિવ્ય પુષ્પ, વસ્ર, આભરણ, ગંધ અને ચૂર્ણથી સંમિશ્રિત થયેલા મીઠા, શીતળ અને સુગંધી વાયરા વાય છે; દિશાઓ અંધકાર, ૨૪, ધૂમ અને ધૂંવાડ વિનાની અને સુપ્રસન્ન રહે છે; ઉ૫૨ આકાશથી અદૃશ્ય, ગંભીર બ્રહ્મઘોષો સંભળાય છે; બધા ચંદ્રો, સૂર્યો, ઇંદ્રો, બ્રહ્માઓ અને લોકપાલોનાં તેજ અભિભૂત થઈ જાય છે; બધી અકુશળ ક્રિયાઓ અટકી જાય છે; રોગીઓના રોગો શમી જાય છે, ભૂખ્યાઓની ભુખ ભાંગે છે, તેમ જ તરસ્યાઓની તરસ છીપે છે; દારૂડિયાનું ઘેન ઊતરી જાય છે; ગાંડાઓ સાજા થાય છે; Page #42 -------------------------------------------------------------------------- ________________ મહાવીર-જીવનનો મહિમા ૦ ૨૧ આંધળાઓને આંખ મળે છે; બહેરાઓને કાન મળે છે; લૂલાં લંગડાઓની ખોડ મટી જાય છે; નિર્ધનિયા ધન પામે છે; કેદીઓ અને પુરાયેલાં છૂટાં થાય છે; આવીચિ વગેરે બધા નરકોમાં પ્રાણીઓનાં દુ:ખ ટળી જાય છે. તિર્યંચયોનિક પ્રાણીઓનો પારસ્પરિક ભય શમી જાય છે અને યમલોકના જીવોનાં ભૂખ વગેરે દુઃખ મટે છે.” પૃ. ૯૮ “જ્યારે તત્ત્વદર્શકનો જન્મ થવાનો હોય છે ત્યારે અગ્નિ શાંત થાય છે, નદીઓ સુવ્યવસ્થિતપણે વહે છે અને પૃથિવી કંપે છે.” પૃ. ૧૧૨ ૩.“હે ભિક્ષુઓ ! જ્યારે બોધિસત્વ જન્મે છે, ત્યારે તેની માતાની કૂખનું પડખું અક્ષત અને અનુપહત હોય છે—જેવું જન્મ્યા પહેલાં હોય છે તેવું જ જન્મ્યા પછી હોય છે. પાણીના ત્રણ કૂવાઓ બની જાય છે, સુગંધી તેલની તળાવડીઓ બની જાય છે, પાંચ હજાર અપ્સરાઓ સુગંધી તેલ લઈને બોધિસત્ત્વની માતા પાસે આવે છે અને સૂતિકાને લગતો કુશળ પ્રશ્ન પૂછે છે. પાંચ હજાર અપ્સરાઓ દિવ્ય લેપ લઈને આવે છે, પાંચ હજાર અપ્સરાઓ દિવ્ય બાળોતિયાં લઈને આવે છે, પાંચ હજાર અપ્સરાઓ દિવ્ય વાજાં લઈને આવે છે અને આ જંબૂદ્વીપમાં જે બાહ્ય એવા પંચાભિજ્ઞ ઋષિઓ છે, તેઓ બધા આકાશમાર્ગ દ્વારા શુદ્ધોદન (શ્રી બુદ્ધના પિતા) પાસે આવીને વધામણું આપે છે.” પૃ. ૧૧૦ હવે તે વખતે સાઠ હજાર અપ્સરાઓ કામાવચરદેવલોકથી આવીને માયાદેવીની સેવા કરવા લાગે છે.' પૃ. ૯૫ ૪. ‘જ્યારે બુદ્ધ ભગવાન ચાલે છે ત્યારે આકાશમાં કોઈએ નહીં ધરેલું એવું દિવ્ય, ધોળું અને વિશાલ છત્ર, બે સુંદર ચામર એની પછવાડે પછવાડે એ જ્યાં જાય છે ત્યાં જાય છે. બોધિસત્ત્વ પગ ઊંચો કરે છે—ચાલવાને પગ ઉપાડે છે ત્યાં કમલોનો પ્રાદુર્ભાવ થાય છે.’ શ્રી હેમચંદ્રાચાર્યકૃત અભિધાનચિંતામણિ ભગવાન મહાવીરના જન્માભિષેકના વર્ણનનો પ્રસંગ મૂળ આચારાંગમાંથી લઈને ઘણા ચરિત્રગ્રંથોમાં વર્ણવાયેલો છે, તે જોતાં તે પ્રસંગ તે તે ચરિત્રોમાં અનેક ભિન્ન ભિન્ન રીતે ઉપલબ્ધ થાય છે. આચારાંગના ‘ભાવના’-નામક ચોવીસમા અધ્યયનમાં એટલે તૃતીય ચૂલામાં ભગવાન ૧. આ ચૂલાઓને શ્રી સ્થૂલભદ્રસ્વામીનાં બહેન સીમંધરસ્વામી પાસેથી લાવ્યાં હતાં અને તે વખતે સંઘે એને આચારાંગ સાથે જોડી દીધી. પરિશિષ્ટ પર્વ, સર્ગ ૯ પૃ. ૯. શ્ર્લો. ૯૬-૧૦૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૦ સંગીતિ મહાવીરના જન્મપ્રસંગથી માંડીને તીર્થસ્થાપન સુધીનો વૃત્તાંત આવે છે. તેમાં જન્માભિષેકનો પણ વર્ણક છે. ત્યાર પછી કલ્પસૂત્ર મૂળ અને આવશ્યકનિયુક્તિના ભાષ્યમાં એ જ જન્માભિષેકનો વર્ણક છે, નિર્યુક્તિના ભાષ્યનો વર્ણક માત્ર “મંદરગિરિના ઉલ્લેખને લઈને પૂર્વોક્ત વર્ણકથી જુદો જણાય છે. આ પછીના ગ્રંથોમાં જન્માભિષેકને પ્રસંગે ઇંદ્રની શંકા, એના સમાધાન માટે મેરુનો પ્રકંપ વગેરે રસપૂર્ણ વર્ણકો (બારમા સૈકામાં) શ્રી નેમિચંદ્રસૂરિના પ્રાકૃત “મહાવીરચરિયમાં અને શ્રી હેમચંદ્રસૂરિના મહાવીરચરિત્રમાં વા યોગશાસ્ત્રના આરંભમાં આવે છે. જયારે આ વિશે આચારાંગ મૂળમાં કે આવશ્યક નિર્યુક્તિના ભાગમાં કશો ઉલ્લેખ મળતો નથી. તદુપરાંત આચારાંગના મૂળની ટીકા કરનાર શ્રી શીલાંકસૂરિ અને આવશ્યક નિર્યુક્તિની વૃત્તિ કરનાર શ્રીમાન્ હરિભદ્રસૂરિ પણ એ વિશે કાંઈ ઇશારો સરખો પણ કરતા નથી; જોકે તેઓશ્રી બીજું તો ઘણું સરસ વર્ણન આપે છે. બૌદ્ધ ‘લલિતવિસ્તરા” ગ્રંથમાં પણ, બુદ્ધના જન્મ પ્રસંગે “પૃથ્વી કંપી હતી” એ ઉલ્લેખ આગળ જણાવેલો છે. એક પ્રસંગને જ લગતાં આવાં અનેક જુદાં જુદાં વર્ણનો મહાવીર-ચરિત્રમાં પણ મળવાં અસંભવિત નથી. માટે ઐતિહાસિક દષ્ટિએ મહાવીર-ચરિત્ર લખનારે આ બધા ભિન્ન ભિન્ન ઉલ્લેખોનો પરિચય જરૂર ધરાવવો જ જોઈએ અને એ ઉપરથી નીકળતું ઐતિહાસિક રહસ્ય, કવિની દૃષ્ટિ અને શ્રદ્ધાપ્રધાન ભક્તનું હૃદય એ બધું વાચક વર્ગ સમક્ષ જરૂર સ્પષ્ટ કરવું જોઈએ. વાચકોની સમજૂતી માટે મૂળ આચારાંગના એ ચોવીસમા અધ્યયનનો, કલ્પસૂત્રમૂળનો અને નિયુક્તિના ભાષ્યનો પાઠ અર્થ સાથે અહીં આપી દઉં છું: ___"तेणं कालेणं तेणं समएणं तिसला खत्तियाणी अह अन्नया कयाइ णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धठमाणं राइंदियाणं वीतिकंताणं जे से गिम्हाणं पढमे मासे दोच्चे पक्खे चित्तसुद्धे तस्स णं चित्तसुद्धस्स तेरसीपक्खेणं हत्थुत्तराहिं जोगोवगतेणं समणं भगवं महावीरं आरोयारोयं पसूया । "जं णं राई तिसला खत्तियाणी समणं भगवं महावीरं आरोयारोयं पसूया तं णं राई भवणवइ-वाणमंतर-जोइसिय-विमाणवासिदेवेहि य देवीहि य उवयंतेहि उप्पयंतेहि य एगे महं दिव्वे देवुज्जोए देवसण्णिवाते देवकहकहे उप्पिजंलगभूते यावि होत्था ।" તે કાળે, તે સમયે ત્રિશલા ક્ષત્રિયાણીએ નવ માસ પૂરા થયા બાદ Page #44 -------------------------------------------------------------------------- ________________ મહાવીર-જીવનનો મહિમા - ર૩ સાડા આઠ દિન વીતે છતે ઉનાળાના પહેલા માસ, બીજે પક્ષે, ચૈત્ર સુદ ૧૩ના દિને, ઉત્તરાફાલ્યુની નક્ષત્રે શ્રમણ ભગવાન મહાવીરને ક્ષેમકુશળ ४न्म साप्यो." જે રાતે ત્રિશલા ક્ષત્રિયાણીએ ભગવાનને જન્મ આપ્યો, તે રાતે ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષ્ક તથા વિમાનવાસી દેવદેવીઓના ઊતરવા તથા ઊપડવાથી એક મહાનું દિવ્ય ઉદ્યોત, દેવોનો મેળાવડો, દેવોની કથંકથા (पातयात) तथा प्रश २६ २६यो हतो." ___"जं णं रयणि तिसला खत्तियाणी समणं भगवं महावीरं आरोयारोयं पसूया तं णं रयणि बहवे देवा य देवीओ य एगं महं अमयवासं च गंधवासं च चुण्णवासं च पुष्फवासं च हिरण्णवासं च रयणवासं च वासिंसु । "जं णं रयणि तिसला खत्तियाणी समणं भगवं महावीरं आरोयारोयं पसूया तं णं रयणिं भवणवइ-वाणमंतर-जोतिसिय-विमाणवासिणो देवा य देवीओ य समणस्स भगवओ महावीरस्स कोतुगभूतिकम्माई तित्थयराभिसेयं च करि" આચારાંગ-ભાવનાધ્યયન-ચોવીસ, તૃતીય ચૂલા વળી, તે રાતે ઘણા દેવદેવીઓએ એક મોટી અમૃતની વૃષ્ટિ, ગંધની વૃષ્ટિ, ચૂર્ણની વૃષ્ટિ, ફૂલની વૃષ્ટિ, સોનારૂપાની વૃષ્ટિ, તથા રત્નોની વૃષ્ટિ १२सावी. અને એ જ રાતે ચારે જાતના દેવદેવીઓએ મળી ભગવાન મહાવીરનું કૌતુકકર્મ, ભૂતિકર્મ તથા તીર્થકરાભિષેક કર્યો.” तेणं कालेणं तेणं समएणं समणं भगवं महावीरं जे से गिम्हाणं पढमे मासे दुच्चे पक्खे चित्तसुद्धे तस्स णं चित्तसुद्धस्स तेरसीदिवसेणं नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अठ्ठमाणं राइंदियाणं विइक्वंताणं उच्चट्ठाणगएसु गहेसु पढमे चंदजोए सोमासु दिसासु वितिमिरासु विसुद्धासु जइएसु सव्वसउणेसु पयाहिणाणुकूलंसि भूमिसपिसि मारुयंसि पवायंसि निष्फनमेइणीयंसि कालंसि पमुइयपक्कीलिएसु जणवएसु पुव्वरत्तावरत्त-कालसमयंसि हत्थुत्तराहिं नक्खतेणं जोगमुवागएणं आरुग्गारुग्गं दारयं पयाया। "जं रयणि च णं समणे भगवं महावीरे जाए, सा णं रयणी बहुहिं देवेहि देवीहि य आवयंतेहिं उप्पयंतेहिं य उप्पिजलमाणभूआ कहकहगभूआ आवि हुत्था ॥९॥ __"जं रयणि णं समणे भगवं महावीरे जाए तं रयणि च णं बहवे वेसमणकुंडधारी तिरियजंभगा देवा सिद्धत्थरायभवणंसि हिरण्णवासं च Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૪ - સંગીતિ सुवण्णवासं च वयरवासं च वत्थवासं च आभरणवासं च पत्तवासं च पुष्फवासं च फलवासं च बीअवासं च मल्लवासं च गंधवासं च चुण्णवासं च वण्णवासं च वसुहारावासं च वासिंसु ॥९७|| । "तए णं से सिद्धत्थे खत्तिए भवणवइवाणमंतरजोइसवेमाणिएहिं देवेहिं तित्थयरजम्मणाभिसेयमहिमाए कयाए समाणीए पच्चूसकालसमयंसि नगरगुत्तिए सद्दावेइ सद्दावित्ता एवं वयासी" ॥९८॥ કલ્પસૂત્ર. તે કાળે, તે સમયે ગ્રીષ્મઋતુના પ્રથમ માસમાં બીજા પક્ષમાં, ચૈત્રના શુક્લ પક્ષમાં, ચૈત્રી સુદિ ૧૩ના દિવસે નવ માસ પરિપૂર્ણ થયે, તદુપરાંત સાડાસાત દિવસ વીત્યે પૂર્વરાત્રિાપરરાત્રીના સમયે, હસ્તોત્તરા નક્ષત્રનો યોગ થયે, ત્રિશલા ક્ષત્રિયાણીએ ભગવાન મહાવીરને આરોગ્યપૂર્વક જન્મ આપ્યો. એમના જન્મપ્રસંગે બધા ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હતા. પ્રથમ ચંદ્રયોગ હતો, દિશા નિર્મળ, વિશુદ્ધ અને સૌમ્ય હતી, બધાં શકુનો અનુકૂળ હતાં ભૂમિસર્ષિ પવન પ્રદક્ષિણનો વાતો હતો, બધી પૃથ્વી ખીલેલી હતી, દેશો હર્ષિત અને આનંદિત હતા. “જે રાત્રે ભગવાન મહાવીર જન્મ્યા તે રાત્રે બહુ દેવ અને દેવીઓના ઊતરવા તથા ઊપડવાથી પ્રકાશ થઈ રહ્યો હતો અને દેવોની કર્થકથા થઈ રહી હતી. (૯૬) “જે રાત્રે ભગવાન મહાવીર જન્મ્યા તે રાત્રે ઘણા વૈશ્રમણ કુંડધારી તિર્યજાંગ દેવોએ સિદ્ધાર્થ રાજાના ભુવનમાં હિરણ્યની, સુવર્ણની, વજની, વસ્ત્રની, આભરણની, પત્રની, પુષ્પની, ફલની, બીજની, માલ્યની ગંધની, ચૂર્ણની, વર્ણની અને વસુધારાની વૃષ્ટિ કરી. (૯૭) ““ત્યાર પછી ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક દેવોએ તીર્થકરના જન્માભિષેકનો મહિમા કર્યો છતે સવારના પહોરમાં સિદ્ધાર્થ ક્ષત્રિયે નગરના રક્ષકોને બોલાવીને આ પ્રમાણે કહ્યું : (૯૮) "एए चउदस सुमिणे पासइ सा तिसलया सुहपसुत्ता। जं रयणिं साहरिओ कुच्छिसि महायसो वीरो ॥ तिहिं नाणेहिं समग्गो देवीतिसलाइ सो अ कुच्छिसि । अह वसइ सन्निगब्भो छम्मासे अद्धमासं च ॥ अह सत्तमम्मि मासे गब्भत्थो चेव अभिग्गहं गिण्हइ । नाहं समणो होहं अम्मापिअरम्मि जीवन्ते ॥ Page #46 -------------------------------------------------------------------------- ________________ મહાવીર-જીવનનો મહિમા . ૨૫ दुण्ह वरमहिलाणं गब्भे वसिऊण गब्भसुकुमालो । नवमासे पडिपुन्ने सत्त य दिवसे समइरेगे ॥ अह चित्तसुद्धपक्खस्स तेरसीपुव्वरत्तकालम्मि । हत्थुत्तराहिं जाओ कुण्डग्गामे महावीरो ॥ आहरण-रयणवासं वुटुं तित्थंकरम्मि जायम्मि । सक्को अ देवराया उवागओ आगया निहिणो ॥ तदाउ देवीओ देवा आणंदिआ सपरिसागा। भयवम्मि वद्धमाणे तेलुक्कसुहावहे जाए । भवणवइवाणमंतर जोईसवासी विमाणवासी अ। सव्वड्डीइ सपरिसा चउव्विहा आगया देवा । देवेहिं संपरिवुडो देविंदो गिहिऊण तित्थयरं । नेऊण मंदरगिरि अभिसेअं तत्थ कासी अ" ॥ આ. નિ. ભા. પૃ. ૧૭૯-૧૮૦ ગા. ૧૭-૬૫ “જે રાતે મહાયશ વીર કૂખમાં સંત થયા (તે રાતે) સુખપૂર્વક સૂતેલી તે ત્રિશલાએ ચૌદે સ્વપ્રોને જોયાં. “ત્રણ જ્ઞાન સહિત તે (વીર) સાડાછ મહિના સુધી ત્રિશલાની કૂખમાં રહ્યા. હવે સાતમે મહિને ગર્ભસ્થ જ (તે વીરે) અભિગ્રહ ગ્રહ્યો કે, “માતા પિતા જીવતાં સુધી હું શ્રમણ થઈશ નહિ.' બને ઉત્તમ સ્ત્રીઓના ગર્ભમાં રહીને ગર્ભસુકુમાળ (મહાવીર) નવા માસ પૂરા થયા પછી અને તે ઉપર સાત દિવસ વીત્યા પછી ચૈત્ર સુદ તેરશે પૂર્વરાત્રીના સમયે હસ્તોત્તરા નક્ષત્રે કુંડગ્રામમાં જન્મ્યા. તીર્થંકરનો જન્મ થયો; આભરણ-રત્નોની વૃષ્ટિ થઈ, શક્ર દેવરાજ આવ્યા, અને નિધિઓ આવ્યા. “ત્રલોચને સુખાવહ એવા વર્ધમાન ભગવાનનો જન્મ થયો. દેવી અને દેવો પરિવાર સાથે તુષ્ટ થયા, આનંદિત થયા. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી એ ચારે પ્રકારના દેવો પરિવાર સાથે સર્વ ઋદ્ધિસહિત આવ્યા. “દેવોથી વીંટળાયેલા દેવેદ્ર તીર્થકરને ગ્રહીને મંદરગિરિ તરફ જઈને ત્યાં અભિષેક કર્યો.” Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૬ • સંગીતિ परिशिष्ट कल्पसूत्र १ "न खलु एयं भूअं न एयं भव्वं न एयं भविस्सं-जं णं अरिहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छकुलेसु वा दरिद्दकुलेसु वा किवणकुलेसु वा भिक्खागकुलेसु वा माहणकुलेसु वा आयाइंसु वा आयाइंति वा आयाइस्संति वा । एवं खलु अरि० च० ब० वा० उग्गकुलेसु वा भोगकुलेसु वा राइण्णकुलेसु वा इक्खागकुलेसु खत्तियकुलेसु वा हरिवंसकुलेसु वा अन्नयरेसु वा तहप्पगारेसु विसुद्धजाइकुलवंसेसु आयाइंसु वा आयाइंति वा आयाइस्संति वा ॥ २ "तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे xxx उच्चट्ठाणगएसु गहेसु पढमे चंदजोए सोमासु दिसासु वितिमिरासु विसुद्धासु जइएसु सव्वसउणेसु पयाहिणाणुकूलंसि भूमिसपिसि मारुयंसि पवायंसि निप्फन्न-मेइणीयंसि कालंसि पमुइयपक्कीलिएसु जणवएसु xx दारयं पयाया । सुबो० पृ० १२६ "अचेतना अपि दिशः प्रसेदुर्मुदिता इव वायवोऽपि सुखस्पर्शा मन्दं मन्दं ववुस्तदा ॥ "उद्द्योतस्त्रिजगत्यासीद् दध्वान दिवि दुन्दुभिः । नारका अप्यमोदन्त भूरप्युच्छ्वासमासदत् ॥" ३ "दिक्कुमार्योऽष्टाधोलोकवासिन्यः कम्पितासनाः । अर्हज्जन्माऽवधेख़त्वाऽभ्येयुस्तत्सूतिवेश्मनि ॥३ भोगंकरा भोगवती सुभोगा भोगमालिनी । सुमित्रा वत्समित्रा च पुष्पमाला त्वनिन्दिता ॥४ नत्वा संवर्तेनाऽशोधयन् मामायोजनमितो गृहात् ॥५ मेघंकरा मेघवती सुमेघा मेघमालिनी ।। तोयधारा विचित्रा च वारिषेणा बलाहकाः ॥६॥ अष्टोव॑लोकादेत्यैतास्तत्र गन्धाम्बु-पुष्पौघवर्ष हर्षाद् वितेनिरे ॥७ अथ नन्दोत्तरानन्दे आनन्दा नन्दिवर्धिनी । विजया वैजयन्ती च जयन्ती चापराजिता ||८|| Page #48 -------------------------------------------------------------------------- ________________ મહાવીર-જીવનનો મહિમા - ૨૭ एताः पूर्वरुचकादेत्य विलोकनार्थं दर्पणमग्रे धरन्ति । एताश्च सामानिकानां प्रत्येकं चत्वारिंशच्छतैर्युताः । महत्तराभिः प्रत्येकं तथा चतसृभिर्युताः ॥ अङ्गरक्षैः षोडशभिः सहस्त्रैः सप्तभिस्तथा । कटकैस्तदधीशैश्च सुरैश्चान्यैर्महद्धिभिः ।।२०।। શ્રી મહાવીર ભગવાનના અતિશયો ४. खे धर्मचक्रं चमराः सपादपीठं मृगेन्द्रासनमुज्वलं च । छत्रत्रयं रत्नमयध्वजोंहिन्यासे च चामिकरपङ्कजानि ॥" अभिधानचिन्तामणि कांड १ श्लो० ६१ ललितविस्तर १. "किं कारणं हि भिक्षवः ! बोधिसत्त्वः कुलविलोकितं विलोकयति स्म ? न बोधिसत्त्वा हीनकुलेषु उपपद्यन्ते चण्डालकुलेषु वा वेणुकारकुलेषु वा रथकारकुलेषु वा पुक्कसकुलेषु वा । अथ तर्हि कुलद्वये एव उपपद्यन्ते-ब्राह्मणकुले, क्षत्रियकुले च । तत्र यदा ब्राह्मणगुरुको लोको भवति तदा ब्राह्मणकुलेषु उप०, यदा क्षत्रियगुरुको लोको भवति तदा क्षत्रियकुले उपपद्यन्ते ॥" पृ० २१ २ “यदा बोधिसत्त्वश्चरमभविको जायते यदा च अनुत्तरां सम्यक्संबोधिमभिसंबध्यते तदा अस्य इमानि एवंरूपाणि ऋद्धिप्रातिहार्याणि भवन्ति "तस्मिन् खलु पुनर्भिक्षवः ! समये संहर्षितरोमकूपजाताः सर्वसत्त्वा अभूवन् । महतश्च पृथिवीचालस्य लोके प्रादुर्भावोऽभूत् भैरवस्य रोमहर्षणस्य । अघट्टितानि च दिव्यमानुष्यकाणि तूर्याणि संप्रवादितानि सर्वर्तुकालिकाश्च वृक्षास्तस्मिन् x संकुसुमिताः फलिताश्च । विशुद्धाच्च गगनतलात् मेघशब्दः श्रूयते स्म । अपगतमेघाच्च गगनाच्छनैः सूक्ष्मसूक्ष्मो देवः प्रवर्षति स्म । नानादिव्यकुसुमवस्त्रआभरण-गन्ध-चूर्ण-व्यामिश्राः परमसुखसंस्पर्शाश्च सौम्याः सुगन्धवाताः प्रवान्ति स्म । व्यपगततमोरजो-धूमनिहाराश्च सर्वा दिश सुप्रसन्ना विराजन्ते स्म । उपरिष्टाच्चान्तरिक्षाद् अदृश्या गम्भीरा महाब्रह्मघोषा श्रूयन्ते स्म । सर्वेन्द्र-सूर्य-शक-ब्रह्म-लोकपालप्रभाश्चामिभूता अभवन् । Xxxx सर्वा अकुशलक्रियाः प्रतिविरताः । व्याधितानां सत्त्वानां व्याधयः उपशान्ताः । क्षुत्पिपासार्तानां स० क्षुत्पिपासा प्रस्रब्धा अभूवन् । मद्यमदमत्तानां च स० मदापगमः संवृत्तः उन्मत्तैश्च स्मृतिः प्रतिलब्धा । चक्षुर्विकलैश्च स० चक्षुः प्रतिलब्धम् । श्रोतोविकलैश्च स. श्रोतः । मुखप्रत्यङ्ग-विकलेन्द्रियाश्च Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૮ • સંગીતિ अविकलेन्द्रियाः संवृत्ताः । दरिद्रैश्च धनानि प्रतिलब्धानि । बन्धनबद्धाश्च बन्धनेभ्यः विमुक्ताः । आवीचिमादि कृत्वा सर्वनैरयिकाणां सत्त्वानां सर्वकारणाद् दुःखं तस्मिन् समये प्रस्रस्तम् । तिर्यग्योनिगतानामन्योऽन्यं भक्षणादिदुःखम्, यमलोकिकानां स० क्षुत्पिपासादिदुःखं व्युपशान्तमभूत् । पृ० ९८ "यथा च ज्वलनः शान्तः सर्वा नद्यः स्ववस्थिताः । सूक्ष्मं च कम्पते भूमिः भविता तत्त्वदर्शकः ॥" पृ० ११२ ३ "इति हे भिक्षवः ! जाते बोधिसत्वे मातुः कुक्षिपार्श्वमक्षतमनुपहतमभवद् यथा पूर्वं तथा पश्चात् त्रिभविष्यदम्बुकूपाः प्रादुरभवन् । अपि च सुगन्धतैलपुष्करिण्यः पञ्च अप्सर:सहस्राणि दिव्यगन्धपरिवासिततैलपरिगृहीतानि बोधिसत्त्वमातरमुपसंक्रम्य सुजातजातताम्, अक्लान्तकायतां च परिपृच्छन्ति स्म । पञ्च च अप्सरः स० दिव्यानुलेपनपरिगृहीतानि बोधि० सुजात० प० । पञ्च अप्सर:सहस्राणि दिव्यदारकचीवरपरि० बो० सु० प० । पञ्च च अप्सर:स० दारकाऽऽभरणपरि० बो० सु० प० । पञ्च च अप्सर: स० दिव्यतूर्यसंगीतिसंप्रभणितेन बा० सु० प० । यावन्तश्च इह जम्बूद्वीपे बाह्या पञ्चाऽभिज्ञा ऋषयस्ते सर्वे गगनतलेन आगत्य राज्ञः शुद्धोदनस्य पुरतः स्थित्वा जयवृद्धिमनुश्रावयन्ति पृ० ११० “अथ तस्मिन् समये षष्टिअप्सर:शतसहस्राणि कामावचरदेवेभ्य उपसंक्रम्य मायादेव्या उपस्थाने परिचर्यां कुर्वन्ति स्म ।" पृ० ९५ શ્રી બુદ્ધભગવાનના અતિશયો ४ तस्य प्रक्रामत उपरि अन्तरीक्षे अपरिगृहीतं दिव्यश्वेतं विपुलं छत्रम् चामरशुभे गच्छन्तमनुगन्छन्ति स्म । यत्र यत्र बोधिसत्त्वः पदमुत्क्षिपति स्म तत्र पद्मानि प्रादुर्भवान्ति स्म ॥ पृ० ९६ - सुघोषा स्म । Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩. રૂઢિચ્છેદક મહાવીર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં આવેલી જીવનશુદ્ધિ અને વિશ્વવિજ્ઞાનની માહિતી ઉપર પ્રમાણે આપ્યા પછી શ્રમણ ભગવાન મહાવીરે પોતાના વખતની રૂઢિઓને તોડવા જે પ્રવચનધારા વહેવરાવી છે, તે વિશે આપણે હવે અહીં કહેવાનું છે. એ પ્રવચનધારા આ સૂત્રમાં તેમ જ બીજા સૂત્રમાં પણ ઠીકઠીક પ્રમાણમાં ઉપલબ્ધ છે. શ્રી ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં જાતિવાદથી થતી સામાજિક વિષમતાને તોડવા ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જાતિ વિશેષથી કોઈ પૂજાપાત્ર થઈ શકતો નથી, પણ ગુણવિશેષથી જ થઈ શકે છે. બ્રાહ્મણકુળમાં જન્મેલો કે માત્ર મુખથી ૐ ૐ નો જાપ કરનાર બ્રાહ્મણ નથી, પણ બ્રહ્મચર્યથી બ્રાહ્મણ બને છે. એવી રીતે શ્રમણકુળમાં રહેનારો કે કોઈ માત્ર માથું મુંડાવનારો શ્રમણ થઈ શકતો નથી, પણ જેનામાં સમતા હોય તે જ શ્રમણ કહેવાય છે. જંગલમાં રહેવામાત્રથી કોઈ મુનિ કહેવાતો નથી, પણ મનન-આત્મચિંતન કરનારો મુનિ કહેવાય છે. માત્ર કોઈ ઝાડની છાલ પહેરવાથી તાપસ કહેવાતો નથી, પણ આત્માને શોધનારું તપ કરે તે જ તાપસ કહેવાય છે. આ ઉપરાંત આઠ ગાથામાં ભગવાને ખાસ કરીને બ્રાહ્મણનું સ્વરૂપ બતાવ્યું છે. ધમ્મપદ' અને “સુત્તનિપાતમાં ભગવાન બુદ્ધ પણ બ્રાહ્મણનું આ જાતનું લક્ષણ કેટલીક ગાથામાં બતાવેલું છે. આ ઉપરથી આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ કે તે બન્ને મહાપુરુષોનો શુષ્ક જાતિવાદ સામે મોટો વિરોધ હતો. આને લીધે જ તેમનાં તીર્થોમાં શૂદ્રો, ક્ષત્રિયો અને સ્ત્રીઓ એ બધાંને એકસરખું માનભર્યું સ્થાન મળેલું છે. જાતિવાદની પેઠે તે વખતે જડમૂળ ઘાલીને બેઠેલી કેટલીક જડ ક્રિયાઓ સામે પણ ભગવાન મહાવીરે તે વખતના લોકોની સામે વિરોધ ઉઠાવેલો. એ ક્રિયાઓમાં ખાસ કરીને યજ્ઞ, સ્નાન, અર્થના ભાર વિનાનું ભાષા અધ્યયન, દેવની ખોટી પૂજા અને અભિમાન, સૂર્ય-ચંદ્રના ગ્રહણને લગતો કર્મકાષ્ઠ, Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૦ • સંગીતિ દિશાઓની પૂજાનો પ્રવાત, યુદ્ધથી સ્વર્ગ મળવાની માન્યતા–એ બધી જડપ્રક્રિયાઓને લીધે સમાજની આત્મશુદ્ધિનો હ્રાસ થતો જાણી આ સૂત્રમાં અને બીજા સૂત્રમાં ભગવાને તે તે ક્રિયાઓનું ખરું સ્વરૂપ બતાવ્યું છે અને તેવા જડ સ્વરૂપનો ચોખ્ખો વિરોધ કર્યો છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં યજ્ઞના સ્વરૂપ વિશે કહેવામાં આવ્યું છે કે બધા વેદોમાં વિહિત કરેલા યજ્ઞો પશુહિંસામય છે. તે પશુહિંસારૂપ પાપકર્મ દ્વારા જે યજ્ઞ કરવામાં આવે છે, તે યજ્ઞ યાજકને પાપથી બચાવી શકતો નથી. તેથી જ તે ખરો યજ્ઞ નથી, પણ ખરો યજ્ઞ આ પ્રમાણે છે : “જીવરૂપ અગ્નિકુંડમાં મનવચનકાયાની શુભ પ્રવૃત્તિરૂપ વાઢીથી શુભ પ્રવૃત્તિનું ઘી રેડીને શરીરરૂપ છાણાં અને દુષ્કર્મરૂપ લાકડાંને પ્રદીપ્ત કરીને શાંતિરૂપ પ્રશસ્ત હોમને ઋષિઓ નિત્યપ્રતિ કરે છે. ખરો હોમ આ જ છે.” આ જ જાતના યજ્ઞનું સ્વરૂપ જિનપ્રવચનમાં ઠેકઠેકાણે બતાવેલું છે. ભગવાન મહાવીરે તે વખતના સમાજમાં યજ્ઞ વિશેની આ જાતની માન્યતાનો પ્રચાર કરીને હિંસાત્મક યજ્ઞનો છડેચોક વિરોધ કરેલો અને તેને અટકાવેલો. ભગવાનના વખતમાં અને આજે પણ માત્ર જળસ્નાનમાં ઘણા લોકો ધર્મ સમજે છે. ગંગાસ્નાન, ત્રિવેણી સ્નાન, પ્રયાગ સ્નાનના માહાભ્યને લગતા ગ્રંથોની પરંપરા આપણા દેશમાં આજ કેટલાક વખતથી ચાલી આવે છે, અને ભોળા લોકો ગંગામાં સ્નાન કરીને પોતાને પુણ્ય મળ્યાનું માને છે. આ જાતના સ્નાનના માહાભ્યની અસરથી અત્યારના જૈનો પણ શેત્રુંજી નદીના સ્નાનને ધર્મ માનવા લાગ્યા છે. ભગવાન કહે છે કે એ સ્નાન તો માત્ર શરીરના મળને, તે પણ ઘડીભરને માટે જ દૂર કરે છે, પણ આત્માના મળને જરા પણ દૂર નથી કરી શકતું. તેથી તે સ્નાન ખરા પુણ્યનું કારણ નથી. પણ ખરું સ્નાન કરવું હોય તો ધર્મરૂપ જલાશયમાં આવેલા બ્રહ્મરૂપ પવિત્ર ઘાટે સ્નાન કરે તે ખરેખર શીત, વિમળ અને વિશુદ્ધ થાય છે તથા આત્મમળનો ત્યાગ કરે છે. આ જ સ્નાનને કુશળ પુરુષોએ મહાત્માન તરીકે વર્ણવેલું છે અને ઋષિઓને તો તે જ પ્રશસ્ત છે. ભગવાને સ્નાનની આ જાતની વ્યાખ્યા કરીને વિવેકપૂર્વકના બાહ્ય સ્નાનનો નિષેધ કર્યો છે એમ માનવાનું કારણ નથી. પણ જે લોકો માત્ર જલસ્તાનમાં જ ધર્મ માનતા અને તેથી જ આત્મશુદ્ધિ સમજતા તેઓને માટે ભગવાને જીવનશુદ્ધિ માટે ખરા સ્નાનનું સ્વરૂપ બતાવીને સ્નાનનો ખરો માર્ગ ખુલ્લો કર્યો છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ રૂઢિચ્છેદક મહાવીર ૦ ૩૧ તેમના વખતમાં લોકો પુણ્યકર્મ સમજીને વેદને માત્ર કંઠસ્થ કરી રાખતા અને અર્થનો વિચાર ભાગ્યે જ કરતા. વેદના અર્થની પરમ્પરા ભગવાનના પહેલાંના સમયથી તૂટી ગયેલી હોવાનો પુરાવો યાસ્કાચાર્ય પોતે જ છે; કારણ કે તે વૈદિક શબ્દોના સ્પષ્ટ અર્થ કરી શકતા નથી પણ તેને લગતા અનેક મતમતાંતરો સાથે પોતાનો અમુક મત જણાવે છે. એટલે ઘણા વખતથી વેદના અર્થનો વિચાર કરવો લોકોએ માંડી વાળેલો અને વેદ જૂનો ગ્રંથ હોઈ તેને કંઠસ્થ કરવામાં અને સ્વરપૂર્વક ઉચ્ચારણ કરવામાં જ પુણ્ય મનાતું અને બ્રાહ્મણો એમ માનતા કે વેદને ભણીને, બ્રાહ્મણોને જમાડીને અને પુત્ર ઉત્પન્ન કરીને પછી આરણ્યક તપસ્વી થવાય. પણ આ જાતનો જડ કર્મકાંડ જીવનશુદ્ધિનું એકાંત ઘાતક છે એમ સમજીને ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં કહેવામાં આવ્યું છે કે વેદોનું અધ્યયન આત્માનું રક્ષણ કરી શકતું નથી. જમાડેલા બ્રાહ્મણો આળસુ થવાથી જમાડનારને લાભ દેવાને બદલે ઊલટા નરકમાં પાડે છે, અને અપુત્રસ્ય તિઽસ્તિ એવો જે વૈદિક પ્રવાદ છે તે પણ બરાબર નથી; કારણ કે ઉત્પન્ન કરેલા પુત્રો પણ પિતાના કે પોતાના આત્માનું રક્ષણ કરી શકતા નથી. આ રીતે જિનપ્રવચનમાં વેદના શુષ્ક અધ્યયનનો વિરોધ કરવામાં આવ્યો છે અને જ્ઞાન અને આચાર ઉ૫૨ એકસરખો ભાર મૂકવામાં આવ્યો છે. ભગવાનના જમાનામાં વૈદિક કે લૌકિક સંસ્કૃતને જ મહત્ત્વ અપાતું; તે એટલું બધું કે એ જ ભાષા બોલવામાં પુણ્ય છે અને બીજી ભાષા બોલવામાં પાપ છે. આ હકીકતનો પ્રતિધ્વનિ મહાભાષ્યના આરંભમાં આજે પણ જોવામાં આવે છે. તેમાં સંસ્કૃત સિવાયની બાકીની ભાષાઓને અપભ્રષ્ટ તરીકે ગણાવી છે અને તેનો પ્રયોગ કરનારાઓને દોષી ઠરાવવામાં આવ્યા છે. આ રીતે તે વખતના કેટલાક લોકો શબ્દને બ્રહ્મ સમજી તેની જ પૂજા પાછળ પડેલા. આ સંબંધમાં ભગવાને પોતાનાં સર્વ પ્રવચનો તે વખતની લોકભાષામાં કરીને એ વખતે જામેલો ભાષાનો ખોટો મહિમા તોડી નાંખેલો १. भूयांसोऽपशब्दा अल्पीयांसः शब्दाः । एकैकस्य हि शब्दस्य बहवोऽपभ्रंशाः તદ્યથાનૌરિત્યય શન્દ્રસ્ય ગાવી-ગોળી-જોતા-ગોપોતનિા-ફત્યેવમાવ્યો નવોऽपभ्रंशाः । यस्तु प्रयुंक्ते कुशलो विशेषे शब्दान् यथावद् व्यवहारकाले । सोऽनन्तमाप्नोति जयं परत्र वाग्योगविद् दुष्यति चापशब्दैः ॥ (મહાભાષ્યના પ્રથમ સૂત્રનો પ્રારંભ) Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩ર - સંગીતિ છે અને એક માત્ર સદાચાર જ આત્મશુદ્ધિનું કારણ છે; માત્ર ભાષાથી કાંઈ વળતું નથી એમ બતાવી આપ્યું છે. શ્રી ઉત્તરાધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે જુદી જુદી ભાષાઓ આત્માનું રક્ષણ કરી શકતી નથી.' ભગવાન બુદ્ધ પણ ભાષાની ખોટી પૂજાનો પ્રવાદ ભગવાન મહાવીરની પદ્ધતિએ જ અટકાવવાનો પ્રયાસ કર્યો છે. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ વિશે જે માન્યતા અત્યારે ચાલે છે, તેવી જ માન્યતા ભગવાનના જમાનામાં પણ ચાલતી. રાહુ સૂર્યને ગળી ગયો અને ગ્રહણ પૂરું થાય ત્યારે રાહુએ સૂર્ય કે ચંદ્રને છોડી દીધો–એમ રાહુને સૂર્ય અને ચંદ્ર સાથે વૈરભાવ જાણે કે ન હોય તેમ તે વખતના લોકો સમજતા અને એવું રૂપકાત્મક વર્ણન હજુ સુધી વૈદિક પરંપરામાં પૌરાણિક ગ્રંથોમાં ટકી રહ્યું છે. આ ગ્રહણ વખતે ધર્મ માનીને જેમ લોકો સ્નાન માટે અત્યારે દોડધામ કરે છે, તેમ તે વખતે પણ કરતા હશે એમ માનવું ખોટું ન કહેવાય. કહેવાનો મતલબ એ છે કે ગ્રહણના પ્રસંગને ધાર્મિક પ્રક્રિયાનું રૂપ આપીને લોકો જેમ અત્યારે ધમાધમ મચાવે છે, તેમ તે વખતે પણ મચાવતા હશે. તેમની સામે ભગવાને કહ્યું છે કે રાહુ ચંદ્ર કે સૂર્યને ગળતો નથી, તેમ તે બે વચ્ચે કોઈ જાતનો વૈરભાવ પણ નથી. એ તો ગગનમંડળમાં રાહુ એક ગતિમાન પદાર્થ છે, તેમ ચંદ્ર અને સૂર્ય પણ ગતિમાન પદાર્થ છે. જ્યારે ગતિવાળા તેઓ એકબીજાની આડે આવી જાય છે ત્યારે અંશથી કે પૂર્ણપણે એકબીજાને ઢાંકી દે છે અને પછી છૂટા પણ પડી જાય છે એટલે કોઈ એકબીજાથી ગળાતો નથી. જ્યારે એકબીજાને ઢાંકે છે ત્યારે લોકો તેને ગ્રહણ થયું કહે છે. એટલે એ ગ્રહણ કોઈ ધર્મમય ઉત્સવ નથી; તેથી એ માટેની દોડધામ પણ ધર્મમય નથી જ એ ઉઘાડે છે. (ભા. ૩ પા. ૨૭૯). આ રીતે ગ્રહણ નિમિત્તે ચાલતી જડ ક્રિયાનો ગ્રહણનું સ્પષ્ટ સ્વરૂપ આપીને ભગવાને આ સ્થળે સ્પષ્ટ ખુલાસો કર્યો છે. અને વધારામાં “શશી અને “આદિત્યના સ્પષ્ટ અર્થો પણ જણાવ્યા છે. “શશી' શબ્દનો પૌરાણિક અર્થ શશ(સસલા)વાળો એવો થાય છે અને “આદિત્યનો અર્થ અદિતિનો છોકરો એવો થાય છે. ભગવાને આ પૌરાણિક પરમ્પરા સામે જાણે કે ટકોર ૨. “ન વિત્તા તાયમાલા ગોવિજ્ઞાપુસા ? | विसण्णा पावकम्मेहिं बाला पंडिअमाणिणो ॥" (उत्तराध्ययनसूत्र अध्ययन-६) Page #54 -------------------------------------------------------------------------- ________________ રૂઢિચ્છેદક મહાવીર ૦ ૩૩ ક૨વા ખાતર જ શશી અને આદિત્યના તદ્દન જુદા અર્થો બતાવેલા છે, ભગવાન ‘શશી'નો સશ્રી (શ્રીસહિત, શોભાસહિત, એવો અર્થ કરે છે; અર્થાત્ જે તેજવાળો, કાંતિવાળો, અને દીપ્તિવાળો છે તે શશી, સશ્રી. તેને જિનપ્રવચનમાં સસી (સશ્રી) કહેવામાં આવે છે. અને ‘આદિત્ય’ એટલે ભગવાનના કહેવા પ્રમાણે જેને મુખ્યભૂત—આદિભૂત કરીને કાળની ગણતરી થાય તે આદિત્ત. કાળની ગણતરીમાં સૂર્યનું સ્થાન સર્વથી પ્રથમ છે; માટે ભગવાને કરેલો આ અર્થ વાજબી છે અને વ્યુત્પત્તિની દૃષ્ટિએ પણ બરાબર છે. ભગવાને આદિત્યનો જે ઉપર્યુક્ત અર્થ બતાવ્યો છે તે મત્સ્યપુરાણમાં પણ ઉપલબ્ધ છે. આ પ્રમાણે શશી અને આદિત્યના પૌરાણિક અર્થો ખસેડીને તેના નવા અર્થો યોજ્યા છે અને તેમ કરીને તે પ્રત્યેની લોકોની ગેરસમજ ઓછી કરવા પ્રયાસ કરેલો છે. ‘હતો ના પ્રાપ્તિ સ્વર્ગસ્” (ગીતા અ. ૨, શ્લોક. ૩૭) એ ગીતાના વાક્યમાં એમ કહેવામાં આવ્યું છે કે શત્રુથી હણાઈને તું સ્વર્ગે જઈશ, એથી ગીતાના જમાનાથી કે ગીતાના સમય પહેલેથી લોકોમાં એવી માન્યતા પ્રસરી ગયેલી કે લડનારા લોકો સ્વર્ગે જાય છે. આ માન્યતાને લીધે મોટી મોટી લડાઈઓમાં લડનારા ઘણા મળી આવતા, અને આ રીતે મનુષ્યજાતનો ચ્ચરઘાણ નીકળતો. એ અટકાવવા ભગવાને એ માન્યતા ઉપર સ્પષ્ટ પ્રકાશ નાખ્યો છે અને કહ્યું છે કે લોકો યુદ્ધથી સ્વર્ગ મળવાની વાત કહે છે તે ખોટી છે. પણ ખરી વાત તો એ છે કે લડનારા સ્વર્ગે જ જાય છે એમ નથી પણ તે પોતપોતાનાં શુદ્ધાશુદ્ધ કર્મ પ્રમાણે ભિન્ન ભિન્ન યોનિઓમાં જન્મ ધારણ કરે છે. (ભગ. ભા. ૩, પા. ૩૨) આ હકીકત કહીને ભગવાને યુદ્ધ સ્વર્ગનું સાધન છે એવી જાતની લોકોમાં ફેલાયેલી ધારણા ખોટી પાડી અને લોકોને યુદ્ધના હિંસામય માર્ગથી દૂર રહેવાની ભલામણ કરી. વળી, તે વખતની દિશાપૂજનની પ્રથાને લોકોમાંથી દૂર કરવા અને તેનું ખરું સ્વરૂપ બતાવવા ભગવાને આ સૂત્રમાં દિશાની પણ ચર્ચા કરી છે. ‘ભગવતીસૂત્ર'ના દશમા શતકના પહેલા ઉદ્દેશકની શરૂઆત દિશાના વિવેચનથી કરવામાં આવી છે. ભગવાને ગૌતમને કહ્યું છે કે દિશાઓ દશ ૧. ‘આત્યિશ્ચાભૂિતત્વાર્’-મત્સ્યપુરાણ ૩૬૦ ૨ શ્લો૦ રૂ૬. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૦ સંગીતિ કહેવામાં આવી છે જેના ક્રમથી નામ ઐન્દ્રી (ઇન્દ્રિના સ્વામિત્વવાળી), આગ્નેયી (અગ્નિના સ્વામિત્વવાળી), યામ્યા (યમના સ્વામિત્વવાળી), નિર્ઝતિ (નિઋતિ નામના દેવના સ્વામિત્વવાળી), વારુણી (વરુણ દેવના સ્વામિત્વવાળી) વાયવ્ય (વાયુના સ્વામિત્વવાળી), સૌમ્યા (સોમના સ્વામિત્વવાળી), ઐશાની (ઈશાનના સ્વામિત્વવાળી), વિમલા અને તમા. આ દશ દિશાઓને માટે પુરાણપ્રસિદ્ધ ઉપર્યુક્ત નામો જણાવવા ઉપરાંત નીચેના પ્રસિદ્ધ શબ્દો પણ મૂકવામાં આવેલા છે : પૂર્વ, પૂર્વદક્ષિણ, દક્ષિણ, દક્ષિણપશ્ચિમ, પશ્ચિમ, પશ્ચિમોત્તર, ઉત્તર, ઉત્તરપૂર્વ, ઊર્ધ્વ (ઉપરની), અધો (નીચેની) : આ બધી દિશાઓ જીવાજીવના આધારરૂપ છે તેથી ઉપચારથી એ દિશાઓને જીવઅજીવરૂપ કહેવામાં આવી છે. દિશાને એક દ્રવ્ય તરીકે ગણાવવાની પદ્ધતિ વૈદિક પરંપરાની વૈશેષિક શાખામાં પ્રસિદ્ધ છે. વૈદિકકાળમાં દિશાઓની પૂજા કરવાનો પ્રઘાત હતો એ હકીકત સાહિત્ય ઉપરથી જાણી શકાય છે. દિશાઓનું પ્રોક્ષણ કરીને જમવાની પદ્ધતિ એક વ્રત તરીકે અમુક પરંપરામાં ચાલુ હતી અને તે પરંપરાને માનતા લોકો વિસાપોવિશ્વો કહેવાતા એ હકીકત જૈન આગમોમાં પણ મળે છે. આ રીતે વેદની જૂની પરંપરામાં દિશાઓનું મહત્ત્વ વિશેષ પ્રસિદ્ધિ પામેલું હતું અને દિશાઓની પૂજાનો પ્રચાર પણ લોકોમાં ઠીકઠીક હતો. આ જડ પ્રચારને રોકવા માટે જ ભગવાને દિશાના માહાત્મ્યની નિષ્પ્રયોજનતા બતાવવા તેને આ સૂત્રમાં જીવાજીવાત્મક કહીને વર્ણવેલી છે. દિશાઓ માત્ર આકાશરૂપ હોઈ જીવાજીવરૂપ સમસ્ત પદાર્થના આધારરૂપ છે એ વાત ખરી છે, પણ એટલામાત્રથી તેની જડપૂજા કરવા મંડી પડવું તે આધ્યાત્મિક શુદ્ધિ કે જીવનશુદ્ધિ માટે જરાય ઉપયોગી નથી. ભગવાન બુદ્ધે પણ દિશાઓની જડપૂજાને અટકાવવા પોતાના પ્રવચનમાં બીજી જ રીતે ટકોર કરી છે. ‘દીનિકાય'ના ત્રીજા વર્ગના ‘સિગાલોવવાદસુત્ત’માં લખેલું છે કે એક વખત બુદ્ધ ભગવાન રાજગૃહના વેણુવનમાં રહેતા હતા તે વખતે સિગાલ નામનો એક યુવક શહેરમાંથી રોજ ૧. ‘પૃથિવ્યાપસ્તેનો વાયુરાાાં જાતો વિન્ આત્મા મન રૂતિ દ્રવ્યખિ ।' (वैशेषिकदर्शन प्रथम अध्याय) ૨. ‘ઉત્ખન વિજ્ઞ: પ્રોક્ષ્ય છે ત1-મુબાવિ સમુન્વિતિ" ઔપપાતિક સૂત્ર પૃ૦ ૧૦. ૩. જૂઓ વીનિાય-૩૫ર્યુ સૂત્ર. Page #56 -------------------------------------------------------------------------- ________________ રૂઢિચ્છેદક મહાવીર ૦ ૩૫ સવારે બહાર આવી સ્નાન કરી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે એ છ એ દિશાએ નમસ્કાર કરતો હતો. રાજગૃહમાં ભિક્ષા માટે જતા બુદ્ધ તેને જોઈને બોલ્યા “ગૃહપતિપુત્ર ! તેં આ શું માંડ્યું છે?” સિગાલ બોલ્યો : “હે ભદંત ! મારા પિતાએ મરતી વખતે છ દિશાની પૂજા કરતા રહેવાનું મને કહ્યું હોવાથી હું આ દિશાઓને નમસ્કાર કરું છું.” ભ. બુદ્ધ બોલ્યા : “હે સિગાલ ! તારો આ નમસ્કારવિધિ આર્યોની પદ્ધતિ પ્રમાણે નથી.” ત્યારે સિગાલે આર્યોની રીતિ પ્રમાણે છ દિશાઓનો નમસ્કારવિધિ બતાવવા બુદ્ધને વિનંતી કરી. ભ. બુદ્ધ બોલ્યા : “જે આર્યશ્રાવકને છ દિશાની પૂજા કરવાની હોય, તેણે ચાર કર્મક્લેશથી મુક્ત થવું જોઈએ, ચાર કારણોને લઈને પાપકર્મ કરવાં ન ઘટે અને સંપત્તિનાશનાં છ ધારોનો તેણે અંગીકાર કરવો ન ઘટે. આ ચૌદ વાતો સાંભળે તો છ દિશાની પૂજા કરવાને તે યોગ્ય બને છે. આ ઉપરાંત બુદ્ધ તેને એમ કહ્યું કે “ભાઈ ! માબાપ એ પૂર્વદિશા છે, ગુરુને દક્ષિણ દિશા સમજવી, પત્નીપુત્ર પશ્ચિમદિશા, સગાંવહાલાં ઉત્તરદિશા, દાસ અને મજૂર નીચેની દિશા તથા શ્રમણબ્રાહ્મણ ઉપરની દિશા સમજવી. આટલું કહ્યા પછી તેને એ દિશાઓની પૂજાની પદ્ધતિ બુદ્ધ ભગવાને વિસ્તારથી સમજાવી છે. આ ઉપરથી એમ માલૂમ પડે છે કે ભગવાન બુદ્ધના વખતમાં દિશાઓની જડપૂજાનો પ્રચાર ખૂબ થયેલો હોવો જોઈએ, જેને અટકાવવા શ્રીબુદ્દે નવા પ્રકારે દિશાની પૂજાની પદ્ધતિ લોકોને સમજાવી. અને ભગવાન મહાવીરે પૂર્વોક્ત રીતે દિશાઓને જીવાજીવાત્મક કહીને તે જડપૂજામાંથી લોકોને બચાવી લેવા પ્રયત્ન કર્યો, એ એકસરખી હકીકત આ સૂત્રમાં આવેલા દિશાના પ્રકરણ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય એવી છે. દિશા વિશે ભગવાનનું પ્રવચન તે વખતની દિપૂજનની રૂઢિને નાબૂદ કરનારું છે. આ પ્રકારે ભગવાને પોતાના સમયની કુરૂઢિઓને નાબૂદ કરવા અને તેને સ્થાને સુમાર્ગ પ્રવર્તાવવા પોતાના પ્રવચનમાં ઘણો પ્રયાસ કરેલો છે. આ જાતનાં ઉદાહરણો ઘણાં આપી શકાય પણ ઉદાહરણો નમૂનારૂપે ટાંકેલાં છે. ભગવાન મહાવીરે અને ભગવાન બુદ્ધ કુરૂઢિને દૂર કરીને લોકોને સુરૂઢિ પર લાવવા પોતાનાં પ્રવચનોમાં પૂર્વોક્ત કેટલીક હકીકતો બતાવેલી છે. આથી જ આ બન્ને મહાપુરુષો તે વખતના પ્રબળ સુધારકો હતા એમ જે અત્યારના શોધકો માને છે તે ખરેખરું છે. આર્યોએ બતાવેલા અહિંસા અને સત્યમય માર્ગમાં જે કેટલોક કચરો ભરાઈ ગયેલો તેને દૂર કરવા આ બન્ને Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૦ સંગીતિ મહાપુરુષોએ ઘણો પ્રયત્ન સેવ્યો છે એમાં શક નથી. કેટલીયે એવી વૈદિક માન્યતાઓ હતી જેનાથી લોકોમાં હિંસા, અસત્ય, જડતા વગેરે દુર્ગુણોનો વધારો થતો અને એથી તે વખતની પ્રજા ત્રાસી પણ ગયેલી. એ પ્રજાને સન્માર્ગ બતાવવા ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર કલ્યાણમિત્રરૂપે ન આવ્યા હોત તો અત્યારે આપણી કેવી દુર્દશા હોત તે કોણ કહી શકે ?૧ ૧. ભગવતીસૂત્રના ચોથા ભાગની પ્રસ્તાવનામાંથી – ઉત્થાન Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪. ક્ષમા તથા ક્ષમાપના માનવનું સમગ્ર જીવન સામાજિક છે, કૌટુંબિક છે, પારિવારિક છે. તે કોઈ પણ પ્રવૃત્તિ કરતાં સમાજ સાથે, કુટુંબ સાથે કે પરિવાર સાથે સંકળાયેલો રહે છે. ભિન્ન ભિન્ન આચાર-વિચારવાળા તો ઠીક, પણ કેટલીક વાર વિરુદ્ધ આચાર-વિચારવાળા લોકો સાથે સુધ્ધાં કામ પાડવાના પ્રસંગો ડગલે ને પગલે આવતા રહેતા હોય છે. જ્યારથી તે થોડો-ઘણો સમજણો થવા માંડે છે ત્યારથી માંડીને જીવનપર્યંત પ્રવૃત્તિશીલ મનુષ્યને આવી સ્ફોટક પરિસ્થિતિમાંથી ગુજરવું પડે છે. શિશુદશામાં રમતો રમતાં શિશુઓ, બાળમંદિરમાં કેળવણી પામતાં બાળકો, નિશાળ કે મહાવિદ્યાલયમાં પોતાની જાતને કેળવવા મથતા કુમાર-કુમારીઓ અને પછી સંસારના રણક્ષેત્ર ઉપર આવીને ગૃહસ્થાશ્રમની જવાબદારીને વરેલાં પુરુષો કે સ્ત્રીઓ, જેઓ વિવિધ વ્યવહારનાં ક્ષેત્રોમાં પોતાની પસંદગી તથા મર્યાદા કે શક્તિ અનુસાર પ્રવૃત્તિમાં પડેલાં હોય છે, તેઓ બધાંને લગભગ પોતાનાથી જુદી જુદી જાતની પ્રકૃતિવાળા, જુદી જુદી જાતના વિચારવાળા અને જુદી જુદી જાતના આચારવાળા લોકો સાથે પ્રતિપળ-પ્રતિક્ષણ કામ કરવાનું હોય છે. આવી પરિસ્થિતિમાં સ્વાર્થસિદ્ધિને કારણે પણ વ્યવહારનાં એ તમામ ક્ષેત્રોમાં થોડી-ઘણી તો સહનશીલતા પરાણે પણ કેળવવી પડે છે. વિવેક ન હોવાને કારણે બહારથી ભલે સહનશીલતા દેખાડવી કે રાખવી પડતી હોય, છતાં મનની સ્થિતિ ભારે કચવાટભરી, અણગમાભરી કે અરુચિભરી બનતી રહે છે. આમ થવાથી માણસમાત્રમાં બીજાં અનેક દૂષણો પેદા થવા માંડે છે. કેટલાક લોકોને પોતાનો ઉપરી, અધિકારી કે શેઠ ગમતો હોતો નથી છતાં તેની નીચે વા તેના હુકમને વશ થઈને પશુની પેઠે દોરાઈને પરાણે કામ કરવું પડે છે. ઘણી વાર ઉપરી, અધિકારીઓ કે શેઠ લોકો ભારે સ્વચ્છંદી હોય છે, તુમાખીવાળા હોય છે, વાતવાતમાં રોષે ભરાવાની પ્રકૃતિવાળા હોય છે અને વિલાસપ્રધાન હોઈ નહીં ઇચ્છેલાં, અણગમતાં વા ગજા ઉપરનાં કામો ભળાવતા હોય છે. આવી પરિસ્થિતિમાં મોટે ભાગે Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૮ • સંગીતિ નાનાથી મોટા તમામ માનવીનું જીવન સદા સતત સંઘર્ષમાં જ ચાલતું હોય છે. સંઘર્ષ સ્ફોટક હોવાથી ભારેલા અગ્નિ જેવો હોય છે. આ સ્થિતિમાં ક્લેશના તણખા ઊડવા કે ભડકો થવો સ્વાભાવિક છે. સંસારમાં સરળ વૃત્તિના, વિવેકી તથા શ્રી ગીતાજી અનુસાર ભાગે આવેલી પ્રવૃત્તિને ધર્મ સમજીને કરનારા મનુષ્યો નથી એમ તો નથી, પણ એવા ખરેખર સરળ અને વિવેકી લોકો વિરલ દેખાય છે. મોટો ભાગ તો દબાણ નીચે જ ચાલનારો હોય છે. કોઈને માતાપિતાનું દબાણ, શિક્ષકનું દબાણ, ઉપરી-અધિકારીનું દબાણ, દંડના ભયનું દબાણ, સ્ત્રીનું દબાણ, મિત્રોનું દબાણ, સમાજ, કુટુંબ કે પરિવારનું દબાણ એમ અનેક રીતે દબાણને વશ થઈને સમગ્ર પ્રવાહ ચાલે છે. જે લોકો વિશેષ શ્રીમંત છે તેમને વિશેષ ધન કે વિલાસો મેળવવાનું દબાણ હોય છે અને જે લોકો શિખર ઉપર બેઠેલા છે તેમને પોતાની સત્તાના દબાણ નીચે વા પોતાના અહંકાર, લોભ, સ્વચ્છંદ વગેરેના દબાણ નીચે વર્તવું પડતું હોય છે. આમ, તમામ લોકો કોઈ ને કોઈ જાતનાં દબાણની નીચે પોતાની મૂળ જાતને ભૂલી જઈને પ્રવૃત્તિ કરવામાં મશગૂલ રહેતા હોય છે. આવી પરિસ્થિતિમાં કોઈના મનમાં ક્રોધની વૃત્તિ જામતી રહે છે, ક્યાંય વળી દ્વેષ, ઈર્ષ્યા કે અહંકારના સંસ્કારો ઘર કરતા હોય છે, કોઈના ચિત્તમાં સામા પ્રત્યે તિરસ્કાર, તોછડાઈ કે ધૃણાના ભાવો ભરાવા લાગે છે, તો વળી ક્યાંક “મનમાં રામ અને બગલમાં છૂરી” એવી કપટવૃત્તિ પોષાતી હોય છે; અને લાગ આવતાં જ આ તમામ દુક્સંસ્કારો જયારે શરીર અને ઇંદ્રિયો સાથે સહકાર મેળવે છે ત્યારે મોટો વિનાશ સરજાયા વિના રહેતો નથી એ દશા કોના અનુભવમાં નથી? જયાં સુધી આ બધાં અનિષ્ટ દૂષણો માત્ર મનમાં જ બીજરૂપે હોય છે ત્યાં સુધી તો સૌ કોઈને શાંતિનો, સુખનો કે સંતોષનો ભાસ થાય છે, પણ જયારે બીજો અંકુરો થઈ મોટા વૃક્ષનું રૂપ લેવા લાગી ફળ આપવા શક્તિમાન થાય છે, ત્યારે નાનામાં નાના માનવથી માંડી મોટા માંધાતા સુધીના તમામ લોકો અથવા જેઓ પોતે સાધુસંન્યાસી હોવાનું માને છે તેઓ પણ બૂરામાં બૂરી દશાને પામે છે એમ કોણ નથી જોઈ શકતું ? બુદ્ધ ભગવાને પોતાના જાત-અનુભવથી ભારે ઉદ્ઘોષ કરીને જણાવેલ છે કે “તમામ વૃત્તિઓનું મૂળ ૧. મનોપુવ્વામા ધમ્મા મનોસેટ્ટા મનોમયી | मनसा चे पदुढेन भासति व करोति व । તતો ટુવાલમન્વેતિ વ વે વહેતો પવું ધમ્મપદ, યમકવર્ગ, ગા. ૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાં તથા ક્ષમાપના ૦ ૩૯ સ્થાન મન છે અને તમામ પ્રવૃત્તિઓનું પ્રેરક પણ મન છે.” જેમનું મન ઉપર જણાવેલાં દૂષણોથી ઊભરાય છે અને જયારે મન એ દૂષણોના આવેગને જીરવી શકતું નથી એટલું બધું ઉગ્ર પ્રક્રિષ્ટ બને છે, ત્યારે તેની સત્તા શરીર અને ઇન્દ્રિયો ઉપર ચાલવા લાગે છે. એટલે જયારે મન, શરીર અને વાણી સંપ કરે છે ત્યારે ભારેલો અગ્નિ ખુલ્લો થતાં જે સ્થિતિ થાય છે તે સ્થિતિને અટકાવી શકાતી નથી. પરિણામમાં પ્રિયતમ પાત્રો સાથે પણ નજીવાં બાનાં ઊભાં કરીને ઝેરવેર થવા લાગે છે. આ એવી આગ સળગે છે કે જેમાં સ્ત્રીપુરુષ, તેમનાં કુટુંબ-પરિવાર અને મનાયેલાં તમામ સ્વજનો, ગુરુ, ચેલા, શેઠ, વાણોતર, ઉપરી અને નોકર–એ બધાંના સંબંધો ભસ્મીભૂત થઈ જાય છે અને સમસ્ત સંસારમાં જયાં-ત્યાં રાક્ષસી તાંડવ નજરે પડે છે. સદૂભાગ્યે પ્રાણીમાત્રને વિસ્મરણશક્તિની બક્ષિસ મળેલ છે અને પેટ તો કોઈને છોડતું જ નથી. એટલે પાછું ગાડું ચાલવા લાગે છે; પણ ફરીને કઈ પળે એ તાંડવ નથી થવાનું એમ કોઈ કહી શકવા સમર્થ નથી. એ તાંડવને અટકાવવાના ઉપાય નથી એમ નથી; પણ માનવ એ ઉપાયો અજમાવવા સારુ પોતે સંકલ્પ જ કદી કરતો હોય એમ જણાતું નથી. શ્રી. બુદ્ધે જ એ માટે એનો ઉપાય બતાવેલ છે કે “જે મનુષ્ય પ્રદ્ધિષ્ટ મન રાખીને પ્રવૃત્તિ કરશે અને વારેવારે સામાના દોષો જ જોયા કરશે કે આણે મને ગાળ દીધી', “મને તુચ્છકાર્યો', “મને માર્યો', “મને હરાવ્યો આમ વારંવાર યાદ કરતો રહેશે તે માણસની પાછળ જેમ ગાડીએ જોડેલા બળદની પાછળ પૈડું ચાલતું જ રહે છે તેમ દુ:ખ ચાલતું જ રહેવાનું છે અને જે મનુષ્ય પ્રસન્ન મન રાખીને પ્રવૃત્તિ કરશે તથા પોતાના અંતરમાં જ જોયા કરશે અને “બીજાએ શું કર્યું તે બાબત વિચાર કરવો છોડી દેશે તે માણસને. જેમ તેનો પડછાયો કદી છોડી જતો નથી તેમ સુખ (તેવા માણસને) કદી છોડતું જ નથી”. આ બાબત શ્રી ગીતાજીમાં પણ બીજી રીતે સમજાવેલ છે કે १. अक्कोच्छि में अवधि में अजिनि मं अहासि मं । વે નં ૩૫નતિ કે તે 7 સતિ . ધમ્મપદ યમક વર્ગ ગા. ૩ ૨. સુવૃદુઃણે અને ત્વા નામાડતાપ નયાનથી તતો યુદ્ધાય અવસ્વ નૈવં પાપમવાર | ગીતા અધ્યાય ૨, શ્લોક ૩૮ અહીં અર્જુનને બદલે આપણે એમ સમજવાની જરૂર છે કે વ્યવહારમાં પડેલા અને સંઘર્ષમાં આવેલા આખા જગતને ભગવાન કૃષ્ણ આ સંદેશો સંભળાવે છે અને કહે છે કે જે મનુષ્ય કે સમાજ આ શ્લોકમાં કહેલી વાતને યથાર્થ સ્વીકારી, આચરણમાં મૂકી Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૦ • સંગીતિ “સુખ-દુઃખને, લાભ-અલાભને તથા જય-પરાજય વગેરે પરિસ્થિતિઓને સમાન ગણીને અને પરમેશ્વરની ઈચ્છાને વશ થઈને પ્રવૃત્તિ કરનારો મનુષ્ય પ્રાકૃત દુઃખ કે સુખથી કદી મૂંઝાતો નથી તેમ હરખાતો પણ નથી.” જૈન પરંપરામાં પણ આ વાતને જ આ રીતે કહેલ છે કે “બીજો કોઈ મારા ઉપર કાબૂ રાખે અને તે માટે સહન કરવું પડે તે કરતાં તો હું જ મારી જાત ઉપર પોતે કાબૂ રાખું અને પ્રાપ્ત પરિસ્થિતિમાં પણ પુરુષાર્થની અજમાયશ સાથે પ્રસન્ન ભાવે રહું એ વધારે ઉત્તમ છે.” આમ તમામ ધર્મપ્રવર્તકોએ આપણને માર્ગ તો સાફ રીતે દર્શાવેલ છે, પણ આપણા સંકલ્પમાં એ ઉપાય હજી સુધી બરાબર બેઠો નથી. જ્યારે પણ પ્રાચીન અનુભવી પુરુષોએ બતાવેલો ઉપાય માણસના સંકલ્પમાં દઢ રીતે જડાશે ત્યારે આ જગતની પાસે સ્વર્ગ કે મુક્તિ પણ પાણી ભરે એવું સુંદરતમ અને પવિત્રતમ તે બની જશે. માણસ આ હકીકતો જાણે છે કે પોતાના મનમાં કેટલાંક અનિષ્ટ અને વઘાતક સંસ્કારોનાં બીજ પડેલાં જ છે, જે અંકુરિત થઈ ફાલતાં-ફૂલતાં ભારે ઘમસાણ ઊભું થાય છે; એટલું જ નહિ, મોટી મોટી સંહારક લડાઈઓ પણ આને જ આભારી છે. કુટુંબમાં, નાતજાતમાં, વિદ્યાના ક્ષેત્રમાં, ધર્મના સ્થાનમાં કે ગમે ત્યાં ફાલેલા એ સંસ્કારોને લીધે ભડકા બળતા હોય છે, જેને પરિણામે ક્યાંય શાંતિ, સંતોષ કે સુખચેનનું નિશાન પણ ટકતું નથી. ઘણી વાર તો વળી એ કુસંસ્કારો ધર્મનું રૂપ લે છે ત્યારે વળી એ ભડકો એવો ભારે હોય છે કે તેને લીધે પોતાને ધાર્મિક માનતા લોકો જ વિનાશના મુખમાં સપડાઈ પતંગિયાની પેઠે બળી જાય છે. આ તમામ પરિસ્થિતિથી માનવ રજેરજ સુપરિચિત છે, તેમ છતાં એ દુઃસંસ્કારરૂપ શલ્યોને ઉખેડી નાખવાનો સંકલ્પ બળવાન બનતો નથી. આપણે જોઈએ છીએ કે માણસ, માત્ર એક સંકલ્પબળને લીધે જ સિંહને, વાઘને, ભયંકર સર્પને નાથવાનું સામર્થ્ય ધરાવે છે. જ્યાં કોઈ જઈ શકતું નથી તેવા હિમાલયના ઉચ્ચતમ શિખર ઉપર પહોંચી પોતાનો ધ્વજ ફરકાવી શકે છે. અરે, હવે તો ચંદ્ર સુધી પહોંચવાની હિંમત પણ માણસ ધરાવે છે. પણ પોતાના મનના આવેગો પાસે તો એ લાચાર બનીને, એ આવેગને અધીન થઈને જ ચાલતો રહે છે અને દુઃખની બતાવે તેને સંસારના રણસંગ્રામમાં પડવાથી પાપ લાગવાનું નથી. ૧. વર ને ગપ્પા હંતો, સંગમે તવે જ ! મારું દિગંતો, વશ્વદિ વદિય ઉત્તરાધ્યયન સૂત્ર, પ્રથમ અધ્યયન, ગા. ૧૬ Page #62 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા તથા ક્ષમાપના • ૪૧ જવાલાઓમાં શેકાયા કરે છે. જો કે એ આવેગોથી માણસ કંટાળતો નથી એમ પણ નથી, અને એવો કંટાળેલો તે શાંતિ, સંતોષ કે સમાધાન મેળવવા ફાંફા મારતો રહે છે; એટલે એ આવેગોને નિષ્ક્રિય બનાવવા તે વળી વધારે વિલાસો તરફ ઝૂકે છે; દારૂ, ગાંજો, અફીણ, સિગાર-બીડી, ચા વગેરે વ્યસનોનો આશરો લે છે, જુદી જુદી જાતની ક્લબો કાઢી તેમાં રસ ધરાવવા માંડે છે અને એ ક્લબો સેવાધર્મનાં સાધનો છે એમ સમજી તેમાં અનર્ગળ ધન તથા શક્તિ વેડફે છે, જરૂરિયાતો વિશેષ વધારી મૂકે છે તથા દેવ-દેવીઓનાં મોટાં મોટાં મંદિરો ઊભાં કરી તેમાં પોતાના સ્વચ્છંદને પોષે એવી ધામધૂમોવાળા મોટા મોટા ઉત્સવો ગોઠવવા મથતો હોય છે. આ રીતે આટલી બધી ધમાલ, ધમાધમ કર્યા પછી પણ સાચી સ્વસ્થતા, ન ટળે એવી શાંતિ કે સંતોષ-સમાધાન મળતાં હોય તેમ કોઈ અનુભવતું જણાતું નથી. ખરી રીતે તો જ્યાં સુધી ભારેલા ભડકા જેવા દુસંસ્કારોરૂપ શલ્યો ચિત્તમાં સ્થિરવાસ કરીને બેઠેલાં છે, ત્યાં સુધી અદમ્ય સામર્થ્યવાળો પણ મનુષ્ય એ શલ્યોને દૂર કરવાના એક પ્રબળ સંકલ્પ સિવાય બીજા ગમે તે ઉપાયો અજમાવે પણ શાંતિ, સંતોષ કે સમાધાન મેળવી શકનાર નથી જ નથી. કેટલાક લોકોને એમ પણ કહેતા સાંભળ્યા છે કે“બળ્યું આ જગત અને બળ્યો આ જગતનો સંબંધ, આ બધું છોડીને જંગલમાં જતા રહેવું, સંઘર્ષથી દૂર દૂર ભાગી છૂટવું, સંન્યાસ લઈ લેવો, ફકીરી ધારણ કરવી કે દીક્ષા સ્વીકારી લેવી; એટલે બધી જ જંજાળ ખતમ. માથા ઉપર કશી જવાબદારી જ ન રાખવી એટલે સંઘર્ષ શું કરી શકવાનો હતો ?” આનો અર્થ તો એ થયો કે જે જે જવાબદારીઓ ઊભી કરેલ છે એટલે કે કુટુંબની જવાબદારી, પતિ-પત્નીની જવાબદારી, માતાપિતા તથા બાળકોના સંરક્ષણની જવાબદારી, બાળકોના સંવર્ધન તથા શિક્ષણની જવાબદારી અને આ સિવાયની બીજી બધી લેણદેણ વગેરેની વ્યાવહારિક જવાબદારી તથા જીવનની વ્યવસ્થા અને નિભાવ માટે પરસેવો પાડી પરિશ્રમ કરીને વિવિધ સાધનોને ઊભાં કરવાની જવાબદારી–એ બધું જ ફગાવી દેવું. મારી સમજ પ્રમાણે શાંતિ, સંતોષ કે સમાધાન માટે આ ઉપાય પણ કારગત નીવડેલ નથી એ હકીકત વર્તમાન સાધુ-સંન્યાસીનો સમૂહ જ સૂચવી રહેલ છે. ઘડીભર એમ માની લઈએ કે જવાબદારીઓને ફગાવી દેનારા દેખાવમાં ભલે સુખ-શાંતિ અનુભવતા હોય, પણ જયાં સુધી તેમનાં મનોમંદિરમાં ય પેલાં દુસંસ્કારરૂપ માનસિક શલ્યો ઘર કરીને બેઠાં છે, ત્યાં સુધી તો એ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૨ • સંગીતિ પણ સુખ નહીં પણ સુખાભાસ, શાંતિ નહીં પણ શાંતિનો આભાસ કદાચ અનુભવતા હોય તો પણ વાસ્તવિક શાંતિ-સમાધાનથી તો તેઓ પણ હજારો ગાઉ છેટે રહે છે આમ ન હોય તો તેઓ પણ ગૃહસ્થ જેવી બીજી જાતની ધમાલમાં રાચતા હોય છે અને ધર્મને નામે તથા સંપ્રદાય સંબંધી અનુષ્ઠાનોને નામે વિશેષ વિક્ષેપકારી પ્રવૃત્તિમાં તેમને રસ આવતો હોય છે તે કેમ બને? વળી, જેઓ સાધુ-સંન્યાસી થાય છે તેઓ આખરે રહેવાના છે તો આ જગતમાં જ, તેઓ ક્યાંય અધ્ધર આકાશમાં જઈને રહેવાના તો નથી જ. આ સાધુવર્ગ પોતાના પેટને તો છોડી શકતો જ નથી, એથી તેમની જરૂરિયાતો ગૃહસ્થો કરતાં ઓછી થવાની નથી. એટલે જ્યાં સુધી તેઓ સાધુ-સંન્યાસી નહિ બનેલા ત્યાં સુધી તો તે બધી જવાબદારીઓ તેઓને માથે હતી અને તેમને તેઓ ગમે તેમ કરીને નભાવતા અને જીવનને ઘડતા; પણ સાધુ-સંન્યાસી થયા પછી તેઓ પેટને અધીન રહેવા છતાં ય લગભગ નિષ્ક્રિય બનીને રહે છે; એટલે ઊલટું એ જવાબદારીઓ સમાજના લોકોને માથે પડે છે. આમ થવાથી મારી સમજ પ્રમાણે તો પુરુષાર્થને હણી નાખનારી ભિક્ષાવૃત્તિથી જીવવું, સાધુ સંન્યાસી થવું–એટલે મૂઆ નહિ અને પાછા થયા જેવું બને છે. આમ છતાં જેઓ કેવળ મુમુક્ષુઓ છે, નિઃસ્પૃહ છે, વૈરાગ્યવાસિત છે અને પેટની પણ તમા રાખનારા નથી એવી વિરલ વ્યક્તિઓ માટે સંન્યાસદીક્ષા તેમના ચિત્તના શોધનનું જરૂર સાધન બની શકે છે. મૂળ મુદ્દો તો ઉપર જણાવ્યાં તે દુસંસ્કારરૂપી ભયંકર શલ્યોને દૂર કરવાનો છે અને એ શલ્યોનું બળ કેમ ઓછું થાય એમ વર્તવાનો છે. જ્યાં સુધી એમ ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કે સમાજ સુખ, શાંતિ કે સમાધાન અનુભવી શકવાનો નથી જ એ વાત સોળસોળ આના છે. શિયાળામાં આપણા હાથ-પગના પહોંચા ઉપર ઘણી વાર એવો મેલ જામી જાય છે કે ચામડી અને મેલ કેમ જાણે એક થઈ ગયાં હોય એવું લાગે છે. એ ઘટ્ટ જામેલ મેલને કાઢવા માટે ચામડી છોલાય અને બળવા લાગે ત્યાં સુધી પણ ચામડીને ઘસવી પડે છે. પણ એ મેલને કાઢ્ય જ રહીએ છીએ. એ જ રીતે, પેટમાં કચરો જામતાં બેચેની થવા લાગે છે અને શરીર રોગભર્યું થઈ જાય છે ત્યારે ગમે તેવા આકરા અને ખર્ચાળમાં ખર્ચાળ ઉપાયો કરીને પણ પેટ સાફ કરીએ છીએ અને સ્વસ્થતા અનુભવવા ભાગ્યશાળી બનીએ છીએ. આમ આવા બહારના મેલને દૂર કરવા સખત પરિશ્રમ કરવો પડે છે અને એ બહારના મેલો હાનિકારક છે એવી આપણી પાકી સમજ છે Page #64 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા તથા ક્ષમાપના ૦ ૪૩ તથા એ મેલને દૂર કરવા સારુ આપણે મનસા, વાચા, કર્મણા અને ધન વડે પણ કટિબદ્ધ થઈને દઢ સંકલ્પ ધરાવીએ છીએ. આ પરિસ્થિતિમાં એ મેલોને દૂર કરીને જ આપણે જંપીએ છીએ. આ જ પ્રકાર માનસિક શલ્યોને કાઢવા માટે આપણે અજમાવીએ તો માનસિક શલ્યોની તાકાત નથી કે એ આપણા મનમાં ચીટકી રહીને આપણને જ સતાવે. એ શલ્યોના જોરને નરમ પાડવાના ઉપાયો મનન-ચિંતન, સત્સંગ, સ્વાધ્યાય ને અંતરનું નિરીક્ષણ વગેરે છે, તથા ઇંદ્રિયોની, મનની અને દેહની ઉપર સ્વામિત્વ મેળવવું તથા આપણી જૂની ટેવો બદલવા માટે દઢ સંકલ્પ સાથે સખત પરિશ્રમ કરવો એ છે. ઘણા લોકોને ચા, બીડી, સિગાર કે દારૂ વગેરે વગર ચાલતું જ નથી. એઓ એમ સમજે છે કે આ ટેવો તેઓ છોડી દે તો સુખે જીવી જ ન શકે, માંદા પડી જાય, ટૂર્તિ વિનાના થઈ જાય. આમ માનીને આ લોકો પોતાની તલબના ગુલામ બને છે અને ઘણીવાર પોતાની ખાનદાની કે મર્યાદા સુધ્ધાં ખોઈ નાખવા સુધી જાય છે. આ લોકો એ વાતનો પણ વિચાર કરતા નથી કે શું તેઓ જન્મથી જ આવી તલબના ગુલામ હતા ? જો જન્મથી જ ગુલામ ન હતા ત્યારે આવી તલબ વિના તેઓ જીવ્યા શી રીતે ? નાનપણમાં સ્વસ્થતા કેમ ટકાવી શક્યા અને મોટા કેવી રીતે થયા ? ગમે તે સંયોગોને તાબે થઈને આ લોકો જે સંકલ્પને લીધે આવી તલબના દાસ થયા તો પછી તે જ દઢ સંકલ્પનો આધાર લઈ તેઓ પોતે પાડેલી તલબની ગુલામીમાંથી કેમ ન છૂટી શકે ? છૂટવા ધારે તો જરૂર છૂટી શકે જ. હવે બહારના મેલોને અને બહારની તલબોને છોડવા જેવો અને જેટલો દઢ સંકલ્પ તથા પરિશ્રમ કરવો જરૂરી છે, તે કરતાં વિશેષ વધારે મજબૂત સંકલ્પ સાથે અભ્યાસ કરીએ–સારી ટેવોની અને સારાં આચરણોની પરાણે પણ પસંદગી કરી તે પ્રમાણે વર્તવા કમર કસીએ, તો મનનાં શલ્યોની તાકાત નથી કે તે દૂર ન થાય–સમૂળગાં ઉખડી ન શકે. વાત એવી છે કે જેમ ટેવ બનેલાં વ્યસનોમાં માણસને જયાં સુધી આનંદનો અનુભવ થતો રહે, ત્યાં સુધી એ વ્યસનો છોડી શકાતાં નથી જ, તેમ જ ક્રોધ, કામ, ઈર્ષ્યા, અહંકાર અને કપટવૃત્તિ વગેરે રૂપે મનમાં જડાઈ ગયેલાં શલ્યોને લીધે આનંદનો કે સુખ-સમાધાનનો અનુભવ થતો રહે ત્યાં સુધી ગમે તેટલાં બહારનાં ધર્માનુષ્ઠાન કરીએ અને દેહદમન વગેરે આકરાં તપ કરીએ તો પણ તે ભયાનક શલ્યો ખસવાનાં નથી. જ્યાં સુધી આપણી વૃત્તિ મનમાં ફાવે તેમ કરવાની રહે છે, ત્યાં સુધી પેલા શિયાળ અને ઊંટની પેઠે માર ખાધા કરવાનું Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૪ • સંગીતિ રહેશે અને શાંતિનું નામ પણ રહેશે નહિ. બાળવાર્તાઓમાં આવે છે કે શિયાળ અને ઊંટ બે ભાઈબંધ હતાં. એક વાર ભર્યુંભર્યું શેરડીનું મોટું ખેતર જોયું અને તેમાં જઈ તેને ખાવાની શિયાળને તલબ થઈ આવી, સાથે ભાઈબંધ ઊંટને પણ લીધો. શિયાળે તો ધરાઈ ધરાઈને શેરડી ખાઈ લીધી, પણ ઊંટનું પેટ તો હજી ભરાયું ન હતું. તેવામાં શિયાળે ભાઈબંધ ઊંટને કહ્યું કે મને હમણાં ને હમણાં ગાવાની તલબ થઈ આવી છે એટલે મારે ગાવું જ પડશે. ઊંટ કહે, ભલો થઈને તારી તે તલબ હમણાં કોરે રાખ, મને બરાબર ખાઈ લેવા દે; પછી આપણે બન્ને બહાર નીકળી જઈશું. ત્યારબાદ તારી તલબ પ્રમાણે તું સારી રીતે ગાઈ લેજે, પણ ઊંટની વાત શિયાળે ન માની અને ગાવાની શરૂઆત કરી દીધી. શિયાળનો અવાજ સાંભળી ખેતરવાળા લાકડીઓ સાથે શિયાળ ઉપર તૂટી પડ્યા અને ખૂબ મારી તેનાં હાડકાં ખોખરાં કરી નાખ્યાં. એટલામાં તેઓનું ધ્યાન આપે ચરતાં ઊંટ તરફ ગયું. પછી તો તેઓ ઊંટ ઉપર પણ તૂટી પડ્યા અને તેના અંગે અંગ ઉપર લાકડીઓનો માર પડ્યો. આપણી તલબ થતાં જ તે પ્રમાણે કરવા માંડીએ તો શિયાળના જેવા આપણા હાલ થાય; અને ખરેખર એમ થઈ રહ્યું નથી એમ કોણ કહેશે ? તલબને તાબામાં રાખવી અને આપણાં શલ્યોને લીધે જેને જેને કષ્ટ પહોંચતું હોય તે તમામ લોકોની પાસે જઈને પોતાનાં શિલ્યોની કબૂલાત કરી તે અંગે ક્ષમાપના કરવી અને ફરી વાર તેમ નહિ વર્તવાનો દ્દઢ સંકલ્પ કરી તદનુસાર વર્તવાની કાળજી રાખવી તથા જેમનાં જેમનાં એ શલ્યોને લીધે આપણને કષ્ટ પહોંચેલ છે તેમના ઉપર ચિડાવું નહિ, ગુસ્સો લાવવો નહિ તેમ તેમનું લેશ પણ અનિષ્ટ ઇચ્છવું નહિ અને તેમને પણ પ્રસન્નતા સાથે ક્ષમા આપવી. આમ ક્ષમાને કેળવવાથી તથા ક્ષમાપનાની વૃત્તિને ખરા અર્થમાં અનુસરવાથી જરૂર આપણાં એ દુઃખકર ભયંકર શલ્યોનું જોર નરમ પડશે, અને એ રીતનો વારંવાર અભ્યાસ પાડવાથી, એવા અભ્યાસ વિશે કાળજી રાખવાથી એક વખત એવો જરૂર આવશે કે એ શલ્યો આપણામાંથી જરૂર દૂર થઈ જશે અને તેને બદલે પ્રસન્નતા, આનંદ અને સમાધાનનું સુખ અનુભવાશે. વાત એમ છે કે જયાં સુધી આપણને ક્રોધ કરવામાં, અભિમાનથી વર્તવામાં, ઈર્ષ્યા અને અદેખાઈ કરવામાં, લોભીપણું સાચવી રાખવામાં અને કપટવૃત્તિથી આપણો બચાવ કરવામાં રસ આવતો રહેશે આપણે ક્રોધ, માન, અહંકાર, લોભ, મોહ, કામ અને કપટ વગેરે ભાવોને Page #66 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા તથા ક્ષમાપના • ૪૫ આપણા સુખનાં સાધન માનતા રહેશું પણ એ તમામ આપણા દુઃખનાં મૂળ છે એમ નહીં માનીએ, એ કષાયો વ્યક્તિ કે સમાજ માટે ભારે બંધનરૂપ છે અને સંસારનું દુઃખમાત્ર એમને લીધે જ ઊભું થાય છે એમ આપણા મનમાં દઢ રીતે જયાં સુધી ઠસે નહિ–ત્યાં સુધી તો એ ભયંકર ઘાતક શલ્યો આપણામાંથી નીકળવાનાં નથી જ. જે વસ્તુ વા વૃત્તિને આપણે આપણા સુખનું સાધન માનતા હોઈએ તે વસ્તુ વા વૃત્તિ આપણાથી શી રીતે દૂર થઈ શકે વા આપણે તેને દૂર શી રીતે કરી શકીએ ? એટલે પ્રથમ તો આપણે એવો સંકલ્પ દઢ કરવો જોઈએ કે એ શલ્યો આપણાં તમામ દુઃખનું મૂળ છે, અને મારે એમને મારા મનમાંથી મૂળથી ઉખેડી નાખવાનાં છે. એવું નક્કી કર્યા સિવાય આપણે ગમે તે જાતનો ધાર્મિક કર્મકાંડ કરતા રહીએ તો પણ એ શલ્યો દૂર તો થવાનાં નથી, ઊલટાં વધવાનાં છે એમાં શક નથી. આપણા દેશમાં ધાર્મિક કર્મકાંડો પાર વિનાના ચાલે છે અને એવો કોઈ દિવસ ભાગ્યે જ હશે કે જે દિવસે એવાં અનુષ્ઠાનો ન ચાલતાં હોય. લોકો દેવમંદિરોને ગજવે છે, ત્યાં જઈને વિવિધ જાતનાં પૂજાપાઠો, પ્રાર્થનાઓ, નમાજો, બંદગીઓ વગેરે સતત કરતા રહે છે, તેમ છતાં મનમાંથી એ શલ્યોને દૂર કાઢવાનાં છે એવા સંકલ્પથી ભાગ્યે જ કોઈ ધર્માનુષ્ઠાન થાય છે. કોઈ તો પરમેશ્વરના મંદિરમાં જઈ પોતે જેમને શત્રુ માનતો હોય તેના વિનાશની પ્રાર્થના કરે છે. કોઈ વળી સામાજિક ગુનાઓ કરવાથી ભોગવવી પડતી સજાઓમાંથી બચવાની માનતા કરે છે, કોઈ વળી પોતાની પ્રેમિકા ના પ્રેમી મળી જાય એવી ભાવનાથી ભગવાનને ફૂલ-નિવેદ વગેરે ચડાવે છે, તો કોઈ પોતાને પુત્ર નથી અને મહેરબાની કરીને ભગવાન પુત્રને મોકલી આપે એવી જ ભાવનાથી મંદિરમાં જતો હોય છે. વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન ન આપી સારા નંબરે પાસ થવાની ભગવાન પાસે માગણી કરતા હોય છે અને ચોરીછૂપીથી પાસ થઈ જતાં ભગવાનનો પાડ માનતા હોય છે, અને અધ્યાપકો પોતાનું વેતન વધતું રહે અને રજાઓ વધારે મળે એ માટે ભગવાનનું ધ્યાન ધરતા હોય છે. વિશેષતઃ મંદિરમાં જનારા તમામ લોકો પોતે પોતાની રીતે સુખી થાય, સંપત્તિમાન થાય અને પોતે ગમે તેમ વર્તે છતાં કશું દુઃખ ન આવી પડે તે અંગે ભગવાનની ભક્તિમાં અને પૂજાપાઠમાં મૂઢ ભાવે કલાકોના કલાકો વિતાવે છે. આમ આપણી ઈશ્વરભક્તિ ચાલી રહેલ છે ! એથી તો ઊલટાં આપણાં એ ભયંકર શલ્યો ઘટવાનાં કે વધવાનાં ? ભાગ્યે જ કોઈ ભાવિક પોતાનાં Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૬ • સંગીતિ શલ્યોને દૂર કરવાના એકમાત્ર હેતુને પ્રધાન રાખીને પરમેશ્વરની ભક્તિ કરતો હશે–એમ કહેવામાં કશી અનુચિતતા જણાતી નથી. શલ્યો દૂર કરવાનાં અને શલ્યોનું જોર નરમ પાડવાના ઉપાયો માટે વિચાર કરીએ તો સ્પષ્ટ જણાશે કે જ્યારે આપણે નાના બાળક હતા ત્યારે એ શલ્યોનાં બીજ આપણામાં હતાં જ; પણ સરળ બાળસ્વભાવને લીધે એ બીજો જોર પકડતાં નહોતાં. પણ જેમ જેમ આપણે મોટા થતા ગયા અને આપણાં ઉછેરનાર માતાપિતા ભાઈ-બહેન વગેરેની રીતભાતો આપણે જોતા ગયા, આપણા આખા કુટુંબની ક્લેશમય અને સ્વાર્થસાધુ પ્રવૃત્તિ આપણા ધ્યાનમાં આવતી ગઈ અને આપણા આડોશી-પાડોશીની તથા આખી જાતિ કે સમાજની પણ આવી પ્રવૃત્તિને આપણે વારંવાર જોતા રહ્યા, એટલે એ બીજભૂત શલ્યો. અંકુરિત થવા લાગ્યાં. અને જેમ જેમ આવું વાતાવરણ આપણા ધ્યાનમાં દઢ થતું ગયું, તેમ તેમ એ અંકુરો મોટાં વૃક્ષ બની ફળ આપવા સુધી પહોંચી ગયા અને એ ફળો આપણને મીઠાં પણ લાગવા માંડ્યાં–પછી ભલે ને બીજી વ્યક્તિને વા કુટુંબને વા સમાજને કે આપણાં પાલક માતા-પિતાને સુધ્ધાં એ આપણને સુખકારી લાગતાં ફળો કડવાં જણાતાં હોય વા દુઃખકારી જણાતાં હોય વા તેમને ગમે તેમ પ્રતિકૂળ થતું હોય, તો પણ આપણે તે ફળોમાં જ લટું થવા લાગ્યા. પરિણામે, આપણે ખુદ અશાંત બની ગયા અને આખું જગત અશાંત બની ગયું. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી ટેવો આપણને જ હાનિ થાય એવી પાડવા લાગ્યા અને બીજાને હાનિ પહોંચાડવા લાગ્યા. હવે જયારે સમજણા થયા છીએ ત્યારે એ બાળપણની ટેવોમાં સુધારો કર્યા વિના અને તે પણ બહારથી સુધારો નહિ પણ અંતરમાં સુધારો કર્યા વિના કોઈ વ્યક્તિ કે સમષ્ટિને સુખસમાધાનનો સંભવ નથી એમ અનુભવ સાથે સમજીને સુધારો કરવાના દઢ સંકલ્પ સાથે અભ્યાસ કે નવી ટેવ પાડવાનો પ્રયત્ન કરીને એ જૂની ટેવોમાં સંશોધન કરવા પ્રબળ પુરુષાર્થ કરીશું તો જ આપણે ખરું સુખ, ખરી પ્રસન્નતા અને ખરા સમાધાનને પામવાના છીએ. જે કાંઈ થયું છે તે આપણી ટેવોને લીધે થયેલ છે અને જે કાંઈ હવે નવું કરવાનું છે તે આપણી ટેવોમાં સંશોધન કરીને કરવાનું છે; એટલે ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો એ ન્યાયને ધ્યાનમાં રાખી હૃદયપૂર્વક અને દઢ સંકલ્પપૂર્વક ક્ષમા અને ક્ષમાપનાની ટેવ પાડીએ તો આ જગતમાં આપણે ફરીથી જરૂર દિવ્ય આનંદ અનુભવીએ. Page #68 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા તથા ક્ષમાપના ૦ ૪૭ બાળક જ્યારે બાળક હોય છે ત્યારે તેના મનમાં મારા કે પરાયાનો ભાવ હોતો નથી, તે ગમે તેની પાસે ચાલ્યું જાય છે; એટલું જ નહિ, પણ ઘરમાંથી મળેલો ખાવાનો ભાગ તે પોતાનાં ગમે તે જાતિનાં, સાથે રમતાં બાળકોમાં વહેંચી આપીને જ ખાય છે, રમકડાં પણ રમતાં બાળકોને આપવામાં આનંદ માને છે...આમ, તે “વસુધૈવ કુટુમ્બકમ્'ની વૃત્તિવાળું હોય છે. પણ જ્યારે તેનાં વડીલો તેને તેમ કરતું ટોકવા માંડે છે ત્યારથી એ સરળ અને સર્વત્ર અભેદભાવે વર્તતું બાળક એકાંગી અને કેવળ સ્વાર્થસાધુ બનવા લાગે છે; અને, પરિણામે, જેવા અત્યારે આપણે છીએ તેવાં બની જઈએ છીએ. આપણા તમામ વ્યવહારોમાં ક્ષમા અને ક્ષમાપનાની વૃત્તિ ખરા અર્થમાં આવે નહિ, ત્યાં સુધી કોઈ પણ બીજા ઉપાય દ્વારા આપણે સારા થવાના નથી જ. ધારો કે બસ માટે આપણે ઊભાં છીએ અને તેમ બીજાં પણ ઘણાં ઊભાં છે. આપણા મનમાં જલદી જવાનો આવેગ ઊભો થયેલ છે, તેમ બીજાં ઊભેલાંનાં મનમાં પણ તેવો જ આવેગ આવેલ છે. એટલે લાઈન તોડી નાખીને અને એક જાતનો અન્યાય કરીને આપણે ચડવા પ્રયાસ કરીએ છીએ. આમ અન્યાયની વૃત્તિને કેળવતાં આપણને સૌને ક્ષોભ થવો જોઈએ. છતાં કોઈને આવો ક્ષોભ થાય છે ખરો ? અચ્છા, બસમાં ધમાધમ ચડ્યાં, પણ જેઓ તેમાં બેઠેલા કે ઊભેલા છે તેમાંના કોઈનો પગ આપણા પગે કચરાય છે, આપણા જોડા તેને વાગે છે. એટલે તે પણ ચિડાઈને કહેશે કે ‘‘આંધળો છે, પગ કચરી નાખ્યો એ દેખતો નથી ?' આ સાંભળતાં આપણો પિત્તો ઊછળે છે અને બસમાં બોલાચાલી વધતાં સારો એવો જંગ જામી પડે છે. આ પ્રસંગે આપણને આપણો દોષ સૂઝતો નથી, અને ઊલટું બીજાને ગળે પડવા જેવું કરીએ છીએ. આપણામાં પોતાને સારા બનાવાનો સંકલ્પ દૃઢ હોય તો તરત જ આપણે વિશેષ નમ્રતા બતાવીને એમ જરૂર કહેવું જોઈએ કે ‘‘ભાઈ કે બહેન, તમે માફ કરશો. ચડવાની ધૂનમાં મારું ધ્યાન તમારા પગ તરફ ન ગયું અને તમને મારો પગ કે જોડો વાગી ગયો. એ અંગે વારંવાર તમારી ક્ષમા માંગુ છું અને મહેરબાની કરીને તમે પણ મને માફ કરી દેશો એવી નમ્ર વિનંતિ કરું છું.” આ જાતની આપણી વૃત્તિ થવી જોઈએ, અને આપણા પોતાના તમામ વ્યવહારોમાં પણ આવી જ વૃત્તિથી કામ લેવું જોઈએ; તો અનુભવ થશે કે શાંતિ કેવી ઉત્તમ ચીજ છે. આપણે સંઘર્ષની વચ્ચે જીવવાનું છે એટલે આવેગોને વશ થઈને આવા અનેક પ્રકારના અન્યાયો આપણે હાથે બનવાના જ, અને એમ થવાથી Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૮ • સંગીતિ સંતાપ વધવાનો. આમ ન થાય એ માટે જ ક્ષમા રાખવાની અને ક્ષમાપના કરવાની ટેવ આપણે પાડવી જરૂરી છે. ફરીથી એવા અન્યાયોના નિમિત્ત ન બનીએ એવી કાળજી સાથે જ ક્ષમા રાખીએ અને ક્ષમાપના કરીએ તો જ તે સફળ બને છે. પણ માત્ર શબ્દો દ્વારા તો ક્ષમા માગીએ અને ક્ષમાપના પણ કરીએ અને વર્તનમાં કશો જ ફેરફાર ન કરીએ, તો એ ક્ષમા અને ક્ષમાપના કેવળ ઢોંગનું રૂપ લેશે અને પાછા આપણે હતા ત્યાંના ત્યાં જ રહીશું અને જે સંતાપો, અશાંતિ કે અસમાધાનને આપણે ટાળવા ઇચ્છીએ છીએ તે રજમાત્ર ટળશે નહિ, પણ ઊલટાં વધવા માંડશે. આપણને સૌને એ વાતની જાણ છે કે આપણા ઘરમાં રોજ એકથી વધારે વાર ઝાડુ મારવામાં આવે છે, અને અઠવાડિયે કે પખવાડિયે તમામ રાચરચીલું ફેરવીને ઓરડાઓને સાફ કરવામાં આવે છે તેમજ મહિને-બે મહિને મોટું વાંસડાનું ઝાડું લઈ ઉપરના ભાગમાં ખૂણેખાંચરે જ્યાં બાવાંજાળાં બાઝી ગયાં હોય તેમને પણ ઝાપટીઝૂડી સાફ કરવામાં આવે છે અને એ રીતે ઘરની સાફસૂક્ષ થાય છે, એ જ રીતે, ખાવા-પીવાના ઉપયોગમાં આવતાં વાસણો રોજ બે વાર સાફ કરાય છે, અને તહેવાર આવતાં જ જે વાસણો નથી વપરાતાં તે બધાંને પણ ઊજળાં બનાવી તેની માંગણી કરીએ છીએ. કપડાં પણ રોજ ને રોજ ધોવાં પડે છે. પેટ પણ સાફ રાખવા કાળજી લેવી પડે છે. આમ, આપણે મલિનતા કોઈ રીતે પસંદ કરતા નથી, પણ સ્વચ્છતાના પૂરા વાંછું છીએ. આપણને એવો અનુભવ છે કે બેસવાના ઓરડા, વાપરવાનાં વાસણો કે પહેરવાનાં કપડાં વારંવાર સાફ અને સ્વચ્છ ન કરીએ તો આપણને ચેન પડતું નથી. તે સાથે પેટને પણ સાફ ન રાખીએ તો શરીર ભારે થઈ જાય છે અને કામકાજ પણ સૂઝતું નથી. આ જાતની આપણી દઢ સંકલ્પપૂર્વકની માન્યતા છે અને તદનુસાર વર્તવાની સતત કોશિશ પણ કરીએ છીએ. ત્યારે, ભલા, મનમાં જે અનેક પ્રકારની મલિનતા ભરી પડી છે, તેમાં એવાં એવાં શલ્યો ચોંટી ગયાં છે, જેને લીધે આપણને સતત નિરાંત કે શાંતિ મળતી નથી, તે મલિનતાને અથવા તે મલિનતાનાં પોષક શલ્યોને મનમાં ને મનમાં જ સંઘરી રાખવાં એ કઈ રીતે આપણને છાજે છે? બહારની મલિનતાને લીધે આપણે હેરાન-પરેશાન થઈ જઈએ છીએ, અકળાઈએ છીએ; તો પછી તમામ મલિનતાના ઉપાદાન-કારણ જેવી મનની મલિનતાને કાઢવા શા માટે આપણે કટિબદ્ધ થતા નથી ? શા માટે એ અંગે દઢ સંકલ્પ કરતા નથી ? જેમ બહારની મલિનતાને દૂર કરવા વારંવાર પ્રયાસ કરીએ છીએ અને Page #70 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા તથા ક્ષમાપના ૦ ૪૯ ખીસામાં કાંસકો રાખીએ છીએ, એટલું નહિ પણ દહાડામાં દસ વાર માથે કાંસકો ફેરવીએ પણ છીએ, દર્પણમાં મોટું જોયા કરીએ છીએ, તેમ અંતરની મલિનતાને દૂર ધકેલવા મજબૂત સંકલ્પ સાથે પ્રયત્ન કરીએ તો શા ભાર છે એ મલિનતાના કે ઓછી ન થાય? જેમણે ખેતરમાં કોસ ચાલતો જોયો હશે તેમને પ્રત્યક્ષ અનુભવ હશે કે પાણીના થાળામાં મોટા મોટા કાળમીંઢ પથ્થરો જડેલા હોય છે. એ એવા મજબૂત પથ્થરો હોય છે કે કેમ કરીને ઘસાતા નથી. પણ જ્યારે કોસની વરતનું રાંઢવું કે દોરડું એ પથ્થરો સાથે ઘસાવા માંડે છે, ત્યારે એ કાળમીંઢ પણ ધીરે ધીરે ઘસાવા લાગે છે, અને એક દિવસ એવો આવે છે કે એ પથ્થરો ખરેખરા ભાંગી જાય છે; કટકે કટકા થઈ તેનો ચૂરો થઈ જાય છે. તો પછી ટેવના બળને લીધે જામી પડેલી મનની મલિનતા અથવા મનમાં રહેલાં એ શલ્યોને ઉખેડી નાખવાના દઢ સંકલ્પ સાથેની પ્રવૃત્તિ સતત કરવાથી જરૂર એ શલ્યો ઉખેડાવા મંડવાનાં, અને એમ કરતાં કરતાં એક દિવસ એવો ઊગશે કે મનુષ્ય તદ્દન નિઃશલ્ય, સર્વત્ર અભેદન જોનારો અને એ જ પ્રમાણે વર્તનારો થઈ શકવાનો; શરત એટલી જ છે કે ક્ષમા અને ક્ષમાપનાની વૃત્તિ ખરા અર્થમાં કેળવવી જોઈએ. જો કે શરૂશરૂમાં તે કદાચ મૌખિક રીતે ચાલશે, પણ વિવેક અને મનનચિંતન એની સાથે ભળશે એટલે કેવળ મૌખિક મટી તે અંતરથી થવા લાગશે, અને એમ થવાથી ધાર્યું પરિણામ અચૂક આવશે. નાનું બાળક પહેલવહેલાં નિશાળે બેસે છે ત્યારે પાટી ઉપર કેવળ લીટા જ કરે છે. આડાઅવળા લીટા કરતું કરતું એ જ બાળક ધીરે ધીરે એકડો કરવા માંડે છે; તે જ પ્રમાણે, આપણે પણ શરૂશરૂમાં ભલે ક્ષમા કે ક્ષમાપના મૌખિક કરીએ, પણ રોજ ને રોજ સવાર-સાંજ એમ વિચારપૂર્વક કરતા રહેવાથી આપણામાં “આ શા માટે કરું છું', “આમ કરવા સાથે મારી પ્રવૃત્તિમાં ફેર પડે છે કે કેમ?” એવો વિચાર આવ્યા કરવાનો, અને એ વિચારવિવેક સાથે ક્ષમા અને ક્ષમાપના શરૂ થતાં આપણી તમામ મલિનતાઓ સરકવા લાગવાની જ એ અશંક છે. જેમ માંત્રિક મંત્ર જપે છે અને એમ ને એમ કેટલાય કાળ સુધી એકાગ્ર થઈને જતો રહે છે ત્યારે એ મંત્ર સિદ્ધિકર નીવડે છે. તેમ જ ક્ષમા અને ક્ષમાપના આંતર-મલિનતા ટાળવાનો એક જાતનો મંત્ર છે. એને જેમ જેમ રાતદિવસ–અરે, પ્રતિક્ષણ પ્રત્યેક પ્રવૃત્તિમાં જપવા માંડીએ એટલે મંત્રની પેઠે જ એ પણ સિદ્ધિકર નીવડવાનાં. આથી શરૂશરૂમાં કદાચ એ પ્રવૃત્તિ કેવળ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સંગીતિ બાહ્ય જેવી લાગે, છતાં છોડવી જ નહિ પણ સતત ચાલુ રાખવી. એમ સતત ચાલુ રાખતાં એ શાબ્દિક પ્રવૃત્તિ પણ વિચારવિવેક સાથે ચાલુ થઈને આપણા અંતરને જગાડશે અને એ અંગેનો દઢ સંકલ્પ થતાં, અંતર જાગતાં આપણે એકદમ ન્યાલ થઈ જવાનાં એમાં શંકાસ્થાન નથી. લેખ વધારે લાંબો થઈ ગયો છે છતાં પિષ્ટપેષણ જેવું કરીને તથા પુનરુક્તિનો દોષ માથે લઈને આ અગત્યની બાબતને વધુ સ્પષ્ટ કરવાની વૃત્તિને રોકી શકતો નથી. રોગીને પોતાને રોગ છે એવી ખબર છે, આરોગ્યના સુખનો અનુભવ પણ છે; માટે જ તે રોગને નાબૂદ કરવા દક્ષ વૈદ્યની સહાય લે છે, ઔષધ સતત વૈદ્યની સૂચના પ્રમાણે લાંબા કાળ સુધી ખાય છે, પથ્ય પૂરું બરાબર જાળવે છે અને ઔષધ લેવા માટે નિયત કરેલ સમયે બરાબર તે લે છે. આમ કર્યા પછી પણ વૈદ્યની સૂચનાનુસાર રહેતાં તેને બીજી માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ અંગે સંયમ પાળવાનો હોય છે તેને પણ બરાબર પાળે છે. ઉપરાંત રોગી પરમેશ્વરની કૃપાનો આકાંક્ષી પણ છે. આ રીતે ઔષધ લેનારો રોગી નીરોગી થયા વિના રહે નહિ. તે જ રીતે, આપણને આપણા આંતર-શલ્યરૂપ રોગના ભાનની ખાસ જરૂર છે. ભાન થયા પછી આપણી તમામ પ્રવૃત્તિઓની ચોકી કરવાની જરૂર છે. બોલવામાં, સાંભળવામાં, ખાવા-પીવામાં, જોવામાં, સ્વાદ લેવામાં કે બીજી એવી શારીરિક કે માનસિક આનંદજનક મનાતી પ્રવૃત્તિઓમાં ખૂબ સાવધાનીથી વર્તવું એ બધું આપણે માટે મહાપથ્ય રૂપ છે. આંતર-શલ્યનો રોગ મટાડવા ક્ષમા અને ક્ષમાપના એ પ્રધાન ઔષધ છે તથા પેલા પ્રસિદ્ધ ત્રણ વાનરોની જેમ પ્રત્યેક અનુચિત જણાતા વ્યવહારમાં બહેરા, મૂંગા અને આંધળા બનવાની વિશેષ જરૂર છે. છેવટે, બળાત્કારે પણ ક્ષમા અને ક્ષમાપનાના રસ્તા ઉપર આવવાનું છે અને તેની મજબૂત ટેવ પાડવાની છે. ધારો કે કોઈ સુંદર આકૃતિ કે પદાર્થ જોતાં મનનું શલ્ય વિશેષ જોર ઉપર આવે, તેવે વખતે એ આવેગ તરફ આંખમીંચામણાં કરવાનો દઢ સંકલ્પ કરવો અને શરીરની ગતિ રોકી રાખવી. આંખ, હાથ, પગ, મુખ, કાન વગેરે અવયવોને અમુક લાંબા ગાળા માટે નિષ્ક્રિય બનાવી દેવા. એટલે પેલો આવેગ ધીરેધીરે ધીમો પડીને ખસી જશે અને એ સાથે સતત સદ્વાચનની પ્રવૃત્તિ શરૂ કરવી કે શરીરને બીજી કોઈ પરિશ્રમી પ્રવૃત્તિમાં જોડી દેવું; તો એ શલ્ય આપણને હેરાન નહિ કરી શકે. એ જ રીતે, ક્યાંય બોલચાલ થઈ, અપમાનનો પ્રસંગ ઊભો થયો, કોઈએ ગાળ દીધી અથવા ન કહેવાનું સંભળાવ્યું; ત્યારે પણ Page #72 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા તથા ક્ષમાપના ૭ ૫૧ શરીરને, હાથને, પગને, કાન વગેરેને પેલા વાંદરાની પેઠે અક્રિય બનાવવાં અને જે જગ્યાએ આપણે હોઈએ તે સ્થાનેથી જરા પણ હલનચલન ન કરતાં પરાણે ખોડાઈ જવું. આ રીતે શરીર, આંખ, કાન વગેરેને અને હાથ, પગ વગેરેને નિષ્ક્રિય બનાવવાથી આપણે પેલા શલ્યના હુમલાથી જરૂર બચી જઈશું. આ બધાં પથ્ય સાથે શલ્યના આવેગને તાબે થવું જ નથી એવો દૃઢ સંકલ્પ તો જરૂર હોવો જોઈએ. એ વિના તમામ પ્રવૃત્તિ તદ્દન નકામી બની જવાની એ બરાબર યાદ રાખવાનું છે. ધનુષ્ય સાથે બાણ ન ભળે તો ધનુષ્ય જેમ બેકાર બની જાય છે, તેમ મનના આવેગ સાથે શરીરનો, હાથપગનો કે આંખકાન વગેરેનો સાથ ન મળે, તો મનનો આવેગ માત્ર ઊભરા જેવો જોરથી આવી ધીરે ધીરે ઠંડો પડી જવાનો. વેપારી ઘરાકોને પજવે છે, ઘરાક વેપારીને પજવે છે, શેઠ મજૂરને કે વાણોતરને હેરાન કરે છે અને મજૂર કે વાણોતર શેઠને હેરાન કરે છે. વકીલ અસીલને, ડૉક્ટર દરદીને, વિદ્યાર્થી અધ્યાપકને, સ્ત્રી પતિને, પુત્ર માતપિતાને—આ રીતે આખા સમાજમાં પરસ્પર હેરાનગતિનું ચક્ર ચાલી રહેલ છે. તેને ઓછું કરવું હોય અને સમાધાન-સુખ મેળવવું હોય, તો પોતાની ભૂલો તરફ નજર રાખી અને બીજાની ભૂલો તરફ આંખો મીંચી દઈ ક્ષમા અને ક્ષમાપનાના સાધન વડે જ નિર્મળ થઈ શકાશે, તથા બીજા એવા આવેગો ઊભા થતાં શરીરને તથા તેના બધા અવયવોને અક્રિય બનાવી દેવાનું બળ દાખવવું પડશે. આ રીતે ક૨વાથી મારી સમજ પ્રમાણે આંતર-શલ્યો ધીરે-ધીરે નાબૂદ થવા માંડશે અને ક્ષમા તથા ક્ષમાપના દ્વારા વ્યવહાર ચોખ્ખો થતો રહેશે. આ હેતુને જ લક્ષ્યમાં રાખીને જરથોસ્તી પરંપરા, વૈદિક, જૈન, બૌદ્ધ પરંપરા તથા ૧. જરથોસ્તી પરંપરાના પવિત્ર પુસ્તક ખોરદેહ અવસ્તામાં પૃ. ૧૦૭ તથા ૧૦૮ ઉપર ક્ષમા અને ક્ષમાપના સૂચન માટે પતેત તથા પતેતપશેમાની નામનું એક આખું પ્રકરણ છે. તેમાં પાકપરમેશ્વર પાસે માણસે પોતે કરેલા તમામ માનસિક, વાચિક અને શારીરિક અપરાધો માટે મનસા, વચસા અને કર્મણા ક્ષમા માગવાની હકીકત સ્પષ્ટપણે આપેલ છે. २. करचरणकृतं वाक्कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वाऽपराधम् । विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व નય ગય હળાવ્યું ! શ્રી મહાદેવ ! શંભો ! 1 Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ૦ સંગીતિ ઇસ્લામી અને ખ્રિસ્તી એ બધી પરંપરાઓએ આવી સ્વસંશોધનની ઉત્તમ પ્રવૃત્તિ માટે રોજરોજ સરળ હૃદયે પૂર્વોક્ત સંકલ્પ સાથે આંતર નિરીક્ષણને આવાં ચિંતન અને પ્રાર્થના સાથે સ્વશુદ્ધિ માટે હોમ વગેરે અનુષ્ઠાનોનાં પણ વિધાન કરેલાં છે. ૩. સ્વામેમિ સવ્વનીવે, સબ્ને નીવા તુમંતુ મે 1 मित्ती मे सव्वभूएस, वेरं मज्झं न केणइ ॥ અર્થાત્ હું તમામ જીવો-પ્રાણીઓ-મનુષ્યો પાસે મારાથી થયેલા અપરાધો બાબત ખરા હૃદયથી સરળભાવે ક્ષમા માગું છું અને તે તમામ જીવો-મનુષ્યો મને મારા અપરાધો બાબત ક્ષમા આપો. તમામ પ્રાણીઓ-મનુષ્યો સાથે મારે મૈત્રી (મિત્રતા) છે અને કોઈ પણ પ્રાણીની-મનુષ્યની સાથે મારે વૈરભાવ (શત્રુતા) નથી. આ અને આવા પ્રકારની ક્ષમા તથા ક્ષમાપનાને લગતી બીજી પણ અનેક ગાથાઓ જૈન પ્રવચનમાં છે તે માટે જુઓ ‘મહાવીરવાણી’ ક્ષામણાસૂત્ર પચ્ચીસમું. ક્ષમા માગવાની આ પ્રથા જૈનોમાં જાહેર રીતે પ્રચલિત છે. મોટે ભાગે તો જૈનો આજે માત્ર મૌખિક વ્યવહાર કરીને ક્ષમા માગતા હોય છે, પણ તેમાંના કેટલાક તો ખરેખર પસ્તાવો કરીને ક્ષમા માગનારા હોય છે અને તેઓ જરૂર પોતે નિર્મળ બને છે. ૪. આ અંગે લઘુપાઠમાં બુદ્ધ ભગવાનનું વચન આ પ્રમાણે છે : माता यथा नियं पुत्तंसायुसा एकपुत्तमनुरक्खे | एवं पि सव्वभूतेसु मानसं भावये अपरिमाणं || मत्तं च सव्वलोकेस्मि मानसं भावये अपरिमाणं । उद्धं अधो च तिरियं च असंबाधं अवेरं असपत्तं ॥ અર્થાત્ માતા પોતાના એકના એક પુત્રને પોતાનું આયુષ્ય આપીને પણ બચાવે છે, તે જ પ્રમાણે વિશાળ મન રાખીને તમામ જીવોના કલ્યાણની ભાવના કરવી જોઈએ. ઉપર, નીચે અને આપણી ચારે બાજુ એમ આખાય લોકમાં બાધા વગરના, વૈર વગરના અને મિત્રતાયુક્ત વૃત્તિ સહિત વિશાળ ચિત્તની ભાવના રાખવી જોઈએ. ૧. ઇસ્લામ અને ખ્રિસ્તી પરંપરાનો ભ્રાતૃભાવ વિશેષ સુપ્રતીત છે એટલે એ માટે કોઈ વચનની સાક્ષી આપવાની જરૂર નથી. ૨. જૈન પરંપરામાં રોજ સવારે, રોજ સાંજે, મહિનાનું પખવાડિયું પૂરું થતાં બન્ને પખવાડિયામાં, ફાગણ-ચોમાસામાં, આષાઢ-ચોમાસામાં અને છેલ્લા કાર્તિકચોમાસામાં પ્રત્યેક જૈને પોતે કરેલા અપરાધો-દોષો વગેરેની ક્ષમા માગવાની છે અને બીજાઓ પોતાના અપરાધો વગેરેની ક્ષમા આપે એવી સરળભાવે નમ્રતાપૂર્વક પ્રાર્થના પણ કરવાની છે. આવાં વિધાન છે. આવાં જ વિધાન જુદી જુદી રીતે દરેક ધર્મ અને દરેક સંપ્રદાયના ગ્રંથોમાં પણ આવે જ એ સ્વાભાવિક છે અને લોકો પણ એ પ્રમાણે વર્તતા હોય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા તથા ક્ષમાપના ૭ ૫૩ માટે, સંધ્યા, વંદન, પ્રાર્થના વગેરે કરવાની ભારપૂર્વક ભલામણ કરેલ છે તથા એ માટે વિશેષ વિશેષ વહેવારો પણ ગોઠવી આપેલા છે. ઓ! ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ. હેત રાખી હસાવ તું, સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. આ પ્રાર્થનાને તો વિશ્વના તમામ લોકો સ્વીકારે છે. ગંભીર રીતે વિચારીએ તો માલૂમ પડશે કે આવી નાની પ્રાર્થનામાં પણ ગંભીર અર્થ રહેલો છે, અને ક્ષમા અને ક્ષમાપનાનું તમામ રહસ્ય આ નાનકડી પ્રાર્થનામાં સમાઈ ગયું છે. ૧. જૈનોએ ક્ષમા અને ક્ષમાપનાની વિશેષ પ્રવૃત્તિ માટે ભાદરવા સુદિ (શુક્લ દિવસ એ પૂરો શબ્દ છે) ચોથ કે પાંચમનો દિવસ મુકરર કરેલ છે અને તેની આજુબાજુ સાત દિવસ કે પંદર દિવસ સુધી ચાલે તેવા આકર્ષક તહેવાર ગોઠવેલા છે, જેનું નામ પશુસણ કે પજોસણ છે. પર્યુપશમન શબ્દમાં ફેરફાર થઈ પ્રાકૃતમાં “પજ્જોસવણ” શબ્દ બને છે અને એ દ્વારા ચાલુ શબ્દ પજુસણ કે પજોસણ શબ્દ પ્રચલિત થયેલ છે. ‘“સર્વપ્રકારે ઉપશાંતિ’’ એ અર્થ ‘પર્યુપશમન’કે પોસણ શબ્દનો છે. કેટલાક લોકો “પશુસણ” એવું જે ભળતું ઉચ્ચારણ કરે છે તે ભૂલભરેલું છે. જરથોસ્તી પરંપરામાં આ ક્ષમા અને ક્ષમાપના માટે પતેતીનો તહેવાર મુક૨૨ થયેલ છે. ઘણી વાર આ તહેવાર શ્રાવણ મહિનામાં આવે છે. વૈદિક પરંપરામાં આ માટે શ્રાવણી પૂર્ણિમાનો દિવસ નિયત કરેલ છે, જ્યારે બ્રાહ્મણવર્ગ પોતાનું જૂનું યજ્ઞોપવીત બદલીને નવું યજ્ઞોપવીત ધારણ કરે છે. પણ કમનસીબની વાત એ છે કે જયારે દીકરાને જનોઈ દેવાનો પ્રસંગ આવે છે ત્યારે એ અંગેની ક્રિયા તો ગૌણ બને છે અને આઇસ્ક્રીમનો કે ભોજનનો સમારંભ પ્રધાન બને છે. તેમ દરેક ધર્મમાં ક્ષમા અને ક્ષમાપના માટે દિવસો કે તહેવારો તો મુકરર થયેલ જ છે. પણ તે વખતે ઉપલા પ્રસંગની પેઠે દરેક ધર્મની પરંપરાઓમાં બીજી ધામધૂમો અને ભોજન વગેરેની પ્રક્રિયાઓ પ્રધાન સ્થાન લઈ જાય છે, એને લીધે એ દિવસો કે તહેવારો આપણા ચિત્તની શુદ્ધિ માટે ઉપયોગી રહેતા નથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫. જૈન ધર્મ અને અહિંસા ગુજરાતમાં, રાજસ્થાનમાં, દક્ષિણમાં અને ઉત્તરપ્રદેશ તથા બંગાળમાં સર્વત્ર જૈન પ્રજા ફેલાયેલ છે. તેમાં ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણમાં તેની સંખ્યા વિશેષ છે. ઉત્તરપ્રદેશ અને બંગાળમાં જૈન તીર્થો વિશેષ આવેલાં છે. તેથી એમ અનુમાન કરી શકાય કે તે બન્ને પ્રદેશોમાં જૈનોની સંખ્યા અને જાહોજલાલી વિશેષ હતી. આપણા અમદાવાદમાં જ અનેક જૈન મંદિરો છે, જૈન મુનિઓ અને જૈન સાધ્વીઓ પણ સંખ્યામાં વિશેષ છે, અને જૈન કુટુંબોની સંખ્યા પણ બીજાં નગરો કરતાં વધારે છે; તથા વૈભવની દૃષ્ટિએ પણ જૈન કુટુંબો અહીં જ વિશેષ જોવા મળે છે. તેમ છતાં ઘણા લોકોના મનમાં જૈન ધર્મ શું છે ? શું એ આસ્તિક ધર્મ છે ? શું એ ધર્મ પુનર્જન્મમાં માને છે ? –એવા એવા અનેક પ્રશ્નો ઊઠતા હોય છે. આવા પ્રશ્નો જેમના મનમાં ઊગે છે, તેમાં વિદ્યાર્થીઓ પણ આવી જાય છે. આપણી કૉલેજના જ ઘણું કરીને મારા વર્ગના વિદ્યાર્થીઓએ મને આવા પ્રશ્નો કરેલા, ત્યારે મેં તેમને એ પ્રશ્નોના બરાબર ઉત્તરો આપીને બધું સમજાવેલું. આપણે ત્યાં જુદા જુદા ધર્મના અનુયાયીઓ આડોશી-પાડોશી હોવા છતાં એક-બીજાનો પૂરો પરિચય કરવાનો રિવાજ ઘણો જ ઓછો છે. એક બ્રાહ્મણકુટુંબ અને એક જૈન કુટુંબ વરસો સુધી એક જ ખડકીમાં રહેતાં હોય છતાંય તેમની વચ્ચે ઘણો જ ઓછો પરિચય હોય છે. કોઈ એવાં કુટુંબો સહૃદયી હોય તો પરસ્પર ઘણી સહાનુભૂતિ ધરાવતાં હોય, સુખેદુઃખે એકબીજાને સારી રીતે ખપમાં પણ આવતાં હોય અને પરસ્પર સ્વાર્થની અપેક્ષા વિના એક-બીજા માટે એક-બીજા ઘસાઈ છૂટતાં પણ હોય. તેમ છતાં એકબીજાના ધર્મને સમજવા જિજ્ઞાસાપૂર્વક વિચારોની આપ-લે કરવાનું બની શકતું નથી. ધર્મને આળો વિષય માનવામાં આવે છે અને એ અંગે ચર્ચાવિચારણા કરતાં કદાચ સામા મિત્રનું મન દુખાય એવી ભીતિ સેવવામાં આવે Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને અહિંસા ૦ ૫૫ છે. આ ઉપરાંત, પોતપોતાના ધાર્મિક પૂર્વગ્રહો પણ આમાં આડા આવે છે અને એમ માનવામાં આવે છે કે સૌ સૌનો ધર્મ સૌને મુબારક; એની ચર્ચાવિચારણા કરીને શું કામ છે? આથી વિશેષ તો આ વિષયમાં પ્રતિબંધક એ છે કે દરેક ધર્મગુરુએ પોતપોતાના ધર્મના વાડા બાંધી રાખેલા છે. અમુક વાડાનો માણસ અમુક વાડામાં ન પેસી જાય એ માટે કઠોર મર્યાદાઓ મુકાયેલ છે. આ પરિસ્થિતિને લીધે નોબત ત્યાં સુધી પહોંચી ગયેલ છે, કે એક-બીજા ધર્મનું સાહિત્ય પણ એક-બીજા ધર્મના લોકો વાંચી શકતા નથી. પરિણામે પરસ્પર ઘનિષ્ઠ મિત્રતા હોવા છતાં ધર્મના વિષયમાં સૌ લોકો પોતપોતાના પૂર્વગ્રહો પ્રમાણે વર્તે છે. બીજાનો ધર્મ બરાબર નથી અને પોતાનો ધર્મ બરાબર છે. બીજાનો ધર્મ ખોટો છે અને પોતાનો ધર્મ સાચો છે. આવી માન્યતાઓ બંધાયેલી હોવાથી ભિન્નભિન્ન ધર્મો અંગે લોકોની વિવિધ માન્યતાઓ બંધાયેલી ચાલી આવે છે. પરિણામે સમગ્ર દેશમાં વ્યાપક એકતા, આત્મીયતા અને વાસ્તવિક સહાનુભૂતિ વધી જ શકતાં નથી. તેથી દેશ આખો છિન્નભિન્ન સ્થિતિમાં સપડાયેલ છે. પ્રાંતની સરહદના કલહો, પ્રાંતીય દૃષ્ટિએ ભાષાના કલહો અને કોમી વિખવાદ વધતો જાય છે. અને મેળવેલી આઝાદીનું જે સુખ અનુભવાવું જોઈએ તે ભાગ્યે જ અનુભવાય છે. જો આવી પરિસ્થિતિ લાંબા કાળ સુધી ચાલુ રહી તો એ આઝાદી માટે ભારે ભય સમાન નીવડવાની. મથાળે “જૈન ધર્મ આમ શબ્દો મૂકેલ છે, અને લેખક બીજી વાતોમાં ચડી ગયો છે એમ જરૂર લાગવાનું, પણ મથાળાના જૈન ધર્મના ધર્મ' શબ્દના સંદર્ભમાં જ આ બધું લખાયેલ છે એ સુજ્ઞવાચક બરાબર વિચારશે તો તેના ધ્યાનમાં આવી શકશે. ધર્મ' શબ્દથી જે આચાર, વિચાર કે પ્રવૃત્તિ સૂચિત થાય છે તેનો સંબંધ વિશેષતઃ આમજનતા સાથે છે. આમજનતાના હિત માટે જ ધર્મપ્રવૃત્તિનો પ્રાદુર્ભાવ થયેલ છે. અહીં ધર્મપ્રવૃત્તિનો વ્યાપક અર્થ સમજવાનો છે, એથી એ અર્થમાં તમામ ધર્મની પ્રવૃત્તિઓને સમજવાની છે. એક જમાનો એવો હતો કે જ્યારે ધર્મ જેવી કોઈ ચીજ ન હતી. લોકો આહાર, નિદ્રા, ભય અને મૈથુન જેવી પાશવી વૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેતા અને પોતાની જાત સિવાય અથવા પોતે કલ્પેલી ટોળી સિવાય જાણે બીજાને કોઈને જીવવાનો હક હોય એમ નહિ માનતા અને ભિન્ન કલ્પેલી જાતોનો પોતાના આહાર વગેરે ભૌતિક આનંદ માટે ભારે સંહાર થતો. પશુપક્ષીઓનો તો ઉપયોગ આહાર વગેરે માટે જ છે એવી માન્યતા દઢમૂળ થઈ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૦ સંગીતિ ગયેલી અને મનુષ્યો વિશે પણ એવી જ માન્યતા થઈ ગયેલ. આને લીધે બળવાન જાતિઓ નિર્બળોનો સંહાર કરી નાખતી અને લોકો નરમેધ સુધી પહોંચી ગયા હતા. આ પરિસ્થિતિ ઘણા થોડા લોકોને માટે સુખદાયી હતી, અને જેમને માટે એ સુખદાયી લેખાતી તેઓ પણ ભારે સંતપ્ત અવસ્થાનો અનુભવ કરતા; કેમ કે જેમને મારવાના હતા તેઓ પોતાની શક્તિભર પ્રયત્ન કરીને સામે થવામાં કચાશ ન રાખતા અને જીવસટોસટની લડાઈઓ ચાલુ રહેતી. આમાં, જોકે જેઓ બળવાન હતા તેઓ જ ફાવી જતા, પણ ઘણી બધી શક્તિને વેડફી નાખ્યા પછી આમ બનતું. એથી જેઓ ફાવી જનારા હતા તેઓ પણ સુખેથી ઊંઘી શકતા ન હતા. આમ એકંદરે કોઈને સુખ-શાંતિ સાંપડતાં ન હતાં. આવી પરિસ્થિતિથી આદિકાળમાં જેટલો માનવસમાજ હતો તે બધો કોઈ ને કોઈ રીતે અશાંતિ અનુભવતો રહેતો. તેમાં જે લોકો વિચારકો હતા, ચિંતનશીલ હતા અને શાંતિની શોધ માટે પ્રબળ પ્રયાસ કરનારા હતા તથા એક-બીજા માનવોની લાગણીઓને બરાબર ઓળખનારા હતા, તેઓએ ખેતીની શોધ કરીને લોકોને ખેતી કરતાં શીખવ્યું અને તે દ્વારા અનાજ, ફળો વગેરેને પકવીને આહારાદિ નૈસર્ગિક વૃત્તિઓને સંતોષી શકવાની યોજના શરૂ થઈ. આમ થવાથી જે એકબીજી જાતિઓ દ્વારા ઘોર માનવસંહાર થતો હતો, તે થોડોઘણો અટક્યો અને લોકોને ખેતીદ્વારા શાંતિ મળવા લાગી. આમ કૃષિપ્રવૃત્તિરૂપ ધર્મ ઉપરાંત બીજી બીજી પ્રવૃત્તિવાળા, શાંતિના હેતુરૂપ જુદા જુદા ધર્મોની શોધ થવાની શરૂઆત થઈ. ધર્મ એટલે અમુક પ્રકારની ક્રિયાત્મક પ્રવૃત્તિ અને અમુક પ્રકારની ભાવનાત્મક પ્રવૃત્તિ. આ બન્ને પ્રવૃત્તિઓ સમગ્ર સમાજને અને પશુપક્ષીના સમાજને પણ હિતરૂપ નીવડવા લાગી. સમાજના હિતનો વિચાર કરનારા શોધક પંડિતોએ એ ક્રિયાત્મક ધર્મ અને ભાવનાત્મક ધર્મની શોધ કરતાં કરતાં અહિંસા, સત્ય, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ બધી આચારાત્મક પ્રવૃત્તિઓને શોધી કાઢી અને તેમને અમલમાં મૂકવાની જનસમાજને વિશેષ ભલામણ કરી. તેમાં ત્યાં સુધી જણાવવામાં આવ્યું કે જે સમાજ એ પાંચેય પ્રવૃત્તિઓને જેટલે અંશે વાસ્તવિક અર્થમાં અમલમાં મૂકશે, તે સમાજ તેટલે અંશે શાંતિ ભોગવવાનો અને બીજાની શાંતિમાં દખલ નહિ કરવાનો. અને જે સમાજ એ પાંચે પ્રવૃત્તિઓને અમલમાં નહિ મૂકે તે સમાજ અશાંતિને અનુભવવાનો અને Page #78 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને અહિંસા : ૫૭ બીજાની શાંતિનો નાશ કરવાનો. એ પાંચે પ્રવૃત્તિઓના આચારાત્મક અનુસંધાનમાંથી આત્મા, પુનર્જન્મ, પાપ, પુણ્ય, કર્મનો સિદ્ધાંત, ઈશ્વર, અદ્વૈત, બ્રહ્મચર્યાશ્રમ વગેરે ચાર આશ્રમો, બ્રાહ્મણ વગેરે ચાર વર્ણો ઉપરાંત જરથોસ્તી ધર્મ, વૈદિક ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વગેરે તમામ ધર્મવિષયક વિચારોની શોધ થઈ. ભારત દેશ સિવાય બીજા બીજા દેશોમાં પણ યહૂદી, ખ્રિસ્તી, ઇસ્લામી વગેરે જે અનેક ધર્મો શોધાયેલા છે, તે પણ ઉક્ત પાંચે પ્રવૃત્તિઓના આચારાત્મક અનુસંધાનને અને સામાજિક કલ્યાણની ભાવનાને આભારી છે. આ રીતે, જૈન ધર્મની શોધ માટે પણ અહિંસા વગેરે પાંચે આચારાત્મક પ્રવૃત્તિઓ હેતુરૂપ છે અને સામાજિક હિત નિશ્રેયસની ભાવના જ એ શોધની પ્રેરક છે. જૈન ધર્મના પાયામાં મૂળ તરીકે અહિંસાને માનવામાં આવેલ છે. નિષેધાત્મક ધર્મરૂપ અહિંસાને પાયામાં માનવામાં આવી અને વિધેયાત્મક ધર્મપ્રવૃત્તિને પાયામાં કેમ ન માનવામાં આવી ? આવો પ્રશ્ન ગમે તે જિજ્ઞાસુને સ્વાભાવિક રીતે જ ઊગી શકે તેમ છે. મનુષ્ય પોતાનાં ભૌતિક સુખ, આનંદ માટે હિંસા કરે છે, જૂઠું બોલે છે, ચોરી કરે છે, પરિગ્રહ સંગ્રહે છે અને વિજાતીય સહવાસ દ્વારા વિષયવિલાસ માણે છે. જેમ એક મનુષ્ય વર્તે છે તેમ મનુષ્યસમાજ પણ આ રીતે જ વર્તે છે; અને પશુ-પક્ષી તથા વનસ્પતિઓ માટે તો એ પ્રવૃત્તિ સ્વાભાવિક જ થઈ પી છે. પશુ-પક્ષી વગેરે દ્વારા થતી એ પ્રવૃત્તિઓ પ્રકૃતિના નિયંત્રણમાં હોવાથી કોઈની શાંતિમાં કે પરસ્પરની શાંતિમાં ભારે ખલેલ પહોંચાડી શકતી નથી. પણ માનવ કે માનવસમાજ બુદ્ધિશક્તિયુક્ત હોવાથી તે પોતપોતાના આનંદ માટે એ પાંચે હિંસાદિ પ્રવૃત્તિઓને નિરંકુશપણે, સ્વચ્છંદીપણે ચલાવવા લાગે તો કોઈ વ્યક્તિ કે સમાજને શાંતિ મળવાનો સંભવ નથી. આમ આ પ્રવૃત્તિઓમાં નિરંકુશતા અને સ્વચ્છંદ જ ચાલવા લાગે, તો પછી આદિમાનવની જંગલી વૃત્તિનું જ પુનરાવર્તન થાય અને શાંતિનું નામનિશાન ન રહે. માટે તમામ ધર્મશોધકોએ સૌ પહેલાં એમ જ કહ્યું, કે હિંસા ન કરો, જૂઠું ન બોલો, ચોરી ન કરો, પરિગ્રહનો સંગ્રહ ન કરો અને વિજાતીય સંસર્ગ દ્વારા મેળવાતા આનંદની હદ બાંધો અથવા એવા પરાધીન આનંદનો સમૂળગો ત્યાગ કરવાની શક્તિ કેળવો, જેથી બાકીની હિંસા વગેરે પ્રવૃત્તિઓ ઓછી જ થઈ જાય. આ રીતે, નિષેધાત્મક ધર્મરૂપ અહિંસાને પ્રથમ સ્થાન અપાયું અને સાથે જ વિધેયાત્મક ધર્મનાં પણ વિધાન તમામ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૮ • સંગીતિ ધર્મશોધકોએ પોતપોતાની રીતે બતાવેલાં છે કે સર્વત્ર સમભાવ રાખો, સર્વત્ર મૈત્રી-વૃત્તિને કેળવો, સર્વત્ર અભેદ-અદ્વૈત-ભાવના રાખો, ઈશ્વર એક પિતા છે અને પ્રાણીમાત્ર તેનાં સંતાન છે માટે સર્વની સાથે ભ્રાતૃભાવ કેળવો. આ રીતે, તમામ ધર્મના પંડિતોએ નિષેધાત્મક ધર્મની સાથે જ વિધ્યાત્મક આચરણને પણ ભારપૂર્વક ધર્મરૂપે જણાવેલાં જ છે. જો કે તમામ ધર્મોએ અહિંસાને પ્રથમ સ્થાન આપેલ છે, અને એ અંગે માનવહિતની દષ્ટિએ વિચારણાઓ પણ કરેલ છે, છતાં જૈન ધર્મની અહિંસાની વિચારણા સર્વ પ્રાણીઓના હિત-કલ્યાણની દૃષ્ટિએ વિશેષ ગંભીર છે. આ અહિંસાની વિચારણા માણસને, પશુને, અને પક્ષીને તો સ્પર્શે છે જ, તે ઉપરાંત પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિને પણ સ્પર્શે છે. માણસ અને પશુ-પક્ષીઓના જીવનને ટકાવવા પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિનો ઘણો મોટો ભોગ લેવામાં આવે છે, અને એ બિચારાં મૂક પ્રાણીઓના સંહારનો કોઈ પાર નથી રહેતો. માટે જૈન ધર્મે જ આ વાત કહી છે, કે પૃથ્વી વગેરે જીવોના સંહારની મર્યાદા રાખવી ઘટે. અને જે માનવ આવી મર્યાદા રાખે તેણે પોતાના જીવનને પણ મર્યાદામાં જ રાખવું ઘટે. માનવ પોતાના જીવનને મર્યાદામાં ન રાખે, તો અહિંસાના આચરણનો સંભવ જ નથી. તેથી માનવ, પશુ-પક્ષી વગેરે તમામ નાના મોટા જીવો તરફની મૈત્રીવૃત્તિનું પણ જૈન ધર્મે ખાસ સમર્થન કરેલ છે. ભલે જૈન લોકો તેને બરાબર ન પાળે અથવા તો વિપરીત રીતે પાળીને ધર્મ આચર્યાનો સંતોષ માને, પણ જૈન ધર્મના શોધકોએ તો પોતે જેમ કહેલ છે તેમ આચરેલ પણ છે અને શાસ્ત્રોમાં પણ ઢંઢેરો પિટાવીને સ્પષ્ટ કહે છે કે પરિગ્રહને પ્રધાનસ્થાને રાખનારાઓ ભાગ્યે જ ખરા અર્થમાં જૈન ધર્મ દ્વારા સૂચવાયેલ અહિંસાને પાળી શકવાના. આ રીતે, જૈન ધર્મના શોધકોએ તમામ અશાંતિના મૂળરૂપે સંગ્રહવૃત્તિને જ ગણાવેલ છે. અને એ સંગ્રહવૃત્તિને રોકવા સારુ અહિંસા વગેરે પાંચ યમોના આચારણની ભાર દઈને ભલામણ કરેલ છે. જે વ્યક્તિ યા સમાજ આ પાંચે યમોનું આચરણ કરવાની ભાવના રાખે તેણે સંગ્રહવૃત્તિને મર્યાદામાં જ રાખવી ઘટે, અને જે વ્યક્તિ યા સમાજ સંગ્રહવૃત્તિને મર્યાદામાં રાખી શકે છે તે જ આ પાંચ યમોને ખરા અર્થમાં આચરી શકે છે. દાન, શીલ, તપ અને ભાવ એટલે ચિત્તશુદ્ધિ એ ચારને પણ ધર્મના મૂળ રૂપે વર્ણવેલાં છે; તે પણ અહિંસાદિ પાંચે યમોના પાલન અર્થે Page #80 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને અહિંસા ૦ ૫૯, અને સંગ્રહવૃત્તિને મર્યાદામાં રાખવાના હેતુથી જ. દાન એટલે ન્યાયપૂર્વક પેદા કરેલ ધન વગેરેની સામગ્રીનો સર્વ પ્રાણીઓના અને ખાસ કરીને કોઈ ભેદ રાખ્યા વગર મનુષ્યોના હિત-શ્રેય માટે ઉપયોગ. આમ કરવાથી સંગ્રહવૃત્તિ ઉપર અંકુશ આવી જ જાય, અને એ અંકુશ આવે એટલે શીલ-સદાચાર સહજ બની જાય, અને એ સહજ બને એટલે ઇંદ્રિયનિગ્રહ તથા મનોનિગ્રહરૂપ તપ પણ આપોઆપ સધાય. આ માટે કાંઈ જુદા ઉપવાસો કરવાની જરૂર હોતી નથી વા રહેતી નથી. અને આ બધું સધાય એટલે ચિત્તશુદ્ધિરૂપ પરિણામ અનાયાસે જ આવી જાય. આમ, સંગ્રહવૃત્તિ ઉપર અંકુશ વા અહિંસાદિક પાંચ યમો વા દાન, શીલ, તપ અને ભાવ-એ બધી પ્રવૃત્તિઓ કાયિક વા માનસિક એમ બન્ને પ્રકારે પરસ્પર સંકલિત છે, પરસ્પર સુસંબદ્ધ છે, એક-બીજાને ટેકારૂપ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જૈન ધર્મે જંગમ મનુષ્ય તથા પશુ-પક્ષીરૂપ પ્રાણી તથા પૃથ્વી વગેરે સ્થાવરરૂપ પ્રાણીએ તમામની હિંસા નહિ કરવાની ભલામણ કરી છે. અને જ્યાં એ સ્થાવર પ્રાણીઓની હિંસા કર્યા વિના જીવન નહિ ટકવા જેવું લાગે તેવા જ સંયોગોમાં એમની હિંસા ઉપર મર્યાદા મૂકી છે. આમ કહીને,જૈન ધર્મ પોતાના પાયાના સિદ્ધાંતરૂપ અહિંસાને માને છે; આ રીતે, અહિંસાનું ઉત્કટ સ્વરૂપ જૈન ધર્મમાં વિશેષતઃ બતાવેલ છે. જંગમ પ્રાણીઓ, મનુષ્યો વગેરે સાથેના વ્યવહારમાં પરસ્પર સહાનુભૂતિભર્યું વલણ, એક-બીજાની લાગણીને સમજીને વર્તવાની પ્રવૃત્તિ, તમામ જંગમ પ્રાણીઓ સાથે મૈત્રીવૃત્તિ વગેરે ઉપર ભાર મૂકીને જૈન ધર્મે હિંસાનો સર્વથા નિષેધ જ કરેલ છે. એટલે જે કેટલાક લોકો એમ સમજે છે, અને ઘણા લોકો તો એટલે સુધી કહે પણ છે, કે જૈન ધર્મ કીડા-મંકોડાની અહિંસા વિશે ભાર મૂકે છે, પણ મનુષ્યો અને પશુઓ વગેરેની અહિંસા ઉપર ભાર મૂકતો જણાતો નથી-આવી માન્યતા તદ્દન ભૂલભરેલી છે. જેઓ આવી માન્યતા ધરાવે છે તેઓ જૈન ધર્મના અહિંસાના સ્વરૂપને સમજ્યા જ નથી, વા તેમણે એ હકીકતને સમજવા ધ્યાન જ નથી આપ્યું, પણ જૈન ધર્મના અનુયાયીઓની પ્રવૃત્તિઓ જોઈને એવી ભળતી જ કલ્પના ગૃહીત કરી છે. જે લોકો વૈદિક પરંપરાના અનુયાયીઓ છે, તે લોકો ઇતિહાસના જમાનામાં ભૂતકાળમાં પરસ્પર ખૂનખાર રીતે લડતા હતા અને એક-બીજાનો જાન લેવા તલસતા હતા, તેમ જ વ્યભિચાર કરતા હતા, ખોટું બોલતા હતા, Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૦સંગીતિ ધાડો પાડતા હતા. વર્તમાનમાં પણ વૈદિક ધર્મના અનુયાયી આ બધું જ કરતા રહે છે એમ સૌ કોઈને પ્રત્યક્ષ છે. એ બધું જાણીને એમ કહી શકાય ખરું, કે વૈદિક પરંપરાનો ધર્મ હિંસાને, અસત્યને, ચોરીને યા વ્યભિચારને સમર્થન આપે છે? યા તે તે દૂષિત પ્રવૃત્તિઓને ધર્મરૂપ માને છે ? કોઈ પણ ધર્મના અનુયાયી પોતપોતાની સ્વચ્છંદી વાસનાને વશ પડેલો છે, અને તેથી તે અનુચિત રીતે વર્તી રહ્યો છે. એથી કાંઈ એમના ધર્મ ઉપર એ વર્તનનો દોષ લગાડી શકાય ખરો? કોઈ પણ ધર્મ–પછી જૈન ધર્મ હોય યા વૈદિક ધર્મ હોય–તે કોઈ પણ જાતની અનુચિત પ્રવૃત્તિનું કદી સમર્થન કરતો જ નથી એ વાતને કદી ન ભૂલવી જોઈએ. ધર્મની વિચારણા અને વાસ્તવિક સ્વરૂપ સમજવા માટે તે તે ધર્મના પ્રવર્તકોનાં જીવન, આચરણ અને વર્તન તટસ્થ ભાવે તપાસવાં જોઈએ. અને તેવા લોકોએ જે ઉપદેશો આપેલા છે તેનું ઊંડું અધ્યયન કરવું જોઈએ. આમ થાય તો જ કોઈપણ ધર્મનો ખરો મર્મ ધ્યાનમાં આવી શકે. કોઈના મનમાં એવો પ્રશ્ન થવાનો સંભવ છે કે જૈન ધર્મે મનુષ્ય અને પશુ વગેરેની હિંસાનો નિષેધ કરેલ છે તે તો સમજી શકાય એમ છે; પણ પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિની હિંસાનો જે નિષેધ કરેલ છે વા તે નિષેધ અંગે જે મર્યાદા બતાવેલ છે, તે આપણું ચાલુ જીવન, આચરણ અને જરૂરિયાત જોતાં સમજમાં આવી શકતું નથી. આ પ્રશ્નનો ખુલાસો આ પ્રમાણે છે. વ્યક્તિનું કે સમાજનું જીવનધોરણ અને સત્ત્વસંવર્ધન એક-બીજા ચેતનને ઘસારો આપ્યા વિના સંભવી શકતું જ નથી. એટલે કોઈ પણ દેહધારી મનુષ્યના જીવનમાં સૂક્ષ્મ રીતે સંપૂર્ણપણે અહિંસાનું આચરણ શક્ય નથી. સામાન્ય મનુષ્યની તો આ પરિસ્થિતિ છે, પરંતુ જેઓ વીતરાગ અને પૂર્ણ અનાસક્ત પુરુષો છે, તેમનું જીવનધારણ પણ બીજા ચેતનને ઘસારો આપ્યા વિના સંભવિત નથી; માટે તમામ ધર્મપ્રવર્તક પુરુષોએ અનુભવથી એમ ઠરાવેલ છે કે જીવનમાં હિંસાનો ઉપયોગ છે ખરો, પણ તે વિવેકપૂર્વકની મર્યાદામાં જ; મર્યાદાથી જરા પણ વધારે નહિ જ. આમ છે માટે મહાભારતમાં, જૈન-પ્રવચનમાં અને બૌદ્ધ પિટકોમાં આ અંગે આમ કહેલું છે કે જેમ ભમરો પોતાના નિર્વાહ માટે પુષ્પમાંથી રસ મેળવે છે, પણ રસ આપનારાં પુષ્પોના નાશની પરિસ્થિતિ આણીને નહિ–ભમરો પોતાનો પોષક રસ પુષ્પોમાંથી એવી રીતે મેળવે છે, જેથી પુષ્પોને ઓછામાં ઓછો ઘસારો Page #82 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને અહિંસા - ૬૧ પહોંચે, તેમ હિંસાના વ્યાપક ઉપયોગની પરિસ્થિતિમાં અહિંસાના તમામ સાધકોને માટે હિંસાનો મર્યાદિત ઉપયોગ કરવા તરફ વિશેષ ધ્યાન આપવાનું છે, અને પૂર્વોક્ત પ્રશ્નનો ખુલાસો પણ હિંસાના મર્યાદિત ઉપયોગમાં આવી જાય છે. આ ઉપરથી એટલું ફલિત કરી શકાય કે વ્યક્તિ કે સમાજને જીવનધારણ, જીવનપોષણ અને સત્ત્વસંવર્ધન માટે જેટલી હિંસા જરૂરી હોય તેટલી આવશ્યક કર્તવ્યરૂપ મનાય છે. આનો અર્થ એમ સમજવાનો નથી જ, કે આવશ્યક હિંસા એ અહિંસા છે; છે તો તે હિંસા જ. પણ માણસ વા સમાજ લાચાર હોવાથી તેને ઉપયોગમાં લઈ પોતાને ટકાવવા અને એ રીતના ટકાવ દ્વારા સગુણો વધારવાની કે પોતાની ઉપરની તમામ પ્રામાણિક જવાબદારીઓને ન્યાયની રીતે નિષ્ઠાપૂર્વક અદા કરવા-કરાવવાની પ્રવૃત્તિ કરતો રહે તો જ તેણે આવશ્યક હિંસાનો સદુપયોગ કર્યો કહેવાય, નહિ તો નહિ જ. - વર્તમાનમાં આપણા વ્યક્તિગત જીવનમાં કે સામાજિક વા સામૂહિક જીવનમાં આ જાતની હિંસાની કોઈ મર્યાદા જોવામાં નથી આવતી. એમ થવાથી જ આખો સમાજ દુઃખી, ત્રસ્ત, બેકાર, આળસુ જેવો દેખાય છે અને નીતિના અને કાર્યનિષ્ઠાનાં ધોરણોને જાળવવામાં સફળ થઈ શકતો નથી. અત્યારે તો નીવો નીવણ નીવનમું કે માસ્યન્યાય તમામ ક્ષેત્રોમાં પ્રવર્તી રહ્યો છે; અને એટલે વુક્ષતઃ વુિં ન જતિ પાપમ્ જેવી પરિસ્થિતિ ચાલી રહેલ છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિની અમર્યાદ નિરંકુશ હિંસા થવાથી જે ઘણાં માઠાં, ભયાનક અને પ્રજાને દુઃખ આપનારાં પરિણામો આવ્યાં છે તે આ છે : જો આપણે પૃથ્વીની હિંસાની વ્યક્તિગત યા સામૂહિક મર્યાદા આંકી હોત તો અત્યારે ખેડ કરી શકે તેવા કુશળ અને સાધનયુક્ત લોકો પણ જમીન વગર રહી જ ન શક્યા હોત અને બેકારી પણ ઓછી થઈ ગઈ હોત; તથા જમીન વગરના હોવાને કારણે જે પીડા અનુભવાઈ રહી છે તે ઘણે અંશે દૂર થઈ ગઈ હોત. વળી, જે ઘણી વિસ્તારવાળી જગ્યાઓ રોકી રાખી તેમાં પોતાના વા કુટુંબના વૈભવી આનંદ માટે અથવા ધર્મને નામે જે મોટાં મોટાં મકાનો બાંધવામાં આવ્યાં છે અને આવે છે તે ન બન્યું હોત તથા આ પરિસ્થિતિને લીધે જે હજારો મનુષ્યો મકાન વગરનાં રહ્યાં છે તે પણ ન બન્યું હોત. બીજું, ખાણોનો વ્યવસાય, જે કેવળ મૂડીદારોની મૂડી વધારવામાં જ સાધન બનેલ છે, તે માટે શાસ્ત્રો યા શાસ્ત્રોના ઉપદેશકો ઉપર કોઈ પણ રીતે દોષનો ટોપલો Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સંગીતિ ઓઢાડી શકાય ખરાં? પશ્ચિમના લોકો વિશેષતઃ ઈહલોકવાદી છે, અને તેથી એ દષ્ટિએ તેઓ પોતાના વ્યવહારો ગોઠવે છે. તેમ કરતાં પણ તેઓ વનસ્પતિ વગેરેના સંરક્ષણનું તથા પશુ-પક્ષીઓના સંરક્ષણનું અને માનવશક્તિના સંરક્ષણનું મૂલ્ય બરાબર સમજે છે. આપણે ત્યાં જે દશા પૂજય મનાતી ગાયોની છે, તે કરતાં એ લોકના જીવનના ઉપયોગની દષ્ટિએ ગાયોની મહત્તા સેંકડો ગણી વધારે છે. આપણે ત્યાં વેપારી લોકો ખાવાની દરેક ચીજોમાં–અરે ! દવામાં સુધ્ધાં– ભેળસેળ કરીને લોકોના જીવન સાથે ખેલ કરી શકે છે, ત્યારે ઈહલોકવાદી લોકોમાં આવું વલણ જોવામાં નથી આવતું. આનું કારણ અહિંસાની સમજમાં, તેની મર્યાદા અને ઉપયોગની સમજમાં આપણું જ્ઞાન કેવળ અંધવિશ્વાસ ઉપર વિવેકહીન રીતે ટકેલ છે, ત્યારે તેમનું જ્ઞાન વર્તમાન જીવનની ઉપયોગિતારૂપ કાર્ય-કારણના પ્રત્યક્ષ નિયમને વૈજ્ઞાનિક રીતે અવલંબે છે. આ જોતાં એમનો ઇહલોકવાદ આપણા પરલોકવાદ કરતાં વિશેષ ચડિયાતો છે. તેઓ ઈહલોકને તો સુધારે છે ત્યારે આપણા તો બન્ને લોક બગડે છે. ધર્મ સૌથી પ્રથમ ઈહલોકની શાંતિ માટે છે અને એ શાંતિને પરિણામે પરલોકની શાંતિ સુલભ છે એ સૌ કોઈએ યાદ રાખવું જરૂરી છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે જૈન-પ્રવચનમાં તેના પ્રાદુર્ભાવની પરિસ્થિતિ પ્રમાણે અહિંસા ઉપર વિશેષ ભાર અપાયેલ છે. અને તેની સાથે સત્ય, અસ્તેય, અપરિગ્રહભાવ અને બ્રહ્મચર્ય ઉપર પણ એટલો જ ભાર અપાયેલ છે. અહિંસા અને સત્ય વગેરેમાં પરસ્પર રશ્ય-રક્ષકનો ભાવ વર્તે છે. અહિંસા ગઈ તો સત્ય વગેરે બધું જ ગયું, અને સત્ય વગેરે ગયાં તો અહિંસા પણ ગઈ જ. એમ સ્પષ્ટ કહેવામાં આવેલ છે કે પાંચ મહાવ્રતોમાંના એકનું ખંડન અટલે એ પાંચેનું ખંડન. ધર્મ સમાજનું વર્તમાનકાલીન ધારણ-પોષણ એ સર્વસંવર્ધન કરવામાં કદી બાધક નીવડતો જ નથી. એમ હોવાથી જ તેનું “ધર્મ'નામ સાર્થક છે. જો. ધર્મ બાધક નીવડે, તો તે “ધર્મ જ ન કહેવાય, પણ ધર્મને નામે ચાલતો ભ્રાંત વ્યવહાર કહી શકાય. આ રીતે જૈન ધર્મના એક સિદ્ધાંત અહિંસા વિશે થોડી વિવેચના થઈ. અહિંસા ઉપરાંત તેના બીજા સિદ્ધાંતો સ્યાદ્વાદ-અનેકાંતવાદ, સંયમ, ગૃહસ્થધર્મ, સાધુધર્મ, આત્મવાદ, કર્મવાદ, બંધ અને મોક્ષ વગેરે વિશે પણ વિવેચના કરવાની જરૂર છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬. અસત્ય હિંસા અને અસત્ય એ બન્ને એકબીજાનાં પોષક છે. અસત્ય હોય છે ત્યાં હિંસા હોય છે અને હિંસા હોય છે ત્યાં અસત્ય હોય છે. કોઈ એમ કહી શકે કે અસત્યનો સંબંધ તો ભાષા સાથે છે અને હિંસાનો સંબંધ તો કોઈ પ્રાણીને દૂભવવા સાથે છે તો પછી અસત્ય અને હિંસા એ બે વચ્ચે એકબીજાનું પોષકપણું કેમ સંભવી શકે ? સ્થૂલ રીતે વિચારતાં સંભવ છે કે અસત્ય અને હિંસા વચ્ચે મેળ ન જણાય, પરંતુ જરા વિશેષ ઊંડા ઊતરીને વિચારીએ તો સ્પષ્ટ જણાશે કે જેમ સત્ય અને અહિંસા એકબીજાં પરસ્પર સંકળાયેલાં છે તેમ અસત્ય અને હિંસા એ બન્ને દુર્ગુણો પણ એકબીજા સાથે સંકળાયેલાં છે. કોઈ એમ પણ પૂછવા તૈયાર થાય કે ગુસ્સામાં આવીને મેં એક માણસને તમાચો માર્યો, આ હિંસા તો કહેવાય એ તદ્દન ચોખ્ખી વાત છે; પણ આ હિંસાની પ્રવૃત્તિનો અસત્ય સાથે શી રીતે મેળ ખાય ? જે વસ્તુ જેવી છે તેવી સમજવી અને વ્યવહાર પણ તેવી સમજણને અનુસરીને કરવો આનું નામ સત્ય અને એથી ઊલટું હોય તે અસત્ય; જેમકે કોઈ બે ભાઈઓ છે. તે બે ભાઈઓ જ્યાં સુધી એકબીજાના ભ્રાતૃધર્મને બરાબર સમજે, એક બીજા માટે ઘસાવામાં પરમ આનંદ અને સંતોષ અનુભવે, તથા એકબીજા માટે પ્રાણ આપવાનો પ્રસંગ આવે તો પણ સંકોચ ન રાખે અને આ જાતનો ઉત્તમોત્તમ પ્રકારના ભ્રાતૃધર્મને અનુસરે ત્યાં સુધી ભાઈઓ ઉત્તમ રીતે સત્યનું આચરણ કરે છે. તેમણે પોતાની વચ્ચેના ભ્રાતૃધર્મને યથાર્થ રીતે સમજેલ છે અને સમજ્યા પ્રમાણે તેઓનું આચરણ પણ છે, આ સત્યનું આચરણ થયું. હવે જ્યારે એક ભાઈ પોતાની વાસના-તૃષ્ણાને વશ થઈને પોતાને કાંઈ ઓછું પડતાં બીજા પોતાના ભાઈ ઉપર હાથ ઉગામે ત્યારે એ હિંસાની શરૂઆત થઈ અને એ સાથે અસત્યની પણ શરૂઆત થઈ ગઈ. જો તમાચો મારનાર ભાઈ પોતાના ભાઈને વાસ્તવિક ભાઈ સમજતો હોય તો તે કદી Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૪ • સંગીતિ તૃષ્ણાના આવેશમાં આવીને ભ્રાતૃધર્મને ચૂકે નહીં. પરંતુ અહીં તો જેનામાં તૃષ્ણાનો આવેશ આવેલ છે તે પોતાની સમજમાં આવેલા ભ્રાતૃધર્મને પાળતો નથી, એટલે કે જે સત્ય હકીકત છે તેની અવગણના કરવા તત્પર થયેલ છે અને તેથી જ તે પોતાના ભાઈને મારવા હાથ ઉગામે છે. એનો અર્થ એ જ થાય કે તે સત્યનું આચરણ છોડી અસત્યનું આચરણ કરવા ઊછળી રહ્યો છે, "અને એ અસત્યના આચરણમાંથી જ બતાવેલ ક્રમે ગોઠવો હિંસાનો આવિર્ભાવ થાય છે. જો તે ભ્રાતૃધર્મનું જે સત્યજ્ઞાન પામેલ છે, તેને પૂરતો વફાદાર રહ્યો હોત તો કદી તૃષ્ણાના આવેશમાં ન તણાત; અને એમ થાત તો તેનાથી હિંસક પ્રવૃત્તિ કેમ થાત ? તાત્પર્ય એ છે કે જ્યાં જયાં હિંસાની પ્રવૃત્તિ ચાલે છે ત્યાં બધે શરૂઆતમાં અસત્યનો પ્રવેશ હોય છે અને તેથી જ હિંસાની પ્રવૃત્તિ ચાલે છે. આ રીતે અસત્ય અને હિંસા એ બન્ને એકબીજાં પરસ્પર સંકળાયેલાં છે, એકબીજામાં ઓતપ્રોત છે. એટલે અસત્યને તજનારે અહિંસાને આશ્રયે જવું જોઈએ અને સત્યનો તજનારો આપોઆપ હિંસામાં સપડાઈ જાય છે. આ હકીકતને સ્પષ્ટ કરવા એક આ બીજો પણ દાખલો આપી શકાય : ધારો કે એક કોઈ મોટા વેપારીની પેઢી છે. તેમાં આઠ ગુમાસ્તાઓને રોકવામાં આવે તો જ પેઢીનું બધું કામ બરાબર થઈ શકે છે. એક ગુમાસ્તી કરનારને માસિક સો રૂપિયા ઓછામાં ઓછા આપવામાં આવે તો માસિક આઠસો રૂપિયા તે ગુમાસ્તાના પગારમાં જ ચાલ્યા જાય. આ સ્થળે પેઢીનો માલિક શેઠ ચોખું સમજે છે કે આઠ ગુમાસ્તાઓ હોય તો જ પેઢીનું કામ સુતરું ચાલી શકે એમ છે. પણ તે લોભને વશ થઈને એમ વિચારવા લાગે છે કે આઠ ગુમાસ્તા રાખીશ તો મહિને ને મહિને રૂપિયા આઠસો કલદાર તિજોરીમાંથી ઓછા થશે. એ લોભાં થયેલા પેઢીપતિને એ ખ્યાલમાં આવતું જ નથી કે આ આઠ ગુમાસ્તાઓ મહિને ને મહિને એંશી હજાર રૂપિયાનું વેચાણ વા ઉત્પાદન કરશે તેથી તેમને આઠસો રૂપિયા આપવા તે કાંઈ વધારે પડતું નથી. ઊલટું તેને પોતાના એંશી હજારમાંથી આઠસો ખૂટે છે તે સહ્યું જતું નથી. એટલે આઠને બદલે ચાર ગુમાસ્તાઓ રાખે છે અને એમ કરીને એ શેઠ પોતાના ચારસો રૂપિયા બચાવવાનો લોભ રોકી શકતો નથી. આ થયું અસત્ય આચરણ અને આઠનો બોજો ચાર માણસ ઉપર લાદવાથી હિંસાની પ્રવૃત્તિ પણ થઈ. એક બળદ જે માંડ ૨૦ મણ ઉપાડી શકે તેના ઉપર ત્રીસ મણ કે તેથી વધારે બોજો લાદવાથી જેમ બળદ ઉપર ત્રાસ કરવામાં આવે છે અને એ ત્રાસ જ હિંસારૂપ છે, તેમ પેલા શેઠજી જે ચારસો Page #86 -------------------------------------------------------------------------- ________________ અસત્ય - ૬૫ બચાવવાના લોભમાં આવીને એ ચાર માણસો ઉપર આઠ માણસોનો ભાર નાખે છે એ પણ એમના ઉપરનો ત્રાસ જ કહેવાય; અને ત્રાસ અને હિંસા એ બન્ને પર્યાય-શબ્દો છે; એટલે શેઠના મનમાં લોભનો પ્રવેશ થતાં અસત્યનું આચરણ થયું અને એમ થતાં એમાંથી હિંસાનો પ્રાદુર્ભાવ થયો. આ રીતે હિંસા અને અસત્ય એ બન્ને એકબીજાં ગાઢ સંબંધવાળાં છે, એમને બન્નેને છૂટાં પાડી શકાતાં નથી. તેમ છતાં લોભના, ક્રોધના, અહંકારના કે એવા બીજા કોઈ દુર્ગુણના આવેશમાં આવનારો માનવ જે સત્ય પોતાના ધ્યાનમાં છે, મનમાં બરાબર સમજાયેલ છે તેને અવગણીને વ્યવહાર અને પોતાની સુખસગવડ ગોઠવે છે. આનું નામ એટલે સત્યની અવગણના કરવાનું નામ અસત્ય અને એમ થતાં એમાંથી હિંસાની પ્રવૃત્તિ આપોઆપ પેદા થાય છે એ દીવા જેવું ચોખું છે. છતાં આપણે લોકો તૃષ્ણાના આવેશમાં આવીને હિંસા કરવા છતાં અસત્ય કરીએ છીએ એ હકીકતને સમજવા તૈયાર નથી. પરંતુ વાસ્તવિકતાનો તેથી અપલોપ થઈ શકતો નથી. જે સાધક વા મુમુક્ષુ વા ભક્તજન હિંસાને તજવાના વિચારનો હોય તેણે અસત્યનો ત્યાગ જ કરવાનો રહ્યો અને જે સાધક, મુમુક્ષુ વા ભક્તજન અસત્યને તજવાના સંકલ્પવાળો છે તેણે ક્રોધ, લોભ, અહંકાર આ બધી વૃત્તિઓનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જ રહ્યો. આમ થાય તો જ આપણા ખ્યાલમાં સત્ય અને અહિંસાના સંબંધનો, એકબીજાની ઓતપ્રોતતાનો ખ્યાલ આવે. જ્યાં સુધી આપણે એમ સમજીએ, સ્થૂલભાવે એમ માનીએ કે જીભથી ખોટું બોલવું તે અસત્ય અને કોઈને મારવું તે હિંસા અને આ બન્ને વચ્ચે કોઈ સંબંધ જ ક્યાં છે, ત્યાં સુધી આપણે સત્યનું અને અહિંસાનું પાલન નથી કરી શકવાના. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭. પરિગ્રહ-વિરમણ “પરિગ્રહ’ શબ્દ “પરિ' ઉપસર્ગ સાથે “પ્ર’ ધાતુ દ્વારા બનેલ છે. પરિ' એટલે ચારે બાજુએથી, “ગ્રહ' એટલે ગ્રહણ કરવું. પોતાના રક્ષણ માટે પોતાની પ્રતિષ્ઠા માટે, પોતાના યશ, લાભ માટે એમ પોતા માટે ચારે બાજુથી જે ગ્રહણ કરાય તેને તમામ શાસ્ત્રકારોએ “પરિગ્રહ' તરીકે સ્વીકારેલ છે. સમગ્ર સંસારનો ટકાવ “પરિગ્રહ' ઉપર જ છે. અશાંતિનો જનક પણ પરિગ્રહ જ છે. જે વ્યક્તિ અપરિગ્રહી છે અથવા બિનપરિગ્રહી છે તે કોઈને પણ ભયજનક નથી, પીડાજનક નથી. “પરિગ્રહ'નો વિરુદ્ધ શબ્દ “સંતોષ” છે. લોકમાં કહેવત છે કે “સંતોષી નર સદા સુખી.” સંતોષી થવું કે બિનપરિગ્રહી થવું સહેલું નથી. સંતોષી થવા માટે મનની પ્રવૃત્તિઓ, વાણીની પ્રવૃત્તિઓ તથા શરીરની પ્રવૃત્તિઓ ઉપર વધારે ને વધારે કાપ મૂકવો જરૂરી છે; એમ કર્યા સિવાય કોઈ પણ વ્યક્તિ અપરિગ્રહી અલ્પપરિગ્રહી કે સંતોષી થઈ શકતી નથી. “મૂછ એ આંતર-પરિગ્રહનું નામ છે. આંતરપરિગ્રહમાંથી જ બાહ્યપરિગ્રહ જન્મે છે. સર્વ પ્રકારે તો અપરિગ્રહી તે જ થઈ શકે જે શરીરધારી નથી. જે જે શરીરધારી છે તેને પરિગ્રહ કરવાની જરૂર પડે છે. આપણે ત્યાં સર્વ ધર્મોએ “અહિંસાને પરમ ધર્મરૂપે ગણાવેલ છે. આ અહિંસાને સાધવા માટે પણ અપરિગ્રહવૃત્તિ જ કેળવવી પડે છે. જેટલે અંશે અપરિગ્રહનો ભાવ કેળવાય, તેટલે અંશે જગતમાં સુખનો અને શાંતિનો અનુભવ થાય છે અને જેટલે અંશે પરિગ્રહનો ત્યાગ ન કેળવાય તેટલે અંશે દુઃખ વધતું જાય છે. આ માટે એક પ્રસિદ્ધ લૌકિક ઉદાહરણ આ પ્રમાણે આપી શકાય. એક બાવો હતો, તેની પાસે કશો જ બાહ્ય પરિગ્રહ ન હતો. માત્ર તે એક કૌપીનભર રહેતો. કૌપીન એટલે લંગોટી, બાવો જે ઝૂંપડીમાં રહેતો તે ઝૂંપડીમાં ઉંદરોનો ઉપદ્રવ વિશેષ રહેતો. બાવો પોતાની લંગોટીને ધોઈને પાસેના ઝાડ ઉપર સૂકવી દેતો અને બીજી લંગોટી પહેરી લેતો. પણ જ્યાં ઝૂંપડી હતી ત્યાં ઉંદરોનો ભારે ઉપદ્રવ હતો; એટલે ઉંદરો આવીને Page #88 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ-વિરમણ ૦ ૬૭ બાવાની લંગોટી તાણી જતા અને પોતાના દરમાં જઈને કાતરી ખાતા. બાવાએ વિચાર્યું કે “રોજ રોજ લંગોટી ક્યાંથી લાવવી, અને આ ઉંદરોનો ઉપદ્રવ જયાં સુધી રહેશે ત્યાં સુધી મારી લંગોટી સલામત નહીં રહે. ભિક્ષા માટે ગામમાં કાંઈ “નાગા' તો ન જ જવાય; માટે લંગોટીને સાચવવાની વ્યવસ્થા કરવી જરૂરી છે. ઉંદરો એટલા બધા છે કે તેમને હટાવી પણ શી રીતે શકાય? આ રીતે તો મારાં ધ્યાન, ઉપાસના વગેરે અનુષ્ઠાનો નિર્વિઘ્ન શી રીતે ચાલી શકે ?” આમ બાવો વિચારતો હતો ત્યાં કોઈ ગામડિયો તેનો ભક્ત તેને પગે લાગવા આવ્યો. આવતાં જ તેણે કહ્યું કે, “બાવાજી પાય લાગૂં.” પોતાના ભક્તના શબ્દ તો બાવાજીએ સાંભળ્યા પણ તેનું ધ્યાન પોતાની લંગોટીના રક્ષણના વિચારમાં એટલું બધું ડૂળ્યું હતું કે બાવાજીને ભક્તને આશીર્વાદ આપવાનું તરત સૂઝયું નહીં. ભક્ત જોયું કે આજે બાવાજી ભારે વ્યગ્ર બની ગયા છે અને હું રોજ રોજ તેમના દર્શને આવું છું ત્યારે તો તેઓ તરત જ મને “સુખી રહો'નો આશીર્વાદ આપે છે, પણ આજ તો તેઓ કોઈ વિશેષ ચિંતામાં એવા ડૂબી ગયા છે કે કદાચ, મારા નમસ્કારસૂચક શબ્દો પણ તેમણે નહીં સાંભળ્યા હોય”. આમ વિચારીને પેલા ગામડિયા ભક્ત વિશેષ અવાજ કરીને બાવાજીને ફરી વાર સંભળાવ્યું કે “બાવાજી પાય લાગું.” પોતાના ભક્તનો વિશેષ બળપૂર્વક બોલાયેલો શબ્દ બાવાજીને કાને બરાબર પડ્યો અને તેમણે ઊંચું જોઈને પોતાના ભક્તને “સુખી રહો'નો આશીર્વાદ તો આપ્યો, પણ જાણે બાવાજી ભારે કંટાળાથી બોલતા હોય તેમ પેલા ભક્તને લાગ્યું. એટલે જરા વધારે નજીક જઈને બાવાજીને ભક્ત પૂછ્યું કે “કેમ બાવાજી! આજે શી ચિંતામાં તમે પડી ગયા છો ?” પછી સાવધાન થઈને બાવાજી બોલ્યા કે “ભાઈ ! યે મેરી લંગોટીકી બડી ચિંતા હોતી હૈ” રોજ રોજ ઉંદર ઉસે લે જાકર કાટ દેતે હૈ. ઇસસે મેં સોચતા હું કી લંગોટીકે રક્ષણકે લિયે ક્યા કિયા જાય, જિસસે રોજ રોજ નઈ લંગોટી નહીં લાની પડે ?” ગામડિયો તરત બોલ્યો કે “બાવાજી ! ચિંતા મત કિજીયે. ઉસકા ઉપાય ઇસ પ્રકાર કિજીયે : એક બિલ્લીકો પાલ લિજીયે ઔર ઇધર આપકી ઝોંપડીમેં રસ્સીસે બિલ્લીકો બાંધ કર રખિયે, ઔર ફિર આપ સુખશાંતિસે રહીએ. બિલ્લી હોને સે એક ભી ઉંદર નહીં આ સકતા ઔર આપકી લંગોટી સદા સુરક્ષિત રહેગી.” પોતાના ગામડિયા ભક્તની વાત સાંભળીને બાવાજીને ઉપાય મળી ગયો. પણ પાળેલ બિલ્લી કાંઈ ભૂખી જીવી શકે નહિ. અને બાંધેલ હોવાથી તે પોતાનું ભક્ષ્ય મેળવી શકે નહીં. એટલે વળી બાવાજી એ માટે થોડા વ્યગ્ર થઈ ગયા. પણ આ વખતે તો તેમને તરત જ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૮ • સંગીતિ ઉપાય સૂઝી ગયો કે એક ગાય પાળીએ તો રોજ પોતાને અને આ બિલ્લીનેય ચોખ્ખું દૂધ મળી જાય. આમ વિચારીને બાવાજી જે ગામમાં રોજ ભિક્ષાએ જતા, ત્યાંના ઠાકોરને નિવાસે જઈને આ બિલ્લીને પાળવાની તથા તેને માટે દૂધનો બંદોબસ્ત કરવાની વાત ઠાકોરને કરી. એટલે ઠાકોરે તો ઘણા ભક્તિભાવથી બાવાજીને પોતાની પાસેની ગાયોમાંથી શોધીને એક દૂઝણી ગાય તરત જ આપી દીધી અને બાવાજીનો ખરા ભાવપૂર્વકનો શુભ આશીર્વાદ મેળવી લીધો. પણ પોતાને મળેલી ગાયથી પોતાનું દૂધનું કામ તો સરી જશે અને બિલ્લીની પણ રક્ષા થશે–એ રીતે પોતાની લંગોટીની સલામતીથી બાવાજી ખુશ તો થયા, પણ વળી તેને ચિંતા થઈ કે “ઠાકોરે આપેલ આ ગાય શું ખાશે ? જંગલમાં કાંઈ બારે માસ લીલું ઘાસ મળવાનો સંભવ નથી.' એટલે વળી બાવાજી ઘાસની ચિંતામાં પડ્યા. ફરી પાછા ગામના ઠાકોર પાસે જઈને બાવાજીએ પોતાની મૂંઝવણ ઠાકોરને કહી સંભળાવી, એટલે ઝટ દઈને ઠાકોર પોતાના તાબાની જમીનમાંથી એક વીઘો કૂવાવાળી જમીન કાઢી આપી અને સાથે બળદની જોડી તથા હળ, ખંપાળી, દાતરડું વગેરે ખેતર ખેડવાની સામગ્રી પણ આપી. એટલે બાવાજીના ચિત્તમાં શાંતિ થઈ અને બાવાજી હવે પોતાની બધી ધ્યાનની-ચિંતનની-મનનની તથા લોકોપકારની પ્રવૃત્તિ છોડીને ખેતી કરવા લાગ્યા અને પોતાની લંગોટીની સલામતીથી નિશ્ચિત રહેવા લાગ્યા. એવામાં એક વાર એ બાવાજીનો ગુરુભાઈ જે બીજા પડખેના જ જંગલમાં રહેતો હતો તે બાવાજીને મળવા આવી ચડ્યો, અને તેણે જોયું કે બાવાજી ખેતરમાં હળ હાંકી રહ્યા છે. આ જોઈને તેને એમ લાગ્યું કે શું હું ભૂલો પડીને બીજે ઠેકાણે આવી ચડ્યો છું? મારો ગુરુભાઈ તો મસ્ત હતો અને ધ્યાની હતો તથા સતત ઈશ્વરના ચિંતનમાં જે મગ્ન રહેતો હતો. ત્યારે આ છે તો બાવો, પણ ખેતી કરતો જણાય છે. એટલે એ સ્થાનેથી પાછો વળીને ચાલવા લાગ્યો, પણ આ બાવાજીએ હાંક મારી તેને પાછો બોલાવવા પ્રયાસ કર્યા. એટલે હાક સાંભળીને આવેલ બાવાજી સમજી ગયા કે આ બાવાજી જ મારા ગુરુભાઈ છે. એમ તેણે તેની હાકના શબ્દથી તેમને ઓળખ્યા અને પાછો વળીને પોતાના ગુરુભાઈ અને વર્તમાનમાં ખેડૂત બનેલા આ બાવાજી પાસે પહોંચ્યો અને વંદન-નમન કરીને કુશળ સમાચાર પૂછી તેની પાસે બેઠો. તેણે પૂછ્યું કે “ભાઈ ! આ બધો શો પ્રપંચ છે ? તું તો મારા કરતાં વધારે મસ્ત અને ધ્યાની હતો અને સદા ઈશ્વરપ્રાર્થનામાં જ મસ્ત રહેતો હતો. હવે આ બધી ઉપાધિ શેની વધી ગઈ?” આ સાંભળીને આવેલ અતિથિરૂપ બાવાજીને પેલા ખેડૂત બાવાજીએ WW) Page #90 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ-વિરમણ ૦ ૬૯ કહ્યું કે “આ લંગોટીની સલામતી માટે આ બધી ઉપાધિ વધારવી પડી છે; પણ તારું કેમ ચાલે છે એ તો કહે'. આ સાંભળીને આવેલ અતિથિ બાવાજી બોલ્યો કે “ભાઈ ! એક લંગોટીની સલામતી માટે તે પોતે વૈરાગ્યપૂર્વક લીધેલો સંન્યાસ ખોઈ નાખ્યો અને આ બધી પળોજણમાં પાછો જેવો ગૃહસ્થ હતો તેવો બની ગયો. આ તો સાધનાનો રસ્તો નથી પણ અવતારને નિષ્ફળ બનાવવાનો રસ્તો છે. મારી પાસે પણ લંગોટી તો છે જ, પણ તેને સંભાળવાની ચિંતા મારે કયારેય કરવી પડી નથી અને મારી લંગોટીને ક્યારેય ઉંદરે કાતરી જ નથી. માટે તું આ પ્રપંચમાંથી બહાર આવે અને તેં લીધેલ સંન્યાસવૃત્તિને ફરી ધારણ કર. આટલી બધી ફિકર લંગોટીની કરવાની હોતી હશે ?” આ કથા ઉપરથી જોઈ શકાય છે કે જાણે-અજાણે સલામતીને બહાને આપણો પરિગ્રહ કેવી રીતે વધતો રહે છે અને એને લીધે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્યનાં આપણાં મહાવ્રતો તથા અણુવ્રતો કેવી રીતે છિન્નભિન્ન થઈ જાય છે તેની સરત પણ રહેતી નથી. આપણે અહિંસાની, સત્યની, અચૌર્યની બ્રહ્મચર્યની સર્વાશે કે દેશથી અર્થાત અલ્પાંશે પાલના કરવી હોય તો પરિગ્રહનું નિયમન કર્યા સિવાય શક્ય જ નથી. પરિગ્રહની પાછળ હિંસક વૃત્તિ તો રહેલી જ છે. એવી હિંસક વૃત્તિથી આપણે ટેવાઈ ગયા હોઈ એ હિંસક વૃત્તિ આપણા જેવા અહિંસાધર્મીને કઠતી પણ નથી; એટલું જ નહીં, કેટલીક વાર તો ધર્મને નામે પણ પરિગ્રહ ચાલતો રહે છે એની પણ આપણને જાણ થતી નથી. જૈન આગમોમાં જણાવેલ છે કે “ચિત્તમંત વા અચિત્ત વા પરિગ્રાહ્ય વા કિસામપિ” અર્થાત્ સજીવ કે નિર્જીવ થોડો પણ પરિગ્રહ કરવાથી ભાવકર્મો છૂટી શકતાં નથી. દેહધારી વ્યક્તિ માટે સર્વથા અપરિગ્રહી થવું શક્ય નથી. દેહધારી વ્યક્તિ પરિગ્રહ ઉપર નિયમન તો જરૂર કરી શકે છે અને એ રીતે પરિગ્રહજન્ય હિંસા વગેરે દૂષણોથી જરૂર બચી શકે છે. દાખલા તરીકે આપણી સામે ત્રણ પ્રકારની ચીજો ઉપસ્થિત હોય છે, તેમાંથી આપણે આપણા કાર્ય માટે એવી ચીજ પસંદ કરવાની છે જે આપણી તૃષ્ણાને બહેકાવે નહીં. તો જેમની વૃત્તિ અપરિગ્રહપરાયણ છે તેઓ એવી વસ્તુ પસંદ કરશે જે દ્વારા ઓછામાં ઓછો પરિગ્રહ કર્યો કહેવાય. જે લોકો શ્રેયાર્થી હોય છે તેઓ આ રીતે અપરિગ્રહની વૃત્તિ કેળવતા હોય છે. સુખ કે શાંતિની ખરી ઝાંખી કરવી હોય તો મૂછવૃત્તિનો ધીરે ધીરે ત્યાગ કરવો જોઈએ. આમ ટેવ પાડવાથી, અભ્યાસ કરવાથી, ચિત્ત અપરિગ્રહવૃત્તિથી ટેવાઈ જાય છે. જે ખરા અર્થમાં અપરિગ્રહી હોય છે તે કોઈના પણ દુઃખનું નિમિત્ત થતો નથી. આ રીતે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૦ - સંગીતિ અપરિગ્રહવૃત્તિ અહિંસાની સાધનામાં સહાયક બને છે તથા અપરિગ્રહીને અસત્યનો આશ્રય લેવાની જરૂર પડતી નથી. તેથી અપરિગ્રહવૃત્તિ સત્યની સાધનામાં પણ મદદગાર થાય છે. આમ વિચારતાં અપરિગ્રહવૃત્તિ સુખકર નીવડે છે અને દુઃખના નાશમાં પ્રબળ સહાયક બને છે. અપરિગ્રહ માટે મૂછનો ત્યાગ જ સબળ સાધન છે તે ન ભુલાય. – પ્રબુદ્ધ જીવન Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮. ધર્મને લગતાં કર્મકાંડો અને તેનો ફલાતિદેશ પ્રજાવૃદ્ધિ થવા લાગી અને તેમાં અનેકવિધ સંઘર્ષો પેદા થવા લાગ્યા, અને તે સંઘર્ષોને પરિણામે આજસુધીમાં કેટલાંય માનવકુળો સર્વકાળ માટે સર્વથા ઉચ્છિન્ન પણ થઈ ચૂક્યાં, એ પરિસ્થિતિ શી રીતે અટકે? એ સંઘર્ષોનું ઉપશમન કેવી રીતે કરી શકાય અને ફરીફરીને એ ભયાનક સંઘર્ષો ઊઠવા જ ન પામે એ એક ઉદાત્ત આશયને લક્ષ્યમાં રાખી, અનેક સાધકોએ એ વિશે જાતઅનુભવ કરીને, વિવિધ સાધનાઓ કરીને અને અનેકવિધ વેદનાઓ સહીને પણ એ સંઘર્ષોને સમૂળ નાબૂદ કરવા માટે જે જે પોતાના અનુભવો વર્ણવ્યા, પોતે દેહ, મન, વાસના-તૃષ્ણા, સ્વાર્થ વગેરેનું પૃથક્કરણ કરીને, એક ચેતનતત્ત્વ અને તેના વિવિધ આવિર્ભાવો, સર્વત્ર ચેતનતત્ત્વની એકરૂપતા, તેને અનુભવવાના ઉપાયો વગેરેની અતીન્દ્રિય શોધો કરીને જે કાંઈ પ્રવચનરૂપે જગત સમક્ષ જણાવ્યું છે, તે બધું અહીં “ધર્મના નામથી સમજી લેવાનું છે. અધ્ધર રહેલાં સૂર્ય, ચંદ્ર, ગ્રહમંડળ અને તારાગણ તથા અધ્ધર રહેલી પૃથિવી, સમુદ્રો, મોટાં મોટાં ઉત્તુંગ શૃંગવાળા મહાકાય પર્વતો અને નદીઓ-એ બધાં જેમ એક ગુરુત્વાકર્ષણના પ્રબળ પ્રભાવથી પોતપોતાની સમતુલામાં રહે છે, એક દોરાવો પણ ચસકતાં નથી, અને કદાચ ચસકે તો જાણે પ્રલય થવા બેઠો છે એવું જ થાય છે, તે જ રીતે માનવના ચિત્તમાં વાસનાના પ્રવાહો ઊઠતા હોય, વહેતા હોય અને તેને સંઘર્ષ નીપજાવવા પ્રેરતા હોય છતાં જે પ્રવચનના પ્રબળ સંસ્કાર, પ્રબળ ભાવના કે પ્રબળ અનુભવને બળે, માનવ સંઘર્ષમાં ન પડતાં પોતાની માનસિક સમતુલાને સાચવી શકે અને વાસનાના બળવાળા વેગને આપોઆપ નિષ્ફળ કરી મૂકે, તે પ્રવચનના પ્રબળ સંસ્કાર, પ્રબળ ભાવના કે પ્રબળ અનુભવ, માનવને સંઘર્ષ તરફ જતાં ધરી રાખે છે, અટકાવી રાખે છે, ઝાલી રાખે છે. માટે જ તે “ધર્મને નામને યથાર્થ રીતે યોગ્ય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ૦ સંગીતિ પ્રચંડ સંઘર્ષ તરફ ધસતા માનવને ધર્મ શી રીતે ધરી રાખે, અટકાવી રાખે છે, એ હકીકત આ નીચેના ઉદાહરણથી સ્પષ્ટ થઈ શકે એમ છે. એક શેઠને ત્યાં ચિલાતી કરીને એક દાસી હતી. તેનો પુત્ર તે ચિલાતીપુત્ર અથવા ચૈલાતેય. (અહીં સરળતાને માટે તેનું નામ ચેલૈયો ઠીક પડશે.) એ ચેલૈયો એક શેઠને ત્યાં ચાકરીએ રહ્યો. શેઠની એકની એક સુસુમા નામની છોકરીને સાચવવાનું ચેલૈયાનું ખાસ કામ. ચેલૈયો વિશેષ અટકચાળો હોવાથી તે ગામનાં છોકરાં-છોકરીઓ સાથે ભારે અડપલાં કરે અને રોજ ને રોજ તે માટેની ફરિયાદો શેઠની પાસે આવે; વળી પેલી સુસુમા પણ બરાબર ન સચવાય. એથી શેઠે તે ચેલૈયાને ઘરમાંથી કાઢી મૂક્યો. શેઠે કાઢી મૂકેલો ચેલૈયો એક ધાડપાડુની ટોળીમાં મળી ગયો, અને પોતાની શૂરવીરતાને લીધે જતે દહાડે એ, તે ધાડપાડુની ટોળીનો નાયક થયો. નાનપણમાં એણે પેલા શેઠને ત્યાં સુસુમાને રમાડેલી અને સાચવેલી; તેથી તેની સ્મૃતિ થતાં એને તે ઉપર રાગ થયો અને તેને મેળવવાની પ્રબળ વાસના થઈ આવી. આથી, તે પોતાની ટોળીને લઈને એ શેઠના ઘર ઉપર મોટો હલ્લો લઈ ગયો. ટોળીના સાથીઓને ચેલૈયાએ આગળથી જ કહી રાખેલું કે ધાડમાં જે ધન મળે તે સાથીઓનું અને પેલી ‘સુસુમા’ને તો તે પોતે જ રાખશે. આ તરફ પેલી સુસુમા પણ પૂર્ણપણે યૌવનને આંગણે પહોંચી ગઈ હતી. ચેલૈયાની ટોળીએ આવીને શેઠનું સર્વસ્વ લૂંટી લીધું અને ચેલૈયો પોતે એકલી સુસુમાને લઈને નાસી ગયો. આજે જેમ બને છે તેમ જૂના વખતના શેઠ પણ પોતાનું રક્ષણ કરવા અસમર્થ હતા. શેઠને પાંચ તો મોટા જુવાનજોધ પુત્રો હતા, છતાં તેમાંનો કોઈ એ ચેલૈયાની ટોળી સામે થઈ જ ન શક્યો. આજે જેમ આપણે રક્ષણ માટે પોલીસને શરણે જવું પડે છે, તેમ તે શેઠ પોતાના નગરના કોટવાળ પાસે પોતાનું રક્ષણ માગવા ગયો અને ચોરોએ જે પોતાનું સર્વસ્વ લૂંટી લીધું છે, તે બધું પાછું આણી આપવાની કોટવાળ પાસે માગણી કરી. એટલે કોટવાળ, કોટવાળના બીજા સાથીદારો-શસ્ત્રધારી પગી વગેરે, શેઠ અને તેના પાંચે પુત્રો—એ બધા એકસાથે પેલી ધાડપાડુની ટોળીની શોધ માટે નીકળી પડ્યા. રસ્તામાં કોઈ એક સ્થળે એ બધાનો ભેટો થઈ ગયો, એટલે પેલા ચાલાક ધાડપાડુઓ ધનનાં પોટલાં મારગમાં ફેંકી દઈને પોબારા ગણી ગયા, અને એકલો ચેલૈયો સુસુમાને લઈને દૂરનો દૂર જતો રહ્યો. મારગમાં પડેલા ધનનાં પોટલાં જોઈને અને તેને ભેગા કરીને-લઈને પેલો કોટવાળ અને તેના સાથીઓ પાછા ફર્યા. શેઠે તેને કહ્યું કે “કોટવાળ સાહેબ, મારી સુસુમા Page #94 -------------------------------------------------------------------------- ________________ ધર્મને લગતાં કર્મકાંડો અને તેનો ફલાતિદેશ • ૭૩ ક્યાં ?” પરંતુ કોટવાળને તો ધન ઘણું મળેલું હતું, તેથી આજના સરકારી પોલીસોની જેમ પેલા શેઠની વિનંતિ તેના કાનમાં જઈ જ ન શકી. એટલે કોટવાળ અને તેના સાથીઓ તો ધનનાં પોટલાં ઉપાડી ત્યાંથી જ પાછા ફર્યા. હવે બિચારો એકલો શેઠ અને તેના પાંચ પુત્રો, સુસુમાને લઈ જતા પેલા ચેલૈયાની પાછળ પડ્યા. પરંતુ તેઓ તેને મેળવી જ ન શક્યા. ચેલૈયાએ જાયું કે, પોતે હવે વધારે દોડી શકે એમ નથી અને શેઠ તથા તેના પુત્રો પોતાની પાસે આવી પહોચે એમ છે; એથી સુસુમાને મેળવવા આટલો બધો ઉત્પાત કરનાર ચેલૈયાએ પોતાની વહાલી સુસુમાનું માથું કાપી નાખ્યું અને એકલું માથું લઈને જ તે ઘોર જંગલમાં આગળ ને આગળ દોડી ગયો. જયારે શેઠે પોતાની પુત્રીનું શબ જોયું ત્યારે તે પણ શોકથી રડવા લાગ્યો. છેવટે એ શબને પડતું મૂકીને શેઠ વગેરે પોતાને ઘરે પાછા ફર્યા અને છોકરીનું ઉત્તરકારજ કર્યું. આ તરફ પેલો ચેલૈયો પોતાની વાસનાના અસાધારણ વેગમાં જે અત્યાર સુધી પોતાનું ઈષ્ટ થશે એ આશાએ અવિરત રીતે દોડી રહ્યો હતો, તે થોડો ઢીલો પડી ગયો અને પોતાની પરિસ્થિતિ વિશે મૂઢ જેવો થઈ ગયો. એવામાં તે અરણ્યમાં જ એક સાધનાપરાયણ સમભાવી સાધકને તેણે જોયો, અને હવે પોતાને શી રીતે સુખ મળે એ દૃષ્ટિથી એ સાધકને તેણે સુખનો માર્ગ બતાવવા માટે રોફથી કહ્યું અને જે કહેવાનું હોય તે તદ્દન ટૂંકમાં કહી નાખવા પણ તેણે સાધકને પડકાર્યો. સાધક ઉપશમ વિવેક સંવર આટલા શબ્દો બોલીને જ અદશ્ય થઈ ગયો. આ શબ્દોને પેલા ચેલૈયાએ સાંભળ્યા અને પછી તે, એ પ્રત્યેક શબ્દના ભાવની વિચારણામાં પડયો. વિચારણા કરતાં કરતાં તેને કાંઈ નવી જ સૂઝ પડી અને અત્યાર સુધી તેણે જે રતે પોતાનું જીવન હંકાર્યું હતું, તેથી હવે ઊલટી જ દિશામાં જવાનો તે વિચાર કરવા લાગ્યો. અત્યાર સુધી જે સંઘર્ષ દ્વારા તેણે સમાજમાં અને પોતાના જીવનમાં ભારે ઉત્પાત મચાવેલો, તે સંઘર્ષથી તે અટકી ગયો અને શાંતિ અર્થાત્ ઓછામાં ઓછો સંઘર્ષ પણ જે જીવન જીવતાં સમૂળગો રહે નહીં તે જાતનું જીવન, વિવેક, સારાસાર, શુભાશુભ અને કાર્યાકાર્યનો વિવેક અને સંવર એટલે જે પ્રવાહ માનવને સંઘર્ષને માર્ગે વાળે છે, તે પ્રવાહને આવતો રોકી રાખવો; અને એ જ પ્રકારે મનની સ્થિતિને ઘડવી. આ રીતે એ ચેલૈયો માત્ર એ ત્રણ શબ્દની વિચારણાથી મનની સમતુલામાં આવી ગયો. હવે ગમે તે પ્રકારનું બળ તેને સંઘર્ષ તરફ ખેંચવા આવે, તો પણ તે પોતાની સમતુલાથી ખસતો નથી અને એવા બળનો સામનો કરી શકે એટલું Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સંગીતિ વિશેષ મનોબળ પણ તે ધરાવી શક્યો છે. વધારે સમાજ માટે બીજો એક ચાલુ દાખલો પણ દઉં. એક વેપારી નીતિને રસ્તે ચાલી પોતાનો ધંધો કરી રહ્યો છે, ખોટું બોલતો નથી, માલમાં સેળભેળ પણ કરતો નથી, ધર્મ, અર્થ અને કામ એ ત્રણે એકબીજાના પોષક થાય એ રીતે સાધે છે. ખર્ચ જરૂરિયાત જેટલું રાખે છે અને જરૂરિયાતો નકામી નકામી માત્ર વિલાસને અર્થે જ ન વધે તે બાબત પૂરતી કાળજી રાખી બધી પ્રવૃત્તિ કરે છે. અને તે એટલે સુધી પણ સમજી શકયો છે કે “જીવો અને જીવવા દો' એ જ સૂત્ર ખરું છે. પોતાના કુટુંબના જે ત્રણ કે ચાર સાથીઓ છે, તેમને પણ તેણે એ જ રીતે કેળવ્યા છે. એ કુટુંબ ધનમાં પ્રતિષ્ઠા નથી સમજતું, પરંતુ ધન પોતાની સાધનામાં જે રીતે જેટલું ઉપયોગી થાય તે દષ્ટિએ જ તેને મહત્ત્વ આપે છે. અને “પશમ વિવે સંવર' એ ત્રિપદીને અનુસરી તે પોતાનો ગૃહસ્થાશ્રમ ચલાવે છે. એવામાં તેણે કોઈ બીજા વેપારી પાસેથી પોતાના વેપારમાં જોઈતી કોઈ ચીજ માટે સોદો કર્યો અને ચીજ પૂરી પાડનાર વેપારી સાથે એ માટેના ભાવતાલ પણ નક્કી થયા, અને એ ભાવતાલને ધ્યાનમાં રાખીને સોદો લેનાર વેપારી, પેલા વેપારીને એ સોદો આપવા બંધાઈ પણ ચૂક્યો. એવામાં અકસ્માત રીતે એ ચીજના ભાવ, નક્કી કરેલા ભાવ કરતાં પાંચગણા વધી ગયા અને ચીજ પૂરી પાડનાર વેપારી વિશેષ ગભરાયો. આમ એ પાંચગણા ભાવે ખરીદી પેલા વેપારીએ નક્કી કરેલા ભાવે ચીજ પૂરી પાડે, તો તેનું ઘરભાર બધું જાય અને સહકુટુંબ ભારે આફતમાં આવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ. આ તરફ આપણા નીતિમાન અને ‘ઉપશમ વિવેક સંવરને અનુસારે પોતાનો ગૃહસ્થાશ્રમ ચલાવતા એ વેપારીએ જાણ્યું કે પોતે બીજા વેપારી પાસેથી જે ચીજ ખરીદવાનો છે, તે ચીજના દામ તો પાંચગણા થઈ ગયા છે અને એ રીતે ખરીદતાં તો સામો વેપારી ભારે હેરાન હેરાન થઈ જશે. એ પ્રકારે તે શાંત રીતે બધી પરિસ્થિતિ સમજી શક્યો અને પોતાનાં પત્ની વગેરે કુટુંબના સાથીઓને પણ તેણે એ પેલા વેપારીની વિષમ પરિસ્થિતિ સમજાવી. એટલે એ બધા ધનલોભના પ્રબળ વેગમાં ન તણાતાં પોતાના મનની સમતુલાને બરાબર સાચવી શક્યાં, અને આમાં કોઈને કશો ધક્કો ન લાગે એટલે આપણે બીજા સાથે, માત્ર એક લોભને જ ખાતર સંઘર્ષમાં ન આવવું પડે, એવો તેમણે બધાએ મળીને એક માર્ગ નક્કી કર્યો; અને તે એ કે પેલા વેપારીને બોલાવીને જણાવી દીધું કે “ભાઈ ! તારી સાથે કરેલો અમારો આ Page #96 -------------------------------------------------------------------------- ________________ ધર્મને લગતાં કર્મકાંડો અને તેનો ફલાતિદેશ • ૭૫ સોદો રદ છે. તને એ બાબતનું કશું બંધન નથી. વળી, જયારે ભાવ નીચા થાય ત્યારે વાત.” પણ આટલાથી જ પેલા વેપારીને કદાચ સંતોષ ન થાય એમ ધારીને આપણા નીતિમાન વેપારીએ સોદાને રદ કરવા બાબત પોતાના સહીસિક્કા સાથેનું લખાણ કરી તે વેપારીને સુપરત કર્યું. આ સોદો રદ કરવામાં જે પ્રબળ ભાવનાએ ફાળો આપ્યો છે, તેનું જ નામ ધર્મ સમભાવએકાત્મતા વગેરે જે કહો તે એક જ છે. આવી એકાત્મતાનું આચરણ માનવમાત્રમાં પ્રકટે, અને માનવ તેનો વ્યાપ પોતાની બધી પ્રવૃત્તિમાં કરે; અને તે પણ બધા ચેતનમય કે ચેતન દ્વારા નિર્માયેલા પ્રત્યેક પદાર્થ સુધી વ્યાપે. એ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને જ આપણા પૂર્વજોએ પોતપોતાનાં પ્રવચનો આપેલા છે. તેઓ જાણતા જ નહીં, પણ અનુભવતા હતા કે જયાં સુધી તેમણે કહ્યા પ્રમાણેનો વ્યાપ આપણા જીવનમાં ન થાય, ત્યાં સુધી કોઈ સંઘર્ષ તલભાર પણ અટકવાનો નથી. ઉક્ત એકાત્મતાની સિદ્ધિ માટે તેઓમાંના વૈદિક મહાપુરુષે કહ્યું કે “મા હિંસ્થાત્ સર્વાન મૂતાનિ' (બધાં ભૂતોની હિંસા ન કરો), જૈન મહાપુરુષે એ જ વાત એ વખતની લોકભાષામાં કહીઃ ધમ્પો કંડાનં કું, હિંસા સંગમો તવો' (અહિંસા સંયમ અને તપ એ ધર્મ છે અને તે જ ઉત્કૃષ્ટ મંગલ છે). આ વાતમાં વેદોક્ત “હં'ની સાથે સંયમ અને તપ એ બે વસ્તુ વધેલી છે. અનુભવથી એમ સિદ્ધ થયું છે, કે એકાત્મતાની સાધક એવી અહિંસાના આચરણ માટે સંયમ અને તપ એ બન્નેની જરૂર છે. સંયમ અને તપ વિના કોઈ પણ રીતે અહિંસાને સાધી-આચરી શકાતી જ નથી. આ સંયમનો અર્થ કાંઈ ગેરુવાં કે કેસરિયાં વા ધોળાં કપડાં પહેરવાં કે કપડાટ વિના જ રહેવું એટલો જ નથી, અને તપનો અર્થ ઉપવાસો કરવા કે એકાદશીઓ, ચાંદ્રાયણ વગેરે કરીને ભૂખ્યા રહેવું એ પણ નથી. આગળ કહેલા વેપારીના દાખલામાં અહિંસાને આચરનાર એ વેપારીએ પેલા સામા વેપારીને બચાવવા જે અલોભવૃત્તિ દાખવી તેનું જ નામ સંયમ; અને એ અલોભવૃત્તિ દાખવતાં જે જે ભૌતિક સુખો તેને તજવાનાં આવ્યાં, તેનું નામ તા. એ વેપારીએ જો અલોભવૃત્તિરૂપ સંયમ ન દાખવ્યો હોત વા ભૌતિક સુખો તરફ ન લલચાતાં જે સ્થિતિ છે તે જ ચલાવી લેવાનું તપ ન આચર્યું હોત, તો કદી પણ પેલો સામો વેપારી સુરક્ષિત ન રહી શકત. આ રીતે સંયમ અને તપ એ બે અહિંસાને ચાલવાના પગ છે. એ બે પગ ન હોય તો અહિંસાનો સંભવ જ નથી. અને જ્યાં અહિંસા નથી, ત્યાં એકાત્મતાનો સંભવ પણ નથી. જેમ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૬ • સંગીતિ જૈન મહાપુરુષે કહ્યું અને આચર્યું, તેમ બૌદ્ધ મહાપુરુષે પણ એ જ રીતે પોતાનો સ્વાનુભવ કહ્યો છે અને એ જ રીતે એમનું આચરણ પણ હતું. આટલા ઉપરથી એમ ફલિત થાય છે કે બ્રહ્માંડમાં સર્વત્ર ચેતનતત્ત્વ વ્યાપ્ત છે અને સર્વત્ર સમ છે. પછી એના આવિર્ભાવનું વાહન ભલે મનુષ્ય હોય કે વૃક્ષ હોય. આમ છે માટે જ તે એકાત્મતાના અનુભવની સાધના માટે બધાં ભૂતોમાં સમદષ્ટિ રાખો, કોઈનું કાંઈ હરી ન લો, સાચું બોલો, જીવનશુદ્ધિમાં અને સંઘર્ષના નિરોધમાં પરિગ્રહનો જે રીતે ઉપયોગ થાય તે રીતે તેની યોજના કરો, ભોગવિલાસોને ઔષધ સમજી તથા આપણું જીવન ચલાવવાનાં જે રાચરચીલાં છે, તે બધાં કોઈ ને કોઈ રીતે ચૈતન્ય દ્વારા જ નિર્માયેલાં છે, માટે તેનો ઉપયોગ પણ ઔષધની જેમ કરો. આ અને આવાં બીજાં પ્રવચનો આપણે સારુ પૂર્વપુરુષો કહી ગયા છે, અને એ રીતે વર્તવું એનું જ નામ ધર્મ છે અને એનું જ નામ એકાત્મતા છે. આ ધર્મનું પરિણામ, તેને આચરનારો પોતાની નરી આંખે જોઈ શકે એવું હોય છે, પરંતુ એમ નથી જ હોતું કે એ ધર્મ આ જીવનમાં સાધ્યો અને તેનું પરિણામ આ જીવનમાં ન દેખાય. જયાં આવું હોય ત્યાં નક્કી સમજવું કે સાધકે ધર્મને સાધ્યો જ નથી, પરંતુ કોઈ ભળતી જ એવી ધર્માભાસી સાધના કરેલી છે. ઉક્ત ધર્મને સાધવા માટે તે તે ધાર્મિક પુરુષોએ પોતે જાતે અનુભવેલી કેટલીક બાહ્ય અને આંતર પદ્ધતિઓ પણ બતાવેલી છે, જેમનું એકે નામ ‘કર્મકાંડ છે. જેમકે ચિંતન, મનન, નિદિધ્યાસન, ધ્યાન, સંકલ્પશુદ્ધિ તથા યજ્ઞો, પૂજાપાઠ, તીર્થયાત્રા, સંતસમાગમ, સાધુ-સંન્યાસીની સેવા, દાનવૃત્તિ, દયાભાવવાળી પ્રવૃત્તિ વગેરે વગેરે કર્મકાંડો’ કાળે કાળે બદલાતાં રહે છે. આચરનારની પરિસ્થિતિ પ્રમાણે તેમની યોજનાઓ થતી રહે છે. પરંતુ આમાં એક વાત એ તો જોવાની જ કે તે બધાં કર્મકાંડો તેના મૂળરૂપ ધર્મને બરાબર અનુરૂપ જ હોવાં જોઈએ. સીડીનાં પગથિયાં ઉપર ચડીને માનવ પોતાની ધારેલી જગ્યાએ પહોંચે છે, અને તો જ એ સીડીને ખરી સીડી સમજે છે. જે સીડી ઉપર ચડવા છતાં જો ધારેલી જગ્યા સુધી ન પહોંચાય, તો તે ખરી સીડી નથી જ, પરંતુ સીડીનો આભાસ કરાવે એવું બીજું જ કાંઈ છે. તેમ જ કર્મકાંડો કરતો કરતો માનવ, જે માટે તે કર્મકાંડો યોજાયાં છે તે હેતુને ન પામે અને કર્મકાંડો ચાલ્યા જ કરે, તો સમજવું કે એ ઉદિષ્ટ માટેનાં સાચાં કર્મકાંડો નથી, પરંતુ કોઈ પ્રકારની ઇંદ્રજાળ છે. અહીં કર્મકાંડો કે તેની વિવિધતા વિશે કશું કહેવાનું નથી. ભલે કર્મકાંડો વિવિધ હો વા સંખ્યાતીત હો, પરંતુ તે Page #98 -------------------------------------------------------------------------- ________________ ધર્મને લગતાં કર્મકાંડો અને તેનો ફલાતિદેશ – ૭૭ કર્મકાંડોનું અનુષ્ઠાન કરનાર ધર્મને પામી શકે છે કે કેમ, એ ખાસ વિશેષ રીતે વિચારવાનું છે. કર્મકાંડોની આમ તો ભલે વિવિધ જાતો હો, પરંતુ તેના પ્રધાનતઃ બે પ્રકાર છે : એક આંતર કર્મકાંડ અને બીજું બાહ્ય કર્મકાંડ. આંતર કર્મકાંડ દ્વારા મન કેળવાય છે અને સાથે સાથે જ બાહ્ય કર્મકાંડ દ્વારા શરીર અને વાણી કેળવાય છે. કોઈ પણ સારી કે માઠી પ્રવૃત્તિનું મૂળ ઉદ્ભવસ્થાન મન છે. મનમાં જે જાતનો નિશ્ચિત સંકલ્પ હોય છે, તે જ જાતનો તેનો બહાર પડઘો પડે છે. માટે બધા શાસ્ત્રકારોએ એક મતે કહેલું છે, કે “મન: વ મનુષ્યાળાં ઝારનું વધમોક્ષયોઃ” (માણસોનું મન જ તેમનાં બંધન અને મુક્તિનું કારણ છે.) વળી, ધ્યાનપદ્ધતિના પારગામી શાક્યમુનિએ તો આગળ વધીને એમ પણ કહેલું છે કે, “મનોપુત્રંગમા ધમ્મા મનોસેડ્ડા મનોમયા' (પ્રવૃત્તિમાત્રમાં મન અગ્રેસર રહે છે, પ્રવૃત્તિમાત્રમાં મન શ્રેષ્ઠ છે અને એથી જ પ્રવૃત્તિમાત્ર મનોમય છે.) આ ઉપરથી એક આ વાત તો સ્પષ્ટ કળાય છે, કે જીવનમાં ધર્મને ઓતપ્રોત કરવા માટે તેની સ્થાપના મનમાં કરી લેવી જોઈએ. મનમાં તે બાબત દૃઢ..સંકલ્પ થવો જોઈએ. જે જે અહિંસા, સત્ય વગેરે ધર્મસાધનાના આચારો છે, તે બધા મનમાં સજ્જડ રીતે જડાઈ જવા જોઈએ. આ સિદ્ધિ માનવને મળી જાય તો તેને સહેજે ધર્મપ્રાપ્તિ પણ થઈ જ જાય. જ્યાં સુધી માનવ પોતાના મનમાં નિશ્ચિતપણે એમ ન સમજતો હોય કે ‘ભૂતમાત્રમાં અને મારામાં કશો ભેદ નથી, બધાં ભૂતો તે જ હું છું અને હું છું એ જ બધાં ભૂતો છે' ત્યાં સુધી તે ખરા અર્થમાં કદી પણ અહિંસક થઈ શકતો નથી, સત્યવાદી બની શકતો નથી, ચોરીથી પોતાની જાતને દૂર રાખી શકતો નથી, પરિગ્રહનો સદુપયોગ કરી શકતો નથી અને શક્તિનો અપવ્યય કરતાં પણ તે અચકાતો નથી. પછી ભલે તે હજારો કર્મકાંડો કરે, એટલે કે તીર્થયાત્રાઓ કરે, સદાવ્રતો બાંધે, પાંજરાપોળો ચલાવે કે મોટા યજ્ઞો કરે વા મોટી મોટી પૂજાઓ રચાવે. તેનાં એ કર્મકાંડો કેવળ પ્રતિષ્ઠાનાં પોષક છે વા તેની નબળાઈનાં ઢાંકણાં છે વા તેને માટે કાલ્પનિક સંતોષ આપી શકે તેવાં બની રહે છે. ચિત્ર કાઢવા માટે હજારો પ્રયત્ન કરીને પણ પહેલાં ભૂમિશુદ્ધિ કરવી પડે છે અને તેમ થાય તો જ ચિત્રકારનો પ્રયત્ન દીપી નીકળે છે; પરંતુ ભૂમિ જ અશુદ્ધ હોય તો તો પછી, ભલેને ચિત્રકાર કુશળ હોય અને તેની પાસેનાં સાધનો સારામાં સારાં હોય, તો પણ ભૂમિદોષને લીધે ચિત્રકાર હારી જાય Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૮ • સંગીતિ છે. તે જ રીતે મનોભૂમિમાં ધર્મનું ચિત્ર કાઢવા જતાં પહેલાં તેને મનન, ચિંતન, નિદિધ્યાસન વગેરે અનેક પ્રકારની સાધનારૂપ ક્રિયાઓ દ્વારા સ્ફટિક જેવી નિર્મળ બનાવવી જોઈએ. તેમ થાય તો જ તેનાં ધર્મનું પ્રતિબિંબ બરાબર પડી શકે છે. નહીં તો ધર્મને બદલે કેવળ ધતિંગ જ તેમાં પેસી જાય છે અને તેને પરિણામે ધર્મને જ નામે હિંસા, અસત્ય, ચૌર્ય, પરિગ્રહ, અબ્રહ્મચર્ય વગેરે અનેક અપવિત્ર પ્રવૃત્તિઓ ચાલુ થઈ જાય છે. અરે ચાલુ થઈ રહી છે. છેવટે શુષ્ક વેદાંતની જેમ ધર્મ હાંસીપાત્ર બની હડહડે થવાને પાત્ર બની જાય છે, બની રહ્યો છે ! આ જોતાં ધર્મસાધકોએ બીજાં બાહ્ય ક્રિયાકાંડો કરતાં મનન વગેરે આંતર ક્રિયાકાંડો તરફ જ લક્ષ આપવું રહ્યું, અને સાથેસાથ બાહ્ય ક્રિયાકાંડો પણ તરછોડવો ન જોઈએ. શાસ્ત્રકારોએ તો આ હકીકતને જ અનેક રીતે સમજાવી છે, સ્પષ્ટ કરી છે અને તે વિશે અનેક કથાનકો આપી તેને વધારે સરળ રીતે સમજાવવા પ્રયત્ન પણ કર્યો છે, તેમ છતાં આપણે એ સાધનરૂપ આંતર ક્રિયાઓ તરફ વધારે ને વધારે બેદરકાર રહીએ છીએ અને કેવળ જડ એવાં કર્મકાંડોને જ વળગી રહ્યા છીએ. જેને પરિણામે ધર્મ આપણામાં ભાગ્યે જ જડાયેલો જણાય છે. આ પરિસ્થિતિ કાંઈ આજકાલની નથી, હજારો વર્ષથી ચાલી આવે છે. તેનાં બીજાં તો ઘણાં કારણો હશે, પરંતુ તેનું આ એક મહાન કારણ તો સ્પષ્ટ જણાય છે, કે બધા શાસ્ત્રકારોએ એ બાહ્ય ક્રિયાકાંડોનાં અદ્દભુત ફળો બતાવ્યાં છે. શાસ્ત્રકાર કહે છે કે યજ્ઞ કરે તે સ્વર્ગે જાય, યજ્ઞ કરે તેને લક્ષ્મી મળે, યજ્ઞ કરે તેના શત્રુઓ નાશ પામે, યજ્ઞ કરે તો પુત્ર થાય, સોમવાર કરે તેને અમુક ફળ મળે, વડની પૂજા કરે તેને પુત્ર થાય, ગંગાસ્નાન કરે તેનાં પાપ ધોવાય, પ્રયાગરાજની ત્રિવેણીમાં સ્નાન કરે તેની સદ્ગતિ થાય, કાશીમાં મરે તેની મુક્તિ થાય, રામરામ જપે તેનું વૈકુંઠગમન થાય; અરે રામરામને બદલે મરામરા' જયનારા પણ વૈકુંઠે પહોંચી ગયાનાં અનેક આખ્યાનો પણ છે ! ગાયને સ્પર્શ કરે તેનાં પાપ ધોવાય, બ્રાહ્મણને જમાડે તેને મહાપુણ્ય થાય, કન્યાદાન દેનાર ઘણું પુણ્ય મેળવે છે, પંચાગ્નિ તપ તપે તે રાજા થાય વગેરે વગેરે અનેક ફલાનિદેશો પેલાં બાહ્ય કર્મકાંડ સંબંધ કહેવાયેલાં છે. આ જ પ્રકારે જૈન ગ્રંથકારોએ પણ કહેલું છે, કે જે શત્રુંજય પર્વતની તરફ એક એક ડગલું ભરે તેનાં કરોડો ભવમાં કરેલાં એવાં બધાં પાપો નાશ પામી જાય, ગૌતમનું નામ લેતાં લાડી, વાડી અને ગાડી મળે, નવે નિધાન આવે, બધા રોગો ટળે, શત્રુઓ નાસી જાય, સિદ્ધચક્રની પૂજા કરનારો રાજા શ્રીપાળની Page #100 -------------------------------------------------------------------------- ________________ ધર્મને લગતાં કર્મકાંડો અને તેનો ફલાતિદેશ૦ ૭૯ પેઠે એનેક પ્રકારનાં સુખ, ભોગો, રાજય વગેરે પામે. ભગવાનની ગંધથી પૂજા કરે તે સુગંધી શરીર પામે, સૌભાગ્ય પામે અને સુંદર સાથ પામે. કહે છે કે દમયંતી રાણીના કપાળમાંથી ભારે તેજ નીકળતું હતું, તેનું કારણ તેણે કોઈ એક જનમમાં ભગવાનના કપાળ ઉપર રત્નમય ટીલાં ચડાવેલાં હતાં ! રાજા કુમારપાળે ફક્ત પાંચ કે બાર કોડીનાં ફૂલો વડે ભગવંતની પૂજા કરેલી તેથી તે અઢાર દેશનું રાજય પામ્યો હતો. પાંચમને દિવસે ઉપવાસ કરવાથી અને પુસ્તકોની પૂજા કરવાથી વિદ્યા મળી શકે છે. ભગવાનનાં દર્શન કરવાથી સુખસંપદા મળે છે અને નવે નિધાન પમાય છે. આઠમને દિવસે ઉપવાસ વગેરે કરી આઠમની આરાધના કરવાથી આઠ મહાસિદ્ધિઓ મળે છે. એ જ પ્રકારે એકાદશીને દિવસે ઉપવાસ વગેરે કરીને અને અગિયાર અગિયાર વસ્તુઓ મંદિરમાં કે ઉપાશ્રયમાં મૂકવાથી પણ ઘણાં ઘણાં સુખો મળે છે. આઠમ, ચૌદશ વગેરે મોટી તિથિઓમાં શાક વગેરે લીલી વસ્તુ ન ખાવાથી ઘણું પુણ્ય થાય છે. અમુક સ્તોત્રને સાંભળવાથી રોગો થતા નથી અને થવાના હોય તો તે નાશ પામે છે. પાર્શ્વનાથ ભગવાનના નામમાં એવો ચમત્કાર છે કે તેના સ્મરણથી દુઃખ દુર્ભાગ્ય વગેરે દોષો નાશ પામે છે, ગરીબાઈ ટળી જાય છે અને લક્ષ્મી વધે છે. સૂરજ ઊગ્યા પછી જ જમવાનું વ્રત કરે તેથી એટલે નમુક્કારસહિતનું પચ્ચખાણ કરવાથી ઘણું નરકનું પાપ મટી જાય છે. એ જ પ્રકારે નવ વાગ્યા પછી જ ખાવાનું વ્રત લેનારનું વળી ભારે નરકનું પાપ કપાઈ જાય છે. વીતરાગની પૂજા કરનારો રાજા થાય છે, દેવ થાય છે અને ઇંદ્ર પણ એની સેવા કરે છે. જે માણસ જીવો ઉપર અનુકંપા રાખે છે તે જન્માંતરમાં લાંબુ આયુષ્ય, અરોગી શરીર, અસાધારણ રૂપ, ભારે શક્તિ, ઉત્તમ સૌભાગ્ય, અસાધારણ ભોગ, નિર્મળ જશ, આજ્ઞાંકિત પરિવાર, નાશ ન પામે તેવી લક્ષ્મી એ બધું પામે છે. આ રીતે ધર્મને પાળવાનાં છેક બાહ્ય અનુષ્ઠાનોના આવા આવા અનેક ફલાતિદેશો શાસ્ત્રકારોએ વર્ણવેલા છે અને આ રીતે ફળકથનની પદ્ધતિ આજ બે હજાર વરસથી તો ચાલી જ આવે છે. આ ફલકથનો ખોટાં જ છે એમ કહેવાનું નથી, પરંતુ તે ફળકથન કરનારા જ પોતે કહે છે કે એ બાહ્ય અનુષ્ઠાનોની અસર મનમાં ન થાય વા એનાથી મનમાં અહિંસાદિક યમનિયમોના પ્રબળ સંસ્કારો ન બેસે તો કોઈ કાળે સાધક, અતીંદ્રિય ચેતનતત્ત્વને ઓળખી શકવાનો નથી જ અને તેનું બધું કર્યું-કારવ્યું ધૂળધાણી સમજવાનું છે, અને જે ભયાનક હિંસાદિક સંઘર્ષો અટકાવવા માટે એ બાહ્ય અનુષ્ઠાનો વિહિત Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૭ • સંગીતિ થયેલાં, તે જ અનુષ્ઠાનો, એ હિંસાદિક સંઘર્ષોને વધારે વેગથી જન્માવનારા થવાનાં છે, થાય છે અને થઈ રહ્યાં છે. આ હકીકત “સ્માત્ ક્રિયા પ્રતિનિ ન પાવશૂન્ય:' આ એક જ વાક્ય બતાવી આપે છે. ભાવશૂન્ય એટલે ચિત્તશૂન્યતાએ કરેલી બધી ક્રિયાઓ ફળતી નથી. કદાચ કોઈ કહેશે કે જે જે બાહ્ય અનુષ્ઠાનો આટલા મોટા આડંબરથી થઈ રહ્યાં છે, તે બધાં ચિત્તની શૂન્યતા હોય તો થઈ જ કેમ શકે ? વાત ખરી છે, પરંતુ અનુષ્ઠાન કરનારનું ચિત્ત એ બાહ્ય અનુષ્ઠાનના આડંબરમાં હોય છે અને ઉપર ઉપરના દેખાવમાં દેખાય છે, એ માટે ચાલતા જનવાદમાં હોય છે, અને તેથી જ અનુષ્ઠાન કરનારનું ચિત્ત, એ અનુષ્ઠાનોને જ સાધ્ય સમજે છે. પરંતુ એ ભૂલી જાય છે, કે એ બધાં અનુષ્ઠાનો તો સીડી જેવાં સાધન છે, તેમના દ્વારા તો ચિત્તમાં અહિંસા, ક્ષમા, અકષાય, અલોભ, નમ્રતા વગેરે વૃત્તિઓને સ્થિર કરવાની છે, અને તે વૃત્તિઓ સ્થિર થયે એકાત્માનો સાક્ષાત્કાર કરવાનો છે. આ જાતની ભૂલનું જ નામ ભાવશૂન્યતાચિત્તશૂન્યતા છે. એટલે સાધકો બાહ્ય અનુષ્ઠાનોમાં ગમે તેવો રસ લેતા હોય, છતાં ચિત્તશૂન્ય હોઈ શકે છે; અને એમ થવાથી જ એનાં એ બધાં અનુષ્ઠાનો સર્વથા નિષ્ફળ જાય છે. જેમ કોઈ માણસને અમુક એક પુસ્તક વાંચવાથી કોઈ જીવનોપયોગી વાત જાણવામાં આવી જાય અને એ વાતથી તેના જીવનનું શ્રેય પણ થાય, એટલા માત્રથી એ માણસ પુસ્તકની પૂજા કરવા મંડી જાય, વા પુસ્તક માટે મોટાં મોટાં મંદિરો બંધાવે, વા પુસ્તક ઉપર સોનું, રૂપું, હીરા, માણેક ચડાવે તથા પુસ્તક વાંચવાનાં ફળોની એક હારમાળા ગણાવે અને પુસ્તકને એવું કરી મૂકે કે તેનો બીજો કોઈ લાભ જ ન લઈ શકે; એવી સ્થિતિ, માનવજીવનને ભારે હાનિકારક છે. એ જ રીતે ઉક્ત પ્રકારે કેવળ બાહ્ય અનુષ્ઠાનોમાં ચિત્તશૂન્યતાપૂર્વક રાચનાર માનવની ધર્મજિંદગી તેને બોજારૂપ બની જાય છે, અને જયારે મોટી મુસાફરી કરવાની ક્ષણ આવે છે ત્યારે તે લેશ પણ સમાધિ કે શાંતિ રાખી શકતો નથી. એટલે શાસ્ત્રકારોએ જે ફલાતિદેશો કહ્યા છે, તે બધાં ત્યારે જ સફળ થઈ શકે કે જયારે બાહ્ય અનુષ્ઠાન કરનાર ચિત્તશૂન્ય ન હોય, વિવેકી હોય, દેશ, કાળ, ભાવ, પાત્ર, પરિસ્થિતિ બધું તેના ધ્યાનમાં હોય, અને ખરી વાત તો તેના ખ્યાલમાં એ જ હોવી જોઈએ કે એ અનુષ્ઠાનોની અસર તેના અંદરના ચિત્ત ઉપર કેવી અને કેટલી પડે છે. આવો જ અનુષ્ઠાની હોય તે શાસ્ત્રમાં વર્ણવેલાં ફળો મેળવી શકતો કલ્પી શકાય. પરંતુ માનવમાં એટલી Page #102 -------------------------------------------------------------------------- ________________ ધર્મને લગતાં કર્મકાંડો અને તેનો ફલાતિદેશ ૦ ૮૧ બધી લાલચ વધી ગઈ છે, ફળ પામવાની એટલી બધી ઉતાવળ આવી ગઈ છે તથા થોડામાં થોડું ખર્ચા વધારેમાં વધારે મેળવવાની જે ત્વરા આવેલી છે, તે આ અનુષ્ઠાનોમાં પણ પેસી ગઈ છે ! આને પરિણામે શાસ્ત્રકારે બતાવેલા ફલાતિદેશોનો માનવે દુરુપયોગ કર્યો છે અને ફળ મેળવવાની ધમાલમાં બાહ્ય અનુષ્ઠાનની શુદ્ધિ પણ તે જોઈ શકતો નથી, તો પછી એની આંતરવૃત્તિ તરફ તો એનું લક્ષ્ય જ કેમ જાય? આ માટે બેચાર ઉદાહરણો જ બસ છે. વૈદિક મંદિરો અને જૈન મંદિરોમાં ઈશ્વરની ભક્તિ માટે ચામરો વપરાય છે. ચામર વડે ઈશ્વરની ભક્તિ કરીને આત્મામાં સદ્ગુણો મેળવવાનું લક્ષ્ય છે. એ ચામર વડે ભક્તિ કરનાર આડકતરી રીતે હજારો ચમરી ગાયોના વધને ઉત્તેજન આપે છે, તે વસ્તુ એ ભક્તના ધ્યાનમાં આજ લગી આવી જ નથી અને એ તરફ કોઈ લક્ષ્ય આપવાનું કહે તો ઊલટો તે કહેનાર નાસ્તિક' કહેવાય છે. હવે કહો એ ચામરથી થતી જડ ભક્તિ, ભક્તના ચિત્તમાં કોઈ સદ્ભાવને જગાડી શકે કે કેવળ ચમરી ગાયના વધની જ પ્રેરક થાય? બાહ્ય અનુષ્ઠાન કરનારાઓ જાણ્યે-અજાણે એમ સમજતા લાગે છે, કે આપણે જે કાંઈ ધરમકરમ કરીએ છીએ, તે બધું ભગવાનને ચોપડે આપણે ખાતે પુણ્યરૂપે જમે થાય છે અને આપણે જયારે પરલોકમાં સિધાવશું ત્યારે વ્યાજ સાથે મુદ્દલ બધું આપણને પાછું મળવાનું છે. આ પરિસ્થિતિ સમાજ માટે વર્તમાન જીવનમાં ભારે ખતરનાક છે. આવી પરિસ્થિતિને લીધે જ સામાજિક સડાઓ નાબૂદ થઈ શકતા નથી, પરસ્પરનો સંઘર્ષ થોડો પણ ઓછો થતો નથી અને ધરમ તો ચાલ્યા જ કરે છે; એટલું જ નહીં, પણ વ્યક્તિઓનાં અને તેમાં વિશેષ કરીને ગભરુ લોકોનાં વર્તમાન જીવન ઉપર છીણી મુકાય છે. કેટલીયે બહેનો ભૂખમરો વેઠી વેઠીને શરીરને ઘસી નાખે છે, પેટે છોકરાંઓ પડ્યાં હોય, તો પણ તેમને ઉછેરવાની, કેળવવાની અને તેમને માટે ઘસાવાની પ્રવૃત્તિમાં તેમને કશી તપશ્ચર્યા જ લાગતી નથી. એ તો ભૂખમરામાં–ઉપવાસ, એકાદશી, શનિવાર અને સોમવારમાં જ ઘસાઈ ઘસાઈને તૂટી જાય છે. મને લાગે છે કે આ પ્રવાહ રોકવો કઠણ છે, છતાં ફલાતિદેશો કહેવાની રીત ફેરવવી જોઈએ અને વર્તમાન જીવન સાથે એ ફળોનો મેળ બેસે એ રીતે ફલાતિદેશો કહેવાવાં જોઈએ. અથવા જડ ક્રિયાઓ અને જડ અનુષ્ઠાનોની વારંવાર ભર્સના જ થવી જોઈએ, તથા અનુષ્ઠાન કરનાર પોતે, અનુષ્ઠાન દ્વારા વર્તમાન જીવનમાં જ કાંઈ થોડીઘણી ગુણવત્ત' મેળવી શકે, એ ઉપર જ વધારેમાં વધારે ભાર મુકાવો જોઈએ વા વર્ત Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ૦ સંગીતિ જીવનમાં જ કાંઈ શ્રેયપ્રાપ્તિ થાય એવાં અનુષ્ઠાન યોજવાં જોઈએ, તેમ જ પુણ્ય અને પાપની સમજૂતી પણ વર્તમાન જીવનમાં જ પ્રાપ્ત થતા ફળની અપેક્ષાએ જ અપાવી જોઈએ વા કાર્યકારણના વિજ્ઞાન ઉપર તે સમજૂતીનો કસ કઢાવો જોઈએ. હવે એ સમય આવી પહોંચ્યો છે, કે આપણે એ ફલાતિદેશોના કથનની જૂની રીતમાં વો પાપપુણ્યની વ્યાખ્યાની પુરાણી સમજમાં વર્તમાન જીવનને પ્રધાન સ્થાન અપાવું જોઈએ. આમ કરવામાં આપણા શાસ્ત્રકારોનો જ ભારે આદર થશે અને આપણે ઋષિઋણને ફેડી શકીશું. હિંદુ એટલે વૈદિક અને જૈન સમાજમાં તથા અહિંદુ સમાજમાં જડ અનુષ્ઠાનોની નીચે કચરાતાં અસંખ્ય ભાઈબહેનોની આપણે સેવા કરી શકીશું; એટલું જ નહીં, પણ તેમને ભયંકર શારીરિક અને માનસિક યાતનાઓમાંથી મુક્ત કરી શકીશું. એક નુકસાન તો જરૂર થશે કે જે ભાઈઓ અને બહેનો આવાં જડ અનુષ્ઠાનો દ્વારા નભતાં હશે વા ચેન ઉડાવતાં હશે, તેમને આપણે તકલીફમાં મૂકીશું; છતાં જેમ દારૂબંધી કરવાને વખતે દારૂ વેચનાર ફલાલની કે દારૂ પીનારની તકલીફનો વિચાર કરવો અનાવશ્યક છે, તે જ રીતે આવાં જડ અનુષ્ઠાનોની નીચે કચરાઈ મરતાં અસંખ્ય ભાઈ-બહેનોને બચાવવાની ઉક્ત પવિત્ર પ્રવૃત્તિ કરતાં એ જડ અનુષ્ઠાનોની નીચે તાગડધિન્ના કરતા પરંતુ ભારે અનર્થ ઊભો કરનારા થોડાની તકલીફનું પાપ આપણે માથે લેવું જ પડેશે. તો મારી આજના નવયુવકને નમ્ર વિનંતિ છે, કે તેણે ખૂબ સમજી, વિચારી, સમભાવ રાખી, આ પ્રવૃત્તિમાં લેશ પણ અકળાયા વિના ઝંપલાવવું જોઈએ અને અસંખ્યોના આશીર્વાદ મેળવવા જોઈએ. – પ્રજાબંધુ ગુજરાત સમાચાર Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯. જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ (શ્રી પરમાનંદભાઈના સ્મૃતિ-અંક માટે પંડિત બેચરદાસજીએ એક લાંબો લેખ લખી મોકલ્યો હતો. સ્મૃતિ-અંકમાં એટલો લાંબો લેખ છાપવો શક્ય ન હોવાથી શ્રદ્ધાંજલિ ગણાય એવો થોડો ભાગ છાપ્યો હતો. તે લેખમાં પરમાનંદભાઈ સાથે તેમની છેલ્લી મુલાકાત પ્રસંગે જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ વિશે તેમની સાથે જે વાર્તાલાપ થયો હતો, તે વિગતથી આપ્યો છે. જૈન સમાજમાં અજ્ઞાન અને અંધશ્રદ્ધા પ્રવર્તે છે તે સંબંધે પંડિતજીએ વ્યથિત હૃદયે પોતાની વેદના પ્રકટ કરી છે. આ લખાણ કોઈ નાસ્તિક કે અજ્ઞાનીનું છે એમ કોઈ નહિ કહી શકે; આખી જિંદગી તેમણે શાસ્ત્રાધ્યયનમાં ગાળી છે. અલબત્ત, તેમાં જણાવેલ વિચારો સમાજને તેની નિદ્રામાંથી જાગ્રત કરે તેવા છે. પંડિતજીએ આ લેખ પ્રગટ કરવા આગ્રહથી મને લખ્યું છે અને જણાવ્યું છે કે સમાજને આંચકા આપ્યા વિના છૂટકો નથી. તેમનો આ લેખ થોડો ટૂંકાવીને નીચે આપ્યો છે. તંત્રી), પ્રબુદ્ધ જીવનમાં તત્ત્વજ્ઞાનની ચર્ચા ચાલી. પણ આવી ચર્ચાનો તો અંત જ આવી શકે નહિ. જે વસ્તુ અકળ છે તેને શબ્દો વડે શી રીતે ચર્ચા શકાય ? આચાર્ય હરિભદ્રસૂરિજીએ કહેલ છે કે : “માત્ર બુદ્ધિવાદ દ્વારા જો પદાર્થોના સ્વરૂપનો નિર્ણય થઈ શકતો હોત, તો નિર્ણય કયારનો થઈ ગયો હોત. ઈશ્વર, સર્વજ્ઞ, આત્મા, જગત, સિદ્ધ, કર્મ વગેરે પદાર્થો વિશે આજ હજારો વર્ષથી અનેક વિદ્વાનોએ પોતપોતાની કલ્પનાઓ ચલાવી સેંકડો ગ્રંથો લખી નાખ્યાં છે અને હજુ પણ એવા ગ્રંથો લખાતા જાય છે. છતાં કોઈ નિર્ણય આવેલ નથી.” આમ પરિસ્થિતિ છે એટલે તત્ત્વજ્ઞાનના લેખો કે ચર્ચા વિશેષ ઉપયોગી નથી. ઊલટું, કોઈ વાર તો જુદી જુદી અને પરસ્પર ઊલટસૂલટી કલ્પનાઓ આવવાથી સાધારણ વાંચનાર તો ભ્રમમાં જ પડી જાય. આમ શરૂ કરી મેં કહ્યું કે જૈન તત્ત્વજ્ઞાન પણ બીજા તત્ત્વજ્ઞાનોની પેઠે અપૂર્ણ જેવું છે. તત્ત્વજ્ઞાનના શોધકને પ્રથમ કલ્પનાની ફુરણા થાય છે, અને તે કલ્પનાને Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સંગીતિ આધારે તે બીજી બીજી અનેક કલ્પનાઓ કરી તત્ત્વજ્ઞાનનો વિસ્તાર કરે છે. જૈન તત્ત્વજ્ઞાન વિશે હું તો ઘણા ઘણા વિચારો કરી ચિંતનમનન કરતો રહું છું, એટલે મને તો તે અનેક રીતે વિચારણીય દેખાય છે. દાખલા તરીકે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ તત્ત્વોનું નિર્માણ. પ્રથમ મુક્ત આત્માની ઊર્ધ્વગતિ કલ્પી, હવે તે ક્યાં સુધી ઊંચે જવાનો ? આકાશ તો પાર વગરનું છે. અંતે એમ ને એમ ઊંચે ને ઊંચે ચાલ્યો જાય તો તે ઊર્ધ્વગતિની કલ્પના કરનારને ઠીક ન લાગ્યું, એટલે એને જરૂર ક્યાંક અટકાવી રાખવો જોઈએ. તેથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના બે તત્ત્વો કલ્પી કાઢ્યાં અને સિદ્ધનો જીવ જ્યાં સુધી ધર્માસ્તિકાય હોય ત્યાં સુધી જ જઈ શકે, પણ પછી આગળ ન જઈ શકે. હકીક્તની વિશેષ પુષ્ટિ માટે એક મોટી સિદ્ધશિલાની કલ્પનાની પણ જરૂર ઊભી થઈ; એટલું જ નહિ, એ મુક્ત જીવનો અમુક આકાર પણ કલ્પાયો. જ્યાં એક સિદ્ધ સાથે એક જ પ્રદેશ ઉપર અનંત સિદ્ધો રહે છે એવું માનવામાં આવ્યું, ત્યાં આકારની કલ્પના કેમ બંધ બેસે? અને એક મોટી વજય સિદ્ધશિલાની કલ્પના પણ ભારે રસિક છે. આ ધર્માસ્તિકાયાદિ બાબતે આચાર્ય સિદ્ધસેન દિવાકરે પોતાની બત્રીશીઓમાં ખાસ કરીને તર્કશૈલીથી વિશેષ વિચાર કરેલ છે. પણ એ વિશે આજ સુધી કોઈએ કશી ચર્ચા જ કરી નથી. ભગવતીસૂત્રમાં એક સ્થળે ધર્માસ્તિકાયના પર્યાયશબ્દો બતાવતા પ્રાણાતિપાતવિરમણ, વિવેક વગેરે સદ્ગણોને ધર્માસ્તિકાયના પર્યાયો રૂપે જણાવેલા છે અને અધર્માસ્તિકાયના પર્યાયશબ્દો બતાવતાં પ્રાણાતિપાત, મૃષાવાદ, અવિવેક, અસંયમ વગેરે વિભાવરૂપ ભાવોને અધર્માસ્તિકાયના પર્યાયો રૂપે જણાવેલા છે. આ બાબતે ઘણાં વરસો પહેલાં જૈન-સાહિત્ય-સંશોધકમાં મેં ચર્ચા કરેલી. પણ આપણો વિચારક વર્ગ એ વિશે આજ સુધી કોઈ વિશેષ ચર્ચા-વિચારણા કરી શક્યો નથી. મરણોત્તર શું થાય છે તે વિશેષ અકળ છે. તે બાબત ભગવાન બુદ્ધે તો સ્પષ્ટ કહી દીધું જ કે નિર્વાણ પછીની અવસ્થાના પ્રશ્નો અતિપ્રશ્નો છે, અને તેનું સ્પષ્ટીકરણ કરી શકાય નહિ. પણ આપણા વિચારકોએ એમ માની લીધેલું છે કે આપણા તીર્થકર સર્વજ્ઞ પુરુષ છે, એટલે તે બધી જાતના પ્રશ્નો વિશે પ્રકાશ પાડી શકે છે. આવી એક ભક્તિપ્રધાન ધારણા દ્વારા તેમના નામે પછીના વિચારકોએ આવી આવી અનેક કલ્પનાઓ આપણને આપેલ છે, જેનો વર્તમાન જીવન માટે કશો જ ખપ છે કે કેમ એ મને વિચારણીય લાગે છે. હમણાં મેં જૈનમાં જાહેર ખબર વાંચી કે મહેસાણામાં આશરે વીસ Page #106 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ ૦ ૮૫ લાખ રૂપિયા ખર્ચીને સીમંધરસ્વામીનું એક વિશાળ મંદિર બંધાય છે. તે માટે એ જાહેરખબરમાં નાણાં મેળવવા સમાજને અપીલ હતી. મેં પરમાનંદભાઈને કહ્યું કે જાહેરખબરમાં જણાવેલું કે સીમંધરસ્વામીની વિચિત્ર કલ્પનાથી કેટલાક મહાનુભાવો તો એમ પણ કહેવા લાગ્યા છે કે અમારો તેમની સાથે સંદેશા-વ્યવહાર પણ ચાલી રહ્યો છે. અમારી અને શ્રી સીમંધર ભગવાનની વચ્ચે એક પ્રાચીન આચાર્ય સંકલન રાખવાનું કામ કરે છે. અમે એ પ્રાચીન આચાર્યને ફોન કરીએ છીએ અને તે પછી શ્રી સીમંધરસ્વામીને અમારા ફોનની જાણ કરે છે; એમ અમારો વ્યવહાર ચાલી રહ્યો છે. વર્તમાનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્ર સુધી પહોંચવાનું સાહસ કર્યું અને ત્યાંથી માટી પણ અહીં લઈ આવ્યા. આ બધી પ્રત્યક્ષ વાતો છે, કોઈ કલ્પનાની વાત નથી. જેમને સંદેહ હોય તે તાલીમ લઈને ત્યાં સુધી જરૂર પહોંચી શકે અને ખાતરી કરી શકે. જંબૂદ્વીપ-નિર્માણની યોજના કરનારા એક જાણીતા મુનિ મારે ઘરે આવેલા અને મને તેમણે આ બાબત પૂછી, તેના ઉત્તરમાં મેં એમને નમ્ર ભાવે જણાવેલું કે તમે પોતે તાલીમ લઈને ત્યાં સુધી એક વાર જઈ આવો અને આ વૈજ્ઞાનિકોનું જે કાંઈ તમને પોકળ લાગતું હોય તે જરૂર ખુલ્લું કરો. તમને તો ત્યાં સુધી કહું છું કે હવે એવાં વિમાનો થયાં છે કે જે એક મિનિટમાં જ હજારો ગાઉ જઈ શકે છે. એવા એક વિમાનને ભાડે લઈને જરૂર તમે મહાવિદેહ ક્ષેત્રની યાત્રા કરી શકો છો અને શ્રી સીમંધરસ્વામીજી સાથે સાક્ષાત્ વાર્તાલાપ પણ કરી શકો છો, શ્રી સીમંધરસ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે વગેરે વગેરે. પણ મહાવિદેહ ક્યાં ? શ્રી સીમંધરસ્વામી ક્યાં ? વર્તમાનમાં વૈજ્ઞાનિકોએ તથા ભૂગોળના શોધકોએ પૃથ્વીના પરિમાણ વગેરે વિશે ચોક્કસ નિર્ણય કરેલ છે. અને કેટલાક શોધકો તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા પણ એક વાર નહિ અનેક વાર કરી ચૂક્યા છે. છતાં આ કલ્પના-પ્રસુત હકીકત માટે આપણે ત્યાં આ શું ચાલી રહ્યું છે ? જોકે કલ્પના પણ ઉપયોગી ચીજ છે પણ તેનો સદુપયોગ કરવાની દષ્ટિ હોવી જોઈએ. એકલવ્ય નામના ભીલપુત્રે માટીની દ્રોણની મૂર્તિ બનાવી અને તે મૂર્તિને સાક્ષાત્ દ્રોણ કલ્પી તેના સાંનિધ્યમાં ધનુર્વિદ્યા શીખવા એવો પ્રબળ પુરુષાર્થ કર્યો કે જેથી તે અર્જુનથી પણ ચડી ગયો. આમ કલ્પના શ્રેયની સાધના માટે પુરુષાર્થપ્રેરક હોવી જોઈએ; તો જ એ કલ્પનાઓ ઉપયોગી છે. નહીં તો નરી રસિક કલ્પનાઓ તો આપણી શક્તિનો હ્રાસ કરનારી Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૬ • સંગીતિ નીવડે છે. મને લાગે છે કે કલ્પિત નિમિત્તો ઊભાં કરીને પ્રાચીન ચતુર પુરુષોએ આપણને સોંપ્યા અને એમણે એમ કલ્પેલું કે સમાજમાંથી બે-ચાર જણા તો જરૂર એવા નીકળશે, જેઓ આપણી કલ્પનાનો સદુપયોગ સમજી પેલા એકલવ્યની પેઠે પુરુષાર્થશાળી નવડશે અને પોતાનો જીવનવિકાસ સાધશે. વર્તમાન જીવન, વર્તમાન કુટુંબ અને વર્તમાન સમાજને લક્ષ્યમાં રાખીને પ્રામાણિકતા વગેરે ગુણો કેળવી પોતાના માતાપિતા વગેરે વડીલજનોની સેવા કરી તથા પોતાનાં બાળકોને બરાબર ઉછેરી, સંસ્કારસંપન્ન કરી, વર્તમાન જીવનનો શાંતિપ્રધાન રસ જરૂર મેળવશે. પણ આપણામાંના આચાર્યો, બુદ્ધિજીવી વકીલો, ડૉક્ટરો તથા તીવ્ર બુદ્ધિવાળા ઉદ્યોગપતિઓ અને કુશાગ્રીય બુદ્ધિવાળા પ્રોફેસરો સુધ્ધાં આ વાત સમજી શકતા નથી, તો પછી સામાન્ય માણસ તો શું સમજે? આ સાથે એક બીજી વાત પણ કહી દઉં કે આ પરિસ્થિતિ કેવળ જૈન સમાજની જ નથી, પણ દુનિયામાં જે જે ધર્મો પ્રચલિત છે તે તમામ ધર્મોના આચાર્યોની અને તે તે ધર્મના તમામ અનુયાયીઓની છે. અત્યારે પૂર્વ બંગાળમાં રાક્ષસી હત્યાકાંડ ચાલી રહ્યો છે, છતાં છે કોઈ કુરાનનો એવો વફાદાર ભક્ત જે એમ પડકાર કરીને કહે કે આ તો કુરાન જ ખતરામાં છે ? બાઇબલના શબ્દોને પૂજનાર એવો છે કોઈ જ કહે આ તો નર્યો રાક્ષસભાવ છે? આમ આપણે વર્તમાન જીવનનો વિચાર અને સાથે પ્રત્યક્ષ જીવનમાં ગુણવિકાસનો વિચાર ગૌણ કરીને સ્વર્ગની પાછળ પડ્યા છીએ. દીક્ષા લ્યો, સ્વર્ગ મળશે; ઉપવાસો ખેંચો, સ્વર્ગ મળશે; પૂજા કરો સ્વર્ગ મળશે; દેરાં બંધાવો, સ્વર્ગ મળશે; સંસાર તો અસાર છે, માતાપિતા અનંતવાર મળ્યા છે; માટે એને છોડો. ઉપધાન, ગ્રહપૂજન, અત્મહાપૂજન વગેરે ભાતભાતનાં કર્મકાંડો કરો, સ્વર્ગ મળશે અથવા મહાવિદેહમાં જન્મ પામશું અને સાક્ષાત્ તીર્થકર શ્રી સીમંધરસ્વામીના દર્શન કરીશું. સંસાર અસાર છે એમ જેઓ આપણને કહે છે તેઓ સંસાર છોડીને ક્યાં રહેવા ગયા ? એક માણસ સરસ બાંધેલા રસ્તા ઉપર ચાલ્યો જતો હતો, તેવામાં બેધ્યાન થવાથી લપસી પડ્યો. એટલે તરત જ કહેવા લાગ્યો કે આ રસ્તો જ ખરાબ છે. પણ પોતે બેધ્યાન થવાથી લપસી પડ્યો એ વાતનો વિચાર નથી કરતો. એ સ્થિતિ આજે આપણી છે. નાનાં બાળકોનો ઉદ્ધાર કેમ કરવો એ કોણ જાણે છે ? એ તો ભગવાનની મહેરબાનીથી મોટાં થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ શોધેલ છે કે બાળક બે Page #108 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ ૦ ૮૭ વરસમાં તો ઘણું જ જાણી-સમજી જાય છે, ત્યારે આપણે એ બાળકની સામે કેવી કેવી ચેષ્ટાઓ કરીએ છીએ અને એનામાં સંસ્કારો કેવા પડે છે એનું કેટલું ધ્યાન રાખીએ છીએ? પછી જ્યારે એ બાળક મોટો થઈ સ્વચ્છંદી બની જાય અને આપણને ભાજીમૂળા સમજવા લાગે ત્યારે આપણે જ કહેવાના કે સાલો, નાલાયક નીકળ્યો. પણ આમાં દોષ તો આપણો જ છે. એને બદલે કોઈ ઈશ્વરની મરજીની વાત કરશે તો કોઈ કર્મની કથની કરશે; પણ બાળકના ઉછેર માટે પોતે તેની બાળવયમાં શું શું કર્યું હતું તેનો વિચાર કોઈ ભાગ્યે જ કરશે. આમ મને લાગે છે કે ગાડી અવળે પાટે ચડી ગઈ છે. એમ ન હોય તો મૂર્તિઓ ઉપર ઘરેણાં, દૂધ વગેરે શી રીતે ચડી શકે ? ગુરુઓ કહે છે કે ભાઈઓ, તીર્થકર થવું હોય તો દેરાં બંધાવો, આંગી કરાવો અને ભગવાનને દૂધે નવરાવો. પણ આ બધી પ્રવૃત્તિનો મૂળ હેતુ ભાગ્યે જ કોઈ સમજે છે. મારા એક સવિશેષ પરિચિત અને અભ્યાસી તથા વ્યાખ્યાનકુશળ એવા એક બહેને ધર્મ-નિમિત્તે ઉત્સવ કર્યો, તેમાં ગ્રહશાંતિ કરી, છપ્પન દિકકુમારીઓને બોલાવી. જ્યારે મેં આ જાણ્યું કે આવા વિચક્ષણ લોકો પણ કેવળ કલ્પનાઓ પાછળ રાચે છે ત્યારે બીજા સાધારણ લોકોની તો શી સ્થિતિ? મેં તે બહેનને લખ્યું કે છે “કઈ દિકુમારીઓ? ગ્રહશાંતિ શું છે? કોઈ ગ્રહ આવીને કાંઈ બોલ્યો ?” એ બહેન મને શું જણાવે? પણ એમણે એટલું તો સૂચવ્યું કે મોટા મોટા જૈનાચાર્યો, આગમવારિધિઓ પણ આમાં રસ ધરાવે છે, ત્યારે અમે શું કરીએ ? હોડી દ્વારા નદી કે સમુદ્રને પાર કરવાનું પ્રધાન પ્રયોજન છે, પણ હોડીની પૂજા કરવાની કે તેને દૂધ નવરાવવાની જરૂર ખરી? હા, એટલું ખરું કે હોડી બરાબર સાચવવી અને સંભાળવી જરૂરી છે. સાવરણી ઓરડાને કે ઘરને સાફ કરવા માટે છે. સાવરણીની ઉપર માળા ચડાવવાની કે તેને દૂધ નવરાવવાની જરૂર ખરી ? સાવરણીને સાચવવી એ તો જરૂરી છે. જેથી જયારે ઓરડો સાફ કરવો હોય ત્યારે તેનાથી કામ લઈ શકાય. તેમ જ મૂર્તિનું આલેખન તેને પૂજવા માટે કે શણગારવા માટે નથી, પણ તેનો ટેકો લઈને પૂજક વિચારશક્તિને કેળવે અને પોતાના જે દોષો સમાજને, કુટુંબને–અરે પોતાને પણ-હાનિકારક છે તેમાં ધીરે ધીરે ઘટાડો કરે અને આગળ વધે તે માટે છે, કુટુંબ માટે પોતાના સુખનો ત્યાગ કરે, માતાપિતા માટે પોતાની સ્વાર્થિક વાસનાઓનો ત્યાગ કરતા શીખે અને શાંતિમય કુટુંબ-જીવન માટે સામાજિક જીવન જીવે, અને આમ આસ્તે-આસ્તે વિશ્વમાનવ બનવાની Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ૦ સંગીતિ તૈયારી તરફ પગલાં માંડતો થાય. આનું જ નામ અહિંસા, સત્ય અને ઔદાર્ય વગેરે છે. આ તો કહે છે કે કુટુંબજીવન મોહ છે, માતા-પિતા અનંતવાર મળ્યાં, એટલે એ તો વિશેષ બંધનકા૨ક છે. એટલે જે વિશેષ વિચાર કરી શકતો નથી અને સ્વર્ગનો અભિલાષી છે, તે તરત માતા-પિતાને તથા કુટુંબને પડતું મૂકી આલિશાન મહાલય જેવા અપાસરામાં આવી જાય છે અને લગભગ પોતાની તમામ જરૂરિયાતો સમાજ ઉપર નાંખીને પોતે કહેવા લાગે છે કે ‘“ભાઈ ! સંસાર અસાર છે, માયાજાળ છે, માટે તેમાંથી છૂટો અને મોક્ષના મારગમાં આવો.' આ તો નર્યું ઇન્દ્રજાળ જેવું વિશેષ વિસંગત છે. જેઓ એમ કહે છે કે માતાપિતા અનંતવાર મળ્યાં તેમને એમ પણ કોઈ કહી શકે કે તમારા જેવા ગુરુઓ પણ અનંતીવાર નથી મળ્યા શું ? શાસ્ત્ર તો પોકાર પાડીને કહે છે કે મેરુપર્વત જેટલો ઢગલો થાય તેટલાં ઓઘા, રજોહરણો અને મુહપત્તીઓ વાપરી છે; તોય આરો આવ્યો નથી અને કપાળે જે ચંદનનાં તિલકો કરીએ છીએ તેનો પણ મેરુપર્વત જેટલો ઢગલો થાય તેટલા ચંદનનાં તિલકો કરેલા છે અને હજુ પણ તિલકો કર્યા જ કરીએ છીએ. આમાં કઈ ચીજ ખૂટે છે એ જ વિશેષ વિચારવાનું રહે છે. એને બદલે આપણે તો રોજ ‘મેરુશિખર નવરાવે હો સુરપતિ' એમ જ ગાતા રહીએ છીએ. આ અંગે કશો જ વિચાર કોઈ ભાગ્યે જ કરતું હશે. જે ગૃહસ્થાશ્રમ તમામ આશ્રમોનો આધાર છે તેને વગોવવાનું ચાલે છે અને જેમ એકડો ઘૂંટ્યા વિના જ વિદ્યાર્થી પાંચમી ચોપડીમાં બેસી જાય એવી સ્થિતિ છે. તમને હું કેટલુંક કહ્યું, ભાઈ ! જ્યારે સંસાર અસાર છે, ત્યારે ધર્મને લીધે મળનાર સ્વર્ગ શું સંસાર નથી ? જેથી કલ્પિત નલિનીગુલ્મ નામના વિમાનને મેળવવા માણસ દીક્ષિત થાય છે. ‘ધર્મરત્નપ્રકરણ’માં આચાર્ય શાંતિસૂરિએ સ્પષ્ટ કહેલ છે કે ભય અને લાલચને લીધે માણસને ગુણવંત બનાવી શકાય એવી કલ્પનાથી નરકોનાં ભયસૂત્રો ઊભાં થયાં અને સ્વર્ગોનાં લોભક સૂત્રો ઊભાં થયાં. એ બન્નેની હકીકત એક જાહેર-ખબર જેવી છે, છતાં એ સ્થિતિ લોકો કે લોકના ગુરુ સમજ્યા નહીં અને જાહેરખબરની પાછળ જ લોકોને દોડાવવા લાગ્યા અને પોતાની જરૂરિયાતો સમાજ પૂરી પાડે એ બાબત વિશેષ ચીવટ રાખવા લાગ્યા. કર્મની વર્ગણા, દેહ અને આત્માનો ભેદભાવ એટલે દેહ દેહનું કામ કરે ને આત્મા આત્માનું કામ કરે અર્થાત્ કેમ જાણે દેહ અને આત્માને શો જ મેળ ન હોય, સંબંધ ન હોય વગેરે અનેકાનેક એવી લ્પનાઓ છે જે અંગે વિચારકોએ વિશેષ મનન-ચિંતન કરવું ઘટે અને Page #110 -------------------------------------------------------------------------- ________________ જેને સમાજની વર્તમાન પરિસ્થિતિ ૦ ૮૯ લોકોને સાચો રસ્તો ચીંધવો ઘટે તથા પોતે પણ જરૂરિયાતો ઓછી ઓછી કરતા જઈને સમાજ ઉપરનો બોજો હળવો કરવો ઘટે. ભગવાન મહાવીરે અસાર સંસારને છોડીને પોતાનો કેટલો બોજો સમાજ ઉપર નાખેલો ? પરમાનંદભાઈ કહેવા લાગ્યા કે “જેમ રાજકારણીઓ લોકોને અજ્ઞાનમાં રાખી પોતાની સ્વાર્થસાધના કરતા પ્રત્યક્ષ દેખાય છે,” તેમ તમામ ધર્મના ધર્મગુરુઓ મોટે ભાગે લોકોને અજ્ઞાનમાં રાખીને પોતાની તૃપ્તિ મેળવી રહ્યા છે. આ સ્થિતિ કાંઈ આજની નથી, આજ હજારો વર્ષથી ચાલી આવેલ છે. એમાં તમે કે હું શું કરી શકવાના ? ઘણા મહાનુભાવો કેવળ સત્યાર્થી પણ હોય છે, પણ તેઓ શું કરે? એટલે આપણે તો આપણા પૂરતું શોધન કરવું અને ગુણો કેળવવા પ્રયત્ન કરવો એ જ વર્તમાન જીવનને શાંતિમય અને રસમય બનાવવાનો ખરો અને સીધો રસ્તો છે.” મેં કહ્યું, હવે એક જ વાત કરી મારું બોલવું પૂરું કરી દઉં. ૨૫૦૦મી જયંતી આવી રહેલ છે. ચૈત્ર શુદિ તેરસને કલ્પો તો જન્મજયંતી અને નિર્વાણ તિથિને કલ્પો તો નિર્વાણજયંતી. મને લાગે છે કે એક તો વરઘોડાઓ સરસ નીકળવાના. કેટલીક ચોપડીઓ પણ લખાવાની અને ધામધૂમ, જમણ વગેરે પણ ઉત્તમોત્તમ થવાનાં. જે તપસ્વી તદ્દન અચેતક હતો, જમણ કે ધામધૂમમાં જેને લેશમાત્ર રસ ન હતો તેની પાછળ તેને જ નામે ધામધૂમ અને જમણ ! ભગવાન મહાવીરનું વર્તમાન પરસ્પર વિસંગતિવાળું જે જીવનચરિત્ર સાંભળ્યા કરીએ છીએ, તેને બદલે તેમનું સંશોધનયુક્ત અને પરસ્પર વિસંગતિ વિનાનું જીવન લખાશે ખરું ? દિગંબર-શ્વેતામ્બર વગેરે શબ્દોને બદલે માત્ર એક જૈન તરીકે જ ઓળખાવાનું આખો જૈન સમસ્ત સંઘ પસંદ કરશે ખરો? અર્ધમાગધી તથા પાલી ભાષા, જેનું અત્યારે કોઈ ધણીધોરી નથી, તેને ભારતીય બંધારણમાં જે ચૌદ ભાષાઓ નોંધાયેલ છે તેમાં સ્થાન મળશે ખરું? “તમામ જૈનો વર્તમાનમાં જેને સમક્તિ માને છે તે સૌનું સમકિત છે, એમ સૌ માનશે ખરા? “જૈનમાત્ર સગો ભાઈ છે એવી ભાવના વધશે ખરી?' એમ પ્રશ્ન ન કરીએ, પણ જયંતી જેવા પ્રસંગે તો એ ભાવના વધવી જ જોઈએ. પરમાનંદભાઈ, મેં તો આખી જિંદગી શાસ્ત્રો-સૂત્રો વાંચીને વિશેષ મનનચિંતન કર્યા કરેલ છે. અને હવે તો આરે આવીને બેઠો છું અને જૈન સમાજની જે વર્તમાન દશા દેખાય છે તે જોઈને હર્ષ પણ થાય છે; છતાં હર્ષ કરતાં વિશેષ ખેદ થાય છે. જાણે જૂનાકાળમાં મંદિરો બંધાવવાનો, પ્રતિષ્ઠાઓ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૦ - સંગીતિ કરવાનો, એમ અનેક પ્રકારનો વા વાતો હતો તે જ વા અત્યારે પણ ચાલુ છે. પાલીતાણામાં જ્યાં મંદિરોનો પાર નથી ત્યાં પણ આ વાને લીધે જ મંદિરો બંધાય છે. “જૈન” છાપામાં ધર્મની પ્રભાવનાઓના સમાચારો વાંચતો રહું છું ત્યારે કોઈ ગમ જ પડતી નથી. કોઈ પ્રભાવનાના સમાચારમાં આવા સમાચાર તો આવતા જ નથી કે અમુક માસમાં શ્રાવક લોકોએ પ્રામાણિક વ્યવહાર કરવાની, સેળભેળ ન કરવાની કે કાળાબજારો ન કરવાની પ્રતિજ્ઞા લીધી હોય ! એમ પણ સાંભળું છું કે કેટલાક સૂરિવરો તો ઉઘાડે છોગ કહે છે કે કાળાબજારના પૈસા મંદિર, પ્રતિષ્ઠા વગેરે ધર્મના ઉત્સવો વગેરે માટે જરૂર વાપરી શકાય. જ્યારે લોકો આ વાત સાંભળે ત્યારે કાળાબજાર વગેરે અનુચિત પ્રવૃત્તિઓ કરતાં કેમ કરીને અટકે ?” - આ બધી વાત મારી પત્ની પણ સાંભળતી હતી, તે મને કહેવા લાગી કે તમે પરમાનંદભાઈને આવું આવું બધું શા માટે કહો છો? તમારા કહેવાથી કેટલા લોકો સમજવાના? શું પરમાનંદભાઈ આ બધું સમજતા નથી ?” તેને કહ્યું કે “તારી વાત તો ખરી છે, પણ એક સમાન વિચારના મિત્ર મળે ત્યારે જ આવી વાતો કરી શકાય અને વિશેષ ચિંતન-મનનની સામગ્રી મેળવી શકાય. હું કાંઈ કોઈને સુધારવા આ બધી વાતો કરતો નથી, પણ મૂળ વસ્તુ કેવી હતી અને વર્તમાનમાં તેનો કેવો વિચિત્ર આકાર થઈ ગયો છે અને આ આવા વિકૃત આકારને પરમ સત્ય રૂપ માની લોકો તેને કેવા વળગી રહ્યા છે અને સ્વાર્થસાધુઓ પોતાનો સ્વાર્થ, રાજકારણમાં કે ધર્મકારણમાં કેવી રીતે સાધી રહ્યા છે, આ એક પરિસ્થિતિની કહો કે અજ્ઞાનતાની કહો, કેવી બલિહારી છે એ વિચારવાની દૃષ્ટિએ આ બધી વાત કરું છું.” – પ્રબુદ્ધ જીવન, સપ્ટે. - ૧૯૭૧ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦. આજનો તકાદો છે મહાવીરની સાધનાને માનવીની સાધના તરીકે અવલોકવાનો માણસજાતે સમગ્ર દુનિયામાં અનેક મહાપુરુષો આપેલા છે. જે જે મહાપુરુષો થયા છે તે તમામ મૂળમાં સાધારણ માણસો હતા, પણ પછી પોતાના પુરુષાર્થથી મહાપુરુષની પદવીને પામેલા છે. ભગવાન મહાવીર પણ પોતાના જમાનામાં એક સાધારણ જાગીરદારના પુત્ર હતા, અને તેઓ ચિંતન, મનન કરીને પોતાના સમયની પરિસ્થિતિને જોઈને જાગીરદારી કરવાનો માર્ગ છોડીને ત્યાગના માર્ગે વળ્યા. વર્તમાનમાં જૈન શાસ્ત્રોમાં જે મહાવીરકથા મળે છે તેમાં તેમના ત્યાગમાર્ગના વલણ માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પણ ત્યાગમાર્ગના વલણનું કારણ તો હોવું જોઈએ. જેમ લોકમાન્યે દેશની પ્રજાની પરિસ્થિતિ જોઈને લોકસેવાનો માર્ગ સ્વીકાર્યો, મહાત્મા ગાંધીએ પણ હિંદુસ્તાનની પ્રજાની અત્યંત ગરીબી અને પરતંત્રદશા જોઈને પોતાનો બૅરિસ્ટરનો ધંધો છોડી દઈ, એ પ્રજાને ઊભી કરવા માટે જીવન ખર્ચી નાંખ્યું, એ જ રીતે વર્ધમાન મહાવીર પોતાની જાગીરદારી છોડીને કઠણ તપના માર્ગે વળ્યા તેનું કારણ જરૂર હોવું જોઈએ. મને લાગે છે કે ભગવાન મહાવીર ઘણા વિચક્ષણ પુરુષ હતા અને ચારે બાજુની પરિસ્થિતિને નીરખ્યા કરતા હતા. એમ કરીને તેઓ પોતાના મનમાં વિશેષ ચિંતન-મનન કરતા હતા. પરિસ્થિતિનું નિરીક્ષણ અને ચિંતન-મનન કરવાથી એમને લાગ્યું કે જો કોઈ પણ મનુષ્યને કે બીજા કોઈ પણ પ્રાણીને તકલીફ ન થાય એવું જીવન ગુજારવું હોય, તો આ જાગીરદારીનો, તમામ ભોગોનો અને વિલાસવૈભવનો ત્યાગ કર્યે જ છૂટકો છે; અને એ ત્યાગ ત્યારે જ થઈ શકે કે જ્યારે ઇચ્છા ઓછી થઈ જાય અને દુઃખ સહન કરવાની શક્તિ વધુ ખીલે. આમ થાય તો જ શાંત ચિત્તે રહેવાય અને ઇચ્છાઓને Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૨ - સંગીતિ ઓછી કરી શકાય. એમણે જોયું કે કપડાં પહેરવામાં, ખાવાપીવામાં, મોટાં મોટાં મકાનોમાં રહેવામાં અને દરેક પ્રકારના નાના-મોટા વિલાસો કરવામાં મનુષ્ય ઉપરાંત તમામ પ્રાણીઓને દુઃખ દેવાનું બને છે. જો કે તમામ પ્રાણીઓ અને મનુષ્ય સઘળાને સુખી કરવાનું મારા હાથમાં નથી, પણ કોઈને દુઃખ ન પહોંચાડવું એ તો મારા હાથમાં જ છે. આમ વિચારીને જ્યારે તેઓ પાકા સમજણા થયા અને જવાબદારીવાળું જીવન ગુજારી શકે તેવા થયા ત્યારે ૩૦ વર્ષની ઉંમરે એમણે દુનિયાદારીનો માર્ગ છોડી દીધો અને તપનો, સંયમનો, અપરિગ્રહનો માર્ગ સ્વીકાર્યો અને હસતે મોઢે દુઃખ સહન કરવાનો માર્ગ અપનાવ્યો. ગીતામાં કહ્યું છે કે જે મનુષ્ય નિરાહાર રહે છે તેનાથી વિષયો હટી જાય છે, મતલબ કે નિરાહાર રહેવાથી વિષય ભણીની રહેલી આસક્તિ ઓછી થઈ જાય છે; પણ ચિત્તમાં રહેલો વિષયનો સ્વાદ જતો નથી. જો એ સ્વાદ ન જાય તો નિરાહાર રહેવાનું પણ વ્યર્થ જ થાય. એટલે વીર વર્ધમાનસ્વામીએ નિરાહાર રહેવા સાથે સતત ધ્યાન, ચિંતન, મનન વગેરેનો આશ્રય લઈને મનમાં રહેલો વિષયનો સ્વાદ પણ ટાળી નાંખ્યો. એટલે ગીતાની ભાષામાં તેઓ તદ્દન અનાસક્ત થઈ ગયા. શરીર આહાર સિવાય ટકી શકતું નથી, હાલવું-ચાલવું પડે છે, વિહાર કરવા પડે છે; આ બધી પ્રવૃત્તિઓ માટે શરીરને કામમાં લેવું હોય તો આહાર કરવો પડે; એ જ દષ્ટિએ વીર ભગવાને પોતાની લાંબી તપશ્ચર્યાઓમાં મહિને બે મહિને ભિક્ષા દ્વારા જે લુખ્ખોસૂકો આહાર મળે તે લેવાનો રાખેલો. એ પણ એટલા માટે કે ધ્યાન, ચિંતન વગેરેની સાધના માટે શરીરને કામમાં લેવું હતું. આ ઉપરથી હું એમ વિચારું છું કે દુનિયાના કોઈ પણ જીવને લેશ પણ કષ્ટ ન થાય તે રીતે તેમણે બાહ્ય જીવન સ્વીકાર્યું અને ચિત્તમાં રહેલો વિષયરસ નિર્મૂળ થઈ જાય એ માટે તેમણે આંતરજીવનની સાધના કરી. આવા તપસ્વી જીવનની કથા યથાર્થ રૂપમાં મળવી કઠણ છે. આ તો એમની જીવનકથા વાંચીને તથા એમનાં ઉગ્ર તપ, અસાધારણ કષ્ટસહન અને અસામાન્ય કરણાની વાત વાંચીને હું ઉપર્યુક્ત કથન ઉપર આવ્યો છું. સાધારણ માણસો એમની આવી ઉગ્ર સાધનાનું કારણ સમજી શકતા નથી, એટલે ભક્તકવિઓ એમની કથા કરતી વખતે અલંકારમય ભાષા વાપરે છે. સામાન્ય લોકો આવી ભાષા દ્વારા તેમના તરફ ખેંચાય અને તેમના જીવનનો કંઈક વિચાર કરે, તથા તે જીવનમાંનું જે કંઈ અનુકરણીય લાગે અને આચરી શકાય તેવું જણાય તેને લોકો આચારમાં Page #114 -------------------------------------------------------------------------- ________________ મહાવીરની સાધના તે માનવીની સાધના ૦ ૯૩ મૂકે, આવો ઉદ્દેશ વીરસ્વામીની કવિતામય કથા કરવા પાછળ એ કવિઓનો હતો. પણ કાળ જતાં લોકો કવિની ભાષા સમજયા નહિ અને કવિનો ઉદ્દેશ પણ સમજયા નહિ. એથી વીરસ્વામી માત્ર પૂજાપાત્ર થયા. પણ એમના જીવનમાં જે અંશો અનુકરણીય અને આચરણીય હતા તે તરફ લોકોનું ધ્યાન ખેંચાયું નહિ. એટલે આ નિર્વાણ-શતાબ્દીના પવિત્ર ઉત્સવપ્રસંગે એમનું એવું જીવન લોકો સામે આવવું જોઈએ કે જેમાં કવિતા ઓછામાં ઓછી હોય. કવિતા એટલે અલંકારની ભાષા. આમ થાય તો જ તે સંત પુરુષનું જનતા અનુકરણ કરીને પોતાના સંસારને સુખમય કરી શકે. કમનસીબી એ છે કે તેમના ભક્ત લોકો, સાધુઓ, આચાર્યો વગેરેએ એમનું જીવન અત્યાર સુધી નિર્ભેળ રીતે લખ્યું નથી; એટલું જ નહિ, પણ આજ હજારો વર્ષથી એમનું નિર્ભેળ જીવન બહુ ઓછું ઉપલબ્ધ થાય છે. જ્યારથી ગ્રંથો લખાવા માંડ્યા અને એમની જીવનકથા ગ્રંથોમાં ગૂંથાવા માંડી, ત્યારથી એમાં ચમત્કારોની ભરમાર થવા લાગી. ડગલે ને પગલે દેવો અને ઇન્દ્રો આવવા લાગ્યા અને એવી આલંકારિક ગૂંથણી થઈ કે એમાં મહાવીરને શોધવા એ મુશ્કેલ કામ થઈ પડ્યું. એમ અત્યારે જૈન મંદિરમાં જઈએ તો ત્યાગી, અપરિગ્રહી અને સર્વદા નગ્ન રહેનાર તપસ્વી વીરસ્વામીની મૂર્તિ ઉપર ઘરેણાંનો પાર નહિ, અત્તર, અબીલનો પાર નહિ, પુષ્પોનો પાર નહિ; હાથે ઘરેણાં, પગે ઘરેણાં, કાને ઘરેણાં....આવું જોનારો માણસ એ મૂર્તિ દ્વારા અપરિગ્રહી મહાવીરને શી રીતે શોધે? અને શી રીતે સમજે? વળી, બીજું, જે જૈનાચાર્યોએ મહાવીરકથા લખેલી છે, તેમાં એકવાક્યતા માલુમ પડતી નથી. એક શ્વેતામ્બર આચાર્ય કહે છે કે મહાવીરને એક જ પત્ની હતી. જ્યારે બીજા શ્વેતાંબર આચાર્ય કહે છે કે મહાવીર અનેક કન્યાઓને પરણ્યા હતા. એક શ્વેતામ્બર આચાર્ય કહે છે, નંદીવર્ધન મહાવીરનો મોટો ભાઈ હતો જ્યારે બીજા શ્વેતામ્બર આચાર્ય કહે છે કે મહાવીરે ૩૦ વર્ષની ઉંમરે ગાદી નાના ભાઈને આપીને ત્યાગ સ્વીકાર્યો. એક શ્વેતામ્બર આચાર્ય કહે છે, મહાવીરે મેરુ ઉપર અભિષેક કર્યો. આ અભિષેકની વાત લખનાર આચાર્ય મહાવીરે મેરુ કંપાવ્યો એ વાત લખતા નથી; ત્યારે બીજા શ્વેતામ્બર આચાર્ય બાળપણમાં મહાવીરે મેરુ કંપાવ્યો એવી વાત લખે છે. એક શ્વેતામ્બર આચાર્ય કહે છે, જમાલી નામનો રાજપુત્ર મહાવીરનો જમાઈ હતો જે પાછળથી મહાવીરનો શિષ્ય થઈને તેમનો પ્રતિસ્પર્ધી થયો અને એમ કહેવા લાગ્યો કે હું પણ અરહંત છું. ત્યારે ભગવતી સૂત્રમાં નવમા શતકમાં જમાલીની પૂરી કથા આવે છે. તેમાં તેને આઠ રાણીઓ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૪ • સંગીતિ હતી એમ કહેવામાં આવ્યું છે. પણ તે ભગવાનનો જમાઈ હતો તે વાતનો તો નિર્દેશ પણ નથી. આચાર્ય હેમચંદ્રાચાર્ય કહે છે કે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાંથી મહાવીરના ગર્ભને લઈને સિદ્ધાર્થ રાજાની રાણી ત્રિશલાની કુલીમાં ફેરવવામાં આવ્યો. આમ કહેનાર એ જ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં સ્પષ્ટ કહે છે કે સ્વર્ગમાંથી વીર ભગવાનનો જીવ સીધો રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાની કુક્ષીમાં આવ્યો. શ્રીવીર પ્રાણતસ્વર્ગપુષ્પોત્તર વિમાનતઃ | ૧ જ્ઞાનત્રયપવિત્રાત્મ સિદ્ધાર્થનૃપશ્માનિ ત્રિશદલોક ક્ષો સરસ્વા રાજહંસ ઈવાગમન પર યુગ્મમ (યોગશાસ્ત્ર પ્રથમ પ્રકાશ, બીજા શ્લોકની વ્યાખ્યામાં આ પ્રમાણે જણાવાયું છે) આ રીતે અનેક પ્રકારે ભગવાનની જીવનકથામાં ભારે વિસંવાદો નોંધાયેલા છે. આ બધા વિસંવાદોનું નિરાકરણ કરવું અને પ્રાચીન સાહિત્ય દ્વારા તેમની યથાર્થ કથા આલેખવી એ આ નિર્વાણશતાબ્દીમાં કરવાનું મોટામાં મોટું કામ છે. એક એવી વાત છે કે વિહાર કરતાં કરતાં વીરસ્વામીને નદી ઊતરવાનો પ્રસંગ આવ્યો, એ વખતે તેઓ હોડીમાં બેસી ગયા. હોડીના માલિકને કે હોડી હાંકનારને તેઓએ એમ કહ્યું નથી, કે “ભાઈ, હું અપરિગ્રહી છું, અને મારી પાસે એક દોકડો પણ નથી; એટલે તમારી સંમતિ લઈને હું હોડીમાં બેસું છું.” જયારે હોડીમાંથી ઊતરવાનો પ્રસંગ આવ્યો ત્યારે બીજા મુસાફરો પાસેથી હોડીવાળાએ ભાડું ઉઘરાવી લીધું. મહાવીર પાસે એણે જયારે ભાડું માગ્યું ત્યારે તેઓ કંઈ બોલ્યા નહિ, અને તેને ઠપકો આપવાનો વિચાર કર્યો ત્યારે ભગવાનના કોઈ ઓળખીતાએ ભાડું ચૂકવી દીધું. આ બનાવ એક વિસંગતિ જેવો છે. ભગવાન મહાવીર શ્વેતામ્બી નગરી જતા હતા ત્યારે વચ્ચે બે માર્ગ આવ્યા. એક માર્ગ સરળ અને સીધો હતો. બીજો માર્ગ કઠણ અને વાંકધોધવાળો હતો. સરળ માર્ગે જતાં વચ્ચે મોટા ચંડકૌશિક સર્પનું રહેઠાણ આવતું હતું, એટલે એ માર્ગે કોઈ જતું નહિ. ચંડકૌશિક સર્પને લીધે ગોવાળો, સાર્થવાહો, વણઝારા બધાં ફરી-ફરીને લાંબા માર્ગે પ્રવાસ કરતા. એ સ્થિતિ પશુઓ અને માણસો માટે ભારે કષ્ટકર હતી; કારણ કે એ માર્ગે ઘણું ફરીફરીને જવું પડતું. જળાશયોમાં પાણી પીનારાં પશુઓ અને જળાશયો પાસે પડાવ નાખનારા વેપારી તથા ગોવાળો નિરંતર પડ્યા રહેતા ને પોતપોતાના આનંદમાં મસ્ત રહેતા. તેમને પણ ઘણું ઘણું ફરીને આવવું પડતું. આ સ્થિતિ જાણીને મનુષ્યો અને પશુઓ ઉપર Page #116 -------------------------------------------------------------------------- ________________ મહાવીરની સાધના તે માનવીની સાધના ૦ ૯૫ પડતું દુઃખ ભગવાન ન રહી શક્યા તેથી કરુણાને લીધે જ્યાં ચંડકૌશિક રહેતો હતો એ જ માર્ગે ગયા ને ચંડકૌશિકના ભયંકર ક્રોધને શાંત કરીને જ રહ્યા. એ રીતે આ સરળ માર્ગ ખુલ્લો થઈ જવાથી મુસાફરોનું, ચારનારાઓનું અને ગોવાળો વગેરેનું કષ્ટ ઘણું ઓછું કર્યું. આ એમની લોકો તરફની એકાત્મતાનો પ્રત્યક્ષ દાખલો છે. બીજો એક એવો પ્રસંગ છે કે મહાવીરકથામાં લખ્યા પ્રમાણે જ્યારે તેમણે દીક્ષા લીધી, ત્યારે તેઓ તદ્દન નગ્ન થઈને જ વિહરવાના હતા; પણ લોકોએ તેમના ખભા ઉપર એક કપડું મૂકી દીધું. લોકોએ મૂકેલા આ કપડાનો તેમણે કદી ઉપયોગ કર્યો જ નથી. ગમે તેવી ટાઢ હોય, તડકો હોય કે વરસાદ હોય તો પણ કપડાના વપરાશ તરફ તેમનું મન જ ગયું નથી. આ સ્થિતિમાં તેઓ ધ્યાનમાં બેઠા હતા ત્યારે એક ગરીબ મહાદુઃખી બ્રાહ્મણ તેમની પાસે કંઈક માગવા આવ્યો. બ્રાહ્મણે કહ્યું કે 'હે ! મહાકરુણાના સાગર ! દીક્ષા લીધા પહેલાં તમે તમારા ભાગે આવતી મિલકત છૂટે હાથે લોકોમાં વહેંચી અને લોકોને ન્યાલ કરી દીધા, પણ એ વખતે કમનસીબ એવો હું બહારગામ ગયેલો હોઈ હાજર ન રહી શક્યો. ઘરે આવતાં મારી સ્ત્રીએ મને ફિટકાર આપ્યો અને તમારી પાસે કંઈ માંગવા મોકલ્યો. તો, હે દયાના સાગર, મને કંઈક આપો.” ભગવાને કહ્યું, “હે દેવાનુપ્રિય ! હું તો નગ્ન ભિક્ષુ છું. મારી પાસે તને આપવા જેવું કશું જ નથી. તેમ છતાં આ કપડાનો અર્ધભાગ તું લઈ જા.” આ હકીકત પણ લોકોના દુઃખ તરફ મનોવૃત્તિ કેવી હતી તેની સાક્ષી આપે છે. આચાર્ય હરિભદ્રના કહેવા પ્રમાણે ભગવાન મહાવીર માતાપિતાના અસાધારણ ભક્ત હતા; એ ભક્તિના લીધે જ તેઓ ઘરમાં રહી શક્યા અને માતાપિતા દેવ થતાં જ ત્યાગની સાધના માટે નીકળી પડ્યા. આ મહાવીરકથામાં આંખે વળગે એવા અનુકરણીય પ્રસંગો છે. તે બધાને ભગવાનનું જીવન લખતી વખતે ધ્યાનમાં રાખીને લોક સમક્ષ મૂકવાની જરૂર છે, જેથી તેમનો આદર, પૂજા કરવા સાથે તેમના જીવનનું અનુકરણ પણ કરી શકે. આ લખવાનું તાત્પર્ય એ છે કે મહાવીરનું શુદ્ધ, નિર્ભેળ જીવન લોકો સામે આવવું જોઈએ. જો બરાબર પ્રયત્ન કરવામાં આવે, પૃથક્કરણ કરવામાં આવે, શોધખોળ કરવામાં આવે અને ભગવાન મહાવીરની સાધનાને માનવીની સાધના તરીકે અવલોકવામાં આવે તો નિર્ભેળ જીવન લખી શકાય તેમ છે તેમાં સંદેહ નથી. – જનસત્તા, નવે. - ૧૯૭૪ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧. તીર્થરક્ષાના કારણે હિંસક માર્ગ અપનાવવો શું ઉચિત છે? (“પ્રબુદ્ધ જીવનના તા. ૧-૫-'૬૮ના અંકમાં પ્રગટ થયેલ શ્રી જેઠાભાઈ હીરજી મેપાણીના, જૈનોના તીર્થવિષયક ઝગડાની ચર્ચા કરતા પત્રના અનુસંધાનમાં પંડિત બેચરદાસ જીવરાજ તરફથી મળેલો પત્ર નીચે આપવામાં આવે છે. –તંત્રી) સ્નેહીશ્રી પરમાનંદભાઈ અમદાવાદ ૫-૫-'૬૮ “પ્રબુદ્ધ જીવન'ના મે મહિનાની પહેલી તારીખના અંકમાં ભાઈશ્રી જેઠાભાઈ હીરજી મેપાણીનો પત્ર છે. તેમાં એમ જણાવેલ છે કે “એ તો કોઈ વિધર્મી આપણા કોઈ તીર્થનો નાશ કરવા આવી ચઢે અને તેનો પ્રતિકાર કરવામાં આવે. તેને તીર્થરક્ષાના નામથી ઓળખાવી શકાય અને તે માટે હિંસા કરવી પડે તો દોષરૂપ નહીં લેખાતી હોય.” આ અંગે નમ્રતાપૂર્વક જણાવવાની રજા લઉં છું કે જૈન ધર્મમાં આંતરિક અહિંસા પ્રધાન ગણાયેલ છે, એટલે કે આત્માર્થી મનુષ્ય કષાયો, ક્રોધ, લોભ, મદ, ઈર્ષા વગેરે કષાયોને ઓછા કરવા અને મોળા પાડવા એ જ જીવનનો પ્રથમ ઉદ્દેશ છે. જો શાંતિ મેળવવી હોય અને તે પણ વ્યક્તિગત શાંતિ કે સમાજગત શાંતિ કે દેશગત શાંતિ મેળવવી હોય તો કષાયોને મોળા પાડવા; આ જ હેતુને લક્ષમાં રાખીને તમામ કર્મકાંડો યોજાયેલ છે. પણ કમનસીબે આ બાબતનો આપણા ઉપદેશક-વર્ગને ખ્યાલ આવતો નથી. અને તીર્થરક્ષા માટે બલિદાન આપો, એમાં હિંસા નથી એવી આત્મઘાતી અને સમાજઘાતી સલાહ આપવા તૈયાર થાય છે. તીર્થરક્ષા કરવાનું પ્રયોજન તો એ છે કે તીર્થની એકાગ્ર ઉપાસના દ્વારા ઉપાસકોના કપાયો મોળા પડે અને આત્મા શાંત બને, સમભાવી બને અને બીજા પણ શાંત અને સમભાવી બને એ માટે નિમિત્તરૂપ થાય. કષાયો વધારીને અને એક બીજા માનવની હત્યા કરીને તીર્થરક્ષા થઈ શકે નહીં, Page #118 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષાના કારણે હિંસક માર્ગ અપનાવવો શું ઉચિત છે? • ૯૭ અને આવું વિધાન પણ જૈન ગ્રંથોમાં કયાંય જોવા મળે તેમ નથી. અજવાળાને સાચવવા અંધારાનો ઉપયોગ કરવા જેવી આ હિંસાની વાત છે. એટલે જે લોકો “તીર્થરક્ષાના બહાના નીચે હિંસા કરવામાં દોષ નથી” એમ કહે છે તે જૈન ધર્મનો ઉદ્દેશ જ ભૂલી જાય છે અને પોતે કષાયવાળા હોવાથી તેમને હિંસાનો જ ઉપાય જડે છે અને એ ઉપાય કરવામાં દોષ નથી એમ કહેવા લાગે છે. ઉપાસકદશાંગ સૂત્રમાં આનંદશ્રાવકે સમકિતના વ્રત માટે એવી પ્રતિજ્ઞા કરેલ છે કે જે અરિહંતચૈત્યો અન્યતીર્થિકોએ લઈ લીધાં છે તે અરિહંત ચૈત્યોનો ઉપયોગ નહીં કરું. ખરેખર અન્યતીર્થિકોએ પચાવી પાડેલાં અરિહંતચૈત્યોને પાછાં મેળવવા લડાઈ કરવાની હોય અને તેમાં હિંસાનો પણ પ્રયોગ કરવો ઉચિત ગણાતો હોય તો આનંદ શ્રાવક આવી પ્રતિજ્ઞા નહીં જ કરત, પણ એવી પ્રતિજ્ઞા કરત કે અન્યતીર્થિકોએ લઈ લીધેલાં અરિહંતચૈત્યોને પાછા મેળવવા લડાઈ કરીને પ્રયત્ન કરું. એટલે તીર્થરક્ષા માટે હિંસાને નામે બલિદાનની વાતો કરનારા ભગવાન મહાવીરના સિદ્ધાંતને પાયામાંથી જ સમજતા નથી અને સ્વચ્છેદે પોતાની કપાયપ્રધાન વૃત્તિનું જ તીર્થરક્ષાને નામે પ્રદર્શન કરી રહ્યા છે. પ્રકાશને સાચવવા માટે અંધારાનો પ્રયોગ કરવો એ તદન મૂર્ખતાભરેલી વાત છે. આપણો સમાજ ગતાનુગતિક છે; કોઈ આ અંગે સ્થિર શાંતભાવે વિચાર કરવા નવરું જ નથી અને સાધુનાં કપડાં પહેરલા લોકો જે કહે તેને વગર વિચાર્યું “હા, હા' કરવા મંડી પડે છે, જેના પરિણામો આજ સુધી ભારે અનિષ્ટ આવેલાં છે અને પછી પણ અનિષ્ટ આવનારાં છે. બીજું તો ઠીક, પણ પૂ. ગાંધીજીએ અહિંસક પ્રવૃત્તિ દ્વારા જે નમૂનો પૂરો પાડ્યો છે અને જે આપણને સૌને પ્રત્યક્ષ છે, એ અંગે પણ સાધુઓનું ધ્યાન જતું નથી એ કેવું આંતરિક આંધળાપણું છે, એ પણ વિચારવાની વાત છે. આપણે ત્યાં તો જાહેરખબરોનું જ મહાભ્ય છે, પણ મુખ્ય મુદ્દાનું નથી. - આપનો બેચરદાસ – પ્રબુદ્ધ જીવન, ૧૯૬૮ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૨. આ સંસાર ! જગતના ઊંડા અનુભવી વિવેકી પુરુષો કહી ગયા છે અને કહે છે પણ ખરા કે જો જીવતાં આવડે તો સંસાર ખરેખર સારમય છે અને જીવતાં ન આવડે તો એ કેવળ જનમ-જનમનાં આંટાફેરારૂપ છે. માણસ એકલો ભાગ્યે જ રહી શકે છે. સમાજ યા કુટુંબ વિના તેને ગમતું નથી. માણસ તો શું, ઝાડ પણ વનમાં એકલું રહી જીવી શકતું નથી એવી લોકમાન્યતા છે. વૈત વિના અદ્વૈત શક્ય નથી. આમ છતાં જયાં જ્યાં વૈત છે ત્યાં ત્યાં સર્વ સ્થળે વિશેષ કરીને સુવિધા કરતાં દુવિધાઓ અનુભવાય છે. આમ કેમ? મનુષ્યના દેહમાં વિવિધ તત્ત્વો છે. એક તો ચેતના છે, જેને લઈને મનુષ્યનું જીવન ટકી રહ્યું છે. બીજું, ઇન્દ્રિયો, મન અને આ સ્થૂળ દેહ એ પણ મનુષ્યના જીવન સાથે જ જડાયેલ છે. ચેતના, ઈન્દ્રિયો મન અને દેહ એ બધાં વચ્ચે કેવો સંબંધ છે ? એ સંબંધ શા માટે સરજાયો છે? એ વિષય જુદો છે, છતાં એટલું તો કહેવું જ પડશે કે એ બધું પરસ્પર એવું ઓતપ્રોત છે કે જીવન છે ત્યાં સુધી એમાંથી કશું છૂટું પાડી શકાતું નથી અને જેમ મ્યાન અને તલવાર જુદાં જુદાં દેખાય છે, યા જુદાં જુદાં કરી શકાય છે તેમ ઉપર્યુક્ત ચાર અપ્રત્યક્ષ અંગો જુદાં કરી શકાતાં નથી. એક વાત સૌ કોઈની અનુભવેલી છે કે માણસ લાગણીના તરંગોનો મોટો દરિયો છે. તાજા જન્મેલા બાળકમાં પણ લાગણીઓ પડેલી છે, જેમાંનો * “જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે. કુશળ કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મયુક્ત અનુચરો, સદ્ગુણી સુન્દરી, સંપીલું કુટુંબ, સપુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણ સઘળાને વંદનીય છે.” -શ્રીમદ્ રાજચન્દ્ર પૃ. ૭-૮, ગુજરાતી મુદ્રણ Page #120 -------------------------------------------------------------------------- ________________ આ સંસાર !૦ ૯૯ વિશેષ ભાગ સુષુપ્ત રીતે પડેલ છે અને નહિ જેવો ભાગ અનુભવી શકાય એમ છે. જે ક્રિયા દેહ, મન અને ઇન્દ્રિયોને અનુકૂળ લાગે તે સૌ કોઈને ગમે છે એને જે ક્રિયા દેહાદિકને પ્રતિકૂળ લાગે તે કોઈને પણ ગમતી નથી. બાળકના મોંમાં સાકર મૂકતાં તે તેને અનુકૂળ જણાય અને ધીરે ધીરે તે એનાથી ટેવાય છે. કરિયાતું મોઢામાં મૂકતાં કડવું લાગે છે અને તેથી પ્રતિકૂળ જણાય છે. બાળક એમ વિચારી શકતું નથી કે નરી સાકર ખાવાથી જે સુખ તે ઇચ્છે છે તે કદી મળનાર નથી, તે જ પ્રમાણે નર્યું કરિયાતું પણ તેની કલ્પનાનું માત્ર દુઃખદાતા છે એમ નથી. હકીકતમાં બન્નેની અતિશયતા ટાળવી જોઈએ અને વચલો માર્ગ ગ્રહણ કરવાથી સુખ સાંપડી શકે. વચલો રસ્તો જાણીતો હોવા છતાં તે રસ્તે જનારા વિરલા જ છે અને તેથી જ સંસારને અસાર કહેવાનો, માનવા-મનાવવાનો એક પ્રઘોષ ચાલુ જ છે. માનવ-માનવ વચ્ચે જે અનુરાગવૃત્તિ છે તે સાકર જેવી છે અને જે વૈષની, અણગમાની વૃત્તિ છે તે કરિયાતા જેવી છે. માત્ર અનુરાગ કે માત્ર અણગમો એ બે માનવ-જીવનને સદતા નથી. પ્રાયઃ અનુરાગમાંથી જ અણગમો અને અણગમામાંથી અનુરાગ જન્મે છે. આ એક એવી વિચિત્ર ગૂંચ છે કે જેનો ઉકેલ સાધારણ જન કદી કરી શકતો નથી. આથી જ તે આ બન્નેની વચ્ચે ઘંટીના બે પડો વચ્ચેના દાણાની જેમ સતત પિસાયા કરે છે અને છેવટે કુદરતનું તેડું આવતાં કમને ય તેને ચાલી નીકળવું પડે છે. સતત પિસાયા કરવાની આ પરિસ્થિતિને અટકાવવાના વિવિધ માર્ગો યોજાયા છે. વૈરાગ્યનો એટલે અસંસારી બનવાનો માર્ગ, સંસાર માણવાના માર્ગથીયે અધિક કઠિન છે. વૈરાગી બનનારનું મહદ્ અંશે “નહિ વેરો, નહિ વેઠ; બાવો બાવો સૌ કહે અને સુખે ભરે પેટ” એવું બની જાય છે. અસંસારી બનવાનો વિચાર સેવનારાના મનમાં માત્ર પેટ ભરવાનો જ ઉદ્દેશ નથી હોતો, છતાં મોટે ભાગે પરિસ્થિતિ આવી જ દેખાય છે. બીજો માર્ગ ગૃહસ્થાશ્રમી બનીને તેને નિભાવવાનો છે. વૈરાગ્યના માર્ગ જેટલો જ સાચા અર્થમાં આ માર્ગ દુષ્કર છે. જેઓ આ માર્ગ લે છે તેઓ માત્ર પેટ યા વેઠ માટે જ આ માર્ગ સ્વીકારતા નથી, છતાં પરિણામે વિશેષ કરીને પેટનું કે વેઠનું જ પરિબળ દેખાય છે. શાસ્ત્રોમાં કે કાવ્યોમાં આ બન્ને માર્ગોનાં જે અતિ સુંદર વર્ણનો આવે છે તે વસ્તુસ્થિતિ છે કે વિજ્ઞાપનો તે કળવું કઠણ છે. સમસ્ત સંસારનો ભૂત અને વર્તમાન જોતાં મહાકવિ કાલિદાસની આ વાણી પર શ્રદ્ધા થવી કઠણ નથી લાગતી ? Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ♦ સંગીતિ ‘‘ત્યાય સંવૃતાર્થાનામ્'' ‘પ્રખાય વૃદ્ઘમેધિનાક્’’ તથા '' "प्रजानां विनयाधानात् रक्षणात् भरणादपि । स पिता पितरस्तासां केवलं जन्महेतवः ॥ " ‘‘ખેતુ: પ્રસૂતયે ।'' -રઘુવંશ સર્ગ પ્રથમ, શ્લોક ૭, ૨૪, ૨૫. ઉપર્યુક્ત શ્લોકોમાં કવિએ કહ્યું છે કે પ્રાચીન કાળમાં ક્ષત્રિયો ધન વગેરે સુખદાયી પદાર્થોનો સંગ્રહ દાન કરવા માટે જ, લગ્ન કરતા તે માત્ર પ્રજાને માટે જ. રાજા દિલીપ પ્રજાનો ખરો પિતા હતો. રાજા દિલીપ માત્ર સંતાન માટે જ પરણ્યો હતો, ભોગાનન્દ માટે નહિ. જે દેશના ઇતિહાસમાં હજારો વર્ષોથી જાતિવાદને પ્રધાનસ્થાન અપાયેલ છે, અસ્પૃશ્યતા ટકી રહેલ છે, જ્યાં આદર્શ ગણાતા ક્ષત્રિયો કન્યાનાં હરણ કરવામાં પોતાને શૂરવી૨ ગણતા અને આવા હઠવવાહને શાસ્ત્ર માન્યતા આપેલી છે, તે દેશનો ઇતિહાસ કેવળ તટસ્થષ્ટિએ જોતાં અને વિચારતાં ઉપલું વર્ણન ખુશામત જેવું નથી લાગતું ? પરંતુ આ તો વિષયાન્તર જેવું થઈ ગયું. કહેવાની વાત તો એ હતી કે વૈરાગ્ય અને ગૃહસ્થ એ બન્ને માર્ગો હકીકતમાં ખાંડાની ધાર જેવા છે. ત્યારે કરવું શું ? સાપેક્ષ રીતે વિચારતાં અને વિવિધ મનોવૃત્તિઓને જોતાં માનવસમાજ માટે એ બન્ને માર્ગો કેટલેક અંશે હિતાવહ ગણી શકાય; છતાં ધોરીમાર્ગ તો ગૃહસ્થમાર્ગને કહી શકાય. આ ગૃહસ્થાશ્રમનો તાપ પણ જેવો-તેવો નથી. એ તાપ જીરવવો ભારે કઠણ છે. ગૃહપતિ અને ગૃહપત્ની બન્નેના સંસ્કાર સાવ જુદા જુદા તો ઠીક, પણ વિરોધી સુધ્ધાં હોય છે. વૃત્તિઓની વિવિધતાનો તો પાર નહિ, એકબીજાની પ્રવૃત્તિઓનાં ક્ષેત્રોય તદ્દન નિરાળાં અને ઘણી વાર સામસામાં. ગૃહપતિ કવિ, લેખક, સંશોધક કે સમ્પાદક હોય યા સ્વ-વ્યવસાયમાં તન્મય હોય ત્યારે ગૃહપત્નીના કેવા હાલ થાય ? ગૃહપત્ની ઘરકામ-ગૃહવ્યવસ્થા કરવા સાથે પોતે કલ્પેલા વિશેષ પ્રકારના દૈહિક, વાચિક અને માનસિક પ્રમોદ ઇચ્છે છે. પેલો કવિતામાં એવો મશગૂલ, એકધ્યાન અને એકતાન હોય છે, ત્યારે ગૃહિણીની કોઈ વાતને જ એ સાંભળી ન શકે. આવી પરિસ્થિતિમાં ગૃહિણી માટે કવિતા સપત્નીની ગરજ સારે છે. પ્રાચીન Page #122 -------------------------------------------------------------------------- ________________ આ સંસાર ! ૧૦૧ સંશોધનની પ્રવૃત્તિમાં રત રહેતા પતિની પત્નીના હાલ આથી વધારે સારા નથી હોતા. એવા પતિની ગૃહિણી તો ઘણી વાર આ પ્રાચીન થોથાં-પોથીને સળગાવી દેવાનો વિચાર સુધ્ધાં કરે છે; પણ કરે શું ? તેમના સૌના રોટલાનો આધાર એ વ્યવસાય પર હોય છે. મિલવાળો, કારખાનાવાળો કે જેનો ધંધો ધીકતો ચાલતો હોય છે તે પત્નીને સોને-હીરે મઢી શકે, પણ જે આનન્દની પત્ની અપેક્ષા રાખતી હોય તે તેને ભાગ્યે જ મળી શકે છે. સોને-હીરે લદાયેલી પત્નીઓને એવું કહેતાં સાંભળી છે કે આ કરતાં તો કોઈ ઝૂંપડામાં રહેતાં હોત તો વધારે સારું ! આવી સ્ફોટક સ્થિતિમાં બેમાંથી ત્રણ થતાં અને એ રીતે વેલો વધતો જતાં એ સ્થિતિ વધુ સ્ફોટક બને છે. સંતાનોના ઉછેર અંગે ઘણી વાર બે જણ વચ્ચે ભારે વિખવાદ ખડો થાય છે. પત્ની માને છે કે બાળકોને સારાં બનાવવા માટે નરમ થવા જેટલી જ કડક થવાની અગત્યતા છે, ત્યારે પેલો સંશોધન-કાર્યરત કે કવિતાપરાયણ સ્વામી કડક બની શકતો જ નથી. આ પરિસ્થિતિ સમસ્ત કુટુંબ માટે ઘણી વાર ખતરનાક નીવડે છે. જૂના જમાનાની શાળાઓની ‘સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ'ની રૂઢિ અનુસાર ઘરમાં આવા શાસનથી પતિ-મહાશય ગભરાય છે. પણ કરે શું ? વધુ દુર્દશાનો તો આગળ જતાં સામનો કરવો પડે છે. સંતાનો યુવાન થાય, પોતાના વ્યક્તિત્વને પારખતાં થાય, ત્યારે તેઓ જરાયે સખતાઈ સહન કરી શકતાં નથી, અને ત્યારે જે આશા-અભિલાષોથી તેમને ઉછેર્યાં હોય, સુખદુ:ખ વેઠી મોટાં કર્યાં હોય તે અરમાનોના ચૂરા થઈ જતાં બળતામાં ઘી હોમાયા જેવી સ્થિતિ થાય છે. સમજુ અને સમર્થ હોય તો સંતાન પોતાનો રસ્તો કાઢી લે છે; પણ જ્યાં એવું ન હોય ત્યાં તો ઘરની દશા ઘોર જેવી જ બની જાય છે. એમાંયે સંતાન પ્રભુતામાં પગલાં માંડે અને નવું માણસ ઘરમાં આવે ત્યારે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના શબ્દોમાં ‘આ આખો સંસાર ભડકે બળે છે’નું દશ્ય પ્રત્યક્ષ ખડું થાય છે. છતાં એ ભડકો હિમ જેવો લાગે છે અને કોઈ કોઈનો સંબંધ તોડી શકતું નથી—છૂટું થઈ શકતું નથી. નવી આવનારી ઘણી વાર ભડકો વધુ મોટો કરવામાં કારણભૂત બને છે. વડીલો જૂના જમાનાના અને સંતાનો નવા જમાનાનાં, વળી પુત્રવધૂઓ એકદમ નવા જમાનાની; એટલે તો કલ્પના પ્રમાણે દુઃખનો દરિયો જ ઊમટી પડે. આ પરિસ્થિતિ ભૂતકાળમાં હતી અને આજેય દેખાય છે—ક્યાંક વધુ તો ક્યાંક ઓછી, પણ દેખાયા વિના નથી રહેતી. જો સખત મજૂરીથી બધાંએ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ - સંગીતિ મળીને જીવનનું ગાડું ચલાવવાનું હોય તો આ પરિસ્થિતિનો અનુભવ ઓછો થાય, પણ જીવન લગભગ બેઠાડુ હોય અને મો-માગ્યું બધું આવી મળતું હોય ત્યાં પણ આ ભડકો ઓછો લાગે; પણ મધ્યમવર્ગનાઓ તો લગભગ આવી જ પરિસ્થિતિ અનુભવતા હોય છે. આ પરિસ્થિતિનું મૂળ કારણ મન છે. મનમાં જયારે વાસનાઓનો ભંડાર હોય ત્યારે જ આમ બને છે. આ વાસનાઓનો એકદમ તો શું, પણ વર્ષોનાં વર્ષો સુધી, અરે ! જન્મોના જન્મો સુધી ત્યાગ કરવો અને નિર્વાસન થઈને ગૃહસ્થાશ્રમપરાયણ બનવું એ મહાભગીરથ કાર્ય છે. ખરી ખૂબી તો એ છે કે ગમે તેવી સ્ફોટક પરિસ્થિતિ હોવા છતાં અને પરસ્પર કટ્ટર વેરી જેવાં લાગતાં હોવા છતાં માનવમાં એક એવી વૃત્તિ છે જે બધાંને ગમે તે પ્રકારે જોડી રાખે છે–એનું નામ અનુરાગવૃત્તિ. આ વૃત્તિ પરસ્પર સહાનુભૂતિમય બને, મર્યાદાશીલ બનાવે અને આંખની શરમને ટકાવી રાખે તો ગમે તેવા ભડકા જરૂર સહન થઈ શકે, અને આ ભડકાઓ સંસારની સતત ઠંડીને ઉડાડવામાં કદાચ સહાયક પણ નીવડે. માનસશાસ્ત્રીઓ આવી ભયંકર પરિસ્થિતિના મૂળમાં મોટે ભાગે કામવાસનાને નિમિત્તરૂપ ગણે છે; જ્યારે ભારતીય યોગશાસ્ત્રીઓ કષાયોને આ પરિસ્થિતિના જનક માને છે. કષાયો અને કામવાસના એ વચ્ચે ફરક પાડવો મુશ્કેલ છે. ગીતા અને બીજા જ્ઞાનીઓ વારંવાર કહે છે કે “સંગ” આ બધાના મૂળમાં છે. સંગ, વિશાળ અર્થમાં કામવાસના, અને કષાયો એ બધું સરવાળે એક જ છે. આ જગતની અને તેમાં જીવતા માનવસમાજની પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં માનવસમાજને શાતા ઉપજાવે, માનવતાનો લોપ ન થવા દે અને માનસિક આપઘાતોમાંથી ઉગારી લે એવી કોઈ યોજના છે ખરી? જયારે દેશમાં જીવનનિર્વાહની સામગ્રી પૂરતી હતી, ઉદ્યમીઓને પૂરતો ઉદ્યમ મળી રહેતો, કલાકારોને કલા પ્રદર્શિત કરવાની પૂરતી તકો મળતી, મજૂરોને પૂરતી મજૂરી મળતી, કરબોજ નહિ જેવા હતા, લગભગ સૌ પરિશ્રમપરાયણ જીવન ગાળતા હતા, બેઠાડુઓની પ્રતિષ્ઠા જ નહોતી, ઘેરઘેર હાથઉદ્યોગો ચાલ્યા જ કરતા હતા, રામકથા જેવાં પવિત્ર પ્રવચનોની પરંપરા ઉનાળાઓમાં નિયમિતપણે યોજાતી હતી, અને સૌથી મહત્ત્વની વાત તો એ કે અનાજ એકદમ સોધું હતું, ઘી-દૂધ, દહીં-છાશ તો અનાજથીયે Page #124 -------------------------------------------------------------------------- ________________ આ સંસાર ! ૦ ૧૦૩ સસ્તાં હતાં, દૂધ વેચવાનો રિવાજ જ નહોતો, અને છાશ તો જોઈએ તેટલી મળતી; મોટા મુત્સદ્દીને કે મોટી પેઢીના મુનીમોને વાર્ષિક સો રૂપિયા મળતા, તો તેમાંથી સમસ્ત પરિવાર, સુખસંતોષ અને સાહેબીમાં જીવન વિતાવતો; શુભ-અશુભ પ્રસંગો પણ સારી રીતે ઊકલી જતા. અકબરના જમાનાની વાત જવા દઈએ. મારા જમાનાની જ વાત કરું. વળામાં અમે, બહારથી આવનારા વછિયાતોને અમારે ત્યાં જમાડતા અને મહિને માત્ર પાંચ જ રૂપિયા લેતા. ઘી-દૂધ તેમનાં જુદાં લાવતાં. આમ પાંચ રૂપિયામાં અમારા કટુંબનો પણ ઘણો-ખરો નિર્વાહ થઈ જતો. હવે અત્યારે મારે એકલાને વળામાં રહેવું હોય તો અને બરાબર સારી રીતે રહેવું હોય તો મહિને સાઠ-પોણોસો રૂપિયા સહેજે જોઈએ. આમ મારી જાણમાં જ ખર્ચમાં એકદમ બા૨-પંદરગણો ખર્ચ વધી ગયો છે. જ્યારે સામે પલ્લે આવકના માર્ગો એકદમ ઘટી ગયા છે. હાથઉદ્યોગો બધા ભાંગી ગયા છે. પરદેશી તમામ વસ્તુઓ બજારોમાં ઊભરાય છે. જેઓ વેજાં વણે છે તેઓ માથે વેજાં મૂકીને ભરબજારે આખો દિ’ આંટા માર્યા કરે તો પણ તેમનાં વેજાં ખપતાં નથી. છેવટે લાચારીથી થાકીને થોડી ખોટ ખાઈને પણ વેજાં વેચી જાય છે. ઘરમાં નવરાશનો પાર નથી, કોઈ હાથઉઘોગ નથી; લોટ તૈયાર, મિલના છડેલા ચોખા, મગ-તુવેરની દાળો પણ તૈયાર, ઘી તો કચાંથી મળે, પણ ‘વનસ્પતિ’ઘીના ડબ્બા તૈયાર, ચોખ્ખા તેલના પણ ઠેકાણાં નથી. આ પરિસ્થિતિમાં માણસના અંતરમાં આનંદ ક્યાંથી પ્રગટે ? ખર્ચા વધારે ને આવકના સાંસા હોય ત્યાં અપ્રામાણિકપણું, અનીતિ, છળકપટ અને લાંચરુશ્વત હોય એમાં શી નવાઈ ? મંદિરોમાં ઘંટારવ થયા કરે, શંખો ફૂંકાયા કરે અને ઝાલરો વાગ્યા કરે, પણ પ્રજાના દિલમાંથી ભગવાન બહાર નીકળી ગયો અને મંદિરના ગભારામાં આવેલી પેઢલી ઉપર જઈને બેસી ગયો. પ્રજાના આરોગ્યની પણ આવી જ હાલત છે. ક્ષય વગેરે જીવલેણ રોગો ન આવે તો જાય ક્યાં ? દમ વગરના ખાનપાને શરીરની શક્તિઓને ક્ષીણ બનાવી દીધી છે, અને જે અધૂરું પોષણ મળે છે તેના પ્રમાણમાં જીવનનો ભાર પાર વગરનો. એટલે શું આર્થિક દૃષ્ટિએ કે શું આરોગ્યની દૃષ્ટિએ, કોઈ દિ' બે પાસાં સરખાં થઈ જ કેમ શકે ? મેં પોતે છપ્પનિયા દુકાળમાંયે રૂપિયાનું સાડા ત્રણ શેર ચોખ્ખું, નિર્ભેળ અને તાજું ઘી ખાધું છે. અત્યારે કહેવાતું ધીયે ત્રણ રૂપિયે શેર મળે છે. ચોખ્ખું ઘી તો સ્વપ્રામાંયે દુર્લભ છે. યુવક-યુવતીઓ અકાળે ઘરડાં થવા લાગ્યાં છે. ચાલી ન શકાય, હાથપગ હલાવતાં શ્વાસ ચડે. જીવન કૃત્રિમ—આરોગ્ય Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ • સંગીતિ કૃત્રિમ અને સુખ પણ કૃત્રિમ–એ આજના પ્રગતિશીલ જમાનાની દેણ છે. આ સ્થિતિમાંથી ઊગરવા માટે શું કરવું તે વ્યક્તિનો, સમાજનો, રાષ્ટ્રનો પ્રાણપ્રશ્ન છે. જીવનમાં આનંદ જોઈએ, ઉત્સવ જોઈએ; વૈરાગ્યને પણ સ્થાન છે. પરંતુ જયાં અસ્થિરતા ને ઉન્માદ હોય ત્યાં આવું કશું શક્ય જ ક્યાં છે? જે જે ભૂતકાળની વાત ઉપર લખી તેમાં કોઈને અતિશયોક્તિ કે અધૂરું અવલોકન લાગે, કોઈને સાચુંયે લાગે; પરંતુ એ હકીકત તો સિદ્ધ છે કે ભૂતકાળમાં પાછું જઈ શકાય એમ નથી. વર્તમાનમાં છીએ ને ભાવિમાં ગતિ કરવી છે. સાચી દિશા શોધવા માટે આપણે કયાંથી નીકળ્યા ને ક્યાં ઊભા છીએ તે જાણવું જરૂરી ગણાય. ભૂત અને વર્તમાનનો એ ઉપયોગ. ભાવિ માર્ગ આપણે હવે શોધી લેવો જોઈએ. સંસાર અસાર પણ નથી ને સારમય પણ નથી અથવા તો બને છે. આ અવલોકન અને મનોમંથનનો સાર એ છે કે વ્યક્તિ જો વિચારે ને પરિવર્તન સાધે તો સમાજ પલટાયા વિના રહે નહિ; કારણ કે વ્યક્તિથી જ સમાજ બને છે અને એ જ છે સંસાર. જાત સુધારીને આ સંસારને સુધારીએ. - જીવન માધુરી, ઑગસ્ટ - ૧૯૫૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૩. મોઢા આડે મુહપત્તીબંધન શા માટે ? : એક સંશોધનાત્મક સમાલોચના (અંગત પત્રના આકારમાં મળેલી આ સમાલોચનાના લેખક પંડિત બેચરદાસ જીવરાજ દોશી એક મોટા વ્યાકરણશાસ્ત્રી અને જૈન ધર્મના પ્રખર પંડિત છે. તેમણે સંપાદિત કરેલી ‘મહાવીરવાણી'ને પૂજ્ય વિનોબાજીએ ઊંડી પ્રસન્નતાભર્યા ઉદ્ગારોપૂર્વક આવકારી છે. તેમની વિશેષતા સ્વતંત્ર ચિંતન અને પોતાના વિચારોના નીડરતાભર્યા નિરૂપણમાં રહેલી છે. વિચારોની સ્વતંત્રતા ખાતર તેમણે પોતાના સમાજ તરફથી જે સહન કર્યું છે તેવું ભાગ્યે જ અન્ય કોઈ જૈન વિચારકને સહન કરવું પડ્યું હશે. તેમનો પ્રસ્તુત લેખ મુહપત્તીબંધનના વિષયમાં મૌલિક પ્રકાશ પાડે છે. આ લખાણ મોકલીને તેમણે મારી વિચારણાને વધારે સુગ્રાહ્ય બનાવી છે. તેથી આ તેમનો લેખ પ્રગટ કરતાં હું આનંદ અને કૃતજ્ઞતાની લાગણી અનુભવું છું. પરમાનંદ) સ્નેહી શ્રી પરમાનંદભાઈ, સપ્રેમ પ્રણામ. સપ્ટેમ્બર મહિનાની સોળમી તારીખ અને શનિવારના ‘પ્રબુદ્ધ જીવન’માં ‘મોઢા આડે મુહપત્તીબંધન શા માટે ?' એ મથાળા નીચે તમે જે નોંધ લખેલ છે તે એકલી જ પણ ‘પ્રબુદ્ધ જીવન'ના નામને સાર્થક કરવાને સમર્થ છે એમ મને લાગે છે. મારા મનમાં પણ આ અને આવા બીજા અનેક વિષયો અંગે અનેક વિચારો ઘણી ઘણી વાર ઘોળાતા રહે છે, પણ જાણી જોઈને જ એ વિચારોને હું વાચા આપતો નથી. જોઉં છું કે સમાજના ધુરંધર આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુસાધ્વીઓ અમુક રીતે પ્રવાહપતિત થઈને ચાલી રહ્યા છે; તેમાં જ તેમને મોજ છે. આવી ચર્ચાઓને લીધે તેઓ થોડી વાર જરૂર ઊંચાનીચા થવાના અને ચર્ચા કરનારને એક-બે શબ્દો ચોપડાવવાના; એ સિવાય બીજું તેઓ કશું કરી શકવા સમર્થ નથી. આવો એક સમય હતો, પણ હવે તો આવી ચર્ચાને તેઓ ભાગ્યે જ જોતા હોય છે. હવે તો તેમની ચામડી વિશેષ જાડી થઈ ગઈ છે. એટલે આવી ચર્ચાની Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ૦ સંગીતિ ગોળીઓ તેમને ન લાગતાં તેમની ચામડી જ એ ગોળીઓને પાછી પાડે છે. અસ્તુ, મારે મન તો આવી વિચારપ્રેરક ચર્ચાઓ ઘણી જ ઉપયોગી છે અને નવી પેઢીને વિશેષ પ્રેરક છે. મુહપત્તી શા માટે બાંધવી ? ગરમ પાણી પીવાથી અહિંસા કેવી રીતે સધાય છે ? પોતાનાં પેશાબ તથા ગંદા પાણી જાહેર રસ્તા ઉપર ઢોળવામાં સંયમ છે ? ચાલુ ભિક્ષાની રૂઢિ પૌરુષને હણનારી નથી ? આ ઉપરાંત વીતરાગ ભગવાનની મૂર્તિ ઉપર ચોડવામાં આવતાં ચક્ષુઓ અને ટીલાં-ટપકાં, ચડાવવામાં આવતાં મુગટ અને આભૂષણો, કરવામાં આવતાં ભાતભાતનાં શોભાશણગાર—આ બધું જિનમૂર્તિની ભાવના સાથે સુસંગત છે કે વિસંગત ? વગેરે વગેરે અનેક બાબતો તમારી લખેલી ચર્ચા જોઈને મનમાં ઊભી થાય છે. પણ એ અંગે હાલ તો કશું લખવા મન તૈયાર નથી. ફક્ત મુહપત્તી અને તેનો ઇતિહાસ તથા બાંધવાનો હેતુ એ વિશે જ થોડું લખવાની વૃત્તિ અનુભવું છું. કોઈ સંઘ નવું પ્રસ્થાન કરે ત્યારે પોતાના બાહ્ય પોષાક વિશે ચાલુ રીત કરતાં નવી જ કલ્પના કરતો હોય છે. ખરી રીતે તો આંતરવૃત્તિ વિશે વિશેષ લક્ષ્ય અપાવું જોઈએ, પણ લોકો વચ્ચે રહેવાની અને પોતાની ઓળખ આપવાની જરૂર જણાયાથી આ બાબતનું મહત્ત્વ વધી જાય છે. અમુક લોકો એવા હોય છે કે તેઓ અમુક પોષાકવાળાને ભિક્ષા વગેરેનું દાન આપી પુણ્ય કમાવા તત્પર હોય છે. ભગવાન મહાવીરે તો પોતે કોઈ વેશ જ નહીં રાખેલો; તેમનો દેહ એ જ તેમનો વેશ હતો. તેઓ લોકનિરપેક્ષ હતા, એટલે તેમને તે પોસાયું. પણ તેમની પરંપરા તો લોક ઉપર જીવનારી રહી, એટલે તેમને તો વેષની ઉપેક્ષા કરવી શી રીતે પાલવે ? ઉત્તરાધ્યયનસૂત્રમાં કેશી અને ગૌતમના સંવાદમાં શ્રી ગૌતમે સ્પષ્ટ જણાવેલ છે કે લિંગ-વેષની લોકઓળખાણ સિવાય કશી જ કિંમત નથી, પ્રધાન તો સંયમની સાધના છે. પણ પાછળની પરંપરામાં જે પ્રધાન હતું તે ગૌણ બની ગયું, અને જે ગૌણ હતું તે પ્રધાન બની ગયું. પહેલાં કહ્યું તેમ શ્રી મહાવીર પાસે ન તો રજોહરણપાયલુંછણ હતું, ન પાત્ર હતું; તેમ ન મુહપત્તી હતી, તથા કપડું તો નામે ન હતું. ગૌતમાદિક મુનિઓ પણ અચેલક હતા. અંગસૂત્રોમાં જેમણે જેમણે દીક્ષા લીધેલ છે તેમનાં અનેક કથાનકો આપેલાં છે. તેમાં રાજપુત્રો, શેઠના પુત્રો, શેઠની પુત્રીઓ, રાજપુત્રીઓ, કુંભારો વગેરેનાં પણ કથાનકો છે. તેમાં એ દીક્ષા લેનારાઓ પાસે માત્ર બે જ ઉપકરણો હોવાની નોંધ છે. એક તો રજોહરણ અને બીજું પાત્ર. તેમાં કપડાની તેમ જ મુહપત્તીની નોંધ મુદ્દલ Page #128 -------------------------------------------------------------------------- ________________ મોઢા આડે મુહપત્તીબંધન શા માટે ?.... ૧૦૭ નથી દેખાતી. ત્યારે હવે એ પ્રશ્ન થવો સંભવિત છે કે આ મુહપત્તી આવી કેવી રીતે ? ગુણરત્નસૂરિએ ‘ષદર્શનસમુચ્ચય'ની મોટી ટીકા લખેલ છે. તેમાં ‘બીટા’ નામે એક શબ્દ આવે છે. તેની વ્યાખ્યા આપતાં તેમણે જણાવેલ છે કે બીટા એ લાકડાની પટિકા છે, જેને સાંખ્યમતાનુયાયી મુનિઓ પોતાના મુખ પર બાંધી રાખતા. એ મુનિઓ એમ માનતા કે મુખમાંથી શ્વાસ નીકળતાં ઘણા જીવોનો વિનાશ થઈ જાય છે, માટે મોઢા ઉપર લાકડાની પટ્ટી રાખી મેલવી જોઈએ. આ બાબતનો જે શ્લોક ગુણરત્નસૂરિએ (સમય પંદ૨મો સૈકો) આપેલ છે તે આ પ્રમાણે છે : 'વીટા' વૃત્તિ મારતે ધ્યાતા, વારવી મુસ્ત્રિા । दयानिमित्तं भूतानां मुखनिः श्वासरोधिका ॥ સાંખ્યદર્શનના અનુયાયી મુનિઓના વેષની હકીકત લખતાં ટીકાકારે આ શ્લોક ટાંકેલ છે. ‘બીટા’ શબ્દની વ્યુત્પત્તિ વિશે કોઈ સમજણ આપી નથી, તેમ તે અંગે વિશેષ માહિતી પણ મળતી નથી. ટીકાકારે ‘ભારત'માં એટલે કદાચ મહાભારતમાં આ બીટા' શબ્દ પ્રસિદ્ધ છે એમ જણાવેલ છે. આ શબ્દ મહાભારતમાં ક્યાં આવે છે તે અંગે કોઈ માહિતી આપેલ નથી અને એ અંગે કોઈ તપાસ પણ કરવામાં આવી નથી. પણ આ ઉપ૨થી એટલું તો જણાય છે કે સાંખ્યમતના સાધુઓ જીવદયાને નિમિત્તે મુખ ઉપર લાકડાની પટ્ટી બાંધી રાખતા, બાંધી રાખેલ હોય તો જ મુખ ઉપર લાકડાની પટ્ટી રહી શકે. મોઢા આડી લાકડાની પટ્ટી હોય તો જરૂર મુખમાંથી નીકળતો નિઃશ્વાસ રોકાઈ શકે. આ ગમે તેમ હો, પણ આ દેશમાં એક કાળે સાંખ્યમુનિઓનો એવો સંઘ હશે, જે પોતાના મુખ ઉપર લાકડાની પટ્ટી બાંધી રાખતો હશે. એ સંધ કેટલો પ્રાચીન હતો એ વિશે કહેવું કઠણ છે. પણ જે સમયના ગુણરત્નસૂરિ છે તે સમયમાં એટલે વિક્રમના પંદરમા સૈકામાં શ્રી ગુણરત્નસૂરિએ એવા સાંખ્ય મુનિઓને કદાચ જોયા પણ હોય. આ તો વાત લાકડાની પટ્ટીની થઈ, પણ જૈન સંઘમાં વસ્ત્રની મુહપત્તી ક્યારે આવી ? એ વિશે વિચાર કરવા જેવો છે. ઉપર કહ્યું તેમ પ્રાચીન જૈન મુનિઓ પાસે માત્ર બે જ ઉ૫ક૨ણ રજોહરણ અને પાત્ર હતાં, એ સિવાય ત્રીજું કોઈ ઉ૫ક૨ણ ન હતું. મુહપત્તીનો ઇતિહાસ જૂનો જણાય છે. સંભવ છે કે દેવર્કિંગણીની પહેલાં તે આવી ગઈ હોય અથવા કંદિલાચાર્યના સમયની પણ તે હોઈ શકે. આ બાબત કોઈ ઉલ્લેખનું પ્રમાણ મળતું નથી, પણ મારી સમજ પ્રમાણે મુહપત્તીનો સંબંધ પુસ્તકો સાથે હોય એમ જણાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ૦ સંગીતિ જ્યારે લખેલ પુસ્તકોની સંઘમાં હયાતી થઈ, ત્યારે તે સાથે મુહપત્તી પણ પ્રાદુર્ભાવ પામી. આમ તો ભગવાન મહાવીર બાદ હજાર વરસ પછી રીતસર આગમો પુસ્તકારૂઢ થયા એટલે કે પુસ્તકારે લિપિમાં લખાયાં, પણ તે પહેલાં કોઈ પુસ્તક નહીં લખેલું હોય એમ કહી શકાય એવું નથી. પ્રાચીન કાળમાં જ્યારે કાગળો શોધાયા ન હતા ત્યારે પુસ્તકો તાડપત્ર પર લખાતાં અને એ તાડપત્રો લાંબી સાઇઝનાં તથા ટૂંકી સાઇઝનાં પાનાંવાળાં હતાં. તેને દોરીથી બાંધવાની પદ્ધતિ હતી. પણ તે પદ્ધતિ જરા જુદી હતી. પ્રત્યેક પાનાની વચ્ચે એક કાણું (છિદ્ર) રાખવામાં આવતું અને લાંબા પાના ઉપર બે કાણાં થોડાં દૂર પણ સમાન લીટીમાં રાખવામાં આવતાં. તે સમયે પુસ્તકો ઘણાં દુર્લભ હતાં, તેથી તેની સંભાળ વિશેષ રાખવાની જરૂર હતી. વાંચતી વખતે પુસ્તકો ઉપર થૂંક ન પડે તે અંગે ખાસ ચીવટ રાખવામાં આવતી. થૂંક પડવાથી પુસ્તક બગડે, તેના અક્ષરો પણ ભૂંસાઈ જાય અને વારંવાર થૂંક પડવાથી પુસ્તકની આવરદા ઓછી થતાં તેનો નાશ જ થઈ જાય. તે તાડપત્રનાં પુસ્તકો વાંચતાં, ભણતાં, વંચાવતાં પાનું પકડવા માટે બે હાથ રોકાતાં, એટલે વાંચનાર કે ભણનારનું મુખ વાંચતા-ભણતાં ખુલ્લું રહે અને તેમાંથી થૂંક ઊડવાનો સંભવ ખરો. આ પરિસ્થિતિમાં ઊડતું થૂંક રોકવાના ઉપાય તરીકે વાંચતી વખતે મુહપત્તી મુખ ઉપર બાંધી રાખવાની જરૂર જણાઈ હોય એ બનવા જોગ છે. મુખ ઉપર મુહપત્તી બાંધવાના બે પ્રકાર છે—એક તો મુહપત્તીના બન્ને છેડાને કાન પાસે કાનની ઉપર મજબૂત રીતે ભરાવી દેવા, જેથી મુખ ઉપરથી મુહપત્તી ખસી ન જાય. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે માત્ર પુસ્તકનો ઉપયોગ કરતી વખતે જ મુહપત્તીના ઉપયોગની જરૂર હતી, પણ આખો વખત, રાત અને દિવસ બાંધી રાખવાની કલ્પના ન હતી. કેટલાક મુનિઓને કાનની બૂટમાં છેદ હોય છે. તે છેદમાં મુહપત્તીના બન્ને છેડા ભરાવી રાખીને પણ મુખ ઉપર મુહપત્તી બરાબર ટકાવી રખાતી. વર્તમાનમાં પણ મૂર્તિપૂજક પરંપરાના કેટલાક સાધુઓ માત્ર વ્યાખ્યાન વાંચતી વખતે કાનની બૂટમાં મુહપત્તીના બન્ને છેડા ભરાવીને મુખ ઉપર મુહપત્તી બાંધે છે. અહીં અમદાવાદમાં ડેલાનો ઉપાશ્રય છે. તેમાં જે સાધુઓ વ્યાખ્યાન વાંચે છે, તેઓ વ્યાખ્યાન વાંચતી વખતે જ કાનની બૂટમાં મુહપત્તીના છેડા ભરાવીને વ્યાખ્યાન વાંચે છે. એ રિવાજ હજુ પણ પ્રચલિત છે. જ્યારે ખુદ તીર્થંકર ભગવાન હયાત હતા, ત્યારે તેમની વાણી સાંભળી લોકો કૃતાર્થ થતા; અને જ્યારે તીર્થંકર નિર્વાણ પામ્યા ત્યારે તેમની વાણીને તીર્થંકર જેટલું મહત્ત્વ અપાતું અને એ Page #130 -------------------------------------------------------------------------- ________________ મોઢા આડે મુહપત્તીબંધન શા માટે ?..... • ૧૦૯ વાણીને સાચવી રાખવાનું સાધન વિશેષતઃ પુસ્તક છે. એ પુસ્તકની કોઈ રીતે લેશ પણ અવમાનના ન થાય એ દૃષ્ટિએ મુખ્ય રીતે વ્યાખ્યાન આપવાના વખતે મુહપત્તી મુખ ઉપર બાંધવાનો રિવાજ ચાલુ થયેલ છે. આ રીતે મુહપત્તીની ઉત્પત્તિનો સંબંધ પુસ્તકોની ઉત્પત્તિ સાથે હોવાનું મને તો સયુક્તિક જણાય છે. પછી તો બોલતી વખતે કે કોઈની સાથે વાતચીત કરતી વખતે શ્રોતાના આદરની દષ્ટિએ–ને પાસે બેઠેલા શ્રોતા ઉપર થુંક ન પડે એ દષ્ટિએ—હાથમાં મુહપત્તી રાખી અને તેને મોઢા આડી ધરીને બોલવું એ વિશેષ સભ્યતાનું નિશાન છે. એ રીતે મુહપત્તી હાથમાં રાખવાની પદ્ધતિ શરૂ થઈ ગઈ લાગે છે. ઘણી જૂની એવી મુનિઓની મૂર્તિઓ મળે છે તથા ઘણાં જૂનાં એવાં મુનિઓનાં ચિત્રો પણ મળે છે, તેમાં કયાંય મુખ ઉપર મુહપત્તીને બાંધેલી જોવામાં આવતી નથી. કાં તો હાથમાં રાખેલી હોય છે, કાં તો રજોહરણ સાથે મૂકેલી હોય છે. આ રીતે વ્યાખ્યાન વાંચતી વખતે અને બોલતી વખતે મુહપત્તીના વપરાશની હકીકત પરિસ્થિતિવશાત્ ચાલુ થયેલ હોય એમ મને લાગે છે. પછી જ્યારે લોકશાહે મૂર્તિપૂજાની પદ્ધતિનો ત્યાગ કર્યો અને અમૂર્તિપૂજક પરંપરા ચલાવી, ત્યારે પણ ખુદ લોકાશાહ મુહપત્તી બાંધતા ન હતા. જોકે તેઓ ભિક્ષા દ્વારા પોતાની સંયમયાત્રા ચલાવતા, પણ વેશમાં ખાસ ફેર નહીં રાખેલો. કદાચ નીચેનું વસ્ત્ર વચમાં છે. પાછળ ખોસેલો ન હોય એવી રીતે મદ્રાસી લોકો માફક પહેરતા એમ માલુમ પડે છે. પણ જયારે તેમના અનુયાયી મુનિઓ થવા લાગ્યા ત્યારે વેશ કેવો રાખવો તે અંગે વિચારવાની જરૂર ઊભી થઈ. તે જમાનાનાં મુનિઓ અને સાધ્વીઓ માત્ર ધોળાં કપડાં પહેરતાં, એટલે આ મુનિઓએ પોતાનાં કપડાં ધોળાં રાખવાનું સ્વીકાર્યું. પણ મૂર્તિપૂજક પરંપરાના મુનિઓ મુહપત્તીને હાથમાં રાખતા, ત્યારે આ નવા મુનિઓએ દોરા દ્વારા મુહપત્તીને મુખ ઉપર બાંધી. એમ બીજાં બીજાં ઉપકરણો સાથે એક મુહપત્તીનું ઉપકરણ વધુ સ્વીકારી લીધું, અને રાતદિવસ સૂતાં-બેસતાં પણ મુહપત્તીને બાંધી રાખવાનું સ્વીકારી, તે વખતના ચાલુ મુનિવેશ કરતાં પોતાની જુદાઈ જણાવવા આ પગલું ભર્યું. હવે એ પરંપરામાંથી તેરાપંથી મુનિઓની એક પરંપરા જુદી પડી, પણ તેમની મુહપત્તી વર્તમાન સ્થાનકવાસી મુનિઓ કરતાં થોડી જુદી જણાય છે. આ અંગે મને પૂરો ખ્યાલ નથી, પણ તેમને જોતાં એમ માલૂમ પડે છે કે સ્થાનકવાસીઓ કરતાં આ નવા પંથવાળાની મુહપત્તીની લંબાઈપહોળાઈમાં થોડો ભેદ રાખવામાં આવેલ છે. હવે તો આ નવા તેરાપંથી મુનિઓ ચકચકિત મુહપત્તીને પણ બાંધતા દેખાય છે; તેઓએ મુહપત્તીને Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ - સંગીતિ ચકચકિત કરવાની એક ખાસ પ્રક્રિયા શરૂ કરી છે. એથી આ નવા પંથના કેટલાક મુનિઓ પોતાના મુખ ઉપર ચકચકિત પ્લાસ્ટિક જેવી લાગતી મુહપત્તીઓને દોરા વડે બાંધે છે. મુહપરી મુખ ઉપર બાંધવાની પાછળનો હેતુ ઉપર જણાવેલ છે. તેઓ કહે છે કે સૂક્ષ્મ જંતુઓની હિંસા ન થાય માટે મુખ પાસે મુહપત્તી રાખવામાં આવે છે અથવા કાયમ બાંધી રાખવામાં આવે છે. કહેવામાં આવે છે કે વાતાવરણમાં ઊડતા સૂક્ષ્મ જીવો મુખમાં પેસી ન જાય અને વાયુકાયના જીવોની હિંસા ન થાય એ માટે આ મુહપત્તીનો ઉપયોગ છે. પણ આ વાત ઝટ ગળે ઊતરે એવી નથી. જયારે આ મુનિઓ કે સાધ્વીઓ ચાલે છે, ત્યારે તેમના બન્ને હાથ હાલતા જ હોય છે અને કપડાના છેડા પણ હાલતા જ હોય છે. એટલે એ વડે પણ વાયુકાયના જીવોની હિંસા થવાનો સંભવ નથી શું? જે ક્રિયાઓ અનિવાર્ય છે તેમને યતનાપૂર્વક, વિવેકપૂર્વક, સંયમ સાથે કરવાથી હિંસાનો સંભવ નથી, અને કદાચ એવી રીતે કોઈ હિંસા થઈ જાય તો પણ તેને બંધનકર્તા હિંસારૂપે સ્વીકારવામાં નથી આવેલી. એમ છતાં આ લોકો વાયુકાયની રક્ષાનો વિચાર કરે છે તે મને તો સમજાતો નથી. મને તો એમ જણાય છે કે માત્ર વેશનો ભેદ કરવા માટે આ પ્રવૃત્તિ શરૂ થયેલ છે, પછીથી તેનો વિશેષ આગ્રહ થયો અને છેવટે ત્યાં સુધી વાત આવેલ છે કે મુહપત્તી વિના સંયમનો સંભવ નથી. એટલે કોઈ સદ્ગણી, ખરેખર સંયમી મુનિ પણ મુહપત્તી છોડે કે તેને ભ્રષ્ટ અથવા અસંયમી માનવા સુધીની વાત આવી જાય છે. સ્થાનકવાસી પરંપરામાં અમુક મુનિ મુહપત્તી બાંધવાની પ્રથાનું કોઈ વિશેષ પ્રયોજન ન જોતાં હોય તો પણ તેમને સમાજના ભયથી, પોતાના નિર્વાહની દૃષ્ટિથી અને પોતાની પ્રતિષ્ઠા વગેરેના હેતુથી પણ મુહપત્તી બાંધી રાખવી જ પડે છે. આ કરુણતા નહીં તો બીજું શું કહેવાય ? મુહપત્તી અંગે બીજી પણ એક વાત સૂઝે છે : “મુનિ' શબ્દ ઓછું બોલવાની અને વિશેષ મૌન રાખવાની પ્રવૃત્તિને સૂચવે છે. મૌન શબ્દ મુનિ' શબ્દ દ્વારા આવેલ છે. વિશેષ મનન-ચિંતન કરવું અને ઓછામાં ઓછું બોલવું એ મુનિનું વિશેષ લક્ષણ છે. એ દૃષ્ટિએ પણ મુહપત્તીનો પ્રવેશ થવો સંભવિત લાગે છે. જેમ સાંખ્ય મુનિઓ લાકડાની પટ્ટી બાંધી રાખતા તેનો હેતુ પણ મૌનવ્રત સાચવવાનો જણાય છે અને કપડાની મુહપત્તીનો પણ એ જ હેતુ હોવો જોઈએ. પણ હવે તો એ હેતુ કોઈ પણ અંશમાં સચવાતો જણાતો નથી. એટલે મુહપત્તી માત્ર શોભારૂપ જ દેખાય છે. બાંધનારા પણ બોલવાની પ્રવૃત્તિમાં વિશેષ અગ્રેસર માલૂમ પડે છે. એટલે બાંધવાનો એ હેતુ Page #132 -------------------------------------------------------------------------- ________________ મોઢા આડે મુહપત્તીબંધન શા માટે ?.... - ૧૧૧ સરતો જણાતો નથી. સમગ્ર જૈન સંઘમાં એકતાની વાતો જોરશોરથી ચાલી રહેલ છે અને ભગવાનના નિર્વાણને પચ્ચીસસો વરસ પૂરાં થતાં એ એકતા સધાવી જોઈએ એવું પણ વાતાવરણ ઊભું થતું જણાય છે. જેઓ એકતા કરવા ખરા અંતઃકરણથી માનતા હોય અને ખરેખર આત્માર્થી હોય, જો એકતાના તેઓ ખરા હિમાયતી હોય, તો તેઓ સમજી લે કે પરસ્પર બાંધછોડ કર્યા વિના એકતાનો સંભવ નથી. જ્યાં સુધી તમામ ફિરકાના મુનિઓ અને શ્રાવકો પોતપોતાના આગ્રહમાં મક્કમ છે ત્યાં સુધી કોઈ કાળે એકતાનો સંભવ નથી. એટલે એકતા સાધવી હશે તો કેટલીક કેવળ બાહ્ય પ્રવૃત્તિમાં જરૂર કાપકૂપ કરવી પડશે, અને એમાં આવી મુહપત્તી બાંધવાની પ્રથા જેવી પરિસ્થિતિ અંગે ઊભી થયેલી પ્રવૃત્તિઓનો પણ વિચાર કરવો પડશે. કોઈ પણ બાહ્ય આચારો અવિચળ નથી અને અવિચળ રહેવાના નથી. વિજ્ઞાનનું પ્રાબલ્ય જોતાં હવે હાજીહાજીની રીત ચાલવાની જ નથી—ભલે ને કોઈ મુનિ જંબૂઢીપની એક લાખ યોજનની લંબાઈ-પહોળાઈ સમજાવવા કોઈ મોટું સંસ્થાન સ્થાપે, વિવિધ જાતના નકશા કલ્પે વા ગમે તેવી યુક્તિઓ દ્વારા પુસ્તકો લખીને છપાવે. એક લાખ યોજનનો જંબુદ્રીપ છે એ વાત વર્તમાનમાં જે સમગ્ર પૃથ્વી છે તેની લંબાઈ-પહોળાઈ પ્રત્યક્ષ રીતે જોતાં પણ કોઈ રીતે ટકી શકવાની જ નથી. હા, જો યોજનનો અર્થ કોઈ જુદી રીતે કલ્પવામાં આવે, તો તે વાત ટકી શકે ખરી. વર્તમાનમાં એવા અનેક શોધકો છે, જેઓ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવ્યા છે અને પૃથ્વીની લંબાઈ-પહોળાઈ પ્રત્યક્ષ રીતે બતાવી શકવા સમર્થ છે. કોઈ જૈન ગૃહસ્થ કે મુનિ પણ આ હકીકતને પ્રત્યક્ષ જરૂર કહી શકે છે, પણ પોતાની હકીકતનો મેળ ન બેસે તેમ હમ છતાં કદાગ્રહ કરીને તેને પકડી રાખવી અને સમાજમાં નાણાંનો દુરુપયોગ કરવો વા કરાવવો એ તો વિશેષ અનર્થકર છે. જે સમાજના લોકો મોટા-મોટા ઉદ્યોગો ચલાવી શકે છે અને વિશેષ બુદ્ધિમાન પણ છે એ લોકો કેવા વિચારથી આવી અશક્ય પુરવાર થયેલી, પાયા વિનાની વાતોની સાબિતી માટે પૈસા આપી શકે છે એ જ સમજાતું નથી. અસ્તુ. પરમાત્મા સૌને સન્મતિ આપે ! તમારો બેચરદાસ – પ્રબુદ્ધ જીવન, ઑક્ટો. - ૧૯૬૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ભગવાન બુદ્ધ વૈશાખી પૂનમને દિવસે ક્ષત્રિય કુળભૂષણ ધર્મસંશોધક રાજપુત્ર સિદ્ધાર્થ બુદ્ધ થયા. રાજપુત્ર સિદ્ધાર્થે સળગતા સંસારને જોઈને તેને શાંતિ પમાડવાની દષ્ટિએ અને પોતે પણ પરમશાંતિ મેળવવાના હેતુથી ભિક્ષપદ સ્વીકાર્યું. આકરાં તપ કર્યો, શરીર માત્ર હાડકાંનો માળો બની ગયું, નસેનસ દેખાવા લાગી, સગડીમાં ભરેલા કોલસા સગડીને ચલવતાં ખખડવા લાગે, તેમ રાજપુત્રના શરીરનાં તમામ હાડકાં ખખડવા લાગ્યાં. કેવળ પાણી ઉપર ઘણો વખત વિતાવ્યો, કેવળ ખડધાન્ય ઉપર પણ મહિનાઓના મહિના ચલાવ્યું, ગોમૂત્ર અને ગોબર ઉપર પણ શરીરને ટકાવી રાખ્યું; સખત તાપમાં, ઠંડીમાં અને મુશળધાર વરસતે વરસાદે પણ આસનને ચલિત ન થવા દીધું, પોતાની પાછળ પડેલી તૃષ્ણાની સેનાને પણ દાદ ન દીધી અને આમ કઠોરાતિકઠોર, ઘોરાતિઘોર સાધના કરતાં કરતાં બેભાન પણ બની જવાનો પ્રસંગ આવી ગયો; છતાં તે વજકાય વીરનર ઢીલો ન પડ્યો તે ન જ પડ્યો, અને છેવટે તેણે ગયામાં બોધિવૃક્ષને નીચે બેસીને બુદ્ધત્વ પ્રાપ્ત કર્યા પછી જ હાશ કરી. એ મહાત્યાગી સમર્થ સંશોધક બુદ્ધ ભગવાને પોતાના સમયના ધર્મસમાજનો ચિતાર આપતાં “સુત્તનિપાત નામના ગ્રંથમાં ૧૯મા બ્રાહ્મણધમિકસુત્તમાં પ્રાચીન બ્રાહ્મણો અને અર્વાચીન બ્રાહ્મણો વિશે જે હકીકત વર્ણવેલી છે, તે આજે પણ એટલી જ સાચી છે; તેનો સાર આ પ્રમાણે છે : “એક વાર ભગવાન બુદ્ધ શ્રાવસ્તી નગરીના જેતવનમાં અનાથપિડિક શેઠે ભિક્ષુઓને માટે અર્પણ કરેલા આરામમાં રહેતા હતા. તે વખતે કોશલદેશના વતની કેટલાક ઘરડા કુલીન બ્રાહ્મણો ભગવાન પાસે આવ્યા. ભગવાનને કુશલ સમાચાર અને સુખસંયમની હકીકત પૂછી તેઓ બધા એક બાજુએ બેઠા, અને તેમણે ભગવાનની સાથે પ્રાચીન બ્રાહ્મણો અને અર્વાચીન Page #134 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધ ૦ ૧૧૩ બ્રાહ્મણો વિશે જે સંવાદ કર્યો તે આ પ્રમાણે છે : બ્રાહ્મણો : હે ગૌતમ ! આજકાલના બ્રાહ્મણો જૂના બ્રાહ્મણોના બ્રાહ્મણધર્મના આચાર મુજબ વર્તનારા દેખાય છે ખરા ? ગૌતમ : હે બ્રાહ્મણો ! આજકાલના આ બ્રાહ્મણો જૂના બ્રાહ્મણોના આચાર મુજબ વર્તન કરનારા દેખાતા નથી. બ્રાહ્મણો : જો આપ ગૌતમને આ ચર્ચા કરતાં ખાસ તકલીફ ન જણાતી હોય, તો આપ અમને જૂના બ્રાહ્મણોનો આચાર સમજાવો. ગૌતમ : હે બ્રાહ્મણો ! જૂના બ્રાહ્મણોનો આચાર તમારે સમજવો હોય અને તે વિશે તમારે સાંભળવું હોય, તો હું કહું છું તે ધ્યાન દઈને સાંભળો. બ્રાહ્મણો : વારુ, આપ કહો, અમે સાવધાન મન કરીને જે આપ કહેશો તેને બરાબર સાંભળીશું. ગૌતમ : જૂના બ્રાહ્મણો સંયમી હતા, તપસ્વી હતા અને પાંચ ઇંદ્રિયોના વિષયોનો ત્યાગ કરીને બ્રહ્મચિંતનમાં તત્પર રહેતા હતા. તે બ્રાહ્મણો પાસે પશુઓ નહોતાં, ધન ન હતું, ધાન્યનો સંગ્રહ પણ ન હતો. સ્વાધ્યાય એ જ તેમનું મહામૂલું ધન હતું અને તેઓ એ બ્રહ્મનિધિનું શ્રદ્ધા અને ભક્તિથી રક્ષણ કરતા રહેતા હતા. આમજનતા તેમને સારુ શ્રદ્ધાપૂર્વક ભોજન તૈયાર કરીને બારણામાં તેમના આવવાની રાહ જોતી ખડી રહેતી. આમજનતા એમ જ સમજતી કે આવા સંયમી અને તપસ્વીઓ માટે આ રીતે ભોજન આપવું એ જ યોગ્ય હતું. મોટાં મોટાં સંપન્ન રાષ્ટ્રો આવા બ્રાહ્મણોની પૂજા કરતા, આદર કરતા, બહુમાન કરતા. તેવા બ્રાહ્મણો હંમેશાને માટે અવધ્ય હતા અને ધર્મથી સુરક્ષિત હોવાને લીધે અજેય હતા તથા સદાચારસંપન્ન હોવાને કારણે તેઓ ગમે તે કુટુંબમાં જઈ શકતા—તેમને ગમે તે ઘરમાં કે કુટુંબમાં જતાં કોઈ અટકાવતું ન હતું. પ્રાચીન બ્રાહ્મણો અડતાળીસ વર્ષ સુધી કૌમાર બ્રહ્મચર્યને વિશુદ્ધપણે પાળતા અને તે દરમિયાન પ્રજ્ઞાના વિકાસને તથા શીલની સંપત્તિને વધારતા. તે પ્રાચીન બ્રાહ્મણો કદી પરદારાગમન તો કરતા જ નહિ અથવા કોઈ કન્યા, સ્ત્રી કે વિધવાને વેચાતી કે ભાડે પણ ન રાખતા. સાચા સ્નેહવાળો સ્ત્રીસહવાસ જ તેમને માન્ય હતો. ઋતુસમય સિવાય તેઓ બીજે સમયે કદી પણ સ્ત્રીસંગ કરતા નહિ. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ • સંગીતિ તે પ્રાચીન બ્રાહ્મણો બ્રહ્મચર્ય, શીલ, સરળતા, કોમળતા, નમ્રતા, તપ, સમાધિ, અહિંસા અને ક્ષમા વગેરે ગુણોની સ્તુતિ કરતા અને પોતામાં એ બધા ગુણો પૂર્ણપણે વિકસે એ માટે સતત પ્રયત્ન કરતા રહેતા.. તેમનો બ્રહ્મા નામનો આગેવાન પુરુષ દઢ પરાક્રમી હતો. તેણે તો સ્વમે પણ કદી સ્ત્રીસંગ કર્યો નથી. આજે પણ તેવા પ્રાચીન બ્રાહ્મણોનો આચારધર્મ કેટલાક સુજ્ઞ બ્રાહ્મણો સાચવી રહ્યા છે અને તેઓ એ પ્રાચીન બ્રાહ્મણોના બ્રહ્મચર્ય, શીલ તથા ક્ષમા વગેરે ગુણોની પ્રશંસા કરતા દેખાય છે.. તે પ્રાચીન બ્રાહ્મણો બેસવાનાં પાથરણાં-આસનો, વસ્ત્ર, ઘી, ચોખા અને તેલ વગેરે પદાર્થોને ભિક્ષામાં માગી લાવીને અથવા ધાર્મિક રીતે તે પદાર્થોને એકઠા કરીને યજ્ઞ કરતા. તે યજ્ઞમાં તેઓ કદી ગોવધ કરતા જ નહિ. તે પ્રાચીન બ્રાહ્મણો એમ સમજતા, કે જેવાં પોતાનાં માબાપ છે, જેવાં પોતાનાં ભાઈ-ભાંડુ છે, જેવાં પોતાનાં બીજાં સગાંવહાલાં છે એવી જ આ ગાયો છે. આ ગાયો અમારું અને આમજનતાના પોષણનું અવલંબન છે, સૌને સુખ આપનારી છે, પરમમિત્રરૂપ છે અને આખાય સંસારને જેનાથી પોષણ મળે છે એવી ખેતી આ ગાયો ઉપર જ ટકી રહી છે. આ ગાયો અન્ન આપનારી છે, બળ દેનારી છે, કાંતિ વધારનારી છે, સુખશાંતિને ફેલાવનારી છે; આ બધું બરાબર સમજીને તે પ્રાચીન બ્રાહ્મણો યજ્ઞમાં કદી પણ ગાયોનો વધ કરતા જ નહીં. વળી એ તેજસ્વી પ્રાચીન બ્રાહ્મણો મજબૂત બાંધાવાળા હતા, યશસ્વી હતા અને પોતાના ધર્મના આચાર પ્રમાણે દઢપણે વર્તનારા હતા તથા કૃત્ય અને અકૃત્યનો વિવેક કરવામાં ભારે કુશળ હતા અને જયાં સુધી એ બ્રાહ્મણો પોતાના ધર્મમાં દઢપણે સ્થિર રહ્યા, ત્યાં સુધી તેઓ અને આમજનતા પણ સુખી હતાં. પરંતુ રાજાઓ તરફથી મળતી દક્ષિણાઓ, ધનના ઢગલાઓ અને ઘરેણાંઓથી સુશોભિત સ્ત્રીઓ જેવી અત્યંત શુદ્ર વસ્તુઓ તેમને મળવા લાગી, ત્યારથી તેમની બુદ્ધિ બદલાઈ ગઈ. રાજાઓ પોતાના સ્વચ્છંદને પોષવા માટે તેમની પાસે નવી નવી વ્યવસ્થાઓ કરાવવા સારું જ્યારથી ઉત્તમ ઘોડા જોડેલા રથો તેમને દક્ષિણામાં આપવા લાગ્યા, ઉત્તમ મહેલો તેમને ભેટ કરવા લાગ્યા તથા ગાયોનાં ટોળાં Page #136 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધ ૧ ૧૧૫ તેમને અર્પણ કરવા લાગ્યા અને ઓછામાં પૂરું સુંદર સ્ત્રીઓનાં નજરાણાં તેમને રાજાઓ તરફથી થવા લાગ્યાં, ત્યારથી તે તમામ અસાર અને નિઃસત્ત્વ વસ્તુઓમાં બ્રાહ્મણો લોભાઈ ગયા અને તે લાલચને લીધે તેઓ પોતાનો પ્રાચીન ધર્મ ચૂકી ગયા. આથી તેઓએ એટલે આ લાલચુ બ્રાહ્મણોએ નવા નવા મંત્રોની રચના કરવી શરૂ કરી અને તેઓ રાજા ઇશ્વાકુ પાસે પહોંચ્યા અને તેઓ તેને કહેવા લાગ્યા કે, “હે રાજા ! તારી પાસે પુષ્કળ ધન છે, ધાન્ય છે માટે તું યજ્ઞ કર તથા તારી પાસે સંપત્તિ ખૂબ છે માટે પણ તું યજ્ઞ કર.” - જ્યારે ઇશ્વાકુ રથર્ષભ રાજાને બ્રાહ્મણોએ આમ સમજાવ્યું, ત્યારે તે રાજાએ અશ્વમેધ, પુરુષમધ, સમ્યક્ષાશ, વાજપેય અને નિર્ગળ યજ્ઞો કરીને બ્રાહ્મણોને દક્ષિણામાં ખૂબ ધન આપ્યું અને ગાયો પણ મોટી સંખ્યામાં ભેટ કરી, તથા રંગબેરંગી વસ્ત્રો ભેટ ધર્યા; નવાં નવાં સુંદર પાથરણાં, આસનો આપ્યાં અને ઉત્તમ ઘોડા જોડેલા રથો તથા અલંકારો પહેરેલી સુંદર સ્ત્રીઓની પણ ભેટ કરી. આ ઉપરાંત ઉત્તમ મહેલો, ઈમારતો અને ધાન્યથી ભરેલી કોઠીઓની કોઠીઓ પણ અર્પણ કરી. આ રીતે યજ્ઞોમાં વિવિધ દક્ષિણાઓ મેળવીને ત્યાગી અપરિગ્રહી બ્રાહ્મણો પરિગ્રહી પૈસાદાર બન્યા. એમ કરતાં કરતાં તેમની લોલુપતા વધવા લાગી અને તૃષ્ણામાં તેઓ તણાવા લાગ્યા. પછી તો તેઓ પોતે મેળવેલી પંડિતાઈને બળે વારેવારે મંત્રો રચીને રાજાઓ પાસે જવા લાગ્યા અને કહેવા લાગ્યા, કે “હે રાજાઓ ! તમારી પાસે જમીન છે, જલાશયો છે, સોનું છે, રૂપું છે, ધાન્યના કોઠાર છે, ગાયો પણ બેસુમાર છે અને મનુષ્યોને ઉપભોગમાં આવે એવી ચીજવસ્તુઓનો તો તમારી પાસે પાર નથી, તેથી તમે યજ્ઞ કરો.” આવી રીતે રાજાઓને બ્રાહ્મણોએ સમજાવ્યા તેથી તે રાજાઓએ યજ્ઞોમાં લાખો ગાયોને મારી નાંખી. જે ગાયો તદ્દન ગરીબ અને રાંકડી હતી, જે ગાયો પગથી કે શિંગડાંથી કોઈને જરા પણ ઈજા કરતી ન હતી, જે ગાયો પોતાના એક પણ અવયવથી કોઈને કશી હરકત પહોંચાડતી નહીં અને ઘેટાં જેવી તદ્દન ગભરૂ શાંત હતી તથા ઘડા ભરી ભરીને રોજ દૂધ આપ્યા કરતી તેવી હજારો અને લાખો ગાયોને શિંગડાએ ઝાલી ઝાલીને રાજાઓ યજ્ઞમાં મારવા લાગ્યા. આ રીતે અધર્મરૂપ ગોવધને ધર્મનું રૂપ મળવાથી દેવો, પિતૃઓ, ઇંદ્રો, Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ૦ સંગીતિ અસુરો અને રાક્ષસો હાહાકાર કરવા લાગ્યા અને ગાયો ઉપર શસ્ત્ર પડ્યું જાણી ભારે નારાજ થઈ ગયા. બહુ પ્રાચીન સમયમાં લોકોને માત્ર ત્રણ રોગ હતા ઃ ૧ ઇચ્છા, ૨ ભૂખ અને, ૩ ઘડપણ. પણ આ રીતે ગોવધના ફેલાવાથી તથા યજ્ઞમાં બીજાં બીજાં પશુઓનો ઘાત થતો હોવાથી જનતામાં બીજા અનેક રોગો ઊભરાયા, ફેલાયા અને એને લીધે તમામ લોકો કમોતે મરવા લાગ્યા. ગોવધ વા પશુવધરૂપ એક જૂનો જંગલી અધર્મ ઉત્પન્ન થયો તેથી યાજકો નિર્દોષ ગાયોને વા અન્ય પશુઓને યજ્ઞમાં મારવા લાગ્યા અને ધર્મનો નાશ કરવા લાગ્યા. સુજ્ઞ અને વિચારક લોકો આવા હિંસામય યજ્ઞોની નિંદા કરવા લાગ્યા અને યાજકોને જોતાં જ તેમની ઘૃણા કરવા લાગ્યા. આ પ્રકારે ધર્મ-ખરો અહિંસાનો આચાર–વિપત્તિમાં આવી પડ્યો તેથી જનતામાં બુદ્ધિભેદ વધવા લાગ્યો, વૈશ્યો અને શૂદ્રો સૌ જે એક હતા તેઓ જુદા પડી ગયા, ક્ષત્રિયોમાં પણ ભંગાણ પડ્યું અને પત્નીઓ પતિઓની અવગણના કરવા લાગી. આવો ભ્રષ્ટવાડો ફેલાતાં સારા સારા ક્ષત્રિયો, બ્રાહ્મણો અને બીજા લોકો પણ હવે કોઈ પ્રકારનો ભય રાખ્યા વિના સ્વચ્છંદે વર્તવા લાગ્યા અને ભોગવિલાસનાં ચેન ઉડાવવા લાગ્યા. બ્રાહ્મણો : હે ભગવાન ! તમે અમને સાચી વાત કરી છે, સાચી હકીકતની માહિતી આપી છે; માટે હે ગૌતમ ! હવે અમે બધા તમારે શરણે આવીએ છીએ, ધર્મનું શરણું સ્વીકારીએ છીએ તથા ભિક્ષુસંધનું શરણ લઈએ છીએ અને આજથી અમે બધા હવે તમારા ઉપાસક બનીએ છીએ. ભગવાન બુદ્ધ અને મારની સેના तं मं पधानपहितत्तं नर्दि नेरंजरं पति । विपरक्कम्म झायंतं योगक्खेमस्स पत्तिया ॥ સાર : શ્રી ગૌતમબુદ્ધ પોતે જ કહે છે કે નિરંજરા નદીને કાંઠે ઘટાદાર વડના ઝાડની નીચે સ્થિર આસન જમાવી જ્યારે હું નિર્વાણની શોધ માટેના પ્રયત્નમાં ગરકાવ થઈ ગયો હતો, ત્યારે લાલચ અને તૃષ્ણારૂપ માર પોતાના લાવલશ્કર સાથે આવીને મને આમ કહેવા લાગ્યો : नमुची करुणं वाचं भासमानो उपागमि । किसो त्वमसि दुव्वण्णो अंतिके मरणं तव ॥ Page #138 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધ ૦ ૧૧૭ સાર : એ માર મારી પાસે આવીને જાણે મારી દયા ખાતો હોય તેમ મને કહેવા લાગ્યો : “અરે સુકુમાળ રાજપુત્ર ! તું ઘણો દૂબળો પડી ગયો છે, તારું રૂપ પણ જતું રહ્યું છે અને તું ઝાડના ઠૂંઠા જેવો દુર્વર્ણ લાગે છે. અરે ભલા યુવાન ! મને લાગે છે કે હવે તારું મોત તારી અડોઅડ આવી ગયું છે. सहसभागो मरणस्स एकंसो तव जीवितं । जीव भो जीवितं सेय्यो जीवं पुञ्ञानि काहसि ॥ સાર : “અરે ભોળાભાઈ ! તારામાં મરણનાં તો હજારો ચિહ્નો દેખાઈ રહ્યાં છે, તારું જીવન તો માત્ર હવે એક ટકો જ બાકી છે. ભલા માણસ ! જીવવાનો પ્રયત્ન કર, જીવવું એ જ શ્રેય છે, જીવતો નર ભદ્રા પામે એ વાત તું કેમ ભૂલી જાય છે ? चरतो च ते ब्रह्मचरियं अग्गिहुत्तं च जूहतो । पहूतं चीयते पुञ्ञ किं पधानेन काहसि ॥ સાર : “ભલે ને તું બ્રહ્મચર્ય પાળ, અગ્નિહોત્ર કરીને હવનહોમ કર્યા કર અને એમ કરવાથી તને ઘણું ઘણું પુણ્ય મળશે, તો પછી તું આ નિર્વાણની શોધના લફરામાં ક્યાં પડ્યો ? दुग्गो मग्गो पधानाय दुक्करो दुरभिसंभवो । इमा गाथा भणं मारो अट्ठा बुद्धस्स सन्तिके ॥ સાર : “અરે ભાઈ ! નિર્વાણનો રસ્તો ભારે કઠણ છે, એ રસ્તે ચાલી શકવું વિશેષ મુસીબતભર્યું છે અને લગભગ માણસ માટે તો એ તદ્દન અસંભવિત જેવું છે, માટે હું તને ચેતવું છું કે અહીંથી જ તું પાછો વળી જા.' આ ગાથાઓને બોલતો અને ડર બતાવતો માર (તૃષ્ણાની સેના) બુદ્ધની પાસે આવીને ઊભી રહી. तं तथावादिनं मारं भगवा एतदब्रवि । पत्तबंधु पापिम येनत्थेन इधागतो ॥ સાર : જ્યારે મારે ભગવાનને ઉપર પ્રમાણે કહ્યું, ત્યારે ધીરગંભીર પ્રશમમય બુદ્ધે તેને જવાબ આપતાં શરૂઆતમાં જ જણાવી દીધું કે, “હે પાપિયા, પ્રમાદીવૃત્તિવાળાના બેલી ! તું અહીં શા માટે આવ્યો છે, તે હું બધું બરાબર જાણું છું.” अणुमत्तेनऽपि पुजेनं अत्थो मव्हं न विज्जति । येसं च अत्थो पुञ्जानं ते मारो वत्तुमरहति ॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ • સંગીતિ સાર: “માર ! તે મને બ્રહ્મચર્ય પાળવાની અને હોમહવન કર્યા કરી પુણ્યનો સંચય કરવાની સુફિયાણી શિખામણ આપી, પરંતુ મારે તો માત્ર એક નિર્વાણની જ અપેક્ષા છે. મારે તે કહેલા એવા પુણ્યની જરૂર જ નથી; છતાં જેઓને તારી સૂચના પ્રમાણેના પુણ્યસંચયની જરૂર હોય, તેને તું તારી વાત સમજાવી શકે છે. अस्थि सद्धा ततो विरियं पञ्जा च मम विज्जति । एवं मे पहितत्तं पि किं जीवमनुपुच्छसि ॥ સાર : “હે માર ! તું સમજી લે કે મારામાં અચળ શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધા પ્રમાણે જ મારો અડગ પુરુષાર્થ છે અને મારી પ્રજ્ઞા પણ એવી જ તેજ છે. આ પ્રકારે હું આ મારા સાધ્ય એવા નિર્વાણના માર્ગમાં દઢચિત્ત છું, છતાં તું મને જીવવાની વાત શા માટે પૂછે છે? અહીં તો “કરેંગે યા મરેંગે' એ જ એક જીવનસૂત્ર છે. કાં તો નિર્વાણ મેળવવું યા દેહને પાડી દેવો. लोहिते सुस्समानम्हि पित्तं सेम्हं च सुस्सति । मंसेसु खीयमानेसु भिय्यो चित्तं पसीदति । भिय्यो सति च पञा च समाधि मम तिट्ठति ॥ સાર : “અરે માર ! આ સાધનાથી ચિત્તમાં પ્રસન્નતા થાય છે તેની તને શી ખબર પડે? કઠોર સાધના કરવાથી લોહી સુકાઈ જાય છે એ ખરું, અને લોહી સુકાઈ જતાં પિત્ત અને કફ એ બન્ને સુકાય છે અને માંસ તથા ચરબી વગેરે પણ ક્ષીણ થાય છે; એ બધી તારી વાત ખરી છે, પણ એમ થતાં મારા ચિત્તમાં ભારે પ્રસન્નતા પ્રગટે છે, એમ થવાથી મારી સ્મૃતિ ભારે તેજ બને છે; અને સ્મૃતિ તેજ બનતાં મને સુંદર સમાધિ સાંપડે છે, માટે માર ! મારા લોહી સુકાવાની તારે ચિંતા કરવાનું કશું કારણ નથી. तस्स मेवं विहरतो पत्तस्सुत्तमवेदनं । कामे नापेक्खंते चित्तं पस्स सत्तस्स सुद्धतं ॥ સાર: “આ રીતે ઉત્તમ અનુભવ મેળવતો હું નિત્યપ્રતિ ઉલ્લાસપૂર્વક રહું છું, મારા મનમાં કામોની (કામસુખોની) લેશ પણ અપેક્ષા નથી. તું આ મારું શુદ્ધ સત્ત્વ જો, તો તને ખબર પડે. कामा ते पढमा सेना दुतिया अरति वुच्चति । ततिया खुप्पिपासा ते चतुत्थी तण्हा पवुच्चति ॥ Page #140 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધ • ૧૧૯ पंचमं थीनमिद्धं ते छट्ठा भीरुपवुच्चति । सत्तमी वितिकिच्छा ते मक्खो थंभो ते अट्ठमो । लाभो सिलोको सक्कारो मिच्छालद्धो च यो यसो । यो चत्तानं समुक्कंसे परे च अवजानति ॥ एसा नमुचि ते सेना कण्हस्साभिप्पहारिनी । न तं असूरो जिनाति जेत्वा च लभते सुखं ॥ સાર : “હે કાળિયા માર ! તારી સેનાની મને બરાબર ખબર છે. પહેલાં તો તું માણસને રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ એવા આકર્ષક વિષયો દ્વારા લલચાવે છે. પછી તારો બીજો પ્રહાર બેચેની ઉપજાવવાનો શરૂ થાય છે. ત્રીજી વારનો તારો ઘા ભૂખ અને તરસની પીડા ઊભી કરવાનો છે અને ચોથી તારી સેના ચિત્તમાં તૃષ્ણા-આશા-વાસનાને ઊભી કરવારૂપ છે. તારું પાંચમું શસ્ત્ર આળસ પેદા કરવાનું છે. તને ખબર છે કે ભલભલા શૂરા લોકો પણ એક માત્ર આળસ-બેદરકારીને લીધે પોતાનું કામ બગાડી નાખે છે. તારું છઠ્ઠ હથિયાર બિવડાવવાનું છે; અર્થાત્ કોઈ પણ શૂર ભયથી ઠરી જાય એવા ભયંકર બિહામણાં દશ્યો સાધકની આંખ સામે તું ઊભાં કરવા માંડે છે. તારો સાતમો ઘા સાધકના મનમાં શંકાકુશંકા ઊભી કરવાનો છે અર્થાત્ સાધક ઘણા લાંબા સમય સુધી કઠોરાતિકઠોર સાધના કરે અને તેનું પરિણામ ન જુએ તો તેને એમ થવા લાગે છે કે “શું મારું સાધ્ય બરાબર છે કે કલ્પિત છે? શું એ સાધ્ય કોઈએ મેળવ્યું હશે કે નહીં ? વા આ જગતમાં એવું કોઈ સાધ્ય હશે ખરું ?' આમ ડામાડોળ થયેલો સાધક પોતાના લક્ષ્યથી ભ્રષ્ટ થાય જ. હે માર ! તારું આઠમું હથિયાર તો વિવિધ પ્રકારનું છે : તું માણસના મનમાં ક્રોધ કે ઈર્ષ્યા ઊભી થાય તેવું વાતાવરણ ઊભું કરી દે છે. તેમાં ન ફાવે તો અહંકાર ઊભરાઈ જવા જેવી સ્થિતિ સરજે છે. એમાંય તું ન ફાવે તો ઉપરાઉપર લાભો બતાવીને લલચાવે છે અને એ રીતે સાધકને ફસાવે છે. એ જ રીતે માનપ્રતિષ્ઠા અને મિથ્યા આડંબરથી કીર્તિ મળે તેમાં સાધક ફસાઈ જાય એવી ઘટના કરે છે. આમ થતાં અસાવધાન સાધક ફુલાઈ જાય અને પોતાની જાતને વધારેમાં વધારે ઉત્તમ, મોટી, પ્રતિષ્ઠિત માનવા લાગે અને બીજા તમામ મનુષ્યોની નિંદા વા અવજ્ઞા કરવા તૈયાર થઈ જાય અને એવી વાસના વા વૃત્તિ પેદા થતાં સાધક એકદમ પોતાના લક્ષ્યથી ભ્રષ્ટ થઈ જાય છે. હે કાળિયા માર ! તારી સેના ભારે જીવલેણ ઘા કરનારી છે. જે શૂરવીર ન હોય તેને તો તું હરાવી જ નાખે. પરંતુ જે ખરેખરો સાવધાન શૂરવીર Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ♦ સંગીતિ હોય, તે તો તેને જીતી જાય છે અને પૂર્ણ શાંતિને પામે છે. एस मुजं परिहरे रित्थु इय जीवितं । संगामे मे मतं सेव्यो यं चे जीवे पराजितो ॥ સાર : “માર ! તું એમ સમજી લે કે આ સાધક જેવો-તેવો નથી, તેણે તો લડાઈમાં મરવું સ્વીકારીને જ આ સંગ્રામ શરૂ કરેલો છે અને એ માટે તો આ મુંજનું ઘાસ માથે બાંધેલું છે. જે યોદ્ધો લડાઈમાં હારીને પાછો ફરે તેનું જીવન ધિક્કારને પાત્ર છે. હારીને જીવવા કરતાં તો મરવું જ શ્રેયરૂપ છે એમ મારો દઢ સંકલ્પ છે.’ છેવટ માર થાક્યો અને તે બોલવા લાગ્યો કે : सत्त वस्सानि भगवंतं अनुबंधिं पदापदं । तारं नाधिगच्छस्सं संबुद्धस्स सतीमतो || સાર : “હું ભગવાનની પાછળ પાછળ નિરંતર સાત વરસ સુધી ફર્યા કર્યો, પણ આ ભારે ચકોર અને તીવ્ર જાગ્રત સ્મૃતિવાળા સંબુદ્ધ પુરુષમાં ક્યાંય પેસવા જેટલું જરા પણ કાણું મેળવી શક્યો નહીં.” આ રીતે મહાશૂર સિદ્ધાર્થ રાજપુત્રે સાત વરસ સુધી મારની સેના સાથે ખાંડાના ખેલ ખેલ્યા; પરંતુ છેવટે માર પોતે જ હાર્યો અને વૈશાખી પૂર્ણિમાને દિવસે આજથી પચીસસો વરસ પહેલાં એ રાજપુત્ર સિદ્ધાર્થ, ભગવાન બુદ્ધ બની ગયા અને સારા ભારતમાં ભારે પ્રકાશ ફેલાવ્યો. અખંડ આનંદ, મે - ૧૯૫૫ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૫. લોકદીપક બુદ્ધગુરુ (વ્યક્તિના જીવનમાં જ રથચક્રના આરાની માફક ઊર્ધ્વગતિ ને અધોગતિ આવે છે એમ નથી. એક સંસ્કૃતિથી સૂક્ષ્મ રીતે સંકળાયેલો સમસ્ત સમાજ પણ ‘ચક્રનેમિક્રમેણ’ચક્રના આરાના ક્રમ અનુસાર વર્તે છે. ચારેય બાજુથી અસત્, અનીતિ, દુરાચરણ, અન્યાય, જૂઠ, અજ્ઞાન વગેરે હીન વૃત્તિઓની અરાજકતા પ્રવર્તી રહેલી હોય છે, ત્યારે કોઈ મહાવિભૂતિનું આગમન થાય છે, અને સમાજસમસ્તને એ સાચો રાહ દર્શાવે છે. ભગવાન બુદ્ધનો જન્મ પણ એવા જ મહાન કાર્ય માટે એવા જ સંયોગોમાં થયો. પ્રચલિત માન્યતાઓ ને સુવિદિત કથાઓ કરતાં કંઈક વિશેષ અભ્યાસના પરિપાકરૂપે બુદ્ધદેવનું મૂલ્યાંકન અહીં નજરે પડે છે. આ મહિનાની નવમી તારીખેવૈશાખી પૂનમને દિને બુદ્ધજયંતી આવે છે, તેથી આ લેખનું મહત્ત્વ વધે છે.) રથનાં પૈડાની પેઠે સંસારનું પૈડું ફર્યા જ કરે છે. કોઈ વાર તે ઊંચે આવતું જણાય છે, કોઈ વાર તે નીચે આવતું જણાય છે. તે પળવાર પણ સ્થિર રહેતું નથી. જ્યારે તે ઊંચે આવતું હોય છે ત્યારે જનતામાં વિવેકની સ્ફુરણાને લીધે અન્યાય ઓછો અને ન્યાય વધારે હોય છે, અસત્ય ઓછું અને સત્ય વધારે હોય છે, માણસ માણસ વચ્ચે સદ્ભાવ વધારે અને ઈર્ષ્યા, દ્વેષ, મત્સર ઓછાં હોય છે. અને જયારે તે નીચે આવતું હોય છે, ત્યારે અન્યાય વધારે અને ન્યાય ઘણો ઓછો દેખાય છે, અસત્ય વધારે પ્રમાણમાં અને સત્ય ભાગ્યે જ દેખાય છે, માણસ માણસ વચ્ચે ઈર્ષ્યા, દ્વેષ, મત્સર અને સ્વાર્થવૃત્તિ તથા સ્વચ્છંદાચાર અધિક હોય છે અને સદ્ભાવ, નિઃસ્વાર્થપ્રવૃત્તિ તથા સંયમ, શીલ વગેરે ઓછાં દેખાય છે. જે સમયે સંસારના પૈડાની ગતિ નીચી હોય છે, ત્યારે પ્રકૃતિના નિયમ પ્રમાણે એ કોઈ એવી શક્તિ જગતમાં મોકલે છે કે એ શક્તિના પુરુષાર્થ વડે વળી પાછું સંસા૨૨થનું પૈડું ઊંચી ગતિએ આવે છે. દિવસ પછી રાત અને રાત પછી દિવસ એમ ચાલ્યા જ કરે છે. કેવળ પ્રકાશ જ પ્રકાશ કે કેવળ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ - સંગીતિ અંધારું જ અંધારું સંસારમાં રહેતું નથી એવો પ્રાકૃતિક નિયમ અટલ છે. સમગ્ર જનતા જ્યારે રૂંધાવા માંડે છે, ત્યારે તેની અભિલાષા પોતાના રૂંધનને દૂર કરવા એવી તીવ્ર થાય છે, કે ગમે ત્યાંથી ગમે તે રીતે એવી કોઈ શક્તિ આવીને જનતાની એ રૂંધનને મટાડવા પોતાની તમામ પુરુષાર્થ ફોરવે છે અને છેલ્લે એ શક્તિ પોતાના પ્રાણને પણ હોડમાં મૂકી જનતાના એ રૂંધનને દૂર કરવા પુરુષાર્થ કરતી રહે છે. જનતાનું સંકલ્પબળ જ એ શક્તિને સંસારમાં આણે છે. આપણા ભારતીય ઇતિહાસમાં રામ, કૃષ્ણ, વર્ધમાન મહાવીર અને સિદ્ધાર્થ બુદ્ધ એ બધી વિશિષ્ટ શક્તિઓ તે તે સમયની પિસાયેલી, ભીંસાયેલી, દબાયેલી એ દુઃખત્રસ્ત જનતાના સંકલ્પબળના ઉદાહરણરૂપે જન્મેલી છે એમ જરૂર ગણાવી શકાય. સત્ અને અસતુ, બ્રહ્મ અને માયા, દેવ અને દાનવ, સંત અને સંતાન કાંઈ આજકાલનાં નથી. સંસારમાં એ બધાં અનાદિથી જ પોતાનું પરિબળ બતાવતાં આવે છે. કોઈક વાર દેવ ફાવે અને કોઈક વાર દાનવ ફાવે, કોઈક વાર સંત ફાવે તો કોઈક વાર સેતાન ફાવે. દેહધારી માનવ જ્યારે કેવળ દેહનો ગુલામ બને છે, સ્વચ્છેદી વાસનાઓ જ તેનો કબજો લે છે અને મોટા પ્રમાણમાં આવી પરિસ્થિતિ ઊભી થાય છે, ત્યારે દાનવ ફાવ્યો ગણાય. દાનવનું જ્યારે પરિબળ હોય છે ત્યારે અસત્, અન્યાય, જૂઠ, સ્વચ્છંદ, અજ્ઞાન વગેરે વૃત્તિઓ જોરમાં હોય છે; એટલું જ નહીં, પણ સંતાનના રાજયમાં ફસાયેલી જનતા અન્યાયને ન્યાય સમજે છે, જૂઠને સાચા માને છે, હિંસાને અહિંસા ધારે છે, સ્વાર્થ માટે માણસને પણ પશુ માનવા લાગે છે, મધને અમૃતનું સ્થાન આપે છે અને આમ કરીને એ ભારે ભીંસમાં આવે છે. જ્યારે પ્રાણ કંઠ સુધી આવી જાય અને પોતે સંતાનના જતરડામાં ફસાયેલ છે એવું ભાન આવતાં તે તેમાંથી છૂટવા ભારે તરફડિયાં મારે છે અને કોઈ સંતને સાદ દેવા માંડે છે. બરાબર એ વખતે તેના પ્રબળ સંકલ્પને બળે સંત પણ હાજર થઈ તે સેતાનના રાજયને સાફ કરવા માંડે છે અને વળી પાછાં ન્યાય, નીતિ, સાચ વગેરે પ્રજામાં આવવા માંડે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો પોતાનાં સ્વચ્છંદ, અજ્ઞાન, સ્વાર્થ અને વિલાસ–વૈભવોને લીધે પોતે હેરાન હેરાન થઈ ગયેલા અને આમ જનતા પણ ત્રાસ પામી ગયેલી, બરાબર આવે વખતે લોકદીપક બુદ્ધનો જન્મ Page #144 -------------------------------------------------------------------------- ________________ લોકદીપક બુદ્ધગુરુ ૭ ૧૨૩ થાય છે. વિક્રમ પૂર્વે ૫૦૫ વર્ષે એટલે આજથી (સં. ૨૦૦૮થી) ૨૫૧૩ વર્ષ પહેલાં રાજા શુદ્ધોદનના ઘરે મહામાયાદેવીની કુક્ષિમાંથી શ્રી બુદ્ધ પોતાને પ્રગટ કર્યા એમ મહાપંડિત ત્રિપિટકાચાર્ય શ્રી રાહુલ સાંકૃત્યાયનજી પોતાની બુદ્ધચર્યામાં જણાવે છે. નેપાળની તરાઈથી એટલે તિલીરાકોટ, તૌલિહવાથી ૨૦ માઈલ ઉત્તરમાં કપિલવસ્તુ નામનું એક નગર છે. ત્યાં જયારે રાજા શુદ્ધોદનની મહારાણી મહામાયાદેવીને સૂંઢમાં કમળને લેતો ધોળો હાથી પોતાની કુક્ષિમાં પ્રવેશ કરે છે એવું સપનું આવ્યું, ત્યારે આષાઢ પૂર્ણિમાનો ઉત્સવ ચાલતો હતો. એ ઉત્સવ પૂર્ણિમા પહેલાં સાત દિવસે શરૂ થયેલો. માતા મહામાયાદેવી બીજી ક્ષત્રિયાણીઓની જેમ શરાબી ન હતી. તે માળાથી સુશોભિત બનીને એ પૂનમના ઉત્સવમાં ભાગ લઈ રહી હતી. એ વખતે બરાબર ઉત્તરાષાઢા નક્ષત્રમાં શ્રીબુદ્ધ માતાની કુક્ષિમાં આવ્યા અને ત્યાર પછી બરાબર દસ મહિના પછી તેમનો જન્મ થયો, અને તેઓ જમ્યા પછી બરાબર સાત દિવસે તેમની માતા મહામાયાનું અવસાન થયું. આષાઢી પૂનમની પછી દસ મહિના બાદ વૈશાખ મહિનો આવે છે અને તિથિ પણ વૈશાખી પૂનમ આવે છે. એટલે વૈશાખી પૂનમનો દિવસ બુદ્ધગુરુનો જન્મદિવસ ગણાય. તેમની માતા આ લોકમાંથી સિધાવ્યા બાદ તેમની માસી મહાપ્રજાપતિ ગૌતમીએ તેમનું લાલનપાલન કર્યું અને તેમને પુત્રવત્ ઉછેર્યા. આ મહાત્માના નામ સાથે પણ અનેક ચમત્કારો અને અતિશયોક્તિઓ લાગેલી છે. એ બધાંનું કાંઈ તાત્પર્ય હોય તો તે આટલું જ કે બુદ્ધ મહાપ્રતાપી અને ભારે પુણ્યશાળી હતા. જોશીઓએ એવું ભવિષ્ય ભાખેલું કે એ રાજકુમાર યોગી થશે. એ સાંભળીને તેમના પિતા શુદ્ધોદન શાષે તેમને ભોગવિલાસમાં તરબોળ રાખવા બધી સામગ્રી એકઠી કરી હતી, અને તે સામગ્રીઓની વચ્ચે જ તેમને રહેવાનું હતું. તેમનો જન્મ કપિલવસ્તુમાં નહીં થયેલો પણ જયારે બુદ્ધ માતાની કુક્ષિમાં આવ્યા ને દસ મહિના પૂરા થયા, ત્યારે તેમની માતાને તેમને પિયર જવાનું મન થયું. તેમનું પિયર દેવદહ નગરમાં હતું. રાજાએ કપિલવસ્તુથી દેવદહ નગર સુધીનો માર્ગ સુધરાવી અને ધજાપતાકાથી સુશોભિત કરાવી રાખ્યો.પછી પાલખીમાં બેસી પોતાના મોટા પરિવાર સાથે મહારાણી મહામાયાદેવી પોતાને પિયર જવા નીકળ્યાં. તે વખતે કપિલવસ્તુ અને દેવદહનગરની વચ્ચે લુબિની નામનું એક મંગલમય શાલવન આવતું. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ • સંગીતિ વર્તમાનમાં આ લુબિનીનું નામ “મિન્ દેઈ છે અને તે નૌતનવા સ્ટેશનથી (બી. એન. ડબલ્યુ રેલ્વે) પ્રાયઃ આઠ માઈલ પશ્ચિમે નેપાળની તરાઈમાં આવેલ છે. જે સ્થળે શાક્યોની અને દેવદહના કોલિયોના રાજ્યની સરહદ અડતી હતી, બરાબર એ જ સ્થળે બન્ને રાજ્યોએ પોતપોતાના વિહારઆનંદ માટે એ મંગલમય શાલઉદ્યાન તૈયાર કરાવ્યું હતું. જયારે તે ઉદ્યાનમાં મહામાયા પહોંચ્યાં કે તેમને તે ઉદ્યાનમાં વિસામો ખાવાની તીવ્ર ઇચ્છા થઈ આવી. રાણીની ઇચ્છા પ્રમાણે તેની પાલખીને ત્યાં થોભાવવામાં આવી. રાણી પાલખીમાંથી ઊતર્યા અને ઉદ્યાનમાં આમતેમ ફરવા લાગ્યાં. એ લંબિની ઉદ્યાનમાં વિશેષ સુંદર અને ફૂલોના પુંજથી લચી ગયેલું એક શાલવૃક્ષ હતું. તેની નીચે રાણી જઈને તે વૃક્ષની ડાળ પકડીને ઊભા રહ્યાં છે તરત તેમને વીણ (વીણ-પ્રસૂતિ પીડા) આવવા લાગી. તેમની દાસીઓએ રાણીની આસપાસ પડદા બાંધી દીધા અને ત્યાં જ એ વૃક્ષ નીચે કુલદીપક તથા લોકદીપક શક્તિનો જન્મ થયો. રિવાજ પ્રમાણે રાજા શુદ્ધોદને જન્મના પ્રસંગને પોતાના વૈભવને છાજે એ રીતે ઊજવ્યો અને નામકરણ-સંસ્કાર વખતે તે બાળકનું નામ સિદ્ધાર્થ પાડ્યું. લગભગ આઠ વર્ષની વયે કુમાર સિદ્ધાર્થને પાટી અને વિતરણું લઈને કલાચાર્યની પાસે લેખન-ગણિત વગેરે વિદ્યાઓ શીખવા સારુ મોકલવામાં આવ્યા. “લલિતવિસ્તર' મહાપુરાણમાં લખ્યા પ્રમાણે જે લેખશાળામાં સિદ્ધાર્થ ભણતા હતા, ત્યાં વિવિધ લિપિઓ અને વિવિધ કલાઓ સંગીત, નૃત્ય, વાદ્યવાદન વગેરે શીખવવામાં આવતી. ભણીગણીને કુમાર હવે યૌવનમાં પહોંચ્યા કે તેમને રાજકુટુંબની કન્યા યશોધરા સાથે પરણાવવામાં આવ્યા. સિદ્ધાર્થ અને યશોધરા બન્ને પરસ્પર અતુલ સ્નેહથી સંધાયેલાં હતાં. તેમને એ સ્નેહના ફળરૂપે એક “રાહુલ” નામે પુત્ર પણ થયો. - સિદ્ધાર્થ ભારે સંસ્કારી હતા, તેથી આટલી નાની વયમાં પણ તેઓ પોતાની આસપાસની પરિસ્થિતિ બરાબર સમજી ગયા. એમણે જોયું કે ધર્મને નામે લગભગ અધર્મ જ પ્રવર્તી રહ્યો છે. જેમના હાથમાં પ્રજાનું સુકાન છે તે બ્રાહ્મણો અને ક્ષત્રિયો પોતપોતાના કર્તવ્યથી ચુત થયા છે. શૂદ્રોની પીડાનો તો પાર જ નથી. વર્ણધર્મને નામે શૂદ્રો ઉપર અસહ્ય અત્યાચારો વર્તી રહ્યા છે. યજ્ઞને બહાને હિંસા અને બીજી લૂંટો ચાલી રહી છે. માંસાહાર અને મદ્યપાન માટે “પ્રવૃત્તિવા પૂતાનામ્' અર્થાત્ એ તો સાધારણ સ્થિતિ થઈ ગઈ છે. રાજાઓ અને બ્રાહ્મણો પ્રજાની ખાંધ ઉપર ચડીને આરામ કરી રહ્યા છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ લોકદીપક બુદ્ધગુરુ ૦ ૧૨૫ શૂદ્રો તો લગભગ ખરીદેલા ગુલામ હોય તેમ રિબાઈ રહ્યા છે. સ્ત્રીઓ બિચારી મૂક પીડા અનુભવી રહી છે. આ રીતે મનુષ્યોનું અને યજ્ઞમાં હોમાતાં પશુઓનું ભારે દુઃખ સિદ્ધાર્થના ધ્યાન ઉપર આવ્યું. હવે તો તેની ઊંઘ જ ઊડી ગઈ. તેને એવા વિચારો આવવા લાગ્યા કે આ દુઃખનું મૂળ શું ? આ દુઃખ દૂર શે થાય ? પોતે જે રીતે આરામમાં રહે છે એ જ રીતે રહે તો એ દુઃખમાં વધારો થાય, પણ ઘટાડો થવાનો નથી; કારણ કે પોતે પણ પ્રજાની ખાંધ ઉપર જ ચડીને આરામ ભોગવી રહેલ છે. એવું તેને સ્પષ્ટ ભાન થઈ ગયું હતું. આ વિચારોની પરંપરાનો તેના મનમાં પ્રબળ વેગ થયો અને એક મધરાત્રે તેણે પોતાના તમામ આરામને, પતિવત્સલ યુવતી સ્ત્રીને અને અત્યંત આકર્ષક બાળપુત્રને ત્યજી દેવાનો દૃઢ સંકલ્પ કર્યો અને આષાઢી પૂર્ણિમાને દિવસે જ તેણે પોતાના માનીતા છન્ન સારથિને સાથે લઈને મહાભિનિષ્ક્રમણ કર્યું. સંસારના તમામ ભોગોને લાત મારી, પોતાનાં અત્યંત પ્રિય પિતા, પત્ની અને પુત્રને તજી દઈને કોમળશરીરી કુમાર સિદ્ધાર્થે પોતે જોયેલ દુ:ખનું મૂળ શોધવા એક વૈજ્ઞાનિકની પેઠે દેહદમનનું ઉગ્ર તપ શરૂ કર્યું. તેમના સમયમાં સાધકો સુખની શોધ માટે દેહદમન કરતા હતા, તે જ પરંપરાને અનુસરીને કુમાર સિદ્ધાર્થ પણ ભિક્ષુ બની એકાંતમાં અરણ્યમાં, પર્વત ઉપર કે નદીકાંઠે ભારે તપ તપવા લાગ્યો અને અંતર્મુખ થઈ પોતાના ધ્યેયની સિદ્ધિ માટે સતત પ્રયત્ન કરવા માંડ્યો. પોતાના નગર કપિલવસ્તુથી તે પ્રથમ ભિક્ષુને વેષે રાજગૃહ (વર્તમાન રાજગિર) પહોંચ્યો. રાજગૃહ પહોંચતાં-પહોંચતાં સાદું ખાનપાન એટલે વનફળ, કંદમૂળ વગેરેનું ભોજન અને ઝરણાં કે નદીનું ચોખ્ખું પાણી—તેના ઉપર તે પોતાનો નિભાવ કરવા લાગ્યો. રાજગૃહ પહોંચી તે પ્રાચીન પરંપરા પ્રમાણે હાથમાં ભિક્ષાપાત્ર લઈને રાજગૃહના રસ્તાઓ ઉપર ફરવા લાગ્યો અને યથાપ્રાપ્ત ભિક્ષા વડે પોતાનો નિર્વાહ કરવા લાગ્યો. ભિક્ષુ સિદ્ધાર્થ ચમાર-ઢેડથી માંડીને ઠેઠ બ્રાહ્મણ સુધીની અઢારે વરણનાં ઘરોમાં ભિક્ષા માટે ફ૨તો. જેમ ભમરો ફૂલને ઓછામાં ઓછી પીડા ઊપજે તે રીતે તેમાંથી રસ ચૂસે છે, તેમ ભિક્ષુ સિદ્ધાર્થ પણ દાતાઓને પોતાનો બોજો ઓછામાં ઓછો લાગે તે રીતે તેમને ઘેરથી કટકા-બટકાની એટલે ખાધા પછી વધેલઘટેલ અન્નની ભિક્ષા લેવા લાગ્યો. જ્યારે એ પ્રથમ ભિક્ષાને લઈને રાજગૃહના પાંડવપર્વત તરફ વળ્યો, ત્યારે તેનું પાત્ર વિવિધ અન્નથી ભરાયેલું હતું. તે જોઈને તેને ઊબકા આવવા લાગ્યા અને કેમ જાણે મોં વાટે આંતરડાં બહાર નીકળી જતાં હોય એમ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ : સંગીતિ જણાવા લાગ્યું. આ વખતે તેને જે વિચારો આવ્યા તે આ પ્રમાણે હતા : સિદ્ધાર્થ ! તને આ શું થયું? તને કોઈએ પરાણે તો ભિક્ષુ મુંડ્યો નથી. રાજવૈભવોનો તે હસતે મોંએ ત્યાગ કરેલો છે, છતાં સૂગના આ ઘાતક સંસ્કારો હજુ સુધી તારા હૈયામાં ભરાઈ રહ્યા છે ? તે જ્યારે જયારે માણસ માણસ વચ્ચેનો ભેદભાવ જોયો હતો, ત્યારે તું કકળી ઊઠ્યો અને તે દૂર કરવા સારું તો તું મુંડ ભિક્ષુ થયો, અને હવે અત્યારે આ હલકી જાતોએ આપેલું અન્ન ખાવાનો પ્રસંગ આવતાં તારા મનમાં તે લોકો તરફ પ્રેમ ન પ્રગટતાં તને સૂગ આવવા લાગી છે? સિદ્ધાર્થ ! આવી ઘેલછા છોડ્યા વિના તું તારી શોધ કરી શકવાનો નથી. એટલે તારે જો ધ્યેયસિદ્ધિ કરવી હોય તો રાજાના ઘરના સુગંધી ચોખા અને આ હલકી જાતના લોકોએ આપેલી ઘંશ એ વચ્ચે ભેદભાવ ન ગણવો જોઈએ. આ ભેદભાવ ટળશે તો જ તને ધ્યેયસિદ્ધિ સાંપડવાની છે અને જે અર્થે તું ભિક્ષુ થયેલો છે તે પણ સફળ થવાનો છે. આવા સંકલ્પ-વિકલ્પો થતાં સિદ્ધાર્થે પોતાના મનને વિશેષ દૃઢ કર્યું અને એ વિવિધ પ્રકારનું પરસ્પર ભળી ગયેલું ભોજન તે હોંશેહોશે જમી ગયો. જયારે ભિક્ષુ સિદ્ધાર્થ રાજગૃહના રસ્તાઓ ઉપર ફરતો હતો, ત્યારે રાજગૃહના રાજા બિંબિસારે (શ્રેણિકે, તેને જોયો અને તે તેનું રાજતેજ, પ્રતાપી વ્યક્તિત્વ, ખીલતું યૌવન, લાવણ્ય વગેરે જોઈને ભારે વિસ્મય પામ્યો. તેને લાગ્યું કે આ કોઈ રાજપુત્ર જ હોવો જોઈએ અને વખાનો માર્યો મુંડ થયો હોવો જોઈએ. તેની પ્રવૃત્તિ વિશે સમાચાર મેળવવા તેણે પોતાના દૂતોને તેની પાછળ-પાછળ મોકલ્યા. દૂતોએ આવીને રાજાને સમાચાર આપ્યા કે એ ભિક્ષુ પાંડવપર્વતની તળેટીમાં આવેલી એક ટેકરીની છાયામાં બેઠેલો છે. આ સમાચાર સાંભળી રાજા પોતે જ પગે ચાલતા-ચાલતો તે સિંહસમી મુદ્રાવાળા સિદ્ધાર્થ-ભિક્ષુ પાસે ગયો. ભિક્ષુએ હજુ હમણાં જ ભોજન પતાવી લીધું હતું, ભિક્ષાપાત્રને ધોઈને તડકામાં તે પલાંઠી વાળીને પોતાના આસન ઉપર શાંત ભાવે બેઠો હતો. ૧. જૈન ગ્રંથોમાં રાજા શ્રેણિકનું બીજું નામ ભંભાસાર મળે છે. બૌદ્ધ ગ્રંથોમાં મળતું બિંબિસાર અને આ ભંભાસાર એ બંને નામો તદ્દન મળતાં છે. ભંભા એ વિજયસૂચક વાજાનું નામ છે. રાજા શ્રેણિક ભંભાને વિશેષ સારરૂપ માનતા તેથી તેમનું ભંભાસાર નામ પડ્યું છે એવી કથા જૈન ગ્રંથમાં મળે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ લોકદીપક બુદ્ધગુરુ • ૧૨૭ રાજા તેની પાસે જ એક બાજુએ આવીને બેઠો. એ વખતે રાજા અને સિદ્ધાર્થ ભિક્ષ વચ્ચે જે સંવાદ થયો તે આ પ્રમાણે હતો : રાજા : તારા દેહનું લાવણ્ય જોતાં તું જરૂર કોઈ ઉચ્ચ કુળનો હોવો જોઈએ. આવી તરુણ અવસ્થામાં તારે તારી રાજશ્રીનો ત્યાગ કરવાનું કારણ મને કહીશ તો તેનો કાંઈ તોડ નીકળી શકશે. તું અહીં શા માટે આવેલો છે? તને જોઈને મને એમ આપોઆપ થયું છે કે આ માણસ-શિરોમણિને મારી પાસે રાખવો અને તેને રાજ્યની મોટી પાયરીએ ચડાવવો. મને એમ નક્કી લાગે છે કે તું મારી સેનામાં ઘણું ઉત્તમ કામ બજાવી શકીશ. ભિક્ષુ સિદ્ધાર્થ : મહારાજ ! હિમાલયની તળેટીમાં શાક્યોનું સમૃદ્ધ રાજય છે, તેની કીર્તિ તો આપે સાંભળી જ હશે. હું ત્યાંના રાજા શુદ્ધોદનનો પુત્ર છું. કોઈ પ્રકારની સંપત્તિની આશાએ મેં આ ભિક્ષુપદ નથી લીધું, પણ મેં આપણા દેશમાં ધર્મને નામે અધર્મ થતો જોયો છે; યજ્ઞોમાં મૂંગા પશુઓનો હોમ કરીને સ્વર્ગ મેળવવાનો વહેમ આપણી પ્રજામાં ફેલાયેલો જોયો છે; યજ્ઞને નિમિત્તે હિંસા ઉપરાંત ચૌર્ય અને મદ્યપાનને પણ સમર્થન આપનારા હોતાઓને મેં નજરે જોયા છે. બ્રાહ્મણો પોતાનો ધર્મ ચૂકી મહાપરિગ્રહી બની બેઠા છે. ક્ષત્રિયો પોતાનો રાજધર્મ ચૂકી વિલાસી, અભિમાની અને કજિયાખોર થઈ ગયા છે. વર્ણાશ્રમધર્મને નામે શૂદ્રો તો પશુ કરતાં પણ હલકા ગણાવા લાગ્યા છે. સ્ત્રીઓને ધર્મશાસ્ત્ર, વેદ શીખવાનો અધિકાર જ નહિ. લોકભાષાને પણ આ પુરોહિતો અવગણવા લાગ્યા છે, તથા ઈશ્વર આત્મા વગેરે તત્ત્વો જ સંયમનાં પોષક, માણસ માણસ વચ્ચે પ્રેમ વધારનારાં અને પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીને જોડનારાં હતાં તેને બદલે આ વિવાદી લોકોએ તે વિશે મોટા ઝઘડા ઊભા કર્યા છે અને એના વાદો માંડ્યા છે, તથા બીજા પણ અનેક વાદો પંડિતોએ ઊભા કરીને ધર્મનું સાદું રૂપ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ બધું તદન ગૌણ કરીને પ્રજાને ભારે મૂંઝવણમાં નાખી છે. હું જોઉં છું કે રાજાઓ, પુરોહિતો, વૈશ્યો બધા જ ગરીબ બિચારી પ્રજાને ખાંધે ચડીને તેને ચૂસી રહ્યા છે. તમે જ કહો ને, રાજન્ ! કે તમે કયો પરસેવો પાડીને આ રાજ્યપદ મેળવ્યું છે? તમારો ૧. ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં અનાથી મુનિને લગતું સંયતીય નામે એક અધ્યયન અઢારમું છે. તેમાં એક રાજા અને મુનિ વચ્ચેના સંવાદની નોંધ છે. મેં કેટલાક વૃદ્ધ મુનિઓ પાસેથી એમ સાંભળ્યું છે કે તે સંવાદ શ્રી બુદ્ધ અને રાજા શ્રેણિક વચ્ચેનો છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ • સંગીતિ લખલૂટ ખર્ચ ગરીબ બિચારા મજૂરો, ખેડૂતો સિવાય તમે ક્યાંથી મેળવો છો? અને એ ખર્ચ બદલ તમે તેમની કેટલીક સંભાળ લ્યો છો? મહારાજ! વધારે શું કહું? મેં તો આ જગતમાં ચારેકોર દુઃખ, દુઃખ ને દુઃખ જ દીઠું છે. મારે એ દુઃખનું નિમિત્ત ન બનવું અને એ દુઃખના ઉપશમનો ઉપાય શોધવો એ જ એક ઉદ્દેશથી મેં મારું રાજપદ તજી આ ભિક્ષુપદ લીધેલ છે. રાજા તો આ બધું સાંભળીને સડક થઈ ગયો અને ભિક્ષુ સિદ્ધાર્થનો નિશ્ચય જોઈ તેને કહેવા લાગ્યો, કે “હે રાજકુમાર ! હવે મારે તને કશું જ કહેવું નથી, પણ તું જો તે જણાવેલા દુઃખનો ઉપશમ થાય એવો રસ્તો શોધી શકે, તો એ તું મને જરૂર બતાવજે; તો એ માર્ગને હું કાંઈક સહાયક થઈ શકું એવું જરૂર કરવા મારી વૃત્તિ છે.” આ પછી શ્રી સિદ્ધાર્થભિક્ષુ તે વખતના જે પ્રસિદ્ધ યોગમાર્ગના સાધકો આલારકાલામ ને ઉદ્કરામપુત્રઋષિ હતા; તેમના આશ્રમમાં ગયો અને ત્યાં જઈને તેમણે બતાવેલી તમામ સાધના તેણે કરી જોઈ, પણ તેના મનનું પૂરું સમાધાન ન થયું. તે આશ્રમોમાં તેણે જોયું કે આ સાધકો સમાજનાં દુઃખો તરફ બેદરકાર છે; એટલું જ નહિ, પણ સંસારમાં જે અન્યાય ચાલી રહ્યો છે અને ધર્મને નામે હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ વગેરે જે અનેક અપવિત્ર પ્રવૃત્તિઓ જોસભેર બહેકી રહી છેતે તરફ પણ આંખમીંચામણાં કરી રહ્યા છે. કેવળ થોડા વખતની સમાધિથી પોતાના મનને નિષ્ક્રિય કરવામાં જ આ સાધકો પોતાની યોગસિદ્ધિ સમજે છે. પરંતુ શ્રી સિદ્ધાર્થને લાગ્યું કે જયાં સુધી મન સહજ રીતે સમ ન થાય અને તે અન્યાયનો પ્રતિકાર કરવાનું જબરજસ્ત આંદોલન જગાડી જગતમાં ધર્મને નામે ચાલતો અધર્મ નાબૂદ ન કરી શકે અને આવી પ્રવૃત્તિમાં પડવા છતાં પણ પોતાની સમતુલા ન ગુમાવી શકે, ત્યારે જ ઠીક સાધના કરી એમ કહી શકાય. આ માટે તેને તે વખતના કોઈ આશ્રમોમાં જવાથી સંતોષ ન થયો. તેથી છેવટે તેણે પોતે જાતે જ પોતે ધારેલી સાધનાને સાધવાનું નક્કી કર્યું. ફરતો ફરતો તે ગંગાની પાસેના ઉરુવેલા (વર્તમાન બોધગયા, જિલ્લો ગયા) નામના સ્થાનમાં આવ્યો. આ સ્થાન પ્રાકૃતિક રીતે અત્યંત મનોહર હતું અને આ ભાગમાં જ થઈને નિરંજના (વર્તમાન નિલાજન, જિલ્લો ગયા) નદી વહેતી હતી. શ્રી સિદ્ધાર્થ ભિક્ષએ આ સ્થાનમાં રહીને જ પોતાની સાધના આગળ વધારવા માંડી. તેણે નિશ્ચય કર્યો કે “ભલે મારી ચામડી ઉતરડાઈ જાય, નસો તૂટી જાય, હાડકહાડકું ભાંગી જાય વા હું માત્ર હાડકાંનો માળો જ બની જાઉં, મારું Page #150 -------------------------------------------------------------------------- ________________ લોકદીપક બુદ્ધગુરુ . ૧૨૯ શરીર, માંસ, લોહી ભલે સુકાઈ જાય, તો પણ જે સાધ્ય માટે હું ભિક્ષુ થયો છું, તેની સિદ્ધિ વિના અહીંથી ખસીશ નહિ.” આ સંકલ્પ કરીને સિદ્ધાર્થ ભિક્ષુએ લાગલગટ છ વરસ સુધી ઘરમાં ઘોર તપ આચર્યું. તે તપની વાત સાંભળતાં જ આપણાં રૂંવાડાં બેઠાં થઈ જાય એવું એ ભયંકર તપ હતું. આ વિશે “મઝિમનિકાય' નામના ગ્રંથમાં ‘સિંહનાદસુત'માં ભારે અદ્ભુત વૃત્તાંત છે. તેવું અઘોર તપ તપતાં હાથપગ સળેકડા જેવા થઈ ગયા, બરડાની કરોડ એક સાંકળની જેમ પ્રત્યક્ષ દેખાવા લાગી. ભાંગેલા ઘરની વળીઓની પેઠે એની તમામ પાંસળીઓ હચમચી ગઈ. આંખો એકદમ ઊંડી ઊતરી ગઈ અને કરમાયેલા કોળાની પેઠે તેની શરીરકાંતિ તદ્દન કરમાઈ ગઈ. પેટ અને પીઠ બન્ને એકબીજાને જાણે વળગી પડ્યાં હોય તેમ તદન ચોંટી ગયાં. કોલસા ભરેલી સગડીને ચલાવતાં જેમ ખડખડ અવાજ થાય, તેમ તે જ્યારે હલનચલન કરતા, ત્યારે તેનાં હાડકાં ખડખડ થવા લાગ્યાં. આ તો તે તપનું સાધારણ વર્ણન છે, પણ તેનો ખોરાક, તેનાં વિવિધ આસનો, તેનાં વસ્ત્રો વગેરે એવાં કઠોર હતાં, જે સાંભળતાં જ દિક્યૂઢ થઈ જવાય. એમના વખતમાં આવી દેહદંડની પરંપરા પહેલેથી ચાલી આવતી હતી અને સાધકો બધા આ રસ્તે જ ચાલતા હતા. એથી સિદ્ધાર્થ ભિક્ષુએ પણ એ કઠોરતમ દેહદંડનો માર્ગ અજમાવી જોયો અને તે પણ બેચાર મહિના નહીં, પણ પૂરા બોત્તેર મહિના. આવું આકરું તપ કર્યા પછી પણ તેમની સાધ્યની સિદ્ધિનો પત્તો લાગ્યો નહીં. એટલે સિદ્ધાર્થ પોતાના મનમાં વિચારવા લાગ્યો કે શું આ મારા માર્ગમાં કોઈ ભૂલ હશે કે જેથી મારું સાધ્ય હજુ સુધી મને જડતું નથી. કદાચ સપાટ રણમાં કોઈ વટેમાર્ગ ભૂલો પડે તેમ હું આ માર્ગમાં ભૂલો તો નહીં પડ્યો હોઉં? આમ વિચારતાં-વિચારતાં તેમને કઠોર દેહદંડનો માર્ગ કાંઈક અવળો લાગ્યો, તેથી તેઓ ધીરે ધીરે આહાર ઉપર આવવા લાગ્યા. આમ સાદા આહારથી ધ્યાનમાં મગ્ન થતાં તેઓ પરમશાંતિ–વીતરાગતાનું સુખ અનુભવવા લાગ્યા. પણ હજી સાધ્યની સિદ્ધિ દૂર હતી. આ વખતે ધ્યાનમાં જ્યારે તેઓ સ્થિર થતા, ત્યારે કેટલીક વાર તેના ચિત્તમાં પેલી જૂની વાસનાઓ ઊઠી આવતી : રાગની, મોહની, પ્રેમસુખની તૃષ્ણાની, ઈર્ષ્યાની આમ તરેહતરેહનાં રૂપ લઈ ચિત્તની અંદર જડ ઘાલીને બેઠેલી એ વાસનાઓની ભૂતાવળ શ્રી સિદ્ધાર્થને સતામણી કરવામાં પાછું વાળીને ન જોતી. પણ સિદ્ધાર્થ પોતાના સંકલ્પથી ડગ્યા જ નહીં અને તે બધી વાસનાઓને તેમણે પવિત્રતાના રૂપમાં ફેરવી જનકલ્યાણના સંલ્પરૂપે, Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ • સંગીતિ સમૂહસુખની વૃત્તિરૂપે શુદ્ધ કરી નાખી અને ચિત્તમાં અચાનક જેમ ઝબકારો થાય તેમ તેમને પોતાનું સાધ્ય સાંપડી ગયું અને સંસારના દુઃખનું મૂળ તેમના ધ્યાનમાં આવી ગયું. ચિત્તમાં જે ન કળી શકાય તેવી તૃષ્ણા રહે છે અને તે જ તૃષ્ણા જ્યારે સ્થૂળ આકાર ધારણ કરે છે, ત્યારે તમામ પ્રકારનાં દુઃખો ઊભાં થાય છે. વળી તે જ તૃષ્ણાને લીધે કેટલાંક કાર્યો દુઃખદ પરિણામવાળાં છતાંય સુખરૂપે ભાસે છે. તેમને લાગ્યું કે સંસારમાં એ તૃષ્ણાને જ બળે માસ્યન્યાય ચાલી રહ્યો છે અને માણસોનું મન પણ ઘણું જ સંકુચિત બની ગયું છે, જેને લીધે કેટલાક કલ્પિત ભેદો ઊભા કરી માણસ-માણસ વચ્ચે જુદાઈ પાડવાની વૃત્તિએ ધર્મનું રૂપ લીધું છે. કલ્પિત સ્વર્ગની તૃષ્ણામાંથી જ આ ઘોર હિંસા ચાલી રહી છે. તૃષ્ણાને લીધે જ ખૂનખાર યુદ્ધોને પણ ક્ષત્રિયો પોતાનો પરમધર્મ સમજે છે અને યુદ્ધ તરફ આકર્ષવા માટે “હતો વા પ્રસ્થતિ સ્વ' અર્થાત્ “યુદ્ધમાં હણાયેલો વીર સ્વર્ગને પામશે' એમ કહી યુદ્ધ તરફ મૂઢ લોકોને ખેંચે છે. ગ્રહણ, દિશાપૂજન, સૂર્યપૂજા વગેરે પણ જડ કર્મકાંડો તૃષ્ણામાંથી જ ઊભાં થયેલાં છે અને તૃષ્ણાને લીધે જ પુરોહિત લોકો શાસ્ત્રીય વાતો વિશે તર્ક કરવાની ના પાડે છે અને કહે છે કે વેદો તો સ્વત:પ્રમાણ છે, એની સચ્ચાઈ વિશે કોઈ તર્કની જરૂર નથી. ભલે વેદોનાં વાક્યોનો અર્થ ન સમજાય છતાંય તેમની સચ્ચાઈ વિશે જે કોઈ તર્ક કરશે તે નાસ્તિક કહેવાશે. શ્રાદ્ધ કરવાથી મરી ગયેલા સ્વજનો તૃપ્ત થાય છે, નદીસ્નાનથી પવિત્રતા મળે છે વગેરે અનેક પારમાર્થિક અને વ્યાવહારિક વિવિધ કર્મકાંડો એક તૃષ્ણામાંથી જ ઊભાં થયેલાં છે અને આમ જનતા તેમાં ભીંસાઈ રહી છે. તેની અજ્ઞાનતાનો લાભ તૃષ્ણાતુર પુરોહિતો, રાજાઓ અને વૈશ્યો મેળવી જાય છે. જન્માંતરમાં આમ મળશે, તેમ મળશે એમ કરી કરીને પુરોહિતો લોકો પાસેથી દાનો પડાવે છે અને રાજાને દેવાંશ કહીને તેના અનાચાર તથા જુલમોનો બચાવ કરે છે. આ અને આવું બીજું બધું સંશોધન સિદ્ધાર્થ ભિક્ષુના મનમાં આપોઆપ ફુરી આવ્યું. તૃષ્ણાને તેમણે જડમૂળથી ઉખાડીને ફેંકી દીધી. તેને બદલે તેને વિશ્વપ્રેમ, વિશ્વેતા, સમૂહનાં દુઃખોમાં સહાનુભૂતિ વગેરે રૂપમાં ફેરવી નાખી અને હવે તે ભિક્ષુ બુદ્ધ થયા અને તેમને આ જાતનું પાકું જ્ઞાન એટલે બોધિ વૈશાખ સુદ પૂનમને દિવસે પીપળાના વૃક્ષની નીચે બેઠાં બેઠાં ધ્યાન કરતાં થઈ ગયું. હવે તો આપણા વર્તમાન લોકો એ પીપળાની પણ પૂજા કરે છે; એટલું જ નહીં, પણ પૂજા માટે પીપળાની શાખાઓ ઠેઠ લંકા-અનુરાધાપુર સુધી Page #152 -------------------------------------------------------------------------- ________________ લોકદીપક બુદ્ધગુરુ • ૧૩૧ પહોંચાડી દેવામાં આવી છે. આજનો આ દિવસ શ્રી બુદ્ધગુરુને બોધિજ્ઞાન થયાનો છે; માટે જ આપણે માટે એ મંગળ દિવસ છે. એમણે પોતામાં જે પ્રકાશ અનુભવ્યો તે પ્રકાશ આ દેશમાં ખૂણે ખૂણે પહોંચાડવા ભારે પ્રયત્ન કર્યો, માટે જ તે લોકદીપક કહેવાયા છે. મરતાં મરતાં પણ તેઓ એ પ્રકાશની એકેય વાત કરવાનું ચૂક્યા નથી. ઉપર જે બધું વૃત્તાંત લખેલું છે, તે માટે શ્રી રાહુલજીએ લખેલ બુદ્ધચર્યા', કોસંબીજીએ લખેલ “બુદ્ધલીલાસારસંગ્રહ વગેરેનો આધાર લેવા છતાં બધું સ્વતંત્ર રીતે લખેલું છે. ઉપર જે શ્રી બુદ્ધના મનના સંકલ્પોનું ચિત્રણ કરેલ છે, તે માટે ત્રિપિટક, મઝિમનિકાય, દીઘનિકાય વગેરે ગ્રંથોમાં આવતી બ્રાહ્મણોની ચર્ચા, વેદના પ્રામાણ્યની ચર્ચા, જન્મજાતિવાદની ચર્ચા, ક્ષત્રિયોની ચર્ચા વગેરેનો આધાર છે. આવું કડીબંધ લખાણ કાંઈ મૂળ પુસ્તકમાં નથી, છતાં આમાં લખાયેલા વિચારો પિટકગ્રંથોમાં ઠેરઠેર મળે છે. બીજા-બીજા વાદીઓ જ્યારે સમાજનાં દુઃખસુખની પરવા કર્યા વિના અત્યારના મુનિ-સંન્યાસીઓની પેઠે યોગસાધનાનું બહાનું બતાવી, પરલોકકલ્યાણને નિમિત્ત કરી જાણ્યે-અજાણ્યે સ્વાદરપરાયણ જેવા દીસતા હતા. તે વખતે લોકદીપક બુદ્ધ સમાજનાં દુઃખને જ મૂળભૂત તત્ત્વ તરીકે સ્થાપ્યું અને તેને જ તેઓ પોતાની મુખ્ય શોધ તરીકે સમજાવવા લાગ્યા. દુઃખ તો પ્રત્યક્ષ જ છે. એ માટે કોઈ શાસ્ત્રના પ્રમાણની જરૂર નથી કે જ્ઞાની સર્વજ્ઞના ઉપદેશની જરૂર નથી, તેમ કોઈ બ્રહ્મ-સાક્ષાત્કારની જરૂર નથી. પ્રત્યેક પ્રાણીને દુ:ખનો સાક્ષાત્કાર છે જ; એટલે એમણે બીજાં બીજાં અત્યંત પરોક્ષ અને જેમનો કોઈને પ્રત્યક્ષ અનુભવ નથી એવાં ઈશ્વર, આત્મા વગેરે તત્ત્વોને અવ્યાકૃત કોટિમાં રાખી એ માટેનો નકામો વાદવિવાદ વધાર્યો નહીં. દેહથી આત્મા જુદો છે અને દેહાધ્યાસને લીધે આપણને દેહ અને આત્મા એક લાગે છે એટલે આત્માનો સાક્ષાત્કાર કરવો એ જ જીવનનું ધ્યેય છે–એવું કહેનારા વાદીઓ એ માથાકૂટમાં જ રહેતા, પણ તેમની એ સાક્ષાત્કારની પ્રવૃત્તિથી સમાજનું તલભાર પણ દુઃખ ઓછું થતું ન હતું. ઊલટું વધ્યા કરતું હતું; માટે જ તેમણે એ વિશે કોઈ વિધિનિષેધ ન કરતાં કેવળ ઉપેક્ષા દાખવી, અને સકળ પ્રાણીપ્રત્યક્ષ એવાં દુઃખ, દુઃખનાં કારણો, દુઃખ દૂર કરવાનાં સાધનો અને દુઃખનો ઉપશમ એ વિચારો ઉપર જ ખૂબ ભાર મૂક્યો; અને પોતાનું ધર્મચક્ર પણ એ તત્ત્વો ઉપર જ ઠેરવ્યું. બીજા વળી Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર - સંગીતિ વાદીઓ એમ કહેતા હતા કે આ જગતનો કર્તા, ધર્તા, પાલક અને સંહારક એક કોઈ ઈશ્વર છે, તેનું કર્યું જ બધું થાય છે, આપણે એક તણખલું પણ હલાવી શકતા નથી. આ તત્ત્વની પાછળ અને પેલા આત્મતત્ત્વની પાછળ ઉદ્દેશ તો તૃષ્ણાત્યાગનો હતો, અભિમાનરહિત થવાનો હતો અને રાગદ્વેષો ઓછા કરીને સર્વત્ર માણસ-માણસ વચ્ચે અને પ્રાણીમાત્ર વચ્ચે સમભાવ, એકભાવ કેળવવાનો હતો. પરંતુ પ્રજાની અજ્ઞાનતાને લીધે અને તે તે વાદીઓના સ્વચ્છંદને લીધે એ ઉદ્દેશ ભૂલાઈ જઈ એ તત્ત્વના પ્રરૂપક વાદીઓ એકબીજા સામસામા ભારે વિવાદમાં ઊતર્યા અને તેવા શાસ્ત્રાર્થના અખાડા જામવા લાગ્યા. આ અખાડામાં તે વખતના ક્ષત્રિયો પણ રસ લેવા લાગ્યા. આમ તે સમયે પ્રવર્તતો સામાજિક અન્યાય, રાજકીય અન્યાય અને એ બંને અન્યાયોને લીધે પ્રજામાં વધતી જતી હાડમારી તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન જતું. આત્મવાદીઓ કહેતા કે એ તો પ્રજાનાં કર્મનું જ ફળ છે અને ઈશ્વરવાદીઓ કહેતા કે એ તો જેવી ઈશ્વરની ઈચ્છા. આવા નિરૂપણથી અન્યાય કરનારા રાજાઓ બહેકતા, અને તે તે તત્ત્વના પ્રરૂપક વાદીઓનો એ રાજાઓને ટેકો હતો. એટલે આમ રાજા અને ધર્મગુરુ બન્નેએ મળીને પ્રજાને લગભગ ભીંસી નાખી હતી; એટલું જ નહીં, પણ ઈશ્વરને ખુશ કરવાને હિંસામય બીજાં બીજાં કર્મકાંડો ઊભાં કરવામાં આવ્યાં અને આગલાં કર્મોનો નાશ કરવા માટે વળી જુદો જ દેહદમનનો માર્ગ અને તેને લગતાં જડ કર્મકાંડોનું કાળું ફેલાવવામાં આવ્યું. પણ દુઃખનું પ્રત્યક્ષ મૂળ માણસમાં પોતામાં જ પડ્યું છે અને તેને માણસ ઇચ્છે તો પળવારમાં દૂર કરી શકે છે. દુઃખનાં કારણો માણસ પોતે જ ઊભાં કરે છે અને તેનો નાશ કરવાના ઉપાયો તેની જ પાસે છે–આ બધું અનુભવસિદ્ધ ન સમજાવાને લીધે પ્રજાની આંખે આત્મા અને ઈશ્વર તથા પૂર્વકર્મના પાટા બંધાવવામાં આવ્યા, અને બિચારી અજ્ઞાન પ્રજા એ પાટાના ભારથી ગૂંગળાવા લાગી ને રાજાઓ તથા ધર્મગુરુઓ એ પાટા પ્રજાને બંધાવી તેના ઉપર જ મોજ કરવા લાગ્યા. જ્યાં જુઓ ત્યાં શાસ્ત્રાર્થો, વાદવિવાદો અને છ છ મહિના સુધી વાદ-વિવાદના અખાડા ચાલતા જ હોય અને તેમાં રાજા રસપૂર્વક ભાગ લેતા હોય, ત્યારે આમ જનતા તો શૂન્યવત્ બધું જોયા કરતી અને પોતાનાં દુઃખ છે માટે તેના જ વિચારમાં ઉદાસીન બની રહેતી. એવામાં જ બુદ્ધગુરુએ દુઃખતત્ત્વની વાત કરી પ્રજાની આંખ ઉપરના પાટા ખેસવી નાખ્યા અને પ્રજાને દુઃખ દૂર કરવાને પુરુષાર્થ કરવાનું સૂઝે એવું તેને ધર્મચક્ર મળ્યું. બુદ્ધગુરુએ સાફસાફ Page #154 -------------------------------------------------------------------------- ________________ લોકદીપક બુદ્ધગુરુ • ૧૩૩ કહ્યું છે કે “કોઈ શાસ્ત્ર સ્વતઃપ્રમાણ નથી; એ તો રચનારના સત્ય-અસત્ય અનુભવ ઉપર જ ઊભું થયેલું છે અને તે દ્વારા જ તેની સત્યતા કે અસત્યતા કળી શકાય છે. તેમ કોઈ વચન ઈશ્વરનું વાક્ય નથી; જે છે તે બધી આપણા જેવા માનવીની વાણી છે. માટે તેને બરાબર ચકાસી, પરીક્ષા કરી પછી જ માનવાની છે; એટલું જ નહીં, પણ બુદ્ધગુરુએ પણ સ્પષ્ટ કર્યું કે હું સર્વજ્ઞ નથી, લોકોત્તર નથી કે કોઈ દિવ્યતાને ધારણ કરતો નથી. હું પણ તમારામાંનો અને તમારી જેવો જ એક માણસ છું. મને મારી ચારે બાજુ દુઃખ-દુઃખ જોઈ તે વિશે વિચારો આવ્યા અને ધર્મને નામે લગભગ બધી પ્રજામાં અધર્મ પ્રવર્તતો જોઈ, અન્યાય ચાલતો જોઈ મને ભિક્ષુ થવાની પ્રેરણા મળી. એથી મેં ઘણા લાંબા સમય સુધી જુદી જુદી સાધના કરી. છેવટે હું જે નિર્ણય ઉપર આવ્યો, તે મારો જાતિ અનુભવ તમારી આગળ મારા ધર્મચક્રને નામે જણાવું છું. તે પણ જો તમને બરાબર લાગે તો જ માનજો, પણ કોઈ યોગી કહે છે કે સર્વજ્ઞ કહે છે કે આપણને ગમે તેવું કહે છે એમ ધારીને માનવાનું નથી, પરંતુ તમારી વિવેકબુદ્ધિથી તમે તેની કસોટી કરી પછી તમને જો એ વચન દુઃખ દૂર કરનારું જણાય, તો જ માનવાનું છે.” આ રીતે લોકદીપક બુદ્ધ વૈશાખ શુક્લ પૂનમને દિવસે પોતાનું ધર્મચક્ર શરૂ કરતાં તે જમાનાના ઘણા ભ્રમો દૂર કર્યા. પ્રજાને માટે વિચારસ્વાતંત્ર્યનો માર્ગ ખુલ્લો કર્યો. જન્મ-જાતિવાદનો સમૂળગો નિષેધ કર્યો અને ગુણોને લીધે શ્રેષ્ઠ વા અશ્રેષ્ઠ સમજવાનો સિદ્ધાંત લોકોને સમજાવ્યો. ઈશ્વરવાક્ય કે વેદવાક્ય કે સર્વજ્ઞવાક્યની નાગચૂડમાં ભીંસાયેલી પ્રજા પુરોહિતો કે ધર્મગુરુઓ સામે ચૂં કે ચાં કરી શકતી ન હતી, જુદા જુદા પંથના આચાર્યો પોતાને ફાવે તે પ્રમાણે પ્રજાને ભરમાવતા હતા. તે સામે હવે પ્રજા અવાજ ઉઠાવી શકે એવી પરિસ્થિતિ ઊભી કરી અને સૌથી વધારેમાં વધારે તો તેમણે મંગળરૂપ એ વાત આમજનતાને સમજાવી, કે “તમારી સામે જે પ્રત્યક્ષ આ દુઃખ છે, તેને દૂર કરવાના પ્રયત્નમાં જ લાગી જાઓ, પણ પરોક્ષ એવા સ્વર્ગનાં સુખોની આશામાં ન રહો, અને જેનો સાક્ષાત્કાર શક્ય જ નથી એવા આત્મા કે ઈશ્વર પાછળ પણ વખત ન ગુમાવો. દુઃખ, સામાજિક દુઃખ અને સમસ્ત વિશ્વના વ્યક્તિગત દુઃખનું મૂળ માણસના પોતાના મનમાં જ છે. એ મનને ઠીક કરો, શુદ્ધ સંકલ્પ કેળવતાં શીખો એટલે એ દુઃખ આપોઆપ દૂર થશે. મૈત્રીભાવ સર્વત્ર ફેલાવો, કોઈ ઊંચ નથી કે કોઈ નીચ નથી. માણસમાત્ર એકસરખા જ છે. જે પ્રયત્ન કરે તે પોતાના સંકલ્પને શુદ્ધ કરી શકે છે અને તે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ૦ સંગીતિ દ્વારા સાક્ષાત્ શાંતિનું સુખ ઘણી સરળતાથી માણી શકે છે. પછી તે બ્રાહ્મણ હો, ઢેડ હો, ચમાર હો, મોચી હો, કોળી હો, વાઘરી હો, ક્ષત્રિય હો કે વૈશ્ય હો.’ લોકદીપક શ્રીબુદ્ધગુરુએ પોતાનો તમામ ઉપદેશ પોતાના સમયની આમજનતાની માગધી (પાલિ) ભાષામાં કરેલો છે, તેથી તેનો અધિકાર જિજ્ઞાસુમાત્રને છે એમ પણ સમજવાનું છે. તેમનાં પ્રવચનો અને ચર્યા તથા સદુપદેશો, ચર્ચાઓ, સુભાષિતો વગેરે મજિઝનિકાય, દીનિકાય, અંગુત્તરનિકાય, સંયુત્તનિકાય, ધમ્મપદ વગેરે અનેક મહાકાય ને લઘુકાય ગ્રંથોમાં જળવાયેલ છે. તે તમામનો સંક્ષિપ્ત સાર આ નીચેની ગાથામાં આવી જાય છે. सव्वपापस्स अकरण कुसलस्स उपसंपदा । सचित्तपरियोदपनं एतं बुद्धान सासनं ॥ તમામ પ્રકારનાં પાપો ન કરવા, તમામ પ્રકારનાં કુશળ કર્મો-સત્કર્મો કરવાં અને પોતાના ચિત્તને શુદ્ધ કરવું એ બુદ્ધોનું શાસન છે. આ વૈશાખી પૂનમના પવિત્ર દિવસે શ્રી બુદ્ધગુરુનો જન્મ, તેમને બોધિજ્ઞાન અને તેમનું નિર્વાણ પણ તે જ દિવસે થયેલ છે, એટલે આપણે સારુ આ દિવસ પવિત્રમાં પવિત્ર છે; અને આ દિવસે આપણે એ સંતપુરુષનાં ગુણગાન કરી પવિત્ર બનવાનો પ્રયાસ કરીએ, તો આપણે માટે આ દિવસ ધન્ય જ ગણાય. -- અખંડ આનંદ, મે - ૧૯૫૨ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૬. દસ પારમિતા (પારમિતા એટલે કોઈ પણ સદાચારી ગુણને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પર્વત કેળવવો તે. દાખલા તરીકે કર્ણરાજાએ દાનપારમિતા કેળવી હતી અને હરિશ્ચંદ્રરાજાએ સત્યપારમિતા પોતાના જીવનમાં સાંગોપાંગ ઉતારી હતી. બુદ્ધદેવની પ્રજ્ઞાપારમિતા કહેવાય છે એ તો અત્યંત જાણીતી બીના છે. જીવનના એવા દસ પરમોદાત્ત ગુણો બુદ્ધધર્મે પ્રબોધ્યા છે. વિદ્વાન પંડિતજીએ પોતાની રીતે એ સર્વની અહીં સમજણ આપી છે. પણ આ પારમિતા શું માનવી એક જ જીવનમાં પ્રાપ્ત કરી શકે છે? બૌદ્ધધર્મ કહે છે એની તૈયારી પૂર્વજન્મોનાં કર્મકર્માતરો પર વિશેષ અવલંબે છે. પ્રજ્ઞાપારમિતાનું અમૂલ્ય બિરુદ પામેલા બુદ્ધદેવના પૂર્વજીવનની કથા એટલે જાતકકથા. આ કથાઓ મૂળ પાલીમાં લખાયેલી છે, અને પંડિતજી પાલી ભાષાના વિદ્વાન છે. આ કથાઓનું પાન કરવાનો લ્હાવો આ જ લેખક દ્વારા મળનાર છે એ આપણે માટે આનંદની વાત છે.) માણસમાત્રનું ધ્યેય વા સાધ્ય શાશ્વત આનંદ છે. તે માટે પ્રત્યેક માણસ અતૂટ પ્રયત્નો કર્યા જ કરે છે. પણ અશુદ્ધ સાધનોવાળા પ્રયત્નો કરવાથી કોઈ પણ માણસ નિર્ભેળ આનંદ મેળવી જ શકતો નથી. (૧) નિતાંત આનંદ માટે શુદ્ધ વિચારશક્તિની સૌથી પ્રથમ અપેક્ષા રહે છે. માણસ પોતાની પ્રજ્ઞાને બરાબર ન કેળવે અને સારાસારનો વિચાર કરવાનું સામર્થ્ય ન મેળવે, ત્યાં લગી એ સાત્ત્વિક આનંદની ઝાંખી કરી. શકવાનો નથી. બરાબર બુદ્ધિ કેળવાયા પછી અને સારાસારનો વિચાર કરવાની શક્તિ મળ્યા પછી પણ તે પ્રમાણે આચરણ ન થાય તો પણ વિશુદ્ધ આનંદને બદલે ભળતો જ આનંદ માણસને ફસાવી દે છે. એટલે પ્રજ્ઞાને કેળવવા સાથે મનમાં ઉદારતા લાવવાનો પણ વિશેષ અભ્યાસ પાડવો જોઈએ. (૨) ઉદારતા કેળવનારના મનમાં ત્યાગભાવ અને સહનશક્તિ એ બંને ગુણો વિકસવા જોઈએ. સહનશક્તિ વિકસવાથી આપણી દશા સમ કરી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ - સંગીતિ શકાય છે. કદી વિષમતા ખડી થાય તો પણ સહનશક્તિની કેળવણીના પ્રભાવથી એ વિષમતાને પળવારમાં દૂર કરી શકાય છે. કોઈના વિરુદ્ધ વા વિભિન્ન આચાર કે વિચાર આપણને લેશ પણ પજવી શકતા નથી અને સર્વ કોઈ સાથે આપણે મિત્રભાવે વર્તી શકીએ છીએ. ત્યાગભાવની ટેવ પાડવાથી આપણા મનમાં ધન વા બીજી જરૂરી ચીજોને છોડતાં જરા પણ અચકાવાપણું રહેતું નથી. આપણો જ ભાઈ ધન વગરનો હોય વા બીજાં સાધન તેને ન સાંપડેલાં હોય, તેની જાણ થતાં તરત જ ત્યાગભાવનો અભ્યાસી તે ભાઈ માટે ધનનો કે સાધન-વસ્તુઓનો ત્યાગ કરતાં ક્ષણ પણ વિલંબ નહિ કરે. માટે શાશ્વત આનંદ માટે પ્રજ્ઞાશોધનની પેઠે ત્યાગભાવનો પણ અભ્યાસ કરવાની સવિશેષ જરૂર રહે છે. આપણા પૂર્વજ સંતોએ પોતાના ભાઈઓનાં (તેમને મન તમામ આત્માઓ ભાઈઓ જ હતા). સુખો માટે ધન તો શું પણ પ્રાણો પણ તેમણે કાઢી આપ્યા છે. એ બધો પ્રભાવ ત્યાગભાવની ટેવો છે. ઉપર કહેલા ગુણો કેળવવા સાથે સાત્ત્વિક આનંદના ઇચ્છુકે પોતાનાં આચાર, પ્રવૃત્તિ, રહેણીકરણી પણ કેળવવાં જોઈએ. (૩) એમાં શીલસદાચારની પ્રધાનતાને બરાબર જાળવી રાખવી જોઈએ. માણસ બુદ્ધિમાન હોય અને સાથે ઉદાર પણ હોય છતાં તેનામાં સાદી રહેણીકરણી અને સંયમશીલ વૃત્તિ ન હોય તો તેના એ બંને ગુણો તેને મળ્યા ન મળ્યા જેવા છે. સંયમ વિનાના એ ગુણો ઉચ્ચ આનંદની પ્રાપ્તિમાં વિપ્ન સમાન છે. માટે પૂર્વોક્ત બંને ગુણો સાથે ત્રીજો ગુણ શીલ-સદાચારનો પણ જરૂર કેળવવો જોઈએ. ઉપરના ત્રણે ગુણો કેળવ્યા છતાં પણ શરીર અને મન નબળાં હોય, પગલે પગલે માણસ નિર્બળ થતો હોય અને જોખમનું કોઈ કામ આવી પડતાં જ કાયર બનતો હોય, તો તે ત્રણે ગુણો તદ્દન નકામા છે. (૪) એટલે પ્રજ્ઞાવિશોધન, ઉદારતા અને સદાચારના ગુણોનું ફળ ચાખવાની વૃત્તિવાળાએ શરીર અને મનને સવિશેષ સબળ રાખવાં જોઈએ. એમ કરવા માટે શરીરને કેળવવું જોઈએ અને મનની પણ તાલીમ લેવી જોઈએ. ટાઢ, તાપ, શરદી અને ગમે તેવું વાતાવરણ હોય તો પણ શરીર તેને વિના મૂંઝાયે સહી શકે. પોતાના ધ્યેયમાં એ આપત્તિઓ અંતરાય કરનારી ન થાય એટલું શરીરબળ શાશ્વત આનંદની પ્રાપ્તિ માટે કેળવ્યા સિવાય ચાલે જ નહિ. સાથે સાથે એવું જ દઢ મન પણ તૈયાર કરવું જોઈએ, Page #158 -------------------------------------------------------------------------- ________________ દસ પારમિતા ૦ ૧૩૭ જેથી કોઈ પણ વિપત્તિ સામે આવતાં તે જરા પણ પોતાના સાધ્યથી ચલિત ન થાય. જે માણસ સત્ય જ બોલે છે તેને રાજા હરિશ્ચંદ્રની પેઠે શારીરિક આપત્તિઓ અને માનસિક આઘાતો ઘણાં સહન કરવાનાં આવે છે. એવે વખતે શરીર અને મન ન કસાયાં હોય તો માણસ પોતાનું ધ્યેય ન ચૂકી જાય અને નિતાંત આનંદને બદલે કોઈ નરકાગારમાં જ પડી જાય. માટે શરીરબળ અને મનોબળ એ ઉક્ત ત્રણ ગુણો જેટલું જ જરૂરી છે. વર્તમાનમાં તો તમામ માણસોએ એ ભૂલવાનું નથી. (૫) આ સાથે ક્ષમાના ગુણને પણ ખૂબખૂબ કેળવવો ઘટે. માણસ ડાહ્યો હોય, દાની હોય, સદાચારી હોય અને શરીરે તથા મનથી પણ બળુકો હોવા છતાં, તે વાતવાતમાં ચિડાતો હોય, પોતાના ક્રોધના આવેશ ઉપર તેનો અંકુશ ન હોય અને જયાં-ત્યાં ગમે તે કારણે મિજાજ ગુમાવી દેતો હોય, તો તે પણ વિશુદ્ધ આનંદ પામી શકતો નથી માટે વિશુદ્ધ આનંદનો અનુભવ કરવાની ધારણાવાળાએ ક્ષમાનો ગુણ ખાસ કરીને કેળવવો જોઈએ. ક્ષમાના ગુણને કેળવવાથી કોઈ બહારનો આઘાત કે માનસિક આઘાત આપણને અડી જ શકતો નથી અને એની આપણા શરીર કે મન ઉપર કશી અસર પણ થતી નથી. ક્ષમાસ્વભાવી માણસ સદા પ્રસન્નમુખ હોય છે. (૬) આ સાથે માનવી જો સત્યને વિસરી જાય તો તો બધું એકડા વિનાના મીંડા જેવું જ છે. માટે જેનામાં ઉપરના પાંચ ગુણોનો મેળ હોય તેનામાં સત્યાગ્રહ ન હોય, સત્યને મેળવવા માટેની તમન્ના ન હોય અને સત્યને મેળવવા માટે જીવન પણ કુરબાન કરવાની વૃત્તિ ન પ્રગટે, તો શાશ્વત આનંદનું ધ્યેય ઘણું છેટું રહી જાય. માટે ઉક્ત પાંચ ગુણોની સાથે સત્યાગ્રહનો ગુણ પણ સવિશેષ રીતે માણસે પોતાના મનમાં કેળવવો જ રહ્યો. (૭) આ સાથે મિત્તી એ સવ્વપૂપસુની વૃત્તિ પણ ચિત્તમાં મજબૂત રીતે કેળવાવી જોઈએ. એટલે કે “તમામ મનુષ્યો–પછી ભલે તે ગમે તે દેશના, ગમે તે જાતના, ગમે તે રંગના કે ગમે તે ભાષા બોલનારા વા ગમે તેવો આચારવિચાર ધરાવનારા હોય, –મારા મિત્રો છે અને તેમનો પણ હું એક અદનો મિત્ર છું. માણસો તો શું પણ પશુઓ, પક્ષીઓ, કીટપતંગો, કીડીમંકોડાઓ અને ઝાડપાન, પાણી, હવા, આગ,માટી વગેરે તમામ ચેતનામય તત્ત્વો પણ મારા મિત્રો છે અને હું પણ તેમનો મિત્ર છે. અર્થાત્ તમામ સૃષ્ટિ મારા મિત્રરૂપ છે અને તમામ સૃષ્ટિનો હું સખા છું. મારે કોઈની પણ સાથે વૈરવિરોધ નથી—એ જાતની ભાવના કેળવ્યા વિના ઉપર કહેલા Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ • સંગીતિ તમામ ગુણો નકામા નીવડે છે અને પૂર્ણ આનંદનો માર્ગ ભુલાઈ જાય છે. એટલે આ સાતમો મૈત્રી-વૃત્તિનો ગુણ વારંવાર મનન કરી મનમાં એવો જમાવી દેવો જોઈએ, જેથી આપણે કોઈના દુઃખનું કારણ ન બનીએ અને અન્ય કોઈ દુઃખનું કારણ જણાય, તો તે મિત્ર તરફથી આવેલું દુઃખ સમજી તેને હસતા વદને સહી લઈએ. (૮) આમ સાત ગુણો કેળવ્યા પછી પણ કોઈ પણ સચેતન કે અચેતન પદાર્થમાં આપણી આસક્તિ હોય તો મૂઆ નહિ ને પાછા થયા જેવું જ થાય. એટલે આસક્તિ હોય તો આપણામાં લોભ, કામ, દ્વેષ વગેરે દુર્ગુણો રહેવાના જ. લોભ, કામ, વૈષ એ બધા જ આસક્તિનાં સંતાન છે. એટલે ઉપરના સાત ગુણોવાળા આપણા મનમાં ક્યાંય આસક્તિ ભરાઈ પડી હોય, તો એ સાતે ગુણો દુર્ગણો જ બની જવાના અને ચિરકાલીન આનંદ માટેનો આપણો પ્રયત્ન ચિરકાલીન દુઃખનું ફળ લાવવાનો. તેથી એ બરાબર સમજી લેવું જોઈએ કે આપણા તમામ વ્યવહારમાં–લાભમાં, અલાભમાં, સુખમાં, દુઃખમાં, ભોજનમાં, લાંઘણમાં, સ્વજનમાં કે પરજનમાં એમ તમામમાં–આપણે જાગૃતિ સાથે અનાસક્તિ કેળવવી જોઈએ અને મનને સર્વત્ર અનાસક્ત રહેવાની ટેવ પાડી દેવી જોઈએ. એમ થાય તો જ આપણે માટે સાત્ત્વિક આનંદનાં પગથિયાં ચડવાં સહેલાં થઈ જશે; નહિ તો એ માટે એ પગથિયું તો શું પણ પગથિયાંનો સોમો ભાગ પણ આપણે કદી પણ નહિ ચડી શકીએ. (૯) આ પછી આપણે આપણી ધ્યેયસિદ્ધિ માટે એ અનાસક્ત મનની વિશેષ દઢતા માટે ઉપેક્ષાવૃત્તિને પણ કેળવવી પડશે. આપણો અંગત વ્યવહાર હોય, કુટુંબનો વ્યવહાર હોય કે સમાજનો વ્યવહાર હોય, તે તમામ વ્યવહારમાં આપણે કર્તવ્યબુદ્ધિથી પ્રવૃત્તિ કરતા હોઈશું અને સાથે જ ઉપેક્ષાવૃત્તિને પણ કેળવ્ય રાખીશું, જેથી આપણે ક્યાંય રાગદ્વેષમાં નહિ લપસી પડીએ, બંધનમાં નહિ પડી જઈએ અને બરાબર દઢપણે આપણે તમામ વ્યવહાર શોક અને મોહ દૂર કરી ચલાવી શકીશું. આપણે આપણા કોઈ સ્વજનને તેના હિત માટે થોડી શિખામણ આપી. તેને તે પ્રમાણે વર્તવાનું આપણને વચન પણ આપ્યું છતાં તેના શરીર અને મનની પૂરી તૈયારી ન હોવાથી તે તે પ્રમાણે વર્તી શકતો નથી. એ જોઈ આપણે દુઃખ ૧. દુષ્ટ એ ક્રૂર માણસોની પ્રવૃત્તિ જોઈને તેમના તરફ દોષબુદ્ધિ કે રોષ ન કરતાં તટસ્થ વૃત્તિ કેળવવી–આ પણ ઉપેક્ષાવૃત્તિ કહેવાય છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ દસ પારમિતા ૦ ૧૩૯ માઠું લગાડીએ અને તેના તરફ ઠપકાભરી નજરે જોવા લાગીએ તો પરિણામે આપણી વૃત્તિ તેના તરફ ઢષવાળી પણ બની જાય. એ સ્થિતિ ન આવે તેટલા માટે જ આ નવમો ગુણ ઉપેક્ષાવૃત્તિ કેળવવાનો છે. આપણે એમ સમજીએ કે એ ભાઈ પોતાના સંસ્કારને ઠીક ન કરી શકે, ત્યાં સુધી કોઈની પણ શિખામણ તેને અડી જ ન શકે. ભલે પછી શરમના માર્યા પોતાના વડીલને કે માનનીયને તેમની શિખામણ પ્રમાણે વર્તવાનાં વચનો આપે, પણ તે ભૂમિકા શુદ્ધ ક્ય સિવાય તે પ્રમાણે વર્તી જ શકવાના નથી. એટલે એમની પાછળ જ પડવું અને છાશવારે ને છાશવારે તેમને બોધ આપવા બેસી જવું, એ બોધ આપનાર અને બોધ સાંભળનાર એમ બંનેને હાનિરૂપ છે. ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો એમ સમજવું ઘટે કે એ ભાઈ ઉપર હજી સુધી ઈશ્વરાનુગ્રહ થયો નથી. કર્મ કે પુરુષાર્થમાં વિશ્વાસ હોય તો એમ જાણવું જોઈએ, કે હજુ સુધી એ ભાઈ કર્મવશ છે અને એથી જ તેઓ આવી રૂડી વાતને આચારમાં મૂકવાનો પુરુષાર્થ કરી શકતા નથી. આપણે તો કોઈના સારા માટે ફક્ત નિમિત્તરૂપ થઈ શકીએ. બાકી કરવું ન કરવું, આચરવું ન આચરવું એ તો બીજાના હાથની વાત છે. આમ સમજી આપણે આપણી સત્યવૃત્તિ જરૂર ચાલુ રાખીએ પણ કોઈ વ્યક્તિ પ્રત્યે, કુટુંબ પ્રત્યે વા સમાજ પ્રત્યે કોઈ તિરસ્કારનો ભાવ ન કેળવીએ. આ ઉપેક્ષાવૃત્તિની કેળવણીનું પરિણામ છે. એટલે શાશ્વત આનંદના સાધકે આ નવમો ગુણ પણ મેળવવો ઘણો જરૂરી છે. (૧૦) હવે છેલ્લો અને દસમો ગુણ આપણી પ્રતિજ્ઞાઓની દઢતાનો છે. આપણે વિશુદ્ધ આનંદની પ્રાપ્તિના લક્ષ્યની સિદ્ધિ માટે જે જે બાહ્ય આચારો અને નિયમો ખાવા-પીવાના, બોલવા-ચાલવાના, સૂવા-બેસવાના અને વિનોદ-વિલાસના નિયમો પાળવાના હોય તે તમામ નિયમોને દઢપણે વળગી રહેવું જોઈએ; એ નિયમોનો લેશ પણ ભંગ ન થવા દેવો જોઈએ અને આપણી જાત માટે તેમાં એક પણ અપવાદ ન રાખતાં બરાબર ચુસ્તપણે-કડકપણે એનું ધ્યાનપૂર્વક અને સમાજ સાથે અક્ષરશઃ પાલન કરવું જોઈએ. એ બાહ્ય નિયમો કે આચારો પાળવા સાથે જે જે આંતરવૃત્તિઓ (આંતરનિયમો-આચારો) કેળવવાના-પાળવાના હોય, તે તમામને એક ઝોડની જેમ વળગી રહેવું જોઈએ. જાણતાં એટલે આપણી શુદ્ધિ હોય ત્યાં સુધી તો એક પણ ચૂક ન થવી જોઈએ. એવી આપણી અડગતા હોય તો આપણે અનાયાસે આપણા લક્ષ્ય સાત્ત્વિક આનંદ મેળવી શકીશું. અત્યારે જે વિશુદ્ધ આનંદ આપણને કાગળ ઉપર મળે છે, તે આપણા આત્મારૂપ થઈ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ • સંગીતિ જશે, અને એનું સુખ આપણે તો માણીશું પણ આપણા તમામ બંધુઓને પણ એ સુખમાં ભાગીદાર બનાવી શકીશું. મારી નમ્ર સમજ પ્રમાણે ઉપર જે દસ ગુણો વિશે લખવામાં આવ્યું છે, તે દસે ગુણો મેળવવા માટે આપણે જરૂર પ્રયત્ન કરીશું અને શાશ્વત આનંદના વાચનનું શુભ પરિણામ ભોગવી શકીશું. ઉપર જે દસ ગુણો જણાવેલા છે, તેમાંના કેટલાક તો એકબીજામાં સમાઈ જાય તેવા છે. છતાં કેવળ સ્પષ્ટતા ખાતર એ એકબીજામાં સમાઈ જતા ગુણોને પણ પ્રધાનતા આપવા માટે અહીં જુદા જુદા ગણાવેલા છે. એટલે સાત્ત્વિક આનંદની પ્રાપ્તિની ઇચ્છાવાળો વાચક એ લખાણમાં પુનરુક્તિ ન ગણતાં તે તે ગુણોની મહત્તા અને આવશ્યકતા પર જ પોતાનું ધ્યાન ઠેરવશે. બૌદ્ધ ગ્રંથોમાં એ ગુણો માટે “દસ પારમિતા' શબ્દ યોજેલો છે. બુદ્ધ થનાર ઉમેદવારે પોતાના પૂર્વના જીવનમાં એ દસે પારમિતાઓ કેળવી હોય તો જ તે પરિણામે બુદ્ધ બની શકે છે. બુદ્ધ થનારો કોઈ આત્મા અકસ્માત બુદ્ધ બની શકતો નથી અથવા તે કાંઈ એમ ને એમ અધ્ધરથી ટપકી પડતો નથી. જેણે પોતાના પૂર્વજીવનમાં એ પારમિતાઓ પૂરેપૂરી કેળવેલી હોય, તે જ બુદ્ધપદને લાયક થઈ શકે છે. “પારમિતા' શબ્દની વ્યુત્પત્તિની ચર્ચામાં અહીં પડવાની જરૂર નથી. પણ તેનો ભાવાર્થ એ છે કે ગુણને તેની પૂર્ણતા સુધી, તેના પાર સુધી કેળવીને પોતામાં પ્રકટ કરવો; જેમ કે દાનપારમિતા એટલે દાનગુણને એટલી હદે કેળવવો કે કોઈ દુઃખી-અર્થી પોતાનું ધન, રાજય કે બીજો વૈભવ માંગવા આવે તો તેને તમામ પ્રસન્ન મુખે આપી દેવું; એટલું જ નહિ પણ શરીરનો કોઈ ભાગ-આંખ વગેરે અવયવો પણઆપી દેવાની જરૂર પડે, અથવા કદાચ એટલેથી પણ કામ ન સરે અને આખું શરીર જ આપી દેવાની ફરજ આવી પડે, તો તે પણ વગર આનાકાનીએ પ્રસન્નતાપૂર્વક આપી દેવાય એવી જે મનોવૃત્તિ કેળવવી તેનું નામ દાનપારમિતા કેળવી કહેવાય. ભારતને આઝાદ કરવામાં જે જે શુદ્ધ સત્યાગ્રહીઓએ પોતાનાં શરીર સુધ્ધાંનો જે ભોગ આપેલો છે, તે આ દાનપારમિતામાં આવી શકે. વધારે સમજ માટે પ્રજ્ઞાપારમિતાને સમજાવી દઉં : પ્રજ્ઞા એટલે બુદ્ધિ. અર્થાત્ બુદ્ધિના ગુણને એટલી હદ સુધી કેળવવો જોઈએ કે તે તમામ પ્રવૃત્તિના ગુણદોષ બરાબર જાણી શકે. તેનાં પરિણામો પણ સમજી શકે અને વ્યવહારના કે પરમાર્થના તમામ કોયડા તે બરાબર ઉકેલી શકે, જેથી પોતાની ઉચ્ચોચ્ચ આનંદની સાધનામાં તે બુદ્ધિબળ બરાબર ખપ Page #162 -------------------------------------------------------------------------- ________________ દસ પારમિતા ૦ ૧૪૧ લાગે. પ્રજ્ઞાપારમિતાએ પહોંચેલો મનુષ્ય સ્વયં પ્રતિભાસંપન્ન, પ્રખર પ્રતિભાસંપન્ન હોય. તે કોઈ ઢોંગથી કે બીજી ગમે તેવી લાલચથી કદી પણ ન ભોળવાય. એટલું જ નહિ પણ તે પોતાની બુદ્ધિના પ્રભાવે પોતાનાં સ્વજનોને, પોતાના તમામ વ્યવહારોને અને સામાજિક કાર્યોને પણ બરાબર થાળે પાડે, જેથી તેમાં ઝઘડા કે સંતાપ ઊભા ન થાય ને તેમને બરાબર ચલાવે. બૌદ્ધ ગ્રંથોમાં એ દસ પારમિતાઓનો ક્રમ આ પ્રમાણે છે : (૧) દાનપારમિતા, (૨) શીલપારમિતા, (૩) નષ્કર્મપારમિતા, (૪) પ્રજ્ઞાપારમિતા, (૫) વીર્યપારમિતા, (૬) ક્ષાંતિપારમિતા (૭) સત્યપારમિતા, (૮) અધિષ્ઠાનપારમિતા, (૯) મૈત્રીપારમિતા અને (૧૦) ઉપેક્ષાપારમિતા. મેં અહીં આ ક્રમ થોડો બદલ્યો છે અને તે આ પ્રમાણે છે : (૧) બુદ્ધિના ગુણનો વિકાસ-પ્રજ્ઞાપારમિતા, (૨) ઉદારતાના ગુણનો વિકાસદાનપારમિતા, (૩) સદાચાર અને સંયમના ગુણનો વિકાસ-શીલપારમિતા, (૪) શરીરબળ અને મનોબળના ગુણનો વિકાસ–વીર્યપારમિતા, (૫) ક્ષમાના ગુણનો વિકાસ, ક્ષમાપારમિતા–ક્ષાંતિપારમિતા, (૬) સત્યાગ્રહના ગુણનો વિકાસ–સત્યપારમિતા, (૭) મૈત્રીના ગુણનો વિકાસ–મૈત્રીપારમિતા, (૮) અનાસક્તિગુણનો વિકાસ–ગ્નષ્કર્મપારમિતા, (૯) અનાસક્તિના ગુણની દઢતા માટે ઉપેક્ષાના ગુણની ખિલવણી–ઉપેક્ષાપારમિતા અને (૧૦) વ્રતમાં દઢતાના ગુણની ખિલવણી–અધિષ્ઠાનપારમિતા. મેં જે મારો ક્રમ ગોઠવ્યો છે તે માત્ર મારી બુદ્ધિ અનુસાર છે. આ જમાનામાં જયાં-ત્યાં પાખંડો ઊભરાવા મંડ્યાં છે. ધર્મમાં શું કે વ્યવહારમાં શું, જયાં જોઈએ ત્યાં અનેક વાદો અને પંથો નવાનવા પેદા થવા લાગ્યા છે. તેમાંથી બચવા અને પોતાની સનિષ્ઠા કાયમ રાખવા મને બુદ્ધિના ગુણની ખિલવણીને વિશેષ અગત્ય આપવાનું ઉચિત જણાયું છે, માટે જ મેં અહીં પ્રજ્ઞાપારમિતાને પ્રથમ સ્થાન આપેલું છે. પછી તો જે જે પારમિતાઓ આપેલી છે તેમાં ક્રમનો વિશેષ ફેરફાર કરેલો નથી. છતાં થોડો ફેર તો જરૂર કરેલ છે. આમાં ક્યાંય વિશેષ હાનિકારક ચૂક થઈ છે એમ કોઈ વાચકને જણાય, તો તેઓ મને જરૂર સૂચવશે એટલે મને તેમનું સૂચન વાજબી જણાશે, તો જરૂર ફેરફાર કરીને સુધારીશ, તેમ જ તેમનું ઋણ પણ નહિ. ભૂલું. બાકી તો “મુદ્દે મુશ્કે તમન્ના' એ તો છે જ. આ પારમિતાઓની સમજ આપ્યા પછી હવે પછીના અંકોમાં એ દરેક Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ૦ સંગીતિ પારમિતાઓ વિશે મહાસંત બુદ્ધમહર્ષિની વાતો લખવાની છે. એ વાતો મૂળ પાલિ ભાષામાં (માગધી ભાષામાં) લખાયેલાં જાતકોમાં આપેલી છે. તે ઘણું કરીને સાતસો જેટલી છે. તેમાંની જે વિશેષ રુચિકર અને વાચકને પ્રેરક થઈ શકે એવી હશે, તેમને અહીં અગ્રસ્થાન આપનાર છું. સૌથી પ્રથમ મહર્ષિ બુદ્ધે પોતાના પૂર્વજીવનમાં કેવા કેવા પ્રસંગે એ પ્રજ્ઞાપારમિતા કેળવી હતી અને તેથી તેમને સુખપ્રાપ્તિમાં કેવી સગવડ મળી હતી, તે વિશે સારગ્રાહી કથાઓ આલેખવાનો છું. તેનો મૂળ આધાર ઉપર જણાવેલાં જાતકો—જાતકકથાઓ છે. મારી ધારણા છે કે સ્વાસ્થ્ય બરાબર રહ્યું તો સમગ્ર જાતકકથાઓ રુચિકર થાય એ રીતે સારરૂપે અને પારમિતાના ક્રમે ‘અખંડ આનંદ’ના વાચકોને પૂરી પાડું, અને એવી પણ ઉમેદ છે કે એના લખાણથી મને પોતાને ચિત્તશુદ્ધિનો મોટો ગુણ સાંપડે અને વાચકોને પણ એ ગુણ સાંપડે; કારણ કે સ્વાધ્યાય મોટો લાભ કરે છે. લખનારને પણ સ્વાધ્યાય કરવો પડે છે અને વાચનારને પણ સ્વાધ્યાય કરવો પડે છે. ‘શિવમસ્તુ સર્વનાતઃ ।' – અખંડ આનંદ, ફેબ્રુ. - ૧૯૪૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ધમ્મપદની ઉપમાઓ જ્યારે તત્ત્વનું ચિંતન કરવાનું હોય છે વા તત્ત્વનું ચિંતન બીજાઓને સમજાવવાનો પ્રસંગ આવે છે, ત્યારે અનેક બીજી સર્વાનુભૂત હકીકતોના દાખલા સ્મરણમાં આવી જાય છે અથવા લોકોને એવા દાખલા આપવામાં આવે છે. આ દાખલા એટલા બધા પ્રસિદ્ધ હોય છે કે જેને આ-બાળગોપાળ જાણતા હોય છે. મૂળ વિચાર અને આ સર્વાનુભૂત હકીકતો વચ્ચે પરસ્પર સમાનતા બતાવીને મૂળ વિચારને સમજાવવો વધારે સુલભ વા સુકર લાગે છે. આમ એકબીજી ઘટના વચ્ચે પરસ્પર સમાનતા બતાવવાનું નામ ઉપમા છે. કવિઓ પોતાનાં કાવ્યોમાં પ્રસંગે પ્રસંગે વિવિધ પદાર્થોનું વર્ણન કરતાં વા વિવિધ હકીકતોનું વર્ણન કરતાં ઉપમાનો પ્રયોગ કરતા આવ્યા છે, તેમ તત્ત્વચિંતકો પણ એ જ ઉપમાઓનો તત્ત્વવિચારો સાથે પણ પ્રયોગ કરતા આવ્યા છે. અલંકારશાસ્ત્રમાં જેટલા અલંકારો ગણાવેલા છે, તેમાં મૂળભૂત આ ઉપમા અલંકાર છે, અથવા સર્વ અલંકારોની માતા આ ઉપમા જ છે એમ કહીએ તો કહી શકાય. વેદોમાં પણ કોઈ પ્રસંગે જડ બ્રાહ્મણને દેડકા સાથે સરખાવેલ છે. જેમ દેડકો અર્થ વગરનું ડ્રાઉં ડ્રાઉં કરતો રહે છે, તેમ અર્થને સમજ્યા વગર જે માત્ર વેદપાઠ કર્યા જ કરે છે, તેને દેડકા સાથે સરખાવીને એ હકીકતને વધારે સ્પષ્ટ કરવામાં આવેલ છે. કવિ કુલગુરુ કાલિદાસે પોતાના રઘુવંશમાં પ્રથમ જ શ્લોકમાં મહાદેવ અને પાર્વતીનો પરસ્પર અભેદ બતાવવા તેમને શબ્દ અને અર્થની સાથે સરખાવેલ છે. જેમ વાણી અને અર્થ પરસ્પર સંબદ્ધ છે, પરસ્પર સંપર્ક ધરાવે છે, તેમ પાર્વતી અને પરમેશ્વર એટલે મહાદેવ પણ એકબીજા એવો જ અભેદ સંબંધ પરસ્પર ધરાવે છે. ‘વાળાઁવ સંવૃત્તી પાર્વતી-પરમેશ્વરનૈ' આમાં પાર્વતી અને પરમેશ્વરના પરસ્પરના સંબંધને વાણી અને અર્થના પરસ્પરના સંબંધ સાથે સરખાવીને તેને વિશેષ સ્પષ્ટ રીતે સમજાવેલ છે. આ જ રીતે ધમ્મવમાં પણ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ • સંગીતિ બુદ્ધ ભગવાનના વિચારોને સમજાવવા સારુ અનેક સ્થળે પ્રસિદ્ધ પ્રસિદ્ધ હકીકતોને મૂળ વિચાર સાથે સરખાવીને વિશેષ વિશદ રીતે સમજાવેલ છે. એ હકીકત આ લખાણમાં આવવાની છે. ધમ્મપદના કયા વર્ગની કઈ ગાથામાં કેવી કેવી ઉપમાઓ બતાવેલ છે તેનું વિગતવાર વર્ણન આ લેખમાં છે. સૌથી પ્રથમ યમકવર્ગમાં શરૂઆતની ગાથામાં શુભ સંકલ્પો અને અશુભ સંકલ્પો વિશે ચર્ચા છે. ગ્રંથકારને એમ કહેવાનું છે કે જે માણસ શુભ સંકલ્પો કરે છે તેને સુખ કદી છોડતું નથી–જેમ પડછાયો અને પદાર્થ પરસ્પર સદા સાથે જ રહે છે. પડછાયો પદાર્થ વિના કદી હોતો નથી તેમ શુભ સંકલ્પ કરનાર કદી પણ સુખ વિના રહી શકતો નથી. આ હકીકતને સમજાવવા ધમ્મપદનો કર્તા કહે છે કે “મની વે પ્રસન્નેન માસતિ વા કરોતિ વા તો તે સુમતિ છીયેવ બનાવની' અર્થાત્ જે મનુષ્ય પ્રસન્ન મન રાખીને બોલે છે અથવા જે કાંઈ પ્રવૃત્તિ કરે છે, તેની પાછળ સુખ સદા ચાલ્યા જ કરે છે–જેમ પદાર્થનો પડછાયો પદાર્થની પાછળ પાછળ નિરંતર ચાલ્યા જ કરે છે. અહીં પ્રસન્ન એટલે સમદર્શી સમભાવયુક્ત મન એમ સમજવાનું છે. આથી ઊલટું જે માણસ અપ્રસન્ન મન વડે એટલે વિશેષ દુષ્ટતાયુક્ત મન રાખીને જે કાંઈ બોલે છે અથવા જે કાંઈ પ્રવૃત્તિ કરે છે. જેમ ગાડામાં જોડેલો બળદ જ્યારે ચાલે છે ત્યારે તેની પાછળ ગાડાનું પૈડું ચાલ્યા જ કરે છે. મનસા વે પર બાસતિ વી કરોતિ વા તો તું તુવરHવેતિ વર્ષ વ વદતો પર્વ | આ રીતે પડછાયો અને પદાર્થનો તથા બળદ અને પૈડાંનો દાખલો આપવાથી માણસ સાથે દુઃખ અને સુખનો સંબંધ વધુ સ્પષ્ટ થાય છે. આ ઉપમા આબાળગોપાળ સૌને જાણીતી છે. શ્રી બુદ્ધ ભગવાન જગતના નાના મોટા તમામ પદાર્થોને જોઈને કેવી સૂક્ષ્મ રીતે વિચારતા હતા એ વાત પણ આ હકીકતથી આપણા ખ્યાલમાં આવી શકે છે. પછી એ જ વર્ગમાં સાતમી ગાથામાં પવન અને દૂબળા વૃક્ષની ઉપમા આપીને એમ જણાવેલ છે કે જેમ પવન દૂબળા વૃક્ષને મૂળથી ઉખેડી નાખે છે, તેમ જે માનવ ખાવાપીવામાં માપ રાખતો નથી અને મોજમાં આવે તેમ જ્યારે ખાવાનું મન થાય ત્યારે પ્રમાણનું ધ્યાન રાખ્યા વગર ખાધા કરે છે અને પીધા કરે છે, તે માનવને તેનો સ્વછંદ જ, તેની વાસના જ મૂળથી ઉખેડી નાખે છે; એટલે કે તેનો પોતાનો વિનાશ તેની વાસના દ્વારા જ થાય છે : પોનનષ્કિ અમથું છુસીત હીનવરિએ તે વે પતિ મારો વાતો વર્ષ ૨ ટુવ્વતં | જે મનુષ્ય પોતાના Page #166 -------------------------------------------------------------------------- ________________ ધમ્મપદની ઉપમાઓ ૦ ૧૪૫ ખાનપાનનું માપ જાણતો નથી, તે આળસુ થાય છે અને આળસુ થવાથી સામર્થ્ય વગરનો બને છે; આવી સ્થિતિમાં તેનું મન તેના પોતાના કબજામાં રહી શકતું જ નથી. તેથી જેમ પવન દૂબળા ઝાડને ઉખેડી નાખે છે તેમ તે માણસને તેની પોતાની પ્રવૃત્તિ જ વિનાશ તરફ ધકેલે છે. પછી એવે ટાણે તે કશું વિચારી કે સમજી શકતો જ નથી. એટલે માણસે જો સુખી થવું હોય તો પોતે પોતાના મનને કબજે રાખવાનો થોડો થોડો અભ્યાસ કરવો જોઈએ. આ પછીની ગાથામાં આથી બરાબર ઊલટી હકીકત આપીને પવન તથા શિલામય પર્વતનો દાખલો બતાવેલ છે. જેમ પવન એવા શૈલ પર્વતને જરા પણ કંપાવી શકતો નથી. તેમ જે માણસ ખાનપાનમાં બરાબર નિયમિત છે, માપસર જ ખાય છે અને પીએ છે, ગમે તેવું સ્વાદિષ્ટ ખાણું કે પીણું આવ્યું હોય તો પણ તેને બરાબર માપસર જ લે છે, તે માણસ પૂરી શ્રદ્ધાવાળો હોઈ કદી આળસુ હોતો નથી, અને આળસ તેનાથી દૂર રહેતી હોવાથી તે બરાબર સારી રીતે શક્તિસંપન્ન હોય છે, શક્તિનો સદુપયોગ કરનાર હોય છે. તેથી આવા વીર્યશાળી માણસને તેની વાસના જરા પણ હેરાન કરી શકતી નથી; જેમ પવન પર્વતને મુદ્દલ હલાવી શકતો નથી : મોલમ્ફ 7 મત્તબું સર્જ આન્દ્વવીરિયં તું ને ન વ્વસતિ મારો વાતો સેલ્લું વ પનતં ! આમાં એક ધ્યાન રાખવાની વાત એ બતાવેલ છે, કે ધૂળનો ભારે મોટો કોઈ ઢગલો હોય તો પવન તેને પોતાના ઝપાટાથી આકાશમાં ઉડાડી મેલે છે; પણ આ તો શિલામય અર્થાત્ પાષાણોથી ભરપૂર પર્વત છે, તેને પવન જરા પણ હલાવી શકતો નથી, એ બતાવવા પર્વત સાથે ‘શૈલ’ શબ્દને જોડ્યો છે. અર્થાત્ જે માણસ ખાનપાનમાં માપને સમજે છે તે માણસ શિલામય પર્વત જેવો ભારે મજબૂત હોય છે. આથી આગળ તેરમી અને ચૌદમી ગાથાઓમાં બરાબર છાયેલ ધરની અને બરાબર નહીં છાયેલ ઘરની ઉપમા આપીને ચિત્તની પરિસ્થિતિ સમજાવેલ છે. જે માણસે નિરંતર ટેવ પાડી પાડીને પોતાના ચિત્તને બરાબર કબજામાં રાખેલ છે અને અમુક સદ્ભાવનાઓ કરી કરીને બરાબર ભાવિત કરેલ છે તે માણસની વાસના તેને વીંધી શકતી નથી. જેમ ઘર સારી રીતે છાયેલ હોય, તેના છાપરામાં ક્યાંય કાણું ન હોય તો વરસાદ એ ઘરને વીંધી શકતો નથી, તેમ ભાવિત ચિત્તવાળો માણસ પોતાની વૃત્તિઓથી જરા પણ વીંધાતો નથી. યથા ઝાં સુઘ્ધાં વુદ્ધિ ન સમતિવિતિ । એથી ઊલટું જે માણસ પોતાના ચિત્તને બરાબર સમજી કબજામાં રાખવાની ટેવ પાડતો નથી અને સદ્વાચન, સત્સંગ વગેરેના Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ - સંગીતિ સંનિધાન દ્વારા પોતાના ચંચળ ચિત્તને સ્થિર રાખવાની ભાવનાઓ, સંકલ્પો કરતો નથી અને એવા સંકલ્પો અનુસાર પ્રયત્ન કરતો નથી, તે માણસની પોતાની વૃત્તિનો વેગ તેને વીંધી નાખે છે અને એવો પરવશ થયેલો માનવી સારાસારનો વિચાર કરી શકતો નથી–જેમ ઘર સારી રીતે છાયેલ ન હોય, તેના છાપરામાં ઠેકઠેકાણે અનેક કાણાં પડ્યાં હોય તો વરસાદ પોતાની જોરદાર ધારાઓ વડે તે ઘરને વીંધી નાખે છે. યથા મા કુછદ્મ પુષ્ટિ સમિતિવિતિ | આથી આગળ ૧૯મી ગાથામાં એમ કહેવું છે કે જે માણસ ધર્માચરણ વિશે, સદાચરણ વિશે, સંયમાદિક સાધનો વિશે પોતાના હિતને લક્ષ્યમાં રાખીને જો વારે વારે બોલ બોલ જ કરે, મોટાં મોટાં ભાષણો કરે અને સભાઓને ગજવી મૂકે તો તે ગાજયા મેઘ જેવો છે. એવો માણસ, જેમ પારકી ગાયોને એક-બે-ત્રણ એમ ગણગણ કરતો ગોવાળ ગાયનો સ્વામી થઈ શકતો નથી, તેમ કદી પણ પોતાના હિતનો, સદાચરણનો કે સંયમ વગેરે સાધનો દ્વારા પોતાના વિકાસનો ભાગી થઈ શકતો નથી. માપો વ ાવો અર્થ परेसं न भागवा सामञ्जस्स होति । આ પછી બીજા અપ્રમાદ-વર્ગની ઉપમાઓ આ પ્રમાણે છે : શ્લોક આઠમો : પબૂતરો મુખ્યદ્દે ધીરો વાને વેવતિ | અર્થાત્ માનવ જયારે પોતાનાં અસંયમ, સ્વછંદ અને પ્રમાદ વગેરેને સંયમ વડે, પુરુષની આજ્ઞાને અધીન રહીને અપ્રમાદ વડે હાંકી કાઢે છે, ત્યારે સમતાયુક્ત પ્રજ્ઞાના પ્રાસાદ ઉપર ચડી શકે છે, અને ત્યાં ચડેલો તે, અજ્ઞાન મનુષ્યો તરફ કરણાભાવે વા મધ્યસ્થભાવે નજર ફેરવે છે, જેમ પર્વત ઉપર ચડેલો મનુષ્ય જમીન ઉપર રહેલા માણસોને જાણે તેઓ તદન ઠીંગણાં હોય એમ જુએ તેમ. શ્લોક નવમામાં અવતરૂંવ સીધો ઉહત્વા યતિ સુધો | અર્થાત જેમ ઘોડદોડમાં નબળા ઘોડાઓને પાછળ રાખી શીઘગામી ઘોડો આગળ નીકળી જાય છે, તેમ પ્રમાદી માણસોને પાછળ રાખીને અપ્રમાદી બુદ્ધિમાન માણસ આગળ નીકળી જાય છે. એ હકીકત આ સચોટ ઉપમા દ્વારા સ્પષ્ટ કરી છે. શ્લોક અગિયારમામાં સંથોનનું આખું ચૂર્વ યુદં ૩ીવ છત ! એટલે જેમ અગ્નિ પોતાના માર્ગમાં આવતા નાનામોટા, જાડાપાતળા, તમામ પદાર્થોને બાળતો ચાલ્યો જાય છે તેમ અપ્રમાદી સંયમી માનવ, પોતાની સાધનામાં આવતાં તમામ નાનાંમોટાં બંધનોને કાપતો આગળ ને આગળ વધ્યે જ જાય છે. ત્રીજા ચિત્તવર્ગમાં પ્રથમ શ્લોકમાં ૩૬ કરોતિ મેધાવી સસુરો વ Page #168 -------------------------------------------------------------------------- ________________ ધમ્મપદની ઉપમાઓ ૦ ૧૪૭ તેનનું છે અર્થાત્ જેમ બાણ ઘડનારો કારીગર વળી ગયેલા કે મરડાઈ ગયેલા બાણને સીધું, પાંસરુંદોર કરી દે છે તેમ બુદ્ધિમાન આત્માર્થી પોતાના વાંકા થયેલા વા ઠરડાઈ ગયેલા ચિત્તને અભ્યાસ દ્વારા ઘડીઘડીને એકદમ સીધું સરળ બનાવી દે છે. બીજા શ્લોકમાં વારિનો વ ચત્તે faો મોત ૩૦મતો | એટલે પાણીમાં રહેતા માછલાને પાણીમાંથી બહાર કાઢતાં તે જેમ વારંવાર તરફડ્યા કરે છે, જરા પણ સ્થિર રહી શકતું નથી, તેમ ખાવાપીવાની, ભોગવિલાસની અને એવી બીજી અનેક હાજતોની ઘરેડમાં ટેવાઈ ગયેલ ચિત્તને જ્યારે તે ટેવોમાંથી બહાર કાઢવાનો થોડો પણ પ્રયાસ કરવામાં આવી છે, ત્યારે તે ચિત્ત વારંવાર ફફડાટ કર્યા કરે છે અને તે કેમે કરીને સ્થિર ન થતાં આત્માર્થીને ભારે વ્યાકુળ કરી મૂકે છે. કોઈ દરદી હોય, એને ખાવાપીવાની એવી ભયાનક ટેવો પડેલી હોય અને એને જ પરિણામે તે ભયંકર વ્યાધિમાં સપડાઈ ગયો હોય, ત્યારે તે જ્યારે વૈદ્ય પાસે જાય છે, ત્યારે વૈદ્ય સૂચના આપે છે કે હવે તારે અને મરણને ઝાઝું છેટું નથી. છતાં જો જીવવું જ હોય તો ખાવાપીવા વગેરેમાં ખાસ મર્યાદા જાળવવી પડશે, નહીં તો મરણને ભેટવા તૈયાર રહેવું પડશે. આવી પરિસ્થિતિમાં પણ એવા શૂરા દરદીઓ મળી આવે છે કે જેઓ મરણને ભેટવા તૈયાર થાય છે, પણ ચિત્તને સંયમમાં રાખવા પુરુષાર્થ કરી શકતા નથી. આઠમી ગાથામાં માછલાની પેઠે તરફડતા અને વકરાવી મૂકેલા ચિત્તવાળા માણસના શરીરને ધૂપ અર્થાત્ માટીના કાચા ઘડા જેવું કહ્યું છે અને ચિત્તને નામે એટલે મોટા નગર જેવું કહ્યું છે. ઘડો અને નગર આ બેમાં ઘડા કરતાં નગર વિશેષ મૂલ્યવંત છે. એટલે ઘડો નાશ પામે તો ભલે, પણ નગર તો નાશ ન પામવું જોઈએ એમ સમજાવી એમ સ્પષ્ટ કરેલું છે કે શરીર પડે તો ભલે પડે પણ મન ન જ પડવું જોઈએ. શરીરની રક્ષા કરતાં મનની જાળવણી વિશેષ કિંમતી છે. એટલે શરીરને ભોગે પણ નગર જેવા મનની શુદ્ધિની રક્ષા કરવી જોઈએ, એમ આ ઉપમાનું રહસ્ય છે. નવમી ગાથામાં નિત્યં વ #તિ અર્થાત્ શરીર નકામા ભૂસા જેવું છે અથવા નકામા લાકડા જેવું છે, અને તે ગમે ત્યારે માટીમાં મળી જવાનું છે. એટલે એના કરતાં મનની શુદ્ધિ વધારે અગત્યની છે. એથી શરીર કરતાં આત્માર્થીએ મન તરફ વધારે ધ્યાન આપવું જોઈએ. દસમી ગાથામાં દુષ્ટ મનને વૈરી જેવું કહ્યું છે અને અગિયારમી ગાથામાં સરળ અને સ્વચ્છ મનને માતાપિતા તથા જ્ઞાતિજનો, સગાંવહાલાં કરતાંયે વધારે હિતકર કહીને વર્ણવેલું છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ૦ સંગીતિ ચોથા પુષ્પવર્ગના ત્રીજા શ્લોકમાં આ શરીરને પેનૂપમં એટલે પાણીના ફીણ જેવું તથા મીધિમાં એટલે ઝાંઝવાના જળ જેવું કહીને તેની ક્ષણભંગુરતા બતાવી છે. શ્લોક ચોથામાં જે માણસ પોતાની મોજમાં રહે છે અને કલાપી જેમ કહે છે કે ‘ફૂલ વીણ સખે, ફૂલ વીણ સખે' અર્થાત્ માણસ, યુવાવસ્થામાં આવીને હજુ જગતની વાડીનાં ફૂલો વીણવામાં મશગૂલ બનીને રોકાયેલ હોય છે તેવામાં તે મોજીલા માણસને મૃત્યુ આવીને ઉપાડી જાય છે, જેમ સભર ઊંઘમાં પડેલા ગામને પાણીનું મોટું પૂર ખેંચી જાય છે તેમ. સુત્ત ગામ મહોષો વ ! મુનિ દેવ પત્તિનાં । આમ કહીને માણસ મૃત્યુના મુખમાં અણધારી રીતે સપડાઈ જાય છે એમ બતાવી આત્માર્થી પુરુષને સાવધાન રહેવાની સૂચના આપેલ છે. છઠ્ઠા શ્લોકમાં મુનિએ કે ગૃહસ્થે આ જગતમાં પોતાની આજીવિકાને કઈ રીતે શુદ્ધ મેળવવી, કઈ રીતે કોઈને પણ દૂભવ્યા સિવાય અથવા ઓછામાં ઓછું દૂભવીને મેળવવી એ હકીકતને સ્પષ્ટ કરતાં उहे छे } यथा पि भमरो पुप्फं वण्णगंधं अहेठयं पलेति रसमादाय एवं गामे મુની રે । અર્થાત્ સુંદરવર્ણ-રૂપ-વાળા અને સુગંધીદાર પુષ્પમાંથી તેને ત્રાસ આપ્યા વિના ભમરો જેમ રસ પીએ છે અને ઊડી જાય છે તેમ આજીવિકા મેળવનાર હરકોઈએ પોતાના સહચારીઓના જીવનને ધક્કો પહોંચાડ્યા વિના પોતાની આજીવિકા મેળવવા બરાબર સાવધાનીથી પ્રયત્ન કરવો જોઈએ. જોકે ભમરો પુષ્પમાંથી રસ પીએ છે, ત્યારે પુષ્પને ત્રાસ મુદ્દલ થતો નથી એમ તો નથી, પરંતુ ઘણો જ ઓછો ત્રાસ થાય છે; તેમ સમાજમાં એકબીજા દ્વારા પોતપોતાનો વહેવાર, ધંધો કામકાજ કરતાં-કરાવતાં, એકબીજા સહચારીને બિલકુલ ત્રાસ ન થાય તેમ તો બની શકતું જ નથી; પરંતુ તેમનો ત્રાસ ઓછામાં ઓછો કરીને પણ જરૂર આજીવિકા મેળવી શકાય છે. તો એ માટે ભગવાન બુદ્ધ તમામ ગૃહસ્થોનું અને મુનિઓનું ધ્યાન ખેંચવા આ ભમરા અને ફૂલનો દાખલો આપે છે. આજીવિકા મેળવવા દેરેકે દરેક માણસે વધારે કે ઓછો શ્રમ તો કરવો પડે છે; આમાં કોઈને શરીર તૂટી જાય એવો શ્રમ કરવાનો આવે છે તો કોઈને નહિવત્ શ્રમ કરવાનો હોય છે. આ પરિસ્થિતિ સમાજનો વિઘાત કરનારી છે. એટલે સૌએ સરખે ભાગે પોતપોતાના ગજા પ્રમાણે શરીરશ્રમ કરવો જોઈએ. તો ધંધારોજગારમાં એકબીજાને જે વિશેષ ત્રાસ થાય છે તે અટકી જશે. આ રીતે ત્રાસ અટકાવવાની પ્રવૃત્તિને ભમરો જેમ ફૂલમાંથી રસ મેળવે છે તે રીત સાથે સરખાવી છે. આ બોધવચન વર્તમાનકાળમાં ખાસ વિશેષ ઉપયોગી છે. કેમ Page #170 -------------------------------------------------------------------------- ________________ ધમ્મપદની ઉપમાઓ - ૧૪૯ કે વર્તમાનમાં અમુક લોકો તદન બેઠાડુ જ છે, અને તે બેઠાડુઓ બીજા મનુષ્યોના જીવતોડ પરિશ્રમને બળે પોતાની મોજ માણી રહ્યા છે અને સમાજમાં વિષમતાને વધારી રહ્યા છે. શ્લોક આઠમામાં નિષ્ફળ વાણીને યથાપિ વર્ષ પુરૂં વળવંત ગાંધર્વ કહીને રૂપકડા પણ ગંધ વગરના ફૂલ સાથે સરખાવી છે. અને સફળ વાણીને વાવંત સજધજં એટલે રૂપકડા પણ સરસ ગંધયુક્ત ફૂલ સાથે સરખાવી છે. નિષ્કળ વાણી એટલે આચાર વગરની કેવળ વાણી અને સફળ વાણી એટલે આચરણ સહિતની સાર્થક વાણી. કુશળના રાશિને ફૂલની માળા સાથે દસમા શ્લોકમાં સરખાવી છે. વળી અગિયારમા, બારમા અને તેરમા શ્લોકમાં જણાવેલ છે કે ચંદનની, તગરની કે મલ્લિકાની સુગંધ ઊલટી દિશામાં જઈ શકતી નથી, ત્યારે સંત પુરુષોની સુગંધ તો તમામ દિશાઓને સુગંધિત કરે છે, તથા કમળ, ચંદન અને તગર વગેરે સુગંધવાળા તમામ પદાર્થોની સુગંધ કરતાં સદાચારની ગંધને ઉત્તમોત્તમ કહેલ છે. તગર, ચંદન વગેરેની ગંધ તો ઘણી જ થોડી હોય છે, ત્યારે શીલવંત-સદાચારવંત માનવની સુગંધ તો પાર વગરની હોય છે. એમ કહીને શીલ અને ફૂલોની ગંધ વચ્ચેની સમાનતા બતાવેલ છે. પંદરમાં શ્લોકમાં એમ કહેવું છે કે જેમ સુગંધયુક્ત સુંદર પદ્મ ચોકમાં આવેલા ઉકરડામાં ઊગે છે, તેમ આ અંધકારમય સંસારના ઉકરડામાંથી જ બુદ્ધના શ્રાવકો પોતાની સ્થિર પ્રજ્ઞા વડે ઝળહળી ઊઠે છે : યથા સંધાક્ષ્મિ उज्झितस्मि महापथे । पदुमं तत्थ जायेथ सुचिगंधं मनोरमं ।। પાંચમા બાલવર્ગમાં પ્રથમ શ્લોકમાં કહેલ છે કે જેમ જાગતાને રાત લાંબી લાગે છે, થાકેલાને ગાઉ લાંબા લાગે તેમ અજ્ઞાની માણસોને સંસાર લાંબો લાગે છે. પાંચમા શ્લોકમાં દ્રવ્યો સૂપ યથા એટલે દાળના પાટિયામાં રહેલી કડછી જેમ દાળનો સ્વાદ માણી શકતી નથી, તેમ અજ્ઞાની માણસ પોતાની વાસનાઓને છોડ્યા વિના જીવતા સુધી સંતપુરુષની ઉપાસના કર્યા કરે તો પણ સંતના ગુણોના રસનો અનુભવ કરી શકતો નથી. લોકોમાં કહેવત છે કે “મુરબ્બાનો સ્વાદ ન જાણે બરણી.' આથી ઊલટું પોતાની વાસનાઓને છોડીને સંતની આજ્ઞાને શિરોધાર્ય કરીને સંતની એક ઘડી પણ સંગત-સોબત કરનારો તેમના ગુણોનો સ્વાદ ચાખી શકે છેઃ જિદ્દી સૂપરાં યથા . જેમ જીભ દાળનો સ્વાદ તત્કાળ જાણી લે છે. શ્લોક દસમામાં ‘પાપ કરતી વખતે તો તે મધ જેવું ગળ્યું લાગે છે (Hધુ વા મચ્છતો) પણ જયારે તે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ૦ સંગીતિ પાપ ફળે છે ત્યારે ભારે ભયંકર નીવડે છે' એમ કહેલું છે. બારમા શ્લોકમાં કહેલું છે કે તાજું દૂધ જેમ તત્કાળ દહીં બનતું નથી તેમ તાજું કરેલું પાપ તત્કાળે તો દુ:ખકર જણાતું નથી, પરંતુ તે રાખથી ભારી રાખેલા અગ્નિની પેઠે જ્યારે તેના ઉ૫૨ પગ મૂકો ત્યારે બાળ્યા જ કરે છે. અર્થાત્ પાપનો દાહ નિરંતરનો હોય છે, પણ તે ભારેલા અગ્નિ જેવો છે : 7 માં સન્નુવીર વ मुच्चति । भस्मच्छन्नो व पावको || છઠ્ઠા પંડિતવર્ગમાં જે માણસ આપણા દોષોને દેખાડી તે તરફ આપણું ધ્યાન ખેંચે છે તે માણસ ત૨ફ ધનનો મોટો ગુપ્ત ભંડાર બતાવનાર કોઈ આપણો હિતૈષી હોય તેમ વર્તવાનું જણાવેલ છે ઃ નિધીનું વ પવત્તારું યં વસે વખ્તસ્મિનં (શ્લોક ૧). પાંચમા શ્લોકમાં જે જ્ઞાની પુરુષો સંયમની સાધના વડે પોતાના મનને અને ઇંદ્રિયોને નિગ્રહમાં રાખવા તત્પર રહે છે અને એમ કરીને મનને સત્પ્રવૃત્તિઓ તરફ વાળતા રહે છે, તે જ્ઞાની પુરુષોને ખેતરમાં જુદા જુદા કચારામાં પાણીને વાળતા કોશિયા સાથે સરખાવ્યા છે, ઠરડાઈ ગયેલા બાણને સીધું કરનાર બાણ બનાવનાર સાથે સરખાવ્યા છે અને લાકડાને છોલીને સીધું કરનાર સુથાર સાથે સરખાવ્યા છે : વ દિ નયતિ નેત્તિા । ૐસુજારા નમયન્તિ તેનાં તારું નમન્તિ તચ્છા ! મત્તાન મર્યાન્તિ પંડિતા । શ્લોક છઠ્ઠામાં જે જ્ઞાની પુરુષ પોતાની નિંદા સાંભળીને વા પોતાની પ્રશંસા સાંભળીને લેશ પણ કંપ અનુભવતો નથી તેને સેલો પુરુષનો યથા । પવનથી નહીં કંપતા નક્કર પર્વત જેવો એમ કહીને વર્ણવેલ છે. : શ્લોક સાતમામાં જ્ઞાની પંડિત પુરુષોના સુપ્રસન્ન મનોભાવને પાણીના ઊંડા અને નિર્મળ તથા વિશેષ પ્રસન્ન ધરા સાથે સરખાવેલ છે : યથા પિ रहदो गंभीरो विप्पसन्नो अनाविलो. સાતમા અરહંત-વર્ગમાં બીજા શ્લોકમાં વીતરાગ અ૨હંતો વિશે કહેલું છે કે એ વીતરાગ પુરુષો જગતના પ્રપંચમાં રુચિ ધરાવતા નથી, જેમ હંસો ખાબોચિયામાં રુચિ ધરાવતા નથી. હંસા વ પછō । ત્રીજા શ્લોકમાં જેઓ અપરિગ્રહી છે—જેમની પાસે કોઈ પણ ચીજનો સંગ્રહ નથી અને જેઓ નિર્વાણનો અનુભવ કરી રહેલા છે તેમની ગતિ-દશા-અવસ્થા ભારે દુર્ગમ છે. ઊડતા પક્ષીનાં પગલાં જેમ આકાશમાં જણાતાં નથી, તેમ એવા વીતરાગો દેખાય છે તો માણસ જેવા માણસ પણ તેની દશાનો ખ્યાલ આપણને આવી શકતો નથી : આાસે વ સન્તાનં ગતિ તેસં વુન્નયા । શ્લોક Page #172 -------------------------------------------------------------------------- ________________ ધમ્મપદની ઉપમાઓ - ૧૫૧ પાંચમામાં શાંત થયેલી એટલે સંયમની સાધના વડે કેળવાયેલી ઇંદ્રિયોને કોચમેને પલોટેલા ઘોડાઓની સાથે સરખાવેલી છે. સા યથા સારથિના સુદ્રત્તા આવા પલોટાયેલા ઘોડા જેમ ઊંધે રસ્તે જતા નથી તેમ આવી શાંત ઇંદ્રિયો પાપના માર્ગે જતી નથી એમ કહેવાનું તાત્પર્ય છે. પછી છઠ્ઠા શ્લોકમાં વીતરાગ અરહંતને પૃથ્વીની જેવો સર્વસહ કોઈની સાથે વિરોધ નહીં કરનાર, પણ તમામ પ્રસંગોને સહન કરનાર કહેલ છે અને ઇંદ્રકલ જેવો અડગ વર્ણવેલો છે તથા કાદવ વગરના નિર્મળ પાણીવાળા ધરા જેવો પ્રસન્ન કહેલો છે. પીવીસમો રૂદ્રાણીસૂપમાં રહેતો વ આપેતો ! - આઠમા સહસ્રવર્ગમાં કહેવું છે કે હજારો નિરર્થક વાક્યો બોલવા કરતાં ઉપશમ કરાવનારું એક જ સાર્થક વાક્ય બોલવું ઉત્તમ છે. એ જ રીતે હજારો ગાથા નિરર્થક રીતે ગણગણવા કરતાં શાંતિ પમાડનારી એક જ ગાથા બસ છે, તથા સંગ્રામમાં લાખો માણસોને જીતવા કરતાં એક પોતાના આત્માને જીતવો એ ઉત્તમોત્તમ છે. આમ પોતાના આત્માને જ જીતનારાને ખરો બહાદુર યોદ્ધો ગણવો એ જ સર્વોત્તમ છે. જે મનુષ્ય મહિને ને મહિને મોટો ખર્ચ કરીને યજ્ઞો કર્યા કરે, જે સેંકડો વરસ સુધી હોમહવન કર્યા કરે વા અગ્નિની પૂજા કર્યા કરે તે કરતાં પણ ઘડીભર સંતનો સમાગમ કરવો ઉત્તમ છે. - સો વરસ દુઃશીલ રહીને એટલે અનાચારી રહીને, સો વરસ દુર્બુદ્ધિયુક્ત રહીને તથા સો વરસ પુરુષાર્થહીનપણે વર્તીને જીવવા કરતાં સદાચારી, સદ્ગદ્ધિસહિત અને પુરુષાર્થસહિત એક જ દિવસ જીવવું શ્રેયસ્કર છે. આ રીતે આ વર્ગમાં આમ દુર્જીવન અને સુજીવનની સરખામણી કરી બતાવેલી છે. - નવમા પાપવર્ગમાં જણાવેલું છે કે કોઈ માણસ એમ સમજે કે હું થોડું થોડું જ પાપ કરું તો તેથી શી હરકત છે, તો તેવા માણસને સમજાવતાં જણાવેલ છે કે ટીપે ટીપે સરોવર ભરાય છે, એ રીતે થોડું થોડું પાપ કરતાં પણ એક વખત એવો આવે છે કે પાપનું મોટું તળાવ ભરાઈ જાય છે અને તેનાં કડવામાં કડવાં ફળ આવે છે. માટે કોઈએ થોડું થોડું પણ પાપ કદી ન કરવું. પાપ એટલે અસવૃત્તિ. એ જ રીતે કોઈ એમ કલ્પના કરે કે હું તો થોડું થોડું જ પુણ્ય કરી શકું છું તો તેથી પણ મને શો ફાયદો થવાનો છે? વધારે પુણ્ય કરી શકતો હોઉં તો જરૂર ફાયદો થાય, પણ થોડા થોડા પુણ્યથી શી રીતે ફાયદો થાય ? એવા થોડું થોડું પુણ્ય કરનારને બુદ્ધ ભગવાન ભલામણ કરે છે, કે ભાઈ ! ભલે રોજ થોડું થોડું પણ પુણ્ય કર, કારણ કે એ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨૦ સંગીતિ થોડું થોડું પુણ્ય પણ ભેગું થઈને સરવાળે એક મોટું પુણ્યસરોવ૨ થઈ જવાનું અને તેથી તને ઘણો જ લાભ થવાનો; માટે રોજ થોડું થોડું પણ પુણ્ય કરનારે જરા પણ નિરાશ થવાની જરૂર નથી. પુણ્ય એટલે સવૃત્તિ. વિદ્યુનિપાતેન કુંભોષ પૂતિ । (શ્લોક ૬-૭) જેની સાથે બરાબર સંગાથ નથી અને પોતાની પાસે ઘણું ધન છે એવો પ્રવાસી કોઈ વાણિયો જેમ ભયાવહ રસ્તાને છોડીને બીજે સારે રસ્તે ચાલે છે તેમ આ ભયયુક્ત સંસારમાં પાપનો મારગ છોડી દઈને પુણ્યને માર્ગે જ પ્રવાસ કરવો ઉત્તમ છે : વાળિનો વ મયં મળ્યું (શ્લોક ૮). જેના હાથમાં ઘા ન પડ્યો હોય તે માણસ, પોતાના ધા વગરના હાથમાં ગમે તે ઝેરી પદાર્થને પણ રાખી શકે છે, તેમ જેના મનમાં દુષ્ટવૃત્તિ નથી, તે પોતાના નિર્મળ મન દ્વારા ગમે તે યોગ્ય, ઉચિત અને હિતકર પ્રવૃત્તિ કરે તો તેને પાપ લાગતું નથી; અર્થાત્ મનમાં પાપ ન હોય તો બહારની પ્રવૃત્તિથી પાપ લાગતું નથી : પિિમ્ત ૬ વળો નામ્સ દરેય્ય પાળિના વિશં (શ્લોક ૯). દસમા દંડવર્ગમાં ખાસ ભાર દઈને કહેવામાં આવ્યું છે કે નાનાં-મોટાં તમામ પ્રાણીઓ દંડથી ડરે છે અને મૃત્યુથી બીએ છે. માટે જેવું વર્તન પોતાની જાત સાથે માણસ રાખે છે, તેવું વર્તન તેણે તમામ પ્રાણીઓ સાથે રાખવું ઘટે : અત્તાનં ૩૫મ ત્વા (શ્લોક ૧). શ્લોક ૬માં કહેલું છે કે ફૂટેલું કાંસાનું વાસણ જેમ અવાજ કરતું નથી, તેમ કોઈ પણ માણસે કઠોર અવાજ ન કરવો જોઈએ એટલે કઠોર વચન ન બોલવાં જોઈએ : સો ૩પતો યથા । શ્લોક સાતમામાં એમ જણાવેલ છે કે જેમ ગોવાળ લાકડી સાથે રાખીને પોતાની ગાયોને ગોચરમાં પહોંચાડે છે, તેમ ઘડપણ અને મૃત્યુ એ બન્ને માણસને તેના આયુષ્યને છેડે પહોંચાડે છે : યથા બ્લેન ગોપાતો આવો પાવૃતિ ોવર ! અગિયારમો જરા વર્ગ : શરીર પક્ષીના માળાની પેઠે રોગનો માળો છે ઃ રોનિકું (શ્લોક ૩). ફેંકી દીધેલાં લીલાં તુંબડાં પણ શરદઋતુમાં કરમાઈ કરમાઈને ભૂરાં થઈ જાય છે, ફીકાં પડી જાય છે, તેમ આ બધાં હાડકાં ફીકાં થઈ જાય છે, ઢીલાં પડી જાય છે : અજ્ઞાપૂનેવ સારે જાપોતાનિ અટ્ટીનિ ! વળી કહેલું છે કે જુઓ તો ખરા–શરીર હાડકાંનું નગર છે. તે હાડકાંની આસપાસ માંસ અને લોહીના થરની ગાર કરેલ છે અને તેમાં ઘડપણ, મૃત્યુ અને અભિમાન પોતાની અમલદારી ચલાવે છે : અઠ્ઠીનં નર તું મંસોહિતને પનં Page #174 -------------------------------------------------------------------------- ________________ ધમ્મપદની ઉપમાઓ - ૧૫૩ (શ્લોક ૪). આ મૂઢ અને તૃષ્ણાતુર માનવ બળદની પેઠે વળે જાય છે, તેમાં નવું માંસ વધે છે પરંતુ તેની સત્વજ્ઞા તો જરાય વધતી નથી : વનિવડ્યો વ નીતિ (શ્લોક ૩). બુદ્ધ ભગવાન પોતાનો સ્વાનુભવ ટાંકતા હોય તેમ જાણે આપણને કહે છે, કે “હે ભાઈઓ ! હું અત્યાર સુધી દેહરૂપ ઘર બનાવનારની–આ પ્રપંચના બનાવનારની–શોધમાં દોડતો હતો, પણ હવે તો તેનો પત્તો મને લાગી ગયો છે. તેથી મેં એની તમામ પાંસળીઓના એટલે દેહરૂપ ઘરની પાટડીઓના ચૂરેચૂરા કરી નાખ્યા છે અને ઘરનો મોભ પણ તોડી નાખ્યો છે, ચિત્તને તૃષ્ણા વગરનું બનાવી દીધેલ છે. એટલે હવે મારી પાસે ઘરને બનાવનારી–જન્મજન્મમાં ધક્કા ખવરાવનારી–એ તૃષ્ણાનું કશું જ ચાલવાનું નથી : હાર! વિદો રિ પુન હં ન વ િસવા તે સુI પણ હિટ વિસંત . (શ્લોક ૯) શ્લોક ૧૦ તથા ૧૧ : જેઓએ જુવાનીમાં સંયમ રાખ્યો નથી અને (જુવાનીમાં) ધનનું ઉપાર્જન પણ કર્યું નથી તેઓ ઘડપણ આવતાં ભારે પસ્તાવામાં પડીને રિબાયા કરે છે, જેમ માછલાં વગરના ખાબોચિયામાં રહેલાં ઘરડાં બગલાંઓ બિચારા ટગરટગર જોયાં કરે છે, પણ કશું જ મેળવી શકતાં નથી તેમ. તથા સડી ગયેલું ધનુષ્ય કશું જ કામ આપી શકતું નથી; પડ્યું જ રહે છે, તેમ તે ઘરડા લોકો માત્ર પસ્તાવામાં સડ્યા કરે છે : जिण्णकोच्चा व झायन्ति खीणमच्छेव व पल्लले । सेन्ति चापाऽतिखीणा व । બારમા આત્મવર્ગમાં નિરૂપણ કરેલ છે કે માલુવા નામનો મોટો વિશાળ વેલો જેમ શાલના ઝાડ ઉપર ચારે બાજુ ફેલાઈ શાલના ઝાડનો મૂળમાંથી નાશ કરે છે, તેમ જયારે માનવની દુરાચારિતાનો ઘડો ભરાઈ જાય છે, ત્યારે તેનો નાશ જ થઈ જાય છે. અત્યંત સુસ્તીત્વે માતુવી સામવસ્થિત | (શ્લોક ૬). શ્લોક ૮: જેમ વાંસડાનું ફળ તેનો (વાંસનો) પોતાનો જ નાશ સર્જે છે, તેમ ધર્મની નિંદા કરનારો પણ પોતે જાતે પોતાનો વિનાશ સર્જે છે : फलानि कट्ठकस्सेव अत्तघञाय फल्लति. તેરમો લોકવર્ગ : સંસારના આ તમામ પ્રપંચને પરપોટા જેવો જાણો તથા ઝાંઝવાનાં જળ જેવો સમજો. જેઓ એમ સમજે છે તેમની સામે મૃત્યુરાજ જોઈ શકતો નથી : યથા યુવ્વત ! યથા મરી / મજુરીના ને પતિ (શ્લોક ૪). Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સંગીતિ વળી આ સંસાર, રાજાના રથની જેવો ચિત્રવિચિત્ર રંગનો છે; એકરંગી નથી. સંસારમાં અનેક જાતના અનંત રંગો છે : તો વિત્ત ! રનરયૂપHI (શ્લોક ૫). જે માણસ પહેલાં અજ્ઞાનને લીધે પ્રમાદ કરે છે, પણ પછી સાવધાન થઈને સદાચારી સંયમી બની જાય છે તે, વાદળાંમાંથી બહાર નીકળેલા ચંદ્રની પેઠે પ્રકાશમાન થઈને આ સંસારને પણ પ્રકાશિત કરતો દેખાય છે : સો મેં નોર્વ પાતિ ગમે મુત્તો વ વંતિમ 1 (શ્લોક ૬). આ સંસારમાં આંધળાઓ જ વધારે છે, દેખતા લોકો ઘણા થોડા છે. જેઓ દેખતા છે તેઓ જ જાળમાંથી મુક્ત થયેલા પક્ષીની પેઠે સ્વતંત્ર બની શકે છેઃ સન્તો ખાતમુત્તો (શ્લોક ૮). - તથા એવા પ્રજ્ઞાવંત વિવેકવંત દેખતા પરમહંસ લોકો જ મારને, તૃષ્ણાને જીતીને આકાશમાં જેમ હંસો મોકળાશથી વિચરે છે, તેમ જગતમાં સ્વતંત્રભાવે વિચરે છે : હંસાડડવિડ્યપણે ચા વા. (શ્લોક ૯). આ લખાણમાં ધમ્મપદના કુલ છવ્વીસ વર્ગોમાંથી; તેર વર્ગોમાં જે જે ઉપમાઓ આપેલી છે, તે લગભગ બધી વિવેચન કરીને સમજાવેલી છે. – અખંડ આનંદ, નવે. - ૧૯૫૬ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૮. ધન વિશે ભગવાન બુદ્ધનું નિરીક્ષણ સદ્ધા ધન સીલધન હિરી-ઓતપ્રિય ધના સુતં ધન ચ ચાજો ચ પબ્બા વે સતમ ધન | (વાલિદ્ર વચન) અંગુત્તરનિકાય ધનવાન મેં સાંભળ્યું છે કે ભગવાન બુદ્ધ એક વખત શ્રાવસ્તી નગરીમાં વિહરતા હતા અને ત્યાંના જેતવનમાં અનાથપિડિકના આરામમાં બિરાજતા હતા. તે વખતે ભગવાન બુદ્ધ પોતાની પાસે આમંત્રણ આપીને ભિક્ષુઓને બોલાવ્યા અને કહ્યું કે : “હે ભિક્ષુઓ ! તમે અહીં મારી પાસે આવો”. ભગવાનનું ફરમાન સાંભળીને ભિક્ષુઓએ ભગવાનને સવિનય જણાવ્યું કે : “હે ભગવાન ! અમે તમારી પાસે આવીએ છીએ.” જ્યારે ભિક્ષુઓ ભગવાન પાસે આવી ગયા ત્યારે ભગવાને કહ્યું : તમે નિધન છો, નિર્ગસ્થ છો એમ સમજીને મનમાં કદી પણ દીનતા ન આણશો. તમારી પાસે જેવું ધન છે તેવું ધન તો મોટા ધનાઢ્ય લોકો પાસે પણ હોતું નથી. હે ભિક્ષુઓ, તમારી પાસે જે ધન છે તે સાત પ્રકારનું ધન છે.” આ સાંભળીને ભિક્ષુઓ વિચારવા લાગ્યા કે ભગવાન આ કેવી વાત કરે છે કે ભિક્ષુઓ પાસે સાત પ્રકારનું ધન હોય છે. ખરી રીતે તો ધન-અર્થપૈસો તો ગૃહસ્થો પાસે જ હોય છે. આપણે ભિક્ષુઓએ તો ધનનો ત્યાગ કરેલ છે, એટલે આપણે તો અકિંચન છીએ, અને જ્યારે કોઈ કામ પ્રસંગે ધનની જરૂર પડે છે ત્યારે આપણે આપણા ઉપાસકોને કહેવું પડે છે, અને તેમના ધન વડે આપણી કેટલીક જરૂરિયાતો પૂરી પડે છે. એટલે આપણી પાસે ધન કેવું અને તેની વાત કેવી? ભિક્ષુઓનો આ વિચાર જાણીને ભગવાને કહ્યું : “ભિક્ષુઓ, તમારી પાસે સાત પ્રકારનું ધન છે. તેમાં સૌથી પહેલું શ્રદ્ધા ધન છે. તમને શાસ્ત્ર અને Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સંગીતિ માર્ગદર્શક તથાગત ઉપર ચોક્કસ પ્રકારની શ્રદ્ધા છે અને એ શ્રદ્ધારૂપ ધન વડે તમે નિર્વાણમાર્ગ તરફ ધર્મયાન દ્વારા પ્રવાસ કરી રહ્યા છો. એટલે તમારી પાસે સૌથી પહેલું જે ધન છે તે શ્રદ્ધાધન છે. બીજું શીલધન છે, જે શીલ દ્વારા તમે સંયમની સાધના કરી રહ્યા છો અને ફળની અપેક્ષા રાખ્યા વિના શીલરૂપ ધન વડે તમે સંઘને સમૃદ્ધ બનાવી રહ્યા છો. ત્રીજું ધન તમારી પાસે લજ્જાનું ધન છે. કેટલાક આચારોને તમે લજ્જાને લીધે સાચવી રહ્યા છો અને લજ્જાના ધન વડે પાળી રહ્યા છો. ચોથું ધન તમારી દાક્ષિણ્યપ્રવૃત્તિ છે. કેટલાક આચારોનું ફળ તમે તત્કાળ જાણી શકતા નથી, પણ તમે જુઓ છો કે તથાગત એવા કેટલાક આચારોને બરાબર પાળીને તથાગતપણું મેળવેલ છે, એટલે તમે તથાગત તરફ દાક્ષિણ્યભાવ રાખીને તેવા આચારોને પાળી રહ્યા છો. તમારી પાસે જે શ્રુતજ્ઞાન છે–શાસ્ત્રાભ્યાસ દ્વારા મેળવેલ વિદ્યા છે, તે દ્વારા તમે વિનય-વિવેક અને સાધનામાં જાગૃતિ રાખી રહ્યા છે; તે શ્રુતજ્ઞાન તમારું પાંચમું ધન છે. તમારી પાસે છકું ધન ત્યાગધન છે. તમે સ્વેચ્છાએ વિષયકષાયોનો તથા વૈભવવિલાસનો જે ત્યાગ કરેલ છે, તે ત્યાગ ધન વડે તમે વિશેષ ધનાઢર્ચ બલ છો. આપણા સંઘમાં એવા ઘણા ભિક્ષુઓ છે, જેઓ પોતાની પૂર્વાવસ્થામાં નિર્ધન હતા. તેમની પાસે ભોગપભોગો માટે કોઈ સાધન નહોતું. પણ તે અંગે પ્રબળ વાસના હતી. તે વાસના પર કાબૂ મેળવીને તેઓએ વિવેક અને વિચાર સાથે ભિક્ષુ અવસ્થાને સ્વીકારેલ છે અને પોતાના ચિત્તની શુદ્ધિ માટે પ્રયત્ન કરી રહ્યા છે. એ જોતાં એવા ભિક્ષુઓ ત્યાગરૂપ ધન વડે સમૃદ્ધ છે. છેલ્લું વિશેષ ઉપયોગી પ્રજ્ઞા ધન છે. પ્રજ્ઞાને લીધે ભિક્ષુ પોતાની સાધનામાં વિશેષ રસ ધરાવી શકે છે. જે કર્મકાંડ બીજાને માટે શુષ્ક જેવું જણાય છે, તે કર્મકાંડ ભિક્ષુ પોતાની સ્વચ્છ પ્રજ્ઞા દ્વારા સુરસ બનાવી શકે છે, અને એ સુરસ બનેલ કર્મકાંડ નિર્વાણમાર્ગને પ્રમોદ સાથે સાધી શકે છે. “આમ હોવાથી પ્રજ્ઞા અથવા વિવેકને ઉચ્ચ પ્રકારનાં ધનમાં ગણાવેલ છે. આ રીતે તમે વિચારશો તો તમે બીજા ધનાઢ્યો કરતાં વિશેષ ધનાઢ્ય છો અને તમારા સાતે પ્રકારનાં ધન દ્વારા તમારે તો શ્રેય થાય જ છે, પણ તમે એ ધન દ્વારા મનુષ્યોનાં શ્રેયમાં નિમિત્ત બની રહ્યા છો.” – અભિનવ ભારતી, ડિસે. – ૧૯૭૬ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૯. જૈન અને બૌદ્ધ વિચારધારાઓની આલોચના (ઑક્ટોબર મહિનામાં દિલ્લીમાં મળેલા અખિલ ભારતીય સંસ્કૃત સાહિત્ય સંમેલનની સુવર્ણજયંતીની ઉજવણીના પ્રસંગે પંડિત બેચરદાસ જીવરાજ દોશીએ જૈન અને બૌદ્ધ પરિષદના અધ્યક્ષ તરીકે આપેલા ભાષણનો સારભૂત અનુવાદ). વિજ્ઞાનના પ્રકાશમાન સૂર્યનો દિનપ્રતિદિન ઝળહળતો પ્રકાશ ફેલાતાં અંધશ્રદ્ધાનાં અંધારાં ઓસરી ચૂક્યાં છે. કદાગ્રહ, દુરાગ્રહ, સંકુચિતતા, પરસ્પર માત્સર્ય અને અર્થશૂન્ય ધાર્મિક કલહ એ બધું તથા ચમત્કારો ઉપર લહેરાતો ધર્મનો ઝંડો હવે વધારે વખત ટકવાનો સંભવ નથી. પોતાનાં દર્શન, કે વિચારના અનુભવની સાથે બીજાનાં દર્શન, વિચાર કે અનુભવની પરસ્પર તુલના કરવાનો તથા સમભાવની દષ્ટિને મુખ્ય રાખીને વિચારવાનો સમય પાકી ગયો છે. સામસામા છેડાવાળી રાજકારણી વિવાદગ્રસ્ત પ્રવૃત્તિઓમાં સહઅસ્તિત્વનો સિદ્ધાંત સ્વીકારી શકાય છે, તો સર્વને શાંતિદાયક એવા દાર્શનિક વિચારોના ક્ષેત્રમાં તો સહઅસ્તિત્વ સહજભાવે આવી શકે છે; એમ થવામાં કોઈ જાતના વિરોધને અવકાશ કેમ હોઈ શકે ? પ્રસ્તુત જૈનદર્શન અને બૌદ્ધદર્શનના અનુસંધાનમાં જગતુ, કર્મ, આત્મા, નિર્વાણ, પ્રમાણ વગેરે પ્રમેયોની ચર્ચાને મેં જાણી જોઈને ગૌણ સ્થાન આપેલ છે. આ બન્ને દર્શનોનાં જે જે મુખ્ય તાત્ત્વિક વિચારો છે તેનો સમન્વયની દૃષ્ટિએ વિચાર કરવો એ મારો પ્રધાન ઉદ્દેશ છે. આપણા રાષ્ટ્રપિતાએ પણ સમગ્ર વિશ્વના હિતને લક્ષ્યમાં રાખી અને તેમાંય ધર્મતત્ત્વ વિશે વિવિધ વિચારસરણી ધરાવતી ભારતીય જનતાને વિશેષતઃ પોતાની સામે રાખી સૌના કલ્યાણની દષ્ટિએ જે અગિયાર વ્રતોની યોજના કરેલી તેમાં સમન્વયમૂલક વિચારસરણીને વિશેષ પ્રતિષ્ઠા આપેલ છે. આમ તો અહિંસાના મહાવ્રતમાં જ સમન્વયવિચાર સમાઈ જાય છે. છતાં અજ્ઞાન, સંકુચિતતા અને “મમ સત્ય”નો આગ્રહ હોવાથી આપણે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ • સંગીતિ સમન્વયના વિચારને વિસરી ગયેલા અને ધર્મને નામે જ કલહમાં સપડાઈ ગયેલા. તેથી આપણને જાગ્રત કરવા સારું જ પૂ. ગાંધીજીએ સર્વધર્મસમભાવવ્રતની યોજના કરી જીવનચર્યામાં વણી લેવાનો સંદેશો આપેલ છે. એમણે તો આશ્રમની બન્ને સમયની પ્રાર્થનામાં અને બીજી પણ પ્રવૃત્તિઓ કરતી વખતે એ વ્રતની ચર્યાને પોતાની કરણીમાં વણી બતાવેલ છે; રામ, હરિ, હર, અહુરમઝૂદ, ગૉડ, જિન, બુદ્ધ તથા ખુદા એ બધાનું સ્મરણ યથોચિત રીતે ચાલતું કરેલ છે અને આશ્રમવાસીઓ તથા ભારતીય સમગ્ર જનતાને સર્વધર્મસમભાવની ભાવનાને અનુરૂપ વર્તવાની હાકલ કરેલ છે, એમણે તો ત્યાં સુધી કહેલ છે કે માનવમાત્રના સુખની, શાંતિની, સમાધાનની ચાવી સર્વધર્મ-સમભાવવ્રતને આચરવામાં જ છે. માણસને જે ધર્મ, આચાર, કર્મકાંડ કે અનુષ્ઠાન વારસામાં મળેલ છે, તથા જે તત્ત્વવિચાર ગળથુથીમાં સાંપડેલ છે તેને બરાબર સમજી લઈ વિવેક રાખી પૂર્ણ વફાદારી સાથે આચરવામાં આવે અને પોતાથી અન્ય માણસને જે ધર્મ, આચાર, કર્મકાંડ, અનુષ્ઠાન કે તત્ત્વવિચાર વારસામાં મળેલ છે તે તરફ આદર સાથે સહિષ્ણુતાપૂર્વક વર્તવામાં આવે તથા એકબીજાના ધર્મ કે કર્મકાંડ વા તત્ત્વવિચારની તુલના કરીને સમજવા માટે પ્રયાસ કરવામાં આવે, તો વિવેકી વિચારશીલ મનુષ્યને પરસ્પર વિરુદ્ધ કહેવાતા એકબીજાનાં ધર્મ, દર્શન, કર્મકાંડ વગેરેમાં કેટલી બધી સમાનતા છે એની ચોખ્ખી ખબર પડે તથા એ બન્ને વચ્ચે કેવળ નિરૂપણશૈલીની ભિન્નતા છે વા ક્યાંય ક્યાંય તો કેવળ શાબ્દિક જ ભેદ છે એ પણ આપોઆપ જણાઈ આવે. વળી, એકબીજાનાં ધર્મ, દર્શન કે કર્મકાંડ વગેરેમાં અમુક અંશ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે તે પણ સમજાય તથા એકબીજાનાં દર્શન વગેરેની ખૂબીઓ પણ ખ્યાલમાં આવે. મારો પોતાનો અંગત અભિપ્રાય જણાવું તો ભારતીય વા ભારતીયેતર કોઈ પણ ધર્મ, મત, દર્શન માર્ગોના પ્રચારનો હેતુ જનતાનું નિઃશ્રેયસ સાધવાનો છે. કોઈ પણ સાધન કે પ્રક્રિયા દ્વારા રાગદ્વેષો ક્ષીણ થાય, સમભાવ પેદા થાય અને પ્રત્યક્ષ જીવનમાં શાંતિ, સમાધાન, સંતોષ અનુભવાય એવો ઉદ્દેશ તમામ ધર્મમતોનો છે અને એ ઉદેશ સિદ્ધ કરવા અંગે સમદર્શી જૈન વિચારની આ ઘોષણા છે જુઓ, સમદર્શી જૈન આચાર્યશ્રી હરિભદ્રસૂરિ કહે છે કે : Page #180 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ વિચારધારાઓની આલોચના ૦ ૧૫૯ "सेयंवरो वा आसंवरो वा बुद्धो वा तह य अन्नो वा । समभावभाविअप्पा लहइ मुक्खं न संदेहो ॥" ભલે મનુષ્ય જૈનમાર્ગનો અનુયાયી હોય—શ્વેતાંબરી હોય કે દિગંબરી હોય—અથવા બૌદ્ધમાર્ગનો કે બીજા પણ કોઈ ધર્મમાર્ગનો અનુયાયી હોય, પણ જ્યારે ભિન્નભિન્ન ધર્મમાર્ગનો અનુયાયી સમભાવી બને અર્થાત્ વીતરાગ, સમદર્શી બની તદનુસાર આચરણ-પરાયણ થાય ત્યારે જરૂર તે નિર્વાણ, નિઃશ્રેયસ, મુક્તિ કે સિદ્ધિને મેળવી શકે છે તેમાં લેશમાત્ર સંદેહ નથી. આચાર્યશ્રી હરિભદ્રથી પછી થયેલા અને ગુજરાતના સાહિત્યસમ્રાટરૂપે પ્રસિદ્ધિ પામેલા આચાર્ય હેમચંદ્રે જૈન ધર્મનો પ્રધાન સિદ્ધાંત અહિંસા તથા એ જ અહિંસાનો પોષક જૈનપરંપરાનો સ્યાદ્વાદ સિદ્ધાંત–એ બન્નેને કેન્દ્રમાં રાખીને એવી ઉદ્ઘોષણા કરી છે કે : 4. " भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥" પ્રપંચરૂપ સંસારના અંકુરના મૂલ બીજરૂપ રાગદ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ વગે૨ે દૂષણો જેમનાં ક્ષીણ થઈ ગયેલ છે, એટલે જેઓ વીતરાગ સમદર્શી છે તેમને સૌને નમસ્કાર-પછી તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, હર હોય કે જિન એટલે જિન અથવા બુદ્ધ હોય. તાત્પર્ય એ કે વીતરાગ, સમભાવી એવો કોઈ પણ પુરુષ જૈન દૃષ્ટિએ વંદનીય જ છે. ભગવાન મહાવીરે અનેકાંતવાદ અથવા સાપેક્ષ અનાગ્રહવાદને પોતાના પ્રવચનોમાં સ્થાપિત કરેલ છે, તેમ ભગવાન બુદ્ધે પણ એ જ હકીકતને શબ્દાન્તરથી પોતાના પ્રવચનમાં વિશદ રીતે સમજાવેલ છે, જેને મધ્યમમાર્ગ વા ‘વિભજ્યવાદ' નામ આપેલ છે. આજથી આશરે બે હજાર વર્ષ પૂર્વે ભારતમાં સમ્રાટ્ન સિંહાસને આવેલા પ્રિયદર્શી રાજા અશોકે પોતાના શાસ્તા ભગવાન બુદ્ધના મધ્યમમાર્ગને લક્ષ્યમાં રાખીને ઉદ્ઘોષણા કરેલ છે કે શ્રમણ-સંપ્રદાય અને બ્રાહ્મણસંપ્રદાય એ બન્ને નિર્વાણવાદી સંપ્રદાયો પરસ્પર હળીમળીને રહે, કોઈ કોઈની નિંદા ગહ ન કરે અને પ્રશંસા પણ એવી રીતે ન કરે જેથી એકબીજા સંપ્રદાયો દુભાય. આ વાત, રાજા અશોકે જ્યાં જ્યાં ભારતમાં પોતાની ધર્મલિપિઓ—ધર્માનુશાસન કોતરાવેલ છે, ત્યાં ત્યાં, તે દરેક ધર્માનુશાસનમાં અવશ્ય કોતરાવેલ છે. આ ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે જૈન દર્શનના મૂળ આધારરૂપ ભગવાન મહાવીર અને બૌદ્ધ દર્શનના મૂળ આધારરૂપ ભગવાન Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ - સંગીતિ બુદ્ધ એ બન્નેની દૃષ્ટિમાં સમન્વયવૃત્તિને અથવા સર્વધર્મ સમભાવને વિશેષ પ્રતિષ્ઠા મળેલ છે. મારો જ ધર્મવિચાર યા દર્શન અથવા અનુભવ ખરો છે અને તારોસામાનો-વિચાર-ધર્મવિચાર, દર્શન અથવા અનુભવ ખોટો જ છે–આ જાતની વિચારધારાનું નામ કદાગ્રહ અથવા દુરાગ્રહ છે. પૂ. શ્રી વિનોબાજીએ “ભૂમિપુત્ર'માં પોતાનાં એક લેખમાં જણાવેલ છે કે વૈદિક સાહિત્યમાં યુદ્ધના ભાવનો સૂચક “મમ સત્યમ્' શબ્દ વપરાયેલ છે. “મમ સત્યમ્' એટલે મારું જ સાચું અર્થાત્ તારું (સામાનું) ખોટું જ. “મમ સત્યમ્ શબ્દ કદાગ્રહનો સૂચક છે, એકપક્ષી છે અને સામાના વિચારને અથવા અનુભવને સમજવાની ના પાડવાનો ભાવ એમાં દેખાય છે. અને આમ છે માટે એ શબ્દ કલહવર્ધક યુદ્ધના પર્યાયરૂપ બનેલ છે. અમુક દષ્ટિએ વિચારીએ તો મારું પણ સાચું છે અને અમુક દૃષ્ટિએ વિચાર કરીએ તો તારું પણ સાચું છે-આ જાતની વિચારધારા કદાગ્રહ વગરની છે અને સમભાવ તરફનું વલણ બતાવનારી છે. જે વિચારધારા બને જાતના જુદી જુદી દષ્ટિએ યોજાયેલા વિચારને અન્યાય ન કરે અને યથોચિત પ્રામાણ્ય આપે તે વિચારધારા કલમનું કારણ બનતી નથી. નાનાહિં તો.”—લોક જુદી જુદી રુચિવાળો છે. એટલે ભલે ને રુચિઓ જુદી જુદી હોય, પણ એ રુચિ ધરાવનાર અનેક લોકોનો ઉદ્દેશ એક હોય છે, અને એ એક જ ઉદ્દેશને પાર પાડનારી પ્રક્રિયાઓ ચિભેદે જુદી જુદી હોઈ શકે છે. એટલે ભિન્ન ભિન્ન વિચારોને સાંભળીને ભડકવાનું નથી, પણ ધીરજ ધરી એ ભિન્ન ભિન્ન વિચારોનું મૂળ શોધી કાઢી તે દરેકને ન્યાય આપવાનો છે. આ અંગે દાખલો આમ આપી શકાય. નીચે જમીન ઉપર લોકો ચાલી રહ્યાં છે અને એ લોકો પોતપોતાની ઊંચાઈનું માપ જાણે છે, તથા વહેતી નદીઓનો પટ તથા ઘરોની ઊંચાઈ, પહોળાઈ કે લંબાઈનાં માપો પણ ભૂતળ ઉપર ચાલતા લોકોના ધ્યાનમાં હોય છે. પણ જ્યારે વિમાન ભૂતળ ઉપરથી ઘણે ઊંચે ઊડતું હોય, ત્યારે તેમાં બેઠેલા બધા લોકો નીચે નજર કરે તો તેમને એમ લાગશે કે નીચે તો નાના નાના વામનોની હાર ચાલી જાય છે, નદીઓ પાતળી ધોળી દોરી જેવી લાગે છે અને ઘર તો તદ્દન નાનાં ઘોલકાં જેવાં જણાય છે. હવે આ બે દર્શનોમાં જોવા જઈએ તો બન્નેય સાચાં છે. આમાં ભૂતળ ઉપર ચાલનારનું દર્શન જ સાચું છે અથવા તો વિમાનમાં બેસીને ઊડનારનું જ દર્શન સાચું છે એમ કદી પણ નહીં કહી Page #182 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ વિચારધારાઓની આલોચના ૧૬૧ શકાય, અને કોઈ પણ વિચારક એમ કહેશે પણ નહિ. બીજું ઉદાહરણ એક જ પુરુષ કે સ્ત્રી પિતા છે, માતા છે, પુત્ર છે, પુત્રી છે, બનેવી છે, સાળો છે, મામો છે, મામી છે, ફુવો છે, ફઈ છે, સસરો છે, સાસુ છે–આવો વ્યવહાર સૌ કોઈને અનુભવસિદ્ધ છે. એટલે આમાં બોલનારનો દૃષ્ટિકોણ બરાબર સમજી લેવામાં આવે તો કોઈ પણ જાતનો વ્યવહાર જરા પણ ખોટો નહીં ઠરે. મહાવીરે કહ્યું છે કે “હું સત્ પણ છું અને અસત્ પણ છું.” આ સાંભળી કોઈ જરૂર બોલી ઊઠશે કે આમ કેમ ? જે સત્ છે તે અસત્ કેમ ? અને અસત્ છે તે સત્ કેમ? પણ મહાવીર કહે છે કે જુઓ, મારા સ્વરૂપમાં હું સત્ છું અને મારાથી વિરુદ્ધ સ્વરૂપમાં અસત્ છું. સરળ ભાષામાં કહેવું હોય તો મહાવીર મહાવીર છે, પણ મહાવીર કાયર નથી. આ રીતે જ બુદ્ધે કહેલ છે કે હું ક્રિયાવાદી પણ છું અને અક્રિયાવાદી પણ છું. આ સાંભળીને ભડકવાની જરૂર નથી. આ અંગે બુદ્ધ પોતે જ ખુલાસો કરેલ છે કે કુશળ કર્મ કરવાની મારી સૌને પ્રેરણા છે, માટે હું ક્રિયાવાદી છું, અને અકુશળ કર્મ એટલે પાપકર્મ કરવાની મારી ચોખી ના છે, માટે હું અક્રિયાવાદી છું. આમ પરસ્પરવિરુદ્ધ કે ભિન્ન વિચારોને જુદી જુદી દષ્ટિએ તપાસતાં તેમાં જે સત્ય છે તે બરાબર સમજી શકાય એમ છે. જેવી રીતે અર્થપ્રાપ્તિ માટે વિવિધ સાધનાઓ છે, વિવિધ પ્રવૃત્તિઓ છે તે ભલે તદ્દન ભિન્ન ભિન્ન હોય વા એકબીજી સામસામા છેડાની હોય, પણ તે બધી પ્રવૃત્તિઓનો ઉદ્દેશ એક “ધન” હોય છે; જુદી જુદી એ પ્રવૃત્તિઓ ધનના ઉપાર્જનમાં અસાધારણ કારણ હોય છે. કોઈ એમ તો નહીં જ કહી શકે કે ધનને પેદા કરવા માટે આ એક જ સાચી પ્રક્રિયા કે સાધના છે, અને એ સિવાયની બીજી પ્રક્રિયા કે સાધના ખોટી જ છે. આ હકીકતનો કોઈ પણ ઇન્કાર નહીં કરે. એ જ રીતે ચિત્તશુદ્ધિની સાધના માટે પણ વિવિધ પ્રક્રિયાઓ હોઈ શકે છે, નિર્વાણ મેળવવા માટે કે મુક્ત થવા માટે વળી ભિન્ન ભિન્ન સાધના કે પ્રક્રિયાઓ હોઈ શકે છે. આ માટે જ ઉપર જણાવેલ છે કે ગમે તે રીતે સમભાવ પ્રાપ્ત કરો એટલે અવશ્ય નિર્વાણનો અનુભવ થશે, અને ગમે તે પુરુષ હોય તે જો વીતરાગી હોય તો જરૂર વંદનીય છે. આમાં સમભાવની પ્રાપ્તિ માટે કોઈ એક જ પ્રક્રિયા કે સાધનાની વાતનો નિર્દેશ નથી. તેમ વંદનીયતા માટે કોઈ એક જ વ્યક્તિનો નિર્દેશ નથી પણ ગુણનો નિર્દેશ છે. આ વિચાર માટે દરેક દાર્શનિક કે ધાર્મિક વિચારક બરાબર સંમત થઈ શકે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ૦ સંગીતિ એમ છે. કોઈ પણ ધર્મમત વા દર્શન, નિર્વાણનો લાભ મેળવવા સારું ક્યારે કે કદી પણ એમ તો કહેતો નથી કે તે માટે રાગદ્વેષને વધારો, કપટ, લોભ કે ક્રોધને ઉત્તેજિત કરો, વિષયવિલાસોમાં સતત મગ્ન રહો, જૂઠું બોલો કે પરિગ્રહી તથા હિંસક બનો. આ ઉ૫૨થી એમ તો સ્પષ્ટ જણાય છે કે નિર્વાણના લાભ માટે જે જે બાધક અને નિષેધાત્મક બાજુ છે તેમાં તમામ મત, ધર્મ કે દર્શન એકમત છે. એટલે એમાં તો વિવાદને સ્થાન નથી. હવે એક સાધ્યરૂપ નિર્વાણના લાભ માટે દરેક દર્શન, મત કે ધર્મના પ્રકાશકે જુદી જુદી વિચારધારા બતાવીને તેને અનુકૂળ જુદી જુદી સાધના કે કર્મકાંડ બતાવેલાં છે. પણ રાગદ્વેષરહિત થવાની વાતમાં કોઈનો લેશમાત્ર વિવાદ નથી. જે જુદાઈ છે તે અધિકારીઓની જુદી જુદી ભૂમિકાને લક્ષ્યમાં રાખીને અથવા દેશ વા કાળની પરિસ્થિતિ અને મનુષ્યોની શક્તિ તથા રુચિને લક્ષ્યમાં રાખીને માત્ર વચગાળાની પ્રક્રિયાઓ જુદી જુદી બતાવવામાં આવેલ છે તેમાં છે. એથી કોઈએ લેશમાત્ર ભડકવાનું નથી. જે પ્રક્રિયા વારસાગત મળેલ છે તેને બરાબર યથાર્થ રીતે વિવેકપૂર્વક અનુસરવાની છે, પણ એ અંગે કોઈ વિવાદ કરવાની જરૂર નથી. જૈન ધર્મે અહિંસાને તથા સ્યાદ્વાદના સિદ્ધાંતને સાધનાનું પ્રધાન અંગ માનેલ છે, અને સાથે સાથે સત્સંગ, ઇન્દ્રિયનિગ્રહ, સ્વાધ્યાય, જપ, તપ વગેરે વિવિધ અનુષ્ઠાનોને એ સાધનાના પોષક રૂપે-નિરૂપેલાં છે. બૌદ્ધ ધર્મે મધ્યમ માર્ગને કેન્દ્રમાં રાખી ‘દૃશ્યમાન બધું જ ક્ષણિક છે' એવી ભાવનાને કેળવવાની ભલામણ કરેલ છે. આ ભાવના કેળવવાથી રાગદ્વેષ વગેરે દૂષણો વધવાનો સંભવ નથી, અને જે બીજરૂપે તે દૂષણો રહેલાં છે તેમનો પણ નાશ જ થાય એવી પરિસ્થિતિ ઉક્ત ભાવનાને કેળવવાથી નિર્મિત થાય છે. આ સાથે અહિંસા વગેરેનું આચરણ, ઇન્દ્રિયનિગ્રહ, સત્સંગ, જપ, તપ, પ્રાર્થના વગેરે કર્મકાંડો બતાવેલાં છે. એમાં ધ્યાન અંગે વિશેષ ભાર અપાયેલ છે. આ રીતે આ બન્ને દર્શનોએ નિર્વાણમાર્ગની પ્રાપ્તિની દિશા બતાવેલ છે. હવે વિચાર કરો કે આમાં વાદ-વિવાદ, ખંડનમંડન કે દંતકલહને સ્થાન જ ક્યાં છે ? આપણે જાણીએ છીએ કે વર્તમાનકાળમાં વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક પંડિતોએ ભૌતિક સિદ્ધિઓ મેળવવા સારુ અનેક પ્રયોગો કરીને અનેક જાતના જુદા જુદા નિર્ણયો તારવેલા છે. તેમાંના જે નિર્ણયોને તમામ વૈજ્ઞાનિકોએ Page #184 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ વિચારધારાઓની આલોચના ૦ ૧૬૩ તથા તેમની સમિતિએ સ્વીકારેલા છે તેમને સર્વસંમત માનવામાં આવે છે અને જે નિર્ણયો વિવાદાસ્પદ હોય છે તે અંગે પ્રયોગો કરી કરીને ચકાસણી કરવામાં આવે છે. તેમાં કોઈ વૈજ્ઞાનિક એ માટે શાસ્ત્રાર્થ કરવાનું પણ ધારતો નથી. એ તો એમ જ સમજે છે કે પ્રયોગો કરવાથી તથા એ અંગે વધુ ચિંતન-મનન, સંશોધન કરવાથી જે હકીકત નિશ્ચિત થાય તે સર્વસામાન્ય થાય અને સર્વગ્રાહ્ય પણ થાય. આમ હોવાથી બધા જ વૈજ્ઞાનિકો પોતપોતાની શોધો અને તે બાબતના વિચારોનું પરસ્પર આદાનપ્રદાન કરતા રહે છે, પણ કોઈ સ્થળે વૈજ્ઞાનિકો વચ્ચે દંતકલહ થયો જાણ્યો, સાંભળ્યો કે જોયો નથી. આપણા દેશમાં પણ ઘણા પ્રાચીન કાળથી ચિંતન-મનન થતું આવેલ છે. સંસારપ્રવાહમાં તણાતાં પ્રાણીઓની દુઃખમય સ્થિતિ જોઈ જેમના ચિત્તમાં કરુણાનાં પૂર ઊમટ્યાં તેવા વીર પુરુષોએ આ પ્રત્યક્ષ દુ:ખમય સ્થિતિને કેમ ટાળી શકાય, એ અંગેની શોધ માટે પોતાનાં ભૌતિક સુખોની આહુતિ આપી. ચિંતન-મનન નિદિધ્યાસન સાથે પોતાના જ દેહ ઉપર, મન ઉપર, વૃત્તિઓ ઉપર અને ઇંદ્રિયો ઉપર અનેક અખતરા કર્યા, ઘોર દેહદમન કર્યાં, ધ્યાન કર્યાં, જપ, તપ, સ્વાધ્યાય વગેરે પણ કર્યાં. એ બધું કર્યા પછી એમને જે જે અનુભવો થયા અને એ દ્વારા એમને જે જાતના નિર્ણયો લાધ્યા તે સંસાર સામે રજૂ કર્યા. આ અંગે શ્રીકૃષ્ણ, કપિલમુનિ, ગૌતમમુનિ, કણાદમુનિ તથા વર્ધમાન મહાવીર અને સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બધાએ વિવિધ સાધનાઓ દ્વારા જે જે નિર્ણયો તારવ્યા અને તેમને પોતે કરેલા પ્રયોગો દ્વારા જે જે અનુભવો થયા તે બધા જ જગત સમક્ષ મૂક્યા અને તે સૌએ ઘોષણા કરી કે આ દુઃખમય પરિસ્થિતિમાંથી બચવાની ઇચ્છા હોય તો અમે જે જે પ્રયોગો બતાવ્યા છે અને જે જે અનુભવા તારવ્યા છે તે પ્રયોગો તમે પણ કરો, અને સ્થિર શાંત પરિસ્થિતિમાં પૂર્વગ્રહોનો ત્યાગ કરીને એ પ્રયોગોમાં નવી નવી શોધનું ઉમેરણ ક૨ી સાધ્યસિદ્ધિ માટે વધારે સરળ માર્ગનું શોધન કરો. એ દ્વારા તેમણે સંસારને વધારેમાં વધારે સરળ માર્ગની ભેટ કરી. પ્રસ્તુતમાં શ્રીકૃષ્ણ વગેરે વીર પુરુષોની શોધો અને અનુભવો અંગે વિશેષ કહેવાનો આ પ્રસંગ નથી. આ પરિષદ જૈન અને બૌદ્ધ વિચાર પૂરતી ગોઠવાયેલ છે. એટલે તે બે દર્શનના શોધકોના વિચારોને જ ઉપર જણાવેલા છે. હવે આપણે વિચારીએ કે આપણે આ બાબત શું કર્યું ? કોઈ નવી શોધો કરી ? કોઈ નવા પ્રયોગો કરી નવા નિર્ણયો કે અનુભવો તારવ્યા ? Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ • સંગીતિ આ સવાલોના જવાબો મેળવવા ભૂતકાળના ઇતિહાસને અહીં થોડો ઉખેળવો પડે તેમ છે. મહાવીર અને બુદ્ધ એ બન્ને ચીલાચાલુ પુરુષો નહોતા, પરંતુ સ્વતંત્રપણે વિચારક હતા. પરાપૂર્વથી જે ધર્મપ્રવાહ ચાલ્યો આવતો હતો તેમાં તે બન્નેએ વિશેષ પરિવર્તન આપ્યું હતું અને તેમના જમાનાની જે અનિષ્ટ રૂઢિઓ હતી તેમનો તે બન્નેએ સખત સામનો કરી, પ્રજાને નવી દિશાએ ચાલવાની પ્રેરણા આપવા સારુ, તેમણે બન્નેએ પોતપોતના સુવાંગ પ્રયોગો આરંભ્યા હતા. તેમાં તેઓ પાર ઊતર્યા એટલે તે પ્રયોગોને તેમણે લોકો સામે મૂક્યા, અને જે રીતે તેમણે એ પ્રયોગો આચરેલા તે રીતે લોકોને સમજાવી, અને તે પ્રમાણે વર્તવાની પ્રેરણા આપી. તે સમયના હજારો, લાખો લોકોએ એમની સૂચનાને માન્ય કરી એ પ્રયોગો પ્રમાણે જીવન ઘડવું શરૂ કરેલું, અને તેમાં ઘણા લોકો ઠીક ઠીક સફળ થયા અને પ્રજામાં તે પ્રયોગો આદર પામ્યા. - હવે ખરી વાત તો એ છે કે તે પ્રયોગો પ્રમાણે જીવન ઘડવું અને તેમ કરીને વળી એમાં કાંઈ નવી શોધો કરી તેમાં વિશેષ સુગમતા લાવી એ પ્રયોગોને આગળ ચલાવવાના હતા. પણ તેમના જમાના પછીના જમાનામાં તેમ ન બન્યું અને પ્રજા તેમના તરફ અહોભાવની નજરે જોવા લાગી અને પોતાને આવા ઉત્તમ કોટિના પ્રેરકો મળ્યા જાણી અત્યંત પ્રભાવિત થઈને માત્ર તે બન્નેનાં ગુણગાન, પૂજા અને મહિમા કરવા લાગી. આ રીતે લગભગ પ્રજાનો મોટો ભાગ ભક્તિના પ્રવાહમાં તણાયો, એ બન્ને મહાપુરુષોએ જે નવા નવા અનુભવો કરી તે પ્રયોગોની શોધ ચલાવી આગળ વધારેલી અને તે રીતે પ્રજાનું જીવન ઘડવા અને તદનુસાર વર્તન કરવા પ્રયોગો બતાવેલા તે પ્રયોગો માત્ર સ્થાને સ્થાને પૂજાવા જ લાગ્યા અને તે તે બન્ને મહાપુરુષોનો જ મહિમા, પરોપકારીપણું, અસાધારણ ત્યાગ વગેરેના ગુણો ગવાવા લાગ્યા. આમ થવું સ્વાભાવિક હતું. પણ આમ કરવા સાથે તે બન્ને મહાત્માઓની જીવનસરણીને અનુસરવાનું બળ મેળવવાનું હતું. પણ તે પ્રધાનપ્રવૃત્તિ ઢીલમાં પડી અને તે તે પુરુષોના અનુયાયી વિદ્વાન લોકોએ તે પ્રયોગોને શબ્દમાં ઉતારી તેમનાં જુદાં જુદાં શાસ્ત્રો રચ્યાં. આ પણ જરૂરી હતું, પણ ભક્તિના અસાધારણ આવેશમાં એ શાસ્ત્રોને માનનારાઓએ એ શાસ્ત્રોને માટે એવી મહોર મારી કે એ પ્રયોગોમાં હવે કાંઈ ઉમેરવા જેવું Page #186 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ વિચારધારાઓની આલોચના ૧૬૫ નથી, તેમ તેમાં કાંઈ નવું પરિવર્તન કરવાની જરૂર નથી; જે છે તે તદ્દન સંપૂર્ણ છે. આ પહેલાં જીવનશુદ્ધિના સાધક પ્રાચીનતમ પ્રયોગ કરનારાઓનાં પણ જુદાં જુદાં શાસ્ત્રો રચાઈ ગયાં હતાં અને તે જુદા જુદા શાસ્ત્રકર્તાઓએ પણ પોતપોતાનાં શાસ્ત્રો અંગે પૂર્ણતાની મહોર મારી હતી અને એ બાબત તેઓ પરસ્પર વાદવિવાદે પણ ચડ્યા હતા. “મમ સત્યમ્' એ ન્યાયે તેઓ એકબીજા વચનયુદ્ધ તરફ પણ વળ્યા હતા. સાંખ્યશાસ્ત્ર (કપિલમુનિ), ન્યાયદર્શન (ગૌતમ મુનિ) અને વૈશેષિકશાસ્ત્ર (કણાદમુનિ) આ ત્રણે પ્રયોગાત્મક શાસ્ત્રો હતાં; તેમાં તેમના પ્રણેતાના પોતપોતાના જુદા જુદા અનુભવો હતા અને તેમણે જે રીતે સાધના કરી જીવન ઘડેલું તેનું વિવેચન હતું. પણ તેમના જુદા જુદા અનુયાયીઓએ પ્રયોગાત્મક શાસ્ત્રો ઉપર સિદ્ધરૂપતા વા પૂર્ણરૂપતાની મહોર મારી એકબીજાનાં ખંડનમંડન તરફ વળ્યા હતા. એકબીજાના વિચારોને સમજવા, તેની પરસ્પર તુલના કરવી અને તે તે શાસ્ત્રોનો પ્રધાન ઉદ્દેશ સમજી તદનુસાર જીવન ઘડવું એ પ્રવૃત્તિ મંદ પડી ગઈ હતી અને જુદા જુદા બુદ્ધિના અખાડાઓમાં એ પંડિતો મલ્લોની પેઠે બુદ્ધિના યુદ્ધે ચડ્યા હતા. તે જ સ્થિતિ ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના અનુયાયીઓની પણ થઈ. એમણે પોતપોતાના શ્રદ્ધેય, માનનીય, પૂજનીય તરફ કૃતજ્ઞતાભાવ વિકસાવવા એ જ રાહે ચડવાનું મુનાસબ માન્યું, અને જોકે, જીવન ઘડવા માટે એ પ્રયોગોનું અનુસરણ પણ ચાલુ રાખ્યું, છતાં એ અનુસરણમાં મોટો ભાગ આ વાણીયુદ્ધનો જ રહ્યો અને મોટાં મોટાં મંદિરો, ભારે ભારે ઉત્સવો, અને પોતાની વૃત્તિને પોષે એવા ઠાઠમાઠો તથા કેટલે અંશે દેહદમન વગેરે ચાલુ રહ્યાં. આ રીત પછી તો એટલી બધી વધી ગઈ કે એ પ્રયોગોમાંનો મૂળ પ્રાણ નીકળી ગયા જેવું થઈ ગયું અને માત્ર કૃતજ્ઞતાસૂચક પ્રવૃત્તિઓ જ વધતી ચાલી તથા એ બધા જુના અને નવા પ્રયોગોનાં શાસ્ત્રો એકબીજા તરફ વિરોધભાવ ધારણ કરવા સુધી પહોંચી ગયા. આ સ્થિતિ મધ્યયુગમાં વિશેષ વિકસી અને એ માટે અનેક નવા નવા તર્કપ્રધાન ગ્રંથોનું પણ નિર્માણ થયું. તેમાં એટલે સુધી ભક્તિભાવ વધ્યો કે અમુક શાસ્ત્ર માને તે જ આસ્તિક અને ધાર્મિક અને બીજા શાસ્ત્રને માનનાર નાસ્તિક અને અધાર્મિક વા અજ્ઞાની વા મિથ્યાદષ્ટિ. એ મધ્યયુગની અસર આપણા વર્તમાનકાળમાં પૂરેપૂરી જામી ગઈ છે; જો કે હવે જાહેર રીતે તો બુદ્ધિના અખાડા કેટલેક અંશે બંધ થયા છે, પણ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ - સંગીતિ એકબીજાના શાસ્ત્ર તરફ નફરત ઓછી થઈ જણાતી નથી. તમે જોશો કે બ્રાહ્મણપરંપરાના અનુયાયીઓમાં ભાગ્યે જ એવા પંડિતો મળશે, જેઓ જૈન અને બૌદ્ધ વિચારોની પૂરી સમજ ધરાવતા હોય; તેમ આ બાજુ જૈન અને બૌદ્ધ પરંપરાના અનુયાયીઓમાંના ભાગ્યે જ એવા પંડિતો મળશે કે જેઓ બ્રાહ્મણ પરંપરાના ગીતા અથવા ઉપનિષદ્ જેવા ગ્રંથોમાં જે વિચારો દર્શાવેલા છે તેમને બરાબર સમજે, વિચારે અને તેમનું તોલન કરે. આ વાણીયુદ્ધનું બીજું અનિષ્ટ પરિણામ એ આવ્યું છે કે એ પ્રયોગાત્મક શાસ્ત્રને માનનારાઓમાં પણ ફાટફૂટ પડી ગઈ અને તેમાંથી જુદા જુદા પંથોસંપ્રદાયો-સંકીર્ણ મતો ઊભા થયા. જે જે હકીકત પ્રયોગરૂપે હોય તેને અનુસરતાં તેમાં ક્રિયાભેદ વા વિચારભેદ જરૂર થાય, અને એમ બનવું એ તો પ્રયોગાત્મક પ્રવૃત્તિનો પ્રાણ છે. પણ આ જુદા જુદા પંથો અને સંપ્રદાયોમાં એમ ન થતાં પરસ્પર વિરોધ વધારે વધતો ચાલ્યો અને તે તત્ત્વવિચારમાં વા તેના અનુષ્ઠાનની ચર્ચામાં ગાળાગાળી સુધી પહોંચી ગયો. આ રીતમાં જૈન ગ્રંથકારો પણ જરાય પાછળ રહ્યા નથી. અહિંસાને સંપૂર્ણપણે માનનારા અને અનેકાંતવાદના સિદ્ધાંતને પણ પૂરેપૂરું માન આપનારા પણ આ શાસ્ત્રકારો તત્ત્વવિચાર અને કર્મકાંડની ચર્ચામાં ન તો અહિંસાને જાળવી શક્યા છે, ન તો અનેકાંતવાદ તરફનો પોતાનો આદર ટકાવી શક્યા છે. જેવું આ કથન જૈન શાસ્ત્રકારોને લાગુ પડે છે તેવું બૌદ્ધ શાસ્ત્રકારોને પણ લાગુ પડે છે. હવે તો વિજ્ઞાનનો યુગ આવેલ છે અને ગાંધીયુગ પણ આપણે નજરોનજર જોયો છે. એટલે તે બંનેની અસર પ્રજા ઉપર છે. એટલે જ વર્તમાન યુવાન પેઢી ગડમથલમાં પડી છે. તે ધર્મવિમુખ નથી, પણ કયો પ્રયોગ કરવો તેની મૂંઝવણમાં છે. આવે ટાંકણે જો ધર્મધુરંધરો મધ્યયુગ જેવી સ્થિતિને જ પ્રધાનસ્થાન આપવામાંથી નવરા નહીં થાય, તો જરૂર આ પેઢીને ધર્મવિમુખ બનાવવાની જવાબદારીના ભાગીદાર બનશે એમાં શક નથી. પ્રાચીન સમયમાં વૈદિક, જૈન અને બૌદ્ધ ત્રણ પ્રયોગાત્મક વિચારધારાઓ આપણી સામે હતી, પણ હવે તો તેમાં બીજી બીજી પ્રયોગાત્મક વિચારધારાઓનો પણ સમાવેશ થયેલ છે : જરથોસ્તી ધર્મની પ્રાચીન પરંપરા, ખ્રિસ્તી ધર્મની પરંપરા અને ઇસ્લામી ધર્મની પરંપરા. આ વિચારધારાઓની પણ ઉપેક્ષા કરવી પોષાય તેમ નથી એ હકીકત અંગે પણ આપનું ધ્યાન ખેંચું છું. Page #188 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બૌદ્ધ વિચારધારાઓની આલોચના ૦ ૧૬૭ સમગ્ર લખાણનો સાર આ છે કે જે જે શાસ્ત્ર વર્તમાનમાં પ્રચલિત છે તે બધાં જ પ્રયોગરૂપ છે, અને તે પ્રયોગને બરાબર અમલમાં મૂકવામાં આવે એટલે અંદરથી અને બહારથી બરાબર એ પ્રયોગોને જે કોઈ અનુસરશે તે જરૂર આ વિષમ કાળમાં પણ નિઃશ્રેયસ મેળવશે-જરૂર સિદ્ધ થઈ જશે. આચાર્ય સિદ્ધસેન દિવાકરે મોટી ઘોષણા સાથે જણાવેલ છે કે : “જેને જેને મિથ્યા દર્શનો કહેવામાં આવે છે તે બધાં જ જયારે ભેગાં થાય ત્યારે જૈન દર્શન બને છે, જિનવચન બને છે.” વર્તમાન યુગના જૈનસંઘના જે જે સંપ્રદાયો છે તે બધા જ જયારે ભેગા થાય ત્યારે પૂરો જૈન ધર્મ બને છે એ વાત સમજવામાં આવશે ત્યારે જ જૈનસંઘનું અને અન્ય સંઘોનું પણ કલ્યાણ થશે એમ મારો અંગત અભિપ્રાય છે. – પ્રબુદ્ધ જીવન - ૧૯૬૭ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૨૦. મહાભારત અને જૈન આગમ આમ તો મહાભારત બ્રાહ્મણપરંપરાનો ગ્રંથ છે અને જૈન આગમો જૈન પરંપરાના છે. એ બે વચ્ચે હોય તો વિરોધ જ હોય; કશી સમાનતા કે સગાઈ તો ન જ હોય એવી સાધારણ માન્યતા છે. શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચે પાછલા કેટલાક સમયથી મેળ નથી, બલ્ક વિરોધ છે એવું તે તે શાસ્ત્રો દ્વારા પણ લોકો જાણે છે. જેમનું નિત્યવેર હોય એવા સમાસના પ્રયોગોના દાખલામાં શ્રમબ્રાહમણન' એવું એક ઉદાહરણ ઘણા સમયથી બને પરંપરાના વ્યાકરણગ્રંથમાં ચાલ્યું આવે છે અને “જોગી-જાતિને વેર, વેર સતી-વેશ્યાને એવી શામળ ભટ્ટની લોકોક્તિ પણ એ જ વેરની સમર્થક છે. આ હકીકત ખોટી નથી; પણ માત્ર એક જ આંખે અને તે પણ માત્ર ભેદ કે વિરોધ શોધવાની દૃષ્ટિએ જોવાથી ઊભી થયેલી છે. સમભાવે અને એકબીજાની સગાઈ શોધવાની દષ્ટિએ બીજી આંખે પણ જોઈએ, તો બ્રાહ્મણ અને શ્રમણ વચ્ચે જેટલો ઘનિષ્ઠ સંબંધ છે તેટલો બીજાઓ વિશે દેખાતો નથી. બે સગા ભાઈઓ હોય છતાં જો દોષદૃષ્ટિથી જ એકબીજાને જોતા હોય તો તેમાં પણ દ્વેષ કે વેર સિવાય બીજો કોઈ ભાવ દેખાશે નહીં, અને જો ગુણદષ્ટિએ અને સમાધાનભાવે જોઈશું તો ગમે તે બે તદ્દન જુદા જુદા લાગતા મનુષ્યોમાં પણ ભારે સંગતતા અને ઘનિષ્ઠતા માલૂમ પડે છે, તો પછી બે સગા ભાઈની તો વાત જ શી ? સમાજનું ધારણપોષણ અને સત્ત્વસંરક્ષણ કરવું હોય, પ્રજામાં સદ્ભાવ અને પ્રેમ વધારવા હોય તો જુદાઈમાં તો શું, વિરોધમાં પણ સંગતિ જોવાની દૃષ્ટિ કેળવવાની જરૂર છે. તેમ કર્યા સિવાય વ્યક્તિ અને સમાજ બંનેને હાનિ છે. કેવળ ભેદ કે વિરોધદષ્ટિથી જ જોવાની ટેવ પાડીએ તો કદાચ એકલી વ્યક્તિને થોડો-ઘણો ફાયદો થાય, પણ તે ફાયદાના મૂળમાં સંતાપ અને ક્લેશ સિવાય બીજું કશું જ દેખાશે નહીં. માટે સમાજના અને વ્યક્તિના હિતવાંછુએ પ્રધાનપણે સમાધાનની દષ્ટિ કેળવવાની Page #190 -------------------------------------------------------------------------- ________________ મહાભારત અને જૈન આગમ ૧૬૯ વિશેષ જરૂર છે. તે રીતે ભિન્ન ભિન્ન મતોને, જુદા જુદા અભિપ્રાયોને, ભિન્ન ભિન્ન ગ્રંથોને તથા વિવિધ સંપ્રદાયોને જોવાથી એ બધામાં વિશેષ સંગતતા, ઘણી ઘનિષ્ઠતા અને જાણે કે એ બધા એક જ હોય એમ આપણે પ્રામાણિકપણે જોઈ શકીશું. બ્રાહ્મણગ્રંથકારોએ વેદબાહ્ય લોકોને નિંદ્યા છે, જૈન ગ્રંથકારોએ મહાભારત વગેરે મહાગ્રંથોને મિથ્યા ગ્રંથો કહીને વગોવ્યા છે. પણ તેમાં કેવળ એમણે એક જ આંખનો ઉપયોગ કરેલો અને કેવળ સંકુચિત સાંપ્રદાયિક દૃષ્ટિને જ કેળવેલી. પણ હવે આપણે ગમે તે ધર્મના, ગમે તે ભાષાના, ગમે તે ધંધાના વા ગમે તે કુળ યા ગોત્રના હોઈએ તો પણ એક જ છીએ, એક જ રહેવાના અને આપણી ભાવી પ્રજાને પણ એજ એક સંદેશો તેમના વારસામાં આપી જવાના. આ એક ઉદ્દેશ વા દષ્ટિને ધ્યાનમાં રાખીને નીચે મહાભારતની સાથે જૈન આગમ ઉત્તરાધ્યયનસૂત્રની તુલનાત્મક રીતે વિવેચના કરવામાં આવી છે. વિવેચનામાં કલ્પના નથી, પણ નક્કર સત્ય છે. વાત એમ છે કે ઘણા જૂના સમયમાં બ્રાહ્મણ-પરંપરા કર્મકાંડપ્રધાન હતી, એટલે કે યજ્ઞો કરવા; પછી ભલે તેમાં નરબલિ કે પશુબલિ ચડાવવામાં આવતો હોય. એવા યજ્ઞો સ્વર્ગમાં પહોંચાડનારા છે એમ પણ વેદોને નામે કહેવામાં આવતું. “સીત્રામખ્યાં સુરાપાનમ્' એટલે સૌત્રામણિ યજ્ઞમાં સુરાનું પાન કરવું એમ કહીને પશુહિંસાની સાથે મદ્યપાનને પણ વેદોને નામે ટેકો આપવામાં આવતો. આ રીતે વેદોને નામે એક કાળે ઘણા અનાચારોને પોષણ મળેલું. આ પરિસ્થિતિથી ઘણા બ્રાહ્મણો પણ અકળાયેલા અને એ અકળામણમાંથી જ ઉપનિષદો જન્મ્યાં છે. માઠર જેવા બ્રાહ્મણ પરંપરાના પુરસ્કર્તાએ તો એમ પણ કહેલું છે, કે “વૃક્ષાત્ છિલ્વા પશુ હલ્વા વૃત્વા ઔધરર્વમમ્ ! પાશ્રય તે સ્વનર: ફેન તે” (માઠરવૃત્તિ, પાનું આઠમું, ચૌખંબા ગ્રંથમાળા) અર્થાત્ જો યજ્ઞમાં પશુઓને મારીને સ્વર્ગમાં જઈ શકાય તો પછી નરકમાં જવાનો બીજો ક્યો માર્ગ છે? અથવા આવા હિંસકો સ્વર્ગમાં જાય તો પછી નરકમાં કોણ જાય? ગીતાના સમર્થક પુરુષોત્તમ શ્રીકૃષ્ણ પણ એવા હિંસાપ્રધાન વેદો તરફ તાકવાની પોતાના સખા અર્જુનને સાફ ના પાડેલી, અને એ રીતે એમણે પણ અહિંસા અને સંયમનું જ સમર્થન કરેલું છે. ગીતાજીમાં શ્રીકૃષ્ણ જે વચનો વેદો વિશે કાઢેલાં છે તે આ પ્રમાણે છે : Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ • સંગીતિ "यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः । वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः ॥८२॥ कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् । क्रियाविशेषबहुला भौगैश्वर्यगति प्रति ॥८३॥ भोगैश्वर्यप्रसक्तानां तयाऽपहृतचेतसाम् । व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते ॥४४॥ त्रैगुण्यविषया वेदा निस्वैगुण्यो भवार्जुन । निद्वंन्द्वो नित्यसत्वस्थो निर्योगक्षेम आत्मवान् ॥८५॥" શ્રી ગીતાજીના બીજા અધ્યાયમાં આ ચાર શ્લોકો આપેલા છે. એ શ્લોકો જ બતાવી આપે છે કે ગીતાજીના સમયમાં વેદોનો કેવો અનુચિત ઉપયોગ પુરોહિતો કરતા હતા. શ્રીકૃષ્ણ પોતે વેદનો આ જાતનો દુરુપયોગ જોઈને જ પોતાના સખા અર્જુનને વેદવાદ તરફ જોવાની સાફસાફ ના પાડે છે. આ ઉપરાંત “મપુત્રસ્ય તિતિ' અર્થાત્ “અપુનિયાની સદ્ગતિ થતી નથી' એવો વેદવાદ છે. વેદોનું અધ્યયન કરવું, પ્રજા પેદા કરવી, બ્રાહ્મણોને જમાડવા વગેરે પણ વેદવાદ છે. કર્મકાંડપ્રધાન પરંપરાનું રહસ્ય નથી સમજવામાં આવતું, ત્યારે જે અનર્થો થાય તે બધા એ પરંપરામાં થાય એ સ્વાભાવિક છે. એક પુરોહિત બ્રાહ્મણ એ કર્મકાંડપ્રધાન પરંપરાનો અનુગામી છે, ત્યારે એનો પુત્ર એ પરંપરાથી જુદો પડે છે અને અહિંસા-સંયમપ્રધાન પરંપરાને અનુસરવા તત્પર થાય છે. એવા એ બન્ને પિતાપુત્રનો સંવાદ મહાભારતમાં આપેલો છે અને એવો જ સંવાદ જૈન આગમ ઉત્તરાધ્યયનમાં પણ આપેલ છે. આ નીચે એ બન્ને સંવાદોનો અનુવાદ આપું છું અને પછી એ બન્નેનાં મૂળ પદ્યો પણ ટાંકી બતાવું છું, જેથી વાંચનાર જોઈ શકશે કે તે બન્નેના અનુવાદમાં કેટલી બધી સમાનતા છે, એટલું જ નહીં, પણ પદ્યોમાં પણ કેટલી બધી અક્ષરશઃ પણ સમાનતા જળવાયેલી છે. મહાભારતમાં બારમું શાંતિપર્વ છે. તેના પેટામાં ત્રીજું મોક્ષધર્મપર્વ છે. તેમાં સળંગ ચાલ્યા આવતા ૧૭૫મા અધ્યાયમાં રાજા યુધિષ્ઠિર અને ભીષ્મપિતામહ વચ્ચેનો સંવાદ છે. ૧. અહીં વાપરેલું મહાભારત પૂનાની આવૃત્તિ છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ મહાભારત અને જૈન આગમ • ૧૦૧ શરૂઆત “Tધષ્ઠિર ઉવાવ' અર્થાત્ “યુધિષ્ઠિર બોલ્યા” એમ કરીને થાય છે. “તમામ પ્રાણીઓના ક્ષયને કરનારો આ કાળ ચાલ્યો જાય છે. તો તે પિતામહ! તમે મને કહો કે અમે શ્રેયસ તરીકે શું સ્વીકારીએ?” ૧ પછી ભીષ્મપિતામહ બોલ્યા : “આ સ્થળે પણ હે રાજા યુધિષ્ઠિર ! પિતાપુત્ર વચ્ચે એક સંવાદ પુરાતન ઇતિહાસરૂપ થયેલ છે, તેને જ ઉદાહરણરૂપે કહેવામાં આવે છે, તે તું જાણ અર્થાત્ તારા પ્રશ્નનો જવાબ એ સંવાદમાંથી જડી જશે. ૨ “હે પૃથાના-કુંતીના પુત્ર રાજા યુધિષ્ઠિર ! સ્વાધ્યાય પરાયણ કોઈ બ્રાહ્મણનો મેધાવી નામે બુદ્ધિશાળી પુત્ર જન્મ્યો હતો. ૩ “મોક્ષ અને ધર્મની સમજમાં કુશળ તથા સમગ્ર લોકતત્ત્વ જાણનારા તે મેધાવીએ સ્વાધ્યાય કરવામાં તત્પર એવા તે પોતાના પિતાને કહ્યું : ૪ “હે પિતાજી ! માનવોનું આયુષ્ય ઝપાટાબંધ ચાલ્યું જાય છે, તો સમજદાર ધીરપુરુષે પોતાના શ્રેય માટે શું કરવું ઘટે? પિતાજી ! તમે મને અનુક્રમે યથાર્થ હકીકત કહો, જેથી હું ધર્મનું આચરણ કરવા માંડે. ૫ પિતા બોલ્યા : હે પુત્ર ! બ્રહ્મચર્ય ધારણ કરીને. વેદોને ભણીને આપણા પૂર્વજપિતૃઓને પાવન કરવા માટે પુત્રોને ઇચ્છવા જોઈએ; અર્થાત્ બ્રહ્મચર્ય સાથે વેદોને ભણ અને શ્રાદ્ધ માટે પુત્રોને પેદા કર. અગ્નિની સ્થાપના કરીને વિધિપૂર્વક યજ્ઞો કર અને પછી વાનપ્રસ્થ થયા બાદ મુનિ થવાની ઇચ્છા કર.” ૬ (મેધાવીનો પિતા કર્મકાંડપ્રધાન બ્રાહ્મણ-પરંપરાનો છે અને મેધાવીની આસ્થા એ કર્મકાંડપ્રધાન એવી બ્રાહ્મણ-પરંપરાથી ઊઠી ગઈ હોય એમ લાગે છે, એ ધ્યાનમાં રાખવા જેવું છે.) પુત્ર બોલ્યો : “સમગ્ર સંસાર આ રીતે ભારે ડિસાઈ રહ્યો છે અને અનેક દુઃખોથી ઘેરાયેલો છે તથા આયુષ્યને હરવામાં સફળ એવી રાત્રીઓ વીતતી જાય છે, તેને વખતે હે પિતા! તમે આવું ધીરના જેવું કેમ બોલો છો; અર્થાત્ જયારે જગત આખું મૃત્યુના જડબામાં ફસાયેલું છે અને આધિ, વ્યાધિ તથા ઉપાધિઓથી ઘેરાયેલ છે, તેવે વખતે વેદોને ભણવાની, પુત્રોને પેદા કરવાની તથા યજ્ઞો કરવાની સલાહ શી રીતે આપો છો? કાલની તો કોઈને ખબર નથી.” Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર • સંગીતિ પિતા બોલ્યા : દીકરા ! આ તું શું કહે છે? આ સંસાર કેવી રીતે પિસાઈ રહ્યો છે? દુઃખોથી કેવી રીતે ઘેરાયેલો છે? કઈ સફળ રાત્રીઓ વીતતી જાય છે? જાણે કે તું શું મને બિવરાવી રહ્યો છે !૮ પુત્ર બોલ્યો : લોક બધા મૃત્યુથી આઘાત પામેલા છે, જરાના રોગથી ઘેરાયેલા છે અને આપણા આયુષ્યને ઘટાડનારાં આ રાતદિન ચાલ્યાં જાય છે. આ બધું છે પિતા ! તમે કેમ જાણતા નથી ? ૯ આયુષ્યને ગળી જનારી આ કાળરાત્રીઓ રોજ ને રોજ આવે છે અને જાય છે. વળી હું જયારે એ જાણું છું કે મૃત્યુ ઊભું રહેતું નથી, ૧૦ ત્યારે જ્ઞાન-સમ બદ્ધરથી નહીં ઢંકાયેલો હું કેવી રીતે વાટ જોઈને બેસી રહું ? (અર્થાતુ પ્રતિક્ષણ આયુષ્ય ઘટતું રહે છે અને મૃત્યુનો ભય ઊભો જ છે, તેવે વખતે વેદોને ભણવાનું, પુત્રોને પેદા કરવાનું અને યજ્ઞો કરવાનું મને કેમ સૂઝે ?) ૧૧ “જેમ જેમ રાતો વીતે છે, તેમ તેમ આયુષ્ય અલ્પ, અલ્પતર અને અલ્પતમ થતું રહે છે. પંડિત પુરુષે આવી સ્થિતિમાં વીતી જતા સમયને નિષ્ફળ માનવો જોઈએ. આવી દુઃખમય પરિસ્થિતિમાં કયો માણસ સુખ પામે ? ઓછા પાણીમાં જેમ માછલું તરફડે, તેમ માણસો દુઃખમાં તરફડી રહ્યાં છે. માણસની ધારેલી વાસનાઓ પૂરી નથી થતી, ત્યાં તો મનુષ્યને મૃત્યુનું તેડું આવી જાય છે. ૧૨ વાસનાઓમાં મનને પરોવીને માણસ હજુ ફૂલોને ચૂંટતો હોય છે, ત્યાં જ મૃત્યુ તેને ઉપાડીને ચાલતું થાય છે–જેમ વરુ ગરીબ ઘેટાને ઉપાડીને ચાલતું થાય છે તેમ. ૧૩ ‘તું આજે જ તારું શ્રેય જે થાય તે કરી લે, તને આ મૃત્યુ-કાળ દબાવી ન જાય. કરવાનાં કાર્યો અણકર્યા રહેશે અને ખરેખર તને મૃત્યુ ખેંચી જશે. ૧૪ “આવતી કાલે કરવાનું આજે જ કરી લે, સાંજે કરવાનું બપોરે જ કરી લે. આણે પોતાનું કામ કર્યું છે કે નથી કર્યું એ રીતે મૃત્યુ કોઈની વાટ જોતું નથી. ૧૫ એમ કોણ જાણી શકે છે કે આજે કોનું મરણ થવાનું છે? માટે યુવાન માણસે જ ધર્મશીલ થવું જોઈએ. જીવન અનિત્ય છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ મહાભારત અને જૈન આગમ • ૧૭૩ ધર્માચરણથી કીર્તિ થશે. ઉપરાંત આ લોકમાં અને પરલોકમાં પણ સુખ જ થશે. ૧૬ મોહથી ઘેરાયેલો માનવી પુત્રો અને સ્ત્રીઓ માટે ઉદ્યત થાય છે અને કરવાનું કે ન કરવાનું કામ કરીને પણ એમને પોષણ આપે છે. ૧૭ પુત્ર અને પશુઓની સંપતવાળા તથા વિશેષ આસક્ત મનવાળા પુરુષને, જેમ સૂતેલા હરણને વાઘ ઉપાડીને ચાલ્યો જાય છે, તેમ મૃત્યુ ઉપાડીને ચાલ્યું જાય છે. ૧૮ મોહના ઘેનમાં પડેલા, હજુ સંચય કરવાની શરૂઆત કરતા અને વાસનાઓથી અતૃપ્ત રહેલા માનવને, જેમ વાઘ પશુને લઈને ચાલ્યો જાય છે, તેમ મૃત્યુ ઉપાડીને ચાલ્યું જાય છે. ૧૯ “આ કામ કર્યું છે, આ કામ કરવું બાકી છે અને બીજું પણ ઘણું કર્યું છે અને કરવાનું છે–એ રીતે જે માનવ અસુખમાં આસક્ત રહે છે, તેને મૃત્યુ પોતાને તાબે કરે છે. ૨૦ જે જે કર્મો એટલે કાર્યો માણસે કરેલાં છે, તેનું ફળ હજુ તેને મળ્યું નથી; ત્યાં તો એ ખેતર, હાટ અને ઘરમાં આસક્ત થયેલા મનુષ્યને પકડીને મૃત્યુ ચાલ્યું જાય છે. ૨૧ “માણસ ભલે દૂબળો હોય કે બળવાન હોય, શૂરવીર હોય કે બીકણ હોય, જડ હોય કે કવિ-પંડિત હોયએ બધા પોતપોતાની વાસનાઓને હજુ પૂરી ન કરી શક્યા હોય તો પણ તે બધાને ઉપાડીને મૃત્યુ ચાલ્યું જાય છે. ૨૨ હે પિતા ! આ શરીરમાં મૃત્યુ, જરા, વ્યાધિ અને બીજાં અને દુઃખો ભરેલાં છે, છતાં તમે તદ્દન સ્વસ્થ જેવા કેમ બેઠા છો? જન્મેલા પ્રાણીને જ યમરાજ ઉપાડી જાય છે, જરા ઘેરી વળે છે. મરણ અને જરાથી જગતનાં તમામ સ્થાવરજંગમ પ્રાણીઓ ઘેરાયેલાં છે. ૨૪ “જે માણસને આ ગ્રામ્ય સુખોમાં એટલે દેહ-ઇંદ્રિયોનાં સુખોમાં ચેન પડે છે, તે મૃત્યુનું જ મુખ છે અને જે માણસ એ ગ્રામ્ય સુખોને તજી દઈને અરણ્યમાં વાસ કરે છે, તે દેવોનો જ ગોષ્ઠ છે. અર્થાત્ ત્યાગ સાથેનો અરણ્યવાસ સ્વર્ગસમાન છે. ૨૫ ગ્રામ્ય સુખોમાં જ ભરાઈ રહેવું તે એક જાતનું મોટું બંધન છે. જે સુકૃતિ મનુષ્યો છે તેઓ એ બંધનને છેદી નાખે છે અને જેઓ દુષ્કૃતિ છે તેઓ એ બંધનને છેદી શકતા નથી. ૨૬ જે મનુષ્ય મનસા, વાચા અને કર્મણા કોઈ પ્રાણીની હિંસા નથી Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ • સંગીતિ કરતો, તેને ક્રૂરમાં ક્રૂર પ્રાણી પણ મારી શકતું નથી. ૨૭ સત્ય વિના બીજું કોઈ પણ તત્ત્વ, સામે ધસી આવતી મૃત્યુની સેનાને રોકી શકતું નથી, માટે અસત્યને તજી દેવું જોઈએ. સત્યમાં અમૃત ભરેલું છે. ૨૮ “સત્યનો સાચો મહિમા સમજીને માનવીએ સત્યવ્રતનું આચરણ કરવું જોઈએ, સત્ય-યોગમાં તત્પર થવું જોઈએ તથા સત્યશાસ્ત્રના અનુગામી બનવું જોઈએ, દાત્ત થવું જોઈએ અને સત્ય વડે જ મરણને જીતવું જોઈએ. ૨૯ અમૃત અને મરણ એ બને આ માનવદેહમાં જ રહેલાં છે. મોહને લીધે મરણ આવે છે અને સત્યને લીધે અમૃત સાંપડે છે. ૩૦ માટે હે પિતાજી ! હું અહિંસક બનીશ, સત્યાર્થી થઈશ, કામ અને ક્રોધને મારી મનમાંથી બહાર કાઢી મેલીશ, દુઃખ અને સુખમાં સમદષ્ટિ રહીશ. આ રીતે ક્ષેમવાળો થઈને અમર્યની (દવની) પેઠે હું મૃત્યુને તજી દઈશ. ૩૧ મારો પશુયજ્ઞ કે નરયજ્ઞ નહીં હોય, હું તો શાંતિના યજ્ઞમાં તત્પર બનીશ, મારી ઇંદ્રિયો અને દેહને અંકુશમાં રાખીશ. એ રીતે બ્રહ્મયજ્ઞમાં સ્થિર એવો મુનિ થઈશ તથા પ્રણવજપનો મારો વાણીયજ્ઞ ચાલશે, ગુરુસેવા વગેરે સદનુષ્ઠાનોનો મારો કર્મયજ્ઞ ચાલશે, મનનો જય કરવાનો મારો મનયજ્ઞ પ્રવર્તશે. એ રીતે હું દેવયાનના માર્ગમાં ચાલીશ. ૩૨ “જેમાં પશુઓને મારી નાખવામાં આવે છે એવા ઘોર હિંસક પશુયજ્ઞો વડે મારા જેવો ભાનવાળો સાવધાન થયેલો મનુષ્ય શા માટે યજ્ઞો કરે એટલે કે દેવોની પૂજા કરે ? “એ હિંસક યજ્ઞો તો નાશવાન છે, માટે હું પિશાચની પેઠે એવા યજ્ઞો શા માટે કરું ? ૩૩ જેના વાણી અને મન હમેશાં બરાબર સ્વસ્થ છે, જે તપ કરે છે, ત્યાગ કરે છે અને સત્યને આચરે છે, તે ખરેખર બધું જ પામે છે. ૩૪ “વિઘા જેવી કોઈ બીજી આંખ નથી, સત્ય-વચન જેવું કોઈ બીજું તપ નથી, રાગ જેવું બીજું કોઈ દુઃખ નથી અને ત્યાગ જેવું બીજું કોઈ સુખ નથી. ૩૫ હે પિતાજી, હું પ્રજા વગરનો રહીશ છતાં આત્મનિષ્ઠ બનીશ, આત્મામાં જ પરાયણ રહીશ. પ્રજા મને તારી શકે એમ નથી, અર્થાત્ પુત્રોત્પત્તિથી મારું ત્રાણ થઈ શકે તેમ નથી. ૩૬ સર્વત્ર અભેદવૃત્તિ, સમતા અને સત્ય વાણી, શીલ, સ્થિરતા, Page #196 -------------------------------------------------------------------------- ________________ મહાભારત અને જૈન આગમ ૦ ૧૭૫ હિંસાનો ત્યાગ અને સરળતા–એના જેવું બ્રાહ્મણનું બીજું કોઈ ધન નથી અર્થાત સમતા વગેરે જ બ્રાહ્મણનું ધન છે, માટે પ્રપંચવાળી પ્રવૃત્તિઓથી અટકવું એ જ ઉત્તમ છે. ૩૭ હે બ્રાહ્મણ ! તારે ધનનું શું કામ છે ! બંધુઓનું શું કામ છે ? સ્ત્રીઓનું પણ તારે શું કામ છે? તું મરવાનો છે. ગુહામાં પેઠેલો છે એવા આત્માને તું શોધ અને વિચાર કર કે તારા પિતામહ અને પિતા ક્યાં ગયા છે? (અર્થાત્ પેલો મેધાવી પુત્ર પોતાના પિતાને કહે છે કે યજ્ઞો કરવાની, વેદો ભણવાની અને પ્રજોત્પત્તિ કરવાની તમારી સલાહ વખતસરની નથી. મૃત્યુને તરવામાં એ યજ્ઞો, એ વેદાધ્યયન કે એ પુત્રો કશી સહાયતા કરી શકતા નથી. માટે હું તો ત્યાગી થઈશ અને આત્મશોધ જ કરીશ.) ૩૮ અર્થાત્ આ પિતાપુત્રનો સંવાદ પૂરો થતાં હવે ભીષ્મ પિતામહ રાજા યુધિષ્ઠિરને કહે છે, કે “હે રાજા ! પોતાના મેધાવી પુત્રનું એ જાતનું વચન સાંભળીને જેમ પિતાએ કર્યું, અર્થાત્ જેમ પિતા આત્મનિષ્ઠ બનવા તૈયાર થયા, તેમ તું પણ સત્યધર્મપરાયણ થઈને તારું વર્તન કર.” ૩૯ - હવે પછી જૈન પરંપરાના આગમરૂપ ઉત્તરાધ્યયનસૂત્રમાં આવેલા ચૌદમાં “ઉસુયારિજ' (ઇષકારીય) નામના અધ્યયનમાં જે હકીકત આવે છે તેનો આ નીચે ક્રમશઃ અનુવાદ આપું છું: એક પુરોહિત, તેના બે પુત્રો, પુરોહિતની જસા નામની પત્ની, પ્રસિદ્ધ કીર્તિવાળો ઇષકાર નામે રાજા અને તેની રાણી કમલાવતી દેવી–એમ છે પાત્રોનો સંબંધ આ અધ્યયનમાં છે. દેવલોકના જેવા રમ્ય, પ્રખ્યાત, સમૃદ્ધિવાળા અને પુરાતન કાળથી વસેલા ઈષકાર નામના નગરમાં એ છે જણાનો સંવાદ થયેલો છે. પુરોહિતના બંને પુત્રો જ્યારે બરાબર સમજણા એવા જુવાન થયા, ત્યારે તેમણે જુવાનીમાં જ સંસારના પ્રપંચપૂર્ણ ચક્રમાંથી દૂર થવાનો નિર્ણય કર્યો; અર્થાત્ કર્મકાંડપ્રધાન પરંપરામાં તેઓ જન્મેલા હતા છતાં તેમના કોઈક વિશિષ્ટ સંસ્કારબળને લીધે તેઓ નાનપણથી જ ત્યાગવૃત્તિ તરફ વળ્યા. તેમણે ગૃહસ્થાશ્રમ ન માંડ્યો, યજ્ઞો ન કર્યા, વેદોનું અધ્યયન પણ છોડી દીધું અને બ્રાહ્મણોને જમાડવા નહીં તેમ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ પણ કરવું તેમને યુક્તિરહિત લાગ્યું. તે બંને પુત્રોએ પોતાના પુરોહિત પિતાને જણાવ્યું, કે “હે પિતાજી ! જન્મદુઃખ, જરાદુઃખ અને મરણદુઃખ એ ત્રિવિધ દુઃખોને લીધે અમે ત્રાસી ૧૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ • સંગીતિ ગયા છીએ. માટે જ આ ભિક્ષુનો શ્રમણનો-સંન્યાસીનો માર્ગ સ્વીકારવા તૈયાર થયા છીએ અને સંસારના ચક્રથી છૂટી જવા માટે અમે કામગુણોનો ત્યાગ કરીએ છીએ.” ૪ - જ્યારે પુરોહિતે પોતાના પુત્રોને કામભોગોથી વિરક્ત જોયા અને મોક્ષની તેમની આકાંક્ષા વધતી જોઈ, ત્યારે તેને ભારે વિષાદ થયો. વૈરાગ્યના રંગથી રંગાયેલા તે બંને પુત્રોએ પોતાની વાત પોતાના પિતાને આ પ્રમાણે કહી બતાવી : ૬ આ સંસારના સુખો સ્થાયી નથી, તેમ જ તે ઘણાંઘણાં વિઘ્નોથી ભરેલાં છે.વળી અમારું આયુષ્ય પણ એટલું બધું લાંબું નથી. માટે હે પિતાજી ! અમે ગૃહસ્થાશ્રમનાં સુખને મેળવવાનો પ્રયત્ન કરવાના નથી, મુનિવૃત આચરવાના છીએ અને એ માટે તમને પણ આમંત્રણ આપીએ છીએ.”૭ પુરોહિતને આ વાત સાંભળીને ભારે આંચકો લાગ્યો અને પોતાના પુત્રો વેદો ન ભણે, યજ્ઞો ન કરે અને ગૃહસ્થાશ્રમ માંડીને પુત્રોને પેદા ન કરે, એ બધું તેને પોતાની કર્મકાંડપ્રધાન પુરાણકાળથી ચાલી આવતી પ્રણાલિકાથી તદ્દન ઊંધું લાગ્યું. એથી પુત્રોની સાધનામાં બાધા કરવા માટે તે આ પ્રમાણે બોલ્યા : “હે પુત્રો ! તમે આ શું બોલો છો? જેઓ વેદવિદો છે તેઓ એમ કહે છે કે અપુત્ર મનુષ્યની સદ્ગતિ થતી નથી ‘વયે વેવિશે વતિ નહી ન હોડ સુયાણ તોગો') અર્થાત્ તમે પુત્ર વિનાના રહેશો તો તમારી અસદ્ગતિ થશે એમ વેદવિદોની વાત તમારે માનવી જોઈએ. ૮ માટે તમે વેદોને ભણા, બ્રાહ્મણોને પીરસો એટલે જમાડો અને તે પુત્રો ! ઘરમાં તમારી ગાદી ઉપર પુત્રોને બેસાડો તથા સ્ત્રીઓ સાથે ભોગોને ભોગવીને તમે અરણ્યવાસી પ્રશસ્ત એવા મુનિ થજો.” ૯ પોતાના પુત્રોનો સંન્યાસ લેવાનો વિચાર જાણીને પિતા પુરોહિત શોકથી સળગી ઊઠે છે અને તેમાં મોહ તેને અધિક સતાવે છે તેથી તે વધારે દલીલ કરે છે. ૧૦ ધનની લાલચ બતાવીને અને પુત્રોત્પત્તિનું વેદવિધાન બતાવીને પુત્રોને સમજાવવા તૈયાર થયેલા પોતાના પુરોહિત પિતાને તે છોકરાઓએ આ પ્રમાણે કહ્યું : ૧૧ “હે પિતાજી ! વેદોને ભણવાથી અમારું ત્રાણ થવાનું નથી. જમાડવામાં આવેલા બ્રાહ્મણો ઊલટું અમને અંધારામાં જ લઈ જાય છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ મહાભારત અને જૈન આગમ - ૧૭૭ જન્મેલા પુત્રો પણ અમને બચાવી શકવાના નથી. તો હે પિતાજી ! તમારી એ વાતને કોણ માને ? ૧૨ “સ્ત્રીઓ સાથેના ભોગો તો ક્ષણમાત્ર માટે જ સુખકર છે, વિશેષ દુઃખથી ભરેલા છે અને ભારે અનર્થરૂપ છે તથા મોક્ષમાર્ગમાં ભયંકર વિઘ્નસમાન છે. ૧૩ “ધન કમાવા માટે ધમાધમ કરતા અને એ માટે રાતદિવસ સંતાપ પામતા પુરુષને એકવખત જરા ઘેરી વળે છે અને મૃત્યુ તેની પાસે પહોંચી જાય છે. ૧૪ “આ મારું છે, આ મારું નથી, આ કરવાનું છે, આ નથી કરવાનું એવી રીતે લપલપાટ કરતા પુરુષને મૃત્યુના દૂતો આવીને ઝપાટાબંધ ઉપાડી જાય છે, માટે પ્રમાદ શા માટે કરવો ?” ૧૫ આ સાંભળીને પિતા પુરોહિત બોલ્યો : ‘‘વત્સો ! ઘરમાં ધન ઘણુંય છે, કામભોગોની સામગ્રી પણ અખૂટ છે, સ્ત્રીઓ પણ રમણીય છે. વળી જેને માટે બીજા લોકો તપ તપીતપીને મરી જાય છે, તે બધું સંસારનું ભોગસુખ તમને સહેલાઈથી મળેલું જ છે. તો પછી શા માટે ભિક્ષુ થવાનો વિચાર કરો છો ?” વળી પિતા કહે છે, કે “પુત્રો, આત્મા જ નથી. જે છે તે આ બધું પ્રત્યક્ષ જ દેખાય છે. તો તેને જ ભોગલી લ્યો, અને પરલોકને ભરોસે રહીને કોણી ઉપરનો ગોળ ચાટવા જેવું શા માટે કરો છો ?' ૧૬ આ સાંભળી પુત્રો બોલ્યા : “પિતાજી, ધર્મની સાધનામાં ધનનું શું કામ છે ? તેમ જ કામગુણોનું પણ કશું જ કામ નથી. અમે તો ગુણધારી એવા શ્રમણો થઈશું અને ભિક્ષા દ્વારા નિભાવ કરીને અરણ્યવાસી બનીશું. ૧૭ “હે પિતાજી ! જેમ અરણીના લાકડામાં અગ્નિ રહેલો છે, દૂધમાં જેમ ઘી રહેલું છે અને તલોમાં જેમ તલ રહેલું છે,તેમ આ શરીરમાં આત્મા રહેલો છે. એ આત્મા રૂપ, રસ, ગંધવાળો ન હોવાથી ઇંદ્રિયો દ્વારા સમજાતો નથી અને અમૃત હોવાથી જ તે સ્થાયી-નિત્ય છે. ખોટા સંસ્કારોને લીધે તે બંધાય છે અને એવું બંધન જ તેના સંસારનું કારણ છે. ૧૮, ૧૯ “પહેલા તો અમે ધર્મના વાસ્તવિક સ્વરૂપને સમજતા નહોતા અને તેથી જ અમે અનેક પાપકર્મો કરેલાં, પણ હવે ધર્મની ખરી સમજણ પામ્યા પછી ફરી ફરીને અમે એવાં હિંસામય અનુષ્ઠાનો કરવાનાં નથી. તમે અમને ગમે તેટલા રોકવા તૈયાર થાઓ તો પણ અમે હવે ક્ષણ પણ રોકાવાના નથી. ૨૦ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ૦ સંગીતિ “સમસ્ત લોકો ભારે આઘાત પામેલા છે અને દુઃખોથી ચારે બાજુ ઘેરાયેલા છે, આ બધી રાત્રી સફળ થઈને ચાલી જાય છે, માટે હે પિતાજી, હવે અમને તમારી વાતમાં રસ રહેતો નથી.” ૨૧ પિતાએ પૂછ્યું : “લોક કોનાથી આઘાત પામેલ છે ? અને કયાં દુઃખોથી ઘેરાયેલો છે ? વળી આ રાત્રીઓ સફળ થઈને ચાલી જાય છે એ શું છે ? હે પુત્રો, તમારાં વચનથી હું ચિંતામાં પડ્યો છું, માટે મને સમજાવો.” ૨૨ “પિતાજી ! લોકો મૃત્યુથી આઘાત પામેલા છે, જરાથી ઘેરાયેલા છે અને આપણું આયુષ્ય હરી લેનારી આ રાત્રીઓ—કાળરાત્રીઓ પોતાનું કામ પતાવીને ચાલી જાય છે. હે પિતાજી ! તમે આ બધું સમજો. ૨૩ “પિતાજી ! જે જે રાત ચાલી જાય છે તે કદી પાછી આવતી નથી. જે મનુષ્ય અધર્મનું આચરણ કરે છે, તેની તે રાત્રીઓ નિષ્ફળ જાય છે અને જે મનુષ્ય ધર્મનું આચરણ કરે છે, તેની તે રાત્રીઓ સફળ જાય છે. ૨૪-૨૫ “પિતાજી ! જેની સાથે મૃત્યુની ભાઈબંધી છે અથવા જે મૃત્યુથી ભાગીને છૂટી શકે છે અથવા ‘હું મરવાનો નથી’ એવી જેને ખાતરી છે. તે માણસ જ એમ કહે કે હું આવતી કાલે કરીશ. પિતાજી ! અમે તો આજે જ આ શ્રમણધર્મને સ્વીકારવાના છીએ, જેના આચરણથી અમે ફરી જન્મવાના નથી એવી અમને ખાતરી છે, એટલે હવે અમે રાગદ્વેષ તજી દઈને જે નક્કી કર્યું છે તે જ ક૨વાના છીએ.” ૨૬-૨૭-૨૮ આ પછી પુરોહિત, તેની પત્ની, રાજા અને રાજાની રાણી અને પેલા બે પુરોહિત-પુત્રો છયે જણા બોધ પામીને શ્રમણધર્મને સ્વીકારે છે એ બધી હકીકત ગા. ૨૯થી ૫૩ સુધીમાં ચર્ચેલી છે. આ લખાણને હવે આથી વધારે લાંબું ન કરવું જોઈએ એ દૃષ્ટિથી અહીં મહાભારતના અને ઉત્તરાધ્યયન સૂત્રના તમામ શ્લોકો આ નીચે નથી આપવામાં આવતા, પરંતુ એ બે વચ્ચે જે અસાધારણ સમાનતા છે તે ઉપરના અનુવાદથી જણાઈ આવે છે. માટે આ નીચે તે બંને ગ્રંથોનાં એવાં જ પદ્યો આપું છું જેમની વચ્ચે શબ્દરચનાની દૃષ્ટિએ પણ અસાધારણ સમાનતા છે : Page #200 -------------------------------------------------------------------------- ________________ મહાભારત અને જૈન આગમ - ૧૭૯ મહાભારત પિતાનું વચન वेदानधीत्य ब्रह्मचर्येन पुत्र पुत्रानिच्छेत् पावनार्थं पितृणाम् । अग्निनाधाय विधिवश्चेष्टयज्ञो वनं प्रविश्याथ मुनिळूभूषेत् ।। પુત્રનું વચન एवमभ्याहते लोके समन्तात् परिवारिते अमोघासु पतन्तीषु किं धीर इव भाषसे ॥ પિતાનું વચન कथमभ्याहतो लोकः केन वा परिवारितः अमोघाः काः पतन्तीह किंनु भीषयसीवमाम् ॥ પુત્રનું વચન मृत्युनाऽभ्याहतो लोको जरया परिवारितः अहोरात्राः पतन्त्येते ननु कस्मान्न बुध्यसे || પુત્રનું વચન यदाहमेतज्जानामि न मृत्युस्तिष्ठतीति ह । सोऽहं कथं प्रतीक्षिष्ये ज्ञानेनाऽपि हितैश्चरन् । आत्मन्येव भविष्यामि न मां तारयति प्रजा મહાશાંતિપર્વમોક્ષધર્મપર્વ અ. ૧૭૫ पृ. 300 ઉત્તમધ્યનસૂત્ર પિતાનું વચન अहिज्ज वेदा परिविस्स विप्पे पुत्ते परिदृप्प गिहंसि जाया । भोच्चाण भोए सह इत्थियाहिं आरण्णगा होह मुणी पसत्था ।।। પુત્રનું વચન आब्भाहयम्मि लोगम्मि सव्वओ परिवारिए । अमोहाहिं पडन्तीहिं गिहसिन रई लभे ॥ પિતાનું વચન केण अब्भाहओ लोगो केण वा परिवारिओ। का वा अमोहा वुत्ता जाया ! चिंतावरो हु मे॥ પુત્રનું વચન मच्चुणाऽब्भाहओ लोगो जराए परिवारिओ। अमोहा रयणी वुत्ता एवं ताय ! वियाणह ।। પુત્રનું વચન जत्सऽत्थि मच्चुणा सक्खं जस्स अस्थि पलायणं । जो जाणइ न मरिस्सामि सो हु कंखे सुए सिया ॥ जायाय पुत्ता न हवंति तानं कीणाम ते अणुमनेज्ज एयं ॥ ઉત્તરાધ્યયનસૂત્ર, ઈષકારીય-અધ્યયન ચૌદમું Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૧. એક ભજન ને મહાભારત માનવની ભાષા ભલે જુદી જુદી હોય, માનવમાં દેશનો અને કાળનો ભેદ ભલે હોય, માનવનાં સાધનોય ભલે જુદાંજુદાં હોય અને માનવનાં ધાર્મિક યા સાંપ્રદાયિક કર્મકાંડોય ભલે ભાતભાતનાં હોય, છતાં માનવને જે એક અંતરંગ અનુભવ થાય છે તે એકસરખો હોય છે. અહિંસા વિશે લ્યો, સત્ય વિશે જુઓ; અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ બાબત લ્યો વા ત્યાગ વિશે જુઓ; તમામ સંતોનો એક જ અનુભવ છે, તમામ શાસ્ત્રોની એકસરખી વાણી છે. કુરાન હોય કે પુરાણ હોય, બાઇબલ હોય કે બુદ્ધવચન હોય, મહાવીરવચન હોય કે જરથુષ્ટ્રની વાણી હોય, કોઈ જૂનામાં જૂનું શાસ્ત્ર હોય કે અર્વાચીન વચન હોય, તમામમાં પાંચ સદાચાર વિશે એકસરખું વિવેચન મળે છે. તે જ રીતે કોઈ પણ સંતપુરુષ કે જે ભિન્ન દેશનો હોય કે એક દેશનો હોય, પ્રાચીન સમયનો હોય કે અર્વાચીન યુગનો હોય, તે બધાનો ત્યાગ વિશે એકસરખો અનુભવ હોય છે. કહેવાની, સમજાવવાની કે દાખલા-દલીલો આપવાની રીત ભલે ન્યારી ન્યારી હોય, પણ અનુભવ તો એકસરખો જ જણાવાનો. આ બાબત વધુ સ્પષ્ટ કરવા આ નીચે એક પંજાબી ભાષાનું ભજન ટાંકું છું, જે ભજન બહુ જૂનું જણાતું નથી, પણ છે કોઈ અનુભવી પુરુષનું. એના કર્તાના નામની જાણ નથી. એ ભજનમાં ફકીરોના સ્વભાવ વિશે ભજન બનાવનાર સંતનો પોતાનો માનુભવ શબ્દ શબ્દ નીતરે છે. ભજનમાં જે ભાવ બતાવેલો છે, તે જ ભાવ મહાભારતના બારમા શાંતિપર્વના ૧૭મા અધ્યાયે આબેહૂબ વર્ણવેલો છે. આ નીચે અનુભવવાણીરૂપ એ અર્વાચીન ભજન અને મહાભારતના શ્લોકો ટાંકી બતાવીને એ બતાવવાનું છે, કે અનુભવવાણીમાં દેશનું, કાળનું કે ભાષાનું અંતર નડતું નથી. Page #202 -------------------------------------------------------------------------- ________________ એક ભજન ને મહાભારત ૦ ૧૮૧ રાગ ધનાસરી-તાલ ધુમાલી વાદ વાદરે ક હીરાં રી. () कभी चबावें चना चबीना, કામ નપટ નૈ વીર વી. વાદ II कभी तो ओढे शालदुशाला, વમ સુડિયા ટ્વીરાં વી. વાëo iારા कभी तो सोवें रंगमहल में, कभी गली अहीरां दी. वाह० ॥३॥ मंग तंग के टुकडे खान्दे, चाल चलें अमीरां दी. वाह० ॥४॥ આ ચાર કડીના નાનામાં નાના ભજનમાં ફકીરીનો, ત્યાગનો, સંન્યાસી વૃત્તિનો, સંયમીની સાધનાનો, સંતોષવૃત્તિનો આબેહૂબ ચિતાર ભજનકારે આપ્યો છે. ભજનકારને પોતાને સાધના કરતાં જે કાંઈ સંતોષવૃત્તિનો અનુભવ થયેલો છે, તે આ નાના ભજનમાં ઘણી સરળ ભાષામાં સ્પષ્ટ કહેલો છે, જે સમજવો જરાય અઘરો નથી, છતાંય તે વિશે થોડું વિવેચન કરી દઉં છું : જુઓ તો ખરા ફકીરોની મોજ કેવી હોય છે ! એ મોજમજાને કવિ મસ્ત થઈને વાહવાહ કરીને વર્ણવે છે : ભજનકાર પોતાનો સ્વાનુભવ વર્ણવતાં ગાય છે કે, ફકીરો કોઈ વાર ચણા કે એવું બીજું કાંઈ ચવાણું ચાવતા-ખાતા હોય છે ! એ મોજમજાને કવિ મસ્ત થઈને વાહ-વાહ કરીને વર્ણવે છે : ફકીરો કોઈ વાર ચણા કે એવું બીજું કાંઈ ચવાણું ચાવતા-ખાતા હોય છે, તો કોઈ વાર ખીર ઉપર ઝપાટો ચલાવતા હોય છે; પણ તેઓની વૃત્તિમાં જરાય અસંતોષ જણાતો નથી. લૂખું સૂકું જે કાંઈ પણ ખાવાનું નિર્દોષ ભાવે, બીજા કોઈ ઉપર બોજો ન પડે એ રીતે મળતું હોય તે ઉપર, શરીર દ્વારા સંયમને સાધવાના એક માત્ર હેતુને મુખ્ય લક્ષ્યમાં રાખી પોતાનો નિર્વાહ ચલાવતા હોય છે. ચણા હોય કે જા રબાજરાનો સૂકો રોટલો હોય યા દૂધપાક હોય કે માલપૂડા હોય, તેમાં તેમને લેશ પણ સ્વાદની આસક્તિ હોતી નથી, તેમની જીભ પૂરી રીતે તેમના કાબૂમાં હોય છે. એટલે સૂકો રોટલો મળતાં તેમને અસંતોષ થતો નથી અને ખીરપોળી મળતાં તેઓ રાજી રાજી ય થતા નથી. આ વાકયે સંતનો જીવનો સંયમ બતાવેલ છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ૦ સંગીતિ આ પછીના બીજા વાક્યમાં શરીરને ઢાંકવા વિશે સંતની વૃત્તિને બતાવતાં ભજનકાર જણાવે છે કે, સંત પુરુષો કોઈ કોઈ વાર તો શાલદુશાલા ઓઢતા હોય છે અને વળી કોઈ કોઈવાર ફાટલા ગાભાની ગોદડીઓ ઓઢીને ફરતા હોય છે. એમને શાલદુશાલા કે ફાટલા ગાભા સાથે સંબંધ નથી, માત્ર લોકલાજને માટે, મર્યાદા સાચવવાની દૃષ્ટિએ શરીરને ઢાંકવાનો જ મુખ્ય ઉદ્દેશ હોય છે; એટલે પછી સો-બસો રૂપિયાની શાલ મળી કે ડગલો મળ્યો વા કયાંય ફાટીટૂટી લીરે લબડતી ગોદડી મળી, તે બધું તેમને મન એકસરખું છે. - ત્રીજી કડીમાં અનુભવી ભજનિક ગાય છે, કે સંતપુરુષો કોઈ કોઈ વાર તો રંગમહેલમાં સૂએ છે અને કોઈ કોઈ વાર ભરવાડની ગલીઓમાં કે જયાં પશુઓનાં છાણમૂતર, લીંડી-લાદ વગેરે પડ્યું હોય, ત્યાં પણ મોજથી સૂએ છે. એમને મન રંગમહેલ હો કે ભરવાડની ઝોક હો, એ બન્ને સ્થળ એકસરખાં છે. માત્ર તેમને તો પોતાની સાધના માટે જરૂર પૂરતા વિશ્રામની અપેક્ષા છે, તે જ્યાં મળ્યો ત્યાં પૂરતો સંતોષ છે. પછી ભલે ને પાકાં આલિશાન મોટાં મોટાં મકાનોમાં રહેવાનું કે સૂવાનું મળે, વા ખેડૂતનાં ઝૂંપડામાં, લુહારની કોડોમાં કે મસાણમાં વા ભરવાડની ઝોકોમાં. બન્ને ઠેકાણે એની તો અંતરની સાધના ચાલતી જ હોય છે. છેક છેલ્લી કડીમાં કવિ કહે છે કે જોગી, સંયમી, ફકીર, સંન્યાસી ગમે તે સંપ્રદાય કે ધર્મની છાપવાળો હોય, પણ તેની ચાલ અમીરની હોય છે; તેનામાં જરાય દીનવૃત્તિ નથી હોતી, જ્યારે જુઓ ત્યારે તેનું વદન પ્રસન્ન હોય છે અને સ્વાનુભવનો આલ્હાદ તેનામાં ભરેલો જ હોય છે. ભલે ને તે માંગી-તાંગીને ટુકડા ખાતો હોય, પણ જુઓ તો જાણે મોટો અમીર, શાહનો શાહ. આખું ભજન પૂરતી સંતોષવૃત્તિ, અનાસક્તવૃત્તિ અને ત્યાગભાવની ભાવનાના ભાષ્ય જેવું છે. કોઈ પણ દેશનો, કોઈ પણ કાળનો, કોઈ પણ ભાષાને બોલનારો, કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની છાપ ધરાવનારો નવો આદમી કે જૂનો આદમી આ ભજનમાં કહેલી બાબતમાં મતભેદ ધરાવવાનો નથી. આ ભજન રચનારે મહાભારતનો અભ્યાસ કર્યો છે કે કેમ એ વિશે ભલે કાંઈ ન કહી શકાય, પણ મહાભારતના શાંતિપર્વના ૧૭૯મા અધ્યાયમાં આજગર અને પ્રહલાદનો જે સંવાદ આવેલો છે, તેમાં બરાબર અક્ષરેઅક્ષર ઉપરના ભજનનો જ ભાવ સમાયેલ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ એક ભજન ને મહાભારત ૦ ૧૮૩ ધર્મરાજ યુધિષ્ઠિર ભીષ્મપિતામહને પૂછે છે, કે "केन वृत्तेन वृत्तज्ञ ! वीतशोकश्चरेत् महीम् । किं च कुर्वन्नरो लोके प्राप्नोति गतिमुत्तमाम्" ॥ હે વૃત્તજ્ઞ! જેને વીતશોકનૃતદ્દન શોક વગરના થઈને જીવવું હોય તે પુરુષ કયા પ્રકારના વૃત્ત વડે, આચરણ વડે, વર્તન વડે આ જગતમાં રહે ? અને શું પ્રવૃત્તિ કરતો પુરુષ આ જગતમાં ઉત્તમ ગતિને પામે ?” ધર્મરાજનો આ પ્રશ્ન સાંભળી પાકા અનુભવી અને ધર્મના વૃત્તથી ઘડાયેલા તથા તમામ પ્રકારનાં વૃત્તોને, વૃત્તાંતોને જાણનાર એવા ભીષ્મપિતામહ બોલ્યા : “સત્રયુહર્તામમિતિહાસં પુરાતનમ્ | प्रह्लादस्य च संवादं मुनेराजगरस्य च" ॥२॥ “રાજા યુધિષ્ઠિર ! તમારા આ પ્રશ્નના ઉત્તર માટે અહીં રાજા પ્રહલાદ અને આજગર મુનિ વચ્ચે થયેલો પુરાતન ઇતિહાસમય આ સંવાદ ટાંકી બતાવું છું.” ભીષ્મપિતામહે વર્ણવેલો આ સંવાદ ઘણો મોટો છે, એટલે તે આખોય અહીં ન અપાય; પરંતુ ઉપર્યુક્ત ભજનના ભાવ સાથે પિતામહનાં જે જે વચનો બરાબર મળતાં આવે છે, તેમને અહીં ટાંકી બતાવવાં જોઈએ. એમ થાય તો જ અર્વાચીન અને પ્રાચીન અનુભવવાણીનો તુલનાત્મક ભાવ બતાવી શકાય. પિતામહ કહે છે : પ્રહ્ના ૩થીવ | (રાજા પ્રદ્યારે પેલા આજગર મુનિને પૂછ્યું કે) 'स्वस्थः शक्तो मृदुर्दान्तो निर्विधित्सोऽनसूयकः । सुवाक् प्रगल्भो मेधावी प्राज्ञश्चरसि बालवत् ॥४॥ नैव प्रार्थयसे लाभं नालाभेष्वनुशोचसि । नित्यतृप्त इव ब्रह्मन् ! न किञ्चिदिव मन्यसे ॥५॥ स्रोतसा ह्रियमाणासु प्रजासु विमना इव । धर्मकामार्थकार्येषु कूटस्थ इव लक्ष्यसे ॥६॥ ૧. અજગર જેવી વૃત્તિથી પોતાનું જીવન ટકાવે છે, અર્થાત્ કોઈ પ્રકારથી બીજાને દુઃખ પહોંચાડનારી ખટપટ કર્યા વિના જેમ અજગર જીવે છે, તેમ જીવનનો નિર્વાહ કરે તે અજગર જેવો માટે આજગર. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ • સંગીતિ नानुतिष्ठसि धर्मार्थो न कामे चापि वर्तसे । इन्द्रियार्थाननादृत्य मुक्तश्चरसि साक्षिवत् ॥७॥ का नु प्रज्ञा श्रुतं वा किं वृत्तिर्वा का नु ते मुने ! । क्षिप्रमाचक्ष्व मे ब्रह्मन् ! श्रेयो यदिह मन्यसे' ॥८॥ હે આજગર મુનિ ! હે બ્રાહ્મણ ! તું સ્વસ્થ છે, શક્તિશાળી છે, કોમળવૃત્તિવાળો છે, જિતેંદ્રિય છે, કશું કરવાની તાલાવેલી વગરનો છે, ઈર્ષારહિત છે. તારી ભાષા મધુર છે, કોઈથી દબાય એવો પણ તું નથી અર્થાત્ તેજસ્વી છે, મેધાવી છે, પ્રાજ્ઞ છે અને બાળકની પેઠે નિર્દોષભાવે રહે છે. ૪ “હે મુનિ ! તું લાભની ઇચ્છા રાખતો નથી, તેમ અલાભ બાબત શોક પણ કરતો નથી; કેમ જાણે નિત્યતૃપ્ત હો એવો જણાય છે. આ તારી ચારે બાજુ જે ધમાલ, ખટપટ, પ્રપંચ ચાલી રહ્યાં છે તેમને તું લેશમાત્ર ગણકારતો નથી. ૫ પ્રકૃતિના પૂર દ્વારા તમામ પ્રજાઓ હરાતી-ઢસડાતી–જાય છે એટલે કે લોકો કાળના મુખમાં નિરંતર પડતા રહે છે. છતાંય તું તો કેમ જાણે એ તરફ જરા પણ મન લગાડતો ન હોય એમ વર્તે છે. ધર્મ તથા અર્થની ધામધૂમ ભરેલી ધમાલવાળી પ્રવૃત્તિઓ તરફ તું જાણે કૂટસ્થ (તટસ્થ) હો એમ દેખાય છે (કૂટસ્થ એટલે કોઈ પ્રકારની સારી-નરસી અસર વગરનો-નિર્વિકાર). ૬ “હે મુનિ ! તું ધર્મનો ડોળ કરતો નથી, અર્થની ધમાલ કરતો નથી અને વાસનાઓમાં પણ વર્તતો નથી. ઇંદ્રિયોના વિષયો તરફ આદરભાવ બતાવ્યા વિના કેમ જાણે સાક્ષી હો એ રીતે મુક્તવૃત્તિએ રહે છે. ૭ હે મુનિ ! તું જે આમ સ્વસ્થ રહે છે તે માટે તારી પાસે કઈ જાતની બુદ્ધિ છે? ક્યા પ્રકારનું શાસ્ત્ર છે? તારી પાસે એવી કઈ જાતની વૃત્તિ છે? હે બ્રાહ્મણ ! તું જે મારે માટે કલ્યાણરૂપ માનતો હતો તે ઝટ કહી નાખ, જેથી મને આ તારા જેવી પ્રસન્ન સ્થિતિનો લાભ થાય. ૮ (આમ રાજા પ્રફ્લાદનો પ્રશ્ન સાંભળી આજગર મુનિએ જે કાંઈ કહ્યું તે પિતામહ પોતાના શબ્દોમાં રાજા યુધિષ્ઠિરને આ પ્રમાણે કહેવા લાગ્યા :) भीष्म उवाच "अनुयुक्तः स मेधावी लोकधर्मविधानवित् । उवाच श्लक्ष्णया वाचा प्रह्लादमनपार्थया ॥९॥ Page #206 -------------------------------------------------------------------------- ________________ એક ભજન ને મહાભારત ૦ ૧૮૫ “લોકધર્મના વિધાનને સમજનારા એટલે સંસારના સ્વભાવને બરાબર પિછાણનારા અને જેમને પ્રશ્ન પૂછવામાં આવેલ છે, એવા તે મેધાવી આજગર મુનિએ રાજા પ્રલાદને અર્થભરેલી, કોમળ વાણી વડે આ પ્રમાણે કહ્યું : ૯ 'पश्य, प्रह्लाद ! भूतानामुत्पत्तिमनिमित्ततः । हासं वृद्धि विनाशं च न प्रहृष्ये न च व्यथे ॥१०॥ હે રાજા પ્રહલાદ ! તું જો (વિચાર કરો. આ તમામ પ્રકારના જીવો વિના કારણે પેદા થાય છે, તેમની ઘટ થાય છે, તેમનો વધારો થાય છે અને તેમનો સમૂળગો વિનાશ થાય છે. એ બધું અકારણ થાય છે એમ જાણીને હું હરખાતો નથી તેમ દુણાતો નથી. અર્થાત્ સંસારમાં ચાલતા આ પ્રકારના ભૂતોના જીવોના સંઘર્ષને જોઈને મને કશો હરખશોક થતો નથી, એ સ્વસ્થ જીવનનું પ્રથમ કારણ છે. 'स्वभावादेव संदृश्या वर्तमानाः प्रवृत्तयः ।। स्वभावनिरताः सर्वा परितुष्येन्न केनचित् ॥११॥ पश्य प्रह्लाद ! संयोगान् विप्रयोगपरायणान् । संचयांश्च विनाशान्तान् न क्वचिद् विदधे मनः ॥१२॥ अन्तवन्ति च भूतानि गुणयुक्तानि पश्यतः । उत्पत्तिनिधनज्ञस्य किं कार्यमवशिष्यते ? ॥१३॥ હે રાજા પ્રહલાદ ! વર્તમાન આ જે તમામ પ્રવૃત્તિઓ ચાલે છે, તે બધીને સ્વાભાવિકપણે ચાલતી સમજવાની છે. તે તમામ પ્રવૃત્તિઓ એક માત્ર સ્વભાવને વશ છે, માટે તે ગમે તેવી કોઈ એક પ્રવૃત્તિ જોઈને હરખાવાનું નથી. ૧૧ “હે રાજા પ્રફ્લાદ ! તું જો, જે આ બધા સંયોગો છે, સંબંધો છે, માદીકરો, બાપ-બેટો, પતિ-પત્ની, ભાઈ-બહેન, મામા-માશી, ફઈ-ફૂવા કે શત્રુ-મિત્ર; આ તમામ સંબંધનો છેવટે વિયોગ છે, અર્થાત્ એમાંનો એક પણ સંબંધ સ્થિર નથી. વળી જે આ બધો ધન, માયા, પ્રેમ, સગાઈ, સંબંધો, જશકીર્તિ વગેરેનો જે મોટો સંચય કરવામાં આવે છે, તે તમામનો છેવટ પણ વિનાશ જ છે. માટે હું તો તેમાંના કોઈ તરફ જરા પણ મન ફેરવતો નથી અર્થાતુ મારું મન તે બાબત જરાય આસક્ત નથી, રાજી થતું નથી તેમ નાખુશ પણ થતું નથી. વસ્તુસ્થિતિને બરાબર પારખ્યા પછી ક્યાં રાજી Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬૦ સંગીતિ થવું? ક્યાં રડવું ? ૧૨ “જગતમાં આ જે તમામ પ્રકારનાં પ્રાણીઓ છે, તે બધાં વિનાશવશ અને પોતપોતાના ગુણથી યુક્ત છે, અર્થાત્ તમોગુણી, રજોગુણી કે સત્ત્વગુણી એવાં આ તમામ પ્રાણીઓને જે જોતો હોય, બરાબર સમજતો હોય એવા ઉત્પત્તિ અને મરણના સ્વભાવને જાણનારાને હવે એવું કયું કામ બાકી રહી જાય છે કે જે માટે આસક્ત થવાનું હોય? ૧૩ રાજા પ્રફ્લાદ ! હું તો આ જાતની પ્રજ્ઞા, આ જાતનો અનુભવ અને આ જાતની વૃત્તિને લીધે આ સંતાપથી તપતા સંસારમાંય પ્રસન્નપણે મારો સમય વિતાવું છું. વળી તું જો, હું શું શું કરું છું : "सुमहान्तमपि ग्रासं ग्रसे लब्धं यदृच्छया । शये पुनरभुञ्जानो दिवसानि बहून्यपि ॥१९॥ आशयन्त्यपि मामन्नं पुनर्बहुगुणं बहु । पुनरल्पं पुनः स्तोकं पुनर्नैवोपपद्यते ॥२०॥ कणं कदाचित् खादामि पिण्याकमपि च ग्रसे । भक्षये शालि-मांसानि भक्ष्यांश्चोच्चावचान् पुनः ॥२१॥ જો રાજા પ્રફ્લાદ ! મને કોઈ વાર આકસ્મિક રીતે કોઈ સરસ મોટું ભોજન મળી જાય તોય અનાસક્તભાવે ખાઈ લઉં છું અને ન મળે અર્થાત્ કશું ખાવાનું ન મળે તોય કશી ધમાલ કે ઉધમાત કર્યા વિના-ખાધાપીધા વિના ઘણા દિવસો સુધી એમ ને એમ સૂઈ રહું છું. ૧૯ “કોઈ વાર તો લોકો મને બહુગુણવાળું અન્ન થોડું કે ઘણું ખવડાવી જાય છે, ત્યારે કોઈ વાર વળી જરાક જેટલું પણ મળતું નથી. ૨૦ વળી કોઈક વાર તો દાણાના કણોને વીણી ખાઉં છું અને કોઈક વાર તો ખોળ પણ ખાઈ લઉં છું. વળી કોઈક વાર ઉત્તમ સાળના ચોખા અને સરસ પકાવેલું માંસ મળી જાય છે તો તેને ખાઈ લઉં છું અને કોઈક વાર વળી થોડું કે ઘણું વા સારું કે નરસું જે મળે તે ખાઈ લઉં છું. ખાવાપીવા પ્રત્યે મારી આ દષ્ટિ છે કે સાધના માટે શરીરને ટકાવી રાખવું અને જે મળે તેમાં સંતોષ માનવો. ૧. સરખાવો ભજનની કડી ૧લી : कभी चबावें चना चबीना कभी लपट लैं खीरा दी। Page #208 -------------------------------------------------------------------------- ________________ એક ભજન ને મહાભારત ૦ ૧૮૭ વળી તે આજગર મુનિ કહે છે કે એમ કહીને ભીષ્મપિતામહ બોલ્યા: 'शये कदाचित् पर्यङ्के भूमावपि पुनः शये । प्रासादे चापि मे शय्या कदाचिद् उपपद्यते' ॥२२॥ કોઈક વાર તો હું પલંગમાં સૂઉં છું, વળી કોઈક વાર જમીન ઉપર જ પથારી કરું છું. વળી કોઈક વાર મહેલમાં મારી પથારી છત્રીપલંગ ઉપર પણ હોય છે, છતાં મને એ વિશેનો જરાય હરખશોક નથી. મારી તો પ્રધાન સાધના વીતરાગવૃત્તિની છે. “ફરી વળી ભીખે એ આજગર મુનિના પહેરવેશ વિશે જણાવતાં કહ્યું કે, 'धारयामि च चीराणि शाणक्षौमाजिनानि च । महार्हाणि च वासांसि धारयाम्यहमेकदा' ॥२३॥ કોઈ વાર તો ચીરો એટલે ચીંથરાં જેવાં કપડાં પહેરું છું અને કોઈ વાર વળી ભીંડીનાં કપડાં એટલે આલપાકનાં કપડાં પહેરું છું. કોઈ વાર અતલસનાં અને કોઈ વાર સુંવાળાં મખમલ જેવાં નરમ નરમ ચામડાંનાં કપડાં પહેરું છું. હું એ ઉપર કહ્યાં તેવાં વધારે કિંમતી કપડાં પહેરું કે ચીથરાં પહેરું કે રેશમ પહેરું તેનું મને કાંઈ નથી. મારે તો સમતાવૃત્તિ, અનાસક્તવૃત્તિ અને અહિંસાવૃત્તિ કેળવવાની છે. મારા જીવનનો આ એક જ ઉદ્દેશ છે એટલે એ ઉદેશને લેશ પણ હાનિ ન પહોંચે એ રીતે ખાઉં છું, પીઉં છું. સૂઉં છું અને પહેરવેશ પહેરું છું. છેવટે ભીષ્મપિતામહ બોલ્યા કે ‘ર સંનિતિત થર્મમુપમો યદચ્છા . प्रत्याचक्षे न चाप्येनमनुरुध्ये सुदुर्लभम्' ॥२४॥ ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું કે બીજું જે કાંઈ સાધન આકસ્મિક રીતે અને ધર્મ સચવાય એ રીતે મળે છે તે તમામનો હું ઉપભોગ કરું છું, અર્થાત્ એ ધર્મે ઉપભોગને હું નકારતો નથી, તેમ એવા કોઈ વિશેષ દુર્લભ સાધનની પાછળ પણ હું પડતો નથી. જે જેમ મળે તેનાથી તેમ ચલાવી લઉં છું. આ રીતે રહેવાથી જ મારી શાંતિ ટકી શકે છે અને માનવત્ સર્વભૂતેષુ ભાવના પણ બરાબર જળવાય છે. ૧. સરખાવો ભજનની કડી બીજી : कभी तो ओढे शालदुशाला कभी गुदड़ियाँ ल्हीरां दी । Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ • સંગીતિ અને આ રીતે લોભ વગર, તૃષ્ણા વગર જીવનયાપન કરતાં અપૂર્વ સુખલાભ થાય છે. છેક છેલ્લે પિતામહ બોલ્યા કે “એ આજગર મુનિએ રાજા પ્રલાદને આમ કહ્યું કે 'हृदयमनुरुध्य वाङ्मनो वा प्रियसुखदुर्लभतामनित्यतां च । तदुभयमुपलक्षयन्निवाहं व्रतमिदमाजगरं शुचिश्चरामि' ॥ બુદ્ધિ, મન, વચન અને શરીરને બરાબર તાબામાં રાખીને, પ્રિય અને સુખની દુર્લભતાને અને આ સંસારની અનિત્યતા સમયે સમયે બદલાતી દશા)ને સમજીને અને આ બન્ને પરિસ્થિતિને બરાબર ઓળખતો પવિત્ર એવો હું આ આગરવ્રતનું આચરણ કરું છું.' ' જે કોઈ મનુષ્ય સુખી થવાની ઇચ્છા રાખતો હોય તેણે મહાત્મા આજગર મુનિની પેઠે પોતાનું આચરણ રાખવું. મહાભારતને લગતા આ તુલનાત્મક લેખમાં સંક્ષેપમાં બે મુદ્દા તરફ ધ્યાન રાખવાનું છે : પહેલો મુદ્દો સંતના અનુભવને શાસ્ત્ર આપો-આપ કેવી રીતે અનુસરે છે તે છે; અર્થાત્ શાસ્ત્ર સંતના અનુભવથી જુદું હોતું નથી–ખરી રીતે તો સંતનો અનુભવ જ કાળક્રમે શાસ્ત્રનું રૂપ લે છે. ઉત્તરરામચરિત'માં મહાકવિ ભવભૂતિએ એક શ્લોકમાં આમ જણાવેલું કે "लौकिकानां हि साधूनामर्थं वाग् अनुवर्तते । વીજ પુનરોદાનાં વાવમનુથાવત" . અર્થાત્ દુનિયાના સાધુ-ડાહ્યા-પુરુષોની વાણી અર્થને અનુસરે છે; એટલે એ લૌકિક વાણી વસ્તુ-પદાર્થને વશવર્તી હોય છે. ત્યારે જેઓ ઋષિઓ છે, સંતો છે અને અંતરંગ રીતે જેઓ સત્યદ્રષ્ટા, સર્વદા, સર્વથા સદાચારપરાયણ છે અને સર્વાત્મક્યાનુભવી છે, તેમની વાણીની પાછળ અર્થ દોડે છે. એટલે તેઓ બોલે તે જ ખરું બને છે–તેઓ બોલે તે જ શાસ્ત્ર બની જાય છે. તેમની વાણી પદાર્થપરાધીન નથી પણ પદાર્થ તેમની વાણીને અધીન હોય છે. મહાભારતની ઉપર જણાવેલી હકીકત અને પ્રસ્તુત ભજનની વાણી આ હકીકતનો સંપૂર્ણ દાખલો કહેવાય. બીજો મુદ્દો ભારતીય કે અભારતીય કોઈ પણ સંતનો અનુભવ એકસરખો હોય છે એમાં લેશ પણ સંદેહ નથી. જૈન પરિભાષામાં Page #210 -------------------------------------------------------------------------- ________________ એક ભજન ને મહાભારત ૦ ૧૮૯ શ્રમણદશા, બૌદ્ધ પરિભાષામાં ભિક્ષુદશા, વૈદિક પરિભાષામાં સંન્યાસીવૃત્તિ, ઇસ્લામી પરિભાષામાં ઓલિયાપણું-ફકીરી, ક્રિશ્ચિયન પરિભાષામાં પાદરીપણું-સિસ્ટર, મધર કે બ્રધર વા ફાધરનો ભાવ, પારસી પરિભાષામાં મોબેદની કે અધ્યારુની (અધ્વર્યુની) વૃત્તિ જો સાધના માટે જ સ્વીકારેલી હોય તો અંતરંગની અપેક્ષાએ એકસરખી જ હોય છે. બહારથી જોતાં ભલે તે જુદી જુદી જણાય, પરંતુ બહારની દશા કરતાં અંતરંગ દશા જ વિશેષ આદરપાત્ર છે. બહારની દશાય અનાદરણીય નથી, પરંતુ તે સાધનરૂપ છે, અને અંતરંગદશા સાધ્યરૂપ છે. એટલે વૃક્ષનાં ફળ અને વૃક્ષનાં બીજાં બીજાં નિમિત્ત કારણો વચ્ચે જે જાતનો મૂલ્યનો ભેદ છે, તેવો ભેદ આ બહિરંગ અને અંતરંગ દશા વચ્ચે રહે છે એ ધ્યાનમાં રાખવાનું છે. આ વિશાળ ભાવને ખ્યાલમાં રાખીને જ જૈનપરંપરાના સુપ્રસિદ્ધ નવકારમંત્રમાં પાંચમું પદ “નમો તો સવ્વસાહૂળ' કહેવામાં આવેલ છે. તેનો અર્થ આ પ્રમાણે છે: તો' એટલે આ જગતમાં, “સર્વસાહૂ' એટલે તમામ સાધુપુરુષોને, “નમો' એટલે નમસ્કાર. અર્થાત્ આ જગતમાં જ્યાં જ્યાં સાધુપુરુષો છે, ત્યાં ત્યાં તે તમામ વંદનીય-આદરણીય-પૂજનીય છે. આજકાલ “સાધુઓ ઉપયોગી છે કે નહીં' એવી ચર્ચા આપણા રાજપુરુષો અને બીજા સુધારકો કરી રહ્યા છે. તેમને લાગે છે કે આ દેશના હજારો સાધુઓ-સંન્યાસીઓ પ્રજાને ભારે ભારરૂપ છે; માટે તેમને નિયમનમાં લાવવા કોઈ નિયંત્રણની જરૂર છે. વિચાર કરતાં જણાશે કે દેશમાં પ્રજાને ભારરૂપ લાગે તેવા કોણ કોણ છે? એવી શોધ કરવાનો અધિકાર તેને જ છે કે જે પોતે કોઈ પણ રીતે દેશને ભારરૂપ ન બનતો હોય. જ્યાં સુધી માણસ કેવળ સ્વાર્થપરાયણ, કુટુંબપરાયણ, કોમપરાયણ વૃત્તિવાળો છે ત્યાં સુધી તે દેશને ભારરૂપ જ છે; એટલું જ નહીં, પણ ભારે ખતરનાક છે અને બેકારી વધારવામાં જાણ્યઅજાણ્યે સાથ આપતો જ હોય છે. આ ભજનમાં જેવા સંતોની દશા વર્ણવી છે તેવા સંતો કદી પણ દેશને કે પ્રજાને ભારરૂપ હોવાનો સંભવ નથી; અને પ્રજાને ભારરૂપ ન થવા માટે જ તો સંતોએ ભજનમાં વર્ણવેલી દશા જાણીબૂઝીને અપનાવેલ છે; એવા સંતો દેશને ભારરૂપ નથી જ. ઊલટા દેશના અભ્યદયમાં અસાધારણ કારણરૂપ છે અને એક ઉત્તમ આદર્શ સમાન છે એ ન ભુલાય—એવો આ લખાણનો બીજો મુદ્દો છે. – અખંડ આનંદ, એપ્રિલ – ૧૯૫૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૨. ગ્રામોદ્યોગ કલ્પવૃક્ષ આપણા દેશમાં સાત લાખ ગામડાં છે એમ કહેવામાં આવે છે. ગામડાંમાં વસનાર ભાઈ-બહેનોને પોષક ખોરાક મળે તો જ તેઓ શરીરે સ્વસ્થ રહીને પોતાનો બાપુકો ઉદ્યોગ (ખેતીવાડીનો) બરાબર કરી શકે. એ ઉદ્યોગ તો બારે માસ ચાલતો નથી; તેથી જ્યારે વખત ફાજલ હોય—વરસમાં ઓછામાં ઓછા ચાર મહિનાનો વખત ફાજલ હોય જ છે—તે વખતે આ ગ્રામવાસીઓ જરૂ૨ ગ્રામોદ્યોગ કરી શકે છે અને આવા ગ્રામોદ્યોગ દ્વારા તેઓ કમાણી કરીને ઠીક ઠીક બદલો મેળવી પોતાને પોષક એવી ખોરાકીપોશાકી જરૂર મેળવી શકે તેમ છે. ગ્રામોદ્યોગમાં પ્રથમ તો ગામપૂરતું કાપડ મેળવવાનું, ચોખા તથા દાળને છડવાનું, અનાજ વગેરેને ખાંડવાનું કે ઓધાવાનું અને દળવાનું વગેરે અનેક ગૃહઉદ્યોગ છે. અમુક વર્ગના લોકો માટે ખાસ ધંધા જેમ કે ઘાંચી માટે તલ પીલવાનું, દરજી માટે કપડાં સીવવાનું, મોચી માટે જોડા સીવવાનું, સુથાર માટે ઘર તથા ખેતી માટેનું રાચરચીલું બનાવવાનું, લુહાર માટે લોઢામાંથી ઉપયોગી ખીલા, સળિયા, સાણસી વગેરે બનાવવાનું તથા કોશ, કોદાળી, પાવડા, કોદાળા, હળની કોશ વગેરે બનાવવાનું આમ પણ અનેક ગ્રામોદ્યોગો છે. આ ઉપરાંત સાબુ બનાવવાનો, કાગળ બનાવવાનો, જુદા જુદા રંગની શાહીઓ બનાવવાનો વગેરે અનેક વેપારી ઉદ્યોગો પણ છે. છે આ બધા ઉદ્યોગો માટે માત્ર તાલીમની જરૂર હોય છે. કોઈ ઉદ્યોગોમાં હાથથી ચલાવી શકાય એવાં યંત્રરૂપ સાધનો પણ જરૂરી હોય છે. આ બધા ગૃહઉદ્યોગો અને ગ્રામોદ્યોગો પ્રજાને તેમની લાયકાત પ્રમાણે શીખવી દેવામાં આવે અને શીખવી દીધા પછી શીખનારની પૂરી નિપુણતાની ખાતરી ક્ય પછી તે ગૃહઉદ્યોગો ઘરના જ માણસો પાસે કરાવવામાં આવે અને કેટલાક ગ્રામોદ્યોગો અમુક અમુક વર્ગના લોકોને સારી રીતે શીખવી દેવામાં આવે Page #212 -------------------------------------------------------------------------- ________________ ગ્રામોદ્યોગ કલ્પવૃક્ષ છે – ૧૯૧ અને શીખનારની નિપુણતાની ખાતરી મેળવ્યા પછી તે તે લોકો પાસે પણ તે તે ઉદ્યોગો કરાવવામાં આવે તો તમામ લોકોને ઠીકઠીક કામ મળી શકે છે અને તે દ્વારા તે લોકો પોતપોતાનો નિર્વાહ સુખે જરૂર કરી શકે છે. એ રીતે સૌ કોઈ પોતપોતાનું જીવન તેજસ્વી રીતે આનંદપૂર્વક જરૂર ચલાવી શકે છે. આમ થવાથી ગામમાં બેકારીને સ્થાન મળવાનું નથી, અને લોકો પોતપોતાના ઉદ્યોગસર હોવાથી ગામમાં બીજાં દૂષણો પેસવાનો સંભવ ઘણો ઓછો છે. એ વાત ધ્યાનમાં જરૂર રહેવી જોઈએ કે ઉદ્યોગ કરનાર દરેક પુરુષ વા સ્ત્રીને ઠીક ઠીક મહેનતાણું જરૂર મળવું જોઈએ. આ માટે દલાલની જરૂર ન રહેવી જોઈએ. આ બાબત ગામના ઉદારવૃત્તિના મહાજન લોકોએ બરાબર તકેદારી રાખવી જોઈએ. તો જ ઉ૫ર જણાવેલા ગૃહઉદ્યોગો કે તે તે વર્ગના ઉદ્યોગો વા કારીગરીવાળા ઉદ્યોગો બરાબર નભી શકે, અને તો જ ગામડું પોતાનું તેજ સાચવી શકે અને ગામડાની પ્રજાને કોઈના પણ મો'તાજ બનીને રહેવાનો વખત ન આવે. ગામડામાં આ પ્રકારે જુદા જુદા ઉદ્યોગો પાંગરે અને પોષણ પામી દૃઢમૂળ થાય તો પછી લોકો પોતપોતાના ધર્મને અનુસરીને ઈશ્વરભજન જરૂર કરી શકે અને સૌ ભેગા મળીને કથાકીર્તન પણ કરી શકે વા સાંભળી શકે. ઉદ્યોગો પુષ્ટ થયા હોય તો ઉત્સવો, આનંદપ્રમોદનાં નિર્દોષ સાધનો અને નાનામોટા તહેવાર ઉપર મેળાઓ, સંમેલનો અને નાના પ્રકારના વાર્તાવિનોદોની ગોષ્ઠીઓ પણ સહજ થવા લાગે, નિયમિત ઉદ્યોગો કરવાથી આત્મશ્રદ્ધા પણ વધવા લાગે અને એમ થતાં પરસ્પર પ્રેમ, માયા, સહકાર વગેરે માનવના પારસ્પરિક ગુણો પણ પેદા થાય. આવું થતાં મને લાગે છે કે ઊંચ જાત અને નીચ જાતની કલ્પના આપોઆપ દૂર થઈ જાય. ગામના સંસ્કારરક્ષક અને સુસંસ્કારપોષક મહાજનોએ પ્રજાની કેળવણી તરફ પૂરતું ધ્યાન રાખવું જોઈએ; એટલું જ નહીં, પણ નિરંતર જાગ્રત રહીને સુસંસ્કારોની રક્ષા થાય તે વિશે બરાબર કાળજી કરવાની જરૂર સમજવી જોઈએ. આ માટે ઉદ્યોગપોષક કેળવણીની યોજના અવશ્ય કરવી ઘટે. નાનપણથી જ બાલક-બાલિકાઓને ઉદ્યોગપોષક કેળવણી અપાવી જોઈએ. સુદામાજી અને શ્રીંકૃષ્ણજી પોતે લાકડાં કાપવા જતા એ ઉદાહરણ સામે રાખીને શિક્ષણસંસ્થામાં ભણનારાં બાળકો તથા બાળાઓએ પોતપોતાનાં જીવન સમૃદ્ધ કરવા સારુ પોતપોતાની શાળાનાં ઉપર મુજબ જુદાં જુદાં કામ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ • સંગીતિ ઉપાડી લેવાં જોઈએ. શાળાનો કચરો સાફ કરવો, બારીબારણાં ઝાપટીને ચોખ્ખાં કરવાં, પીવાના પાણીનાં માટલાં ધોવાં, પાણી પીવાના પ્યાલા વગેરે સાફ કરવા, શિક્ષકોને બેસવાનાં આસનો તથા વિદ્યાર્થીઓને બેસવાના આસનો ધ્યાન દઈને સાફ કરવાં. જેમ જેમ શિક્ષણ વધતું જાય અને છાત્ર તથા છાત્રાઓની ઉંમર વધતી જાય તેમ તેમ ઉદ્યોગો પણ બદલાતા રહેવા જોઈએ અને તેનાં સાધનો પણ શાળામાં ઉપલબ્ધ હોવાં જોઈએ. ધારો કે સાતમા-આઠમા ધોરણના વિદ્યાર્થીઓની શાળામાં એક બારણું વસાતું જ નથી વા વસાવેલું એક બારણું ઊઘડતું જ નથી, તો શિક્ષકે આમ થવાનું વૈજ્ઞાનિક કારણ વિદ્યાર્થીઓને સમજાવવું અને પછી એ કારણને ધ્યાનમાં લઈને એ બારણું ઉઘાડવાની વા એ બારણાને વાસવાની હકીકત સમજાવવી, વિદ્યાર્થીઓ દ્વારા જ બારણું ઉઘડાવવું જોઈએ કે વસાવવું જોઈએ. આથી જેમ મોટા વર્ગોમાં આવે અને પછી તો વિદ્યાર્થી વિનયમંદિરમાંથી મહાવિદ્યાલયમાં જાય ત્યારે વળી બીજા ભારે મહેનતવાળા તથા બુદ્ધિકૌશલ્ય દ્વારા કળાકારીગરીવાળા ઉદ્યોગોને પણ ક્રમશઃ સ્થાન અપાવું જોઈએ. આ માટે શિક્ષકો પણ અક્ષરજ્ઞાન ઉપરાંત તે ખાસ ઉદ્યોગોમાં પ્રવીણતા પ્રાપ્ત કરેલા હોવા જોઈએ. • આમ વિદ્યાર્થીઓને અક્ષરજ્ઞાન, ગણિતવિદ્યા, પુસ્તકમાં આપેલા પાઠોને સમજવાની શક્તિ, પાઠો સમજ્યા પછી તે અંગે વિદ્યાર્થીની પોતાની કલ્પનાશક્તિની ખિલવણી, જિજ્ઞાસાની વૃદ્ધિ અને વારંવાર પ્રશ્ન-પ્રતિપ્રશ્ન કરવાની શક્તિ વગેરે ગુણો વિદ્યાર્થીમાં ખીલે એ જાતની શિક્ષણપદ્ધતિ નિર્માણ થવી જોઈએ. આજના શિક્ષકોનો, પ્રોફેસરોનો તથા આચાર્યોનો અને વિદ્યાર્થીઓનો મને પોતાને જે થોડો અનુભવ છે તે પ્રમાણે હું જણાવી શકું તેમ છું કે કોઈ શિક્ષક કે પ્રોફેસર વા આચાર્ય ભાગ્યે જ વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વધે, પ્રશ્ન-પ્રતિપ્રશ્ન કરવાની શક્તિ વધે, તેમની સ્વતંત્ર કલ્પનાશક્તિ વધે તે માટે જાગૃતભાવે પ્રયાસ કરતો હશે. આ માટે આગળ જતાં જો માબાપો કે વિદ્યાર્થીના વાલીઓ પોતાનાં સંતાનોને એટલું જ પૂછવાની તકલીફ લે કે શાળામાં કે મહાવિદ્યાલયમાં રોજ થતી પ્રાર્થનાનો અર્થ વિદ્યાર્થીઓ સમજે છે ખરા? વા રોજ થતાં આચાર્યોનાં પ્રાથમિક પ્રારંભિક પ્રવચનોનો આશય મહાવિદ્યાલયમાં ભણનારાના ખ્યાલમાં આવે છે ખરો ? અત્યારે શિક્ષણ વગોવાઈ રહ્યું છે ને સૌ કોઈ શિક્ષણ તરફ નફરત ધરાવતા થઈ ગયા છે તેમ છતાં શિક્ષણના ઢાંચા ઘડવાનું Page #214 -------------------------------------------------------------------------- ________________ ગ્રામોદ્યોગ કલ્પવૃક્ષ છે ૦ ૧૯૮૩ કામ જેમના નિયમન નીચે થાય છે તેઓ આ નફરતપાત્ર શિક્ષણને બદલવા કંઈ વિચાર કરે છે કે કેમ, તે અંગે કશું જાણવામાં આવતું નથી. રોગીનો રોગ જણાય છે છતાં તે માટે ઔષધની વ્યવસ્થા ન થાય તો એ રોગ શી રીતે મટે ? અને આમ થવાથી વિદ્યાર્થીઓમાં અસંતોષ પેદા થાય અને પછી તો ચપળ વિદ્યાર્થીઓ કોના અંકુશમાં રહી શકે ? અહીં જે ગૃહઉદ્યોગ કે ગ્રામોદ્યોગ વગેરેની વાત કરેલી છે તેનો મૂળ પાયો ઉદ્યોગપ્રધાન શિક્ષણ ઉપર છે. પૂજ્ય ગાંધીજી કહેતા હતા કે શાળાનો કેટલોક ખર્ચ તો શાળામાં ચાલતા ઉદ્યોગો દ્વારા પેદા થવો જોઈએ. પણ આમ તો ત્યારે જ બને કે જ્યારે ઉદ્યોગપ્રિય, તેજસ્વી અને સાહિત્યપ્રિય શિક્ષકો તથા અધ્યાપકો શિક્ષણસંસ્થાને મળી શકે. આમ થાય અને શિક્ષણ ઉદ્યોગલક્ષી થાય અને અક્ષરલક્ષી ઓછું રહે તો જ કાંઈક નવીનતા આવે. અત્યારે વિનયમંદિરોમાં જે વિજ્ઞાન શીખવવામાં આવે છે તે દ્વારા વિદ્યાર્થી શું સમજે છે ? અને વ્યવહારુ રીતે તેનો શો ઉપયોગ છે તે કોઈની સમજમાં આવે છે ખરું ? કોઈ વિદેશનું કે કોઈ શિક્ષણ સંસ્થાનું અનુકરણ કરીને આપતો શિક્ષણનો ઢાંચો બનાવીએ તે કાં સુધી આપણી શૈક્ષણિક જરૂરિયાતોને સાધવા સમર્થ નીવડે એ જરૂર વિચારવું જોઈએ. ઉપર કહ્યું તેમ ગૃહઉદ્યોગ કે ગ્રામોદ્યોગ જરૂર કલ્પવૃક્ષરૂપ છે પણ તે અંગેની શિક્ષણયોજના બરાબર ન હોય તો બિચારું કલ્પવૃક્ષ તો આખરે વૃક્ષ જ છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે જો ગામડાંને તેજસ્વી બનાવવાં હોય, આત્મનિર્ભર જોવા ઇચ્છતા હોઈએ તો દેશના વર્તમાન સૂત્રધારોએ અને દેશની પ્રજાના સંસ્કારરક્ષકોએ પ્રથમ શિક્ષણમાં જ આમૂલ ફેરફાર કરવાનો કોઈ વિચારવિમર્શ કરીને તેની યોજના કરવી ઘટે. વળી, બીજી એક વાત એ છે કે સદાચારી સમાજનો પાયો પણ શિક્ષણ જ છે. જો શિક્ષકો, અધ્યાપકો અને આચાર્યો વિદ્વત્તાપૂર્ણ હોવા સાથે સદાચારપરાયણ, અવ્યસની અને સંયમી સાંપડે તો શિક્ષણનો રંગ જ ફરી જાય અને વિદ્યાર્થીઓનો સ્વભાવ પણ આપોઆપ બદલાઈ જાય. આમ થાય અને એ રીતે શિક્ષણનો તથા ઉચ્ચ શિક્ષણનો પ્રબંધ થાય તો જ શિક્ષણ સાથે ચાલતા ઉદ્યોગો કાર્યસાધક બને અને કલ્પવૃક્ષ થઈ નિરંતર ફળદાયી નીવડે. અખંડ આનંદ, ડિસે. ૧૯૭૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૩. પૂ. ગાંધીજીએ વારસામાં આપેલો અહિંસાનો જીવંત વ્યવહાર કોઈ પણ પ્રાણીના સ્વાર્થની હાનિ થતાં તરત જ સંઘર્ષની પ્રક્રિયા શરૂ થઈ જાય છે; તેમાંય માણસ-માણસ વચ્ચે એકબીજાના સ્વાર્થની હાનિ થતાં જે સંઘર્ષની પ્રક્રિયા શરૂ થાય છે તે અતિશય ભયંકર હોય છે, કે જેમાં સમગ્ર વિશ્વ પણ સંહારની નિકટ પહોંચી જશે કે શું એવી પરિસ્થિતિ આવી જવાનો ઘણી વાર ભાસ થઈ જાય છે. જીવવું તો સૌ કોઈને છે, એટલે એ ભાસ વાસ્તવમાં પરિણમી શકતો નથી. સ્વાર્થની હાનિ એટલે કંઈ એકલી ધનની, શરીરની, ધંધારોજગારની, વસવાટની, સ્થાનની વા વૈભવ-વિલાસની હાનિ જ નહીં, પણ પોતે કલ્પેલી યોજનાની, પોતાના સંકલ્પની કે પોતાની વાસનાઓની યા અહંકારની અથવા પોતે કલ્પેલી પોતાની માનેલ પ્રજાની કે પોતે કલ્પેલ દેશની કે દેશની સીમાની યા પોતે કલ્પેલી સંસ્કૃતિ વગેરેની હાનિ સમજવાની છે. ખરી રીતે આ આખુંય વિશ્વ એક છે અને તેની નિયામક, ચાલક, સંરક્ષક કે સંહારક શક્તિ જે અવિક્ષિત છે તે પણ કોઈ એક હોવાનો ભાસ થાય છે. આ જોતાં વિશ્વમાં વસતા તમામ મનુષ્યોનો સમાન અધિકાર હોવો ઘટે. કોઈ વિશેષ કારણથી, એટલે રંગ, ભાષા, ધર્મ કે વૈભવ વગેરે કારણથી અમુક જાતિ વિશેષ ઉચ્ચ પ્રકારની છે અને કોઈ અમુક જાતિ વિશેષ અધમ પ્રકારની છે એ કલ્પના માણસે પોતે જ પોતાની અંગત સુખસગવડ માટે ઊભી કરેલ છે, અને આવી કલ્પનાને લીધે કલ્પના કરનાર અને બીજા બધા લોકો દુ:ખી દુ:ખી થતા રહે છે. રશિયા કે અમેરિકા કરોડોની રકમ શસ્ત્રો બનાવવામાં ખર્ચે છે, અને એમ ક્યાં લગી ખર્ચશે તેની કોઈ મર્યાદા નથી. બન્ને દેશમાં વસતી પ્રજા બધી જ સુખી છે અને માનવને જરૂરી સગવડ તેમને પૂરતી મળી રહે છે તેમ નથી જ, છતાં એ દેશના નેતાઓ આમ શસ્ત્રોની દોડમાં હજી સુધી થાક્યા દેખાતા નથી અને તે દેશોની સમગ્ર Page #216 -------------------------------------------------------------------------- ________________ પૂ. ગાંધીજીએ વારસામાં આપેલો અહિંસાનો વ્યવહાર • ૧૯૫ પ્રજા સુખી નથી. આ બધું દીવા જેવું સ્પષ્ટ છે છતાં તે તે દેશના દક્ષપુરુષોનું–જેમની સત્તા ચાલે છે એવા પુરુષોનું–રૂંવાડુંય ફરકતું નથી એ કેવી ભયંકર સ્થિતિ છે ! આ પરિસ્થિતિ હોવાથી બીજા પણ અનેક સંઘર્ષો ઊભા થતા રહે છે. આપણા ભારત દેશમાંની દેશની પરિસ્થિતિ અને આબોહવાની અનુકૂળતા તથા ખેતીપ્રધાનતાને લીધે જે જે મોટી મોટી યોજનાઓ થઈ રહેલ છે, જેમાં આપણી શક્તિ ઉપરવટ નાણાં ખર્ચાઈ રહ્યાં છે, છતાં દેશમાં આમજનતાને વ્યાપક રીતે સંતોષ કે સમાધાન મળતાં નથી. જે અનુભવી પુરુષો આ સામે ચેતવણી આપતા રહે છે તેમનું કોઈ કાને ધરતું નથી. બધા જ કહે છે કે શિક્ષણ બરાબર નથી, આયોજન બરાબર નથી; છતાંય એમ ને એમ ચાલ્યા કરે છે. હિંસક અને સ્ફોટક પરિસ્થિતિઓ જ્યાં ત્યાં પેદા થતી રહે છે, છતાં પાછા ફરીને જોવાનું કેમ સૂઝતું નથી ? આની પાછળ કઈ વૃત્તિ, કયો સંકલ્પ કે કયા પ્રકારની રાષ્ટ્રહિતની બુદ્ધિ કામ કરી રહેલ છે એ વિશે કાંઈ સમજણ પડતી નથી. જયાં જુઓ ત્યાં છાપામાં, લોકોમાં અને મોટા નેતા પુરુષોમાં પણ બળાપાની વૃત્તિ જણાતી રહે છે. ઘણા કહેતા રહે છે કે અત્યારે પૂ. ગાંધીજી હોત, યા સરદાર સાહેબ હોત, યા કિડવાઈ સાહેબ હોત તો જરૂર પરિસ્થિતિ આવી ન હોત. પણ હવે તેઓ પાછા કેવી રીતે આવે ? એટલે આપણે જે વર્તમાનમાં છીએ એમણે જ કાંઈ વિચારવું પડશે, પ્રવૃત્તિ કરવી પડશે અને ઇલાજ કરવો પડશે. મનુષ્ય સામાજિક પ્રાણી છે, એટલે એને પરસ્પર સહકાર વિના ચાલી શકતું જ નથી. એ એકબીજા દેહધારીને જફા પહોંચાડ્યા વિના માનવદેહ ટકી શકે એમ નથી. એટલે સંઘર્ષ વૃત્તિ જ પેદા ન થાય એ બનવું અશક્ય છે. પણ મનુષ્ય એવી સ્થિતિ પેદા કરી શકે છે કે પરસ્પરનો સંઘર્ષ એકબીજાના શોષણની સ્થિતિ સુધી ન પહોંચે. દા. ત., એક માણસ પાસે લાખો એકર જમીન છે, જેની પૂરી વ્યવસ્થા પણ કરી શકાતી નથી; છતાં તેને તે ઉપરનું મમત્વ છોડી શકાતું નથી, જેને પરિણામે બીજા હજારો જમીન વગરના રહીને નાગા-ભૂખ્યા જીવી રહ્યા છે. આ સ્થિતિ દંડ કે ભયથી પણ અટકી શકે અને મમત્વના ત્યાગથી તથા એકબીજાનાં સુખદુઃખ સમજવાથી પણ અટકી શકે. પહેલો ઉપાય ભારે ખતરનાક છે. એનાથી છેવટે વ્યક્તિની જ સત્તા જામે છે અને બીજા તમામને તેના દાબમાં જીવવું પડે છે. ત્યારે બીજો ઉપાય સર્વને હિતકર છે, અને વિચારશક્તિ ઉપર નિર્ભર છે. અત્રે શ્રી ગાંધીજીએ આ બીજો ઉપાય આપણે બરાબર સમજીએ એ દષ્ટિએ પોતાનું Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ૦ સંગીતિ જીવન અને તમામ વ્યવહાર ગોઠવેલો અને આજ સુધી જે અહિંસાનો વિચાર કિતાબોમાં હતો યા વનસ્પતિ, ભાજી, માછલાં વગેરે સુધી જ પહોંચાડી શકાયેલો તેને માણસજાતની વચ્ચે, માણસજાતના હિતની દૃષ્ટિએ વ્યાપક રીતે વહેતો કર્યો. બધા ધર્મવાળા ‘અહિંસા પરમો ધર્મ:' એવું કહ્યા કરતા, ગોખ્યા કરતા અને સંભળાવ્યા કરતા, છતાંય અંદર-અંદ૨ અવિશ્વાસ, એકબીજાની ઊંચતા અને અધમતા, આત્મીયતાનો અભાવ તથા બીજાં છળપ્રપંચ, અનીતિ વગેરે ચાલ્યા કરતું. આ બધું હિંસાની કોટિનું; છતાંય ‘અહિંસા ૫૨મો ધર્મ:' માનનારાના ખ્યાલમાં આવ્યું નહીં અને હજુ પણ પૂરું આવ્યું જણાતું નથી. ઘણા તો હજી પણ એમ કહેતા સંભળાય છે કે એ અહિંસા મંદિરમાં, મઠમાં, હવેલીમાં કે સ્થાનક યા ઉપાશ્રયમાં ચાલી શકે, પણ બજારમાં, દેશના કામકાજમાં, મોટા મોટા ધંધાઓમાં કે બીજી દુન્યવી પ્રવૃત્તિઓમાં નહીં ચાલી શકે. પણ મહાત્માજીએ આ વાત ખોટી ઠરાવેલ છે, અને માણસના તમામ વ્યવહારમાં એટલે ખાવા, પીવા, પહેરવાથી માંડીને આખા દેશનું રાજ્ય ચલાવવા સુધી અહિંસા-સત્યને પહોંચાડી દીધેલ છે. આપણે જો આ વારસો સાચવવો હોય અને ગાંધીજીને વફાદાર રહી તેમનાં સંતાનની કોટિમાં ગણાવું હોય યા જીવનનું ઉચ્ચ ધોરણ એટલે સાદાઈ, ઉડાઉપણાની વૃત્તિનો અભાવ, વ્યસનોનો અભાવ, એકબીજા તરફ અદંભીપણું, સહકાર અને પ્રેમ, એકબીજાનાં સુખદુઃખમાં આપણી પોતાની લાગણી અને ધર્મને નામે ચાલતાં અનર્થકારી કર્મકાંડોનો ત્યાગ તથા ધર્મને નામે, કોમને નામે યા દેશને નામે ચાલતા ગતાનુગતિક ખોટા પ્રવાહોમાં નહીં વહેવાનું—આ બધું ધીરે ધીરે જીવનમાં ઉતારતાં શીખી લેવું જોઈએ. એક ઝપાટે આ બધું આપણે નહીં આચરી શકીએ, પણ એક એક ડગલું વિચારી વિચારીને ભરતાં શીખીએ તો જરૂર એવો વખત આવશે કે આપણે મહાત્માજીના થોડે ઘણે અંશે વારસદાર બનવાના અને એમ થયા પછી ખરા અર્થમાં પૂરા વારસદાર પણ થઈ શકવાના. ઘણી વાર તો ઘર્ષણનાં કારણો જ નાંખી દેવા જેવાં હોય છે. વિચાર્યા પછી આપણને એ કારણો જોઈને હસવું આવી જાય છે અને આવું કેમ થઈ ગયું એવી વિમાસણ પણ થઈ જાય છે. સંઘર્ષ ટાળવા સંન્યાસી, ભિક્ષુ કે ઘર બદલી નાસી જવાની જરૂર નથી, પણ મનને, સંકલ્પને, વાસનાને, સ્વચ્છંદ વૃત્તિને બદલવાની જરૂર છે અને માથા ૫૨ની તમામ જવાબદારીઓ અદા કરવા તત્પર થવાની જરૂર છે. હિંદુસ્તાનની ત્યાગી જમાત પછી તે જૈન, બૌદ્ધ કે વૈદિક યા ઇસ્લામી Page #218 -------------------------------------------------------------------------- ________________ પૂ. ગાંધીજીએ વારસામાં આપેલો અહિંસાનો વ્યવહાર • ૧૯૭ પરંપરાની હો, જે પરાપૂર્વથી માથા પરની જવાબદારી છોડવાની વાત કરતી આવેલ છે અને જગતને એ જ જાતનો ઉપદેશ દેતી આવેલ છે તે કોઈ રીતે બરાબર નથી. એમ કરવાથી તો એ જમાત પોતાનો બધો જ બોજો બાકીના લોકો ઉપર નાંખે છે અને એ રીતે ગૃહસ્થાશ્રમી જનતા ઉપર બમણો-ત્રમણો બોજો પડે છે. અને પરિણામે સંઘર્ષ કે હિંસાવૃત્તિ રોકવાને બદલે વધતાં રહે છે. શાસ્ત્રને પ્રમાણ માનનારા તેમાં લખેલી હકીકતોને તોળીને આજની દષ્ટિએ વિચાર કરે. વિજ્ઞાનનો પ્રકાશ મદદ કરી શકે એમ છે. એટલે શાસ્ત્રના અક્ષરને વળગવા કરતાં વર્તમાનકાળને સામે રાખી માણસજાતના હિતનું જે આચરણ વાસ્તવમાં સૂઝે તેને આચરવા પ્રયત્ન કરે. અમુક આચરણ માણસના હિતનું છે અને અમુક હિતનું નથી એનો ખ્યાલ દરેકને એની મેળે જ આવી જાય છે. માત્ર એ ખ્યાલને અનુસરવાનું બળ પ્રાપ્ત કરવું જોઈએ. જો આમ થાય તો માણસજાત જરૂર સુખી થવાની અને એની પાછળ પશુપક્ષીઓ તથા જે પ્રાણીઓ અવ્યક્ત ચેતનાવાળાં છે તેમને પણ સુખશાંતિ જરૂર ઊપજવાની. ભગવાન મહાવીરે કહેલ છે કે, તમામ વ્યવહાર-નાનો કે મોટો યતનાપૂર્વક કરો, અને આ જ વાત આજના મહાવીર પૂ. ગાંધીજીએ પોકારી પોકારીને આપણને સમજાવેલ છે. તા. ક. જેને વિશેષ સંશોધન કરવું હોય અને ઊંડા ઊતરીને કોઈ નવી શોધો કરી માનવહિતકર કામ કરવું હોય તે ભલે ફકીર કે ભિક્ષુ યા શ્રમણ થઈ પોતાની શોધ ચલાવે, પણ આજકાલ જેમ છાશવારે શ્રમણ કે ભિક્ષુઓ થતા છાપામાં દેખા દે છે તે તો કોઈ રીતે જુગતું નથી, અને દેશના આગેવાનોએ તથા વિચારક વર્ગે તેમને ચેતવવા જોઈએ. – નિકેતન Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૪. ઉપાસના આપણા દેશમાં “ઉપાસના' શબ્દ ઘણો પ્રચલિત છે. “ઉપ+આસના એ રીતે બે શબ્દો ભેગા થવાથી આ શબ્દ બનેલ છે. “ઉપ' એટલે પાસે અને આસના' એટલે બેસવું. જે પ્રવૃત્તિમાં ઘણા વખત સુધી પાસે બેસી રહેવાની ક્રિયા ચાલતી હોય તે પ્રવૃત્તિનું નામ “ઉપાસના' છે. વિદ્યોપાસના, ધનોપાસના, ધર્મોપાસના અને સ્વામી-ઉપાસના તથા ઈશ્વરોપાસના–આમ વિવિધ પ્રકારની ઉપાસનાઓ વર્તમાનમાં પ્રચલિત છે. ઉપાસના કરનારો કોઈ પણ મનુષ્ય ઉપાસનાના પરિણામને પામવાનો પ્રયત્ન કરતો હોય છે. ઉપાસના બરાબર પ્રામાણિકપણે શરીરને ચિત્તને સ્પર્શે એ રીતે કરવામાં આવે તો તેનું પરિણામ આવ્યા સિવાય રહેતું નથી. ઉપાસના શરીરને સ્પર્શ એટલે શરીર દ્વારા તેનું બરાબર આચરણ થાય અને ચિત્તને સ્પર્શે એટલે ચિત્તમાં તે બરાબર ઠસેલી હોય, સમજાયેલી હોય. જે ક્રિયા ચિત્તમાં બરાબર સમજપૂર્વક કસેલી હોય તે ક્રિયા શરીરને જરૂર સ્પર્શવાની જ. એટલે શરીર દ્વારા આચરવાની. જે ક્રિયા ચિત્તમાં બરાબર સમજપૂર્વક કસેલી ન હોય તે ક્રિયા કદાચ બાહ્ય રીતે શરીર દ્વારા દેખાવની દષ્ટિએ કરવામાં આવે તો પણ તેનું પરિણામ જેવું અને જેટલું જોઈએ તેટલું અને તેવું આવતું નથી; જેમ કે કોઈ નોકર પૈસા મેળવવાની દૃષ્ટિએ કોઈ શેઠની ઉપાસના કરતો હોય. અહીં ઉપાસના એટલે શેઠની આજ્ઞા પ્રમાણે વર્તવાનું; શેઠની નજરમાં રહીને કામ કરવાનું અથવા શેઠની ઇચ્છા પ્રમાણે વર્તવાનું સમજવું. હવે જો આ નોકર શેઠ તરફ અણગમો રાખે, દ્રોહી જેવું વર્તન કરે, આજ્ઞા વા ઇચ્છા પ્રમાણે ન વર્તે તો તે કદી પણ પોતે ધાર્યા પ્રમાણેનો લાભ મેળવી શકવાનો નથી; ત્યારે જે નોકર પોતાના શેઠ તરફ ખરેખર સદૂભાવ રાખે છે, તેને લાભ થાય તેમ વર્તે છે, ભલે પોતાને સહન કરવું પડે પણ શેઠને હાનિ ન થવી જોઈએ એવી કર્તવ્યનિષ્ઠાની વર્તે છે, સમયનો બગાડ કરતો નથી, તેમ દિલ કે શરીરની Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉપાસના ૦ ૧૯૯ ચોરી કરતો નથી અને બરાબર તનમન દઈને કામ કરે છે તે અલ્પકાળમાં જ ધાર્યા કરતાં સારો લાભ મેળવે છે, એ આજે પણ અનુભવસિદ્ધ હકીકત છે. આ રીતે વર્તનાર નોકરની બુદ્ધિ પણ વિકસિત થાય છે અને તે જોખમી કામને પણ બરાબર પહોંચી વળે છે. પરિણામે તે વખત જતાં નોકર મટીને શેઠની પદવીએ પહોંચે છે. જે વિદ્યાર્થી વિદ્યાની ઉપાસના કરવા પ્રવૃત્તિ કરે છે તે નિશાળે કે કૉલેજમાં જાય તેટલું બસ નથી, તેની પાસે સારાં ઘણાં પાઠ્યપુસ્તકો હોય તે પણ પૂરતું નથી, તેની પાસે ઇંડીપેન વગેરે પણ સાધનો પ્રમાણમાં વધારે હોય તે પણ પર્યાપ્ત નથી. જો તેનું મન વિઘા તરફ અભિરુચિવાળું ન હોય, અધ્યાપક તરફ વિનયયુક્ત વર્તનવાળું ન હોય અને શીખવાના વિષયને બરાબર સમજવાની તૈયારીવાળું તેનું મન એકાગ્ર ન જ થાય. જ્યારે જે વિદ્યાર્થીનું મન વિદ્યાથી થતા લાભને બરાબર સમજતું હોય, વિનયવૃત્તિ તેનામાં હોય અને શીખવાના વિષયને સ્થિર ચિત્તે સમજી તે અંગે મનનચિંતન કરવાની તેની માનસિક તૈયારી હોય તો કોઈ પણ વિષયનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી તે વિષયનો ઉત્તમ નિષ્ણાત થઈ શકે છે. તે વિષય અંગે વિવેચન કરવાની, પ્રબંધો લખવાની તથા બીજાને પ્રયોગો કરીને સમજ આપવાની શક્તિ તેનામાં સચોટ આવી જાય છે. અને આવો વિદ્યાર્થી ઉત્તમ રીતે વિદ્યાના લાભ ઉપરાંત સંસ્કારિતાને પણ પામે છે, કેળવાયેલ બને છે. એટલે વિદ્યાની ઉપાસના કરવા ગયા પહેલાં તેની જે ચિત્તની વા શરીરની વા સામર્થ્યની અવસ્થા હતી, તે વિદ્યા મેળવ્યા પછી અર્થાત્ ઉક્ત રીતે વિદ્યાની ઉપાસના કર્યા પછી ઘણી જ તેજસ્વી, ઓજસ્વી અને પ્રતાપશાળી બની જાય છે અને આ જાતના વિદ્યાર્થીને વ્યક્તિત્વ ઉપરાંત પ્રતિષ્ઠાનો લાભ થાય છે અને આનુષંગિક રીતે ધનનો લાભ પણ તેને મળે છે. ધન માટે તેને ફાંફાં મારવાં પડતાં નથી, પણ લક્ષ્મી તેને શોધતી આવે છે. હવે આપણે ધનોપાસના, ધર્મોપાસના અથવા ઈશ્વરોપાસના વિશે વિચારીએ. એવાં સેંકડો ઉદાહરણો મળી શકે એમ છે કે જેઓ કેવળ દોરીલોટો લઈને બીજે સ્થળે ધનોપાસના માટે ગયેલા, તેઓ ખરેખર સમૃદ્ધ બનેલા છે. એમાં અપ્રમાણિકપણે વર્તનારા પણ હશે; પરંતુ કર્તવ્યનિષ્ઠા અને પ્રમાણિકતા પ્રમાણે વર્તનારા પણ સમૃદ્ધ બનેલા છે એની કોઈ ના નહીં કહી શકે. એવા માણસને મેં નજરે જોયેલ છે કે જે એક સમય મિલમાં પટાવાળાનું Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ૦ સંગીતિ કે ઝાડુ દેનારનું કામ કરતો હતો તે વખત જતાં અંગ્રેજી ઘણું ઓછું જાણતો હોવા છતાં તે જ મિલમાં મૅનેજર થયેલ હતો. જે લોકો ધનોપાસના માટે બીજા શહેરમાં કે બીજા પ્રાંતમાં વા દેશમાં જાય છે તેઓના મનમાં ધનોપાસનાના બાહ્ય અને આંતરિક ઉપાયો બરાબર ઠસેલા હોય છે, અને કેટલાક ઉપાયો તો તેમને નવા નવા સૂઝતા પણ જાય છે. સાદાઈ, નમ્રતા, મિલનસારપણું, વાણીનું માધુર્ય, સહકારની ભાવના, પરગજુપણું—આ બધા ગુણો ધનોપાસનામાં મુખ્ય છે. આ ઉપરાંત ખડતલપણું, પરિશ્રમ-પરાયણતા, સાહસ, નિરાશ ન થવાની વૃત્તિ અને જાગ્રત વિચારશક્તિ તથા એકબીજા ધંધાઓનું પરસ્પર તુલનાત્મક નિરીક્ષણ કરવાની સાવધાનતા—આ બધું પણ ગુણની દૃષ્ટિએ જરૂરી છે. કારખાનાની કે દુકાનની યોજના, પોતાના ધંધાને ફેલાવવાનાં સાધનોની પૂરી માહિતી અને પ્રધાનશક્તિ ઉત્સાહ. મન ધનોપાસનાની યોજનાઓ જ બરાબર વિચારીને ઘડતું હોય અને એથી વિપરીત દશામાં એટલે વિલાસ, મોજશોખ કે નિરાશા તરફ જરા પણ ન જતું હોય એ રીતે મનોવ્યાપારનું નિયંત્રણ કરે, અને શરીર પણ એ નિયંત્રણને અનુસરતું હોય તો પછી દોરીલોટો લઈને બહાર ગયેલા લોકો કરોડપતિ શા માટે ન થાય ? જાગ્રત ધનોપાસક કદી કોઈનું આંધળું અનુકરણ નહીં કરે, તેમ ગજા ઉપરાંત પ્રવૃત્તિ પણ નહીં કરે તથા વાહવાહમાં પડી આંધળી રીતે ગજા ઉપરાંત કૃત્રિમપણે પરદુઃખભંજન પણ નહીં થાય; ભલે એ પરદુઃખભંજન થવાને વિશેષ ઇષ્ટ સમજતો હોય, છતાં પોતાની મર્યાદાને કદી ન વટાવે. ઉપર કહી તેવી ત્રણે ઉપાસનાઓમાં મન અને શરીરની એકતા હોય તો જ સફળતા મળે છે તેમ આપણે જોયું. મનની એકાગ્રતા અને તદનુસાર શરીર દ્વારા આચરણ ન હોય તો સ્વામીની ઉપાસના, વિદ્યાની ઉપાસના અને ધનની ઉપાસના લગભગ નિષ્ફળ જાય છે એ સિદ્ધ વાત છે. એ જ રીતે ધર્મની ઉપાસના અથવા ઈશ્વરની ઉપાસના પણ મનની એકાગ્રતા અને શરીર દ્વારા આચરણ વિના થતી હોય તો તે ફળ શી રીતે આપે ? આપણે ત્યાં અનેક ધર્મો છે અને દેવો પણ અનેક છે. કોઈ હનુમાનની, કોઈ ભદ્રકાળીની, કોઈ મહાદેવની (મહાદેવો વિવિધ નામે હોય છે), કોઈ રામની, કોઈ કૃષ્ણની, કોઈ અંબાજીની, કોઈ બુદ્ધની ઉપાસના કરનારા અનેક લોકો હયાત છે. ઘણાખરા તો આ ઉપાસના નિયમિત કરનાર હોય છે, અને કેટલાક તો ઉપાસના વિના ભોજન ન લેવું એવા નિયમવાળા પણ Page #222 -------------------------------------------------------------------------- ________________ હોય છે. ઉપર જણાવેલા અનેક દેવોની તથા દેવીઓની ઉપાસના કરવાનું કામ સરસ છે, લગીરે ખોટું અથવા અનુચિત નથી. પણ જેમ સ્વામીની ઉપાસના કરનારો, વિદ્યાની ઉપાસના કરનારો અને ધનની ઉપાસના કરનારો પોતાનો ઉદ્દેશ સ્પષ્ટ સમજે છે અને એમ સમજીને બરાબર નિષ્ઠાથી અને પ્રમાણિકતા સાથે ઉપાસના કરે તો જ લાભ મેળવે છે, તેમ આ દેવ અને દેવીઓની ઉપાસના વિશે પણ બરાબર સમજવાનું છે. ઉપાસના ૦ ૨૦૧ પહેલાં તો એ ઉપાસકો તે તે દેવોની કે દેવીઓની ઉપાસના તેમની કુલપરંપરામાં ઊતરી આવેલી હોવાથી પોતે તે ચલાવે છે એમ તેઓ સમજે છે અને તે અંગે પોતાનો શું ઉદ્દેશ છે તે વિશે સ્પષ્ટ ભાન કે સમજણ તેમને હોતી નથી, એ વસ્તુ વિશેષ વિચારવા જેવી છે. કોઈ પણ પ્રવૃત્તિ દુન્યવી હોય યા આધ્યાત્મિક હોય, તે શરૂ કરતા પહેલાં દરેક પ્રવૃત્તિ કરનારે પોતાનો ઉદ્દેશ સ્પષ્ટ સમજવો એ જરૂરનું છે. એમ નહીં કરવામાં આવે તો તે ઉપાસના માત્ર સાદા ફેરા જેવી જ રહેવાની છે. તેમાંથી કોઈ જાતની પ્રેરણા મળવાનો સંભવ નથી. એથી જીવનની પ્રક્રિયામાં કશો જ ફેર પડવાનો નથી. આને પરિણામે એવી ઉદ્દેશ્યહીન ઉપાસના કશું જ ફળ આપવા સમર્થ નથી, એટલું જ નહીં પણ એવી આધળી ઉપાસના ઘણી વાર અનર્થ પણ પેદા કરે છે અને મનુષ્યજીવનની બરબાદીનું કારણ અથવા નાસ્તિકવૃત્તિનું કારણ બની જાય છે. જ્યાં સુધી માણસ બાળક હોય, ઢીંગલા-ઢીંગલીની રમતો કરતો હોય, અને જયાં સુધી કોઈ જાતની વ્યાવહારિક બુદ્ધિનો વિકાસ ન થયો હોય ત્યાં સુધી તો એવી આંધળી અથવા નિરુદ્દેશ ઉપાસના ભલે ચાલતી રહે અને એ રીતે એ ક્ષમ્ય પણ ગણાય. પરંતુ જ્યારે મનુષ્ય કાર્ય-અકાર્ય સમજવાની વયે પહોંચે, પોતાની બીજી બધી પ્રવૃત્તિઓની સાધનાના ઉદ્દેશો નક્કી કરી શકવા જેટલી બુદ્ધિ ધરાવે અને મોટાં મોટાં સાહસો કરી મોટા મોટા લાભો-પ્રતિષ્ઠા મેળવવા સુધીની શક્તિ ધરાવતો થાય, ત્યારે પણ તે તે દેવ-દેવીઓની આંધળી ઉપાસના જ ચાલુ રાખે અને કોઈ જાતના ઉદ્દેશ વિશે પોતાનો નિર્ણય નક્કી ન કરે, તો તે પોતાની જાતને ઠગતો હોય છે અથવા ધાર્મિકતાનો ડોળ કરતો હોય છે. આ પરિસ્થિતિમાં તે ગમે તે ઉત્તમોત્તમ મનાતા દેવની ઉપાસના કરતો હોય તો પણ તેનો લાભ તેને જીવનમાં કે જીવન પછી પણ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ - સંગીતિ કશો જ મળવાનો નથી એ હકીક્ત નિશ્ચિત છે. પેલી ત્રણ ઉપાસનાઓમાં તો જેમની જેમની ઉપાસના કરવાની છે તે આપણને પ્રત્યક્ષ છે, તેનાં સાધનો નજર ઉપર છે, એ સાધનાની-ઉપાસનાની પ્રક્રિયા આપણને લાભ થાય એ દૃષ્ટિએ આપણે યોજી શકવા વિચાર કરી શકીએ છીએ અને ધાર્યો લાભ ન થાય તો પ્રક્રિયામાં કોઈ ભૂલ હોવી જોઈએ એવો વિચાર કરીને જાગૃતિ સાથે પ્રક્રિયાને બદલી શકીએ છીએ. એ ત્રણે ઉપાસનામાં આપણો હેતુ તદ્દન સ્પષ્ટ હોય છે એથી જ આમ બની શકે છે. જયારે આપણે અમુક અમુક દેવ-દેવીઓની ઉપાસના કરીએ છીએ, ત્યારે એ દેવોમાંની કોઈ વ્યક્તિ આપણને પ્રત્યક્ષ નથી; એટલું જ નહીં, પણ કેટલાંક દેવ-દેવીઓ પૌરાણિક છે. જેઓ ઈશ્વરને વિયંભર, જગનિયંતા માનનારા છે, તેઓ ઈશ્વરને નિરાકાર અને સર્વવ્યાપક માને છે. આવો ઈશ્વર તો સર્વત્ર છે, એટલે એની ઉપાસના સામાન્ય મતિવાળા કેમ કરીને કરી શકે ? જેનો કોઈ આકાર નથી, જેનું કોઈ પરિમાણ નથી તેની ઉપાસના કરવાનું ભારે અશક્ય છે. એટલે અનુભવી જ્ઞાની આચાર્યોએ તે ઈશ્વરનાં અમુક સ્ફલિંગો કપ્યાં અને તેમનાં નામ રામ, કૃષ્ણ, હનુમાન, ભદ્રકાળી, અંબાજી વગેરે રાખ્યાં; એટલું જ નહિ, એ સુલિંગોનાં માનવ જેવાં જીવનચરિત્રો પણ આપણી સામે રજૂ કર્યા, અને નિરાકાર નિરંજન વ્યાપક એવા ઈશ્વરની ઉપાસનાનો માર્ગ આપણા જેવા પૃથક્કરણ ન કરી શકે તેવી પ્રવાહપતિત વૃત્તિવાળાઓ માટે ઘણો જ સરળ કરી આપ્યો. જેમનાં અંતરચક્ષુ ખીલેલ છે, પૃથક્કરણશક્તિ જાગ્રત છે અને જેઓ જગતને જ ઈશ્વરનું રૂપ સમજી શકે છે, તેમને માટે મંદિરો કે મૂર્તિઓની અપેક્ષા ઓછી છે. તેઓ તો એક પુષ્પ જોઈને ઈશ્વરને સમજી શકે છે, ભર ઉનાળામાં લીલાંછમ જેવાં અને પુષ્પોથી લચી રહેલાં વૃક્ષોને જોઈને ઈશ્વરને સમજી શકે છે. માણસને જોઈને, પશુને જોઈને, ગંગાને, હિમાલયને, જ્વાળામુખીને અને ધરતીકંપ વગેરેને જોઈને ઈશ્વરનું સાંનિધ્ય અનુભવી શકે છે. પણ જેઓ આવા નથી અને ઉપર જણાવ્યા તેવા પ્રવાહપતિત પરંપરાને અનુસરનારા છે છતાં વ્યવહાર બુદ્ધિવાળાં છે, સારાસારને સમજી શકનારા છે, તેમને માટે ઉક્ત સ્ફલિંગોની કલ્પના અને તે કલ્પના દ્વારા તેમની અમુક આકારની મૂર્તિઓ સ્થાપિત કરી નિરાકાર નિરંજન ઈશ્વરની ઉપાસનાનો માર્ગ લોકહિતૈષી ઋષિમુનિઓએ ઘણો જ સરળ કરી આપેલ છે. ઉક્ત દેવોમાં કેટલાક ઐતિહાસિક છે અને Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉપાસના ૦ ૨૦૩ તેઓ રામ, કૃષ્ણ, હનુમાન જેવા માનવરૂપે ઇતિહાસકાળમાં થઈ ગયા. તેમના જીવન અનુસાર આકારોને કલ્પી તેમની મૂર્તિઓ સ્થાપી તેમની ઉપાસનાનો માર્ગ પણ તે તે આચાર્યોએ સરળ કરી આપ્યો. જેમ ઈશ્વર નિરાકાર છે, તેથી તેની ઉપાસના કેમ થઈ શકે, એ એક પ્રશ્ન હતો, તેમ બુદ્ધ વગેરે અત્યારે તો નિરાકાર જ છે, અને આપણી સામે વિદ્યમાન નથી, તેથી તેમની ઉપાસના પણ કેમ કરીને કરવી એ અંગે પણ પ્રશ્ન જ હતો. આ બંને પ્રશ્નોનો ખુલાસો આપણા પૂર્વપુરુષોએ કરી આપેલ છે. આનું નામ સગુણોપાસના કહેવાય. હનુમાન બ્રહ્મચારી હતા, અસાધારણ વિનયી હતા. ભક્ત હતા, વજ્ર જેવી કાયાવાળા હતા, અભિમાન વગરના હતા. જેઓ હનુમાનની ઉપાસના કરનારા છે તેમના મનમાં હનુમાનના પવિત્ર જીવનનો, તેમની ભક્તિયુક્ત વૃત્તિનો, તેમના અખંડ બ્રહ્મચર્યનો અને તેમની બજરંગતાનો એટલે વજ્રાંગતા અર્થાત્ વજ્ર જેવી કાયાનો ખ્યાલ સતત રહેવો જોઈએ. આવા ખ્યાલવાળો હનુમાનનો ઉપાસક માયકાંગલો, બીકણ, પવિત્રતારહિત, ભક્તવૃત્તિ વિનાનો કેમ કરીને રહી શકે ? બેત્રણ કલાક સિનેમા જોનારના મન ઉપર તેની છાપ રહેતી હોય તો નિરંતર હનુમંત ભગવાન પાસે જનારાના મન ઉપર તેમના જીવનની, તેમના વ્યવહારની અને તેમની પવિત્રતાની છાપ કેમ ન બેસે ? ઉપાસના એટલે પાસે બેસવાની પ્રવૃત્તિ. જેઓ શ્રીહનુમંત પાસે નિયત બેસનારા છે તેમનું ચાલુ જીવન જરૂર પરિવર્તન પામવું જોઈએ. જો આમ ન થાય અને જેવું ઘરેડમાં છે એવું જ જીવન ચાલતું રહે તો પછી ઉપાસના અને અનુપાસનામાં ફેર ક્યાં રહ્યો ? ઉપાસના એક પ્રકારનો સત્સંગ છે. નિરંતર સત્સંગ થતો હોય, છતાં તેની છાપ આપણા મનમાં ન ઊપસે, તેમ આપણા શરીર દ્વારા તેનું આચરણ ન થાય તો સમજવું કે આ ઉપાસનાના આપણા ઉદ્દેશમાં ક્યાંક ભૂલ છે અથવા ઉપાસનાની પ્રક્રિયામાં ક્યાંક ભૂલ છે અથવા ઉપાસના માટે જે માહિતી મેળવવી જોઈએ તે મેળવી શકાઈ નથી, તેમ માનસિક અને શારીરિક તૈયારી થઈ શકી નથી. બાકી, જેઓ શ્રીહનુમંતની, શ્રીરામચંદ્રની, શ્રીકૃષ્ણની કે બુદ્ધ વગેરેની ઉપાસના કરનારા છે તેઓ બળવંત, પિતૃભક્ત, ભ્રાતૃસ્નેહી, કોઈ જાતની લાલચ વિના સત્કર્મ કરનારા અને પોતાના અંતરંગ શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ વગેરે ઉપર વિજય મેળવનારા બનવા જોઈએ. ભલે ધીરે ધીરે તેઓ પોતાના ઉપાસ્ય જેવા બને, પણ પ્રત્યક્ષ જીવનમાં એક એવી સ્થિતિ જરૂર આવી જવી જોઈએ કે તેઓ પોતાના Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ • સંગીતિ ઉપાસ્યની ઘણા નિકટ આવી જવા જોઈએ. તે જ પ્રમાણે જેઓ દુષ્ટોનો નિગ્રહ કરનારી અને સજ્જનોનું રક્ષણ કરનારી મહાશક્તિરૂપ દેવીઓની ઉપાસના કરનારા છે, તેમાં પણ દુષ્ટતા કેમ કરીને ટકી શકે ? સમસ્ત બ્રહ્માંડ ઉપર પ્રભુત્વ રાખવાવાળી એવી શક્તિના અખૂટ ખજાનારૂપ વિધવિધ દેવીઓના ઉપાસકો જો પોતે જ નબળા હોય, દુષ્ટતામાં રાચતા હોય, લાલચુ, લોભી અને અન્યાયકારી તથા વિશ્વાસઘાતી હોય તો પછી એમની દેવીઓની ઉપાસનાને ને એમને સો ગાઉનું છેટું છે, એમ જ માનવું જોઈએ. એટલું જ નહિ, પણ જો આવા ઉપાસકો પોતાના જીવનવહેણને જેમ છે તેમ જ ટકાવી રાખવા મથે એટલે પોતાના અન્યાયકારી વલણને, પરપીડકવૃત્તિને અને વિશ્વાસઘાતની વૃત્તિને જ વળગી રહે તો ખરેખર તે મહાદેવીઓ તેમનો જ નિગ્રહ કરીને તેમને પાંસરા કરશે એ એમની ઉપાસનાનું પરિણામ જરૂર એક કાળે આવવું જોઈએ. બાકી એ મહાશક્તિઓ પોતાને ઉપાસકોની ચાલુ અન્યાય-પરાયણ વગેરે પ્રકારની સ્થિતિ નાળિયેર ચડાવવાથી કે ધૂપદીપ યા નૈવેદ્ય ચડાવવાથી કે રૂપિયા-પૈસો નાખવાથી ચલવી લે વા સહી લે એમ તો ત્રિકાળે બનવાનું નથી, એ ચોક્કસ છે. ઉપાસના માટે ઉપાસના ઉપરાંત બીજા અનેક શબ્દો વપરાયેલ છે. પરિચર્યા, સેવા, ભક્તિ, પૂજા, પ્રસાદના, શુક્રૂષા, આરાધના, ઉપાસ્તિ, વરિવસ્યા, ઉપચાર અને પરીષ્ટિ. તાત્પર્ય એ છે કે, જેમ આપણે ધનની, સ્વામીની અને વિદ્યાની ઉપાસનાને સર્વાગી અથવા થોડે ઘણે અંશે આપણા પ્રત્યક્ષ જીવનમાં સફળ બનેલી જોઈએ છીએ, તેમ પૂર્વોક્ત દેવ-દેવીઓની ઉપાસના પણ આપણા પ્રત્યક્ષ જીવનમાં જ સફળ બનતી આપણે અનુભવવી એ ખ્યાલ અગત્યનો છે. પણ આમ કેમ બનતું નથી ? અને આવી પ્રવાહપતિતતા કેમ ચાલી રહી છે? આપણે ત્યાં જે વિવિધ દેવ-દેવીઓની ઉપાસનાઓ ચાલી રહેલ છે, તેમાંની એકે ઉપાસના અનુચિત છે વા ખોટી છે વા અસંયત છે, એમ કદી કોઈએ સમજવાનું નથી, તથા જે રીતે પ્રવાહપતિત આ ઉપાસનાઓ ચાલી રહેલ છે તે પણ નિષ્ફળ છે યા અનર્થકારી છે. એમ પણ ધારવાનું નથી. પરંતુ એ ઉપાસનાઓ કેમ તેના ખરા અર્થમાં સફળ બને, જીવતાં જ આપણે એમની સફળતાનો અનુભવ કેમ કરીને કરી શકીએ એ અંગે જ પ્રયત્નપૂર્વક વિચારવાનું છે. જ્યારે બાળક નિશાળે બેસે કે તરત જ કંઈ આંકડા માંડતાં કે Page #226 -------------------------------------------------------------------------- ________________ ઉપાસના ૦ ૨૦૫ વાંચતાં-લખતાં શીખી જતો નથી, પણ વખત જતાં તે જરૂર આંકડાં માંડતાં અને વાંચતાં-લખતાં શીખી જાય છે. શરૂશરૂમાં તો બાળક પાટી ઉપર માત્ર લીટા કાઢે છે, અને તે પણ સીધા નહિ પણ આડાઅવળા, તેમ આ પ્રવાહપતિત ઉપાસનાનું પણ બનેલ છે, એટલે પ્રવાહપતિત ઉપાસના ઉપાસનાની પ્રથમ ભૂમિકા છે, અને વાસ્તવિક ઉપાસનાનું પ્રથમ પગથિયું છે. હવે આગળનાં પગથિયાંઓ ઉપર કેમ કરીને ચડાય અને તે અંગે શું વિચારવું જોઈએ અને કેવો પ્રયત્ન કરવો જોઈએ એ જ હકીકત તરફ ધ્યાન દોરવાનું છે. – અખંડ આનંદ, જુલાઈ - ૧૯૬૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૫. ધર્મરસનો અનુભવ કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ કરવી હોય અથવા તેમનો પ્રચાર કરવો હોય તો કાર્ય કે પ્રવૃત્તિ કરનારમાં કે તેમના પ્રચાર કરનારમાં અમુક એક વિશેષ પ્રકારની યોગ્યતા હોય તો જ તે કાર્ય કે પ્રવૃત્તિ થઈ શકે છે અથવા ફેલાવી શકાય છે. એક માણસે લગભગ બળદ જેવા એક વાછડાને પોતાને ખભે ઉપાડી લોકોને આશ્ચર્યમાં નાખી દીધેલા. પણ આ કામ તે માણસ એકાએક કરી શક્યો ન હતો. તે માટે તેણે પૂરી યોગ્યતા સંપાદન કરેલી. જ્યારે તેના ગાયવાડામાં ગાય વિયાઈ ત્યારથી જ તે, રોજ ને રોજ ગાયના નવજાત બચ્ચાને ઉપાડવાની ટેવ પાડવા લાગેલો. જેમ જેમ બચ્ચે મોટું થતું ગયું તેમ તેમ તેના ભારવહનનું બળ તે માણસને રોજના અભ્યાસથી મળતું ગયું. એક વાર તો તેણે એ વાછડો જ્યારે બળદ જેવો થયો ત્યારે પણ તેને પોતાના ખભા ઉપર બેસાડવાનું સાહસ કરી, જોનારાઓને છક કરી નાખ્યા ! આ રીતે યોગ્યતા મેળવ્યા વિના આવું કામ કદી સાધ્ય થતું નથી. આ તો માત્ર શરીરબળની વાત થઈ. આ રીતે જ જે કોઈને વક્તા થવાનું મન હોય અને ગમે તેવી મોટી સભાને મુગ્ધ કરવા જેવું સમર્થ વષ્નવ કેળવવું હોય તેણે પણ આ માટે યોગ્યતા મેળવવા સતત પ્રયાસ કરતા રહેવું જોઈએ. આવા પ્રયાસને કારણે તે એક અસાધારણ વક્તા બની શકવાનો જ. આ વાત વાણીબળની થઈ. ધારો કે મારે સમાજવાદી થવું હોય તો કઈ જાતની યોગ્યતા કેળવવી ? આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં “સમાજવાદી' શબ્દનો અર્થ સમજવો પડશે. સમાજવાદી શબ્દના બે અર્થ છે : એક તો “સમાજ”, “સમાજ એમ બોલ-બોલ કરવા સાથે, “સમાજનાં દુઃખ દૂર કરો, ગરીબાઈ દૂર કરો અને બધાંની એકસરખી જે જરૂરિયાતો હોય તેને પૂરી પાડો” એવું એવું પણ બોલબોલ કરવું. સમાજવાદી' શબ્દનો બીજો અર્થ સમાજમાં સૌ કોઈને એટલે તદ્દન છેલ્લા માણસને પણ ગણતરીમાં લઈને જે જે સાધનો પ્રાપ્ત છે, Page #228 -------------------------------------------------------------------------- ________________ ધર્મરસનો અનુભવ ૦ ૨૦૭ તેવાં સાધનો દ્વારા પોતાની રહેણીકરણી ગોઠવવા પ્રયત્ન કરવો અને તે પ્રમાણે ધીરે ધીરે પોતાનો તમામ જીવનવ્યવહાર ગોઠવવો. અમદાવાદમાં ઘણી વાર મચ્છરોનો ભારે ઉપદ્રવ થતો, અને તે ઉપદ્રવ આશ્રમમાં પણ રહેતો. છતાં પૂ. ગાંધીજી મચ્છરોના દુઃખને ટાળવા મચ્છરદાની ભાગ્યે જ વાપરતા. તેઓએ તો એવો ઉપાય શોધી કાઢેલો કે જે ઉપાય સમાજનો છેલ્લો માણસ પણ કરી શકે. એ ઉપાય બરાબર ઓઢીને સૂવું તથા સૂતી વખતે જે અંગો ખુલ્લાં રહી જતાં હોય ત્યાં બધે ઘાસલેટ તેલ ચોપડવું. પૂ. ગાંધીજી મનસા, વાચા અને કર્મણા સમાજવાદી હતા. આ બીજા અર્થ તરફ ધ્યાન રાખીને જે કોઈ પોતાની રહેણીકરણી અને કથની ગોઠવવા તત્પર રહે અને તેની તત્પરતા જીવનપર્યત સ્થિર રાખી તે પ્રમાણે વર્તવાનો સતત પ્રયત્ન કરતો રહે, તેને ખરો સમાજવાદી થવાને યોગ્ય ગણી શકાય. કેટલાક લોકો ખૂબ ધન રળે છે અને તે માટે ગમે તેવા સારાનરસા ઉપાયો અજમાવે છે. પોતાની જરૂરિયાતો વધારવામાં મોટાઈ માને છે અને મોટી મોટી જમીનોના માલિક છે તથા લગ્નાદિ પ્રસંગે લાખો રૂપિયાનો ધુમાડો કરે છે; એટલું જ નહિ, પણ પોતાના કુટુંબનાં સુખદુઃખની ચિંતા કરતા નથી અને ઈશ્વરની જ આવી બધી રચના છે' એમ કહી પોતાનો બચાવ કરતા હોય છે. કેટલાક તો એવું પણ સમજે છે કે “મારા દરેક છોકરા પાસે, છોકરી પાસે, વહુઓ પાસે એક એક મોટર હોવી જોઈએ, દરેક પાસે પંદરપંદર લાખ રૂપિયા હોવા જોઈએ, દરેકને રહેવાને ઋતુને અનુકૂળ જુદા જુદા બંગલાઓ હોવા જોઈએ અને નોકરચાકરોની ફોજ પણ અમારી તહેનાતમાં રહેવી જોઈએ. આમ કુટુંબમાં બધે સરખાઈ થાય એ અમારો સમાજવાદ કેમ નહિ?” તેઓ સમાજવાદી તો ખરા; પણ સમાજવાદી શબ્દના પ્રથમ અર્થ પ્રમાણે, બીજા અર્થ પ્રમાણે નહિ. એટલે સાચા સમાજવાદી બનવા માટે પણ પોતાની ટેવો, જરૂરિયાતો અને તૃષ્ણાઓને બદલવા માટે પ્રયત્ન કરી યોગ્યતા મેળવવાની જરૂર છે. એમ ક્યૂ વિના સમાજવાદી બનવું તે નર્યો બકવાદ જ છે. ધર્મના આચરણનો વિચાર વિશેષે કરીને મન સાથે સંબંધ રાખે છે. જોકે તેનો સંબંધ શરીરબળ અને વાણીબળ સાથે નથી એમ તો નથી જ, પણ આચરણનો પ્રશ્ન મન સાથે વિશેષ સંકળાયેલ છે. સદાચરણનું જ બીજું નામ ધર્માચરણ છે. શ્વાસ લેવાની ક્રિયાની પેઠે ધર્માચરણને કેળવવું હોય તો જાગતાં કે ઊંઘતાં પણ અધર્માચરણ ન થાય એ જાતની જાગૃતિ કેળવવા વિશેષ ચિંતન-મનન કરવાં જરૂરી છે, ધર્મના સ્વરૂપને પણ બરાબર સમજી Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ • સંગીતિ લેવાની જરૂર છે. અને આટલું કર્યા પછી નિરપેક્ષપણે એટલે કોઈ જાતના સ્થૂલ બદલાની અપેક્ષા વિના કેવળ ધર્માચરણને ક્રિયામાં મૂકવાનો પ્રયત્ન વારંવાર કર્યા કરવાનો છે, અને એ આચરણમાં જે જે પ્રવૃત્તિ વિઘ્નરૂપ હોય તે તમામને બરાબર ઓળખી લઈ તેનો સદંતર ત્યાગ કરવા પણ પ્રયત્ન કરવો જરૂરી છે. આ અંગે કેટલાક નિયમો અનુભવી જ્ઞાની પુરુષોએ બતાવેલ છે. એ ટેવ પાડવા માટે જે તૈયાર હોય તે જ માણસ ધર્મરસના અનુભવની ભૂમિકાને મેળવી શકે છે. ૧. ગુણવંત પુરુષોનો બને તેટલા વિશેષ સમાગમ રાખવો, તેમની અનુભવેલી પ્રવૃત્તિઓને સમજવી અને ગુણો ઉપર અતિશય પ્રેમ કેળવવો. આમ કરવાથી ગુણો તરફ મન રુચિવાળું થશે અને ધીરે ધીરે એ ગુણો પોતાના આચરણમાં લાવી શકાશે. ૨. તમામ મનુષ્યોને પોતાના મિત્રો સમજવા અને એમ સમજીને તેમની સાથે તમામ વ્યવહાર કરવો. આ ટેવનો અભ્યાસ કરવાથી કોઈની સાથે ઠગાઈ કરવાનું કે બીજા પ્રકારનો અનુચિત વ્યવહાર કરવાનું આપોઆપ ટળી જશે. ૩. દુનિયામાં ભૌતિક રીતે સુખી લોકો કરતાં દુઃખી અને કરુણાપાત્ર ઘણા મનુષ્યો છે. તે તમામ મનુષ્યોને પોતાના બંધુવત સમજીને પોતાની શક્તિ પ્રમાણે તેમનું દુઃખ થોડું પણ ઓછું થાય તેવો વિચાર અને વિવેક કાયમ રાખવો. જો કે આવા બીજા નિયમો પણ અનેક છે; પણ આ ત્રણ નિયમોને જે માણસ સતત વળગી રહેવા પ્રયાસ કરશે તો તે સદાચરણરૂપ ધર્મના રસનો અનુભવ કરવાની ભૂમિકા જરૂર પ્રાપ્ત કરશે. ઘણીવાર આવા નિયમોને જાગ્રત રીતે પાળવાની ટેવ પાડતાં અઘરું લાગે છે. જેમ કે આળસ, ગુણવંત પુરુષો તરફ અરુચિ, તમામ મનુષ્યોને મિત્ર સમજતાં પોતાની સંપત્તિમાં વધારો તો ન થાય પણ ધીરે ધીરે ઘટ આવવા લાગે અને કરણાની ટેવ પાડતાં પોતાનાં કામ અધૂરાં રહે અથવા બગડી જવાની પરિસ્થિતિમાં આવે એમ વિચારવું. આ ઉપરાંત લોકોની ટીકા, કુટુંબના સભ્યોની રુકાવટ અને ખાસ તો પોતાના લક્ષ્યને પહોંચવા માટે ધગશનો અભાવ એ વિઘ્નો છે. શહેર પાસેના નાના ગામમાં એક ગૃહસ્થનું કુટુંબ છે. વંશપરંપરાથી સાધારણ રીતે ખાધેપીધે સુખી છે અને વ્યવસાયની દષ્ટિએ પણ સફળ છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ધર્મરસનો અનુભવ • ૨૦૯ તાડી, દારૂ, અફિણ, સિગારેટ તથા બીડીના વ્યવસાયમાં તે સારું રળતો. પોતે સારા સગૃહસ્થની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી. આવક ઘણી વધતી ચાલી; એટલે પોતાની પ્રતિષ્ઠા, ધંધાની જાહેરાત એ બંનેને ધ્યાનમાં રાખીને એ ગૃહસ્થ પોતાની આવકનો થોડો ભાગ સારા સાહિત્યપ્રકાશનમાં ખર્ચવા લાગ્યો. આ રીતે તે ગૃહસ્થ દાનવીર તથા ધર્મવીરની ભૂમિકા સુધી પહોંચી ગયો. તેનાં પુણ્ય પાંશરા હશે કે એક વાર તેને એક સંત પુરુષ ભેટી ગયા, જેઓ તદ્દન નિઃસ્પૃહ અને મનુષ્યમાત્રના જ નહીં પણ પ્રાણીમાત્રના સાચા હિતૈષી, ત્યાગી, તપસ્વી અને અનિવાર્ય એવી ઓછામાં ઓછી જરૂરિયાતો ધરાવનારા અને અનુકૂળતા મળે ત્યાં શરીરશ્રમ દ્વારા એ જરૂરિયાતોને પહોંચી વળનારા હતા. આ સંતને જોતાં જ પેલા ગૃહસ્થના મનમાં તેમના તરફ આકર્ષણ જામ્યું. એમણે એ સંતને પોતાના ઘેર આવવા વિનંતી કરી. સંત તો આ વ્યક્તિનું મન જોઈને તેને ત્યાં જવા લાગ્યા. ઘરમાં પેસતાં જ સંત આ ભાઈના વ્યવસાયને સમજી ગયા, પણ કાંઈ બોલ્યા નહિ. ઘર ઘણું મોટું, ફળિયું વિશેષ વિશાળ, નોકરચાકરોય ઘણા, ગાય વગેરેને બાંધવાનો વાડો પણ મોટો, કુટુંબી પણ મોટી સંખ્યામાં–બહેનો, ભાઈઓ, છોકરા તથા છોકરીઓ; એ સૌએ સંતને આવતા જોયા કે તરત વિનયપૂર્વક તેમને પ્રણામ કર્યા. ગાયોના વાડા પાસેની એક અનુકૂળ ઓરડીમાં સંતે પોતાનો ઉતારો કર્યો, અને વહેલી સવારે પ્રાર્થના વગેરેનો ક્રમ તેમણે શરૂ કર્યો. સાંજે પ્રાર્થના તથા ભજન અને ધર્માચરણની યોગ્યતા વગેરે બાબતોની ચર્ચા શરૂ કરી દીધી–કોઈ વ્યક્તિને ઉપદેશ આપતા હોય એ રીતે નહીં, પણ માણસ પોતાનો વિકાસ શી રીતે કરી શકે છે એ દષ્ટિએ. સંત પોતે રોજ શેઠનું આખું જ આંગણું વાળ્યા પછી જ શેઠને ત્યાંથી ભિક્ષા લેતા.શેઠના કુટુંબના બેઠાડુ અને આરામી તથા એક રીતે વિલાસી આળસુ બૈરાંઓને ભારે શરમાવાનું આવ્યું. છોકરા-છોકરીઓ તો કામમાં ખુશીથી જોડાઈ ગયાં અને પછી આસ્તે આસ્તે ખુદ શેઠનાં પત્ની વગેરે કામમાં રસ લેવા લાગ્યાં. સંતે જોયું કે આ લોકો ભંગી પાસે સફાઈ કરાવે છે, પણ તેના તરફ તિરસ્કાર, અનાદર અને અમાનવીય વૃત્તિ રાખે છે. આ પરિસ્થિતિને ટાળવા સંતે કોઈ ઉપદેશ ન કર્યો, પણ એકવાર ભંગીની સાથે સંત પણ સાફ કરવાની પ્રવૃત્તિમાં જોડાઈ ગયા. આ જોઈને શેઠને, શેઠાણીને તથા તેમના આખા કુટુંબને ભારે આંચકો લાગ્યો. સંતને એ ખ્યાલમાં આવી ગયું એટલે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ - સંગીતિ સાંજે જ્યારે પ્રાર્થના થઈ અને તેમાં ગીતાના શ્લોકો બોલાવા લાગ્યા ત્યારે સંતે કહ્યું કે, “શૂનિ વૈવ ઋપા પંહિતા: સમશનઃ કૂતરામાં અને ચંડાળમાં વિવેકી પુરુષો સમદર્શી હોય છે; એટલે જે દરજજો આપણો છે તે જ દરજજો ભંગી વગેરેનો પણ છે. એટલે તેમનું અપમાન કરવું એ તેમનામાં રહેલા પરમેશ્વરનું જ અપમાન છે.” અત્યાર સુધી તો આ કુટુંબે ઘણી ધર્મવાણી સાંભળી કાઢેલી. પણ આ અનોખી અનુભવવાણી સાંભળી સૌનાં હૃદય-કમાડ ખૂલી ગયાં અને પછીથી ભંગી, ઢેડ વગેરેને પોતાના માનવ ભાઈ તરીકે તે આખું કુટુંબ સમજવા લાગ્યું. અને ખીમલો કે ખમલીને બદલે ખીમાભાઈ કે ખીમીબહેન એવાં વચનો તેમને માટે વપરાવા લાગ્યાં. સંતે જોયું કે કુટુંબ સરળ છે, યોગ્ય છે પણ તેને માર્ગ બતાવનાર કોઈ મળ્યું નથી. સંતને આબે બેએક મહિના તો થઈ ગયા. તેટલામાં તેઓ શેઠના વ્યવસાય અને તેમાં ચાલતી અનેક ગેરરીતિઓથી પરિચિત થઈ ગયા હતા. એક વાર અવસર જોઈને સંત એમની પાસે પહોંચી ગયા. અને તેમનો આ ધંધો પરમેશ્વરનું કેવી રીતે ભયંકર અપમાન કરનારો છે એ વાત જ મધુર ભાષામાં અને નમ્રતાપૂર્વક સમજાવી, તથા આ ધંધાને લીધે હજારો મનુષ્યો આ વ્યસનમાં ફસાયાં છે, તેમાંનાં કેટલાંક તો ખાંસી, ક્ષય અને કેન્સરના રોગમાં સપડાયા છે તે સચોટપણે સમજાવ્યું. - સંતે કહ્યું કે “તમને એમ લાગશે કે દાનધર્મ કરતા રહો છો તથા ઘરે સાધુસંતોને બોલાવી તેમનો સત્કાર કરી ધર્મવ્યાખ્યાનો પણ કરાવતા રહો છો એટલે આ ધંધાનું પાપ ધોવાઈ જાય છે. પણ શેઠશ્રી, તમારી ધર્મપ્રવૃત્તિઓ તો તમારા ધંધાની જાહેરાતમાત્ર છે. જો તમને ધર્મશ્રવણ ગળે ઊતર્યું હોય તો તમે આ ધંધો છોડી બીજા ધંધામાં–એટલે ખેતીમાં કે પ્રામાણિક વેપારમાં જોડાઈ ગયા હોત.” સંત તથા શેઠ એક વાર મજૂરલત્તામાં પહોંચ્યા, જયાં લોકો તાડી, દારૂ તથા અફીણના અને બીડી તથા સિગારેટના ભારે વ્યસની હતા. નાનાં નાનાં છોકરાંઓ પણ બીડી-સિગારેટનાં ઠૂંઠાં વીણીવીણીને ચૂસ્યા કરે. સંતે મજૂરોની એ ગલી ઘણી ગંદી જોઈને સાવરણો હાથમાં લઈને સાફ કરી નાખી અને જ્યાં ઠેર ઠેર બળખા વગેરે ગંદું પડેલું ત્યાં ધોવાય ત્યાં ધોઈ નાખ્યું અને બીજે બધે રાખ કે માટી નાખી દીધી. પોતાના ધંધાએ કેવો અનર્થ પેદા કરેલો છે તે બધું શેઠે આજે જ નરી Page #232 -------------------------------------------------------------------------- ________________ ધર્મરસનો અનુભવ ૦ ૨૧૧ આંખે જોયું. રસ્તામાં તે કહેવા લાગ્યા કે “મહારાજ, મંદિરોમાં દર વરસે હજારો રૂપિયા દાન આપું છું, પાંજરાપોળ તથા ધર્મશાળાનાં ફંડોમાં પણ રૂપિયા ભરતો રહું છું. શું આ બધું સફળ નહીં થાય ?” સંત કહે કે “એ તમારા ધંધાના ફેલાવામાં વિશેષ સફળ છે. દયાધર્મ પણ પાંજરાપોળ વગેરે દ્વારા થાય ખરો, પણ તમે જોયું ને કે એ દાનની પ્રવૃત્તિ ટકાવવા કેટલી બધી માનવહાનિ થાય છે. ભાઈ, તમને ખબર છે કે દેવના જન્મ કરતાં માનવજન્મને ઉત્તમ કહેલ છે; કેમ કે એક માનવજન્મ જ એવો છે જેમાં અનેક સગુણો કેળવી શકાય છે અને એ દ્વારા પોતાના જીવનનો તથા કુટુંબ અને સમાજના જીવનનો પણ વિકાસ સાધી શકાય છે અને ભાવિ જન્મમાં પણ એ જ સંસ્કાર સાથે આવે છે, જેથી ધીરે ધીરે પરમેશ્વરની પાસે પહોંચી તેના રૂપમાં સમાઈ જવાનું ફળ મળે છે અને પૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય છે.” વાત શેઠને ગળે બરાબર ઊતરી ગઈ, પણ હવે કરવું કેવી રીતે? કુટુંબ મોટું, આરામ અને વિલાસની ટેવો પેસી ગઈ હતી, અને પાછો ભાઈઓ સાથેનો બધો સંયુક્ત વ્યવહાર. પણ શેઠ ભારે ચતુર, અંતરમાં વિવેકી અને વિચક્ષણ હતા. તેમણે સૌથી પહેલાં પોતાના મનની આ વાત પોતાની પત્નીને કહી. તેને પણ વાત ગળે ઊતરી ગઈ. પછી પોતાના મોટા છોકરાઓને સમજાવી. તેઓ પણ પોતાના પિતાને પગલે ચાલવા તત્પરતા બતાવવા લાગ્યા. અને છેવટે પોતાના નાનામોટા ત્રણ ભાઈઓને એકાંતમાં બોલાવીને પોતાની જે માનસિક પરિસ્થિતિ થયેલી છે અને પોતે જોયેલો અને પોતાના ધંધાને લીધે થયેલો તે નર્યો અધર્મમય આચાર તેમને સમજાવ્યો. ભાઈઓ સમજી તો ગયા; પણ આ આરામ, વિલાસ અને સ્વચ્છંદ કેમ છૂટી શકે? ત્રણ ભાઈઓએ મળીને કહ્યું કે “મોટાભાઈ સંતના પાશમાં આવી ગયા છે માટે એ સંતને જ અહીંથી ભગાડો.” પણ શેઠનો એવો પ્રભાવ અને ધાક હતાં કે તેઓ સંતને તો કશુંય ન કહી શક્યા, પણ પોતાના ભાઈથી તેઓ છૂટા પડી ગયા અને ભાઈને ભાગે જે કાંઈ આવતું હતું તે તેમને આપી દીધું. હવે શેઠે છોકરાઓને પોતાની જીવનચર્યા અને ખેતીની પ્રવૃત્તિ વિશે ચોખવટથી સમજાવ્યું. એટલે ત્રણ છોકરામાંથી માત્ર એક જ છોકરાએ સાથ આપવાનું નક્કી કર્યું. એટલે બીજા બે છોકરાઓને શેઠે તેમને ભાગે આવતી સંપત્તિ વહેંચી આપી. છેવટે શેઠ, શેઠાણી અને એક છોકરો તથા છોકરી એ બંગલામાંથી વિદાય લઈ સારા પાડોશીવાળા લત્તામાં પોતે સમાઈ શકે એવા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ • સંગીતિ એક નાના પણ ચોખ્ખા ઘરમાં જઈ ગોઠવાઈ ગયાં અને પોતાનો જૂનો ધંધો સદંતર છોડી દીધો અને હવે તેમની પ્રાર્થના, ગીતાપાઠ અને બીજાં દાનધર્મ રસમય બને છે એમ તેમણે અનુભવ્યું, જે વિઘ્નો હતાં તેમને શાંતિથી દૂર કર્યા અને તમામ મનુષ્યોને મિત્રવત્ સમજવાનો અભ્યાસ કરવા સાથે હૃદયને કરુણાપૂર્ણ બનાવ્યું અને પ્રત્યક્ષ રસ આપનાર ધર્મનો અનુભવ કરવા લાગ્યા. માણસ ગમે તે ધર્મના અનુયાયી હોય અને તે ધર્મને અનુસરતાં ગમે તે જાતનાં કર્મકાંડો કરવા તરફ વળેલ હોય તો પણ જે કોઈ પોતાના ધર્મનું સ્વરૂપ સમજે, વિચારે અને તેનો પરમ અર્થ ધ્યાનમાં લે તો જરૂર ખરા અર્થમાં એટલે બીજા અર્થમાં સમાજવાદી બની શકે. અહિંસાનો અર્થ જ સમાજવાદ છે. પણ આજે તો અહિંસાને માનનાર પોતાને અનુકૂળ એવી અહિંસાની વ્યાખ્યા માને છે. એ ઘરના દરેક પુત્રપુત્રીને પણ મોટર જોઈએ, ધન જોઈએ મોટો જુદો બંગલો જોઈએ. આ સગવડોને અનુકૂળ અહિંસાનો અર્થ મેળવેલો છે અને એ રીતે સમાજવાદીની વ્યાખ્યા પણ પોતાને અનુકૂળ એવી ગોઠવેલી છે. શું વૈષ્ણવ, શું જૈન, શું બૌદ્ધ, શું ઇસ્લામી, શું યહૂદી, શું પારસી, શું શીખ વગેરે ધર્મ અહિંસાપ્રધાન નથી? પણ માણસની એવી ચતુરાઈ છે કે તે પોતપોતાના ધર્મના વિચારને પોતાની મરજી પ્રમાણે ઘટાવવા મંડ્યો છે, અને ધર્મગુરુઓ પણ લોકોને આધીન હોવાથી એ બાબત ચૂં કે ચાં કરતા નથી, પણ જેમ લોકો કહે છે તેમ તેઓ તેમાં સાથ આપવા મોટે ભાગે તૈયાર હોય છે. જો ધર્મગુરુઓ લોકાધીન ન હોત, પોતાની આજીવિકામાં શરીરસખને વળગી રહ્યા ન હોત. તો આ સ્થિતિ કદી ન આવત. પણ લોકોની પેઠે ધર્મગુરુઓ પણ સામાન્ય માણસની કોટિથી આગળ જઈ શક્યા નથી. જેમ વિશ્વનાથનું મંદિર છે તેમ વિશ્વનાથની બૅન્ક પણ ઊભી કરવામાં કોઈ વાંધો નથી. એટલે ખરી રીતે ધર્મરસનો અનુભવ કરવો હોય તો પેલા સંતના જેવા સંતો દેશમાં ઠેરઠેર ઘૂમતા રહેવા જોઈએ અને પેલા શેઠની જેમ પોતાના અંતરમનને ઢંઢોળીને સમજનારા તથા જીવનમાં ખરું પરિવર્તન લાવનારા માણસો હોવા જોઈએ. તો જ સમાજવાદ કે ધર્મનો રસ અનુભવી શકાય. નહીં તો બોલી બોલીને લોકોને ભ્રમમાં નાખવાનો અને પોતાનો જ સ્વાર્થ સાધવાનો જે ધંધો હજારો વરસથી ચાલતો આવેલ છે, ફાલેલ તથા ફૂલેલ છે તેમ જ ચાલતું રહેવાનું અને “ગરીબાઈ હટાવો'ની બૂમો સાંભળ્યા કરવાની. – અખંડ આનંદ, જુલાઈ – ૧૯૭૧ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૬. પ્રાર્થના પાંચ પચીસ ભાઈઓ અને બહેનો ટોળામાં મળીને ચાલ્યાં જતાં હતાં. ચાલતાં ચાલતાં પોતપોતાનાં સુખદુઃખની વાતો કરતાં હતાં. એક બહેન બોલ્યાં : “નાનપણથી ગામડામાં ઊછરી છું, માતાપિતા ખૂબ મહેનતુ હતાં. જાતમહેનતે રોટલો રળતાં. અમે ચાર જણાં માતાપિતા અને અમે ભાઈબહેન. મારી મા અને હું સૂતર કાંતતાં અને મારો ભાઈ તથા પિતાજી કપાસ ખરીદી તેને તડકે સૂકવી પછી તેને લોઢતા, કપાસિયા જુદા પડતા અને એક તરફ રૂ ચોખ્ખું નીકળી પડતું. આટલું કર્યા પછી મારો ભાઈ પૂણીઓ બનાવતો અને અમે માદીકરી નિરંતર કાંત્યા જ કરતાં. આમ અમારા ગામમાં પાંચ-પચીસ જે ખોરડાં હતાં તે બધાં જ આ જાતનો ધંધો કરતાં અને સૌ સુખશાંતિથી પ્રસન્નતાપૂર્વક રહેતાં. અમારા કેટલાક ખોરડાંવાળા હાથશાળો રાખી વણવાનો ધંધો કરતા. આમ કાપડેય જેટલું તૈયાર થતું તે અમારા ગામમાં જ ખપી જતું. આ રીતે કાંતનારા, વણનારા અને વેજાના વેપારીઓ સૌ સુખશાંતિથી રહેતા. આમ જાતમહેનત તથા મજૂરી વડે અમો સૌ ભગવાનની કૃપાથી દાળ-રોટલો પામી સુખે સુખે રહેતા. અમે કાંતતાં તે કાંઈ બહુ ઝીણું નહીં, પણ વીસ-ત્રીસ નંબરનું ખરું. એમાંથી જે કપડું બનતું તે બહુ બારીક કે ઘણા ઓછા વજનનું નહીં બનતું, પણ ઠીક ઠીક પાતળું એટલે બહુ જાડું નહીં તેમ બહું ઝીણું નહીં અને વજનમાં પણ વિશેષ ભારે નહીં તેમ વિશેષ હલકું નહીં પણ પહેરનારાને ગમે તેવું તો ખરું જ. આ રીતે ગામ આખાના એકબીજાના સાથસથવારાને લીધે કોઈને ભૂખનું દુઃખ તો નહોતું રહ્યું અને ગામડાગામમાં ઘરે ઘરે દુઝાણું પણ ખરું. એટલે સૌ ગજા પ્રમાણે ઘી-દૂધ-છાશમાખણ વગેરે પામતાં અને શરીરે પણ તેજવાળાં અને બળુકાં પણ ખરાં. ખેડૂતો બળદો વડે ખેડ કરતા અને ગાયો ભેંસો તથા ઘોડા પણ રાખતા. પોતપોતાના ધંધામાં સૌ કાળજી રાખતા અને જેટલી બુદ્ધિ અને શક્તિ હતી તે બધી જ વાપરીને પોતપોતાનો ધંધો કરતા અને તેમાં થોડો થોડો સુધારો પણ થયા Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ • સંગીતિ કરતો. આમ ગામ આખું બરકતમાં હતું, સંપ પણ ઘણો સારો અને દેવદર્શન, પૂજા, જાત્રા અને અતિથિની સેવા વગેરે પ્રવૃત્તિઓ પણ ચાલ્યા કરતી. પણ અમારે મન તો અમારું પોષણ કરનાર ધંધો એ મુખ્ય વસ્તુ હતી, અને તેમાં સચ્ચાઈ અને એકબીજાની હૂંફ એ જ અમારા જીવનનો મુખ્ય આધાર હતો. દળણું દળી લેતાં અને દુઝાણું હોય તો છાણવાસીદું પણ સૌ હાથોહાથ કરી લેતાં, ગામમાં બે એક ગોરજી રહેતા અને બે એક ભામણનાં ખોરડાં પણ ખરાં. અમારા છોકરાઓને ગોરજી હોંશે હોંશે “ૐ નમઃ સિદ્ધાય” મંડાવીને ભણતર શરૂ કરતા અને અમારા ખપજોગું છોકરીઓ ભણતાં ભણતરનું ખરચ ખાસ કાંઈ નહીં. ગોરજીનો અપાસરો તો હતો જ, તેમાં અમે સૌ વારાફરતી સફાઈનું કામ કરી આવતા અને ગોરજી બે વાતો અમારા હિતની, પરમેશ્વરના ઘરની ઘડી બે ઘડી કહેતા તે સાંભળતાં અને એ વાત પણ અમારા ધંધાને ખૂબ ટેકો આપે એવી અને અમારા એકબીજાના સાથસથવારાને પોષણ આપે એવી જ રહેતી. અમે કેટલાક હિંદુ લોકો અને કેટલાક મુસલમાન લોકો એ વાતો સાંભળવા જતા. અમે એ વાત તો જાણતા પણ નહીં કે હિંદુ કે મુસલમાનનો ધરમ વિશેષ જુદો છે. અમે સૌ સરખો ધંધો કરતા અને રામરહેમાનને આશરે ગામ આખું ગહરી ખાતું, ભામણભાઈઓ આવુંભોળું વૈદું ભણતા. કોક વાર જ અમારે એવા ઉપાયની જરૂર પડતી. ગામના પંચે ઠરાવેલ રીતે ગોરજીબાપા અમારે સૌને ત્યાંથી વારાફરતી ભિક્ષા લઈ જતા અને ભામણભાઈઓ કુટુંબકબીલાવાળા હતા તેઓ રોજ લોટે આવતા, અને અમારામાંનું દરેક ઘર ભામણભાઈઓને હાથે દળેલ ચોખ્ખો લોટ આપતું. ખેડૂતો શાકપાંદડું જે મોસમમાં થતું તે આપતા, અને પંચના ઠરાવ પ્રમાણે તેમને લૂગડાંલત્તાં થાય તેટલું કપડું પણ પહોંચતું કરતાં. કોક વાર મુસલમાનભાઈના સાંઈબાબા આવતા તો તેમની પાસેથી પણ ખુદાના ઘરના બેચાર શબ્દો સાંભળેવા જતાં. આમ સૌ પોતપોતાની પ્રવૃત્તિમાં એકચિત્ત હતું. ગામની સફાઈ માટે પંચે હરિજનોને ગોઠવેલા. પણ પંચે ઠરાવેલું કે હરિજનો આપણા ભાઈઓ છે. કોઈ એને ટૂંકારે બોલાવી શકે નહીં. એની રોજી માટે પંચ અમારી પાસેથી અનાજ, કાપડ વગેરે ઉઘરાવી લઈને તેને બરાબર પૂરું પાડતું. મોચી, ચમાર, ઘાંચી, લુહાર અને સુથાર પણ અમારાં સૌનાં જરૂરી કામ કરી આપતા; પંચે તેમને રોજી બરાબર ગોઠવી દીધેલ. પંચે અમારી કમાણી ઉપર સૌ ભરી શકે એવો વેરો નાખેલ છે, એ વેરામાંથી તમામ કારીગર ભાઈઓ સુખે સુખે ગદરતા, અને ગામ આખું જાણે એકજીવ જેવું હોય એમ થઈને રહેતું. આમ અમારે તો Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના ૦ ૨૧૫ સત્યુગ જેવું હતું, સૌ સુખદુઃખમાં ભાગીદાર બનીને રહેતા. એટલે સુખનો એંકાર નહીં અને દુઃખની વેદના પણ નહીં. એવામાં એક દિવસ કોણ જાણે કેવું કમૂરતું હશે કે ગામમાં ખબર પડી કે આપણા ગામમાં વીજળી આવવાની છે. ગામના ડાહ્યા અને ગામ આખાનું સુખ વાંચતા લોકો ભેગા થયા અને આ વીજળી શા માટે આવે છે તેનો વિચાર કરવા બેઠા. તો માલૂમ પડ્યું કે વીજળી તો દળવાની ઘંટી, સિનેમા વગેરે વડે આપણને સુખી કરવા આવે છે. અમારા પંચે નક્કી કર્યું કે આપણે વીજળી નથી જોઈતી. દળવાનું તો અમે હાથે જ કરીએ છીએ અને અમારા ભવાનભાઈઓ તથા નાટક કરનારા નટ લોકો અને બજાણિયાભાઈઓ અમને પોતપોતાની કરામત બતાવીને ખુશ ખુશ કરી નાખે છે અને બદલામાં અમે એમને બેપાંચ મણ અનાજ આપીએ છીએ. જયાં સુધી એ લોકો ચોરામાં રહે ત્યાં સુધી વારાફરતી ઘરે ઘરે તેમને જમાડીએ છીએ. માટે અમારે વીજળીની જરૂર જ નથી. પણ અમે રહ્યા ગામડિયા અને વિજળી લાવનારા શહેરના લોકો હતા. એમણે કહ્યું કે તમે આમ જંગલી જેવા રહો તે સારું નહીં માટે જરા સમા પ્રમાણે તોરમાં આવો અને જીવતરનાં સુખ પણ ભોગવો. અમે લાચાર બન્યા, વીજળી આવી અને અમારા ધંધામાં વીજળી પડી. દળવાની ઘંટીઓ આવી, સિનેમા આવ્યાં અને કાંતવાનું પણ તથા વણવાજય વીજળીથી ચાલવા માંડ્યું. અરે ખેતી પણ વીજળીથી થવા માંડી. ગામડું મડદું થઈ ગયું. અમે પણ મડદાં જેવાં બની ગયાં અને અમારાં છોકરાં રખડું થઈ ગયાં, અમારા ગોરજીએ તથા ભામણભાઈઓએ ઘણી ના પાડી પણ એમનું સાંભળે કોણ? આ અમે નવરાધૂપ થઈ ગયા, વીજળીથી આંખો પણ બગડી, વીજળીની ઘંટીના લોટ ખાઈને મંદવાડ આવવો શરૂ થયો, ખાલી પડેલા બળદો બહાર જઈ વેચાવા લાગ્યા અને અમારાં બધાં ખોરડાં ધૂળધાણી થઈ ગયાં, વેપારીઓ પણ જોરમાં વધી ગયા અને એઓ પણ હેરાનહેરાન થઈ ગયા, જૂઠ વધી ગયું અને છેતરામણ કરનારા સોનાનાં ઘરેણાં પહેરીને અમારા ગામમાં આવવા લાગ્યા અને ગામડું બગડી ગયું. નવા નવા સંચા ખટપટવા લાગ્યા, ડૉકટરો પણ ભરાવા લાગ્યા. આમ અમે સૌ વીંખાઈ ગયા અને હવે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે “હે ભગવાન! ખુદા ! અમને અમારા દિવસો પાછા આપવા મહેરબાની કર. હવે ભગવાન અમારું સાંભળે ત્યારે ખરો”. - સદાચાર નિર્માણ, ઑગસ્ટ - ૧૯૭૫ Page #237 -------------------------------------------------------------------------- ________________ ર૭. પ્રાર્થના અને સફળતા शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशम्, सर्वत्र सुखिनो भवन्तु लोकाः ॥ ઉપર લખેલ પદ્ય એક સર્વસામાન્ય પ્રાર્થનાનું પદ્ય છે. આ પ્રાર્થના પ્રત્યેક મનુષ્ય બોલી શકે છે–પછી તે બોલનાર હિંદુ હોય, શીખ હોય, પારસી હોય, બૌદ્ધ હોય, જૈન હોય, શૈવ હોય, વૈષ્ણવ હોય, સ્વામિનારાયણ હોય, આર્યસમાજી હોય, ખ્રિસ્તી હોય, મુસલમાન હોય કે ગમે તે ધર્મ ના સંપ્રદાયના અનુયાયી હોય. તમામ જગતનું કલ્યાણ થાઓ, તમામ પ્રાણીઓ એકબીજાનું ભલું કરવા તત્પર બનો, દોષો તમામ દૂર થાઓ અને તમામ સ્થાનોમાં રહેનારા લોકો સુખી થાઓ.” આવી ભાવના આ પ્રાર્થનામાં છે. આ ભાવના કોણ પસંદ નહીં કરે ? જો પ્રાર્થના મનસા, વાચા અને કર્મણા થાય તો જરૂર સફળ થાય; એટલું જ નહીં, પણ એવી પ્રાર્થના પૂરેપૂરી સફળ થાય અને પ્રાર્થનામાં જે જે માગણી કરવામાં આવેલી છે તે બધી જ અક્ષરેઅક્ષર જરૂર સફળ જ થાય. ઘણા લોકો ઉપર કહેલી તેવી પ્રાર્થના તો રોજ કરતા હોય છે, છતાં તેઓ નિરંતર ફરિયાદ કરતા હોય છે કે “ભગવાન અમારી પ્રાર્થના સાંભળતો નથી, અમારી પ્રાર્થના ઉપર મુદ્દલ ધ્યાન આપતો નથી, એ બાબત કયાં જઈને ફરિયાદ કરવી ?” આવી પ્રાર્થના કરનાર કેટલાક વેપારીઓમાંના એક જણે પોતાના એક ધર્મગુરુને કહ્યું કે “સાહેબ ! હું રોજ સવાર-સાંજ ઉપર લખી તેવી પ્રાર્થના કરતો રહું છું, છતાંય મારા ઘરમાંથી મંદવાડ ખસતો નથી એનું શું કારણ હશે?” ધર્મગુરુએ તેને જવાબ આપ્યો કે “ભાઈ ! તમે રોજેરોજ ખરેખર ઉપર લખેલ છે તેવી અક્ષરેઅક્ષર શુદ્ધ ભાષામાં કદાચ Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના અને સફળતા ૦ ૨૧૭ પ્રાર્થના નહીં કરતા હો.” પ્રાર્થના કરનાર ભાઈ કે બહેને પોતાના માન્ય ગુરુજીને હાથ જોડીને અતિશય નમ્રતા સાથે જવાબ આપ્યો કે, “સાહેબ, અમે રોજ રોજ ઉપર લખેલી પ્રાર્થના અક્ષરેઅક્ષર શુદ્ધ રીતે બરાબર કરીએ છીએ; એટલું જ નહીં, પણ અમારા દરેકનાં ઉચ્ચારણો બરાબર શુદ્ધ રીતે જ બોલાય એ માટે અમે માસિક અઢીસો રૂપિયા ખર્ચીને એક પંડિતને પણ રોકેલ છે, જેઓ અમારાં ઉચ્ચારણો બરાબર રોજેરોજ સાંભળે છે અને કહે છે કે ‘ભાઈ ! તમારાં ઉચ્ચારણો ઘણાં જ શુદ્ધ છે અને તેમાં હ્રસ્વદીર્ઘ ઉચ્ચારણની પણ જરા જેટલી ખામી નથી. એટલે આમ રોજેરોજ પ્રાર્થના કરવાથી તમે જરૂર સુખી થશો અને કોઈ અપૂર્વ લાભને જરૂર મેળવશો.' '' પંડિતે કહેલી એવી વાત પોતાના ગુરુજીને કહી રહેલ છે. આમ વાત થાય છે ત્યાં આ પ્રાર્થના કરનાર વ્યક્તિનો એક પડોશી ત્યાં આવી ચડ્યો અને તેણે પ્રાર્થના કરનારાના ધર્મગુરુની સમક્ષ જ પેલાને જોરથી પકડીને પૂછ્યું કે “ભાઈસાહેબ ! આપણી વચ્ચે એક પડોશીનો નાતો છે. એ નાતાને લીધે તમારે ત્યાં વિવાહ હતો ત્યારે મેં મારે સગે હાથે તમે માગ્યા ત્યારે પાંચસો રૂપિયા ઉછીના આપેલા છે. લખત-પતર તો નથી અને વિવાહ તો પતી ગયા અને તમે વિવાહિત કરેલી કન્યાને અધરણી પણ આવી અને હવે તે આ નજીકના દવાખાનામાં પ્રસૂતિ માટે પણ જશે. છતાં ભાઈસાહેબ, તમે મારી રકમ મને પાછી આપવાનું હજી સુધી વિચારતા પણ નથી. ભાઈસાહેબ, હું તો માગી માગીને થાક્યો, હવે આ મારી છેલ્લી માગણી છે. જો ત્રણ દિવસની અંદર મારી રકમ પાછી નહીં આપો તો જોયા જેવી થશે. તમારી ફજેતી થશે અને તમારી આબરૂનાય કાંકરા થશે. આ તમારા ધર્મગુરુની સાક્ષીએ તમને મારી આ છેલ્લી ચેતવણી આપવા હું આ સ્થળે આવેલ છું.” પોતાના પડોશીની આ વાત સાંભળતાં જ પેલો રોજ પ્રાર્થના કરનાર ભાઈ તાડૂક્યો અને બોલ્યો કે “અલ્યા ! તું કોને ગળે પડે છે ? જા, જા, તારે થાય તે કરી લે. રૂપિયા કેવા અને વાત કેવી ?” આ બધું સાંભળી પેલા ધર્મગુરુ તો સડક થઈ ગયા. પેલો માગણી કરનાર પોતાની વાત કહીને ચાલતો થયો એટલે ધર્મગુરુએ પેલા રોજ પ્રાર્થના કરનારને પૂછ્યું કે “આ શું છે ? આ માગણીવાળો તમારો પડોશી ખરી વાત કરે છે કે ખોટી ?' પેલા ભાઈએ પોતાના ધર્મગુરુને જણાવ્યું કે “સાહેબ ! તમે આ દુનિયાદારીની વાતમાં શા માટે માથું મારો છો ? તમે તો સંસાર છોડીને સંન્યાસી સાધુનાં Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ • સંગીતિ કપડાં પહેર્યા છે; એટલે તમારે આવી ખટપટમાં શું કરવા પડવું જોઈએ?” આ વાત સાંભળી ધર્મગુરુએ પોતાના ઉપાસકને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે “ભાઈ ! દાળમાં જરૂર કાંઈ કાળું છે. માટે તમે આ ધર્મસ્થાનમાં આવવા લાયક નથી અને હું તમને જણાવી દઉં છું; એટલું જ નહીં, ચેતવી દઉં છું કે જયાં સુધી તમારી દાનત ચોખ્ખી ન થાય અને વ્યવહાર નિર્દોષ ન થાય ત્યાં સુધી તમે મારી પાસે આવશો નહિ અને આવી બૂરી દાનત રાખીને તમે ઉપર જણાવેલ પ્રાર્થના રોજરોજ દસ વાર કરો તો પણ તમને કોઈ ફાયદો થવાનો નથી. એટલું જ નહીં, તમે ખોટી દાનત રાખીને કોઈના પૈસા ઓળવશો તો યાદ રાખજો કે તમે કદી સુખી નહીં થઈ શકો અને તમારા ઘરમાંથી મંદવાડનો ખાટલો પણ ખસશે શી રીતે ? તમે પ્રાર્થનામાં તો કહો છો કે “તમામ જગતનું કલ્યાણ થાઓ, તમામ જીવો પરસ્પર એકબીજાનું હિત કરવામાં તત્પર થાઓ, દોષમાત્રનો નાશ થાઓ અને તમામ લોકો સુખી થાઓ.” આવી પ્રાર્થના રોજ રોજ શુદ્ધ રીતે ચોખાં કપડાં પહેરીને તમે ભલે કર્યા કરો, પણ જયાં સુધી તમારી અંદરની દાનત ચોખ્ખી નથી અને બીજાના પૈસા પડાવી લેવાનું તમે મન રાખો છો, ત્યાં સુધી તમારું શુભ થાય એમ મને તો લાગતું નથી.” પોતાના ધર્મગુરુની વાત સાંભળીને એ ભાઈ તો ભોંઠા પડી ગયા અને વીલે મોઢે ધર્મસ્થાનમાંથી પાછા ફર્યા. ઘેર આવીને જે પંડિતે તેમને કહેલું કે, “તમારા તમામ ઉચ્ચારણો બહુ જ શુદ્ધ છે, એથી તમને જરૂર લાભ મળશે જ" એ પંડિતને બોલાવવા પોતાના નોકરને મોકલ્યો. પંડિત તો તરતો તરત આવી પહોંચ્યો. એટલે એ પ્રાર્થના કરનારે પંડિતનો પણ ઊધડો લીધો અને કહ્યું કે “પંડિતજી ! તમે તો કહેતા હતા, કે “તમારા તમામ ઉચ્ચારણો અક્ષરેઅક્ષર શુદ્ધ છે. એટલે તમને જરૂર કોઈ અપૂર્વ લાભ મળશે જ. પણ આ મારા ધર્મગુરુ કહે છે કે તમે ગમે તેવાં શુદ્ધ ઉચ્ચારણો સાથે અને નાહીધોઈને ચોખ્ખાં કપડાં પહેરીને ભલે પ્રાર્થના કરતા રહો, પણ જ્યાં સુધી તમારી દાનત ચોખ્ખી નથી ત્યાં સુધી તમે ગમે તેવી ચોખ્ખી અને શુદ્ધ પ્રાર્થના ભલે કરો પણ તે દ્વારા તમને કોઈ લાભ મળશે નહીં એ યાદ રાખજો.” ” પંડિતજી કહે, “શેઠજી ! મારો પગાર ત્રણ મહિનાનો તો ચડી ગયેલ છે, અને આજે જ ચોથો મહિનો પણ પૂરો થઈ ગયો છે. એટલે કૃપા કરીને મારો ચડેલો પૂરો પગાર આપો તો મારે પણ ડૉક્ટરનું બિલ ભરવું છે તે ભરી શકું.” પેલા શેઠ કહે : “પંડિત, પગાર કેવો અને વાત કેવી ?” એમ કહીને પંડિતને ઘરમાંથી Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના અને સફળતા ૦ ૨૧૯ બહાર ચાલ્યા જવાનું કહી શેઠજી તો હાવણિયામાં બેસી ગયા અને નાહીધોઈને હંમેશાની ટેવ મુજબ ગાવા લાગ્યા કે, શિવમસ્તુ સર્વનાત, પહિતના મવસ્તુ મૂતUT: - રષિા: પ્રીતુ નામ, સર્વત્ર જુવિનો ભવતુ નો: ” આ કથા માત્ર એકલા વેપારીને જ લાગુ પડતી નથી, પણ મોટા મોટા ઉદ્યોગપતિઓ, મોટા મોટા વકીલ-બૅરિસ્ટરો, મોટા મોટા વિદ્યાગુરુઓ, પ્રોફેસરો, યુનિવર્સિટીના સંચાલકો, વૈદ્યો, ડૉક્ટરો, કારીગરો તથા સાધુસંન્યાસીઓને પણ તેટલી જ લાગુ પડે છે. તથા પુસ્તકોના વેચનારાઓ અને પુસ્તકોને પ્રકાશિત કરનારી સંસ્થાઓ તથા રાજયવ્યવસ્થા કરનારા રાજપુરુષો તથા સરકારી તમામ નોકરો, પટાવાળાથી પ્રધાન સુધીના સત્તાવાળા લોકોને પણ તેટલી જ લાગુ પડે છે. તાત્પર્ય એ કે દાનત ચોખ્ખી રાખવા સાથે અને વ્યવહાર ચોખ્ખો રાખવા સાથે જો પ્રાર્થના થાય તો તો તેની સફળતાની બાબત શંકા રહેતી નથી. પણ પ્રાર્થના પૂર્વ દિશામાં ચાલે અને પ્રાર્થના કરનાર પશ્ચિમ દિશામાં ચાલે તો પ્રાર્થનાનું પરિણામ મોટા મીંડામાં જ આવે છે એ નિઃશંક વાત છે. વિશેષ સ્પષ્ટ શબ્દોમાં કહેવું હોય તો એમ જરૂર કહી શકાય કે મોટા મોટા ઉદ્યોગપતિઓ જે જે સામાન બનાવે છે તે સામાન બનાવવામાં જેટલી જેટલી વસ્તુઓ ભેળવવાની હોય અને ભેળવવા જેવી તમામ વસ્તુઓને ભેળવીને જનતાને ઉપયોગી, ટકાઉ અને ઉત્તમ સામાન બનાવવા તરફ જ તેમનું લક્ષ્ય હોય તો જ તેઓ વૈશ્યધર્મને આચરે છે એમ કહી શકાય. આ રીતે ખીલેલા ગૃહઉદ્યોગો સાથે કરવામાં આવતી પ્રાર્થના, પૂજા કે બીજી ધર્મપ્રવૃત્તિ તેજસ્વી બનશે અને ખરા અર્થમાં ધર્મનું આચરણ ખીલશે અને ભાવિ પ્રજામાં ઉત્તમ સંસ્કારો પાડવાનું પણ અનાયાસે બનશે. આપણા વિદ્યાર્થીઓ જે જે શિક્ષણ મેળવે તે તમામ ગૃહઉદ્યોગોને અનુરૂપ હોવું જોઈએ. જયાં સુધી ગૃહઉદ્યોગોને પોષણ મળે એવું શિક્ષણ નહીં શરૂ થાય, ત્યાં સુધી આપણે આપણા અભ્યદયની કે ધર્મના આચરણની પ્રવૃત્તિ ખરા અર્થમાં કરી શકવાના નથી જ. કાયદાપોથીમાં કાયદાઓ ગમે તેટલા સારા હોય, પણ જ્યાં સુધી તે કાયદાઓનો અમલ તેમના ખરા અર્થમાં ન થાય, ત્યાં સુધી આમજનતાનો અભ્યદય વંધ્યાપુત્ર સમાન રહેવાનો. આપણે જોઈએ જ છીએ કે અસ્પૃશ્યતા નિવારણનો કાયદો સંપૂર્ણપણે કાયદાપોથીમાં તો છે જ, એટલું Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ૦ સંગીતિ જ નહીં, તે કાયદાને નહીં અનુસરનાર માટે દંડ તથા સજાની પણ જોગવાઈ કાયદામાં પડેલી છે. છતાંય આપણા સમગ્ર દેશમાં અને ખાસ ગુજરાતમાં હરિજનોની દશા વિશે છાપાઓમાં જે હકીકતો વારંવાર આવે છે, તે આપણે વાંચીએ જ છીએ. અમદાવાદની શહેર-સુધરાઈએ હરિજનોને માથે મેલું નહીં ઉપડાવવાનો નિર્ણય જાહેર કર્યો તે વાત છાપામાં આવી ગઈ છે એવો ખ્યાલ છે. પણ અમદાવાદ તળમાં હજુ સુધી શૌચ જવા માટે કેટલા વાડાઓ છે એ અંગે શહેર સુધરાઈએ કોઈ તપાસ કરેલ છે કે કેમ ? આ અંગે જરૂર તપાસ કરી એ બાબત જરૂરી પગલાં શહે૨સુધરાઈ લેશે ખરી ? આમ તો આપણે હિરજનસપ્તાહો ઊજવતા રહીએ છીએ, પણ આવા વાડાઓ અંગે હિરજનોને કોઈ તકલીફો છે ખરી, એ વાડાઓની સફાઈ માટે શું વ્યવસ્થા છે એવો વિચાર શહે૨સુધરાઈને જરૂર આવવો જોઈએ, અને જ્યાં જ્યાં એવા વાડાઓ હોય તેની તપાસ કરીને તે બાબત નિકાલ આણવા ઘટતું જરૂર કરવું જોઈએ. કેટલાંક જૈનતીર્થોમાં એવા લેખો વાંચવામાં આવેલ છે કે “આ મંદિરમાં કોઈ હિરજન પ્રવેશ ન કરી શકે; એટલું જ નહીં, પણ સ્નાન કરીને ચોખ્ખો થયેલો તથા ચોખ્ખાં કપડાં પહેરેલો હિરજન પણ આ જૈન મંદિરમાં પ્રવેશ ન કરી શકે.” આવો લેખ શું કાયદેસર છે ? અને ન હોય તો એવો લેખ કેમ ટકી રહ્યો છે ? એ વિશે રાજયના વ્યવસ્થાપકોનું ધ્યાન ગયું છે ખરું ? આમ કાયદા ખરેખર ઉત્તમ હોય, છતાં તેના અમલ બાબત સાવધાની ન હોય તો એવા સારા કાયદા હોય તોય શું અને ન હોય તોય શું ? એકંદર કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી ‘શિવમસ્તુ સર્વજગતઃ’ ઇત્યાદિ પ્રાર્થના અને એના જેવી બીજી પ્રાર્થનાઓ આપણે માત્ર શબ્દોથી રટ્યા કરતા રહીશું, પણ તેવી પ્રાર્થનાઓના આશય અનુસાર થોડુંઘણું પણ વર્તન નહીં કરીએ, ગામેગામ ઘરે ઘરે ગૃહઉદ્યોગનો વાસ્તવિક પ્રચાર ન થાય અને વેપાર કરનારા મોટા મોટા ઉદ્યોગપતિઓથી માંડીને તમામ વેપારીવર્ગ પોતાનો વૈશ્યધર્મ બરાબર ન પાળે અને શિક્ષણ ઉદ્યોગલક્ષી ન બને ત્યાં સુધી ઉપરથી ખુદ બ્રહ્મા આવે તો પણ આપણી આમજનતાનો અભ્યુદય સુસંભવિત નથી અને આમજનતા સુખે રળીને રોટલો પામવાની નથી. આ માટે પૂ. ગાંધીજી જે માર્ગ બતાવી ગયા છે તે રસ્તે ચાલ્યા વિના છૂટકો જં નથી, જેટલું મોડું થશે તેટલું આપણી આમજનતાને શોષવાનું છે અને નુકસાન ભોગવવાનું છે. ન – સદાચાર નિર્માણ, ફેબ્રુ. - ૧૯૭૬ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૮. જનકલ્યાણ જનકલ્યાણ’ શબ્દ હવામાં ચારેકોર ફેલાઈ ગયેલ છે. ગમે તેને મુખે એ શબ્દ સંભળાયા કરે છે. આજે અનેક સંસ્થાઓ એ માટે પ્રવૃત્તિ કરી રહી છે અને એ માટે અનેક ફંડફાળા પણ ચાલ્યા કરે છે. છતાંય તે શબ્દ ખરા અર્થમાં સાર્થક બને છે કે કેમ, એ એક વિચિત્ર કોયડો ઊભો થયો છે. - આપણા માનનીય પ્રધાનોના કોઈ પણ ભાષણમાં જરૂર એ શબ્દ એક વાર નહીં, પણ અનેક વાર આવવાનો જ. પંચવર્ષીય યોજના માટે જે અબજો રૂપિયા ખર્ચાય છે અને ખર્ચાવાના છે, તે પણ એ શબ્દની સાર્થકતા માટે જ. આપણી રાષ્ટ્રીય મહાસભા, સમાજવાદ, સામ્યવાદ, હિન્દુસભા, રાષ્ટ્રીય સેવાસંઘ વગેરે આ બધી વ્યાપક સંસ્થાઓ અને તે તે કોમ, ધર્મ અને સંપ્રદાયની પણ અનેક સંસ્થાઓ “જનકલ્યાણ માટે જ કામ કરી રહી છે. છતાંય એ શબ્દ વધારે ગૂંચવાડાવાળો થતો જાય છે. તમે જ્યાં સાંભળો ત્યાં મોટે ભાગે “જનકલ્યાણ' શબ્દ જ સંભળાવવાનો. પોળોની પાટ ઉપર, વિદ્યાર્થીઓના સંમેલનમાં, રસ્તે ચાલતાં જે વાતો સંભળાય છે ત્યાં પણ એ જ શબ્દ તમારા કાન ઉપર અથડાવાનો. નિશાળો અને કૉલેજોના અધ્યાપકો તો જાણે એ શબ્દને જ સાર્થક કરવા મચી પડ્યા છે. આમ ચારે બાજુથી એ શબ્દ ઉપર લોકોનો ભારે હલ્લો ચાલે છે. છતાં આજ લગી એ શબ્દનો અર્થ કોઈની પકડમાં આવે છે ખરો ? વેપારીઓ, મોટી મોટી પેઢીઓ, બૅન્કો અને ધર્મના ઉપદેશ કરનારા ગુરુઓ પણ એ શબ્દને જ પ્રમુખ કરીને પોતપોતાની જાહેરાતો, પ્રવચનો અને હિલચાલો કરી રહ્યા છે, છતાંય ધુમાડાના બાચકાની જેમ એ શબ્દના અર્થનો ક્યાંય કોઈને પત્તો દેખાય છે ખરો? બૂમો સંભળાય છે કે વણકરોનો ધંધો ભાંગી પડ્યો, ઘાંચીઓનો ધંધો નાબૂદ થઈ ગયો, કુંભારો કામધંધા વિના કકળી રહ્યા છે, મોચીઓ, સુથાર, લુહારો, ચમારો અને ઘરખૂણે શીલ સાચવીને દળનારી વિધવાઓ-એ બધાં Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ - સંગીતિ પણ પોતપોતાનો ધંધો ભાગી જવાથી બેહાલ બની ગયાં છે. કંસારાઓ, રંગારાઓ, કાપડ છાપનારાઓ-છીપાઓ, કાગદીઓ-કેટલાયને ગણાવી શકાય. આ બધા કારીગરો મરવાને વાંકે જીવે છે. “માણસોના અર્થ માટે “જન” શબ્દ છે, એટલે “જનકલ્યાણ'નો અર્થ “માણસોનું કલ્યાણ થાય. ઉપર જણાવેલા તમામ ધંધાદારીઓ “જન’ના અર્થમાં સમાય છે. હવે અહીં વિચારીએ કે તેમનું એટલે તે બધા ધંધાદારીઓનું કલ્યાણ એ કઈ ચીજ છે? વા એમનું કલ્યાણ કઈ પ્રવૃત્તિમાં કે ક્રિયામાં રહેલું છે ? દાખલો સાદો જ લઈએ. મોચીઓ જોડા સીવે છે, છતાંય તેઓને ભૂખમરો વેઠવો પડે છે; કેમ કે તેઓએ સીવેલા જોડા બજારમાં ખપતા નથી, લોકો બીજી બીજી દુકાનોમાંથી તૈયાર સીવેલાં જોડાં ખરીદે છે. જેમ મોચીઓનો માલ બજારમાં ખપતો નથી, તેમ મોચીઓ પોતે પણ પોતાના બંધુઓએ એટલે વણકરોએ વણેલાં કપડાં ખરીદતા નથી, એટલે વણકરોને પણ ભૂખમરો વેઠવો પડે છે. આ જ રીતે મોચી અને વણકરો ઘાંચીની ઘાણીમાંથી નીકળેલ તેલ વાપરતા નથી, એટલે ઘાંચીઓ પણ ધંધા વગર હેરાન થાય છે. જેઓ મહાજન કહેવાય છે તેઓ, એટલે વાણિયા, બ્રાહ્મણ, નાગર વગેરે વેપારી કે રાજકારણી ઉપલા થરના લોકો મોચીનો, વણકરોનો અને ઘાંચીનો બનાવેલો માલ વાપરતા નથી અને તેઓ પોતાનો શોખ પૂરો કરવા પરદેશથી આવેલો કે મશીનમાં બનાવેલો માલ વાપરે છે અને પરદેશથી આવેલો મશીનમાં બનેલો માલ લોકોમાં વેચીને પોતાના પૈસાને પોતાના દેશમાં ન રાખતા પરદેશમાં મોકલે છે. આ રીતે આખો ભારતીય માનવસમાજ પરસ્પરનિરપેક્ષ બની ગયો છે. આ નિરપેક્ષતા જ તમામ દુઃખનું મૂળ છે. જનકલ્યાણમાં આ નિરપેક્ષતા જ ભારે આડખીલીરૂપ છે. આ નિરપેક્ષતા મટાડ્યા વિના કોઈ કાળે જનકલ્યાણ સધાવાનું નથી. જયાં સુધી કોઈ પણ માણસ માત્ર પોતાની જ એકની આજીવિકાનો વિચાર કરે અને એ આજીવિકાને મેળવવા દેશદ્રોહ કરતાં પણ ન અચકાય, ત્યાં સુધી ભલે ને સો સો ભારત-સેવકસમાજ થાય, સો સો પંચવર્ષીય યોજનાઓ થાય અને તેમાં અબજો રૂપિયા પાણીની પેઠે વહેવડાવાય, તો પણ દેશનું સામાજિક કે શારીરિક કલ્યાણ થવાનું નથી જ. પહેલાં તો આપણામાં પરસ્પર રહેલી નિરપેક્ષતા જ ટાળવી જોઈએ અને એ માટે દરેક રીતે પુરુષાર્થ કરવો જોઈએ. આ પુરુષાર્થ ભાષણોથી નહીં કરી શકાય, તેમ દેશી વાપરવાની Page #244 -------------------------------------------------------------------------- ________________ જનકલ્યાણ ૦ ૨૨૩ પત્રિકા ઉપર સહીઓ લેવાથી નહીં કરી શકાય, તેમ દેશી વસ્તુઓ વાપરવા માટેનાં સરઘસો કાઢવાથી પણ નહીં કરી શકાય. આ પુરુષાર્થ તો આપણા જીવનવ્યવહારમાં પલટો કરવાથી જ સાધી શકાશે. ઉપલા થરના મોટા લોકો, વડાપ્રધાનો, પ્રધાનો, ઉપપ્રધાનો કે મંત્રીઓથી માંડીને દેશના નાનામાં નાના માણસો સુધ્ધાંએ સમગ્ર દેશનો નાશ કરનારી, દેશ આખાને ભૂખે મારનારી અને શક્તિશાળીઓને પણ બેકાર બનાવનારી નિરપેક્ષતા ટાળવા માટે ઝુંબેશ ચલાવવી હશે, તો પહેલું તો પોતાના ઘરમાં, કચેરીમાં, પ્રવાસમાં કે બીજે પણ કોઈ સ્થળે જે જે વસ્તુઓનો ઉપયોગ કરવાનો આવે, તેમાં તમામ દેશી વસ્તુઓને અને તેમાંય હાથઉઘોગથી બનેલી વસ્તુઓને પ્રથમ સ્થાન આપવું પડશે. પ્રધાન કે વડાપ્રધાનને એવી દેશી કે હાથઉદ્યોગથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરતાં પોતાના મોભા કરતાં દેશને પ્રથમ સ્થાન આપવું પડશે. જેમના મતોથી તેઓ પ્રધાનનું પદ શોભાવે છે તેમની આજીવિકાનો તેમણે પ્રથમ વિચાર કરવો જોઈએ. પ્રધાન કે મંત્રી એવો વિચાર કરે, કે આ દેશી વસ્તુઓ કે હાથઉદ્યોગથી બનેલી વસ્તુઓ ઘરમાં કે કચેરીમાં શોભે એવી નથી અને આ તો આપણા દેશની પ્રતિષ્ઠાને ઘટાડે એવી છે, તો તેમનો તે વિચાર પોતાનો જ દ્રોહ કરનારો છે, પોતાના જ દેશબંધુઓની આજીવિકાનો નાશ કરનારો છે અને પોતાના પદને લજવનારો છે એમાં જરાય શક નથી. પૂ. બાપુ જયારે ઇંગ્લેન્ડમાં રાજાને મળવા ગયા ત્યારે તેમણે પોતાને આ કંગાળ દેશના પ્રતિનિધિ માનીને શું પહેર્યું હતું, પોતાના દેહ ઉપર શી શી શોભા કરી હતી તે વાત શું આપણા આ મહાજનો ભૂલી ગયા કે શું? ઘરનું કે કચેરીનું રાચરચીલું અને ખાવાપીવાની એકએક ચીજ મહાજનોથી માંડીને નાનામાં નાના માણસ સુધીના વપરાશમાં દેશી અને હાથઉદ્યોગની જ હોવી જોઈએ. કાગળો, સીસાપેનો, ઇડિપેનો, શાહી વગેરે બધું દેશમાં બની શકે છે, અને એના બનાવનારાઓને ઉત્તેજન મળે અને એઓ ઉત્તરોત્તર સારો અને સસ્તો માલ બનાવી શકે એ રીતે સરકારોએ જોગવાઈ કરી આપવી જોઈએ. એ માલ બનાવનારાઓ પણ જો પોતાનો જ શોખ, વિલાસ અને આરામ જોશે અને માલની જાતને સુધારવામાં ધ્યાન નહીં આપે, તો તેઓ પણ પહેલા નંબરના દેશદ્રોહી ગણાવા જોઈએ. ગૃહિણીઓએ હાથચક્કીનો આટો, હાથથી બનેલી દાળો અને હાથથી છડેલા ચોખા, ઘાણીનું તાજું તેલ અને ચોખ્ખા ઘીનો પૂરેપૂરો આગ્રહ રાખવો ૧૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ • સંગીતિ જોઈએ. અને એ બધી વસ્તુઓને પૂરી પાડનારા વેપારી લોકોએ પણ કદી તેમનો વિશ્વાસઘાત કરવાનો વિચાર-સરખો પણ મનમાં ન આણવો જોઈએ. આ શરૂઆત પ્રધાનોના જ ઘરથી થાય તો જ દેશમાં તેનો ફેલાવો થઈ શકે. ગામમાં કે શહેરમાં પોળેપળે બળદચક્કીઓ શરૂ કરી આપવાની સગવડો આપવી જોઈએ. બળદઘાણીઓ પણ ફરી શકે એવી વ્યવસ્થા સરળ રીતે થઈ જવી જોઈએ. દાળની મિલોને કે ચોખાની મિલોને બદલે જયાં હજારો બહેનો પોતાને હાથે દાળ ભરડતી હોય અને ચોખા છડતી હોય એવાં કારખાનાં મોટા પ્રમાણમાં સહકારી ધોરણ પર થવાં જોઈએ. એ સહકારી પ્રવૃત્તિઓ કેવળ બેકારી ટાળવાના અને આરોગ્યવર્ધક ખોરાક પૂરો પાડવાના એક ઉદ્દેશથી ચલાવવી જોઈએ, નહીં કે નફો મેળવવાની વૃત્તિથી. મતલબ કે દેશના કારીગરોએ બનાવેલ માલ દેશની તમામ જનતા અને કારીગરો સુધ્ધાં વાપરવાનું નક્કી કરે તો બેકારીના શા ભાર છે કે તે એક ક્ષણ પણ ટકી શકે ? પ્રધાન સાહેબ જયાં ઊતરે યા તેમના મંત્રી સાહેબ જયાં ઊતરે ત્યાં તેઓએ સાફ સાફ જણાવી દેવું જોઈએ કે તેઓ હાથચક્કીના લોટની રોટલી કે પુરીઓ ખાશે અને હાથે ભરડેલી દાળ કે હાથે છડેલા ચોખાનો જ ખાવામાં ઉપયોગ કરશે. પછી ભલે ને તેઓ દૂધપાક ખાતા હોય કે પૂરણપોળી ખાતા હોય. હમણાં જ મારે ત્યાં એક મિત્ર આવેલા. તેમણે મને ચેતવણી આપેલી કે હું ગાયનું જ ઘી ખાઉં છું, અને નહીં હોય તો તેલથી જ ચલાવીશ. પણ બીજું કોઈ ચોખ્ખું અને ઉત્તમ ઘી હશે તો પણ મને ખપશે નહીં જ. મારે બરાબર કાળજી રાખીને ગાયનું ઘી જ મેળવવું પડ્યું અને તેમની સાથે એ જ ઘીનો ઉપયોગ કરવો પડ્યો. આપણા મહાજનો એટલે કે શ્રીમંત સાહેબો અને તેમનાં શ્રીમતીઓ પણ આવો જ આગ્રહ રાખવાનું કરે તો હમણાં હજારો માણસોને આજીવિકા મળવી શક્ય થઈ જાય. આમ કર્યા સિવાય એ શ્રીમંતો કે શ્રીમતીઓ ગમે તે દાનપુણ્ય કરે વા ગમે તે જાતની જનસહાયતા કરે તે તમામ ફોકટનું છે. પરસ્પરનિરપેક્ષતાને દૂર કરી સમાજના તમામ નાનામોટા લોકો સાથે સદ્ભાવથી રહેવામાં આવે, તમામ લોકોની આજીવિકાનો વિચાર મુખ્ય માની પોતપોતાનો બધો વ્યવહાર ગોઠવવામાં આવે, તો જ ધર્મસાધના કરી ગણાય. એમ ન કરે ને ધર્મશાળા, મંદિર, કે પાઠશાળા વા કોલેજ કાઢવા માટે નાણાં આપવામાં આવે અને દેશના કરોડો લોકોની આજીવિકાના થતા Page #246 -------------------------------------------------------------------------- ________________ જનકલ્યાણ ૦ ૨૨૫ નાશની ઉપેક્ષા કરવામાં આવે, તો એ દાન સુદાન નથી જ, પણ ઊલટું આજીવિકાના નાશમાંથી મેળવેલા પૈસાનું દાન હોવાથી એ પાપમય કે તામસ દાનની કોટિનું હોઈ દાતાને ઘોર નરકમાં લઈ જનારું નીવડે તો નવાઈ નહીં કહેવાય. મતલબ એ કે પરસ્પરની નિરપેક્ષતા ટાળવા અને પરસ્પર સાપેક્ષતા કેળવવા તમામ નાનામોટા લોકોએ અને સરકારના મુખ્ય પુરુષોએ પણ પોતાનો મોભાનો, પોતાના મોજશોખનો કે જરૂરી સગવડનો પોતાના ખ્યાલ દૂર કરી કેવળ દેશના તમામ લોકોને આજીવિકા કેમ મળે એ દષ્ટિએ પોતપોતાનો કારભાર ગોઠવવો જોઈએ તથા વેપારીઓએ પણ એ જ દષ્ટિએ પોતાની જીવનવ્યવસ્થા કરવી જોઈએ. આમ થાય તો જ કદાચ “જનકલ્યાણ શબ્દ સાર્થક થાય. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૯. જમાઈની પરીક્ષા માબાપને સૌથી વધારે ચિંતા પોતાની કન્યાઓની રહે છે. આપણા દેશમાં જે સમયે વિવાહ સંબંધે ખાસ નિયમન ન હતું, ત્યારે જમાઈ મેળવવાની ચિંતા ન રહેતી. પરંતુ જયારથી કોઈ ને કોઈ પ્રકારે વિવાહસંબંધે યા લગ્ન-સંબંધે નિયંત્રણની પદ્ધતિ શરૂ થઈ, ત્યારથી માતાપિતાને કન્યા માટે જમાઈ મેળવવાની ચિંતા સવિશેષ રહેતી આવી છે. સ્વયંવરની પદ્ધતિ હતી ત્યારે પણ એની ચિંતા રહેતી અને જયારથી માતાપિતાને જ માથે “વર' શોધવાની જવાબદારી આવી ત્યારથી એ ચિંતા વધુ ને વધુ રહેવા લાગી. કેટલાંક કુશળ માતાપિતાઓ એ માટે કોઈ ને કોઈ સંતોષકારક માર્ગ શોધવા ભણી પણ વળેલાં દેખાય છે. “ઉપદેશપદ' નામના જૈન કથાગ્રંથમાં આ બાબત એક સુંદર કથા આપવામાં આવેલ છે, જેનો સાર આ પ્રમાણે છે : વસંતપુર નગરમાં દેવશર્મા નામે એક બ્રાહ્મણ રહે. તેની સ્ત્રીનું નામ સુધા. તેમને ત્રણ પુત્રીઓ. એ પુત્રીઓ જયારે જુવાન થઈ ત્યારે તેમને ખાનદાન કુટુંબમાં પરણાવી દીધી. પરણાવી દીધા પછી માતાને વિચાર થયો કે પુત્રીઓને પરણાવી તો દીધી, પણ તેમના પતિઓનો પુત્રીઓ તરફ કેવો ભાવ રહેશે એ જાણવું જરૂરી છે. એવું જાણી લીધું હોય તો પુત્રીઓને તે બાબત જરૂર કોઈ વિશેષ સૂચન આપી શકાય અને એ સૂચન અનુસાર વર્તવાથી પુત્રીઓનો સંસાર સુખમય નીવડે. આમ તો જયારે પુત્રીઓને સાસરે મોકલવામાં આવે છે ત્યારે માતા તેમને ખૂબ ખૂબ શિખામણ આપે છે. પતિસેવાની વાત, પતિને ખુશ રાખવાની ભલામણ, સાસુસસરા સાથે સલૂકાઈથી વર્તવાની વાત, શોક્ય હોય તો તેને સગી બહેન માનવાની વાત, જેઠ, દેર, જેઠાણી વગેરે સાથે હળીમળીને રહેવાની વાત અને બીજા પાડોશીઓ સાથે કેમ વર્તવું વગેરે Page #248 -------------------------------------------------------------------------- ________________ જમાઈની પરીક્ષા - ૨૨૭ અનેક વાતો ધરાઈ ધરાઈને સમજાવવામાં આવે છે. પુત્રીને સાસરે વળાવતાં માતાનું કાળજું ફફડતું હોય છે, હૈયું ભરાઈ જાય છે, આંસુઓ પણ આંખમાં છલકાઈ જાય છે. જન્મથી અત્યાર સુધી ફૂલની કળીની પેઠે ઉછેરેલી પુત્રીને પારકા જણ્યાના હાથમાં સોપતાં ડર લાગે અને અનેક શંકાકુશંકાઓ ઘેરી વળે છે. છતાં તેમ કર્યા વિના ચાલતું નથી, એટલે છેવટ મન મારીનેય તેમ કરવું પડે છે. આ બ્રાહ્મણીને પોતાના જમાઈઓ કેવા પ્રકારની વૃત્તિવાળા છે : રિસાળ છે? ખુશામતને પસંદ કરનારા છે? ચીડિયા છે? પત્નીભક્તો છે? -એ શોધી કાઢવું હતું. એણે પોતાની પુત્રીઓને એમ સૂચના આપી કે તમે સાસરે જઈ પતિ સાથે પ્રથમ સમાગમ થતાં જ બીજું કશું કરતા પહેલાં તેને એક સજજડ પાટુ મારજો–પતિના માથા ઉપર તમારી પગની પાનીથી બરાબર પાટુ મારજો–અને એમ કર્યા પછી તે તમારી સાથે કેવું વર્તન રાખે છે, કેવા ભાવથી વર્તે છે તમારું અપમાન કરે છે યા આદર તે બધી હકીકત સવારે સવારે ઘરે આવીને મને જણાવી જજો. ગામમાં ને ગામમાં વિવાહ થયો હતો, એટલે આમ કરવું મુશ્કેલ ન હતું. માના મનને એમ કે જમાઈઓની ચિત્તવૃત્તિ જેવી હશે તેવી પ્રથમ પ્રસંગમાં જ જણાઈ આવશે અને એ ઉપરથી તેમના સમગ્ર જીવનધોરણનો ખ્યાલ આવી જશે. જોકે ઉપાય ભારે ઉઝ છે, પરંતુ આવો ઉગ્ર ઉપાય જ માણસની વૃત્તિને સમજવા માટે કારગત થઈ શકે છે. જયારે મનમાં ઉલ્લાસની છોળો ઊઠતી હોય, કુતૂહલો અનેક થતાં હોય, પ્રેમની લાગણી નવી નવી હોય અને પરિસ્થિતિ તદ્દન અજાણી હોય ત્યારે જ આવો ઉગ્ર ઉપાય કાંઈ સૂચક પરિણામ લાવનાર નીવડશે એમ માતા પોતાના જાત-અનુભવથી સમજતી હતી. એથી જોખમ ખેડીને પણ તેણે પોતાની પુત્રીઓને આ સાહસ કરવાનું સૂચન આપ્યું. સૌથી મોટી પુત્રીએ સવારે આવીને માતાને પોતાનો અનુભવ જણાવ્યો કે “હે માતા! મેં તારા કહેવા પ્રમાણે મારો પતિ આવતાં જ તેના માથામાં જોરથી એવી પાટુ મારી કે તે એક ગોથું ખાઈ ગયો. પણ પછી ઊભો થતાં જ તે હાથ જોડી મને વીનવવા લાગ્યો કે “હે દેવી! તને શું કોઈ દુઃખ પડ્યું? શું કોઈ અગવડ આવી ? યા તને એવી તે કેવી તકલીફ થઈ કે જેથી તારે આવતાં જ આવો ઉગ્ર ઉપાય લેવો પડ્યો?” “એ તો વીનવતો જાય ને મારા Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ • સંગીતિ પગને તળોસતો જાય અને બોલતો જાય કે તારા કોમળ પગને મારા માથાનો આઘાત તો થયો નથી ને ? આવા કોમળ પગે તારે આમ કરવું ઉચિત નહોતું. ખરી રીતે હે દેવી ! તારો મારા ઉપર અતિશય સ્નેહ છે; એટલે જ તેં આમ કર્યું જણાય છે; અતિશય સ્નેહ વિના શું કોઈ આમ કરી શકે ? ” આ બધી હકીકત સાંભળીને માતાએ પુત્રીને તેના પતિનું ભાવિજીવન આખું દોરી આપી સમજાવી દીધું કે “હે દીકરી ! હવે તું લહેર કર, તારો પતિ તારા તરફ અતિશય, અમર્યાદ પ્રેમ રાખવાનો અને તારો પડ્યો બોલ ઝીલી લેવાનો; હવે તને પાણી માગતાં દૂધ મળવાનું. કોઈની દેન નથી કે તને કાંઈ કહી શકે; એટલું જ નહીં, પણ હવે ઘરમાં તારું જ ચલણ રહેવાનું. હવે કોઈની મગદૂર નથી કે તારું ગમે તેવું વેણ ઉથાપી શકે. હવે તારે કોઈથી લગાર પણ બીવાનું નથી અને ધાર્યું કરવાનું તને અનુકૂળ પડશે.” પછી વચલી પુત્રીએ આવીને પોતે કરેલા પ્રયોગના જે સમાચાર આપ્યા તે આ રહ્યાં : સવારના પહોરમાં ઊઠતાંવેંત માતા પાસે વચલી પુત્રી આવી અને કહેવા લાગી કે “માતા, તારા કહેવા પ્રમાણે મેં એવી તો જોરથી પાટુ મારી કે તે પડતો પડતો રહી ગયો, પણ મારી પાટુ પડતાં જ તે જરાક તો ખિજાઈ ગયો અને પાછો તરત જ રાજી થઈને મારી ખુશામત કરવા મંડી પડ્યો.” આ સમાચાર સાંભળી જીવનના અનુભવથી ઘડાયેલી માતાએ દીકરીને ફેંસલો સંભળાવ્યો કે “બેટી ! તું તારા પતિને કાંઈ અણગમતું કહીશ તો તે તારા ઉપર વધારે કોઈ દંડ નહીં કરે, એટલે કે વધારે મારઝૂડ નહીં કરે, પણ જરાક જ ખિજાશે. એ પાછો તારો ગુલામ બની જશે. માટે તારે પણ એની એટલી ખીજ સહી લેવાની. હવે તને બીજો કોઈ ભય નથી; માટે તુંય તારે ઘરે લહેર કર. સૌથી નાની ત્રીજી દીકરીએ સવારના પોતાની માતા પાસે આવતાં જ જે સમાચાર આપ્યા, તેથી માતા ચોંકી જ ગઈ. તેણીએ આવીને કહ્યું કે પતિ તો ફાંકડો થઈને આવેલો, અત્તર તો મહેક મહેક થતું હતું, પલંગ ઉપર ફૂલોની બિછાન કરાવેલી, અને જેવો મને પોતાના બાહુપાશમાં જકડવા આવ્યો કે તરત જ મેં તારા કહેવા પ્રમાણે ધડ દઈને એવી સજ્જડ પાટુ મારી કે તે બિચારો આમ અણધાર્યો ઘા આવતાં તમ્મર ખાઈ ગયો અને ભારે વિચારમાં પડી ગયો. પણ પછી કળ વળતાં તેણે મારા ઉપર ભારે રોષ Page #250 -------------------------------------------------------------------------- ________________ જમાઈની પરીક્ષા ૦ ૨૨૯ ઠાલવ્યો; એટલું જ નહીં, પણ તે ધૂંવાંપૂવાં થતો મને ભાંડવા લાગ્યો : ‘રાંડ કાળકા ! આવતાંવેંત આ શું માંડ્યું છે ? રાંડ કુભારજા ! હવે તું પણ આ ભાયડાને જોઈ લે ! એમ કહેતોક તે એક મજબૂત દોરડું લઈ આવ્યો અને મને ધરના થાંભલા સાથે બાંધી સો ચાબખા માર્યા.” રોતી રોતી એ છોકરી હીબકા ભરતી કહેવા લાગી કે “મા ! તેં આવો તે કેવોક ઉપાય બતાવ્યો ? મારો જીવ નીકળી ગયો ! જો તો મારો બરડો કેવો સૂઝી ગયો ! સોળો કેવા ઊઠી આવ્યા ? તારા કહેવાથી મારો જીવ નીકળી ગયો. આટલો માર માર્યા પછી તેણે મને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂકી અને કહી પણ દીધું કે, ‘ખબરદાર, જો હવે ઘરમાં ટાંટિયો મૂક્યો છે તો તારી વાત છે ! તારો ટાંટિયો જ ભાંગી નાખીશ, રાંડ હલકટ ! તું બ્રાહ્મણના પેટની છો કે કોઈ ચંડાળના પેટની છો ? જા, ચાલી જા, હવે મારે તારું કામ નથી, તારું મોં કાળું કર અને મને કદી તારું મોં ના બતાવીશ.’ ’ આ બધી હકીકત સાંભળીને સુધાબાઈ ક્રોધની મૂર્તિ બની ગઈ અને તે ઝટ ફરિયાદ કરવા અને પોતાની દીકરીની વકીલાત કરવા જમાઈ પાસે પહોંચી. તેણીએ પોતાની બુદ્ધિ લડાવીને દીકરીનો ઘણોય બચાવ કર્યો, પણ એ તાર્કિક જુવાન જમાઈ પાસે તેણીનું કાંઈ પણ ચાલ્યું નહીં. તેણીએ આવીને ઠાવકું મોં રાખીને હસતા લટૂડાં પટૂડાં કરતાં જમાઈને જણાવ્યું કે “અરે ! તમે આ શું કરી નાખ્યું ? તમને ખબર નથી કે અમારા ગોત્રનો એવો આચાર છે કે દીકરી સાસરે જઈ ધણીને પાટુ મારે તો જ તે સૌભાગ્યવતી બની રહે છે. એમ ન કરવામાં આવે તો ધણી-ધણિયાણી બંને દુ:ખી થાય છે. માટે જ મારી દીકરીએ તમને પાટુ મારી પોતાના કુલધર્મના આચારને પાળ્યો છે. એમાં તમે એણીને આટલી મારી ? બિચારી ફૂલ જેવી છોકરીને મારતાં શરમ ન આવી ? તમારે એને પૂછવું હતું તો ખરું કે આમ કેમ કર્યું ? તો ઝટ ખુલાસો થઈ જાત.’ આ સાંભળીને જમાઈએ તેને સણસણતો જવાબ આપ્યો કે, “માજી ! અમારો કુલધર્મ પણ એવો જ છે કે પરણીને આવતી વહુને થાંભલા સાથે બાંધવી પડે છે અને તેને સો ચાબખા બરાબર ગણીને મારવા પડે છે; એકે ઓછો નહીં. તમારી દીકરીને પૂછી જોજો કે મેં સો કરતાં એકે વધારે માર્યો છે ખરો ? અરે સો ચાબખા માર્યા પછી મારે તેને આંગળી પણ ન અડાડાય. આમ ન કરું તો મારો પણ કુળધર્મ લોપાય અને વહુ સૌભાગ્યવતી ન બને. માટે મારે પણ કુળધર્મને પાળ્યા વિના છૂટકો જ નહોતો. શું થાય ? એ તો Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ • સંગીતિ જેનો જેવો કુલધર્મ તેમ વર્તવું જ પડે, એમાં કંઈ કોઈને ઠપકો દેવાનો ન હોય.” આ બધું સાંભળીને સાસુ તો સડક જ થઈ ગઈ અને વિનંતિ કરવા લાગી કે “હશે, હવે થયું તે ખરું. પણ હવે તમે તેને સાચવજો અને સંભાળજો. હું ઘરે જઈને તેને પાછી મોકલું છું.” એમ પગે પડીને વિનંતી કરીને પોતાને ઘરે પાછી ફરી. આવીને તેણીએ પોતાની પુત્રીને સમજાવી દીધું કે, “જો, તું હવે દરેક પ્રસંગે તારા પતિની દાસી થઈને રહેજે અને એને જરાય માઠું લાગે તેવું કરીશ જ નહીં; એટલું જ નહીં, એવું બોલીશ પણ નહીં. એની હાએ હા અને એની નાએ ના–એ રાત કહે તો રાત અને દિવસ કહે તો મધરાતે પણ દિવસ જ કહેવો. બસ આટલામાં બધું સમજી જવાનું છે. સુખી થવું હોય તો તું જેવી દેવમંદિરમાં દેવની પાસે વર્તે છે, તેમ તારા ઘરમાં પતિ પાસે વર્તજે. એમ નહીં કરે તો તને તે પ્રીતિકર નહીં થાય, અને જરાક વાંકું પડ્યું કે તગડી જ મૂકશે. માટે હવે ઘેર જા અને બરાબર ઠાવકી થઈને સંભાળથી રહેજે.” – ગૃહમાધુરી જુલાઈ ૧૯૫૪ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૩૦. જિજીવિષા આજથી છંતાળીસ વરસ ઉપરની અનુભવેલી આ એક ઘટના છે. અમે સહકુટુંબ તે વખતે રાજકોટમાં ગરેડિયા કૂવા પાસેના એક લોહાણા ભાઈના મકાનમાં, રસ્તા ઉપર પડતા ભાગમાં ઉપરની ઓરડીમાં રહેતાં હતાં. રાજકોટમાં તે વખતે હું “શ્રી જિનાગમ પ્રકાશક સભા' તરફથી જૈન આગમ ભગવતીસૂત્ર'ના અનુવાદનું ને સંપાદન-સંશોધનનું કામ કરતો હતો. ભાવનગરવાળા શ્રી પ્રેમચંદ રતનજી શેઠ મારા સ્નેહી અને વિશેષ પરિચિત હતા. તેઓ તેમના જાણીતા કોઈ સાધુના સ્નેહયુક્ત પરિચયને લીધે ગિરનારની યાત્રાએ જતા હતા અને અત્યારે એ યાદ નથી કે સાધુએ તેમને નિમંત્રણ આપેલું કે તેઓ પોતાની મેળે ગિરનાર જવા તૈયાર થયેલા. સાધુનું ત્યાં મકાન હતું. એ મકાન ગોરખમઢી પાસે ઘણું કરીને હતું. શેઠ પ્રેમચંદભાઈ બાવા સાધુના સત્સંગી હતા અને ભજનના પણ રસિક હતા. એ બાવાજીનું નામ પણ ભૂલી ગયો છું. જ્યાં અમે ગિરનારમાં ઊતરેલા ત્યાં મુખ્ય સાધુજી અને તેમના શિષ્યો રહેતા હતા. બહુ આદર-સત્કારથી એ સાધુજીએ શેઠની અને તેમની સાથે આવેલા મિત્રોની બહુ સારી સરભરા કરી હતી. પ્રેમચંદ શેઠ, મુનિશ્રી જિનવિજયજી, હું અને શેઠનો રસોઈયો તથા નોકર એટલા જણા અમે એ પ્રવાસમાં હતા. સાધુજીએ ચૂરમાના લાડવા અને અડદની દાળનું શાક કરાવેલું. આ ઉપરાંત બીજાં શાકભાજી વગેરે પણ હતાં ખરાં. મારી ઉમર તે વખતે લગભગ ૩૧ વરસની. શરીર પણ સ્વસ્થ. વજન ૧૨૫-૧૩૦ની આસપાસ. ભોજનની સ્પર્ધામાં ઊતરી શકે ખરો. અમે સૌ સાથે બેસીને જમણ જમ્યા. થોડી વિશ્રાંતિ કરી. શેઠને પહાડમાં ફરવાનો અને નવું નવું જોવાનો પણ શોખ ખરો. ગિરનારની યાત્રા આ પહેલાં મેં એક વાર અત્યંત ભક્તિભાવે પગે ચાલીને કરેલી. પણ તેમાં માત્ર દેવદર્શન જ; જોવાનાં સ્થળો વિશે કોઈ માહિતી ન હતી. બાવાજીના ચેલાએ શેઠને Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર - સંગીતિ કહ્યું કે, “ચાલો તો પાંડવગુફા અને સિદ્ધગુફા બતાવું.” એ ચેલો પોતે સાથે આવવા તૈયાર થયો. અમારી મંડળી આખી ચાલવા માંડી. આગળ ચેલો અને પાછળ અમે. કોઈ રસ્તો નહોતો, તેમ કેડી પણ નહોતી. જંગલી પહાડ ખૂંદતાં ખૂંદતાં ચાલવા લાગ્યા. સમય બપોરના ત્રણ પછીનો હતો. તાપ તો હતો, પણ ખુલ્લી હવાને લીધે શીતળતા હોવાથી તાપ તકલીફ કરે તેવો ન હતો. સારી રીતે જમેલા એટલે સૌને તરસ લાગી; પાણી સાથે નહિ લીધેલું. ચેલાને તરસની વાત કરી એટલે એ કહે, અહીં પાણી મળવાનો સંભવ નથી. પણ ચાલો, અહીં એક નાનું એવું ઝરણ ટપકે છે. થોડું થોડું પાણી મળશે અને ગળું ભીનું થશે.” અમે બધા ચેલાની પાછળ પાછળ એ ઝરણા તરફ વળ્યા. ખરેખર તે જરા જરા ટપકતું હતું. બધાએ ખોબે ખોબે થોડું થોડું પાણી પીધું. પછી પેલી ગુફાઓ જોવા અમે સૌ ચેલાની પાછળ ચાલવા લાગ્યા. કઈ ઋતુ હતી તે યાદ નથી, પણ અજવાળિયું પૂરબહારમાં ખીલ્યું હતું તે બરાબર યાદ છે. સાંજ પડવા આવી છતાં એક પણ ગુફા દેખાઈ નહીં, પણ ચેલો તો આગળ ને આગળ ચાલતો રહ્યો. પેલા ઝરણા પાસેથી તે ખરેખર રસ્તો જ ભૂલી ગયેલો. પણ તે કશું જ બોલ્યો નહીં અને જાણે રસ્તો ખોળતો હોય તેમ આગળ ચાલવા લાગ્યો. હવે તો ચંદ્રની જયોત્સા ખીલી નીકળી હતી અને અમે બધા પણ સમજયા કે ભૂલા પડ્યા છીએ. પણ જવું ક્યાં તેની કશી ખબર ન પડે. ચેલો અમારો નેતા એટલે એની પાછળ જ ચાલવું રહ્યું. રસ્તો તો ક્યાંથી હોય ? પણ કોઈ કેડી પણ નહીં. મોટા મોટા પથરા ઠેકવાના, ને બન્ને બાજુ સઘન છોડવા; તેમાંથી પસાર થતાં શરીર તો છોલાવા માંડ્યું અને કપડાં પણ ચિરાવા લાગ્યાં. વચ્ચે ઊંચા ઊંચા પથરા આવે તે ઉપર ચડી જવાનું અને પાછું ઠેકીને નીચે ઊતરવું કે કૂદી પડવાનું. ક્યાંક ક્યાંક પાંચ પાંચ કે દસ દસ કે તેથીય વધારે ફૂટ ઊંચા પથરા ઊભા હોય. તેની ઉપર ધીરે ધીરે ચડવું અથવા છલાંગ મારીને ચડવું અને જે વેગે ચડડ્યા તે જ વેગે નીચે પડતું મૂકવું. ક્યાંક ક્યાંક સૂઈને ચાલવું પડે, કયાંક કયાંક બેસી બેસીને પણ ચાલવાનું આવે. આમ ને આમ રાતના અગિયાર વાગ્યા; પણ રહેઠાણનો પત્તો ન લાગ્યો. જમ્યા પછી એક જ વાર પેલા ઝરણામાંથી થોડાં ટીપાં પાણી મળેલું તે જ માફ. પછી તો ચાલ્યા જ કરવાનું આવ્યું. Page #254 -------------------------------------------------------------------------- ________________ જિજીવિષા ૦ ૨૩૩ પાણી વગેરે કોઈને સાંભરતું નહોતું. કેમ કરીને રહેઠાણ સુધી પહોંચાય તોય ગનીમત. પ્રેમચંદ શેઠ ભારે સુંવાળા. તેમને આવો અનુભવ તો ક્યાંથી હોય? પણ દુઃખ સહન કરવાની ટેવ તો ખરી. મારી તો નાનપણથી ગરીબી અને શ્રી જિનવિજયજી તો સાધુબાવા થયેલા અને પછી મુનિ થયેલા એટલે એમને પણ કષ્ટ સહેવાની ટેવ ખરી. વળી પોતે જાતે ક્ષત્રિય એટલે શૌર્ય પણ ખરું. માત્ર એક શેઠ સુકોમળ; પણ અહીં શું થાય? બધા જ ચૂપચાપ, કશું જ બોલ્યા વિના રસ્તો કાપતા હતા. આમ ચાલતાં ચાલતાં રાતના બે વાગ્યા. શેઠ પાસે ઘડિયાળ હતી, એટલે સમયની ખબર પડેલી. નીચાણમાં પર્વતની ઝાડીમાં કયાંક પહોંચેલા. પણ સ્થળ ન સૂઝે. ચંદ્રનો સરસ પ્રકાશ એટલે બધું દેખાય ખરું એટલી પરમેશ્વરની મહેરબાની. પછી તો અમે દરખાસ્ત મૂકી, કે “હવે અહીં જ ધામા નાખો. આસપાસથી લાકડાં વીણી લાવો અને ભડકો કરો, એટલે નિરાંતે બેસાય અને ભડકાને લીધે કોઈ જંગલી જનાવર પાસે ન આવે.” સૌ જાગતા રહેવાના હતા; ઊંઘ આવવાનો સંભવ જ ન હતો. પણ ચેલો કહેઃ “આપણે અહીં નથી રહેવું. આગળ ને આગળ ચાલો, એટલે રહેઠાણ આવી જશે.” એને કાંઈ ખબર ન હતી, પણ તે એમ ને એમ જ ગપ મારતો હતો. તે પણ બિચારો દુઃખી તો થયો, પણ તેને તો પહાડમાં આથડવાની ટેવ એટલે હરકત નહીં. વળી તે તો ઘરબાર છોડીને ચેલો થયેલ એટલે તેને આગળ ઉલાળ નહીં અને પાછળ ધરાળ નહીં; તેમ પાછળ કોઈ રોનાર પણ નહીં. પણ અમારી સૌની દશા એનાથી તદ્દન જુદી હતી. માથે કુટુંબની જવાબદારી, સંશોધનના કામની જવાબદારી. શેઠની માથે પણ પોતાના બહોળા કુટુંબની, વેપારવ્યવહારની અને પોતાની બે પત્નીઓની પણ જવાબદારી. આમ છતાં કોઈ અકળાતું નહોતું. પણ હવે આગળ ચાલવાની હિંમત ઓછી થઈ ગયેલી. બપોરના ત્રણસાડાત્રણ વાગ્યેથી ચાલવા માંડેલું તે અત્યારે રાતના બે વાગ્યાથી પણ વધારે રાત ભાંગેલી, એટલે આ ગલીમાં જ રાત પૂરી કરવાની વાત કરી. પણ તે ચેલાના માન્યામાં ન આવી. પછી તો સુવાણે-કસુવાણે ચાલવું જ રહ્યું. એટલે અમે બધાં તો માત્ર એક જિજીવિષાને જોરે જ આગળ વધવા લાગ્યા. એવામાં ઉપરથી કોઈ સાધુએ અમારા પડછાયા જોયા. એ સાધુ રાતે ક્યાંથી Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ૦ સંગીતિ આવ્યો હશે ને પોતાની જગ્યામાંથી બહાર નીકળ્યો હશે ? અમારે મન એ અજાણ્યો હતો, પણ અમને જિવાડવા જ પરમેશ્વરે તેનું ધ્યાન અમારા પડછાયા તરફ કેમ જાણે દોર્યું ન હોય ! તેણે તો જ્યાં ઊભો હતો ત્યાંથી જોરથી બૂમ પાડી કે, “એલા, કોણ છો ? આમ ક્યાં મરવા જાઓ છો ?” આ સાંભળીને અમારામાંના કોઈએ કહ્યું કે, ‘અમે ભૂલા પડ્યા છીએ અને અમારે ગોરખમઢી પાસે અમુક મહંતના મકાનમાં જવું છે.” આ સાંભળીને પેલા સાધુએ જોરથી કહ્યું કે, “તમે જ્યાં છો ત્યાં જ ઊભા રહો. હું નીચે તમારી પાસે આવું છું અને તમને રસ્તો બતાવી, તમે જ્યાં ઊતર્યા છો તે મહંતની મહૂલી પાસે મૂકી જાઉં છું.” આ સાંભળી અમે સૌ તરત જ એકદમ થંભી ગયા. વીસ-પચીસ મિનિટમાં તો ફાનસ લઈને અમારી પાસે એ આવી ગયો અને અમને સીધો સરળ પગથિયાવાળો રસ્તો બતાવી દીધો. ત્યાંથી અમે ઝપાટાબંધ ચાલવા લાગ્યા. અમે આશરે રાતના ત્રણેક વાગ્યે પેલા મહંતની મહૂલીએ પહોંચ્યા; થાકીને લોથપોથ થઈ ગયેલા. અત્યાર સુધી તો ચાલવાનું જોમ હતું, પણ હવે તો એ પણ ન રહ્યું. બેઠા ત્યાંથી ઊભું જ ન થવાય; પગ ચાલવાની જ ના પાડે. પગે ગોટલા ચડી ગયા. થોડો વિસામો લઈ પહેલું કામ પાણી પીવાનું કર્યું. બીજા વિશે મને કશું યાદ રહ્યું નથી, પણ મારી પોતાની વાત મને બરાબર યાદ છે, કે મેં તો પાણીનો ભરેલો ઘડો જ મોઢે માંડ્યો અને ધરાઈ ધરાઈને પાણી પીધું. મહંતજીએ અમારે માટે ગાદલા પથરાવીને રાખ્યા હતા, એટલે ઝટ ઊંઘભેગા થઈ ગયા. સવારે કાં'ક કળ વળી. પેલા ચેલાજી કહે : “હવે ચાલો, એ ગુફાઓ તથા બીજી ગુફાઓ બતાવવા સાથે આવું.” અમે ઘસીને ના પાડી. એને બિચારાને ઉત્સાહ હતો, પણ અમે ભો ખાઈ ગયેલા એટલે તેની જોડે જવાની તો ના પાડી, શ્રી જિનવિજયજી અને શેઠ તો જોવાના રસિયા હતા, એટલે એમણે હા પાડતાં હું પણ સાથે જોડાયો. પછી તો સવારમાં શૌચ, દાતણપાણી કરી, થોડો નાસ્તો લઈ, બધા ઊપડ્યા ગુફાઓ જોવા. ચિદાનંદજીની અને બીજી એવી અનેક ગુફાઓ જોઈ. ગુફાનું મોઢું ક્યાંક સાંકડું ને ક્યાંક પહોળું. અંદર થોડો-ઘણો પ્રકાશ આવે તેવી સગવડ ખરી. કોઈ ગુફા તો અંદરથી રીતસર ચણેલી દેખાઈ. ગુફામાં પેસતાં કચાંક સૂઈને પેસવું પડે અને કયાંક બેસીને પેસવું પડે. ગુફામાં કોઈ જંગલી પશુ તો નહીં હોય—એની ખાતરી કરવા અમે એકબાજુ દૂર Page #256 -------------------------------------------------------------------------- ________________ જિજીવિષા - ૨૩૫ ઊભા રહીને મોટા અવાજો કરીએ, અને પછી જ પ્રવેશ કરીએ. સાથે ઝગમગતી બેટરીનો દીવો રાખેલ ખરો. સવારના પહોર હતો, એટલે ભય જેવું કશું હતું નહીં. ગુફાઓ જોઈને અમને એમ તો જરૂર લાગ્યું કે આમાં રહેવું, સ્થિર ચિત્તે ધ્યાન કરવું અને નિર્ભય રહેવું એ બચ્ચાના ખેલ નથી. આ માટે તો મોટા મોટા છાતીકઢા પણ તૈયાર થઈ શકે નહીં. પણ પછી તો અમે આઠદસેક ગુફાઓ ફરી વળ્યા અને મઢુલીમાં પાછા ફરી જમી લીધું. પછી પરવારી, સ્ટેશન ભેગા થઈ ગયા. શેઠ તો પહોંચ્યા ભાવનગર. મુનિજી મારે ત્યાં રાજકોટ આવેલા, પણ વધારે ન રોકાયા. તેઓ તે વખતે “ગુજરાત પુરાતત્ત્વ મંદિરના આચાર્ય હતા. જો કે શેઠને અને મુનિજીને શરીરે સારી રીતે ઉઝરડા થયેલા, છોલાયેલું અને લોહી પણ નીકળેલ, છતાં તેમને કોઈ કુટુંબીએ કે મિત્રે આ શું થયું, એવું કશું પૂછ્યું હશે કે કેમ તેની મને ખબર નથી. પણ મારે ઘેર પહોંચ્યા પછી વળતે દિવસે જ્યારે હું ના'વા બેઠો ત્યારે મારી પત્નીએ મારું શરીર જોતાં જ જરા અચંબો પામી, મારાં માતાજીને કહ્યું કે, “મા! આમનું શરીર તો જુઓ. ગિરનારમાં વાઘવરુ સાથે લડાઈ થઈ હોય અને લોહીલુહાણ થયા હોય એવું લાગે છે. તે તો કશું બોલતા નથી અને હસ્યા કરે છે.” પછી મારી મા પાસે આવ્યાં અને આમ થવાની ખરી હકીકત કહેવાની મને સૂચના કરી. એટલે ગરમ પાણીએ નાહી, થાક ઉતારી, બધી વાત તેમને વિગતથી કહી સંભળાવી. મને પણ આ પ્રસંગે એમ તો લાગ્યું, કે જિજીવિષા ન હોત તો ઘરે પાછા પહોંચાત કે કેમ? વળી પરમેશ્વરે પેલા સાધુને રસ્તો બતાવવા ન મોકલ્યો હોત તો શા હાલ થાત? અમે જે ઊંચા ઊંચા પથ્થરો ઠેકેલા તેથી તો અમને ઠેકનારાને જ એ વખતે અચંબો થાય કે આ શી રીતે ઠેકી શકાય? જાણી જોઈને ઠેકવા જઈએ તો તે કદી જ ન ઠેકી શકાય એવા અને એટલા બધા ઊંચા હતા. પણ પરમેશ્વરે માણસના મનમાં જિજીવિષા મૂકેલી છે એની જ આ બનાવ સાબિતી છે. – જનકલ્યાણ, ફેબ્રુ. - ૧૯૬૭ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૩૧. શ્રદ્ધાધન સુદર્શન ચોવીસસો ચોવીસસો ચોમાસાં ચોધાર નીરે વરસી ગયાં, ચોવીસસો ચોવીસસો વસંત ફૂલડે ફાલી ગઈ, ચોવીસસો ચોવીસસો દીવાળીઓ દીપકથી ઝળહળી ગઈ. એ પહેલાંના વખતની આ વાત છે. માનવીય શ્રદ્ધાની કસોટીની આ કથા છે. મગધ દેશ છે. એમાં રાજગૃહ નગરી ભારે પ્રસિદ્ધ. ત્યાંનો રાજવી મહારાજા શ્રેણિક બિંબિસાર ભારે મોજીલો, રંગરાગવાળો. એ નગરમાં રાજાના જેવું જ મોજીલું એક માળી-કુટુંબ વસે. કુટુંબના વડાનું નામ અર્જુન માળી. માલણનું નામ બંધુમતી ! આ માળી ને માલણની જુગલ જોડી ભારે ફૂટડી, ભારે રંગીલી, ભારે વિલાસી. માળીને અનેક બગીચા ! ગુલાબ, મોગરો, જાઈ, જૂઈ, માલતી, ચંપો, બેલાં, કેસૂડાં— આવાં કંઈ કંઈ જાતનાં ફૂલ ઊતરે. રાજગૃહમાં ફૂલોનાં શોખીન ભારે ! ભારે ખપત રહે. અર્જુન ને બંધુમતી—આ ગુલાબી જુવાનીવાળું જોડું એક યક્ષદેવતાનું ઉપાસક. એ યક્ષનું નામ મુગરપાણિ ! મુગર એટલે મોગરી (ગદા) જેના હાથમાં છે તે. રોજ સવારે આ જોડું યક્ષબાપજીના મંદિરે આવે, ને ફૂલોનો ઢગ ચઢાવે. યક્ષબાપજીનો વરસોવરસ મેળો આવે. અઢારે વરણ એ મેળામાં ઊમટે. મેળામાં બધાય સમાન; નહિ આભડછેટ કે નહિ અંબોટ. સૌ સાથે નાચે, સાથે ગાનતાન કરે, સાથે નાસ્તાપાણી કરે. મેળામાં ભારે ભપકો કરીને અર્જુન માળી આવ્યો. ઠાઠમાઠ રચીને બંધુમતી આવી. બેનાં રૂપ-રંગ જોઈને સહુ કહેવા લાગ્યાં કે કામદેવ અને રિત પોતે મેળો મહાલવા આવ્યાં છે. મેળામાં સારાં આવે તેમ ખોટાં પણ આવે એને ન રોકાય. એવી એક છ-સાત જણાની લલિત મંડળી પણ લહેર કરવા આવેલી. એમની નજર રૂપના સાગર જેવી બંધુમતી પર મંડાઈ ગઈ. Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાધન સુદર્શન • ર૩૭ સાંજ પડી. મેળો વીખરાયો. અંધારાં ઊતરવા લાગ્યાં. અર્જુન માળી ને બંધુમતી યક્ષબાપજીનાં દર્શન કરવા મંદિરે ગયાં. પેલી શેતાનમંડળીએ લાગ જોયો. અર્જુન માળીને ચાર-છ જણાએ થઈને પકડી લીધો. મંદિરના થાંભલે કસકસાવીને બાંધી દીધો. પછી પકડી બધુમતીને ! છ બાજના હાથમાં એક કબૂતરી ! શી એની હાલત થાય ? એ અનાચારથી મંદિર અપવિત્ર થયું. બંધુમતીનું પ્રાણપંખેરું અપવિત્ર થયેલા દેહ-મંદિરને છોડીને ચાલ્યું ગયું. લલિત મંડળી પણ અંધકારની કાળાશમાં પોતાનાં કાળાં મોં લઈ નાસી છૂટી ! રહ્યો એક અર્જુન માળી–થાંભલે બંધાયેલો, આ તમામ અત્યાચારનો પરવશ સાક્ષી ! એણે યક્ષબાપજીને ઘણી આજીજી કરી, પણ માલણના યક્ષબાપજી પાષાણના જ રહ્યા ! સામે ચૂંથાયેલી બંધુમતીનું મડદું પડ્યું હતું. એ જોતાં જોતાં અર્જુનનું મગજ ફટકી ગયું. સવાર થતાં તો જાણે એ ઠાવકો ને શાણો અર્જુન માળી જ ન રહ્યો. માનવમાંથી રાક્ષસ સરજાઈ ગયો. એણે જોરથી આંચકો માર્યો; દોરડું તૂટી ગયું. દોડીને એણે મૂર્તિના હાથમાંની મોગરી ઉઠાવી દેવને જ મારી; કડડભૂસ ! પછી નીકળ્યો બહાર. સામે જે મળ્યાં એને મોગરીથી ઠાર કર્યા. જોતજોતામાં હાહાકાર વર્તી ગયો. રાજા જેવો રાજા પણ કંઈ કરી ન શક્યો. અર્જુન માળીનો જ્યાં સંચાર થયો ત્યાં ભરેલાં નગર ખાલી થવા લાગ્યાં. રોજરોજ ખૂનની વાતો ફેલાવા માંડી. પ્રજા “ત્રાહિ’, ‘ત્રાહિ પોકારી ગઈ. રાજાએ કોટવાળને હુકમ કર્યો કે ગામ આખામાં ઢોલ વગડાવો કે કોઈ કઠિયારો, ઘાસવાળો, ફૂલ વીણનારો, નિંભાડા પકવનારો કુંભાર કે બહારગામનો પ્રવાસી એ રસ્તે ન ચાલે; એ રસ્તે ખૂનનો ભય છે, મોત માથે છે. માટે કોઈ નાનું-મોટું, બૂટું-ઘરડું, જુવાન-જવાંમર્દ એ મોતને માર્ગે ફરકે પણ નહીં. છતાંય કોઈ જશે તો તેના ખૂનની જવાબદારી એને શિર છે. ગામ આખાએ ઢોલ સાંભળ્યો. સૌ સડક થઈ ગયાં. એ રસ્તે ધંધા માટે જનારા તો મૂંઝાઈ ગયા. જયાં માથે મોત ગાજે ત્યાં કોણ ડગ માંડે ? બનવાકાળ છે, કે બરાબર એ જ ટાણે એ રસ્તા તરફ છેક છેડે આવેલા મોટા વનખંડમાં ગુણશીલ નામના ચૈત્ય પાસે ભગવાન મહાવીર પધાર્યા. એ તો નિર્ભય, મોટા મરજીવા, શાંતિના દરિયા, કરુણાના ભંડાર. મગધ આખાયમાં ગામેગામ વિચરે, પોતાનું ધર્મચક્ર ફરતું રાખી તમામ જનતાને શાંતિ પમાડે, મારગ બતાવે. એઓ ફરતાં ફરતાં રાજગૃહ તરફ આવી ચડ્યા. રાજારાણી એમનાં Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ • સંગીતિ પાકાં અનુયાયી, લોકો પણ તેમના ઉપાસક; કેટલાક તો વળી અઠંગ ઉપાસક. નગર આખામાં અને આસપાસ બધે સમાચારો ફરી વળ્યા, કે જ્યાં પેલો ફટકેલો અર્જુન દોડ્યા કરે છે, મોગરી ફેરવતો ફેરવતો માણસોનાં માથાં ધડથી જુદાં કરે છે એ રસ્તા ઉપર છેક છેડે આવેલા વનખંડમાં ભગવાન મહાવીર પધાર્યા છે. આમ તો આવા સમાચાર સાંભળતાં જ નગર આખુંય ઊમટી પડતું, રસ્તે તસુય ચાલવાની જગા ન રહે એવી ભીડ જામતી, રસ્તો ઘણો પહોળો હોય છતાં આવે ટાણે સાંકડો બની જતો. પણ આ વખતે આમાંનું કાંઈ ન બન્યું. એ રસ્તે કોઈ જ ન ફરક્યું. ઘરડાં ઉપાસકો અને ઉપાસિકાઓ પણ ભયભીત થઈ ઘરે બેસીને જ મહાવીરની સ્તુતિ ગાવા લાગ્યાં, જાપ જપવા લાગ્યો અને બોલવા લાગ્યાં કે “હે ભગવાન ! વનમાં રહેલા તમને અમે અહીં ઘેર બેઠાં બેઠાં જ નમીએ છીએ, વંદીએ છીએ અને ભજીએ છીએ; તમે અમારાં એ વંદન, નમન અને ભજન સ્વીકારો.” વળી કેટલાય જવાંમર્દ જુવાનો ભગવાન મહાવીરના દર્શને જવા તૈયાર થયા તો તેમનાં માબાપોએ અને તેમની જુવાનડીઓએ તેમને સમસંઘરા દઈને અટકાવી દીધા. કોઈ વળી બળજબરીથી જવા તૈયાર થયા, ત્યારે રાજાની આણે તેમને રોકી રાખ્યા. ખરેખર આ ટાણે નગર આખાની સંતદર્શનની ભાવના ઊડી ગઈ. કેટલાક ભાવનાવાળા ભાવના ભાવવા લાગ્યા કે પ્રભુ તો પવનની જેમ ફરનારા છે અને આ માળી હવે કેટલાક દી કાઢવાનો ? એ તો દયાના સાગર, વળી પાછા આવતે ઉનાળે કે શિયાળે રાજગૃહને જરૂર પાવન કરવાના. ઉતાવળા ન થાઓ, આ વખતે વળી દર્શનનો અંતરાય લખ્યો હશે; કર્મની ગતિ ગહન છે. શું કરીએ? આ વખતે, જેને હાડોહાડ ભગવાનની વાણી લાગી ગઈ છે એવો ભગવાનનો અનન્ય ઉપાસક સાર્થવાહ-પુત્ર સુદર્શન મૃત્યુભય છાંડી ખડો થાય છે. રાજગૃહનો એ પ્રસિદ્ધ જુવાન છે. ભગવાન આવ્યાના સમાચાર સાંભળતાં જ એ જુવાનનાં રોમરોમ ખડાં થઈ ગયાં, હર્ષના આવેશથી હૈયું વધુ ને વધુ ધડકવા લાગ્યું, આંખમાં આનંદનાં આંસુ ઊભરાયાં. સંતનું માત્ર નામ પણ પાવનકારી છે, તો પછી તેમનાં દર્શનની અને વચનશ્રવણની શી વાત ? Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાધન સુદર્શન • ૨૩૯ વાણિયો ધન માટે જોખમ ખેડવા તૈયાર થાય, બ્રાહ્મણ દક્ષિણા માટે ક્યાંથી ક્યાં પહોંચે, ગમે તેવો ક્ષત્રિય ગામગરાસ માટે માથું મૂકતાંય પાછી પાની ન કરે, તેમ સંતનાં નામ અને વચનનો પ્રેમી, દર્શનનો આશક શું ન કરે? સુદર્શન તો સવારના ઝટઝટ ઊઠી સવારનું તમામ કામ પતાવી, યોગ્ય વસ્ત્રો પહેરી પોતાનાં માતપિતા પાસે આવ્યો. આવતાં જ તેણે માતાપિતાને જણાવ્યું : “હું ગુણશિલ ચૈત્યમાં પધારેલા ભગવાન મહાવીરનાં દર્શને જાઉં છું.” માતાપિતાએ પુત્રને પગથી જ પારખો. માતાપિતાએ તેને કહ્યું: “બેટા ! તને ખબર છે ને એક તરફ મોત છે અને બીજી તરફ ભગવાનનાં દર્શન છે ? બેટા ! હજી તો તું જુવાન છે. ઘરમાં તારી રાહ જોનારી જોબનવંતી નાની બાળા બેઠેલી છે. અમેય ભગવાનના દર્શન માટે ઘણું ઘણું તલસીએ છીએ, તરફડીએ છીએ; પણ આમ કાંઈ મોતને મળવા જવાય?” સુદર્શને માવતરની ગણિતનજર પારખી. એ આવા ગણિતનેડામાં માનતો ન હતો. એ અભી ભક્તિ કરતાં પ્રત્યક્ષ ઉપાસનામાં રસ ધરાવતો. ફરી એક વાર સુદર્શને પોતાનાં પૂજનીય માતાપિતાને સંતસમાગમનો મહિમા સમજાવ્યો અને મરણને કાંઠે બેઠેલાં તેમને પોતાની સાથે જ ભગવાનની ઉપાસના માટે ચાલી નીકળવા વિનવણી કરી. એ તો એકનો બે ન થયાં; એટલે સુદર્શન તો મૂઠીઓ વાળી ભગવાનની દિશામાં દોડવા લાગ્યો. એને કાંઈ બીજું સાંભળવું નહોતું, એને મન તો એક ભગવાન જ ભગવાન જ ! એમની ધૂનમાં એ તો મસ્ત બની વેગથી ઊપડ્યો. સાથે માત્ર ભક્તિનું ભાતું, ભગવાનનું નામસ્મરણ, તેમના પુરુષાર્થનું ચિંતન અને નરમાંથી નારાયણ થવાની તેમની પ્રવૃત્તિનું મનન. દૂરથી પેલા ફટકેલા માળીએ માણસને એ રસ્તે આજ ઘણે દિવસ આવતો જોઈ મલકાટ કર્યો, આનંદની ચિચિયારીઓ પાડી. એ તો પોતાનું ખાજ આવેલું જોઈ કોઈ નરરાક્ષસની પેઠે નાચવા લાગ્યો અને મોગરી ફેરવતો ફેરવતો સુદર્શનનું સામૈયું કરવા તલપાપડ થઈ રહ્યો. પણ એ સામો દોડે એ પહેલાં જ ધીર, વીર, ગંભીર, પ્રશમરસથી ભરેલો જીવનસાધનાનો ઉમેદવાર સુદર્શન જ તેની તરફ વેગથી ઊપડ્યો. જેમ જેમ સુદર્શન પાસે આવતો દેખાયો તેમ તેમ માળીની ફટક નરમ થવા લાગી. આમેય વખત વધારે થઈ જવાથી ફટક થોડી થોડી બેસી ગઈ હતી, પણ આજે તો તેમાં કાંઈ ઓર જ ફેર થતો લાગ્યો. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ • સંગીતિ માળીની બરાબર સામે સુદર્શન હવે આવી પહોંચ્યો. માળીએ પડકાર્યો: “અરે નાદાન, શું તારે મરવું છે? શું તારે આજે હતા ન હતા થઈ જવું છે? તને ખબર નથી કે આ રસ્તે જનારા તમામનું હું લોહી પી જાઉં છું? મારું નામ અર્જુન માળી. આ મોગરી જોઈ? તું તો બેલી! એક જ ફટકાના લાગો છો. આ રસ્તે શા માટે આવ્યો? શું તારે આગળપાછળ કોઈ નથી? ઘેર મારી બંધુમતી જેવી કોઈ જુવાનડી રાહ જોનારી નથી? અરે ભલા માણસ ! પાછો ફરી જા. હજી હું તને ચેતવું છું : ઘરભેગો થઈ જા, નાહકનો મને ન ઉશ્કેર.” સુદર્શન તો પ્રશમપૂર્ણ નેત્રે માળીની બરાબર સામે ત્રાટક નજરે જોઈ જ રહ્યો; ન હલ્યો, ન ચલ્યો, ન ભડક્યો, ન ધ્રુજ્યો, ન કંપ્યો. એ તો અડગ જ ઊભો રહ્યો. હોઠ મરકતા હતા. મનમાં ઉલ્લાસ ઊભરાતો હતો કે જ્યારે ગુણશીલમાં પહોંચે અને ભગવાનને ભાવું ! એની તો ધૂન એક જ કે ક્યારે ભગવાનનાં દર્શન કરે ! કયારે તેમનાં સુધી સમાન વચન સાંભળું ! જે પળો જતી હતી તે તેને મન વરસ વરસ જેવડી જણાતી હતી. માળી વળી તાડૂક્યો : “બોલ છોકરા બોલ, બોલ જુવાન બોલ; ફાટી નાખ, અહીં આવવાની તારી શી મકસદ ?” મોગરીના આંટા જોર જોરથી ફરતા હતા તેમ સુદર્શન તદ્દન અડોલ, સ્થિર, અકંપ અને રોમમાં પણ ક્ષોભ વિનાનો ઊભો હતો. “શું તું મૂંગો છે? બોલતો કેમ નથી? આ ઝાડની જેમ શું મારી સામે તાકે છે? બોલે છે કે ફટકારું?” શાંત સ્વરે સુદર્શન બોલ્યો : “ગુણશીલ ચૈત્યમાં પરમગુરુ સંતપુરુષ શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે, તેમને વંદન કરવા, તેમની વાણી સાંભળવા, તેમને ભેટવા જાઉં છું ભાઈ !” ગગનને ગજવી મૂકે એવું હાસ્ય કરતો માળી બરાડ્યો : “મારી માલણને મારી નાખી એ કે બીજો તું? આવ, ઓરો આવ અને મોગરીનો સ્વાદ ચાખ.” સુદર્શન માળીની વધુ નજીક ગયો, કેમ જાણે સગા ભાઈને ભેટતો હોય તેમ તે બંધુભાવ અનુભવવા લાગ્યો. સુદર્શનને સ્થિર, નિર્ભય અને સ્મિતવદન જોઈને માળી ચમક્યો. તેની ભડક-ફટક વધારે નરમ થતી દેખાઈ. તેના અંતરમાં વલોણું શરૂ થઈ ગયું. “કેમ આ ડરતો નથી? મારી પાસે સરતો આવે છે કેમ? આ કશું બરાડતો નથી? મહાવીર વળી કોણ? આ જુવાન એનાં દર્શન માટે મરવા તૈયાર શા માટે થાય છે?' Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાધન સુદર્શન ૦ ૨૪૧ માળીના મનનો વિચાર-રવૈયો એના હૃદયમાં જોરથી ફરવા લાગ્યો. હાથમાંથી મોગરી ક્યારે સરી ગઈ તેનું તેને ભાન ન રહ્યું. કાંઈક નરમ પડેલો, કાંઈક ભોંઠો પડેલો માળી થંભ્યો. સુદર્શનની સામે ફાટે ડોળે જોવા લાગ્યો, વારંવાર જોવા લાગ્યો. ઊંચે જોયું, નીચે જોયું, ત્યારે પાસ જોયું અને એમ કેટલીક પળો જોયા જ કર્યું. પછી વળી ઘૂમરી ખાતો તે બબડવા લાગ્યો : “અરે ઓ નવલોહિયા જુવાન ! ભગવાન, દેવ, દર્શન, પૂજા બધું ઢોંગ છે. માણસ માણસનો શત્રુ છે. મેં ઘણી પૂજા કરી. એનું ફળ આ મળ્યું.” સુદર્શન બોલ્યો : “ના ભાઈ ! આ પૂજા આવી નહીં. આ પૂજાનો અર્થ ટીલાટપકાં કરવાં તે નહીં, પણ આદર, સદૂભાવ, સમભાવ. એટલે જે તમામ પ્રાણીઓ તરફ આદર રાખતો હોય, સદૂભાવથી વર્તતો હોય. સમભાવે તમામ ભણી નજર રાખતો હોય, કોઈને પણ કોઈ પણ રીતે દૂભવતો ન હોય એટલે મનથી, વચનથી અને કાયાથી કોઈ પણ પ્રાણીને જે દુઃખી ન કરતો હોય; એટલું જ નહીં, પોતાના સ્વાર્થને કાજે કે પોતાના શરીરને માટે પણ કોઈને લેશમાત્ર ત્રાસ ન આપતો હોય, અને વખત આવ્યું બીજાના બચાવ માટે, રક્ષણ માટે પોતાના પ્રાણોની પણ આહુતિ આપતો હોય તે અરિહંત કહેવાય. એવા અરિહંતોમાં આ મહાવીર શ્રમણ જીવંત અરિહંત છે ને તે મારા પરમગુરુ છે; તેમનાં દર્શને જવા સારુ હું આ રસ્તે આવી નીકળ્યો છું.” માળી વધારે શાંત થયો. તેના હૃદયમાં કાંઈક અજવાળું થયું. તે બોલ્યો : “ભાઈ ! તારો એ પરમગુરુ મારો આ સંતાપ ટાળી શકશે ખરો ?” સુદર્શન બોલ્યો : “ભાઈ માળી ! તારો આ સંતાપ તે જરૂર ટાળી શકશે. મને એનો પૂરો અનુભવ છે ને પાકો વિશ્વાસ છે.” માળી જરાક મરક્યો અને બોલ્યો : “શું હું તારી સાથે ચાલી શકું ?” સુદર્શન બોલ્યો : “હા ભાઈ જરૂર, આપણે બન્ને સાથે જ જઈએ. તું એમ કર ભાઈ, આ પાસેની પુષ્કરિણીમાં નિર્મળ શીતળ જળ ભરેલું છે; તેમાં સ્નાન કરી લે. દર્શને પછી આપણે બન્ને સાથે જ ઊપડીએ.” અર્જુન પાસેની મનોહર કમળભરેલી પુષ્કરિણીમાં નાહીને તાજો થઈને આવી પહોંચ્યો. કપડાં ઠીકઠાક કર્યા અને એ બન્ને જાણે ઘણા કાળના સ્નેહી હોય એમ પોતપોતાના હાથના આંકડા ભીડી ઝપાટાબંધ ગુણશીલ ચૈત્ય ભણી ચાલવા માંડ્યા. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ૦ સંગીતિ કેટલાક શિષ્યો ભગવંત મહાવીરની આસપાસ ટોળે વળી કોઈ અવનવા પ્રશ્નો પૂછતા હતા. આ બધું જોતા આ બન્ને ભેરુઓ, માળી અર્જુન અને સુદર્શન સાર્થવાહ પુત્ર, ભગવંતની નજીક આવી પહોંચ્યા. સુદર્શન તો ભગવંતને જોતાં જ ગળગળો થઈ ગયો. ભગવંત પણ તેને ઓળખતા હતા અને તેની પાત્રતાને પિછાણતા હતા. ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઈ તે તો તેમનાં ચરણમાં લોટી પડ્યા. ભગવંતે પોતાને હાથે સાહીને તેને તેવા જ પ્રેમે નવરાવી ઊભો કર્યો. ભગવંતે આવેલા બન્ને જણના સુખસમાચાર જાણ્યા અને પોતાની નિત્યની રીતે તેમને પોતાનો અનુભવ જણાવવા મેઘગંભીર મધુર વાણીનો પ્રવાહ છોડ્યો : ‘‘સુદર્શન ! ભાઈ, મેં આ મારા મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમને વારેવારે કહેલું છે કે ‘માણસને સચન સાંભળવાનો મોકો મહામુસીબતે મળે છે. કદાચ એ મોકો મળી જાય તો મારા વાલીડા માણસો એવા પણ હોય છે, કે તે વચનોમાં તેમને શ્રદ્ધા-વિશ્વાસ પડતો નથી. કેટલાક વળી સાંભળે છે, સમજે છે અને તેમાં વિશ્વાસ રાખે છે, શ્રદ્ધા રાખે છે; પણ તેઓ તે વિશ્વાસ પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે આચરી શકતા નથી. માનવ માટે સંતવચનોમાં શ્રદ્ધા થવી ઘણી કઠણ છે. શ્રદ્ધા થઈ ગઈ તો તે શ્રદ્ધા પ્રમાણે પ્રવૃત્તિ થવી વળી ભારે કઠણ છે. માનવ માને છે કે મારામાં શ્રદ્ધા તો પ્રગટી છે, હવે ઘણું થયું, પણ સુદર્શન, પ્રવૃત્તિ વગરની વાંઝણી શ્રદ્ધા શું કામ આવે ? જન્મેલી શ્રદ્ધા હમેશાં વાંઝણી જ રહે, તો માનવ કેવળ શ્રદ્ધાને બહાને ધર્મવિમુખ બને, કર્તવ્યનિષ્ઠારહિત થઈ જાય અને શ્રદ્ધાનો મદ વધતો જાય, અને એ દ્વારા છેવટે બીજાં અનેક પાખંડો ઊભાં કરી વધારે પતિત બનતો જાય. માટે કલ્યાણવાંછુએ તો શ્રદ્ધાને સાચવવી અને તેને અનુસાર પ્રવૃત્તિ પણ કરવાનું સાહસ અવશ્ય ખેડવું. આમ થાય તો જ માનવનો જીવનવિકાસ થાય છે.” સુદર્શન એકચિત્તે સાંભળતો હતો અને મહાવીર કરુણામય પ્રેમમય વાણીથી બોલ્યે જતા હતા. એ બધું જોતો અર્જુન માળી પણ ભગવંતને શરણે ગયો અને સંતવચનમાં શ્રદ્ધા પામી તે અનુસારે સ્વાર્થત્યાગની સાહસિક વૃત્તિ ઉપજાવી પરમશક્તિને અનુભવવા લાગ્યો. - જનકલ્યાણ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૩૨. બુદ્ધિભેદ માનવીએ માનવીએ બુદ્ધિભેદ' તો રહેવાનો જ. અમુકને જ સાંપડતી ચેતનાશક્તિથી–ભાવિના એંધાણ પારખવાની, અજબ ચાપલ્યની ને વિલક્ષણ પ્રતિભાની વિશિષ્ટતાની તેજછાયાથી–આપણે સદા સર્વદા પ્રભાવિત થઈએ છીએ. જૈન પરંપરા બુદ્ધિશક્તિના મુખ્યત્વે ચાર પ્રકારો દર્શાવે છે : ઔત્પત્તિકી, વૈનાયિકી, કર્મજા અને પરિણામિકી. આમાંથી પહેલી ઔત્પત્તિકી બુદ્ધિના રસિક દાખલાઓ અહીં રજૂ થયા છે. - ભારતીય તમામ દર્શનો એક અખંડ ચેતના શક્તિનો સ્વીકાર કરે છે. એ ચેતના આત્મતત્ત્વનું અસાધારણ સ્વરૂપ છે. સમસ્ત બ્રહ્માંડ એ ચેતનાશક્તિનો જ વૈભવ છે એમ કહેવામાં કશો બાધ નથી. પૃથ્વી વગેરે ભૂતોમાં, ઉભિજ્જ (પૃથ્વીને ભેદીને ઊગનારાં કે નીકળનારાં) પ્રાણીઓમાં અર્થાત્ વનસ્પતિઓમાં તથા કેટલાંક કીટપતંગોમાં, ગતિ કરનારાં પ્રાણીઓમાં, સ્વેદથી પેદા થનારાં (જૂ-માંકડ વગેરે) પ્રાણીઓમાં એ ચેતનાશક્તિ સભર ભરેલી છે. જૈન દર્શનની અપેક્ષાએ બે પ્રકારના જીવો છે : ત્રસ અને સ્થાવર, ત્રસ એટલે ગતિશીલ પ્રાણીઓ અને સ્થાવર એટલે તદ્દન સ્થિતિશીલ જીવો–જેઓ બિલકુલ ગતિ નથી કરી શકતાં તેવાં વનસ્પતિ વગેરે. પ્રાણીઓનાં શરીરના અણુઅણુએ ચેતના રહેલી છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિપ્રાણી એ પાંચ સ્થાવરકાય છે અથવા કેવળ એકસ્પર્શ ઇંદ્રિયવાળાં પ્રાણીઓ છે અને જેઓ ગતિવાળાં પ્રાણીઓ છે તેઓમાં કેટલાંક સ્પર્શ અને રસ એમ બે ઇંદ્રિયવાળા શંખ, કોડા, જળો વગેરે પ્રાણીઓ છે, કેટલાંક કીડી વગેરે પ્રાણીઓ સ્પર્શ, રસ અને નાસિકા એમ ત્રણ ઇંદ્રિયવાળાં પ્રાણીઓ છે, કેટલાક ભમરા વગેરે સ્પર્શ, રસ, નાસિકા અને આંખ એમ ચાર ઇંદ્રિયધારી જીવો છે; ત્યારે કેટલાક સ્પર્શ, રસ, નાસિકા, આંખ અને કાન એમ પાંચ ઇંદ્રિયોવાળાં ગાય, સાપ, પોપટ અને મનુષ્ય વગેરે જીવો છે. આ બધામાં એકથી ચાર ઇંદ્રિયોવાળાં પ્રાણીઓમાં Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ • સંગીતિ મનન કરવાની શક્તિ નહીં જેવી હોય છે, માટે તેમને મન વગરનાં માનવામાં આવે છે. ગર્ભ દ્વારા જન્મ પામનારાં એવાં પાંચ ઇંદ્રિયોવાળાં ગાય, સાપ, પોપટ અને માનવ વગેરે તમામ પ્રાણીઓમાં તર-તમ ભાવે ભૂત-ભવિષ્યનો વિચાર કરવાની મનનશક્તિ પ્રત્યક્ષ દેખાય છે, તેથી તે પ્રાણીઓમાં મન સ્પષ્ટપણે છે જ. આ રીતના તમામ જાતનાં પ્રાણીઓમાં ચેતનાશક્તિ રહેલી છે. કયાંક પરિસ્થિતિને લીધે ચેતનાશક્તિનો આવિર્ભાવ ઓછો જણાય છે અને ક્યાંક એ વધુ જણાય છે. માનવપ્રાણીમાં એ શક્તિનો આવિર્ભાવ વધારેમાં વધારે થયેલો દેખાય છે. બુદ્ધિ એ ચેતનાશક્તિનું એક વિશિષ્ટ રૂપ છે. જ્યાં એ બુદ્ધિને વિશેષ કેળવવામાં નિમિત્તો મળ્યાં હોય ત્યાં એ વધારે વિકસેલી દેખાય છે. આજના વિજ્ઞાનના યુગમાં એ બુદ્ધિશક્તિનો વિકાસ ભારે અદ્ભુત થયેલો જણાય છે. પ્રાચીન તત્ત્વવિદ્યાના વિચારકોએ એ બુદ્ધિશક્તિનાં વિકાસક નિમિત્તો વિશે જે થોડી ચર્ચા કરેલી છે અને એનાં જે આકર્ષક નિદર્શનો આપેલાં છે, તે વિશે આ લેખમાં ચર્ચા કરીશું. જૈન પરંપરાના નંદીસૂત્રમાં બુદ્ધિશક્તિના પ્રધાનપણે ચાર પ્રકારો બતાવેલા છે* ૧. ઔત્પત્તિકી, ૨. વૈનાયિકી, ૩. કર્મજા, ૪. પરિણામિકી. નંદીસૂત્રકાર કહે છે કે તેના ખ્યાલમાં બુદ્ધિના આ ચાર ભેદો આવેલા છે; પાંચમો તેનો કોઈ ભેદ ઉપલબ્ધ થયેલ નથી. ત્પત્તિકી એટલે જે બુદ્ધિ સહજ હોય છે તે. જેને માટે શાસ્ત્રાભ્યાસ, ક્રિયાપ્રવૃત્તિઓનું પરિશીલન વગેરે કોઈની અપેક્ષા નથી, પણ જે જન્મથી જ માણસના મનમાં સહજ રીતે હુરે છે તે બુદ્ધિ ઔત્પત્તિકી કહેવાય છે. શાસ્ત્રકારે આ બુદ્ધિનાં કેટલાંક નિદર્શનો આપેલાં છે, તેમાંના કેટલાંક આ પ્રમાણે છે : ૧. ઉજેણી નગરીની પાસે નટોનું એક ગામ હતું, તેમાં ભરત નામે એક નટ રહેતો હતો. તેને રોહક નામે એક નાનો પાંચ-સાત વરસનો બાળક હતો. એક વાર તે પોતાના પિતાની સાથે ઉજેણી નગરી ગયો. તેણે આખી ઉજેણી બરાબર ધ્યાનપૂર્વક નિહાળી અને તેણે એ ઉજેણીને એવી રીતે નિહાળી કે તે આખી નગરી પહેલેથી છેલ્લે સુધી તેના ચિત્તમાં જાણે કે છપાઈ * १. उप्पत्तिआ, २ वेणइआ, ३ कम्मया, ४ परिणामिआ । बुद्धि चउव्विहा वुत्ता पंचमा नोवलब्भइ ॥ -नंदीसूत्र पृ. १४४ Page #266 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિભેદ ૦ ૨૪૫ જ ગઈ. પછી પિતા સાથે નગરીથી બહાર નીકળ્યો. એટલામાં તેનો પિતા ‘કાંઈ ભૂલી ગયો.’ એમ કહીને ભૂલેલું લેવા ફરી પાછો નગરીમાં ગયો; આ રોહક એકલો સિપ્રા નદીને કાંઠે બેસી રહ્યો. ત્યાં બેઠાંબેઠાં રોકે પણ સિપ્રાનદીની રેતીમાં બાળરમત કરતાં તે આખી ઉજ્જૈણી નગરીને ફરતા કિલ્લા સાથે ચીતરી દીધી. એમાં નગરીનાં ચોરાશી ચૌટા, પહોળી અને મોટી મોટી પોળો, દેવમંદિરો અને મઠો વગેરે બધું એ નગરીમાં, જ્યાં જેમ દીઠું હતું ત્યાં તેમ જ બરાબર આલેખ્યું. આ તરફ રાજા ઘોડો દોડાવતો દોડાવતો એકલો પડી ગયેલો એ રસ્તે આવવા લાગ્યો. પોતાની નગરી તરફ આવતા રાજાને જોઈને રોહક બોલ્યો : ‘‘હે રાજકુંવર ! આ તરફ તારા ઘોડાને ન દોડાવ.’ રાજાએ પૂછ્યું : ‘‘કેમ ?” રોહક બોલ્યો ‘‘તું શું આ રાજમંદિર નથી જોતો ?” આ સાંભળીને અચંબો પામેલો રાજા ઘોડા ઉપરથી નીચે ઊતરીને તે બધું જોવા લાગ્યો. પોતાની રાજધાનીને આ નાના છોકરાએ આબેહૂબ ચીતરેલી જોઈને રાજા તો ચકિત થઈ ગયો અને રોહકને પૂછવા લાગ્યો : ‘રે ! તેં પહેલાં કોઈ વાર આ નગરીને જોઈ હતી ખરી ?'' રોહક બોલ્યો : ‘ના રે, મેં તો આજે જ મારા બાપ સાથે મારે ગામથી આવીને આ નગરીને પહેલ-વહેલી જ દીઠી.'' આ સાંભળીને રાજા બાળકની બુદ્ધિશક્તિનો પ્રભાવ સમજીને તેના ઉપર ખુશખુશ થઈ ગયો. વધુ હકીકત જાણવા માટે તેણે રોહકને પૂછ્યું, “તારું ગામ ક્યાં છે ? તારું નામ શું છે ?” “મારું ગામ આ ઉજ્જૈણીને પડખે જ આગવું આવેલ છે. અને મારું નામ રોહક છે.” આમ વાત થતી હતી ત્યાં રોહકનો પિતા નગરીમાંથી પાછો ફર્યો. બાપ-બેટો બન્ને પોતાના ગામ ભણી ચાલવા લાગ્યા અને રાજા પોતાના સ્થાને ગયો. જતાં જતાં રાજા વિચારવા લાગ્યો કે ‘મારે ૪૯૯ મંત્રીઓ છે, હું એક સૌથી મોટા મંત્રીની શોધ કર્યા કરું છું. જો મને એવો એ ૪૯૯ મંત્રીઓમાં સૌથી ઉત્તમ મંત્રી મળી જાય,તો મારું રાજ્ય સુખે ચાલે,વધે. બુદ્ધિ-બળિયો રાજા ઓછું લશ્કર રાખે તો પણ તેનો પરાજય કોઈ ન જ કરી શકે, શત્રુઓને તે રમતવાતમાં જ જીતી શકે.’ આમ વિચારો કરતાં રાજાના મનમાં એમ થયું કે ‘લાવ ને પેલા નાના રોહકની બુદ્ધિની હજુ વધારે પરીક્ષા કરું અને જો તે મારી પરીક્ષામાં યોગ્ય નીકળે તો તેને જ પાંચસોમો મંત્રી કેમ ન નીમું ?’ આમ વિચારીને રાજાએ જે ગામમાં રોહક રહેતો હતો, તે ગામના મુખી-મોટેરા લોકોને હુકમ કર્યો, કે તમારા ગામની બહાર એક મોટી શિલા Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ - સંગીતિ છે તેને ઉપાડીને તે દ્વારા તમારા જ ગામની બહાર રાજમંડપનું ઢાંકણ બનાવી આપો. આ જાતનો કોઈ રીતે અમલી ન બનાવી શકાય એવો રાજાનો હુકમ સાંભળીને મુખી વગેરે ગામના મહાજન-મોટેરાઓ ચોરામાં ભેગા મળીને એ હુકમ બાબત શું કરવું એ ચિંતાતુર મને વિચારવા લાગ્યા. ગામના મહાજનમાં રોહકનો બાપ ભરત પણ હતો. તે જમવાની વેળા વટી જવા છતાં હજુ ઘેર આવ્યો ન હતો. ઘરમાં રોહક ભૂખ્યો થયો હતો અને તે પોતાના બાપની સાથે જ જમતો હોવાથી ભૂખે હેરાન થતો હતો. તેણે જાયું : બાપ તો ચોરે ચોવટમાં બેઠો છે. એટલે તે બાપને બોલાવી લાવવા ચોરે જવા નીકળ્યો. ચોરે આવીને જોયું તો માલુમ પડ્યું કે ત્યાં બેઠેલા બધા ચિંતામાં પડ્યા છે. એણે એના બાપને જમવા આવવા ઝટ ઊભા થઈ ઘેર આવવા કહ્યું. બાપે કહ્યું, “તું ગામનું દુઃખ જાણતો નથી અને ઝટ જમવાની વાત કરે છે.” પછી રોહકના પિતા ભરતે શિલાને લગતો રાજાએ જે હુકમ મોકલ્યો હતો તે કહી બતાવ્યો. એ સાંભળતાં જ રોહકે પોતાના બુદ્ધિબળથી ત્યાં બેઠેલા મુખી વગેરેને એ હુકમનો અમલ કેમ કરવી તેની રીત બતાવી. રોહકે કહ્યું : “આમાં ગભરાવાનું કશું જ કારણ નથી. બહારની એ મોટી શિલાની નીચે તમે ખોદાવો અને તેની બધી બાજુ જોઈએ તેટલા તેને બરાબર ટેકવી શકે એટલા થાંભલા એકએક પછી એકએક મુકાવતા આવો અને તે તમામ થાંભલા વચ્ચેના પોલા ભાગમાં પડભીતિયાં ભીડતા આવો અને પડભીતિયાઓને મઠારી-મઠારી રંગબેરંગી કરો, તથા એ સ્તંભોને પણ વિવિધ રંગો લગાડી ખૂબ સુંદર આકર્ષક બનાવો. પછી ત્યાં જવા માટે નીચે પગથિયાં કરાવો અને વચ્ચે રાજસિંહાસનને ગોઠવી દો. આમ કરવાથી એ શિલા રાજમંડપનું સરસ ઢાંકણ બનશે, એટલે કે એ શિલા રાજમંડપની સરસ છત બની જશે.” આ સાંભળીને ગામના મુખી, વડેરા, ઘરડા લોકો રાજી રાજી થઈ ગયા અને બધાં સાથે જમવા પણ ઊઠી ગયા. પછી તો રોહકની સૂચના પ્રમાણે શિલાની ફરતું નીચે ખોદકામ શરૂ કરાવ્યું, થાંભલા ટેકવવા માંડ્યા અને પડભીતિમાં પણ ભરી દીધાં, શિલાની નીચે વચ્ચે રાજસિંહાસન મંડાવ્યું અને એ થાંભલા તથા પડભીતિયાં રંગબેરંગી બનાવી, ટેકાઓને પણ સુંદર ઓપી, રંગી કરીને જ્યારે રાજમંડપ તૈયાર થયો અને એની ઉપર છત તરીકે શિલા બરાબર ગોઠવાઈને સજ્જડ રીતે જડાઈ ગઈ, ત્યારે ગામના મુખી વગેરે મહાજન લોકોએ રાજાને નમ્રભાવે ગામના થાણદાર મારફત કહેવડાવી દીધું કે “આપના હુકમ પ્રમાણે અમારા ગામની બહાર પડેલી Page #268 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિભેદ • ૨૪૭ મોટી શિલાને રાજમંડપના ઢાંકણ તરીકે ગોઠવી દીધી છે, તો આપ યથાવકાશ આવીને જોઈ જશો.” જ્યારે રાજાને થાણદારે સંદેશો આપ્યો ત્યારે તાબડતોબ રાજા પડે એ મંડપને જોવા ગયો. થાણદારને રાજાએ પૂછ્યું “કહો તો એ કામ કેમ નીપજયું અને કોની બુદ્ધિથી નીપજ્યું ?” જે રીતે ખોદકામ કરીને ચણતર વગેરે કર્યું હતું, તે બધું થાણદારે રાજાને સમજાવ્યું અને સાથે ઉમેર્યું કે આ બધું અમારા ગામના રહેવાસી પેલા ભરતના છોકરા રોહકની બુદ્ધિ વડે, સલાહ-સૂચના વડે તૈયાર થઈ શક્યું છે. આ સાંભળીને રાજા ખુશખુશ થઈ ગયો. વળી રોહકની બુદ્ધિને વધારે કરવા માટે એ ગામના લોકો ઉપર રાજાએ આ બીજો એવો જ અશક્ય હુકમ મોકલી આપ્યો. રાજાએ થોડા દિવસ પછી એક જ કૂકડો મોકલ્યો અને ગામના લોકોને કહેવડાવ્યું કે એ એકલા કૂકડાને બીજા કૂકડા વિના જ લડાવવાનો છે. ગામના લોકોએ હવે તો સીધું જ રોહકને પૂછ્યું : “કહે ભાઈ, આ એકલા કૂકડાને વળી શી રીતે લડાવવો?” રોહકે સૂચવ્યું કે “એ કૂકડાની સામે એક મોટો અરીસો મૂકો એટલે એ અરીસામાં આ કૂકડાનું પ્રતિબિંબ પડશે. એ પ્રતિબિંબને “આ ફૂકડો બીજો કૂકડો પોતા સામે લડવા આવ્યો છે.' એમ સમજશે અને એની સામે બરાબર લડવા માંડશે.” ગામલોકોએ આવેલા એકલા કૂકડાની સામે એક મોટો કાચનો અરીસો મૂક્યો. તેમાં પોતાનો પડછાયો જોતાં જ તે કૂકડો એકલો છતાંય ખુન્નસ લાવીને ખૂબ લડવા લાગ્યો. થાણદારે આ માટે પણ રોહકની જ ચતુરાઈનાં વખાણ કર્યાં. વળી રાજાએ કેટલાક દિવસો જવા દઈ એ ગામના લોકોને કહી મોકલ્યું કે, “તમારા ગામના પાદરમાં જે નદી વહે છે તેના કાંઠા ઉપર સોનેરી રંગની વેળુ (રેતી) છે. તો તે વેળુનાં સરસ, મોટાં અને જાડાં દોરડાં વણાવીને મોકલી આપો.” આ બાબત રોહકને પૂછતાં તેણે તેનો સરસ જવાબ રાજાને કહેવડાવી દીધો : ““હે રાજાજી ! અમારા ગામમાં અમે બધા નટલોકો જ વસીએ છીએ; અમારો ધંધો નાચવાનો છે, એટલે અમે નાચવાનું તો સરસ જાણીએ છીએ પણ દોરડાં વણવાનું જાણતા નથી. તમે એમ કરો કે તમારા રાજ્યમાં તમે પહેલાં રેતીનાં દોરડાં વણાવીને મંગાવ્યાં હશે અને વપરાશમાં પણ લીધાં હશે. તો તમારા કોઠારમાં એવા નમૂનારૂપ જે બે-ચાર Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ • સંગીતિ આખાંપામાં દોરડાં રેતીનાં વણેલાં પડ્યાં હશે જ તેમાંથી અમને જોવા માટે એકાદ બે દોરડાં મોકલી આપો, જેમને જોઈને અમે અમારી નદીની વેળુનાં દોરડાં વણી શકીએ.” આ સાંભળીને રાજા તો ચૂપ જ થઈ ગયો. રેતીનાં દોરડાં તેની પાસે કયાંથી હોય અને નમૂના માટે તે મોકલી પણ શું શકે ?” વળી થોડો વખત જવા દઈને રાજાએ ગામલોકોને પોતાના થાણદાર મારફત ફરમાન મોકલી આપ્યું કે હું એક મરવા પડેલા આ રાજહાથીને તમારે ત્યાં મોકલી આપું છું. એ હાથી માંદો છે, તમારે એને સંભાળવાનો છે, પણ જ્યારે એ મરી જાય ત્યારે તમારે મને એ “મરી ગયો છે એમ તો ન કહેવું અને એના રોજેરોજના સમાચાર મને મોકલ્યા કરવા.” ગામલોકોએ ભેગા થઈને આ વિશે રોહકની સલાહ પૂછી તો તેણે જણાવ્યું કે “હમણાં તો આપણે એ હાથીને રાખી લઈએ, ખવડાવીએપિવડાવીએ : પછી જે થશે તે જોયું જાશે. માટે હમણાં તો એને ગામની હાથીશાળામાં લઈ જઈ બાંધી દઈએ.” તેની સલાહ મુજબ લોકોએ એ માંદા-મરવા પડેલા હાથીને દોરી જઈ ગામના હાથીખાનામાં બાંધી દીધો અને તેને ખાવાપીવાનું પણ અપાવા લાગ્યું. એવામાં એક દિવસ તે હાથી ખરેખર મરી જ ગયો. આ વખતે વળી ગામલોકોએ “રાજાને હવે શું કહેવડાવવું જોઈએ ?” એમ કહીને રોહકની સલાહ પૂછી. રોહકે તદ્દન નિર્ભય રીતે થાણદાર સાથે રાજાને સંદેશો મોકલ્યો કે, “રાજાજી ! તમે મોકલેલો હાથી હવે તો બેસતો નથી, ઊભો રહેતો નથી, કોળિયો લેતો નથી, લાદ કરતો નથી, શ્વાસોચ્છવાસ પણ નથી લેતો કે મૂકતો; વધારે શું કહીએ પણ એ હાથી હવે કોઈ પણ સચેતન પ્રાણી જેવી એક પણ ચેષ્ટા નથી કરતો.” આ સાંભળીને રાજા બોલ્યો કે ““ત્યારે શું તે હાથી હવે મરી ગયો છે ?” થાણદાર મારફત ગામલોકોએ રાજાને કહેવડાવ્યું કે “અમે તો એમ કાંઈ કહેતા નથી, તેમ તો તમે જ બોલી શકો.” આ સાંભળીને પણ રાજા નિરુત્તર થઈ ગયો. વળી રાજાએ થોડાક રોજ જવા દઈ એ જ ગામના લોકોને કહેવડાવ્યું કે “તમારા ગામમાં મીઠા સ્વાદીલા જળથી ભરેલો એક કૂવો છે, તેને તમે જલદી મારી નગરીમાં મોકલી આપો.” આ વિશે ગામલોકોએ રોહકની સલાહ પૂછી તો તેણે લોકોને કહ્યું કે ““આપણે રાજાજીને એમ કહેવડાવો કે અમારો ગામડાનો કૂવો ભારે બીકણ છે. એણે કોઈ વાર તમારી નગરી કે Page #270 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિભેદ ૦ ૨૪૯ શહેરની રીતભાત જોઈ નથી. માટે તમે તમારા શહેરમાંથી જો એકાદ કૂવાને અહીં મોકલશો તો તે કૂવા સાથે અમારો કૂવો ભાઈબંધી કરી લેશે અને પછી તેનો વિશ્વાસ મેળવીને તે એની જ સાથે તમારા શહેરમાં આવશે. અમે લોકો ગામડિયા કહેવાઈએ, એમ અમારા કૂવા પણ ગામડિયા જ કહેવાય. ગામડિયા લોકો શહેરમાં આવતાં ભારે ગભરાય એવા એ ભારે બીકણ છે. તો ગામિડયા કૂવાની બીક ટાળવા સારુ તમે એક કૂવો તમારા શહેરમાંથી અમારા ગામડામાં મોકલી આપો, એટલે એની સાથે અમારો ગામિડયો કૂવો શહેરમાં વગર બીકે આવી શકશે.’' થાણદાર પાસેથી ગામડાનો આ સંદેશો સાંભળીને રાજા તો સડક જ થઈ ગયો અને એના જવાબમાં કશું જ કહી શક્યો નહીં. ફરી વળી કેટલાક દિવસ જવા દઈ રાજાએ એ ગામના લોકોને કહેવડાવ્યું કે ‘તમારા ગામનો જે બગીચો પૂર્વમાં છે તેને પશ્ચિમ દિશામાં ફેરવી નાખો.” આ ઘટના તદ્દન બેહૂદી સાંભળીને લોકો રાજા પર દાઝે ભરાયા અને ખીજવાઈને આમનસામન કહેવા લાગ્યા કે આ રાજા તો આવાઆવા અણઘટતા હુકમો મેલીમેલીને આપણો જીવ લેવા ધારે છે કે શું ?” લોકોએ ભેગા થઈને રાજાને ઠપકો દેવાનો વિચાર તો માંડી વાળ્યો, પણ રોહકને બોલાવીને ઉગમણી દિશામાં આવેલા બગીચાને આથમણી દિશામાં કેમ ફેરવવો એ વિશે પૂછ્યું, તો રોહકે તો ચટ દઈને લોકોને સમજાવ્યું કે “એમાં પણ કશું ગભરાવાનું કારણ નથી. એ કામ તો સાવ સરળ છે. જુઓ, તમે ગામનો વાસ આજથી બદલી નાખીને તેને બગીચાથી ઉગમણી દિશામાં ગોઠવી દો, એટલે બગીચો આપોઆપ ગામની આથમણી દિશામાં આવી જશે.’’ ગામલોકોએ બધા ભેગા થઈને રોહકની વાત સાંભળીને ગામનો વાસ તરત જ બદલી કાઢી વાસને બગીચાની ઉગમણી દિશાએ વસાવી દીધો એટલે બગીચો આફરડો ગામથી આથમણી દિશામાં આવી ગયો. રાજાને એ વાત થાણદારે જણાવી દીધી કે ‘‘રોહકના બુદ્ધિકૌશલને લીધે હવે ગામનો બગીચો ગામથી આફરડો-આફરડો આથમણી દશે આવી ગયો.’' વળી રાજાએ થોડોક વખત જવા દઈને એક બીજો નવો જ હુકમ એ ગામવાળા ઉપર મોકલી આપ્યો. રાજાએ ગામવાળાઓને કહેવડાવ્યું કે, ‘“આગ ઉપર મૂક્યા વિના ખીર રાંધી આપવાની છે.” વળી ગામલોકો Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫સંગીતિ ભેગા થયા અને એ બાબત રોહકની સલાહ લીધી. રોહકે રસ્તો બતાવ્યો કે ચોખા પાણીમાં ખૂબ ભીના કરી રાખો અને પછી સૂર્યના તાપથી ખૂબખૂબ તપેલાં છાણાં અને પરાળ ઉપર એ ચોખાથી ભરેલી થાળી ચડાવી રાખો, જેથી ખીર રંધાઈ જશે.” ગામલોકોએ રોહકની સલાહ પ્રમાણે ખીર રાંધીને રાજાને થાણદાર મારફત ખબર કહેવડાવી દીધી. આ સાંભળીને રાજા તો ભારે વિસ્મય પામ્યો. તેણે વિચાર્યું કે આ બાળકે મારા તમામ હુકમો બનાવ્યા છે અને મને તદ્દન નિરુત્તર કરી નાખેલો છે. આ બાળક ભારે બુદ્ધિમાન છે એમાં શક નથી. એથી રાજાએ હવે તેને પોતાની પાસે બોલાવવાનો મનસૂબો કરીને તેને કહેવડાવ્યું કે “તેણે મારી પાસે આવવાનું છે.” રાજાએ થાણદાર સાથે એ બાળકને કહેવડાવ્યું કે “એ છોકરો મારી પાસે અજવાળિયામાં ન આવે તેમ જ અંધારિયામાં પણ ન આવે. રાત્રે પણ ન આવે અને દિવસે પણ ન આવે. છાયામાં ન આવે તેમ તાપમાં પણ ન આવે. અધ્ધર ચાલીને ન આવે તેમ પગે ચાલીને પણ ન આવે. માર્ગે થઈને ન આવે તેમ કમાર્ગ પણ ન આવે. નાહીને ન આવે તેમ નાહ્યા વિના પણ ન આવે. આ રીતે તે છોકરો મારી પાસે આવે.” એમ રાજાએ થાણદાર સાથે તેને કહેવડાવ્યું. રાજાનો હુકમ સાંભળીને આ બુદ્ધિમાન રોહક પણ રાજાએ બતાવેલી તમામ શરતો સાચવીને તે રાજા પાસે જવા નીકળ્યો. તેણે રાજાની પાસે જતાં આ પ્રમાણે કર્યું “માત્ર ગળા ઉપર જ પાણી રેડીને તે નાહ્યો પણ આખે શરીરે તે ન નાહ્યો. ગાડાના પૈડાનો વચલો આરો તેણે એક ઘેટા ઉપર ગોઠવ્યો. અને તે એ આરા ઉપર બેસીને ઘેટાની સવારી કરીને રાજા પાસે જવા નીકળ્યો. માથે ચાળણીનું છતર ધર્યું. સમી સાંજે, અમાસ અને પડવાના સંગમ વખતે હાથમાં માટીનો પિંડો લઈને તે રાજાના દરબારમાં આવી પહોંચ્યો. રોહકે રાજા પાસે આવીને પ્રણામ કરીને પોતાના હાથમાં રહેલો માટીનો પિંડો રાજા સામે મૂક્યો. એટલે રાજાએ તેને પૂછ્યું કે, “રે રોહક ! તું આ શું લાવેલ છે ?” રોહક બોલ્યો, “આપ પૃથ્વીપતિ છો, માટે મેં આપને ભેટરૂપે આ પૃથ્વીનો પિંડો આપેલ છે.” રાજા આ માંગલિક વચન સાંભળીને ઘણો સંતોષ પામ્યો. તે પછી એકાદ બે આકરી પરીક્ષા લીધી, તેમાં પણ એના હાજર Page #272 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિભેદ • ૨૫૧ જવાબીપણાથી રાજાના ધ્યાનમાં આવી ગયું કે “આવો બુદ્ધિમાન મનુષ્ય મને બીજો કોઈ મળવો અત્યંત કઠણ છે. આ રોહકની બુદ્ધિને પણ સીમા જ નથી. જે કાંઈ તદ્દન અશક્ય જેવું કામ બતાવું છું તો તે પણ ઝપાટાબંધ કરી નાખે છે, અને જે કાંઈ પૂછું છું તે બધાના જવાબો તેની પાસે હાજર છે જ, તથા મને પણ નિરુત્તર બનાવવાની અદ્દભુત શક્તિ આ રોહક ધરાવે છે.' આ બધું વિચારતાં તેને એમ થયું કે “આ રોહક મારો પાંચસોમો મંત્રી થવાને યોગ્ય છે.' આમ વિચારીને રાજાએ ભારે ધામધૂમ સાથે તેનો મુખ્ય મંત્રીની ગાદીએ અભિષેક કર્યો અને પોતાના બધા મંત્રીઓમાં રોહકને જ સૌથી ઉત્તમ મંત્રી બનાવ્યો. ત્યારથી તે તમામ મંત્રીઓમાં અગ્રતમ સ્થાન ભોગવતો રોહક રાજ્ય ચલાવવામાં અને રાજ્યને લગતી બધી વ્યવસ્થા કરવામાં ભારે ખંતથી પોતાનું ધ્યાન પરોવી રહ્યો. રાજય બહારની પણ પોતાની હદમાં પોતાના ખંડિયા રાજાઓને પણ તેણે માત્ર એક મીઠી વાણીથી જ ભારે મિત્રો બનાવી દીધા. રાજયની, અન્ય રાજયો સાથેની નીતિઓને પણ તેણે બરાબર નક્કી કરી દીધી, જેથી પોતાના રાજાને કે રાજયને લેશ પણ આંચ ન આવી શકે. અહીં જણાવેલી બધી વાતોમાં રોહકે પોતાની સહજ એવી ઔત્પત્તિકી બુદ્ધિથી કામ લીધું હતું. – અખંડ આનંદ, જાન્યુ. - ૧૯૫૪ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૩૩. ધર્માચરણનો અધિકાર ક્યારે ? આ મથાળું વાંચીને વાંચનારા જરૂર મૂંઝાશે અને એમ પૂછવા તત્પર થશે કે “વળી ધર્માચરણ માટે અધિકાર જોઈએ ? ધર્મ એ તો ઉત્તમ વસ્તુ છે. એટલે તે તો ગમે તે માણસ આચરી શકે. શું એને માટે વળી કોઈ વયમર્યાદા વા અમુક કોટિનો વિચાર કરવો જરૂરી ખરો ?” કોઈ ઉત્તમ પ્રકારનું રસાયણ ખાવું હોય તો કોઈ પણ વૈદ્ય રોગીને તે એમ ને એમ નથી આપી દેતો. પ્રથમ તો તે માટે પેટની શુદ્ધિની જરૂર બતાવે છે અને તે ઉપરાંત એ રસાયણની જે પ્રતિક્રિયા થાય તેને સહન કરવાની વા રસાયણને પચાવવાની દરદીમાં શક્તિ છે કે કેમ, એ બધું જોઈ-તપાસી પછી જ વિશેષ પ્રકારના પથ્ય સાથે અને અમુક સમયે જ દરદીને રસાયણ ખાવાની છટ આપે છે. વૈદ્યની જે જે ભલામણો હોય તેમાંની એકને પણ ઉલ્લંઘવામાં આવે તો દરદીને એ રસાયણ ભારે હાનિ કરે છે; એટલું જ નહીં, પણ તેના પ્રાણ સુધ્ધાં હરી લે છે; અર્થાત્ શરીરની પરિસ્થિતિની યોગ્યતા મેળવ્યા વિના અત્યંત પોષક રસાયણ પણ કાતિલ ઝેરનું કામ કરે છે. એ જ સોમલ જીવ લઈ લે છે અને એ જ સોમલ ખૂબ શક્તિ આપે છે. જો આવી સ્થૂળ અને દશ્ય ક્રિયા માટે અધિકારની વિચારણા કરવી જરૂરી લેખાતી હોય, તો જેનો વિશેષ કરીને મન સાથે, માનસિક પરિસ્થિતિઓ સાથે ખાસ સંબંધ છે તેવા ધર્મનું આચરણ કોણ કરી શકે અને એને માટે કેવો માણસ અયોગ્ય મનાયએ બધું અવશ્ય વિચારણીય છે. આર્યશાસ્ત્રના પ્રણેતાઓએ આ બાબત વિચાર પણ બરાબર કર્યો છે જ. મનુસ્મૃતિમાં શ્રી મનુ કહે છે કે-“જે માણસ ધર્મને હણે છે તેનો નાશ ધર્મ જ કરે છે અને જે માણસ ધર્મને બરાબર પાળે છે, તેની રક્ષા પૂરી રીતે ધર્મ જ કરે છે. ધર્મ આપણો નાશ ન કરી નાખે એમ બરાબર સમજીને ધર્મને કોઈએ હણવો નહીં.” આવાં જ વચન જૈન શાસ્ત્રમાં પણ છે, એ શાસ્ત્રકારો પોતાના Page #274 -------------------------------------------------------------------------- ________________ ધર્માચરણનો અધિકાર ક્યારે ? ૦ ૨૫૩ અનુભવની વાત સમજાવતાં કહે છે કે, “જેમ એક હથિયારને કોઈ ઊંધું પકડે તો તે હથિયાર તેને પકડનારનો જ વિનાશ કરે છે, તેમ ધર્મને ખરાબ રીતે પકડવામાં આવે, તો તે ધર્મ તેના આચરનારનો જ વિનાશ કરે છે.” મનુએ જે કહેલ છે કે ધર્મને હણવો નહીં, એનો અર્થ ધર્મને ખોટી રીતે સમજવો નહીં. ધર્મ જે રૂપમાં હોય તે જ રૂપે તેને સમજી લેવો અને પછી જેટલે અંશે બરાબર આચરી શકાય તેટલે અંશે ધીમે ધીમે આચરણમાં લાવવાનો અભ્યાસ પાડવો. તો જ ધર્મ જીવનની શુદ્ધિ કરે છે. અને એમ નહીં કરતાં ધર્મને વિપરીત રૂપે સમજી તેનું વિપરીત રીતે આચરણ કરવામાં આવે, તો એ ધર્મ વ્યક્તિનું વા સમાજનું નિકંદન કાઢી નાખે છે અને જેમ દાદરા ઉપર ચડનારો એક પગથિયું ચૂકે તો તેને ઠેઠ નીચે જ પટકાવું પડે છે, તેમ ધર્મને વિપરીત રીતે સમજીને તેનું વિશેષ કે થોડું પણ આચરણ કરવામાં આવે, તો તે ધર્મ આત્મશત્રુનું કામ કરે છે. આ વાત બે ચાર દાખલાથી સમજી શકાશે. વૈદિક પરંપરામાં એકાદશીનું વ્રત કરવાનો રિવાજ છે. નિર્જલા એકાદશી કરવી એ ઉત્તમોત્તમ છે. તેમ કરવાથી ખાવાપીવાની ખટપટ રહેતી નથી. એથી બધો વખત આત્માના નિરીક્ષણમાં અને ઈશ્વરના ચિંતનમાં વિતાવી શકાય છે અને એ રીતે કરતાં મનમાં સારા સારા સંકલ્પો વા ભાવનાઓ સ્થાન પામે છે અને તેની અસર સારી રીતે ટકી શકે છે. આમ નિર્જલા એકાદશી કરવાની અશક્તિ હોય તો તુલસીપત્ર ઉપર જેટલું અન્ન માય તેટલું જ ખાઈને વ્રત કરવું એવી પદ્ધતિ હોવાનું સંભળાય છે. એકાદશીનું વ્રત એ એક પ્રકારની ધાર્મિક ક્રિયા છે. એને બરાબર આચરનાર ધર્મ કરે છે એમ જરૂર કહી શકાય, અને એવો બરાબર આચરનારો ચિત્તની શાંતિના લાભને પણ જરૂર મેળવી શકે છે. આજકાલ આ પરિસ્થિતિ તદ્દન ઊલટી થઈ ગઈ છે અને એટલી બધી ઊલટી થઈ ગઈ છે કે જેઓ વિચારકો અને વિવેકી લોકો છે, તેઓ ત્યાં સુધી કહેવા લાગ્યા છે, કે આ કરતાં દ્વાદશી જ સારી છે. દ્વાદશીને દિવસે માત્ર ત્રણ કે ચાર આનાથી આખો દિવસ ચલાવી શકાય છે અને એકાદશીને દિવસે તો રૂપિયા બે રૂપિયા વા તેથીય વધારે ખર્ચ થઈ જાય છે અને આખો વખત ખાતોખા જ ચાલે છે. કહેવાય ફલાહાર; પણ પેંડા, શીખંડ બધું જ ખાઈ શકાય; એટલું જ નહિ, શિંગોડાનો શીરો, સામાનો શીરો વગેરે વિવિધ વાનગીઓ બનાવવામાં જ બધો સમય વીતી જાય છે અને આત્માનું નિરીક્ષણ વા ઈશ્વરનું સ્મરણ ભાગ્યે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સંગીતિ જ થાય છે. આ રીતની એકાદશી આત્માના બંધનરૂપ છે અને આવી ને આવી જ એકાદશીઓ લાખ વરસ કરવામાં આવે અને એમાં જરાય લક્ષ્યાનુકૂલ ફેરફાર ન કરવામાં આવે તો એ તદ્દન નકામી તો છે જ; પણ માણસના જીવનને વધારે બગાડી મૂકનારી નીવડે છે. માણસની વૃત્તિ ખાવા તરફ છે અને તેમાંય ખાસ કરીને સ્વાદ તરફ વધારે છે. તેને સંયમમાં લાવવાના અને જીભ ઉપર જય મેળવવાના અભ્યાસ ખાતર તો જ્ઞાની અને અનુભવી વિવેકી પુરુષોએ એકાદશી જેવાં વ્રતની યોજના કરી છે. માણસ કંઈ એકદમ સંયમી કે જિતેંદ્રિય બની શકતો નથી; એ તો હળવે હળવે અભ્યાસ કરતો કરતો સંયમ કેળવી શકે છે. એ માટે જ મહિનામાં બે વાર વા એક વાર પોતાની શક્તિ મુજબ નિર્જલા એકાદશી કરવાની આપણને સૂચના મળી વા તુલસીપત્ર ઉપર માત્ર એટલો જ ફલાહાર કરવાની છૂટ મળી. તે છૂટને આપણે સ્વાદિયા લોકોએ એટલી બધી વિકૃત કરી નાખી છે કે તેમાં એકાદશીની ગંધ પણ રહી નથી; છતાં માણસ એકાદશી કર્યાનું અભિમાન માણે છે. આનું નામ ધર્મને હણવો કહેવાય વા ધર્મને વિપરીત રૂપે ગ્રહણ કર્યો કહેવાય. જૈન લોકોમાં પણ એકાદશીની જ પેઠે ઉપવાસ વગેરે વ્રતો કરવાનું ફરમાન છે. આ ફરમાનને જે લોકો યોગ્ય રીતે નથી સમજ્યા તે લોકોએ ઉપવાસ કરવાનું તો ચાલું રાખ્યું; પણ ઉપવાસ કરવાની આગલી સાંજે પેટ ઠાંસીને ભરવાની રીત શોધી કાઢી; એટલું જ નહિ, પણ જે લોકોને ઉપવાસ કરવાનો હોય તેમને આગલી સાંજે ભારે સ્વાદીલું જમણ આપવાની પ્રથા પણ શરૂ કરી અને તેમાં પુણ્ય મળે છે એવી પણ વાત ચલાવી. ખરી રીતે એકાદશીનું વ્રત વા ઉપવાસનું વ્રત એક બાહ્ય પ્રવૃત્તિ છે; તેનો સંબંધ શરીર-પૂરતો છે, મન સાથે તેનો સીધો સંબંધ નથી. એટલે એ કેવળ બાહ્ય તપ જ ગણાય. એકલું બાહ્ય તપ કરવાથી કોઈની મનઃશુદ્ધિ વા આત્મશુદ્ધિ થતી નથી, થઈ નથી અને થવાની પણ નથી એમ શાસ્ત્રકારો પોકારી પોકારીને કહે છે. બાહ્ય તપ સાથે જ અંતરનું નિરીક્ષણ ચાલે અને ઈશ્વરનું ચિંતન થતું હોય તો સંભવ છે કે એ બાહ્ય તપ પણ મનની ઉપર થોડી ઘણી અસર કરે અને એ અસર દ્વારા મનુષ્ય ધીરે ધીરે શુદ્ધિ અને શાંતિ મેળવી શકે. પેટમાં મળ તો થોડો થોડો રહેતો જ હોય, તેને નિર્મળ કરવા ઉપવાસની ક્રિયાની યોજના કરવામાં આવી; તો સ્વાદિયા એવા આપણે લોકોએ આગલી સાંજે ઠાંસીને ખાવાની શોધ કરી દીધી; એટલું જ નહિ, Page #276 -------------------------------------------------------------------------- ________________ ધર્માચરણનો અધિકાર ક્યારે? - ૨૫૫ પણ એવી રીતે જમાડનારને સ્વર્ગની ચિઠ્ઠી પણ લખી આપવાની વાત કરી. જમાડનારો સમજે છે કે હું તો ઉપવાસ કરી શકતો નથી, તો પછી જેઓ ઉપવાસ કરનારા છે તેમને સારી પેઠે જમાડીને શા માટે પુણ્યને હાંસલ ન કરું ? આ તો થઈ આગલા દિવસની સાંજના જમણની વાત; પણ વળી પારણામાંય ખાવાની પ્રથા પાડી અને પારણું કરાવનારને પણ પુણ્યનો પાર નહિ એમ કહેવાયું. આ પરિસ્થિતિમાં પેટમાં મળ વધે કે ઘટે? જૂના મળને સાફ કરવા જ્ઞાનીએ ઉપવાસનો ઉપાય બતાવ્યો, ત્યારે અનધિકારી લોકોએ વચ્ચે ઉપવાસ રાખીને આગળ-પાછળ ખાવાની–સ્વાદલું ભારે ખાવાની વિધિ શોધી કાઢી; આને પરિણામે ન પેટ સાફ થાય, અને મનની તો પછી વાત જ ક્યાં રહી? શાસ્ત્રકારો આવા ઉપવાસ વગેરે વ્રતોને વારંવાર કાયક્લેશરૂપ નકામાં કહે છે અને ત્યાં સુધી પણ કહે છે કે આવી નરી વિવેકહીન ક્રિયાઓ કશો જ લાભ આપી શકતી નથી. છતાં આપણે ખાઉધરા અને સ્વાદિયા લોકો તે વાતને લેશ પણ કાને ધરતા નથી અને જેવું ચાલે છે તેવું વિકારવાળું વર્તન ચલાવે જ રાખીએ છીએ. બૌદ્ધોમાં પણ આવી જ સ્થિતિ વર્તે છે. બુદ્ધ ભગવાને સાધુઓને માટે નિયમ કર્યો છે કે તેઓએ બપોરે ત્રીજે પહોરે ભોજન લેવાનું રાખવું અને એક જ વાર ખાવું. આજે તેને બદલે ભિક્ષુઓ બીજું જ વર્તન ચલાવી રહ્યા છે. તેઓ ખાય છે તો એક જ વાર, પણ સાંજે તમાકુના ડૂચા મોંમાં મારે છે–જેમ મૂળો ખાય તેમ તમાકુનાં મોટાં મોટાં પાન જ ચાવી જાય છે! ચાના પણ ઉકાળા પીએ છે, ચૂનો-પાન વગેરે પણ ખૂબ ખૂબ ખાય છે. આ પદ્ધતિ મેં કોલંબોમાં નજરે જોઈ છે. આ પરિસ્થિતિ હોવાથી ધર્મના અધિકાર માટે યોગ્યતા-અયોગ્યતાનો વિચાર જરૂર આવશ્યક છે અને અસ્થાને પણ નથી. – અખંડ આનંદ, જૂન - ૧૯૫૭ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૩૪. ધર્માચરણની ભૂમિકા કોઈ પણ સામાજિક, વ્યાવહારિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિ કરનાર પ્રત્યેક માનવ પોતાની યોગ્યતા જોઈ-તપાસીને પછી પ્રવૃત્તિ કરે તો તેમાં સફળ થાય છે, અણીશુદ્ધ રીતે પાર ઊતરે છે. પોતાની યોગ્યતાનો વિચાર કર્યા વિના આંધળિયાં કરીને દોટ મૂકનાર મનુષ્ય સદા પરાભવ પામે છે અથવા આડંબરી કે દંભી બને છે. તે એટલે સુધી કે એ વાસ્તવિક પ્રવૃત્તિને નામે ખોટેખોટાં ધતિંગ ચલાવીને કેવળ ચરી ખાવાનો ધંધો ખોલે છે, અને એ રીતે તે મહાપાખંડને પોષે છે અને ઉત્તેજન પણ આપે છે. ધંધો કરનાર માણસ પોતાની મૂળ મૂડીને જોઈ-તપાસીને તે અનુસાર ધંધો કરે છે. એમ વિચાર્યા વિના ધંધો કરનાર પાયમાલ થાય છે અને થયા પણ છે. છેવટે દેવાળું કાઢે છે વા આપઘાતનું જોખમ ખેડે છે. અભ્યાસ કરનાર વિદ્યાર્થી પોતાની યોગ્યતા ન હોવા છતાં ઉપરના વર્ગમાં ચડી જાય, તો પરિણામે હંમેશાં જ્ઞાનમાં કાચો જ રહે છે અને જીવનપર્યત તે પોતાની ભૂલનો ભોગ બની રહે છે. હા, કહેવા માત્રથી તે ભલે બી. એ. કે એમ. એ. અથવા પંડિત બની જાય, પણ તેટલામાત્રથી તે કાંઈ બી. એ. અથવા એમ. એ.ની યોગ્યતા પામી શકતો નથી. આવી જ પરિસ્થિતિ આધ્યાત્મિક પ્રવૃત્તિને અંગે પણ છે. - જે લોકો ઈશ્વરમાં માને છે, પુનર્જન્મ અને આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે છે, તેઓ પોતાનો આત્મા આ જન્મમાં અને ભવિષ્યના જન્મમાં કેમ શાંતિનો લાભ મેળવે અને શી રીતે સુખી થાય તેવું પોતે સ્વયં સમજીને અથવા બીજા વિવેકી પાસેથી સાંભળીને આત્માના સંશોધનની પ્રવૃત્તિ તરફ વળે છે. આવા લોકો એ માટે શ્રવણની, મનનની, ચિંતનની, ભજનની, પ્રાર્થનાની, દાનની, યજ્ઞની, દેહદમનની, યોગસાધનાની એવી વિવિધ પ્રવૃત્તિઓ આદરે છે અને એ માટે પોતાનો કિંમતી સમય અને જરૂર પડે ત્યાં Page #278 -------------------------------------------------------------------------- ________________ ધર્માચરણની ભૂમિકા • ૨૫૭ ધનનો પણ ઠીકઠીક ખર્ચ કરે છે. આમ છતાં એવા લોકો વર્તમાન જીવનમાં આત્માને અંગે કશો વિકાસ ભાગ્યે જ સાધી શકતા હોય છે. અરે ! કેટલાક આવા લોકો તો ભોગવિલાસ અને ખટપટમાં પડી જાય છે. આનું કારણ બીજું કશું જ નથી, પણ પોતે જે પ્રવૃત્તિ પોતાના આત્માના સંશોધન માટે–આત્મા ઉપર બાઝેલા મલિનતાના થરોને દૂર કરવા માટે આદરે છે, તે માટે તેઓ પોતે યોગ્ય છે કે કેમ તેનો પણ ભાગ્યે જ વિચાર કરતા હોય છે. તેઓ તો આંધળિયાં કરીને એ પ્રવૃત્તિમાં ઝુકાવે છે અને પરિણામે થાકીને નાસ્તિક જેવા બની જાય છે. છેવટે સાધારણ નીતિનો માર્ગ પણ તેઓ છોડી દેતાં અચકાતા નથી. આ રીતે એવા લોકો ધર્મને નામે ધાડ ઊભી કરે છે. આત્માનું સંશોધન કરવા જે મનુષ્ય તત્પર બને છે, તે પોતે આત્મા છે, પણ દેહ નથી, અને દેહ તો આત્માનું એક સાધન છે, જેમ સુતારનું સાધન રંધો છે તેમ એવું ધ્યાન ધરે છે. દેહ ઉપરાંત આંખ, નાક, કાન, જીભ, ચામડી અને અંતઃકરણ એટલે ચિત્ત સુધ્ધાં આત્મા નથી, એ પણ બધાં આત્માનાં સાધનો છે. જેમ કોઈ કારીગર પોતાની પાસેનાં શુદ્ધ સાધનો દ્વારા નકામા લાગતા ખડબચડા પથ્થરમાંથી એક સુંદર મૂર્તિ ઘડી શકે છે, તેમ આત્મા પોતાનાં વિશુદ્ધ બનાવેલાં દેહ, ઇંદ્રિયો અને મનરૂપી સાધનો દ્વારા આત્માને નિર્મળ અને નિર્દોષ બનાવી શકે છે. આ માટે કઈ કઈ જાતની યોગ્યતા મેળવવાની હોઈ શકે તેના ઉત્તરમાં એ અંગે જાત અનુભવ કરનાર વિવેકી અને સંત પુરુષોએ નીચે મુજબ કેટલીક સૂચનાઓ કરી છે : પ્રથમ તો પોતે આત્મા છે પણ દેહ નથી, તેમ ઇંદ્રિયો નથી, તેમ મન પણ નથી; દેહ, ઇંદ્રિયો અને મન એ આત્મારૂપ પોતાનાં સાધનો છે એવું દૃઢ વિશ્વાસયુક્ત વલણ જોઈએ; આ મક્કમ વલણ વિના કોઈ પણ નાની કે મોટી સાધના આત્માનો વિકાસ સાધવામાં કશો ફાળો આપી શકતી નથી, એ નક્કી સમજવાનું છે. જયારે ઇંદ્રિયાદિક પોતાનાં સાધનો છે, ત્યારે સાધનો કરતાં સાધક એવા આત્માનું સામર્થ્ય વધારે જ હોવું જોઈએ—એ ન્યાયે આત્મા ઇંદ્રિયાદિ કરતાં વિશેષ બલિષ્ઠ છે એવો દઢ સંકલ્પ, એવી ભાવના નિરંતર કર્યા જ કરવી. એથી આત્માનું કહેલું ઇંદ્રિયાદિ તથા મન માનશે, પરંતુ ઇંદ્રિયાદિક અને મનનું કહેણ આત્મા નહિ સ્વીકારે–એવું પ્રભુત્વ આત્મામાં જન્મવા પામશે. આ માટે તદન પ્રાથમિક ભૂમિકા આ રીતે કેળવવી જોઈએ. કોઈ પણ આત્માર્થીએ પોતાની તમામ વ્યવહાર ન્યાયને રસ્તે સાધવો Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮૦ સંગીતિ જોઈએ; જાણી-બૂઝીને કચાંય અન્યાયનો જરાસરખો પણ આશ્રય ન લેવો જોઈએ, તેને એટલે સુધી તૈયારી દાખવવા તત્પર રહેવું જોઈએ કે ન્યાય માટે દેહ પડે તો ભલે પડે, કુટુંબ દુ:ખી થાય તો ભલે થાય, ઘરનો નાશ થાય તો પણ ભલે થાય, પણ ન્યાયમાર્ગનો આશ્રય કદી ન છૂટે : આ સૌથી પ્રથમ ભૂમિકા છે. આ જાતની ભૂમિકા મેળવ્યા વિના અને મેળવીને તેને ખૂબ કેળવ્યા વિના ગમે તેવાં ધર્માનુષ્ઠાનો, જેવાં કે યાત્રાઓ, બ્રાહ્મણ-ભોજનો, યજ્ઞો, હોમહવનો, ચંડીપાઠો, ગાયત્રીપુરશ્ચરણો, શાસ્ત્રનાં શ્રવણો, દેહદમનો વગેરે પાઈની પણ કિંમતનાં નથી, એ આત્માર્થીએ બરાબર યાદ રાખવું ઘટે. પોતાના ન્યાયમાર્ગની વાત પોતાના પ્રિય કુટુંબને પણ ધીરે ધીરે પ્રેમપૂર્વક સમજાવવી જોઈએ, અને એ રીતે કુટુંબનો પણ આત્માર્થની પોતાની સાધનામાં સહકાર મેળવવા પ્રયાસ કરવો જોઈએ. ઘણી વાર ઘણી મહેનત કર્યા છતાં, સમજાવટ છતાં, આત્માર્થી વ્યક્તિ કુટુંબને, માતાપિતાને કે ભાઈબહેનોને વા પત્નીને સુધ્ધાં સમજાવવામાં સફળ થતી નથી. તેવે વખતે દૃઢ આત્માર્થીએ જરા પણ ક્ષોભનો અનુભવ કર્યા વિના, પોતાનો ન્યાયનો આશ્રય તજ્યા વિના જ પોતાનો વ્યવહાર ચલાવવો જોઈએ, અને તેમ કરતાં જે આપત્તિ વા અગવડો આવે તે સહેવા તૈયાર રહેવું જોઈએ. એવી આપત્તિ કે અગવડો પોતે જ વધારે સહન કરવા તત્પર બનવું જોઈએ, અને કુટુંબને માથે એવી આપત્તિ વા અગવડો ઓછી પડવા દેવી. ધારો કે ઘરમાં ઘી ઓછું છે; ઘીના માપ કરતાં ખાનાર વિશેષ છે. એટલે બધાંને ઘી પહોંચે એમ નથી. એવી સ્થિતિમાં આત્માર્થી ઘી નહિ જ ખાય, પણ તે પોતાનાં ભાઈભાંડુને વા માતપિતાને વા પત્નીને તે પ્રથમ આપશે. એમ કરતાં નહિ વધે તો પ્રસન્ન ભાવે ઘીનો ત્યાગ કરશે. પણ અન્યાયના સાધન દ્વારા ઘી મેળવવા કદી પણ પ્રયાસ નહિ જ કરે. યોગશાસ્ત્રકારો પોકારી પોકારીને કહે છે કે ન્યાયયુક્ત વ્યવહાર વિના એવા ધર્માચરણની યોગ્યતા આવતી નથી, કે જે ધર્માચરણ દ્વારા આત્માનું સંશોધન કરીને તેને બ્રહ્મરૂપ બનાવવા પ્રયાસ કરવાનો છે. આ ન્યાયના અવલંબનના ગુણ અંગે એવો દૃઢ વિશ્વાસ થવો જોઈએ કે પ્રાણત્યાગ ભલે થાય, પણ ન્યાયનો માર્ગ ન તજું. આવી વૃત્તિ કેળવવા સારુ આત્માર્થી માનવે શિષ્ટ પુરુષોના આચારોની પ્રશંસા કર્યા કરવાની વૃત્તિ કેળવવી જોઈએ. એટલે પોતાનાં આચરણોને ઠીક કરવા શિષ્ટ પુરુષોનો નિરંતર સમાગમ કરતા રહેવું જોઈએ. શિષ્ટ એટલે સફાઈદાર ભાષા Page #280 -------------------------------------------------------------------------- ________________ ધર્માચરણની ભૂમિકા • ૨૫૯ બોલનારા નહિ, તેમ બહારની ટાપટીપથી સંસારને આંજી દેનાર વા કેવળ સંસ્કૃત ભાષા બોલનાર પંડિતો જ નહિ, તેમ માગધી વા પાલિ ભાષાના પંડિતો વા વેદો, ઉપનિષદો વા બીજાં ધર્મપુસ્તકોના પોપટિયા પાઠી નહિ; પરંતુ સંસારના વૃત્તને જેઓ બરાબર તટસ્થપણે સમજનારા છે, વિદ્યાવંત છે અને મેળવેલી વિદ્યાને, જ્ઞાનને આચરણમાં લાવનારા છે, અનુભવે કરીને ઘડાયેલા છે, અને સેવાઓ દ્વારા જેમણે વિશુદ્ધ શિક્ષણ મેળવેલું છે, તેવાઓને યોગશાસ્ત્રકારો શિષ્ટ કહે છે. એ શિષ્ટોને ઓળખવાનાં નિશાન આ છે : (૧) લોકોમાં પોતાનો અપવાદ થાય તેવું કાંઈ પણ નાનું-મોટું સ્વાર્થસાધક કામ નથી કરતા. (૨) દીન, અનાથ અને રોગીઓને સહાયતા કરવામાં આદરઉત્સાહ બતાવે છે. (૩) કોઈએ પોતા ઉપર કરેલ નાના-સરખા ઉપકારને પણ કદી ન ભૂલનારા, હઠાગ્રહ ન કરનારા અને બીજાને અનર્થકારી એવી પોતાની હઠને તજી દેનારા હોય છે. આવી ભાવના અને કર્તવ્યબુદ્ધિ વા કર્તવ્યનિષ્ઠા જેમનામાં હોય તેમને શિષ્ટ પુરુષો સમજવાના છે. આત્માર્થી આત્મશોધક માનવ આવા પ્રકારના શિષ્ટોના આચારો તરફ પોતાનું વલણ થાય તે અર્થે તેમના આચારોની વારંવાર પ્રશંસા કરવા સાથે તેમના સમાગમમાં નિરંતર રહે તો જ તે ન્યાયમાર્ગના આલંબનને નિરંતર ટકાવી શકે અને ન્યાયપ્રિય બનીને ચુસ્તપણે ન્યાયપુર સર વ્યવહાર કરનારો બની શકે. આત્માર્થી પાપોથી ડરનારો હોવો જોઈએ. જે પાપભીરુ હોય તેને જ ઉપર જણાવેલા શિષ્ટ પુરુષોનો સમાગમ અસરકારક નીવડે છે. જેઓ પાપભીરુ નથી હોતા તેમને સાક્ષાત્ ઈશ્વર પણ ન્યાયના માર્ગે વાળી શકતો નથી. માટે આત્માર્થી વ્યક્તિ શિષ્ટોનો સમાગમ તો જરૂર નિરંતર રાખે; ઉપરાંત એવો સમાગમ સફળ કરવો હોય વા એવા સમાગમની અસર પોતાના ઉપર થવા દેવી હોય તો આત્માર્થી મનુષ્ય પાપભીરુ બનવું જ જોઈએ, એટલે કે પાપવૃત્તિઓથી અને તેવી વૃત્તિઓથી થતાં કાર્યોથી દૂર હઠતા રહેવામાં જ બહાદુરી બતાવવી જોઈએ. પાપભીરુ રહેવાનું એકલું નહિ ચાલી શકે, પરંતુ તે સાથે આત્માર્થી જે દેશમાં વસતો હોય તે દેશની ભાષા, તે દેશની રહેણીકરણી, તે દેશનો પહેરવેશ અને પોતાના દેશમાં પ્રચલિત એવા સદાચારને બાધ ન આવે એવો તમામ દેશાચાર તેણે બરાબર પાળવો જોઈએ. ભારતવર્ષમાં રહીને કોઈ પણ કારણ વિના માત્ર આંધળિયા અનુકરણ દ્વારા પરદેશી ભાષા, પરદેશી Page #281 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ - સંગીતિ રહેણીકરણી, પરદેશી પોષાક અને એવો જ બીજો પરદેશી ખાનપાન વગેરેનો આચાર નિરંતર વર્કવો જોઈએ. વળી, પોતાના દેશ, ભાષા તથા પોતાના દેશના લોકો પ્રત્યે પોતાનું શું કર્તવ્ય છે, અને તે કર્તવ્યને પૂરેપૂરું વફાદાર એવું પોતાનું આચરણ છે કે નહિ, તેમ બરાબર વિચારીને જ્યાં જેટલી ખામી હોય તે તમામ દૂર કરીને પાકા સ્વદેશી બની જવું જોઈએ. ભારતવર્ષની જનસંખ્યા ઘણી મોટી છે, એટલે તે તમામ લોકોની પાસે પહોંચી શકે તેવો કોઈ ઉદ્યોગ ન હોય તો લોક બેકાર રહે, અને બેકાર રહેનાર લોકોમાં સદાચરણોની ટેવ ટકતી નથી; એટલું જ નહિ, પણ તેઓ ખોટે રસ્તે પણ ચડી જાય છે. આમ થતાં ન્યાયનું ધોરણ નીચે ઊતરે છે. એટલે દેશાચાર તથા દેશપોષક ઉદ્યોગ અને દેશી રીતભાત તરફ આત્માર્થી મનુષ્ય પૂરતું લક્ષ્ય આપવું ઘટે. - દેશાચાર તરફના દઢ સદાગ્રહ સાથે આત્માર્થીમાં કોઈની પણ વ્યક્તિગત કે પક્ષગત નિંદા કરવાની લેશ પણ વૃત્તિ ન હોવી જોઈએ. નિંદા એ એવો દુર્ગુણ છે જેથી નિંદા કરનાર તથા તેને સાંભળનાર, અને તેને ઉત્તેજન આપનાર, એ ત્રણેનો અધ:પાત થયા વિના રહેતો નથી. માણસ બહુ બહુ તો દોષોની નિંદા કરી શકે, અને તે પણ એટલા માટે કે તેના તરફ ધૃણા પેદા થાય અને પરિણામે ધૃણિત દોષોનો ઝટ ત્યાગ કરી શકાય. દોષવાન વ્યક્તિ વા સમૂહની કદીય નિંદા ન કરવાની ટેવ પ્રત્યેક આત્માર્થીમાં અથવા ધર્મનો અધિકાર મેળવનારમાં હોવી જ જોઈએ. આમ નિંદા કરવાની વૃત્તિને મોટો દુર્ગુણ સમજી તેનો ત્યાગ તત્કાળ કરવો જ રહ્યો. એ રીતે કરેલા ત્યાગને ચુસ્ત રીતે વળગી રહી તેને કાયમ ટકાવી રાખવાનું બળ સદાચારી પુરુષોની પ્રશંસા કર્યા કરવાથી અને વિવેકપૂર્વક તેમની સોબતથી આવે છે અને વધે છે. તેથી આત્માર્થી મનુષ્ય ગુણપ્રશંસક બનવા સાથે અને નિંદાનો ત્યાગ કરવા સાથે, કોઈ પણ દેશ, વેશ, ભાષા, ધંધો કે કોમ વગેરેને પ્રધાન સ્થાન આપ્યા વિના જે કોઈ સદાચારી મનુષ્ય હોય તેનો સંગ સદા રાખવો જરૂરી છે. સદાચારી લોકો અમુક કોઈ દેશમાં જન્મથી પાકે છે એવું નથી, તેમ અમુક જાતનો વેશ પહેરવાથી મનુષ્ય સદાચારી બને છે એવું નથી. તે જ પ્રકારે માણસ અમુક જાતની ભાષા બોલનારો વા અમુક જાતનો ધંધો કરનારો વા અમુક જાતના રંગવાળો વા અમુક વંશનો, કુળનો કે જાતનો છે માટે તે સદાચારી જ હોય તેવું પણ નિયત રીતે દેખાતું નથી. Page #282 -------------------------------------------------------------------------- ________________ ધર્માચરણની ભૂમિકા • ૨૬૧ તેથી સદાચારીની પરીક્ષા કોઈ દેશ, વેશ કે રંગ વગેરે ઉપર નિર્ભર નથી. એ તો પ્રત્યક્ષ વ્યવહાર અને આચરણ ઉપર નિર્ભર રહે છે. તેથી ગમે તે દેશનો ગમે તેવા વેશવાળો કે રંગવાળો મનુષ્ય સદાચારી હોઈ શકે છે. તો એવા સદાચરણી મનુષ્યોનો સહવાસ-સમાગમ આત્માર્થીને ધર્મનો અધિકાર મેળવવાની તૈયારીમાં ઘણો જ ઉપયોગી છે. બીડીનું વ્યસન છોડનારે બીડી પીનારાઓની સોબત છોડવી જ રહી અને નહિ બીડી પીનારાઓની સોબતમાં વધારે આવવું રહ્યું. એને માટે પીનારા કરતાં નહિ પીનારા વિશેષ ઉત્તમ પ્રકારના છે. આવા સંગના અધિક પ્રસંગથી જ આત્માર્થીમાં જે સદાચરણોનો રંગ લાગવા લાગ્યો હોય તે વધારે દઢ અને સ્થિરમૂળ થવા લાગે છે. આ સાથે દરેક આત્માર્થી અને ધર્મનો અધિકાર મેળવવાનો પ્રયાસ કરનાર માનવ પોતાનાં માતા-પિતાનો પૂજક હોવો જોઈએ. બીજા ગુણો કેળવવા સાથે માતાપિતા તરફનો આદર, ભક્તિભાવ અને તેમને પ્રત્યક્ષ પરમેશ્વર સમાન માનવાની વૃત્તિ જેમાં ન ઉદ્ભવે તેને આત્માર્થી કેમ કરીને કહેવો? અને એવો મનુષ્ય ધર્મનો અધિકારી થઈ જ કેમ શકે? યોગશાસ્ત્રો તે કહે છે કે માતાપિતાનો જે આવો પૂજક ન હોય અને દ્રોહી હોય તે આત્માર્થી હોઈ જ શકતો નથી, પછી તેના ધર્માના અધિકારી બનવાની વાત જ ક્યાં રહી? આ વિશે કોઈ પણ શાસ્ત્રનો મતભેદ નથી. ઉપરના ગુણો કેળવવા સાથે નિંદનીય એવી કોઈ પ્રવૃત્તિ તરફ આત્માર્થીનું થોડું પણ વલણ ન હોવું જોઈએ, અને જો હોય તો તેને દૂર કરવા ભારે પ્રયત્ન કરવો જરૂરી છે. જે જે યોગ્યતા ઉપર દર્શાવેલી છે, તે તમામ યોગ્યતા ત્યારે જ મેળવી શકાય, વા મેળવેલી હોય તો તે ત્યારે જ ટકી શકે, જયારે એ આત્માર્થી પોતાના વા પોતાના સ્વજનોના પોષણ નિમિત્તે એવી કોઈ પ્રવૃત્તિને વરેલો હોય કે જે પ્રવૃત્તિ દ્વારા ન્યાયપૂર્વક થતા ધનાર્જનની સહાયથી પોતાનો વ્યવહાર ચાલી શકતો હોય. એટલે, આત્માર્થી મનુષ્ય-ધર્મનો અધિકાર મેળવવા સાર નિષ્ક્રિય બની જાય અને પોતાના વા પોતાના સ્વજનોનાં પોષણની જવાબદારી અદા કરવામાં બેદરકાર રહેવા આળસ કરે તો જે ગુણો તેણે મેળવેલા હશે તે પણ બધા જ ફોગટ જવાના. એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગશાસ્ત્રકાર કહે છે કે ધર્મનો અધિકાર મેળવવા ઇચ્છતા આત્માર્થી ગૃહસ્થ ધનાર્જન કરવું જરૂરી છે, પણ તે ન્યાયને જ માર્ગે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ • સંગીતિ અન્યાયી રીતે ધનાર્જન કરીને ધર્માધિકાર મેળવવા જનારમાં ઘણી વાર બેદરકારી, બિનજવાબદારી, સ્વછંદ, આળસ, હરામીપણું અને સામાજિક દષ્ટિએ પોતાના કર્તવ્ય અંગે બેભાનપણું તથા જેઓ તરફ પોતાની દઢ મમતા છે એવાં સ્વજનો પ્રત્યે બિનવફાદારી વગેરે દુર્ગુણો પેદા થવાનું જોખમ રહેલું છે. માટે જ આત્માર્થીને માટે પોતાના અને કુટુંબના ન્યાયપૂર્વકના પોષણ વિશે ભાર મૂકવામાં આવેલ છે. આ રીતે ધનાર્જન કરનારે પોતાની આવક અને જાવક અંગે બરાબર સાવધાન રહેવું જોઈએ અને એવી જાગૃતિ સતત રાખવી જોઈએ કે જાવક હંમેશાં આવકથી ઓછી જ રહે અને કદી પણ વધવા તો ન જ પામે.. યોગશાસ્ત્રકારો આ અંગે વિશેષ સ્પષ્ટતા કરતાં જણાવે છે, કે આત્માર્થી મનુષ્યનાં અડોશી-પડોશી ઉત્તમ પ્રકારનાં હોવાં જોઈએ અને તેણે એવા ઘરમાં રહેવાનો વિશેષ આગ્રહ રાખવો જોઈએ કે જ્યાં અડોશી-પડોશી ઓછાં ખર્ચાળ અર્થાત્ ઉડાઉ નહિ તેમ કંજૂસ પણ નહિ, પરસ્પર સહાનુભૂતિવાળાં, ગુણગ્રાહક અને ખાસ કરીને આપત્તિમાં સહાયતા કરનાર હોય. આવા પડોશમાં વસનારો આત્મશોધક મનુષ્ય મિતવ્યયી હોવો જોઈએ. જો તે મિતવ્યથી ન હોય અથવા તેવો ન રહી શકતો હોય, તો તેને ધર્મનો અધિકાર મળવાનો મુદ્દલ સંભવ નથી. આવકનો વિચાર લક્ષ્યથી દૂર કરી જાવકને જ વધારનાર મનુષ્ય કદી આત્માર્થી તો ઠીક પણ સામાન્ય માનવ જે રીતે વર્તતો હોય છે તે રીતે વર્તી શકતો નથી અને ધર્મનો અધિકારી બની શકતો નથી. આવો જાવક અને આવકનાં સરખાં પલ્લાં રાખનારો વા જાવકને ઓછી રાખનારો અર્થાત્ સાદી રીતે રહેનારો મનુષ્ય પોતે એવો જ પહેરવેશ પહેરશે જે તેની આવકના પ્રમાણમાં બિલકુલ સાદો હોય. કોઈ બીજાઓ ઉપર રોફ મારવા કે પ્રભાવ પાડવા પોષાક કરતાં આચરણ જ વિશેષ ઉપયોગી હોય છે, એમ સમજીને તે આત્માર્થી ગૃહસ્થ કદી પણ ઉછાંછળો વા પરદેશના કેવળ અનુકરણથી પ્રચાર પામેલો વેશ-પહેરવેશ કદી પણ નહિ પહેરે; એટલું જ નહિ, પણ શરીરની કોઈ પણ ટાપટીપ એ બીજાઓને પોતા તરફ ખેંચવા વા વ્યામોહમાં પાડવા કદી નહિ જ કરે; એટલું જ નહિ, પણ તેનું વિશેષ ધ્યાન શરીરના અને મનના આરોગ્યને ટકાવવા તરફ રહેશે, અને પોતાની વેશભૂષા વા કેશકલાપ વા નખ વગેરેનું સૌંદર્ય તે, આરોગ્યને ધ્યાનમાં રાખીને જ કરશે. તે એમ સમજી જ લેવાનો કે ઉછાંછળો વેશ Page #284 -------------------------------------------------------------------------- ________________ ધર્માચરણની ભૂમિકા • ૨૬૩ પોતાને હાનિકર્તા નીવડે છે અને બીજા જોનારાઓને પણ ઘણી વાર અનીતિના ખાડામાં ઉતારી પાડે છે. એટલે સાદાઈથી રહેવા તે વિશેષ સાવધાન રહે છે. વળી તે સ્વતંત્ર વિચારક હોવો જોઈએ. કોઈનું અનુકરણ કરીને અંધ અંધને અનુસરે એમ વિના સમયે કે વિચાર્યું કોઈ અંધાનુકરણી ન હોવો જોઈએ. એટલે તે પોતાના ધ્યેયને અંગે નિરંતર કાંઈ નવું નવું સાંભળવાની વા જાણવાની વૃત્તિવાળો હોવો જોઈએ. જે સાંભળેલું હોય તેને બરાબર ગ્રહણ કરનારો પણ તે હોવો જોઈએ અને ગ્રહણ કરેલા વિચારને બરાબર સ્મૃતિમાં સંઘરવારો અને તેની ઉચિતતા અંગે તર્કવિતર્ક કરનારો પણ એ આત્માર્થી હોવો જોઈએ. જો તે આવો જાગ્રત ન હોય તો જરૂર ધર્મને નામે ચાલતા વહેમોમાં ફસાઈ પડવાનો અને ધર્મથી તદ્દન અવળે માર્ગે જ દોરાઈ જવાનો. ઘણા લોકો નહાવામાં ધર્મ માને છે તથા ઘણા એવા પણ લોકો છે કે જેઓ દેવદેવીઓ પાસે જીવતાં પશુઓને કાપવામાં અથવા આગમાં હોમી દેવામાંય ધર્મ સમજે છે. એ માણસના અવિચારનું જ પરિણામ છે. આવા વિચાર-સ્વાતંત્ર્ય સાથે તેણે નિયમિત ધર્મશાસ્ત્રનું શ્રવણ પણ કરતાં રહેવું જોઈએ. ધર્મનો અધિકાર મેળવવા મથતો મનુષ્ય આવો હોવા સાથે મિતાહારી, નિયમિત એટલે વખતસર ભોજનપાન કરનારો અને અજીર્ણ થતાં જ ભોજનનો ત્યાગ કરનારો હોવો જોઈએ. આવો ન હોય તો તે નિરંતર માંદો જ રહેવાનો; તે તેનો વ્યવહાર કથળે જ. અને વ્યવહાર કથળતાં નીતિનું ધોરણ નાશ પામે અને છેવટે એવો માણસ, એક પગથિયું ચૂકેલો જેમ છેક નીચે આવીને પડે છે, તેમ નીચી સપાટીએ પહોંચી જાય છે. ઉપર કહ્યો તેવો મિતાહારી, પાપભીરુ અને સદાચારોની પ્રશંસામાં તત્પર રહેનારો આત્માર્થી ગૃહસ્થ વેવલો વૈરાગી હોય તે તેના હિતમાં નથી, તેમ પૈસા પાછળ જ આંધળો થઈને પડનારો હોય તો તેનો આત્માર્થ જ ક્યાં રહ્યો ? અને વિશેષ ભોગો-ઉપભોગો તરફ તેનું વલણ હોય તો પણ આત્માર્થ ન ટકે. આ અંગે યોગશાસ્ત્રકાર કહે છે કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેમાં પરસ્પર અવિરોધ રહે એ રીતે તેમને સાધનારો હોય. સામાજિક નિષ્ઠા, કુટુંબનિષ્ઠા, સ્વાસ્થનિષ્ઠા, ન્યાયનિષ્ઠા તથા વિદ્યાનિષ્ઠા વગેરેને હાનિ નહિ પહોંચાડીને અર્થનું ઉત્પાદન કરવું તેનું નામ ધર્મ. તે ધર્મને અબાધિત રાખીને કરાતી અર્થપ્રાપ્તિ ન્યાયમાર્ગે કરી કહેવાય. ન્યાયમાર્ગે Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ૦ સંગીતિ અર્થપ્રાપ્તિ કરવા સાથે ‘શિષ્ટાચરિત મર્યાદા'ને સાચવીને તમામ ઇંદ્રિયોને રસયુક્ત પ્રીતિ-તૃપ્તિ મળે એ રીતે અર્થનો વ્યય કરવો તેનું નામ ધર્મને અબાધિત રાખીને કામનું અર્જન કર્યું કહેવાય. અને અર્થ તથા કામને બાધા નહિ પહોંચાડીને દાન વગેરે ધર્મોનું આચરણ કરવું તેનું નામ ઉચિત ધર્માચરણ કહેવાય. ગૃહસ્થાશ્રમી નિરંતર દેહદમન કર્યા કરે તે તેના ગૃહસ્થાશ્રમને ઉચિત ન ગણાય. તાત્પર્ય એ, કે આત્માર્થી ગૃહસ્થે ધર્મને, અર્થને અને કામને એવી રીતે અનુભવવા કે જેથી એ ત્રણમાંના કોઈ પણ પુરુષાર્થને હાનિ ન પહોંચે. જે માણસ પોતાના સહાયકો તથા કુટુંબ અને નોકરવર્ગને અતિશય પીડા આપીને અર્થનું ઉપાર્જન કરતો હોય અને એક દમડીનો પણ સ્વ કે પર માટે ઉપયોગ ન કરતો હોય તેવો માણસ મહાકંજૂસ કહેવાય; કોઈ રીતે તે આત્માર્થી ન કહેવાય. આમ ત્રણે વર્ગને સાધનારો આત્માર્થી અતિથિનો પૂજક ન હોય તો તેનો આત્માર્થ તદ્દન ઝાંખો જ સમજવો, નિસ્તેજ સમજવો. તે પોતાને આંગણે ચડી આવનાર અતિથિનો નાત, જાત, ભાષા, ધર્મ કે બીજી એવી પરિસ્થિતિઓને વચ્ચે લાવ્યા વિના જ સમવૃત્તિપૂર્વક આદર તથા બહુમાન કરનારો હોવો જોઈએ. આ ગુણ મનુષ્ય ન કેળવે તો તે ધર્મનો અધિકારી શી રીતે બની શકે ? સમવૃત્તિનું જ નામ વાસ્તવિક ધર્મ છે. તે જ્યાં ન હોય ત્યાં ધર્માચરણનો સંભવ નથી. અતિથિપૂજક અધિકારી સંતજનો તરફ ઉદાર વૃત્તિવાળો હોવો જોઈએ તથા દીન લોકો તરફ પૂરતી સહાનુભૂતિ રાખી દાન આપનારો તથા તેમની સેવા કરનારો હોવો જોઈએ. જો તે આવો દાતા ન હોય તો તે ધર્મનો અધિકારી કોઈ પણ રીતે કેમ હોઈ શકે ? અતિથિપૂજક તથા દાતા એવો મનુષ્ય કદી કોઈ પણ રીતે ગમે તે મુદ્દા પ્રત્યે દુરાગ્રહી ન જ હોવો જોઈએ. વળી તે મનુષ્યગુણોનો વિશેષ પક્ષપાતી હોવો જોઈએ. અભિનિવેશ વિનાનો તથા સ્વ કે પરની પરિસ્થિતિના બળાબળને સમજીને દેશ વિરુદ્ધની કે કાળ વિરુદ્ધની તમામ ચર્ચાને ટાળનારો પણ હોવો જોઈએ. આ સાથે એ મનુષ્ય ચારિત્ર્યસંપન્ન તથા જ્ઞાનવૃદ્ધ લોકો તરફ વિશેષ આદર રાખનારો અને તેમનો પૂજક પણ હોવો જોઈએ. તથા જેમની જેમની જવાબદારી તેણે પોતા ઉપર લીધેલી છે, અથવા સામાજિક રીતે જેમની જવાબદારી પોતાના ઉપર આવેલી હોય તેવા તમામ પોષ્ય લોકોનો એટલે Page #286 -------------------------------------------------------------------------- ________________ ધર્માચરણની ભૂમિકા • ૨૬૫ જેમનું પોષણ કરવાનું છે તેમનો તે આદરપૂર્વક પોષક હોવો જોઈએ. તથા દીર્ઘદર્શી અને વિશેષતાઓને સમજનારો એટલે કે સારાસાર, કાર્યાકાર્ય, હેયઉપાદેય વગેરેની વિશેષતાને પૂરો સમજનાર હોવો જોઈએ. પોતાના ગુણદોષને બરાબર પિછાણનારો હોવો જોઈએ, પોતા ઉપર કોઈએ કરેલા નાના સરખા ઉપકારને પણ કદી ન ભૂલે એવો કૃતજ્ઞ હોવો જોઈએ. લોકપ્રિય એટલે લોકોનાં દુઃખસુખમાં ભાગીદાર વા સહાનુભૂતિવાળો હોવો જોઈએ, વડીલોની આંખની શરમ રાખનારો હોવો જોઈએ. એટલે કોઈ અનુચિત પ્રસંગ આવી જતાં વડીલો તેને એટલું જ કહે કે “ભલા માણસ ! તને આ શોભે ?” આટલામાત્રથી તે, એ પ્રસંગથી અટકી જવાની વૃત્તિવાળો હોવો જોઈએ. દયાવાળો, સૌમ્ય પ્રકૃતિનો અને પરોપકાર કરવામાં તત્પરતા દાખવનારો પણ હોવો જોઈએ. તથા કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ એ છ અંદરને શત્રઓથી તે દૂર રહેનારો હોય તો જ તેનાથી ધર્મના અધિકારી થઈ શકાય. માણસ પરસ્ત્રી અથવા પરપુરુષ તરફ કામવાસનાને અંગે વિચાર કરે અથવા અપરિણીત સ્ત્રી તથા પુરુષો તરફ કામવાસનાને અંગે વિચાર કરે તેનું નામ કામ પુરુષાર્થ. પોતાનો દોષ છે કે બીજાનો દોષ છે એ બાબત ક્ષણ પણ વિચાર કર્યા વિના એકાએક કોપ કરવો તેનું નામ ક્રોધ. જયાં દાન દેવાની જરૂર છે ત્યાં પોતાના ધનનો ઉપયોગ ન કરવો અને કોઈ પણ યુક્તિપ્રયુક્તિ દ્વારા કોઈ પણ ખાસ કારણ વિના બીજા પાસેથી ધન પડાવી લેવું તેનું નામ લોભ. દુરાગ્રહ રાખવો અથવા યુક્ત વાતનું તરત ગ્રહણ ન કરવું તેનું નામ માન. પોતાના કુળનો, બળનો, વૈભવનો, રૂપનો કે વિદ્યાનો અહંકાર કરવો તેનું નામ મદ. નિમિત્ત વગર બીજાને સતાવી તેમાં આનંદપ્રમોદ માનવો, કોઈને દુઃખી જોઈને મનમાં હર્ષ કરવો અથવા જુગાર રમીને વા શિકાર કરીને મનને સંતોષ પમાડવો તેનું નામ હર્ષ. આત્માર્થી ગૃહસ્થો માટે આ છ વૃત્તિઓ અંદરના શત્રુ છે. એ છ અંતરંગ શત્રુઓથી દૂર રહેનારો અને પોતાની ઇંદ્રિયોને વશમાં રાખવાનો અભ્યાસ રાખનારો ગૃહસ્થધર્મનો અધિકારી હોઈ શકે છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ • સંગીતિ ઉપર જણાવેલી બધી યોગ્યતા જેનામાં હોય વા એમાંની પ્રધાન-પ્રધાન બેચાર યોગ્યતાઓ પણ જેનામાં હોય અથવા પ્રથમ યોગ્યતા જે ન્યાયપરાયણતાની છે, નીતિ-નિષ્ઠાની છે અને સત્યપ્રિયતાની છે તે એકલી એક યોગ્યતા પણ જેનામાં હોય તે માણસ ગૃહસ્થ ધર્મના આચરણનો અધિકારી છે, બીજો નહીં. ઉપર વર્ણવેલી એવી કોઈ પણ યોગ્યતા અથવા પ્રથમ યોગ્યતા પણ જેનામાં ન હોય તે મનુષ્ય કોઈ કાળે ધર્માચરણનો અધિકારી બની શકતો નથી. છતાંય જો એવો તદન યોગ્યતા વિનાનો માનવ ધર્માચરણ કરવા પ્રયત્ન કરે તો તે રાખ ઉપર લીંપણ કરવા બરોબર છે. જેમ રાખ ઉપર જરા પણ લીંપણ કદી પણ થઈ શકતું નથી, તેમ ઉપર જણાવેલી એક પણ યોગ્યતા જેનામાં નથી વા પ્રથમ યોગ્યતા પણ જેનામાં નથી તેવો કોઈ પણ મનુષ્ય ધર્માચરણને લાયક બની શકતો નથી. આ ઉપરથી ફલિત એમ કરી શકાય કે નિરાશ કે હતોત્સાહ ન થતાં અને પાછા હઠવું પડે તો તેમ કરીને પણ આત્માર્થી ગૃહસ્થ ધર્મનો અધિકાર મેળવવા, ઉપરની યોગ્યતા મેળવવા સારુ પ્રથમ પ્રયાસ કરવો અત્યંત જરૂરી છે. – અખંડ આનંદ, માર્ચ - ૧૯૫૮ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૩૫. બુદ્ધિમાન્ વણજારો (આત્માએ સાચી દિશામાં આદરેલો પ્રવાસ આ દેહ ખાખ થઈ ગયા પછી પણ ચાલુ રહે છે અને ઉત્તરોત્તર વિકાસ પામી કોઈ એક જન્મમાં પૂર્ણત્વને પામે છે. આવી કોઈ વિચારસરણીને આધારે ભગવાન બુદ્ધના પૂર્વજન્મની ધર્મકથાઓનો જન્મ થયો છે. જાતિ કે વર્ણનો ભેદ બુદ્ધિની ખિલવણીને કે પ્રજ્ઞાની પારમિતાને માન્ય નથી એ વાત બુદ્ધદેવે પોતાના આ પૂર્વજન્મમાં સિદ્ધ કરી છે. પાલી ભાષાના અભ્યાસી પંડિતજીએ અનેકમાંની એક જાતક-કથા અહીં રજૂ કરી છે.) પૂર્વે કાશી દેશમાં રાજા બ્રહ્મદત્તનું રાજ ચાલતું હતું. ત્યારે બોધિસત્ત્વ એક વણજારાના કુળમાં અવતર્યા હતા. જ્યારે તે નિશાળે જવા જેવડા થયા, ત્યારે તેમને ગુરુ પાસે નિશાળે ભણવા બેસાડ્યા. ભણીગણીને પ્રવીણ થયા પછી માતાપિતાએ તેમને ગુણે અને સ્વભાવે સરખી એવી એક કન્યા પરણાવી. પછી તો લગ્ન બાદ તેઓ પોતાનાં માતાપિતાની સંમતિ મેળવી પોતે આગવો વેપાર કરવા લાગ્યા. માલની પાંચસો પાંચસો ગાડીઓ ભરી પૂર્વથી ઠેઠ પશ્ચિમમાં જવા લાગ્યા અને પશ્ચિમમાંથી માલસામાનની પાંચસો પાંચસો ગાડીઓ ભરીને પૂર્વમાં આવવા લાગ્યા. એ જ પ્રકારે ઉત્તરમાં અને દક્ષિણમાં પણ પોતાનો મોટો વેપાર ખેડવા લાગ્યા. એમના જ વખતમાં કાશીમાં એક બીજો પણ વણજારો છોકરો વેપાર ખેડતો હતો. એ છોકરો મૂરખ, જડ અને બુદ્ધિહીન હતો. એક વખત બોધિસત્ત્વ વણજારાએ કરિયાણાનો કિંમતી માલસામાન ભરી પાંચસો ગાડીઓ લઈ પરદેશમાં જઈ વેપાર ખેડવાની તૈયારી કરી, ત્યારે પેલા વણજારાનો બુદ્ધિહીન છોકરો પણ માલની પાંચસો ગાડીઓ ભરીને પરદેશ જવા તૈયાર થયો. આ સમાચાર સાંભળતાં જ બોધિસત્ત્વની તરત-બુદ્ધિએ વિચાર્યું : ‘અમે બંને વણજારા એક સાથે પ્રવાસ ખેડીશું તો કોઈને લાભ તો નહીં થાય; ઊલટું Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ • સંગીતિ નુકસાન થશે અને પ્રવાસમાં પણ ભારે હાડમારી રહેશે. એક સાથે હજાર ગાડીઓ ચાલે એવો પૂરતો સારો રસ્તો હોવાનો સંભવ નથી; ને વળી સાથે આવનારા હજારથી વધુ સાથીદારો, ગાડીવાળા તથા બે હજારથી પણ વધુ પશુઓ, બળદ, ગાય વગેરે માટે રસ્તે પૂરતું બળતણ, ખોરાક, ઘાસચારો, પીવાનું ચોખ્ખું અને મીઠું પાણી પણ મળવું મુશ્કેલ છે. વળી, માલ વેચવામાં જો એ પેલો છોકરો હરીફાઈ કરવા લાગે તો પૂરી કિંમત પણ હાથમાં ન આવે; એટલે નફો લેવા જતાં ખોટ ખાઈને જ પાછું આવવું પડે. એથી કાં તો એ પહેલો જાય અને કાં તો હું પહેલો જાઉં; પણ બંને સાથે તો હરગિજ નહિ ચાલીએ.' આવું વિચારી પાકો નિર્ણય કરી તેમણે પેલા બીજા વણજારાને બોલાવ્યો અને પૂછ્યું : “ભાઈ, શું તમે પહેલાં જવાના છો કે હું પહેલો જાઉં ? આપણે બંનેએ એક સાથે ચાલવું ઠીક નહિ. માટે બોલો, તમે જે નક્કી કરો તે મારે કબૂલ છે.” પેલા છોકરાને વિચાર આવ્યો : હું પહેલો જાઉં તો મને વિશેષ ફાયદો થશે. વણખેડાયેલા ને સારે રસ્તે મુસાફરી કરવાનું મળશે, બળદોને તાજું ઘાસ મળશે, મારા માણસોને ખાવા માટે સારો ભાજીપાલો, શાક, ફળો વગેરે પણ મળશે, ચોખ્ખું પાણી મળશે; અને સૌથી મોટો તો લાભ એ છે કે હું મારો સામાન વેચીને મનમાન્યો નફો પણ મેળવી શકીશ.' મનમાં આવી બધી ગડીઓ બેસાડી પેલા વણજારાએ બોધિસત્ત્વને જણાવ્યું : “હે આર્ય ! આપણે બંને સાથે ચાલત તો તો ઠીક થાત. કહેવત છે કે એક કરતાં બે ભલા. મને પણ તમારો સંગાથ થવાથી ઘણું જાણવાનું મળત. પણ આપણે બંને સાથે જઈએ એ તમને જ્યારે પસંદ નથી પડતું ત્યારે હું જ પહેલાં જાઉં એવો મારો વિચાર છે.” તેનો આ વિચાર સાંભળી બોધિસત્વે તેને પહેલા જવાની સંમતિ આપી અને પાછળ જવાથી શા શા લાભ છે તે વિશે પણ વિચારી જોયું, તો તેમને ચોખ્ખું જણાયું કે પાછળ જવાથી ઘણાઘણા ફાયદા છે : “પહેલું તો એ કે રસ્તામાં જ્યાં ખાડાખડિયા હશે તે બધું આ પહેલો જનાર સરખું કરી નાખશે એટલે મને સરખા રસ્તાનો લાભ મળશે. બીજું, આગળ જનારના બળદો ઘરડું કડક ઘાસ ખાઈ જશે એટલે મારા બળદોને તાજું અને કૂણું ઘાસ ખાવા મળશે. આગળ જનારના માણસો ભાજીપાલો વગેરે તોડી લેશે અને તેની જગ્યાએ જે કૂણો તાજો ભાજીપાલો તથા ફળો વગેરે થશે તે મારા માણસોને ખાવા મળશે. પાણી Page #290 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિમાનું વણજારો • ૨૬૯ માટે આગળ જનારા લોકો વિરડા કૂવા ગાળી રાખશે એટલે પાછળ જનારને પાણી માટે કશી માથાકૂટ નહિ કરવી પડે. ખાસ વાત તો એ છે કે આ માલસામાન અને કરિયાણાની કિંમત નક્કી કરવી એ ભારે માથાફોડનું કામ છે. ખરી રીતે સોદાની કિંમત નક્કી કરવી એ માણસના જીવ પર જવા જેવું કપરું કામ છે; તે કામ આ વણજારો કરી નાખશે, એથી મારે મારો સામાન વેચવામાં વધુ માથાફોડ કરવી નહિ પડે.” આ બધો વિચાર કરીને બોધિસત્વે પાછળ જવાનો પાકો નિર્ણય કરી કાઢ્યો. હવે પેલો વણજારો ગાડીઓ જોડાવી ગામમાંથી બહાર નીકળ્યો. આમ તો તે વારંવાર પ્રવાસ કરતો હોવાથી તેને ચોરકાંતાર, વ્યાકાંતાર, નિર્જલકાંતાર, ભૂતકાં તાર અને અલ્પભક્ષ્યકાંતાર–આ પાંચેય કતારો(જંગલો)ની ખબર હતી. થોડે દૂર જઈ પોતાનો પહેલો પડાવ નાખ્યા પછી રાતે પોતાના તમામ સાથીદારોને બોલાવીને પેલાં પાંચે કાંતારની તેણે સમજ પાડી. (૧) જયાં ચોર-લૂંટારા, ધાડપાડુ અને ખૂની લોકો રસ્ત જનારાંઓને લૂંટી લઈ મારી નાંખે તે ચોરકાંતાર. (૨) જ્યાં ક્રૂર વાઘ, સિંહ, ચિત્તા, દીપડા, વરુ વગેરે જાનવરો રહેતાં હોય અને રસ્તે જનારાંઓને ફાડી ખાતાં હોય તે વ્યાલકાંતાર (૩) જયાં મારગમાં નાહવાધોવાનું કે પીવાનું ચોખ્ખું મીઠું પાણી પણ ન મળે તે નિર્જલકતાર. (૪) જયાં મારગમાં ભૂતો, પિશાચો, વ્યંતરો, રાક્ષસો, દૈત્યો વગેરે રહેતા હોય અને રસ્તે જનારાઓને વળગી હેરાન કરતા હોય તે ભૂતકાંતાર, ભૂતકાંતારનું બીજું નામ અમનુષ્યકાંતાર પણ છે. જયાં મારગમાં કોઈ મનુષ્ય જ ન મળે તે આ અમનુષ્યકાંતાર. (૫) જ્યાં મારગમાં ખાવા લાયક નીરણ કે પાકાં ફળો, કંદમૂળો વગેરે ન મળતાં હોય વા ઘણાં ઓછાં મળતાં હોય તે અલ્પભક્ષ્યકાંતાર. આમ સમજ પાડી તથા રસ્તામાં આવતી તકલીફોની માહિતી આપી તે વણજારો હવે ઝપાટાબંધ પ્રયાણ કરવા લાગ્યો અને ભારે ઉત્સાહથી આગળ ને આગળ વધવા લાગ્યો. એ રીતે અનુક્રમે ચાલતાચાલતાં હવે રસ્તામાં આવતી તમામ વસતી(ગામડાં) પૂરી થઈ ગઈ અને એક મોટા નિર્જનકાંતાર પાસે આવી પહોંચ્યો. આ રણ સાઠ ગાઉ લાંબું પથરાયેલું હતું. ત્યાં રસ્તામાં ઝાડનું નામ નહીં, એટલે છાંયો તો કયાંથી હોય? રેતી જ રેતી ! એટલી બધી સુંવાળી રેતી કે પગે ચાલનારનો પગ જ ખંતી જાય અને ગાડાં ચાલવાની તો ભારે મુસીબત Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ • સંગીતિ પડે. એટલું સારું હતું કે આ વણજારાની ગાડીઓને જોડેલા બળદો પાણીદાર અને હૃષ્ટપુષ્ટ હતા. આથી તેઓ ઠંડે પહોરે ગાડીઓને જરૂર ખેંચી શકતા. સાથે પાણી, બળતણ અને અનાજ વગેરે હોવાથી એ બધાંની પણ તાણ દેખાતી નહિ. પણ આ કમઅક્કલ વણજારાને ત્યાં રસ્તામાં એક ભારે વિદન આવ્યું. જે કાંતારમાંથી એ પસાર થતો હતો તે હતું ભૂતકાંતાર; ત્યાં કેટલાક દૈત્યો રહેતા હતા. એ ખવીસો પ્રવાસ કરનારાઓને ખાઈ જતા હતા. માણસના માંસને ખાનારા એક દૈત્યે આવતા આ મોટા સંઘને જોઈને તેને પોતાની જાળમાં ફસાવવાની યોજના કરી. સહુ પ્રથમ વિચાર ખવીસે એવો કર્યો કે “આ કાફલા પાસેનું તમામ પાણી ફેંકાવી દઉં, જેથી પાણી વિનાના તરફડિયા મારતા આ કાફલાને ખાઈ જવો સહેલો પડશે.” એ દૈત્યે ઘાટ એવો રચ્યો કે પોતે એક સફેદ રથ તૈયાર કરાવ્યો, તેને જુવાન ઘોડલા જોડાવ્યા. હાથમાં ધનુષ્ય, તરકસ, ઢાલ વગેરે હથિયાર લીધાં, લીલાં અને સફેદ તાજાં કમળોની માળાઓ પહેરી વાળમાંથી પાણી નીતરતું દેખાય એ રીતે વાળ બાંધ્યા તથા પાણીથી લદબદ થયેલા દેખાય એવાં કપડાં પહેર્યા. પોતાની સાથે બીજા બાર ખવીસોને લીધા અને તેમનો પોષાક પણ જાણે તેઓ ભરવરસાદમાંથી આવતા હોય તેવા દેખાવવાળો રાખ્યો. જાણે પોતે બધા ખવીસોનો રાજા હોય તે રીતનો દમામ કરીને તે રથમાં બેઠો. પોતાની આજુબાજુ બીજા ખવીસોને બેસાડ્યા. ગારામાં ખૂંતી ગયેલાં પૈડાંઓ દેખાય એ રીતે રથનો પણ દેખાવ કર્યો : રથ ઉપરથી પાણી ટપકતું જાય અને તેમાં બેઠેલા તમામ લોકો પાણીથી ભીંજાઈ ગયેલા જણાય તેવો દેખાવ કર્યો. પેલા બારે ખવીસોના માથામાંથી પાણી ટપકતું દેખાય, તેમના કપડાં ભીનાં જણાય અને જાણે રથ જોરથી ચાલ્યો હોય તેથી કપડાં ઉપર ગારો છંટાઈ જવાનો પણ દેખાવ કર્યો. મતલબ કે આગળ ભારે વરસાદ છે એવી આબાદ સમજ તેમને જોનારને પડે એવું દશ્ય રચી એ ખવીસરાજ પેલા વણજારાના સંઘની સામે ચાલ્યો. વણજારાનો સંઘ પણ ઝપાટાબંધ આગળ વધતો હતો. સામેથી પવન જોરથી ફૂંકાતો હતો—જાણે આંધી ચડી હોય એ રીતે ધૂળના ગોટેગોટા ગગનમાં ચર્થે જતા હતા. પોતાની આજુબાજુની ધૂળને નોકરો પાસે દૂર કરાવતો તે વણજારો ગાડી ઉપર ચડીને સૌની મોખરે આવતો હતો. વળી Page #292 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિમાનું વણજારો • ર૭૧ જ્યારે હવા પાછળની હોય ત્યારે તે વણજારો પાછળ રહેતો હતો. પણ હમણાં તો સામેનો વંટોળ જામ્યો હતો. એટલે તે આગળ જ હતો. પેલા ખવીસરાજે આને પોતાની સામે આવતો જોયો એટલે પોતાના રથને એક કોર તારવી એકબાજુ ઊભો રાખ્યો અને સંઘના આગેવાન વણજારાને તે ખવીસરાજે “કઈ તરફ સિધાવી રહ્યા છો ?” એમ પૂછી તેના કુશળ સમાચાર પૂછળ્યા. પેલા આગેવાન વણજારાએ પણ પોતાની ગાડીને એક બાજુ તારવી લીધી અને પાછળની ગાડીઓને આગળ જવાનો રસ્તો કરી દીધો. પછી ગાડી ઉપર જ એક બાજુ ઊભા રહી પેલા ખવીસરાજ સાથે વાતચીત શરૂ કરી : “અમે વણજારા છીએ. આ પાંચસો ગાડીઓ જુદી જુદી જાતના માલસામાનથી ભરેલી છે; બનારસથી આવીએ છીએ. ઘર મૂકયે આજ ઘણાં જમણ થઈ ગયાં છે, હવે આ જંગલને પાર કરીને આગળના મુલકમાં આ બધો સામાન વેચી પાછા ફરશું. તે પછી વણજારાએ પેલા ખવીસરાજાનો, તેના બાર બીજા ખવીસીનો અને રથનો દેખાવ જોઈને પૂછ્યું: “તમારાં આ કપડાં ભીનાં છે, માથામાંથી પાણી ચૂઈ રહ્યું છે, કપડાં ઉપર તાજો જ ગારો છંટાયેલો દેખાય છે, તમારા હાથમાં કમળનાં લીલાં નાળ છે અને ગળામાં તાજાં લીલાંકમળની માળાઓ તમે પહેરી છે; તો શું આગળ રસ્તામાં ક્યાંય વરસાદ પડી રહ્યો છે? આગળ ક્યાંય કમળોથી ભરેલાં ભારે સરોવરો આવે છે ?” આ પ્રશ્ન સાંભળી ખવીસરાજ મનમાં હસ્યો અને પોતાની જાળ હવે બરાબર બિછાવી દેવાના વિચારથી બોલ્યો : “મિત્ર ! શું તમે અમને બરાબર જોઈ શકતા નથી ? વરસાદ વિના અમારા આવા હાલ બીજી કઈ રીતે થઈ શકે ? અને રસ્તામાં કમળ ભરેલાં મોટાં સરોવરો ન આવતાં હોય તો આ અમારા ગળામાં અને હાથમાં જે કમળો તમે જોઈ રહ્યા છો તે ક્યાંથી આવે ? ભલા ભાઈ ! આ સામે જે લીલી કુંજાર વનરાઈ દેખાઈ રહી છે તેની પેલી પાર આ આખા જંગલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, પહાડના ખાડા છલોછલ ભરાઈ ગયા છે અને ઠેકઠેકાણે તળાવો પાણીથી છલકાઈ ગયાં છે.” પેલા શરાફ ખવીસરાજની આ બધી વાત સાંભળી વણજારાને આમ થયું: “સાથે આ એક જ જે પાણીની ગાડી છે, તેમાં સૌથી વધારે ભાર છે. તેમાં પાણીથી ભરેલાં ઘણાં માટલાં ગોઠવેલાં છે. તેને ખેંચતા બળદોને પણ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨૦ સંગીતિ નવનેજાં પાણી આવી જાય છે અને જાણે ગળે પ્રાણ આવ્યા હોય એવું પણ થઈ આવે છે. જ્યારે ચડાવ આવે છે ત્યારે તો બિચારા બળદોની જીભ હાથ જેટલી નીકળી જાય છે. અત્યાર સુધી તો આ પાણીનો ઘણો ઉપયોગ હતો અને એથી તમામ માણસો અને પશુઓને ભારે સુખ હતું, પણ હવે આગળ વરસાદ જ વરસી રહ્યો છે, ઠેકઠેકાણે નાળાં પણ ભરાઈ ગયાં છે અને પાણીની છાકમછોળ છે. તેથી હવે આ પાણીની ગાડીને ખાલી કરાવી નાખું, તેમાં ભરેલાં બધાં માટલાં ફોડાવી નાખું અને આ બળદોને આરામ મળે એવું કરું. વળી આ ગાડી અને બળદો ખાલી હશે તો બીજા કામમાં પણ આવશે.’ આમ વિચાર કરીને તેણે પેલાં પાણીના ગાડીવાળાને હાંક મારી ગાડી ઊભી રખાવી. એટલામાં ખવીસરાજ ‘હવે અમારે મોડું થાય છે' એમ કહીને કોઈ ન દેખે એ રીતે તે જંગલમાં અદૃશ્ય થઈ ગયો. આ તરફ ગાડીમાંનાં પાણીનાં માટલાં ધબોધબ નીચે પડવા લાગ્યાં, ચારે બાજુ પાણી ઢોળી નાખવામાં આવ્યું અને કોગળો કરવા જેટલું પણ પાણી બાકી રહ્યું નહીં. તે સ્થળેથી આગળ વધતાં પડાવ કરવાનો વખત થતાં એક મોટા મેદાનમાં તેણે પડાવ નાખ્યો. રસ્તામાં ટીપું પણ પાણી ન દેખાયું અને પેલી વનરાઈની પાછળ પણ સૂકુંભઠ આકાશ વણજારાની મશ્કરી કરતું હસી રહ્યું હતું. પડાવમાં તમામ લોકો ‘પાણી પાણી'ની બૂમ મારતા હતા. તેમને ખબર પડી કે વણજારાએ તમામ પાણી ફેંકાવી દીધું છે, બધાં માટલાં ફોડાવી નાખ્યાં છે અને કોગળો કરવા જેટલું પણ પાણી રહેવા દીધું નથી, ત્યારે તેઓ વણજારાને ભાંડવા લાગ્યા. પાણી વિના સૌ ‘ત્રાહિ', ‘ત્રાહિ' પોકારી ઊઠ્યા. પડાવ પડ્યા પછી બળદોને છૂટા કરવામાં આવ્યા, ગાડીઓ ઘેરામાં ગોઠવાઈ. પાણી વિના શું થાય ? પૈડાં સાથે બાંધેલા બળદો તરસ્યા રહ્યા અને માણસો પણ તરસ્યા રહ્યા. આ રીતે આખી રાત તરફડિયાં મારતાં બધાં મનુષ્યો અને પશુઓ હેરાન થઈ ગયાં. હવે મોકો મળતાં મધરાતે પેલા દૈત્યો પોતાના રહેઠાણમાંથી બહાર આવ્યા. તેમને ખબર જ હતી કે આજે આપણને નરમાંસનો ઠીક લાગ મળવાનો છે. તેઓ એ પણ જાણતા હતા કે પેલો વણજારો નર્યો કમઅક્કલ જ છે અને તેને પોતાના રાજા મોટા ખવીસના વચન ઉપર વિશ્વાસ આવી ગયો છે. એટલે તેણે પોતાની પાસે એક ટીપું પણ પાણી નહિ રહેવા દીધું Page #294 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિમાન્ વણજારો ૦ ૨૭૩ હોય. આને પરિણામે પશુઓ અને માનવીઓ પાણી વિના મરણતોલ થઈ ગયાં હશે. એટલે તેમને એક એક કરીને આપણે ખૂબ મઝાથી ખાઈ શકીશું. બાર ખવીસો સાથે પેલો મોટો ખવીસ ત્યાં વણજારાના પડાવમાં આવી પહોંચ્યો, અને જેમ માણસો ગાજર કે ચીભડાં ખાય છે તેમ તેણે એક પછી એક માણસ અને પશુના કોળિયા કરવા શરૂ કર્યા. તેની સાથે આ ઉજાણીમાં પેલા બારે ખવીસો પણ ભળી ગયા. તેઓએ બધા માનવી અને પશુઓને જોતજોતામાં સફાચટ કરી નાખ્યા, તેમનાં હાડકાં ત્યાં જ ફેંકી દીધા અને તેઓ ધરાઈ-ધરાઈને ઓડકાર ખાતાખાતા પોતાને રહેઠાણે પહોંચી ઘોરવા મંડી પડ્યાં માલસામાનથી ભરેલી પાંચસો ગાડીઓ એમ ને એમ પડી રહી અને પેલો વણજારો તેના આખા સંઘ સાથે પોતાની મૂર્ખાઈથી ત્યાં જ વિનાશ પામ્યો. હવે પંદર દિવસ કે મહિનો થઈ ગયા પછી બોધિસત્ત્વ વણજારાએ એ જ રસ્તે વેપાર-વણજ માટે જવાનું નક્કી કર્યું, અને પોતે જે બધી તૈયારી કરી રાખી હતી તે પ્રમાણે તે પોતાના સાથીદારો સાથે સારો દિવસ જોઈને નીકળી પડ્યો. જે રસ્તે પેલો આગલો વણજારો ચાલ્યો હતો તે જ રસ્તે બોધિસત્ત્વ વણજારાએ પણ પોતાનો પ્રવાસ શરૂ કર્યો. તે પણ એ જ રીતે પડાવ કરતો કરતો રસ્તામાં આવતી તમામ વસતીઓને પસાર કરી પેલા નિર્જલકાંતાર પાસે આવી પહોંચ્યો. કાંતારમાં પેસતાં પહેલાં તેણે પોતાના તમામ સાથીદારોને એકઠાં કરી સૂચના કરી કે “આવાં જંગલોમાં પાણીનું નામ નથી હોતું. માટે જ્યાં સુધી આપણે આ જંગલોમાંથી પસાર થઈ ધારેલે ઠેકાણે ન પહોંચી જઈએ, ત્યાં સુધી પાણીના એક ટીપાનો પણ કોઈએ દુરુપયોગ ન કરવો, વણખપનું એક ટીપું પણ ન ઢોળવું. બીજું, આવા જંગલમાં ખવીસો રહેતા હોય છે. તેઓ માનવી જેવો પોશાક પહેરી માણસોને પોતાના ફાંસલામાં ફસાવે છે. એટલે કોઈ પણ સાથીદારે મારા સિવાય કોઈ અજાણ્યા માણસનું કશું માનવું નહિ. બરાબર સાવચેતીથી એકબીજાની સંભાળ રાખવી અને તમામ બળદોને પણ બરાબર સંભાળવા, તથા આપણો માલસામાન બરાબર સચવાય તેમ જાગતા રહેવું.” આ રીતે તમામ સાથીદારોને ચેતવણી આપી બોધિસત્ત્વ વણજારાએ પેલા ઘોર નિર્જલકાંતારમાં પ્રવેશ કર્યો. તે બધા થોડું આગળ ચાલ્યા, ત્યાં પેલા ખવીસો અને તેનો રાજા Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ - સંગીતિ ગારાથી ખરડાયેલ પૈડાંવાળા રથ ઉપર બેસી તેમની સામે આવતા દેખાયા. તેમના માથાથી પાણી ટપકતું હતું, કપડાં ગારાથી છંટાયેલાં હતાં, હાથમાં અને ગળામાં લીલાં તાજાં કમળોની માળાઓ શોભતી હતી અને તેઓ તાજાં કમળોની નાળોને ખખડાવતાં ખખડાવતાં આવતા હતા. જેવો તે ખવીસ પોતાનો રથ તારવી બોધિસત્ત્વ વણજારા સાથે વાતચીત કરવાની લાલચથી ઊભો રહ્યો તેવો આંખ પરથી જ વણજારાએ તેને પારખી લીધો. વણજારાએ વિચાર કર્યો કે “આવાં જંગલો હમેશાં પાણી વિનાનાં હોય છે, તેમાં એકાએક આવા માણસો રહે એવો સંભવ નથી. કોઈ વટેમાર્ગુ કે મારા જેવા વેપારીઓ જંગલમાંથી પસાર થાય તે સંભવિત છે, પણ આ બધા તેવા લાગતા નથી. તેમ વેપારીઓ હોય એવું પણ તેમના દેદાર પરથી જણાતું નથી. ઠીક છે, જોઈએ છીએ શું થાય છે.” પેલા ખવીસરાજે બોધિસત્ત્વને જુહાર કર્યા અને કુશળસમાચાર પૂછ્યા તથા પ્રવાસની હકીક્ત એક પછી એક પૂછવા માંડી, અને છેવટે ભારપૂર્વક કહ્યું : “આગળ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. આ સામે દેખાય છે તે વનરાઈની પાછળ જ તે વરસે છે. જુઓ ને અમે તો બધા પલળી ગયા અને ટપકતે પાણીએ જઈ રહ્યા છીએ. અમારા રથનાં પૈડાં તાજા ગારામાં ખેતી ગયેલાં તે અમે માંડમાંડ કાઢયાં અને તે ગારાનાં નિશાન હજુ આ પૈડાં ઉપર તદન તાજાં છે. અમારાં કપડાં પણ તાજાં ગારાથી છંટાયેલાં છે. વળી અમારા હાથમાં આ તાજાં કમળો, તેનાં નાળો અને ગળામાં લીલાં કુંજાર તાજાં કમળોની ભીની ભીની માળાઓ તમે જોઈ શકો છો. વરસાદ વરસી રહ્યો છે; એટલું જ નહીં, આગળ ઉપર કમળોથી ઢંકાયેલાં મોટાં મોટાં સરોવરો પણ આવે છે. માટે તમે પાણીથી ભરેલાં ગાડાંઓ ને તેમાંના પાણીનાં માટલાં ફોડી કાઢી પાણી ફેંકી દઈ ખાલી કરી નાંખો; બિચારા આ બળદોનો ભાર ઓછો કરી નાંખો; અમારે તો શું? પણ આ બળદોની અમને દયા આવે છે. અત્યાર સુધી તો પાણી રાખવું ઠીક હતું, પણ હવે જયારે આગળ પાણીની રેલમછેલ છે ત્યારે શીદ ઠાલા આ બળદોને ભારે મારવા. વાટમાં તમે મળ્યા એટલે અમે તો અમારો ધરમ બજાવ્યો.” આ બધું સાંભળીને બોધિસત્ત્વ જરાય ભરમાયો નહીં; ઊલટું, તે વિચાર કરવા લાગ્યો : “આ મોટાભાઈની આંખ લાલઘૂમ છે, સાધારણ માણસની આવી આંખ હોય નહીં. વળી ચંદ્રના પ્રકાશમાં આ ભાઈનો તેમ જ તેની સાથેના આ બીજા બાર ભાઈઓનો આ મેદાનમાં પડછાયો પણ Page #296 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિમાનું વણજારો • ૨૭૫ દેખાતો નથી. એટલે જરૂર આ અતિ-માનવો છે અને મધુરું મધુરું બોલી ભારે ફાંસલો પાથરવાનો કોઈ પ્રયાસ કર્યો લાગે છે.' બોધિસત્વે તેમને જુહાર કરી તેમના પણ સુખસમાચાર પૂછી રોકડું પરખાવ્યું કે “ભાઈ ! તમારી વાત ખરી છે. પણ અમે વણજારાઓ જ્યાં સુધી નજરોનજર પાણી ન જોઈએ ત્યાં સુધી પાણીનું એક ટીપું પણ ઢોળી શકીએ નહિ. તમે જે સલાહ આપી તે માટે તમારો આભાર !” પેલો ખવીસ તો પોતાના સાથીઓ સાથે તે જંગલમાં અલોપ થઈ ગયો અને પોતાનો આ ફાંસલો ઝટ સફળ થાય તેની રાહ જોવા લાગ્યો. પણ બુદ્ધિશાળી બોધિસત્વે પોતાની તર્કશક્તિનો ઉપયોગ કરી પોતાના સાથીદારોને પાસે બોલાવી કહેવા માંડ્યું: “ભાઈઓ ! આ પેલા જે માણસો હતા તે ખરા માણસો નહોતા; તેઓ મેં તમોને અગાઉ જણાવ્યા પ્રમાણે ખરેખરા ખવીસો જ હોવા જોઈએ. તેમણે આપણી બધાની અને બિચારા પશુઓની કચુંબર કરવા જ વરસાદની વાત વહેતી મૂકેલ છે અને તેમણે, જાણે તેઓ ભર વરસાદમાંથી આવતા હોય, તેવા તમામ રંગઢંગ પણ રચેલા છે. પણ આપણે ગભરાવાનું કારણ નથી. તમે જ વિચારો કે જો આ વનરાઈની પાછળ જ વરસાદ ધોધમાર વરસતો હોય તો આ ચાલતી હવા તો આપણને ઠંડી લાગવી જોઈએ ને ? શું તમે કોઈએ આ નિર્જળ જંગલમાં કમળોથી ઢાંકેલાં સરોવરો હોય એવું કદી સાંભળ્યું છે ખરું?” તમામે ના પાડી. “વરસાદની હવા એક યોજન સુધીના ભાગમાં ઠંડક લાવે છે, તો પછી સામે જ વનરાઈની પાછળ ધોધમાર વરસાદ વરસતો હોય તો તમારામાંનાં કોઈને પણ વરસાદને અડકીને આવતી હવાથી જરા પણ ઠંડક લાગે છે ખરી ?” તમામે હવાની ઠંડક પણ નકારી. “ધોધમાર વરસતા વરસાદમાં વાદળાંનું મથાળું એક જોજન છેટેથી જોઈ શકાય છે? તમે આ સામે એક પણ કાળું વાદળ જોઈ શકો છો ?” બધાએ નકારમાં જ પોતાના માથાં હલાવ્યાં. “વરસાદ વખતે ચમકતી વીજળી લગભગ ૨૦ ગાઉ સુધી દેખાય છે, તો શું આ ધોધમાર વરસતા વરસાદમાં વીજળી નહિ જ થતી હોય ? અને થતી હોય તો તમારામાંના કોઈએ એ વીજળીનો ઝબકારો સરખો પણ જોયો છે ખરો ?” Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ૦ સંગીતિ તમામે ના ભણી. “મેઘનો ગડગડાટ કેટલે દૂર સુધી સાંભળી શકાય છે ?’’ કોઈ અનુભવીએ કહ્યું કે “લગભગ બે જોજન સુધી તો મેઘનો ગડગડાટ સંભળાય ખરો.” “ત્યારે શું તમે કોઈએ એ ગડગડાટને પણ સાંભળ્યો ખરો ?” ‘કોઈએ સાંભળ્યો નથી' એમ બધાએ એકી અવાજે કહ્યું. “ભાઈઓ ! હમણાં જ મેં જે પૂછ્યાં તે બધાં વરસાદને પારખવાનાં એંધાણ છે, એમાંનું એક પણ એંધાણ દેખાતું નથી. તો માત્ર પેલા માણસના કહેવા ઉપરથી ‘આગળ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે' એવું કેમ માની શકીએ ? અને પાણીનાં માટલાંને ફોડીને પાણી બધું ઢોળી નાખીને આપણે આગળ કેમ ક્ષેમકુશળ જઈ શકીએ ? એટલે એ કહેનારાં માણસો તો ન હતા જ, પણ એ લોકોનાં તો ખવીસ જેવાં બધાં ચિહ્નો હતાં. માટે આપણે એની જાળમાં નથી ફસાયા એ સારું જ થયું. કોઈ કુદરતની શક્તિનો પાડ છે એમ આપણે સમજવું રહ્યું. વળી એ ખવીસોએ આપણી આગળ નીકળેલા પેલા કમઅક્કલ વણજારાનો અને તેના તમામ સંઘના તથા તેમના બધા બળદોનો સુધ્ધાં વિનાશ કર્યો હશે એમાં હવે શક નથી.’ આમ બધી વાતચીત કરી બોધિસત્ત્વનો સંઘ આગળ વધ્યો, અને જ્યાં મધ્યજંગલમાં તેઓ પહોંચ્યાં ત્યાં તો પાંચસો ગાડીઓ ઊભી હતી; ચારેકોર હાડકાંનો ગંજ દેખાતો હતો. આ બધું જોઈને તે બધાને ખાતરી થઈ ગઈ કે બાપડો ભોળો વણજારો બધા સાથીદારો અને પશુઓ સાથે પેલા ખવીસોની જાળમાં ફસાઈ ગયો હતો અને તે તમામની અહીં હત્યા થઈ હતી. આ બધું નજરે જોયા પછી બોધિસત્ત્વના સંધને એમ લાગ્યું કે ‘આપણે બોધિસત્ત્વની વાતને પ્રમાણ ન માની હોત અને પેલા શરાફ દેખાતા ખવીસની જાળમાં ફસાયા હોત તો આપણા પણ આવા જ હાલ થાત.’ આખો સંઘ બોધિસત્ત્વની બુદ્ધિ, દીર્ઘદૃષ્ટિ અને તર્કશક્તિ ઉપર ખુશ થઈ ગયો. જ્યારે જ્યારે પ્રવાસ ખેડવાનો વખત આવે ત્યારે ત્યારે આપણને આવો જ નાયક મળે' એમ મનમાં ને મનમાં બધાએ પ્રાર્થના કરી. પેલા વણજારાની ગાડીઓ જ્યાં ઊભી હતી ત્યાં આજુબાજુ જમીન ચોખ્ખી કરાવી બોધિસત્ત્વ વણજારાએ તંબૂ ઠોકવાની આજ્ઞા આપી. પોતાના તંબૂઓની વચ્ચે તમામ ગાડીઓને ઘેરામાં ઊભી કરાવી અને બળદોને પણ ગાડીનાં પૈડાંઓ સાથે બંધાવ્યા. સાંજે તમામે વાળુ કર્યું. બળદોને નીરણ Page #298 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિમાનું વણજારો • ૨૭૭ નાખી બધા સૂઈ ગયા. પણ બોધિસત્વ પોતાના અમુક ચુનંદા સરદારો સાથે હાથમાં ખુલ્લી તલવાર લઈ ખડેપગે ચોકીપહેરામાં જ રોકાયો. આખી રાત તેણે એક મટકું પણ ન માર્યું અને વારંવાર આખા પડાવમાં આંટાફેરા કરીને સખત પહેરો ભર્યો. પરિણામે કશું યે વિન ન આવ્યું અને સવાર થતાં આગળના પ્રવાસ માટે બધા હેમખેમ પાછા તૈયાર થઈ ગયા. થોડો પ્રવાસ બાકી હતો તે પૂરો કરી તેઓ ધારેલ ઠેકાણે પહોંચી ગયા. ત્યાં પોતાની પાસેનો માલસામાન વેચી સારું નાણું મેળવ્યું, નફો પણ સારો થયો અને વળતાં પાછા ફરતાં કેટલોક ઉપયોગી સોદો ગાડીઓમાં ભરી નિર્વિઘ્ન બનારસ પહોંચી ગયા, અને પેલા વણજારાના કુટુંબને તેના જે હાલહવાલ થયા હતા તેની ખરી ખબર પણ કરી. જેઓ કુતર્કોને વશ પડે છે તેના બૂરા હાલ થાય છે, અને સમય આવ્યે જેઓ બુદ્ધિબળનો બરાબર ઉપયોગ કરી પોતાનો વ્યવહાર ચલાવે છે તેઓ સુખી થાય છે. – અખંડ આનંદ, જૂન - ૧૯૪૯ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૩૬. યુધિષ્ઠિરનું મનોમંથન મહાભારતની ભયંકર લડાઈ પૂરી થઈ ગયા પછી રાજા યુધિષ્ઠિર અને તેમનો પરિવાર મહિના સુધી શહેર બહાર ગંગાને કાંઠે રહેલો. યુદ્ધની ક્રૂરતા, પોતાના ચિત્તની અશાંતિ અને ડહોળાઈ ગયેલી પરિસ્થિતિ ઇત્યાદિ અશાંત વાતાવરણને ખાળવા અને સ્વસ્થ ચિત્તે હવે પોતાનાં કર્તવ્ય અને અકર્તવ્યનો માર્ગ શોધવા રાજા યુધિષ્ઠિરે રહેવા માટે ગંગાનો કાંઠો પસંદ કર્યો હતો. એક વખતની વાત છે કે જ્યારે રાજા યુધિષ્ઠિર અને તેનો પરિવાર પોતાને સ્થાને બેઠેલો હતો, ત્યારે મહાત્માઓ, સિદ્ધપુરુષો, ઉત્તમોત્તમ બ્રહ્મર્ષિઓ તથા વૈપાયન, નારદ, દેવલ, કણ્વ તથા દેવસ્થાન નામના ઋષિઓ તેની પાસે આવ્યા. એ ઋષિઓના અનેક શિષ્યો અને વેદવિદ્યાના ધુરંધર વિદ્વાન એવા ઉત્તમ બ્રાહ્મણો તથા ગૃહસ્થો અને બીજા સ્નાતકો પણ તેને મળવા આવ્યા. તે આવેલા તમામનો રાજાએ યોગ્ય સત્કાર કર્યો અને તેઓ બધા પોતાને યોગ્ય આસનો ઉપર બેઠા. રાજા યુધિષ્ઠિર શોકથી ભારે વ્યગ્ર હતા. તેમને લાખો બ્રાહ્મણો આશ્વાસન આપતા હતા. એ વખતે તે સમયના પ્રાચીન નારદમુનિએ શોકથી વ્યાકુળ બનેલા રાજાને શી રીતે શાંત કરવા અને સ્વસ્થ કરવા એ વિશેની મંત્રણા કૃષ્ણદ્વૈપાયન વગેરે મુનિઓની સાથે કરી અને પછી તેમણે ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિરને કહ્યું : ["पुण्ये भागीरथीतीरे शोकव्याकुलचेतसम् । आश्वासयन्तो राजानं विप्राः शतसहस्त्रशः ।। नारदस्त्वब्रवीत् काले धर्मपुत्रं युधिष्ठिरम् । संभाष्य मुनिभिः सार्धं कृष्णद्वैपायनादिभिः" ॥ (મહાભારત, શાંતિપર્વ અધ્યાય ૧લો : શ્લોક સાત પછી)] હે યુધિષ્ઠિર ! તમે તમારા બાહુબળથી અને માધવ એટલે શ્રીકૃષ્ણની Page #300 -------------------------------------------------------------------------- ________________ યુધિષ્ઠિરનું મનોમંથન ૦૨૭૯ કૃપાથી આ સમગ્ર પૃથ્વી ઉપર જય મેળવ્યો છે; એટલું જ નહીં, પણ તમે ધર્મની દષ્ટિએ એ જય પ્રાપ્ત કર્યો છે. હવે તમે લોકો ભયંકર એવા એ સંગ્રામથી સદ્ભાગ્યે છૂટા થયા છો. હે પાંડવ ! ક્ષત્રિયના આચારમાં પરાયણ એવા તમે હવે પ્રમોદ કરો. હે રાજા ! તમારા તમામ અમિત્રો-શત્રુઓ હવે હણાઈ ગયેલા છે. માટે તમે તમારા મિત્રોને રાજી કરો. તમે આવી અદ્ભુત લક્ષ્મી મેળવી છે, માટે હવે તમારે શોકથી ઉદાસ ન રહેવું જોઈએ. તમને શોક પીડી ન શકે.” ["भवता बाहुवीर्येण प्रसादात् माधवस्य च । जितेयमवनिः कृत्स्ना धर्मेण च युधिष्ठिर ॥ दिष्ट्या मुक्तस्तु संग्रामादस्माल्लोकभयंकरात् । क्षात्रधर्मरतेश्चापि कच्चिन्मोदसि पाण्डव ! ॥ कच्चिच्च निहतामित्रः प्रीणासि सुहदो नृप । कच्चिच्छ्यिमिमां प्राप्य न त्वां शोकः प्रबाधते ॥) (મહાભારત, શાંતિપર્વ અધ્યાય ૧લો : શ્લોક દસ પછી)] નારદની વાણી સાંભળીને રાજા યુધિષ્ઠિર બોલ્યા : “શ્રીકૃષ્ણની કૃપાથી અને મારા બાહુબળથી મેં આ સમગ્ર પૃથ્વી ઉપર જય મેળવ્યો છે એ તમારું કહેવું ખરું છે. તેમાં હું આટલું ઉમેરું છું કે બ્રાહ્મણોની કૃપાથી અને ભીમ તથા અર્જુનના બળથી એ જય મને મળ્યો છે, એ વાત ભૂલવાની નથી. પણ મને એ વાતનું મોટામાં મોટું દુઃખ છે કે મેં લોભને વશ થઈને મારા તમામ સ્વજનોનો એ યુદ્ધમાં ઘાણ કાઢી નાખ્યો, મારા પુત્રોનો ઘાત કરાવ્યો. એથી મને જે જય મળેલ છે તે જય નથી પણ એક પ્રકારે પરાજય જ છે.” ('जयोऽयमजयाकारो भगवन् प्रतिभाति मे') । આ પછી રાજા વધુ કહેતાં જણાવે છે કે “મારા સગા ભાઈ કર્ણને પણ મેં રાજયની લાલચમાં પડીને હણાવી નાખ્યો એ તો મને ઘણું જ સાલે છે. કર્ણ કુંતામાતાનો મોટો પુત્ર હતો અને અમારો ભાઈ હતો. ('स ज्येष्ठपुत्रः कुन्त्या वै भ्राताऽस्माकं च मातृजः । अजानता मया भ्रात्रा राज्यलुब्धेन घातितः ।') મહાભારત શાંતિપર્વ અધ્યાય ૧લો : શ્લોક ત્રેવીસ પછી) કર્ણના ઘાતની વાત તો મારા શરીરને બાળી નાખે છે.” Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ૦ સંગીતિ (' तन्मे दहति गात्राणि तूलराशिमिवानलः ') કર્ણને સંભારી સંભારીને રાજા યુધિષ્ઠિર ભારે સંતાપ પામે છે, નિસાસા મૂકે છે અને ઘણા જ દુઃખી થાય છે. એ વખતે પોતાની પાસે બેઠેલા અર્જુનને રાજા યુધિષ્ઠિર કહે છે કે ‘“આપણે મથુરામાં ભીખ માગીને નિભાવ કર્યો હોત, તો જે આ આપણાં જ સગાંવહાલાંનો, ભાઈભાંડુઓનો આપણે જ હાથે ઘાણ નીકળી ગયો છે, તે દિવસ જોવાનો વખત ન આવત. “ક્ષત્રિયના આચારમાં ધૂળ પડો, અમારાં બળ અને પુરુષાર્થમાં ધૂળ પડો અને અમારા ક્રોધના આવેગને સો-સો ધિક્કાર હો, જેથી અમારી સગી આંખે અમારો જ નાશ જોવાના દિ' આવી પહોંચ્યા છે. “લોભને લીધે અને મોહને લીધે અમે અભિમાનમાં તણાયા, અને કપટવાળી પ્રવૃત્તિઓ આદરી, રાજ્યનો લાભ જાણીને અમે આવી ભારે દુઃખી દશા પામ્યા. “કોઈ અમને સમગ્ર પૃથ્વી આપી દેત વા સોનાના ઢગલાની લાલચ બતાવત અથવા ગોકુળનાં ગોકુળ અને તમામ ઘોડાઓ અમને કોઈ આપવા તૈયાર થાત તો પણ અમારે એ અમારાં સ્વજનો હણવાં જોઈતાં ન હતાં.’’ ન ( युधिष्ठिरस्तु धर्मात्मा शोकव्याकुलचेतनः । शुशोच दुःखसंतप्तः स्मृत्वा कर्णं महारथम् ॥ यद् भैक्ष्यमाचरिष्याम वृष्ण्यन्धकपुरे वयम् । ज्ञातीन्निष्पुरुषान् कृत्वा नेमां प्राप्स्याम दुर्गतिम् ॥ farस्तु क्षात्रमाचारं धिगस्तु बलपौरुषम् । धिगस्त्वमर्षं येनेमामापदं गमिता वयम् ॥ वयं तु लोभाद् मोहाच्च दंम्भं मानं च संश्रिता । इमामवस्थां संप्राप्ता राज्यलाभबुभुत्सया ॥ न पृथिव्या सकलया न सुवर्णस्य राशिभिः । न गवाश्वेन सर्वेण ते त्याज्या ये इमे हताः । ") (મહાભારત, શાંતિપર્વ અધ્યાય સાતમો શ્લોક ૧-૩-૫-૭-૧૧)] આ રીતે ભારે શોકથી ઉદાસ થયેલા રાજા યુધિષ્ઠિરને મહાબલ અર્જુન તેમની એ વિજયશ્રી મળ્યા પછીની ઉદાસીનતાને જોઈ ભારે મેણાં મારે છે અને કહે છે કે : “હે પ્રભુ ! આ તો ભારે દુઃખ કહેવાય, આ તો ભારે નબળાઈ ગણાય કે તમે ઘોર કર્મ કર્યા પછી મળેલી ઉત્તમ લક્ષ્મીને છોડવા બેઠા છો ! Page #302 -------------------------------------------------------------------------- ________________ યુધિષ્ઠિરનું મનોમંથન : ૨૮૧ “શત્રુઓને હણ્યા પછી સ્વધર્મથી પ્રાપ્ત થયેલું પૃથ્વીનું રાજ્ય મેળવીને હવે તેને શા માટે છોડી દેવું ? એ રીતે કરવાથી તો તમારી બુદ્ધિહીનતા જ જણાશે. “ખરી વાત તો એ છે, કે જે પુરુષાર્થહીન છે તેને વળી રાજય કેવું ? જે દીર્ઘસૂત્રી છે–વિચારો જ કર્યા કરે છે–પુરુષાર્થમાં આળસુ છે, તેને પણ રાજય શી રીતે શોભે? જો ભીખ માગીને જ નિભાવ કરવાનો તમારો વિચાર હતો, તો પછી ક્રોધના આવેશથી બેબાકળા થઈને તમે રણસંગ્રામમાં રાજાઓને શા માટે હણી નાંખવા તત્પર થયા? જે માણસ અકિંચન હોય, કલ્યાણની કાંક્ષા વગરનો હોય તે કદાચ આવા વિચારો કરે. પણ તમે તો હે પ્રભુ! તમામ સંસારમાં વિખ્યાત છો, પુત્રવાળા, સંપત્તિવાળા અને ભારે સામર્થ્યવાળા છો; એટલે તમે જો આ રાજ્યને છોડી દઈ પામર જનની પેઠે માધુકરીથી જીવવાનું વિચારશો તો તમને લોકો શું કહેશે ?” વળી અર્જુન પોતાના મોટાભાઈને કહે છે, કે “તમે તો આ રાજકુળમાં જન્મેલા છો. સમગ્ર પૃથ્વીને જીતી લીધા પછી જો તમે ધર્મ અને અર્થને તજી દઈને મૂઢતાને લીધે વન તરફ પ્રયાણ કરવા તૈયાર થયા છો, તો પછી પ્રજાનું પાલન વગેરેના રાજધર્મો કોણ બજાવશે?” [‘ગણો ! સુવમહો છૂહો વૈવવ્યમુત્તમમ્ ! यत् कृत्वाऽमानुषं कर्म त्यजेथाः श्रियमुत्तमाम् ॥ शत्रून् हत्वा महीं लब्ध्वा स्वधर्मेणोपपादिताम् । एवंविधं कथं सर्वे त्यजेथा बुद्धिलाघवात् ॥ क्लीबस्य हि कुतो राज्यं दीर्घसूत्रस्य वा पुनः । किमर्थे च महीपालानवधी: क्रोधमूर्छितः ॥ यो ह्याजिजीविषेद् भैक्ष्यकर्मणा नव कस्यचित् । सर्वलोकेषु विख्यातो न पुत्रपशुसहितः ॥ कापाली नृप ! पापिष्ठं वृत्तिमासाद्य जीवतः । संत्यज्य राज्यं समृद्धं ते लोकोऽयं किं वदिष्यति ॥ अस्मिन् राजकुले जातो जित्वा कृत्स्नां वसुन्धराम् । धर्मार्थावखिलौ हित्वा वनं मौढ्यात् प्रतिष्ठसे ॥" (મહાભારત, શાંતિપર્વ અધ્યાય આઠમો શ્લોક ૩-૪-૫-૬-૭-૯)] Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ • સંગીતિ રાજા યુધિષ્ઠિર અર્જુનનાં ઉપર કહેલાં એવાં ભારે આકરાં નેણાં સાંભળીને પણ પોતાના ચિત્તને સ્થિર રાખી તેમને જે જવાબ આપે છે, તે વિચારવા જેવો છે. મહાભારતની લડાઈ દરમિયાન પોતાના ચિત્તના ભયાનક આવેગો જેમજેમ રાજાને સાંભરે છે, તેમતેમ તેઓ વધારે ઉદાસ બને છે. પોતાને થયેલો ક્રોધના આવેશ, મોહની પ્રબળતાનો આવેગ,પોતે કરેલું કપટ અને પોતામાં ઊભો થયેલો અહંકારનો આવેશ, આ બધાંને લીધે ગીતામાં કહ્યા પ્રમાણે થયેલો સ્મૃતિભ્રંશ એટલે પોતાની વિવેકવૃત્તિને ખોઈ બેસવું અને તેનાથી નીપજેલો ભયંકર માનવસંહાર, તેમાંય પોતાના સગાં ભાઈભાંડુઓ, વહાલાં સ્વજનો, વડીલો, ગુરુઓ વગેરેનો પોતાને હાથે યા પોતે કરાવેલો સંહાર–આ બધું સાંભરતાં રાજા યુધિષ્ઠિરને લાગે છે કે આ પ્રાપ્ત થયેલું રાજ્ય રાજય નથી પણ ભયંકર નરક છે, અને એથી તે તેને છોડવા ચાહે છે અને વનમાં રહીને સંન્યાસીની પેઠે જીવન ગાળવાનો વિચાર કરે છે. આ હકીકત તે તેના નાનાભાઈ મહાબલી અર્જુનને આ પ્રમાણે કહે છે : “ભાઈ અર્જુન ! તું તારાં કાન અને મનને અંતર્મુખ કરીને એકાગ્ર થા. મારી વાત ધ્યાનપૂર્વક સાંભળ અને પછી જો તને એ ગમે તો એને અનુસરજે. ભયંકર સંગ્રામ કર્યા પછી મને મારા સ્વાર્થ ઉપર ભારેમાં ભારે ધિક્કાર છૂટ્યો છે; મને હવે એ સ્વાર્થ માટે લેશ પણ રસ રહ્યો નથી. માટે હવે તો હું આ ગ્રામ્ય સુખોને, એટલે કે દેહ અને ઇંદ્રિયો દ્વારા મળતાં તમામ સુખોને તજી દેવાનો છું, કઠોર તપ તપવાનો છું અને ફળમૂળ ખાઈને વનમાં મૃગો સાથે રહેવાનો છું. બન્ને સમય અગ્નિની પૂજા કરવાનો, મિતાહારી અને જટાધારી થઈ મૃગછાલ પહેરીને રહેવાનો છું, શીતળ હિમાળા જેવા વાને સહેવાનો છું, પ્રચંડ તાપને પણ ખમવાનો છું, ભૂખ, તરસ અને બીજાં જે આવી પડે તેવા તમામ દુઃખો સહન કરી શરીરને દમવાનો છું. અરણ્યમાં ફરતાં કિલ્લોલ કરતાં મૃગોના તથા પક્ષીઓના મધુર શબ્દો સાંભળવાનો છું, વનમાં ફૂલેલાં ફાલેલા વૃક્ષો, વેલડીઓ અને બીજા ભાતભાતના છોડવાઓનાં ફૂલોની સુંદર ગંધોને સુંઘવાનો છું. વનમાં વસતાં વનવાસીઓનાં તથા વાનપ્રસ્થ સંતોના રમણીય સ્થળોને જોવાનો છું. કોઈને પણ કશું ય અપ્રિય થાય એવું આચરણ કરવાનો નથી. જેવું ગમે તેવું જમી લેવાનો છું, પાકેલું મળે તો પાકેલું અને કાચું એટલે ફળો જેવું કાચું મળે તો કાચું, એ વડે મારો નિભાવ કરવાનો છું. પિતૃઓને અને દેવોને વનનાં ફળમૂળ અને પાણીથી Page #304 -------------------------------------------------------------------------- ________________ યુધિષ્ઠિરનું મનોમંથન • ૨૮૩ તર્પવાનો છું. અને વાણી વડે પણ તેમની સ્તુતિ કરવાનો છું. મૃત્યુની વાટ જોતો જોતો આ મારા દેહને પૂરો કરવાનો છું. વળી વનમાં આ જે અનેક વનસ્પતિઓ છે તેમાંની એકેએક વનસ્પતિ દ્વારા એકએક દિવસ મારો નિભાવ કરવાનો છું, મુનિની જેમ મુંડ બનીને ભિક્ષા કરવાનો છું, મારે શરીરે ધૂળ ભરાઈ હોય તો તેની પણ દરકાર કરવાનો નથી. ઉજ્જડ ઘરમાં વસવાનો છું, ન શોક, ન હરખ, ન નિંદાનો ભય, તેમ ન પ્રશંસાથી ફૂલવુંએ રીતે તંદુરહિત થઈને હવે હું રહેવાનો છું. મમતા વગરનો તથા આશંસા વગરનો, પરિગ્રહ વગરનો કેવળ આત્મામાં રમણ કરનારો અને પ્રસન્નમનવાળો થઈને ફરવાનો છું. હું એવી રીતે વિહરવાનો છું કે બીજાઓ એમ જાણે કે યુધિષ્ઠિર બહેરો, અંધ, મૂંગો અને જડ જેવો બની ગયેલ છે. બીજાઓ સાથે ઘણું ઓછું બોલવું પડે એવો મારો વહેવાર રાખવાનો છું. હાલતા ચાલતા જીવોને એટલે મરુ જીવોને તથા સ્થાવર જીવોને કશી પણ આંચ ન આવે એમ વર્તવાનો છું. કોઈ ઉપર ગુસ્સો કરવો પડે વા એવો પ્રસંગ પણ આવે એમ વર્તવાનો નથી. મારી તમામ વૃત્તિઓને સંયમમાં રાખવાનો છું. મારું મુખ સદા પ્રસન્ન રહેશે. કોઈને માર્ગ પણ પૂછવાનો નથી અને એમ ને એમ ફર્યા કરવાનો છું. કોઈ ખાસ ઉદ્દેશથી હવે મારી પ્રવૃત્તિ થવાની નથી, પાછું વાળીને જોવાની મારી ટેવ હવે તજી દેવાનો છું. હવે મારી તમામ હિલચાલ પ્રારબ્ધકર્મ પ્રમાણે ચાલવાની છે; અર્થાત્ હું પોતે કર્તા બનીને કોઈ નવી હિલચાલ કરવાનો નથી. ખાવાનું થોડું મળે વા પૂરતું મળે, સ્વાદુ મળે વા એવું જ મળે, તો પણ મને તેની કશી પરવા રહેવાની નથી. જ્યારે લોકોના રસોડામાંથી ધુમાડો નીકળતો બંધ થઈ જાય, ખાંડવા-દળવાનું બધું બંધ પડી જાય, ચૂલામાંનાં અંગારા બધા ઓલવાઈ જાય અને લોકો ખાઈ-પી લે, ત્યાર પછી જ ભિક્ષા માટે ફરવાનો છું. તમામ ભાણાનો ખડખડાટ સંભળાતો બંધ થઈ જાય અને ભિક્ષુઓ પણ ફરતા બંધ થઈ જાય ત્યારે એક જ વખત એટલે એક ટંક માટે ભિક્ષા સારું ફરવાનો છું. તે પણ ફક્ત બે ઘરે, ત્રણ ઘરે કે પાંચ ઘરે. ત્યાં ન મળે એટલે પાછો ફરી જવાનો. સંસારનો સ્નેહપાશ હવે તજી દેવાનો છું, સમદર્શી અને ઘોર તપસ્વી થઈને વિહરવાનો છું. હવે મને નથી જીવવાની તૃષ્ણા કે નથી મરવાની તૃષ્ણા. જીવન અને મરણ એ બન્ને મારે સારુ અભિનંદનીય છે. મને કોઈ વાંસલો મારી મારી ચામડીને છોલે તથા કોઈ મારી ચામડી ઉપર ચંદનનો શીતળ સુગંધી લેપ ચોપડે તે બન્ને મારે મન એકસરખા છે. મારાં Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ - સંગીતિ તમામ પાપોને હવે હું ધોઈ કાઢવાનો છું. તમામ સંગોથી રહિત થવાનો છું અને મોહનાં તમામ બંધનોને તજી દેવાનો છું. હવાની પેઠે હું તદ્દન સ્વતંત્રપણે એટલે કોઈના તાબામાં રહ્યા વિના મુક્ત રીતે ફર્યા કરવાનો છું. વીતરાગ થઈને રહેવાથી મને ખાતરી છે કે હવે હું જરૂર શાશ્વત ગતિને પામીશ. “ભાઈ અર્જુન ! હું તને શું કહું? તૃષ્ણાથી અને અજ્ઞાનને લીધે મારી મારફત ઘણાં મોટાં પાપો થઈ ગયાં છે, વા મોટા ભયાનક પાપો મેં બીજા પાસે કરાવ્યાં છે. એટલે મને હવે પાકી ખાતરી થઈ ગઈ છે કે આ અપાર અને અસ્વસ્થ સંસારને છોડ્યા વિના હવે મારો છૂટકો જ નથી. હવે મને છેલ્લે છેલ્લે પણ આ સબુદ્ધિ સૂઝી છે તો એને અનુસરીને હવે હું અવ્યય અને શાશ્વત સુખને જરૂર મેળવીશ. જન્મ, જરા, મરણ અને વિવિધ વ્યાધિઓથી ઘેરાયેલા આ દેહને હવે હું તદ્દન નિર્ભય બનાવી દઈશ અને આગળ જણાવેલા માર્ગે ચાલીને હું મારું કલ્યાણ કરીશ. (આ બધું યુધિષ્ઠિરનું કથન મહાભારત શાંતિપર્વ અધ્યાય નવમામાં વર્ણવેલું છે.) યુધિષ્ઠિરનું આ કથન અર્જુન, ભીમ, દ્રૌપદી વગેરે કોઈને જરાય ગમતું નથી,પણ મહાભારતકારે મહાભારતના સંગ્રામ પછી રાજા યુધિષ્ઠિરને જે મનોમંથન થયેલ છે તે સરસ રીતે મહાભારતમાં વર્ણવેલું છે. – અખંડ આનંદ, ઑગસ્ટ - ૧૯૫૧ Page #306 -------------------------------------------------------------------------- ________________ નિતાંત આનંદ માટે શુદ્ધ વિચારશક્તિની. સૌથી પ્રથમ અપેક્ષા રહે છે. માણસ પોતાની પ્રજ્ઞાને બરાબર ન કેળવે અને સારાસારનો વિચાર કરવાનું સામર્થ્ય ન મેળવે, ત્યાં લગી એ સાત્ત્વિક આનંદની ઝાંખી કરી શકવાનો નથી. બરાબર બુદ્ધિ કેળવાયા પછી અને સારાસારનો વિચાર કરવાની શક્તિ મળ્યા પછી પણ તે પ્રમાણે આચરણ ન થાય તોપણ વિશુદ્ધ આનંદને બદલે ભળતો જ આનંદ માણસને ફસાવી દે છે. એટલે પ્રજ્ઞાને કેળવવા સાથે મનમાં ઉદારતા લાવવાનો પણ વિશેષ અભ્યાસ પાડવો જોઈએ. 22 PM નું SU.