________________
મોઢા આડે મુહપત્તીબંધન શા માટે ?.... ૧૦૭
નથી દેખાતી. ત્યારે હવે એ પ્રશ્ન થવો સંભવિત છે કે આ મુહપત્તી આવી કેવી રીતે ? ગુણરત્નસૂરિએ ‘ષદર્શનસમુચ્ચય'ની મોટી ટીકા લખેલ છે. તેમાં ‘બીટા’ નામે એક શબ્દ આવે છે. તેની વ્યાખ્યા આપતાં તેમણે જણાવેલ છે કે બીટા એ લાકડાની પટિકા છે, જેને સાંખ્યમતાનુયાયી મુનિઓ પોતાના મુખ પર બાંધી રાખતા. એ મુનિઓ એમ માનતા કે મુખમાંથી શ્વાસ નીકળતાં ઘણા જીવોનો વિનાશ થઈ જાય છે, માટે મોઢા ઉપર લાકડાની પટ્ટી રાખી મેલવી જોઈએ. આ બાબતનો જે શ્લોક ગુણરત્નસૂરિએ (સમય પંદ૨મો સૈકો) આપેલ છે તે આ પ્રમાણે છે :
'વીટા' વૃત્તિ મારતે ધ્યાતા, વારવી મુસ્ત્રિા । दयानिमित्तं भूतानां मुखनिः श्वासरोधिका ॥
સાંખ્યદર્શનના અનુયાયી મુનિઓના વેષની હકીકત લખતાં ટીકાકારે આ શ્લોક ટાંકેલ છે. ‘બીટા’ શબ્દની વ્યુત્પત્તિ વિશે કોઈ સમજણ આપી નથી, તેમ તે અંગે વિશેષ માહિતી પણ મળતી નથી. ટીકાકારે ‘ભારત'માં એટલે કદાચ મહાભારતમાં આ બીટા' શબ્દ પ્રસિદ્ધ છે એમ જણાવેલ છે. આ શબ્દ મહાભારતમાં ક્યાં આવે છે તે અંગે કોઈ માહિતી આપેલ નથી અને એ અંગે કોઈ તપાસ પણ કરવામાં આવી નથી. પણ આ ઉપ૨થી એટલું તો જણાય છે કે સાંખ્યમતના સાધુઓ જીવદયાને નિમિત્તે મુખ ઉપર લાકડાની પટ્ટી બાંધી રાખતા, બાંધી રાખેલ હોય તો જ મુખ ઉપર લાકડાની પટ્ટી રહી શકે. મોઢા આડી લાકડાની પટ્ટી હોય તો જરૂર મુખમાંથી નીકળતો નિઃશ્વાસ રોકાઈ શકે. આ ગમે તેમ હો, પણ આ દેશમાં એક કાળે સાંખ્યમુનિઓનો એવો સંઘ હશે, જે પોતાના મુખ ઉપર લાકડાની પટ્ટી બાંધી રાખતો હશે. એ સંધ કેટલો પ્રાચીન હતો એ વિશે કહેવું કઠણ છે. પણ જે સમયના ગુણરત્નસૂરિ છે તે સમયમાં એટલે વિક્રમના પંદરમા સૈકામાં શ્રી ગુણરત્નસૂરિએ એવા સાંખ્ય મુનિઓને કદાચ જોયા પણ હોય. આ તો વાત લાકડાની પટ્ટીની થઈ, પણ જૈન સંઘમાં વસ્ત્રની મુહપત્તી ક્યારે આવી ? એ વિશે વિચાર કરવા જેવો છે. ઉપર કહ્યું તેમ પ્રાચીન જૈન મુનિઓ પાસે માત્ર બે જ ઉ૫ક૨ણ રજોહરણ અને પાત્ર હતાં, એ સિવાય ત્રીજું કોઈ ઉ૫ક૨ણ ન હતું. મુહપત્તીનો ઇતિહાસ જૂનો જણાય છે. સંભવ છે કે દેવર્કિંગણીની પહેલાં તે આવી ગઈ હોય અથવા કંદિલાચાર્યના સમયની પણ તે હોઈ શકે. આ બાબત કોઈ ઉલ્લેખનું પ્રમાણ મળતું નથી, પણ મારી સમજ પ્રમાણે મુહપત્તીનો સંબંધ પુસ્તકો સાથે હોય એમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org