________________
૧૫૦ ૦ સંગીતિ
પાપ ફળે છે ત્યારે ભારે ભયંકર નીવડે છે' એમ કહેલું છે. બારમા શ્લોકમાં કહેલું છે કે તાજું દૂધ જેમ તત્કાળ દહીં બનતું નથી તેમ તાજું કરેલું પાપ તત્કાળે તો દુ:ખકર જણાતું નથી, પરંતુ તે રાખથી ભારી રાખેલા અગ્નિની પેઠે જ્યારે તેના ઉ૫૨ પગ મૂકો ત્યારે બાળ્યા જ કરે છે. અર્થાત્ પાપનો દાહ નિરંતરનો હોય છે, પણ તે ભારેલા અગ્નિ જેવો છે : 7 માં સન્નુવીર વ मुच्चति । भस्मच्छन्नो व पावको ||
છઠ્ઠા પંડિતવર્ગમાં જે માણસ આપણા દોષોને દેખાડી તે તરફ આપણું ધ્યાન ખેંચે છે તે માણસ ત૨ફ ધનનો મોટો ગુપ્ત ભંડાર બતાવનાર કોઈ આપણો હિતૈષી હોય તેમ વર્તવાનું જણાવેલ છે ઃ નિધીનું વ પવત્તારું યં વસે વખ્તસ્મિનં (શ્લોક ૧).
પાંચમા શ્લોકમાં જે જ્ઞાની પુરુષો સંયમની સાધના વડે પોતાના મનને અને ઇંદ્રિયોને નિગ્રહમાં રાખવા તત્પર રહે છે અને એમ કરીને મનને સત્પ્રવૃત્તિઓ તરફ વાળતા રહે છે, તે જ્ઞાની પુરુષોને ખેતરમાં જુદા જુદા કચારામાં પાણીને વાળતા કોશિયા સાથે સરખાવ્યા છે, ઠરડાઈ ગયેલા બાણને સીધું કરનાર બાણ બનાવનાર સાથે સરખાવ્યા છે અને લાકડાને છોલીને સીધું કરનાર સુથાર સાથે સરખાવ્યા છે : વ દિ નયતિ નેત્તિા । ૐસુજારા નમયન્તિ તેનાં તારું નમન્તિ તચ્છા ! મત્તાન મર્યાન્તિ પંડિતા । શ્લોક છઠ્ઠામાં જે જ્ઞાની પુરુષ પોતાની નિંદા સાંભળીને વા પોતાની પ્રશંસા સાંભળીને લેશ પણ કંપ અનુભવતો નથી તેને સેલો પુરુષનો યથા । પવનથી નહીં કંપતા નક્કર પર્વત જેવો એમ કહીને વર્ણવેલ છે.
:
શ્લોક સાતમામાં જ્ઞાની પંડિત પુરુષોના સુપ્રસન્ન મનોભાવને પાણીના ઊંડા અને નિર્મળ તથા વિશેષ પ્રસન્ન ધરા સાથે સરખાવેલ છે : યથા પિ रहदो गंभीरो विप्पसन्नो अनाविलो.
સાતમા અરહંત-વર્ગમાં બીજા શ્લોકમાં વીતરાગ અ૨હંતો વિશે કહેલું છે કે એ વીતરાગ પુરુષો જગતના પ્રપંચમાં રુચિ ધરાવતા નથી, જેમ હંસો ખાબોચિયામાં રુચિ ધરાવતા નથી. હંસા વ પછō । ત્રીજા શ્લોકમાં જેઓ અપરિગ્રહી છે—જેમની પાસે કોઈ પણ ચીજનો સંગ્રહ નથી અને જેઓ નિર્વાણનો અનુભવ કરી રહેલા છે તેમની ગતિ-દશા-અવસ્થા ભારે દુર્ગમ છે. ઊડતા પક્ષીનાં પગલાં જેમ આકાશમાં જણાતાં નથી, તેમ એવા વીતરાગો દેખાય છે તો માણસ જેવા માણસ પણ તેની દશાનો ખ્યાલ આપણને આવી શકતો નથી : આાસે વ સન્તાનં ગતિ તેસં વુન્નયા । શ્લોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org