________________
૨૬૬ • સંગીતિ
ઉપર જણાવેલી બધી યોગ્યતા જેનામાં હોય વા એમાંની પ્રધાન-પ્રધાન બેચાર યોગ્યતાઓ પણ જેનામાં હોય અથવા પ્રથમ યોગ્યતા જે ન્યાયપરાયણતાની છે, નીતિ-નિષ્ઠાની છે અને સત્યપ્રિયતાની છે તે એકલી એક યોગ્યતા પણ જેનામાં હોય તે માણસ ગૃહસ્થ ધર્મના આચરણનો અધિકારી છે, બીજો નહીં.
ઉપર વર્ણવેલી એવી કોઈ પણ યોગ્યતા અથવા પ્રથમ યોગ્યતા પણ જેનામાં ન હોય તે મનુષ્ય કોઈ કાળે ધર્માચરણનો અધિકારી બની શકતો નથી. છતાંય જો એવો તદન યોગ્યતા વિનાનો માનવ ધર્માચરણ કરવા પ્રયત્ન કરે તો તે રાખ ઉપર લીંપણ કરવા બરોબર છે. જેમ રાખ ઉપર જરા પણ લીંપણ કદી પણ થઈ શકતું નથી, તેમ ઉપર જણાવેલી એક પણ યોગ્યતા જેનામાં નથી વા પ્રથમ યોગ્યતા પણ જેનામાં નથી તેવો કોઈ પણ મનુષ્ય ધર્માચરણને લાયક બની શકતો નથી. આ ઉપરથી ફલિત એમ કરી શકાય કે નિરાશ કે હતોત્સાહ ન થતાં અને પાછા હઠવું પડે તો તેમ કરીને પણ આત્માર્થી ગૃહસ્થ ધર્મનો અધિકાર મેળવવા, ઉપરની યોગ્યતા મેળવવા સારુ પ્રથમ પ્રયાસ કરવો અત્યંત જરૂરી છે.
– અખંડ આનંદ, માર્ચ - ૧૯૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org