________________
૨૩૪ ૦ સંગીતિ
આવ્યો હશે ને પોતાની જગ્યામાંથી બહાર નીકળ્યો હશે ? અમારે મન એ અજાણ્યો હતો, પણ અમને જિવાડવા જ પરમેશ્વરે તેનું ધ્યાન અમારા પડછાયા તરફ કેમ જાણે દોર્યું ન હોય ! તેણે તો જ્યાં ઊભો હતો ત્યાંથી જોરથી બૂમ પાડી કે, “એલા, કોણ છો ? આમ ક્યાં મરવા જાઓ છો ?” આ સાંભળીને અમારામાંના કોઈએ કહ્યું કે, ‘અમે ભૂલા પડ્યા છીએ અને અમારે ગોરખમઢી પાસે અમુક મહંતના મકાનમાં જવું છે.”
આ સાંભળીને પેલા સાધુએ જોરથી કહ્યું કે, “તમે જ્યાં છો ત્યાં જ ઊભા રહો. હું નીચે તમારી પાસે આવું છું અને તમને રસ્તો બતાવી, તમે જ્યાં ઊતર્યા છો તે મહંતની મહૂલી પાસે મૂકી જાઉં છું.” આ સાંભળી અમે સૌ તરત જ એકદમ થંભી ગયા. વીસ-પચીસ મિનિટમાં તો ફાનસ લઈને અમારી પાસે એ આવી ગયો અને અમને સીધો સરળ પગથિયાવાળો રસ્તો બતાવી દીધો. ત્યાંથી અમે ઝપાટાબંધ ચાલવા લાગ્યા.
અમે આશરે રાતના ત્રણેક વાગ્યે પેલા મહંતની મહૂલીએ પહોંચ્યા; થાકીને લોથપોથ થઈ ગયેલા. અત્યાર સુધી તો ચાલવાનું જોમ હતું, પણ હવે તો એ પણ ન રહ્યું. બેઠા ત્યાંથી ઊભું જ ન થવાય; પગ ચાલવાની જ ના પાડે. પગે ગોટલા ચડી ગયા. થોડો વિસામો લઈ પહેલું કામ પાણી પીવાનું કર્યું. બીજા વિશે મને કશું યાદ રહ્યું નથી, પણ મારી પોતાની વાત મને બરાબર યાદ છે, કે મેં તો પાણીનો ભરેલો ઘડો જ મોઢે માંડ્યો અને ધરાઈ ધરાઈને પાણી પીધું. મહંતજીએ અમારે માટે ગાદલા પથરાવીને રાખ્યા હતા, એટલે ઝટ ઊંઘભેગા થઈ ગયા. સવારે કાં'ક કળ વળી.
પેલા ચેલાજી કહે : “હવે ચાલો, એ ગુફાઓ તથા બીજી ગુફાઓ બતાવવા સાથે આવું.”
અમે ઘસીને ના પાડી. એને બિચારાને ઉત્સાહ હતો, પણ અમે ભો ખાઈ ગયેલા એટલે તેની જોડે જવાની તો ના પાડી, શ્રી જિનવિજયજી અને શેઠ તો જોવાના રસિયા હતા, એટલે એમણે હા પાડતાં હું પણ સાથે જોડાયો. પછી તો સવારમાં શૌચ, દાતણપાણી કરી, થોડો નાસ્તો લઈ, બધા ઊપડ્યા ગુફાઓ જોવા. ચિદાનંદજીની અને બીજી એવી અનેક ગુફાઓ જોઈ. ગુફાનું મોઢું ક્યાંક સાંકડું ને ક્યાંક પહોળું. અંદર થોડો-ઘણો પ્રકાશ આવે તેવી સગવડ ખરી. કોઈ ગુફા તો અંદરથી રીતસર ચણેલી દેખાઈ. ગુફામાં પેસતાં કચાંક સૂઈને પેસવું પડે અને કયાંક બેસીને પેસવું પડે. ગુફામાં કોઈ જંગલી પશુ તો નહીં હોય—એની ખાતરી કરવા અમે એકબાજુ દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org