________________
આ સંસાર ! ૦ ૧૦૩
સસ્તાં હતાં, દૂધ વેચવાનો રિવાજ જ નહોતો, અને છાશ તો જોઈએ તેટલી મળતી; મોટા મુત્સદ્દીને કે મોટી પેઢીના મુનીમોને વાર્ષિક સો રૂપિયા મળતા, તો તેમાંથી સમસ્ત પરિવાર, સુખસંતોષ અને સાહેબીમાં જીવન વિતાવતો; શુભ-અશુભ પ્રસંગો પણ સારી રીતે ઊકલી જતા.
અકબરના જમાનાની વાત જવા દઈએ. મારા જમાનાની જ વાત કરું. વળામાં અમે, બહારથી આવનારા વછિયાતોને અમારે ત્યાં જમાડતા અને મહિને માત્ર પાંચ જ રૂપિયા લેતા. ઘી-દૂધ તેમનાં જુદાં લાવતાં. આમ પાંચ રૂપિયામાં અમારા કટુંબનો પણ ઘણો-ખરો નિર્વાહ થઈ જતો. હવે અત્યારે મારે એકલાને વળામાં રહેવું હોય તો અને બરાબર સારી રીતે રહેવું હોય તો મહિને સાઠ-પોણોસો રૂપિયા સહેજે જોઈએ. આમ મારી જાણમાં જ ખર્ચમાં એકદમ બા૨-પંદરગણો ખર્ચ વધી ગયો છે. જ્યારે સામે પલ્લે આવકના માર્ગો એકદમ ઘટી ગયા છે. હાથઉદ્યોગો બધા ભાંગી ગયા છે. પરદેશી તમામ વસ્તુઓ બજારોમાં ઊભરાય છે. જેઓ વેજાં વણે છે તેઓ માથે વેજાં મૂકીને ભરબજારે આખો દિ’ આંટા માર્યા કરે તો પણ તેમનાં વેજાં ખપતાં નથી. છેવટે લાચારીથી થાકીને થોડી ખોટ ખાઈને પણ વેજાં વેચી જાય છે. ઘરમાં નવરાશનો પાર નથી, કોઈ હાથઉઘોગ નથી; લોટ તૈયાર, મિલના છડેલા ચોખા, મગ-તુવેરની દાળો પણ તૈયાર, ઘી તો કચાંથી મળે, પણ ‘વનસ્પતિ’ઘીના ડબ્બા તૈયાર, ચોખ્ખા તેલના પણ ઠેકાણાં નથી. આ પરિસ્થિતિમાં માણસના અંતરમાં આનંદ ક્યાંથી પ્રગટે ? ખર્ચા વધારે ને આવકના સાંસા હોય ત્યાં અપ્રામાણિકપણું, અનીતિ, છળકપટ અને લાંચરુશ્વત હોય એમાં શી નવાઈ ? મંદિરોમાં ઘંટારવ થયા કરે, શંખો ફૂંકાયા કરે અને ઝાલરો વાગ્યા કરે, પણ પ્રજાના દિલમાંથી ભગવાન બહાર નીકળી ગયો અને મંદિરના ગભારામાં આવેલી પેઢલી ઉપર જઈને બેસી ગયો. પ્રજાના આરોગ્યની પણ આવી જ હાલત છે. ક્ષય વગેરે જીવલેણ રોગો ન આવે તો જાય ક્યાં ? દમ વગરના ખાનપાને શરીરની શક્તિઓને ક્ષીણ બનાવી દીધી છે, અને જે અધૂરું પોષણ મળે છે તેના પ્રમાણમાં જીવનનો ભાર પાર વગરનો. એટલે શું આર્થિક દૃષ્ટિએ કે શું આરોગ્યની દૃષ્ટિએ, કોઈ દિ' બે પાસાં સરખાં થઈ જ કેમ શકે ?
મેં પોતે છપ્પનિયા દુકાળમાંયે રૂપિયાનું સાડા ત્રણ શેર ચોખ્ખું, નિર્ભેળ અને તાજું ઘી ખાધું છે. અત્યારે કહેવાતું ધીયે ત્રણ રૂપિયે શેર મળે છે. ચોખ્ખું ઘી તો સ્વપ્રામાંયે દુર્લભ છે. યુવક-યુવતીઓ અકાળે ઘરડાં થવા લાગ્યાં છે. ચાલી ન શકાય, હાથપગ હલાવતાં શ્વાસ ચડે. જીવન કૃત્રિમ—આરોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org