________________
એક ભજન ને મહાભારત ૦ ૧૮૩ ધર્મરાજ યુધિષ્ઠિર ભીષ્મપિતામહને પૂછે છે, કે
"केन वृत्तेन वृत्तज्ञ ! वीतशोकश्चरेत् महीम् ।
किं च कुर्वन्नरो लोके प्राप्नोति गतिमुत्तमाम्" ॥
હે વૃત્તજ્ઞ! જેને વીતશોકનૃતદ્દન શોક વગરના થઈને જીવવું હોય તે પુરુષ કયા પ્રકારના વૃત્ત વડે, આચરણ વડે, વર્તન વડે આ જગતમાં રહે ? અને શું પ્રવૃત્તિ કરતો પુરુષ આ જગતમાં ઉત્તમ ગતિને પામે ?”
ધર્મરાજનો આ પ્રશ્ન સાંભળી પાકા અનુભવી અને ધર્મના વૃત્તથી ઘડાયેલા તથા તમામ પ્રકારનાં વૃત્તોને, વૃત્તાંતોને જાણનાર એવા ભીષ્મપિતામહ બોલ્યા :
“સત્રયુહર્તામમિતિહાસં પુરાતનમ્ |
प्रह्लादस्य च संवादं मुनेराजगरस्य च" ॥२॥ “રાજા યુધિષ્ઠિર ! તમારા આ પ્રશ્નના ઉત્તર માટે અહીં રાજા પ્રહલાદ અને આજગર મુનિ વચ્ચે થયેલો પુરાતન ઇતિહાસમય આ સંવાદ ટાંકી બતાવું છું.”
ભીષ્મપિતામહે વર્ણવેલો આ સંવાદ ઘણો મોટો છે, એટલે તે આખોય અહીં ન અપાય; પરંતુ ઉપર્યુક્ત ભજનના ભાવ સાથે પિતામહનાં જે જે વચનો બરાબર મળતાં આવે છે, તેમને અહીં ટાંકી બતાવવાં જોઈએ. એમ થાય તો જ અર્વાચીન અને પ્રાચીન અનુભવવાણીનો તુલનાત્મક ભાવ બતાવી શકાય.
પિતામહ કહે છે : પ્રહ્ના ૩થીવ | (રાજા પ્રદ્યારે પેલા આજગર મુનિને પૂછ્યું કે) 'स्वस्थः शक्तो मृदुर्दान्तो निर्विधित्सोऽनसूयकः । सुवाक् प्रगल्भो मेधावी प्राज्ञश्चरसि बालवत् ॥४॥ नैव प्रार्थयसे लाभं नालाभेष्वनुशोचसि । नित्यतृप्त इव ब्रह्मन् ! न किञ्चिदिव मन्यसे ॥५॥ स्रोतसा ह्रियमाणासु प्रजासु विमना इव । धर्मकामार्थकार्येषु कूटस्थ इव लक्ष्यसे ॥६॥
૧. અજગર જેવી વૃત્તિથી પોતાનું જીવન ટકાવે છે, અર્થાત્ કોઈ પ્રકારથી બીજાને દુઃખ
પહોંચાડનારી ખટપટ કર્યા વિના જેમ અજગર જીવે છે, તેમ જીવનનો નિર્વાહ કરે તે અજગર જેવો માટે આજગર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org