________________
એક ભજન ને મહાભારત ૦ ૧૮૫
“લોકધર્મના વિધાનને સમજનારા એટલે સંસારના સ્વભાવને બરાબર પિછાણનારા અને જેમને પ્રશ્ન પૂછવામાં આવેલ છે, એવા તે મેધાવી આજગર મુનિએ રાજા પ્રલાદને અર્થભરેલી, કોમળ વાણી વડે આ પ્રમાણે કહ્યું : ૯
'पश्य, प्रह्लाद ! भूतानामुत्पत्तिमनिमित्ततः ।
हासं वृद्धि विनाशं च न प्रहृष्ये न च व्यथे ॥१०॥ હે રાજા પ્રહલાદ ! તું જો (વિચાર કરો. આ તમામ પ્રકારના જીવો વિના કારણે પેદા થાય છે, તેમની ઘટ થાય છે, તેમનો વધારો થાય છે અને તેમનો સમૂળગો વિનાશ થાય છે. એ બધું અકારણ થાય છે એમ જાણીને હું હરખાતો નથી તેમ દુણાતો નથી. અર્થાત્ સંસારમાં ચાલતા આ પ્રકારના ભૂતોના જીવોના સંઘર્ષને જોઈને મને કશો હરખશોક થતો નથી, એ સ્વસ્થ જીવનનું પ્રથમ કારણ છે.
'स्वभावादेव संदृश्या वर्तमानाः प्रवृत्तयः ।। स्वभावनिरताः सर्वा परितुष्येन्न केनचित् ॥११॥ पश्य प्रह्लाद ! संयोगान् विप्रयोगपरायणान् । संचयांश्च विनाशान्तान् न क्वचिद् विदधे मनः ॥१२॥ अन्तवन्ति च भूतानि गुणयुक्तानि पश्यतः ।
उत्पत्तिनिधनज्ञस्य किं कार्यमवशिष्यते ? ॥१३॥ હે રાજા પ્રહલાદ ! વર્તમાન આ જે તમામ પ્રવૃત્તિઓ ચાલે છે, તે બધીને સ્વાભાવિકપણે ચાલતી સમજવાની છે. તે તમામ પ્રવૃત્તિઓ એક માત્ર સ્વભાવને વશ છે, માટે તે ગમે તેવી કોઈ એક પ્રવૃત્તિ જોઈને હરખાવાનું નથી. ૧૧
“હે રાજા પ્રફ્લાદ ! તું જો, જે આ બધા સંયોગો છે, સંબંધો છે, માદીકરો, બાપ-બેટો, પતિ-પત્ની, ભાઈ-બહેન, મામા-માશી, ફઈ-ફૂવા કે શત્રુ-મિત્ર; આ તમામ સંબંધનો છેવટે વિયોગ છે, અર્થાત્ એમાંનો એક પણ સંબંધ સ્થિર નથી. વળી જે આ બધો ધન, માયા, પ્રેમ, સગાઈ, સંબંધો, જશકીર્તિ વગેરેનો જે મોટો સંચય કરવામાં આવે છે, તે તમામનો છેવટ પણ વિનાશ જ છે. માટે હું તો તેમાંના કોઈ તરફ જરા પણ મન ફેરવતો નથી અર્થાતુ મારું મન તે બાબત જરાય આસક્ત નથી, રાજી થતું નથી તેમ નાખુશ પણ થતું નથી. વસ્તુસ્થિતિને બરાબર પારખ્યા પછી ક્યાં રાજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org