________________
ધમ્મપદની ઉપમાઓ - ૧૫૧ પાંચમામાં શાંત થયેલી એટલે સંયમની સાધના વડે કેળવાયેલી ઇંદ્રિયોને કોચમેને પલોટેલા ઘોડાઓની સાથે સરખાવેલી છે. સા યથા સારથિના સુદ્રત્તા આવા પલોટાયેલા ઘોડા જેમ ઊંધે રસ્તે જતા નથી તેમ આવી શાંત ઇંદ્રિયો પાપના માર્ગે જતી નથી એમ કહેવાનું તાત્પર્ય છે. પછી છઠ્ઠા શ્લોકમાં વીતરાગ અરહંતને પૃથ્વીની જેવો સર્વસહ કોઈની સાથે વિરોધ નહીં કરનાર, પણ તમામ પ્રસંગોને સહન કરનાર કહેલ છે અને ઇંદ્રકલ જેવો અડગ વર્ણવેલો છે તથા કાદવ વગરના નિર્મળ પાણીવાળા ધરા જેવો પ્રસન્ન કહેલો છે. પીવીસમો રૂદ્રાણીસૂપમાં રહેતો વ આપેતો !
- આઠમા સહસ્રવર્ગમાં કહેવું છે કે હજારો નિરર્થક વાક્યો બોલવા કરતાં ઉપશમ કરાવનારું એક જ સાર્થક વાક્ય બોલવું ઉત્તમ છે. એ જ રીતે હજારો ગાથા નિરર્થક રીતે ગણગણવા કરતાં શાંતિ પમાડનારી એક જ ગાથા બસ છે, તથા સંગ્રામમાં લાખો માણસોને જીતવા કરતાં એક પોતાના આત્માને જીતવો એ ઉત્તમોત્તમ છે. આમ પોતાના આત્માને જ જીતનારાને ખરો બહાદુર યોદ્ધો ગણવો એ જ સર્વોત્તમ છે. જે મનુષ્ય મહિને ને મહિને મોટો ખર્ચ કરીને યજ્ઞો કર્યા કરે, જે સેંકડો વરસ સુધી હોમહવન કર્યા કરે વા અગ્નિની પૂજા કર્યા કરે તે કરતાં પણ ઘડીભર સંતનો સમાગમ કરવો ઉત્તમ છે. - સો વરસ દુઃશીલ રહીને એટલે અનાચારી રહીને, સો વરસ દુર્બુદ્ધિયુક્ત રહીને તથા સો વરસ પુરુષાર્થહીનપણે વર્તીને જીવવા કરતાં સદાચારી, સદ્ગદ્ધિસહિત અને પુરુષાર્થસહિત એક જ દિવસ જીવવું શ્રેયસ્કર છે. આ રીતે આ વર્ગમાં આમ દુર્જીવન અને સુજીવનની સરખામણી કરી બતાવેલી છે. - નવમા પાપવર્ગમાં જણાવેલું છે કે કોઈ માણસ એમ સમજે કે હું થોડું થોડું જ પાપ કરું તો તેથી શી હરકત છે, તો તેવા માણસને સમજાવતાં જણાવેલ છે કે ટીપે ટીપે સરોવર ભરાય છે, એ રીતે થોડું થોડું પાપ કરતાં પણ એક વખત એવો આવે છે કે પાપનું મોટું તળાવ ભરાઈ જાય છે અને તેનાં કડવામાં કડવાં ફળ આવે છે. માટે કોઈએ થોડું થોડું પણ પાપ કદી ન કરવું. પાપ એટલે અસવૃત્તિ. એ જ રીતે કોઈ એમ કલ્પના કરે કે હું તો થોડું થોડું જ પુણ્ય કરી શકું છું તો તેથી પણ મને શો ફાયદો થવાનો છે? વધારે પુણ્ય કરી શકતો હોઉં તો જરૂર ફાયદો થાય, પણ થોડા થોડા પુણ્યથી શી રીતે ફાયદો થાય ? એવા થોડું થોડું પુણ્ય કરનારને બુદ્ધ ભગવાન ભલામણ કરે છે, કે ભાઈ ! ભલે રોજ થોડું થોડું પણ પુણ્ય કર, કારણ કે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org