________________
૯૦ - સંગીતિ
કરવાનો, એમ અનેક પ્રકારનો વા વાતો હતો તે જ વા અત્યારે પણ ચાલુ છે. પાલીતાણામાં જ્યાં મંદિરોનો પાર નથી ત્યાં પણ આ વાને લીધે જ મંદિરો બંધાય છે.
“જૈન” છાપામાં ધર્મની પ્રભાવનાઓના સમાચારો વાંચતો રહું છું ત્યારે કોઈ ગમ જ પડતી નથી. કોઈ પ્રભાવનાના સમાચારમાં આવા સમાચાર તો આવતા જ નથી કે અમુક માસમાં શ્રાવક લોકોએ પ્રામાણિક વ્યવહાર કરવાની, સેળભેળ ન કરવાની કે કાળાબજારો ન કરવાની પ્રતિજ્ઞા લીધી હોય ! એમ પણ સાંભળું છું કે કેટલાક સૂરિવરો તો ઉઘાડે છોગ કહે છે કે કાળાબજારના પૈસા મંદિર, પ્રતિષ્ઠા વગેરે ધર્મના ઉત્સવો વગેરે માટે જરૂર વાપરી શકાય. જ્યારે લોકો આ વાત સાંભળે ત્યારે કાળાબજાર વગેરે અનુચિત પ્રવૃત્તિઓ કરતાં કેમ કરીને અટકે ?” - આ બધી વાત મારી પત્ની પણ સાંભળતી હતી, તે મને કહેવા લાગી કે તમે પરમાનંદભાઈને આવું આવું બધું શા માટે કહો છો? તમારા કહેવાથી કેટલા લોકો સમજવાના? શું પરમાનંદભાઈ આ બધું સમજતા નથી ?” તેને કહ્યું કે “તારી વાત તો ખરી છે, પણ એક સમાન વિચારના મિત્ર મળે ત્યારે જ આવી વાતો કરી શકાય અને વિશેષ ચિંતન-મનનની સામગ્રી મેળવી શકાય. હું કાંઈ કોઈને સુધારવા આ બધી વાતો કરતો નથી, પણ મૂળ વસ્તુ કેવી હતી અને વર્તમાનમાં તેનો કેવો વિચિત્ર આકાર થઈ ગયો છે અને આ આવા વિકૃત આકારને પરમ સત્ય રૂપ માની લોકો તેને કેવા વળગી રહ્યા છે અને સ્વાર્થસાધુઓ પોતાનો સ્વાર્થ, રાજકારણમાં કે ધર્મકારણમાં કેવી રીતે સાધી રહ્યા છે, આ એક પરિસ્થિતિની કહો કે અજ્ઞાનતાની કહો, કેવી બલિહારી છે એ વિચારવાની દૃષ્ટિએ આ બધી વાત કરું છું.”
– પ્રબુદ્ધ જીવન, સપ્ટે. - ૧૯૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org