________________
ભગવાન મહાવીર ૦ ૩ તાપે અને થાકે અમે પરેશાન થયા, અને થયું કે રસ્તા બાબત કોઈ માણસ મળે તો તેને પૂછીએ. પણ ઘણું ચાલ્યા પછી પણ કોઈ મનુષ્ય તો દેખાયો નહીં, પણ લાકડાં કાપવાના અવાજો સંભળાયા; તેથી તે દિશા તરફ અમે વળ્યા અને ચાલતા ચાલતા આ જંગલમાં આવી પહોંચ્યા છીએ. હવે અમારે વિશેષ ખોટી થવું પોષાય તેમ નથી. તેથી તમે રસ્તો બતાવો તો અમે જલદી રવાના થઈને પેલા અમારા સંઘની સાથે થઈ જઈએ. સંઘ પણ આટલામાં જ કયાંક ભોજન કરવા બેઠો હશે.” નયસારે નમ્ર ભાવે કહ્યું કે, “આપ તૈયાર થઈ જાઓ. હું મારા માણસોને સૂચના આપીને આવી જાઉં છું.” નયસાર દોડતો જઈ આવ્યો અને પછી શ્રમણોની સાથે તેમને રસ્તો બતાવવા નીકળ્યો. ખરો રસ્તો આવતાં જ તેણે શ્રમણોને કહ્યું કે “આ ધોરીમાર્ગ છે અને હવે આપ આ રસ્તે પધારો, અને આશા છે કે તમારા સંઘનો તમને જરૂર સમાગમ થઈ જશે.” મુનિઓને થયું કે આ ભાઈ વિશેષ સરળ છે અને સારી શિખામણોના ગ્રાહક સુપાત્ર છે એમ વિચારીને પોતાથી છૂટા પડતા નયસારને સદ્ધર્મનાં બે વચન સંભળાવ્યાં. નયસાર તે અમૃતમય વચનોને સાંભળીને મુનિઓને પ્રણામ કરી પાછો ફર્યો અને જ્યાં તેની મંડળી કામ કરતી હતી ત્યાં પહોંચી ગયો. મંડળીએ લાકડાં કાપી, તેમને વહેરીને નાના કટકા કરી ગાડીઓ ભરી લીધી હતી અને સૂર્ય નમતો જતો હતો એથી પોતાને સ્થાને જવાની તૈયારી પણ કરી લીધી હતી. એટલામાં નયસાર આવી પહોંચ્યો અને તેઓની મંડળી પોતાને સ્થાને પહોંચી ગઈ.
આ વાતમાં ૧, ૨ અને ૩ અંકો કરેલા છે. પહેલા અંકમાં સૂકાં ઝાડોને જ કાપવાની આજ્ઞા આપેલ છે, એ ઉપરથી નયસારને વૃક્ષો પણ આત્મવત્ પ્રિય હતાં એવું સૂચન થાય છે અને સાથે જ નયસારમાં રહેલી સર્વજીવમૈત્રીનો ખ્યાલ આવે છે. બીજા અંકમાં શ્રમણોને આવતા જોઈને નયસારને જે વિચાર આવે છે તે ઉપરથી સંતજનો પ્રત્યે તેનો કેવો અને કેટલો બધો સદ્ભાવ છે તે સ્પષ્ટ જણાય છે, અને ૩જા અંકમાં તે ભારે સદ્ભાવ સાથે સંતોને ભોજન આપે છે, તેથી તેનો અતિથિ તરફનો ભારે વિનયયુક્ત સદ્ભાવ તરી આવે છે. સાથે જ તેમની હકીકત જાણી લઈને તેમને ઠેઠ ધોરીમાર્ગ સુધી પહોંચાડવા જાય છે અને નયસારને યોગ્ય સમજીને મુનિઓ બે ધર્મવચન તેને સંભળાવે છે. નયસાર પોતાની ચર્યા એ વચનો પ્રમાણે ગોઠવીને પોતાનું જીવન પાવન કરવા લાગે છે.
ઉક્ત ત્રણે બાબતોમાં નયસાર, મહાવીર ભગવાનના ભવમાં જે પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org