________________
૧૮૮ • સંગીતિ
અને આ રીતે લોભ વગર, તૃષ્ણા વગર જીવનયાપન કરતાં અપૂર્વ સુખલાભ થાય છે.
છેક છેલ્લે પિતામહ બોલ્યા કે “એ આજગર મુનિએ રાજા પ્રલાદને આમ કહ્યું કે
'हृदयमनुरुध्य वाङ्मनो वा प्रियसुखदुर्लभतामनित्यतां च ।
तदुभयमुपलक्षयन्निवाहं व्रतमिदमाजगरं शुचिश्चरामि' ॥ બુદ્ધિ, મન, વચન અને શરીરને બરાબર તાબામાં રાખીને, પ્રિય અને સુખની દુર્લભતાને અને આ સંસારની અનિત્યતા સમયે સમયે બદલાતી દશા)ને સમજીને અને આ બન્ને પરિસ્થિતિને બરાબર ઓળખતો પવિત્ર એવો હું આ આગરવ્રતનું આચરણ કરું છું.' '
જે કોઈ મનુષ્ય સુખી થવાની ઇચ્છા રાખતો હોય તેણે મહાત્મા આજગર મુનિની પેઠે પોતાનું આચરણ રાખવું.
મહાભારતને લગતા આ તુલનાત્મક લેખમાં સંક્ષેપમાં બે મુદ્દા તરફ ધ્યાન રાખવાનું છે : પહેલો મુદ્દો સંતના અનુભવને શાસ્ત્ર આપો-આપ કેવી રીતે અનુસરે છે તે છે; અર્થાત્ શાસ્ત્ર સંતના અનુભવથી જુદું હોતું નથી–ખરી રીતે તો સંતનો અનુભવ જ કાળક્રમે શાસ્ત્રનું રૂપ લે છે. ઉત્તરરામચરિત'માં મહાકવિ ભવભૂતિએ એક શ્લોકમાં આમ જણાવેલું કે
"लौकिकानां हि साधूनामर्थं वाग् अनुवर्तते ।
વીજ પુનરોદાનાં વાવમનુથાવત" . અર્થાત્ દુનિયાના સાધુ-ડાહ્યા-પુરુષોની વાણી અર્થને અનુસરે છે; એટલે એ લૌકિક વાણી વસ્તુ-પદાર્થને વશવર્તી હોય છે. ત્યારે જેઓ ઋષિઓ છે, સંતો છે અને અંતરંગ રીતે જેઓ સત્યદ્રષ્ટા, સર્વદા, સર્વથા સદાચારપરાયણ છે અને સર્વાત્મક્યાનુભવી છે, તેમની વાણીની પાછળ અર્થ દોડે છે. એટલે તેઓ બોલે તે જ ખરું બને છે–તેઓ બોલે તે જ શાસ્ત્ર બની જાય છે. તેમની વાણી પદાર્થપરાધીન નથી પણ પદાર્થ તેમની વાણીને અધીન હોય છે.
મહાભારતની ઉપર જણાવેલી હકીકત અને પ્રસ્તુત ભજનની વાણી આ હકીકતનો સંપૂર્ણ દાખલો કહેવાય.
બીજો મુદ્દો ભારતીય કે અભારતીય કોઈ પણ સંતનો અનુભવ એકસરખો હોય છે એમાં લેશ પણ સંદેહ નથી. જૈન પરિભાષામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org