________________
ધમ્મપદની ઉપમાઓ - ૧૪૯ કે વર્તમાનમાં અમુક લોકો તદન બેઠાડુ જ છે, અને તે બેઠાડુઓ બીજા મનુષ્યોના જીવતોડ પરિશ્રમને બળે પોતાની મોજ માણી રહ્યા છે અને સમાજમાં વિષમતાને વધારી રહ્યા છે. શ્લોક આઠમામાં નિષ્ફળ વાણીને યથાપિ વર્ષ પુરૂં વળવંત ગાંધર્વ કહીને રૂપકડા પણ ગંધ વગરના ફૂલ સાથે સરખાવી છે. અને સફળ વાણીને વાવંત સજધજં એટલે રૂપકડા પણ સરસ ગંધયુક્ત ફૂલ સાથે સરખાવી છે. નિષ્કળ વાણી એટલે આચાર વગરની કેવળ વાણી અને સફળ વાણી એટલે આચરણ સહિતની સાર્થક વાણી.
કુશળના રાશિને ફૂલની માળા સાથે દસમા શ્લોકમાં સરખાવી છે. વળી અગિયારમા, બારમા અને તેરમા શ્લોકમાં જણાવેલ છે કે ચંદનની, તગરની કે મલ્લિકાની સુગંધ ઊલટી દિશામાં જઈ શકતી નથી, ત્યારે સંત પુરુષોની સુગંધ તો તમામ દિશાઓને સુગંધિત કરે છે, તથા કમળ, ચંદન અને તગર વગેરે સુગંધવાળા તમામ પદાર્થોની સુગંધ કરતાં સદાચારની ગંધને ઉત્તમોત્તમ કહેલ છે. તગર, ચંદન વગેરેની ગંધ તો ઘણી જ થોડી હોય છે, ત્યારે શીલવંત-સદાચારવંત માનવની સુગંધ તો પાર વગરની હોય છે. એમ કહીને શીલ અને ફૂલોની ગંધ વચ્ચેની સમાનતા બતાવેલ છે. પંદરમાં શ્લોકમાં એમ કહેવું છે કે જેમ સુગંધયુક્ત સુંદર પદ્મ ચોકમાં આવેલા ઉકરડામાં ઊગે છે, તેમ આ અંધકારમય સંસારના ઉકરડામાંથી જ બુદ્ધના શ્રાવકો પોતાની સ્થિર પ્રજ્ઞા વડે ઝળહળી ઊઠે છે : યથા સંધાક્ષ્મિ उज्झितस्मि महापथे । पदुमं तत्थ जायेथ सुचिगंधं मनोरमं ।।
પાંચમા બાલવર્ગમાં પ્રથમ શ્લોકમાં કહેલ છે કે જેમ જાગતાને રાત લાંબી લાગે છે, થાકેલાને ગાઉ લાંબા લાગે તેમ અજ્ઞાની માણસોને સંસાર લાંબો લાગે છે. પાંચમા શ્લોકમાં દ્રવ્યો સૂપ યથા એટલે દાળના પાટિયામાં રહેલી કડછી જેમ દાળનો સ્વાદ માણી શકતી નથી, તેમ અજ્ઞાની માણસ પોતાની વાસનાઓને છોડ્યા વિના જીવતા સુધી સંતપુરુષની ઉપાસના કર્યા કરે તો પણ સંતના ગુણોના રસનો અનુભવ કરી શકતો નથી. લોકોમાં કહેવત છે કે “મુરબ્બાનો સ્વાદ ન જાણે બરણી.' આથી ઊલટું પોતાની વાસનાઓને છોડીને સંતની આજ્ઞાને શિરોધાર્ય કરીને સંતની એક ઘડી પણ સંગત-સોબત કરનારો તેમના ગુણોનો સ્વાદ ચાખી શકે છેઃ જિદ્દી સૂપરાં યથા . જેમ જીભ દાળનો સ્વાદ તત્કાળ જાણી લે છે. શ્લોક દસમામાં ‘પાપ કરતી વખતે તો તે મધ જેવું ગળ્યું લાગે છે (Hધુ વા મચ્છતો) પણ જયારે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org