________________
૧૮૬૦ સંગીતિ થવું? ક્યાં રડવું ? ૧૨
“જગતમાં આ જે તમામ પ્રકારનાં પ્રાણીઓ છે, તે બધાં વિનાશવશ અને પોતપોતાના ગુણથી યુક્ત છે, અર્થાત્ તમોગુણી, રજોગુણી કે સત્ત્વગુણી એવાં આ તમામ પ્રાણીઓને જે જોતો હોય, બરાબર સમજતો હોય એવા ઉત્પત્તિ અને મરણના સ્વભાવને જાણનારાને હવે એવું કયું કામ બાકી રહી જાય છે કે જે માટે આસક્ત થવાનું હોય? ૧૩
રાજા પ્રફ્લાદ ! હું તો આ જાતની પ્રજ્ઞા, આ જાતનો અનુભવ અને આ જાતની વૃત્તિને લીધે આ સંતાપથી તપતા સંસારમાંય પ્રસન્નપણે મારો સમય વિતાવું છું. વળી તું જો, હું શું શું કરું છું :
"सुमहान्तमपि ग्रासं ग्रसे लब्धं यदृच्छया । शये पुनरभुञ्जानो दिवसानि बहून्यपि ॥१९॥ आशयन्त्यपि मामन्नं पुनर्बहुगुणं बहु । पुनरल्पं पुनः स्तोकं पुनर्नैवोपपद्यते ॥२०॥ कणं कदाचित् खादामि पिण्याकमपि च ग्रसे ।
भक्षये शालि-मांसानि भक्ष्यांश्चोच्चावचान् पुनः ॥२१॥ જો રાજા પ્રફ્લાદ ! મને કોઈ વાર આકસ્મિક રીતે કોઈ સરસ મોટું ભોજન મળી જાય તોય અનાસક્તભાવે ખાઈ લઉં છું અને ન મળે અર્થાત્ કશું ખાવાનું ન મળે તોય કશી ધમાલ કે ઉધમાત કર્યા વિના-ખાધાપીધા વિના ઘણા દિવસો સુધી એમ ને એમ સૂઈ રહું છું. ૧૯
“કોઈ વાર તો લોકો મને બહુગુણવાળું અન્ન થોડું કે ઘણું ખવડાવી જાય છે, ત્યારે કોઈ વાર વળી જરાક જેટલું પણ મળતું નથી. ૨૦
વળી કોઈક વાર તો દાણાના કણોને વીણી ખાઉં છું અને કોઈક વાર તો ખોળ પણ ખાઈ લઉં છું. વળી કોઈક વાર ઉત્તમ સાળના ચોખા અને સરસ પકાવેલું માંસ મળી જાય છે તો તેને ખાઈ લઉં છું અને કોઈક વાર વળી થોડું કે ઘણું વા સારું કે નરસું જે મળે તે ખાઈ લઉં છું.
ખાવાપીવા પ્રત્યે મારી આ દષ્ટિ છે કે સાધના માટે શરીરને ટકાવી રાખવું અને જે મળે તેમાં સંતોષ માનવો.
૧. સરખાવો ભજનની કડી ૧લી :
कभी चबावें चना चबीना कभी लपट लैं खीरा दी।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org