________________
પં. શ્રી બેચરદાસ જીવરાજ દોશી
સત્યને ફૂલના હાર પર નહિ, પણ તલવારની ધાર પર જીવનાર, પાંડિત્ય ખાતર અપૂર્વ આત્મભોગ આપનાર, રાષ્ટ્ર ખાતર હદપારીની સજા ભોગવનાર, સરસ્વતી દેવી, સમાજ અને રાષ્ટ્રની તન, મન ને ધનથી સેવા કરનાર પંડિતવર્ય શ્રી બેચરદાસજીની ગણના ભારતના અગ્રગણ્ય સાક્ષરો, રાષ્ટ્રસેવકો ને સમાજસેવકોમાં થતી હતી. તેમણે જીવનની ત્રિવિધ દિશાઓમાં પોતાના પુરુષાર્થને અવિરતપણે વહાવી જીવનને ચરિતાર્થ કર્યું હતું. તેમાંય ખાસ કરીને જૈન સંઘને અંધશ્રદ્ધાની નિદ્રામાંથી જગાડનાર આ યુગના ગણ્યાગાંઠ્યા પંડિત પુરુષોમાંના તેઓ એક હતા.
ઊગતી ઉંમરમાંથી જ મુસીબતોમાં જીવવા ટેવાયેલા પુરુષાર્થી પંડિતજી ૯૦-૯૨ વર્ષની ઉંમરે પણ, મનને કે તનને અસ્વસ્થ બનાવી દે એવી મુશ્કેલીઓ વચ્ચે પણ, સમભાવપૂર્વક પોતાની સરસ્વતી અને સમાજધર્મની ઉપાસનાને અખ્ખલિતપણે આગળ વધારી રહ્યા હતા. નવું નવું જાણવાની અને સત્યને શોધવાની એમની વૃત્તિમાં જીવનના અંત સુધી પણ ઢીલાશ આવી ન હતી, એ એમના જીવનની એક આગળ પડતી વિશેષતા હતી.
ભારતના અને જૈનોના ઇતિહાસમાં વલભીપુરનું નામ ભારે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જૈન આગમશાસ્ત્રોને ગ્રંથસ્થ કરવાનું ગૌરવ આ નગરીને ફાળે જાય છે. સૌરાષ્ટ્રની ધરતીના ગૌરવભર્યા આ વલભીપુર (વળા) નગરમાં વિ. સં. ૧૯૪૬ની સાલમાં, માગશર વદિ અમાવાસ્યાને દિવસે પંડિતજીનો જન્મ થયો હતો. એમના પિતાશ્રીનું નામ જીવરાજ લાધાભાઈ દોશી. માતાનું નામ ઓતમબાઈ. નાતે વીસાશ્રીમાળી દેરાવાસી જૈન. કુટુંબની સ્થિતિ બહુ સાધારણ. પંડિતજીના ભણતરની શરૂઆત વળાની ધૂડી નિશાળમાં થયેલી. ત્યારપછી પાંચ ચોપડી સુધી તેઓ પોતાના મોસાળ સણોસરામાં ભણ્યા, અને છઠ્ઠી ચોપડી વલભીપુરમાં આવી પૂરી કરી. આ દરમિયાન એમની ૧૦ વર્ષની ઉંમરે એમના પિતાશ્રીનું અવસાન થયું, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org