________________
૧૮૪ • સંગીતિ
नानुतिष्ठसि धर्मार्थो न कामे चापि वर्तसे । इन्द्रियार्थाननादृत्य मुक्तश्चरसि साक्षिवत् ॥७॥ का नु प्रज्ञा श्रुतं वा किं वृत्तिर्वा का नु ते मुने ! । क्षिप्रमाचक्ष्व मे ब्रह्मन् ! श्रेयो यदिह मन्यसे' ॥८॥
હે આજગર મુનિ ! હે બ્રાહ્મણ ! તું સ્વસ્થ છે, શક્તિશાળી છે, કોમળવૃત્તિવાળો છે, જિતેંદ્રિય છે, કશું કરવાની તાલાવેલી વગરનો છે, ઈર્ષારહિત છે. તારી ભાષા મધુર છે, કોઈથી દબાય એવો પણ તું નથી અર્થાત્ તેજસ્વી છે, મેધાવી છે, પ્રાજ્ઞ છે અને બાળકની પેઠે નિર્દોષભાવે રહે છે. ૪
“હે મુનિ ! તું લાભની ઇચ્છા રાખતો નથી, તેમ અલાભ બાબત શોક પણ કરતો નથી; કેમ જાણે નિત્યતૃપ્ત હો એવો જણાય છે. આ તારી ચારે બાજુ જે ધમાલ, ખટપટ, પ્રપંચ ચાલી રહ્યાં છે તેમને તું લેશમાત્ર ગણકારતો નથી. ૫
પ્રકૃતિના પૂર દ્વારા તમામ પ્રજાઓ હરાતી-ઢસડાતી–જાય છે એટલે કે લોકો કાળના મુખમાં નિરંતર પડતા રહે છે. છતાંય તું તો કેમ જાણે એ તરફ જરા પણ મન લગાડતો ન હોય એમ વર્તે છે. ધર્મ તથા અર્થની ધામધૂમ ભરેલી ધમાલવાળી પ્રવૃત્તિઓ તરફ તું જાણે કૂટસ્થ (તટસ્થ) હો એમ દેખાય છે (કૂટસ્થ એટલે કોઈ પ્રકારની સારી-નરસી અસર વગરનો-નિર્વિકાર). ૬
“હે મુનિ ! તું ધર્મનો ડોળ કરતો નથી, અર્થની ધમાલ કરતો નથી અને વાસનાઓમાં પણ વર્તતો નથી. ઇંદ્રિયોના વિષયો તરફ આદરભાવ બતાવ્યા વિના કેમ જાણે સાક્ષી હો એ રીતે મુક્તવૃત્તિએ રહે છે. ૭
હે મુનિ ! તું જે આમ સ્વસ્થ રહે છે તે માટે તારી પાસે કઈ જાતની બુદ્ધિ છે? ક્યા પ્રકારનું શાસ્ત્ર છે? તારી પાસે એવી કઈ જાતની વૃત્તિ છે? હે બ્રાહ્મણ ! તું જે મારે માટે કલ્યાણરૂપ માનતો હતો તે ઝટ કહી નાખ, જેથી મને આ તારા જેવી પ્રસન્ન સ્થિતિનો લાભ થાય. ૮
(આમ રાજા પ્રફ્લાદનો પ્રશ્ન સાંભળી આજગર મુનિએ જે કાંઈ કહ્યું તે પિતામહ પોતાના શબ્દોમાં રાજા યુધિષ્ઠિરને આ પ્રમાણે કહેવા લાગ્યા :) भीष्म उवाच
"अनुयुक्तः स मेधावी लोकधर्मविधानवित् । उवाच श्लक्ष्णया वाचा प्रह्लादमनपार्थया ॥९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org