________________
૨ • સંગીતિ
કોઈ પણ ઉચ્ચતમ ધ્યેયને પૂર્ણપણે મેળવતાં ઘણો લાંબો કાળ જાય છે તેમ વીરભગવાનને પણ વીતરાગની ભૂમિકાને–સ્થિતપ્રજ્ઞતાની ભૂમિકાને પ્રાપ્ત કરવાનું ધ્યેય સિદ્ધ કરતાં સારો એવો લાંબો કાળ લાગેલ છે. “ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય”, “મારો દિ કર્મ શત્રમ્ વિદતિ ? આ ન્યાયે ભગવાનને પોતાના પૂર્વજીવનમાં ઘણી-ઘણી સાધનાઓમાંથી પસાર થવું પડેલું. એમના આમ તો ન ગણી શકાય એટલા જન્મો થયેલા કહેવાય છે. પણ એમાંથી ભગવાનના જીવનની કથા લખનારે મુખ્ય-મુખ્ય છવ્વીસ જન્મોની જ કથા કહેલી છે. પ્રસ્તુતમાં એ છવ્વીસે જન્મોની કથા લખવી નથી, પણ એ જન્મોમાંથી જે જન્મમાં ભગવાને પોતાની સાધના તરફ પગલાં ભર્યા તે જન્મનો થોડો પરિચય આપી પછી તેમના પૂર્ણસિદ્ધિપ્રાપ્તિવાળા છેલ્લા જીવનની એટલે વીર ભગવાનના જીવનની ઝાંખી બતાવવાની છે.
(૧) પ્રથમ ભાવમાં ભગવાનના જીવનું નામ નયસાર હતું. તે જંગલમાં લાકડાં કાપવા ગયો હતો. તેણે પોતાના માણસોને એવી સૂચના આપેલી કે જે વૃક્ષો તદ્દન જરઠ થઈ ગયાં હોય, લગભગ સુકાઈ ગયા જેવાં થઈ ગયાં હોય તેમને જ કાપવાનાં, બીજાંને નહીં.
(૨) લાકડાં કાપતાં કાપતાં ખરો બપોર થઈ ગયો અને સૂરજ માથે આવ્યો, ત્યારે નયસાર અને તેની આખી મંડળી એક ઘટાદાર વૃક્ષની નીચે ભોજન લેવા બેઠી. એટલામાં ત્યાં બેચાર શ્રમણનિગ્રંથો આવી પહોંચ્યા. આ શ્રમણો તાપ અને થાકને લીધે હેરાન-પરેશાન થઈ ગયેલા જણાતા હતા. આમ અચાનક શ્રમણોને આવેલા જોઈને નયસાર પોતે સવિનય તેમની પાસે પહોંચ્યો, અને તેમને થાકેલા જોઈને વિનંતિ કરી કે “આપ વિશેષ થાકેલા છો તેથી આ છાયાદાર વૃક્ષની નીચે થોડો આરામ કરો અને પછી અમારી ભોજન-સામગ્રીમાંથી જે આપને ખપતું હોય તે લઈને ભોજન કરો. પછી આપની સાથે વિગતથી વાત કરીશ.” પછી શ્રમણોએ આરામ કરીને ભોજન લીધું અને વળી થાક ઉતારવા વિશેષ આરામ કર્યો.
(૩) ત્યારપછી શ્રમણોનો થાક ઊતરી ગયેલો જાણીને નયસારે તેમની પાસે જઈને સવિનય પ્રણામ કરીને પૂછ્યું કે “આ ઘોર જંગલમાં માણસોનો સંચાર ભાગ્યે જ થાય છે. તેમાં આપ શી રીતે આવી પહોંચ્યા?શ્રમણોએ કહ્યું કે “મહાનુભાવ! અમે એક સાર્થવાહના સંઘ સાથે હતા, પણ દૈવયોગે અમે જુદા પડી ગયા અને પછી તો રસ્તો જ ભૂલી ગયા. ચાલતાં ચાલતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org