________________
જેને સમાજની વર્તમાન પરિસ્થિતિ ૦ ૮૯ લોકોને સાચો રસ્તો ચીંધવો ઘટે તથા પોતે પણ જરૂરિયાતો ઓછી ઓછી કરતા જઈને સમાજ ઉપરનો બોજો હળવો કરવો ઘટે. ભગવાન મહાવીરે અસાર સંસારને છોડીને પોતાનો કેટલો બોજો સમાજ ઉપર નાખેલો ? પરમાનંદભાઈ કહેવા લાગ્યા કે “જેમ રાજકારણીઓ લોકોને અજ્ઞાનમાં રાખી પોતાની સ્વાર્થસાધના કરતા પ્રત્યક્ષ દેખાય છે,” તેમ તમામ ધર્મના ધર્મગુરુઓ મોટે ભાગે લોકોને અજ્ઞાનમાં રાખીને પોતાની તૃપ્તિ મેળવી રહ્યા છે. આ સ્થિતિ કાંઈ આજની નથી, આજ હજારો વર્ષથી ચાલી આવેલ છે. એમાં તમે કે હું શું કરી શકવાના ? ઘણા મહાનુભાવો કેવળ સત્યાર્થી પણ હોય છે, પણ તેઓ શું કરે? એટલે આપણે તો આપણા પૂરતું શોધન કરવું અને ગુણો કેળવવા પ્રયત્ન કરવો એ જ વર્તમાન જીવનને શાંતિમય અને રસમય બનાવવાનો ખરો અને સીધો રસ્તો છે.” મેં કહ્યું, હવે એક જ વાત કરી મારું બોલવું પૂરું કરી દઉં. ૨૫૦૦મી જયંતી આવી રહેલ છે. ચૈત્ર શુદિ તેરસને કલ્પો તો જન્મજયંતી અને નિર્વાણ તિથિને કલ્પો તો નિર્વાણજયંતી. મને લાગે છે કે એક તો વરઘોડાઓ સરસ નીકળવાના. કેટલીક ચોપડીઓ પણ લખાવાની અને ધામધૂમ, જમણ વગેરે પણ ઉત્તમોત્તમ થવાનાં. જે તપસ્વી તદ્દન અચેતક હતો, જમણ કે ધામધૂમમાં જેને લેશમાત્ર રસ ન હતો તેની પાછળ તેને જ નામે ધામધૂમ અને જમણ ! ભગવાન મહાવીરનું વર્તમાન પરસ્પર વિસંગતિવાળું જે જીવનચરિત્ર સાંભળ્યા કરીએ છીએ, તેને બદલે તેમનું સંશોધનયુક્ત અને પરસ્પર વિસંગતિ વિનાનું જીવન લખાશે ખરું ? દિગંબર-શ્વેતામ્બર વગેરે શબ્દોને બદલે માત્ર એક જૈન તરીકે જ ઓળખાવાનું આખો જૈન સમસ્ત સંઘ પસંદ કરશે ખરો? અર્ધમાગધી તથા પાલી ભાષા, જેનું અત્યારે કોઈ ધણીધોરી નથી, તેને ભારતીય બંધારણમાં જે ચૌદ ભાષાઓ નોંધાયેલ છે તેમાં સ્થાન મળશે ખરું?
“તમામ જૈનો વર્તમાનમાં જેને સમક્તિ માને છે તે સૌનું સમકિત છે, એમ સૌ માનશે ખરા?
“જૈનમાત્ર સગો ભાઈ છે એવી ભાવના વધશે ખરી?' એમ પ્રશ્ન ન કરીએ, પણ જયંતી જેવા પ્રસંગે તો એ ભાવના વધવી જ જોઈએ. પરમાનંદભાઈ, મેં તો આખી જિંદગી શાસ્ત્રો-સૂત્રો વાંચીને વિશેષ મનનચિંતન કર્યા કરેલ છે. અને હવે તો આરે આવીને બેઠો છું અને જૈન સમાજની જે વર્તમાન દશા દેખાય છે તે જોઈને હર્ષ પણ થાય છે; છતાં હર્ષ કરતાં વિશેષ ખેદ થાય છે. જાણે જૂનાકાળમાં મંદિરો બંધાવવાનો, પ્રતિષ્ઠાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org