________________
૭. પરિગ્રહ-વિરમણ
“પરિગ્રહ’ શબ્દ “પરિ' ઉપસર્ગ સાથે “પ્ર’ ધાતુ દ્વારા બનેલ છે. પરિ' એટલે ચારે બાજુએથી, “ગ્રહ' એટલે ગ્રહણ કરવું. પોતાના રક્ષણ માટે પોતાની પ્રતિષ્ઠા માટે, પોતાના યશ, લાભ માટે એમ પોતા માટે ચારે બાજુથી જે ગ્રહણ કરાય તેને તમામ શાસ્ત્રકારોએ “પરિગ્રહ' તરીકે સ્વીકારેલ છે. સમગ્ર સંસારનો ટકાવ “પરિગ્રહ' ઉપર જ છે. અશાંતિનો જનક પણ પરિગ્રહ જ છે. જે વ્યક્તિ અપરિગ્રહી છે અથવા બિનપરિગ્રહી છે તે કોઈને પણ ભયજનક નથી, પીડાજનક નથી. “પરિગ્રહ'નો વિરુદ્ધ શબ્દ “સંતોષ” છે. લોકમાં કહેવત છે કે “સંતોષી નર સદા સુખી.” સંતોષી થવું કે બિનપરિગ્રહી થવું સહેલું નથી. સંતોષી થવા માટે મનની પ્રવૃત્તિઓ, વાણીની પ્રવૃત્તિઓ તથા શરીરની પ્રવૃત્તિઓ ઉપર વધારે ને વધારે કાપ મૂકવો જરૂરી છે; એમ કર્યા સિવાય કોઈ પણ વ્યક્તિ અપરિગ્રહી અલ્પપરિગ્રહી કે સંતોષી થઈ શકતી નથી. “મૂછ એ આંતર-પરિગ્રહનું નામ છે. આંતરપરિગ્રહમાંથી જ બાહ્યપરિગ્રહ જન્મે છે. સર્વ પ્રકારે તો અપરિગ્રહી તે જ થઈ શકે જે શરીરધારી નથી. જે જે શરીરધારી છે તેને પરિગ્રહ કરવાની જરૂર પડે છે.
આપણે ત્યાં સર્વ ધર્મોએ “અહિંસાને પરમ ધર્મરૂપે ગણાવેલ છે. આ અહિંસાને સાધવા માટે પણ અપરિગ્રહવૃત્તિ જ કેળવવી પડે છે. જેટલે અંશે અપરિગ્રહનો ભાવ કેળવાય, તેટલે અંશે જગતમાં સુખનો અને શાંતિનો અનુભવ થાય છે અને જેટલે અંશે પરિગ્રહનો ત્યાગ ન કેળવાય તેટલે અંશે દુઃખ વધતું જાય છે. આ માટે એક પ્રસિદ્ધ લૌકિક ઉદાહરણ આ પ્રમાણે આપી શકાય. એક બાવો હતો, તેની પાસે કશો જ બાહ્ય પરિગ્રહ ન હતો. માત્ર તે એક કૌપીનભર રહેતો. કૌપીન એટલે લંગોટી, બાવો જે ઝૂંપડીમાં રહેતો તે ઝૂંપડીમાં ઉંદરોનો ઉપદ્રવ વિશેષ રહેતો. બાવો પોતાની લંગોટીને ધોઈને પાસેના ઝાડ ઉપર સૂકવી દેતો અને બીજી લંગોટી પહેરી લેતો. પણ
જ્યાં ઝૂંપડી હતી ત્યાં ઉંદરોનો ભારે ઉપદ્રવ હતો; એટલે ઉંદરો આવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org