________________
૧૭ર • સંગીતિ
પિતા બોલ્યા :
દીકરા ! આ તું શું કહે છે? આ સંસાર કેવી રીતે પિસાઈ રહ્યો છે? દુઃખોથી કેવી રીતે ઘેરાયેલો છે? કઈ સફળ રાત્રીઓ વીતતી જાય છે? જાણે કે તું શું મને બિવરાવી રહ્યો છે !૮
પુત્ર બોલ્યો :
લોક બધા મૃત્યુથી આઘાત પામેલા છે, જરાના રોગથી ઘેરાયેલા છે અને આપણા આયુષ્યને ઘટાડનારાં આ રાતદિન ચાલ્યાં જાય છે. આ બધું છે પિતા ! તમે કેમ જાણતા નથી ? ૯
આયુષ્યને ગળી જનારી આ કાળરાત્રીઓ રોજ ને રોજ આવે છે અને જાય છે. વળી હું જયારે એ જાણું છું કે મૃત્યુ ઊભું રહેતું નથી, ૧૦
ત્યારે જ્ઞાન-સમ બદ્ધરથી નહીં ઢંકાયેલો હું કેવી રીતે વાટ જોઈને બેસી રહું ? (અર્થાતુ પ્રતિક્ષણ આયુષ્ય ઘટતું રહે છે અને મૃત્યુનો ભય ઊભો જ છે, તેવે વખતે વેદોને ભણવાનું, પુત્રોને પેદા કરવાનું અને યજ્ઞો કરવાનું મને કેમ સૂઝે ?) ૧૧
“જેમ જેમ રાતો વીતે છે, તેમ તેમ આયુષ્ય અલ્પ, અલ્પતર અને અલ્પતમ થતું રહે છે. પંડિત પુરુષે આવી સ્થિતિમાં વીતી જતા સમયને નિષ્ફળ માનવો જોઈએ. આવી દુઃખમય પરિસ્થિતિમાં કયો માણસ સુખ પામે ? ઓછા પાણીમાં જેમ માછલું તરફડે, તેમ માણસો દુઃખમાં તરફડી રહ્યાં છે. માણસની ધારેલી વાસનાઓ પૂરી નથી થતી, ત્યાં તો મનુષ્યને મૃત્યુનું તેડું આવી જાય છે. ૧૨
વાસનાઓમાં મનને પરોવીને માણસ હજુ ફૂલોને ચૂંટતો હોય છે, ત્યાં જ મૃત્યુ તેને ઉપાડીને ચાલતું થાય છે–જેમ વરુ ગરીબ ઘેટાને ઉપાડીને ચાલતું થાય છે તેમ. ૧૩
‘તું આજે જ તારું શ્રેય જે થાય તે કરી લે, તને આ મૃત્યુ-કાળ દબાવી ન જાય. કરવાનાં કાર્યો અણકર્યા રહેશે અને ખરેખર તને મૃત્યુ ખેંચી જશે. ૧૪
“આવતી કાલે કરવાનું આજે જ કરી લે, સાંજે કરવાનું બપોરે જ કરી લે. આણે પોતાનું કામ કર્યું છે કે નથી કર્યું એ રીતે મૃત્યુ કોઈની વાટ જોતું નથી. ૧૫
એમ કોણ જાણી શકે છે કે આજે કોનું મરણ થવાનું છે? માટે યુવાન માણસે જ ધર્મશીલ થવું જોઈએ. જીવન અનિત્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org