________________
૧૫૨૦ સંગીતિ
થોડું થોડું પુણ્ય પણ ભેગું થઈને સરવાળે એક મોટું પુણ્યસરોવ૨ થઈ જવાનું અને તેથી તને ઘણો જ લાભ થવાનો; માટે રોજ થોડું થોડું પણ પુણ્ય કરનારે જરા પણ નિરાશ થવાની જરૂર નથી. પુણ્ય એટલે સવૃત્તિ. વિદ્યુનિપાતેન કુંભોષ પૂતિ । (શ્લોક ૬-૭)
જેની સાથે બરાબર સંગાથ નથી અને પોતાની પાસે ઘણું ધન છે એવો પ્રવાસી કોઈ વાણિયો જેમ ભયાવહ રસ્તાને છોડીને બીજે સારે રસ્તે ચાલે છે તેમ આ ભયયુક્ત સંસારમાં પાપનો મારગ છોડી દઈને પુણ્યને માર્ગે જ પ્રવાસ કરવો ઉત્તમ છે : વાળિનો વ મયં મળ્યું (શ્લોક ૮).
જેના હાથમાં ઘા ન પડ્યો હોય તે માણસ, પોતાના ધા વગરના હાથમાં ગમે તે ઝેરી પદાર્થને પણ રાખી શકે છે, તેમ જેના મનમાં દુષ્ટવૃત્તિ નથી, તે પોતાના નિર્મળ મન દ્વારા ગમે તે યોગ્ય, ઉચિત અને હિતકર પ્રવૃત્તિ કરે તો તેને પાપ લાગતું નથી; અર્થાત્ મનમાં પાપ ન હોય તો બહારની પ્રવૃત્તિથી પાપ લાગતું નથી : પિિમ્ત ૬ વળો નામ્સ દરેય્ય પાળિના વિશં (શ્લોક ૯).
દસમા દંડવર્ગમાં ખાસ ભાર દઈને કહેવામાં આવ્યું છે કે નાનાં-મોટાં તમામ પ્રાણીઓ દંડથી ડરે છે અને મૃત્યુથી બીએ છે. માટે જેવું વર્તન પોતાની જાત સાથે માણસ રાખે છે, તેવું વર્તન તેણે તમામ પ્રાણીઓ સાથે રાખવું ઘટે : અત્તાનં ૩૫મ ત્વા (શ્લોક ૧). શ્લોક ૬માં કહેલું છે કે ફૂટેલું કાંસાનું વાસણ જેમ અવાજ કરતું નથી, તેમ કોઈ પણ માણસે કઠોર અવાજ ન કરવો જોઈએ એટલે કઠોર વચન ન બોલવાં જોઈએ : સો ૩પતો યથા । શ્લોક સાતમામાં એમ જણાવેલ છે કે જેમ ગોવાળ લાકડી સાથે રાખીને પોતાની ગાયોને ગોચરમાં પહોંચાડે છે, તેમ ઘડપણ અને મૃત્યુ એ બન્ને માણસને તેના આયુષ્યને છેડે પહોંચાડે છે : યથા બ્લેન ગોપાતો આવો પાવૃતિ ોવર !
અગિયારમો જરા વર્ગ : શરીર પક્ષીના માળાની પેઠે રોગનો માળો છે ઃ રોનિકું (શ્લોક ૩). ફેંકી દીધેલાં લીલાં તુંબડાં પણ શરદઋતુમાં કરમાઈ કરમાઈને ભૂરાં થઈ જાય છે, ફીકાં પડી જાય છે, તેમ આ બધાં હાડકાં ફીકાં થઈ જાય છે, ઢીલાં પડી જાય છે : અજ્ઞાપૂનેવ સારે જાપોતાનિ અટ્ટીનિ ! વળી કહેલું છે કે જુઓ તો ખરા–શરીર હાડકાંનું નગર છે. તે હાડકાંની આસપાસ માંસ અને લોહીના થરની ગાર કરેલ છે અને તેમાં ઘડપણ, મૃત્યુ અને અભિમાન પોતાની અમલદારી ચલાવે છે : અઠ્ઠીનં નર તું મંસોહિતને પનં
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International