________________
તેમણે પોતાની ૧૮ વર્ષની ઉંમરે કરી હતી. આમ તેમનું વિદ્યાપ જીવનના આરંભે જ શરૂ થયેલું તે આજીવન ચાલુ રહ્યું હતું. તેમના લેખોમાં ઊંડું શાસ્ત્રચિંતન અને ગવેષણા અને નિષ્પક્ષ તત્ત્વચિંતન જોવા મળે છે. જીવન અત્યંત સાદગીપૂર્ણ અને સમતાભર્યું પણ કાળક્રમે શાસ્ત્રોમાં અને સમાજમાં પ્રવેશેલ વિકારો કુરૂઢિઓને જોઈને ઊંડું દુઃખ અનુભવતા હતા. તેમણે તેમની આ વ્યથા લેખો દ્વારા પ્રગટ કરેલી છે. તેમના વિચારો રૂઢ માનસ ધરાવતા લોકો પચાવી શક્યા ન હતા તેથી તેમને મારી નાંખવા સુધીના પ્રયાસો પણ થયા હતા. તેમ છતાં સત્યના માર્ગથી વિચલિત થયા ન હતા. સત્યની સાધના કેવી કઠિન હોય છે !
આ ગ્રંથમાં તેમના બધા જ લેખો સમાવિષ્ટ કરવા અશક્ય હતું. ભાષાવિષયક લેખો, સિદ્ધાંતને સ્પર્શતા લેખો, શાસ્ત્રીય વિષયોની ચર્ચા કરતા લેખો સિવાય અહીં તો ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ અને કેટલાક સમકાલીન પ્રશ્નોને ચર્ચતા પસંદગી કરેલા લેખોનો જ સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમના બાકી રહેલા લેખો પણ ગ્રંથસ્વરૂપે પ્રગટ કરવાનું કાર્ય ગૂર્જર જેવી સંસ્થા ઉપાડી લેશે તો સંશોધકો, જિજ્ઞાસુઓ અને વાચકોને ઘણો મોટો લાભ થશે.
જિતેન્દ્ર બી. શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org