________________
૧૧૮ • સંગીતિ
સાર: “માર ! તે મને બ્રહ્મચર્ય પાળવાની અને હોમહવન કર્યા કરી પુણ્યનો સંચય કરવાની સુફિયાણી શિખામણ આપી, પરંતુ મારે તો માત્ર એક નિર્વાણની જ અપેક્ષા છે. મારે તે કહેલા એવા પુણ્યની જરૂર જ નથી; છતાં જેઓને તારી સૂચના પ્રમાણેના પુણ્યસંચયની જરૂર હોય, તેને તું તારી વાત સમજાવી શકે છે.
अस्थि सद्धा ततो विरियं पञ्जा च मम विज्जति ।
एवं मे पहितत्तं पि किं जीवमनुपुच्छसि ॥ સાર : “હે માર ! તું સમજી લે કે મારામાં અચળ શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધા પ્રમાણે જ મારો અડગ પુરુષાર્થ છે અને મારી પ્રજ્ઞા પણ એવી જ તેજ છે. આ પ્રકારે હું આ મારા સાધ્ય એવા નિર્વાણના માર્ગમાં દઢચિત્ત છું, છતાં તું મને જીવવાની વાત શા માટે પૂછે છે? અહીં તો “કરેંગે યા મરેંગે' એ જ એક જીવનસૂત્ર છે. કાં તો નિર્વાણ મેળવવું યા દેહને પાડી દેવો.
लोहिते सुस्समानम्हि पित्तं सेम्हं च सुस्सति । मंसेसु खीयमानेसु भिय्यो चित्तं पसीदति ।
भिय्यो सति च पञा च समाधि मम तिट्ठति ॥ સાર : “અરે માર ! આ સાધનાથી ચિત્તમાં પ્રસન્નતા થાય છે તેની તને શી ખબર પડે? કઠોર સાધના કરવાથી લોહી સુકાઈ જાય છે એ ખરું, અને લોહી સુકાઈ જતાં પિત્ત અને કફ એ બન્ને સુકાય છે અને માંસ તથા ચરબી વગેરે પણ ક્ષીણ થાય છે; એ બધી તારી વાત ખરી છે, પણ એમ થતાં મારા ચિત્તમાં ભારે પ્રસન્નતા પ્રગટે છે, એમ થવાથી મારી સ્મૃતિ ભારે તેજ બને છે; અને સ્મૃતિ તેજ બનતાં મને સુંદર સમાધિ સાંપડે છે, માટે માર ! મારા લોહી સુકાવાની તારે ચિંતા કરવાનું કશું કારણ નથી.
तस्स मेवं विहरतो पत्तस्सुत्तमवेदनं ।
कामे नापेक्खंते चित्तं पस्स सत्तस्स सुद्धतं ॥ સાર: “આ રીતે ઉત્તમ અનુભવ મેળવતો હું નિત્યપ્રતિ ઉલ્લાસપૂર્વક રહું છું, મારા મનમાં કામોની (કામસુખોની) લેશ પણ અપેક્ષા નથી. તું આ મારું શુદ્ધ સત્ત્વ જો, તો તને ખબર પડે.
कामा ते पढमा सेना दुतिया अरति वुच्चति । ततिया खुप्पिपासा ते चतुत्थी तण्हा पवुच्चति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org