________________
૧૩. મોઢા આડે મુહપત્તીબંધન શા માટે ? : એક સંશોધનાત્મક સમાલોચના
(અંગત પત્રના આકારમાં મળેલી આ સમાલોચનાના લેખક પંડિત બેચરદાસ જીવરાજ દોશી એક મોટા વ્યાકરણશાસ્ત્રી અને જૈન ધર્મના પ્રખર પંડિત છે. તેમણે સંપાદિત કરેલી ‘મહાવીરવાણી'ને પૂજ્ય વિનોબાજીએ ઊંડી પ્રસન્નતાભર્યા ઉદ્ગારોપૂર્વક આવકારી છે. તેમની વિશેષતા સ્વતંત્ર ચિંતન અને પોતાના વિચારોના નીડરતાભર્યા નિરૂપણમાં રહેલી છે. વિચારોની સ્વતંત્રતા ખાતર તેમણે પોતાના સમાજ તરફથી જે સહન કર્યું છે તેવું ભાગ્યે જ અન્ય કોઈ જૈન વિચારકને સહન કરવું પડ્યું હશે. તેમનો પ્રસ્તુત લેખ મુહપત્તીબંધનના વિષયમાં મૌલિક પ્રકાશ પાડે છે. આ લખાણ મોકલીને તેમણે મારી વિચારણાને વધારે સુગ્રાહ્ય બનાવી છે. તેથી આ તેમનો લેખ પ્રગટ કરતાં હું આનંદ અને કૃતજ્ઞતાની લાગણી અનુભવું છું. પરમાનંદ)
સ્નેહી શ્રી પરમાનંદભાઈ, સપ્રેમ પ્રણામ.
સપ્ટેમ્બર મહિનાની સોળમી તારીખ અને શનિવારના ‘પ્રબુદ્ધ જીવન’માં ‘મોઢા આડે મુહપત્તીબંધન શા માટે ?' એ મથાળા નીચે તમે જે નોંધ લખેલ છે તે એકલી જ પણ ‘પ્રબુદ્ધ જીવન'ના નામને સાર્થક કરવાને સમર્થ છે એમ મને લાગે છે. મારા મનમાં પણ આ અને આવા બીજા અનેક વિષયો અંગે અનેક વિચારો ઘણી ઘણી વાર ઘોળાતા રહે છે, પણ જાણી જોઈને જ એ વિચારોને હું વાચા આપતો નથી. જોઉં છું કે સમાજના ધુરંધર આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુસાધ્વીઓ અમુક રીતે પ્રવાહપતિત થઈને ચાલી રહ્યા છે; તેમાં જ તેમને મોજ છે. આવી ચર્ચાઓને લીધે તેઓ થોડી વાર જરૂર ઊંચાનીચા થવાના અને ચર્ચા કરનારને એક-બે શબ્દો ચોપડાવવાના; એ સિવાય બીજું તેઓ કશું કરી શકવા સમર્થ નથી. આવો એક સમય હતો, પણ હવે તો આવી ચર્ચાને તેઓ ભાગ્યે જ જોતા હોય છે. હવે તો તેમની ચામડી વિશેષ જાડી થઈ ગઈ છે. એટલે આવી ચર્ચાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org