________________
૧૧૬ ૦ સંગીતિ
અસુરો અને રાક્ષસો હાહાકાર કરવા લાગ્યા અને ગાયો ઉપર શસ્ત્ર પડ્યું જાણી ભારે નારાજ થઈ ગયા.
બહુ પ્રાચીન સમયમાં લોકોને માત્ર ત્રણ રોગ હતા ઃ ૧ ઇચ્છા, ૨ ભૂખ અને, ૩ ઘડપણ. પણ આ રીતે ગોવધના ફેલાવાથી તથા યજ્ઞમાં બીજાં બીજાં પશુઓનો ઘાત થતો હોવાથી જનતામાં બીજા અનેક રોગો ઊભરાયા, ફેલાયા અને એને લીધે તમામ લોકો કમોતે મરવા લાગ્યા.
ગોવધ વા પશુવધરૂપ એક જૂનો જંગલી અધર્મ ઉત્પન્ન થયો તેથી યાજકો નિર્દોષ ગાયોને વા અન્ય પશુઓને યજ્ઞમાં મારવા લાગ્યા અને ધર્મનો
નાશ કરવા લાગ્યા.
સુજ્ઞ અને વિચારક લોકો આવા હિંસામય યજ્ઞોની નિંદા કરવા લાગ્યા અને યાજકોને જોતાં જ તેમની ઘૃણા કરવા લાગ્યા.
આ પ્રકારે ધર્મ-ખરો અહિંસાનો આચાર–વિપત્તિમાં આવી પડ્યો તેથી જનતામાં બુદ્ધિભેદ વધવા લાગ્યો, વૈશ્યો અને શૂદ્રો સૌ જે એક હતા તેઓ જુદા પડી ગયા, ક્ષત્રિયોમાં પણ ભંગાણ પડ્યું અને પત્નીઓ પતિઓની અવગણના કરવા લાગી.
આવો ભ્રષ્ટવાડો ફેલાતાં સારા સારા ક્ષત્રિયો, બ્રાહ્મણો અને બીજા લોકો પણ હવે કોઈ પ્રકારનો ભય રાખ્યા વિના સ્વચ્છંદે વર્તવા લાગ્યા અને ભોગવિલાસનાં ચેન ઉડાવવા લાગ્યા.
બ્રાહ્મણો : હે ભગવાન ! તમે અમને સાચી વાત કરી છે, સાચી હકીકતની માહિતી આપી છે; માટે હે ગૌતમ ! હવે અમે બધા તમારે શરણે આવીએ છીએ, ધર્મનું શરણું સ્વીકારીએ છીએ તથા ભિક્ષુસંધનું શરણ લઈએ છીએ અને આજથી અમે બધા હવે તમારા ઉપાસક બનીએ છીએ.
ભગવાન બુદ્ધ અને મારની સેના
तं मं पधानपहितत्तं नर्दि नेरंजरं पति । विपरक्कम्म झायंतं योगक्खेमस्स पत्तिया ॥
સાર : શ્રી ગૌતમબુદ્ધ પોતે જ કહે છે કે નિરંજરા નદીને કાંઠે ઘટાદાર વડના ઝાડની નીચે સ્થિર આસન જમાવી જ્યારે હું નિર્વાણની શોધ માટેના પ્રયત્નમાં ગરકાવ થઈ ગયો હતો, ત્યારે લાલચ અને તૃષ્ણારૂપ માર પોતાના લાવલશ્કર સાથે આવીને મને આમ કહેવા લાગ્યો :
Jain Education International
नमुची करुणं वाचं भासमानो उपागमि । किसो त्वमसि दुव्वण्णो अंतिके मरणं तव ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org