________________
ધમ્મપદની ઉપમાઓ - ૧૫૩ (શ્લોક ૪).
આ મૂઢ અને તૃષ્ણાતુર માનવ બળદની પેઠે વળે જાય છે, તેમાં નવું માંસ વધે છે પરંતુ તેની સત્વજ્ઞા તો જરાય વધતી નથી : વનિવડ્યો વ નીતિ (શ્લોક ૩). બુદ્ધ ભગવાન પોતાનો સ્વાનુભવ ટાંકતા હોય તેમ જાણે આપણને કહે છે, કે “હે ભાઈઓ ! હું અત્યાર સુધી દેહરૂપ ઘર બનાવનારની–આ પ્રપંચના બનાવનારની–શોધમાં દોડતો હતો, પણ હવે તો તેનો પત્તો મને લાગી ગયો છે. તેથી મેં એની તમામ પાંસળીઓના એટલે દેહરૂપ ઘરની પાટડીઓના ચૂરેચૂરા કરી નાખ્યા છે અને ઘરનો મોભ પણ તોડી નાખ્યો છે, ચિત્તને તૃષ્ણા વગરનું બનાવી દીધેલ છે. એટલે હવે મારી પાસે ઘરને બનાવનારી–જન્મજન્મમાં ધક્કા ખવરાવનારી–એ તૃષ્ણાનું કશું જ ચાલવાનું નથી : હાર! વિદો રિ પુન હં ન વ િસવા તે સુI પણ હિટ વિસંત . (શ્લોક ૯)
શ્લોક ૧૦ તથા ૧૧ : જેઓએ જુવાનીમાં સંયમ રાખ્યો નથી અને (જુવાનીમાં) ધનનું ઉપાર્જન પણ કર્યું નથી તેઓ ઘડપણ આવતાં ભારે પસ્તાવામાં પડીને રિબાયા કરે છે, જેમ માછલાં વગરના ખાબોચિયામાં રહેલાં ઘરડાં બગલાંઓ બિચારા ટગરટગર જોયાં કરે છે, પણ કશું જ મેળવી શકતાં નથી તેમ. તથા સડી ગયેલું ધનુષ્ય કશું જ કામ આપી શકતું નથી; પડ્યું જ રહે છે, તેમ તે ઘરડા લોકો માત્ર પસ્તાવામાં સડ્યા કરે છે : जिण्णकोच्चा व झायन्ति खीणमच्छेव व पल्लले । सेन्ति चापाऽतिखीणा व ।
બારમા આત્મવર્ગમાં નિરૂપણ કરેલ છે કે માલુવા નામનો મોટો વિશાળ વેલો જેમ શાલના ઝાડ ઉપર ચારે બાજુ ફેલાઈ શાલના ઝાડનો મૂળમાંથી નાશ કરે છે, તેમ જયારે માનવની દુરાચારિતાનો ઘડો ભરાઈ જાય છે, ત્યારે તેનો નાશ જ થઈ જાય છે. અત્યંત સુસ્તીત્વે માતુવી સામવસ્થિત | (શ્લોક ૬).
શ્લોક ૮: જેમ વાંસડાનું ફળ તેનો (વાંસનો) પોતાનો જ નાશ સર્જે છે, તેમ ધર્મની નિંદા કરનારો પણ પોતે જાતે પોતાનો વિનાશ સર્જે છે : फलानि कट्ठकस्सेव अत्तघञाय फल्लति.
તેરમો લોકવર્ગ : સંસારના આ તમામ પ્રપંચને પરપોટા જેવો જાણો તથા ઝાંઝવાનાં જળ જેવો સમજો. જેઓ એમ સમજે છે તેમની સામે મૃત્યુરાજ જોઈ શકતો નથી : યથા યુવ્વત ! યથા મરી / મજુરીના ને પતિ (શ્લોક ૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org