________________
૧૦૪ • સંગીતિ
કૃત્રિમ અને સુખ પણ કૃત્રિમ–એ આજના પ્રગતિશીલ જમાનાની દેણ છે.
આ સ્થિતિમાંથી ઊગરવા માટે શું કરવું તે વ્યક્તિનો, સમાજનો, રાષ્ટ્રનો પ્રાણપ્રશ્ન છે. જીવનમાં આનંદ જોઈએ, ઉત્સવ જોઈએ; વૈરાગ્યને પણ સ્થાન છે. પરંતુ જયાં અસ્થિરતા ને ઉન્માદ હોય ત્યાં આવું કશું શક્ય જ
ક્યાં છે? જે જે ભૂતકાળની વાત ઉપર લખી તેમાં કોઈને અતિશયોક્તિ કે અધૂરું અવલોકન લાગે, કોઈને સાચુંયે લાગે; પરંતુ એ હકીકત તો સિદ્ધ છે કે ભૂતકાળમાં પાછું જઈ શકાય એમ નથી. વર્તમાનમાં છીએ ને ભાવિમાં ગતિ કરવી છે. સાચી દિશા શોધવા માટે આપણે કયાંથી નીકળ્યા ને ક્યાં ઊભા છીએ તે જાણવું જરૂરી ગણાય. ભૂત અને વર્તમાનનો એ ઉપયોગ. ભાવિ માર્ગ આપણે હવે શોધી લેવો જોઈએ. સંસાર અસાર પણ નથી ને સારમય પણ નથી અથવા તો બને છે. આ અવલોકન અને મનોમંથનનો સાર એ છે કે વ્યક્તિ જો વિચારે ને પરિવર્તન સાધે તો સમાજ પલટાયા વિના રહે નહિ; કારણ કે વ્યક્તિથી જ સમાજ બને છે અને એ જ છે સંસાર. જાત સુધારીને આ સંસારને સુધારીએ.
- જીવન માધુરી, ઑગસ્ટ - ૧૯૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org