________________
એક ભજન ને મહાભારત ૦ ૧૮૭ વળી તે આજગર મુનિ કહે છે કે એમ કહીને ભીષ્મપિતામહ બોલ્યા:
'शये कदाचित् पर्यङ्के भूमावपि पुनः शये ।
प्रासादे चापि मे शय्या कदाचिद् उपपद्यते' ॥२२॥ કોઈક વાર તો હું પલંગમાં સૂઉં છું, વળી કોઈક વાર જમીન ઉપર જ પથારી કરું છું. વળી કોઈક વાર મહેલમાં મારી પથારી છત્રીપલંગ ઉપર પણ હોય છે, છતાં મને એ વિશેનો જરાય હરખશોક નથી. મારી તો પ્રધાન સાધના વીતરાગવૃત્તિની છે.
“ફરી વળી ભીખે એ આજગર મુનિના પહેરવેશ વિશે જણાવતાં કહ્યું કે,
'धारयामि च चीराणि शाणक्षौमाजिनानि च ।
महार्हाणि च वासांसि धारयाम्यहमेकदा' ॥२३॥ કોઈ વાર તો ચીરો એટલે ચીંથરાં જેવાં કપડાં પહેરું છું અને કોઈ વાર વળી ભીંડીનાં કપડાં એટલે આલપાકનાં કપડાં પહેરું છું. કોઈ વાર અતલસનાં અને કોઈ વાર સુંવાળાં મખમલ જેવાં નરમ નરમ ચામડાંનાં કપડાં પહેરું છું. હું એ ઉપર કહ્યાં તેવાં વધારે કિંમતી કપડાં પહેરું કે ચીથરાં પહેરું કે રેશમ પહેરું તેનું મને કાંઈ નથી. મારે તો સમતાવૃત્તિ, અનાસક્તવૃત્તિ અને અહિંસાવૃત્તિ કેળવવાની છે. મારા જીવનનો આ એક જ ઉદ્દેશ છે એટલે એ ઉદેશને લેશ પણ હાનિ ન પહોંચે એ રીતે ખાઉં છું, પીઉં છું. સૂઉં છું અને પહેરવેશ પહેરું છું.
છેવટે ભીષ્મપિતામહ બોલ્યા કે ‘ર સંનિતિત થર્મમુપમો યદચ્છા .
प्रत्याचक्षे न चाप्येनमनुरुध्ये सुदुर्लभम्' ॥२४॥ ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું કે બીજું જે કાંઈ સાધન આકસ્મિક રીતે અને ધર્મ સચવાય એ રીતે મળે છે તે તમામનો હું ઉપભોગ કરું છું, અર્થાત્ એ ધર્મે ઉપભોગને હું નકારતો નથી, તેમ એવા કોઈ વિશેષ દુર્લભ સાધનની પાછળ પણ હું પડતો નથી.
જે જેમ મળે તેનાથી તેમ ચલાવી લઉં છું. આ રીતે રહેવાથી જ મારી શાંતિ ટકી શકે છે અને માનવત્ સર્વભૂતેષુ ભાવના પણ બરાબર જળવાય છે.
૧. સરખાવો ભજનની કડી બીજી :
कभी तो ओढे शालदुशाला कभी गुदड़ियाँ ल्हीरां दी ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org