________________
રૂઢિચ્છેદક મહાવીર ૦ ૩૫ સવારે બહાર આવી સ્નાન કરી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે એ છ એ દિશાએ નમસ્કાર કરતો હતો. રાજગૃહમાં ભિક્ષા માટે જતા બુદ્ધ તેને જોઈને બોલ્યા “ગૃહપતિપુત્ર ! તેં આ શું માંડ્યું છે?” સિગાલ બોલ્યો : “હે ભદંત ! મારા પિતાએ મરતી વખતે છ દિશાની પૂજા કરતા રહેવાનું મને કહ્યું હોવાથી હું આ દિશાઓને નમસ્કાર કરું છું.” ભ. બુદ્ધ બોલ્યા : “હે સિગાલ ! તારો આ નમસ્કારવિધિ આર્યોની પદ્ધતિ પ્રમાણે નથી.” ત્યારે સિગાલે આર્યોની રીતિ પ્રમાણે છ દિશાઓનો નમસ્કારવિધિ બતાવવા બુદ્ધને વિનંતી કરી. ભ. બુદ્ધ બોલ્યા : “જે આર્યશ્રાવકને છ દિશાની પૂજા કરવાની હોય, તેણે ચાર કર્મક્લેશથી મુક્ત થવું જોઈએ, ચાર કારણોને લઈને પાપકર્મ કરવાં ન ઘટે અને સંપત્તિનાશનાં છ ધારોનો તેણે અંગીકાર કરવો ન ઘટે. આ ચૌદ વાતો સાંભળે તો છ દિશાની પૂજા કરવાને તે યોગ્ય બને છે. આ ઉપરાંત બુદ્ધ તેને એમ કહ્યું કે “ભાઈ ! માબાપ એ પૂર્વદિશા છે, ગુરુને દક્ષિણ દિશા સમજવી, પત્નીપુત્ર પશ્ચિમદિશા, સગાંવહાલાં ઉત્તરદિશા, દાસ અને મજૂર નીચેની દિશા તથા શ્રમણબ્રાહ્મણ ઉપરની દિશા સમજવી. આટલું કહ્યા પછી તેને એ દિશાઓની પૂજાની પદ્ધતિ બુદ્ધ ભગવાને વિસ્તારથી સમજાવી છે.
આ ઉપરથી એમ માલૂમ પડે છે કે ભગવાન બુદ્ધના વખતમાં દિશાઓની જડપૂજાનો પ્રચાર ખૂબ થયેલો હોવો જોઈએ, જેને અટકાવવા શ્રીબુદ્દે નવા પ્રકારે દિશાની પૂજાની પદ્ધતિ લોકોને સમજાવી. અને ભગવાન મહાવીરે પૂર્વોક્ત રીતે દિશાઓને જીવાજીવાત્મક કહીને તે જડપૂજામાંથી લોકોને બચાવી લેવા પ્રયત્ન કર્યો, એ એકસરખી હકીકત આ સૂત્રમાં આવેલા દિશાના પ્રકરણ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય એવી છે. દિશા વિશે ભગવાનનું પ્રવચન તે વખતની દિપૂજનની રૂઢિને નાબૂદ કરનારું છે.
આ પ્રકારે ભગવાને પોતાના સમયની કુરૂઢિઓને નાબૂદ કરવા અને તેને સ્થાને સુમાર્ગ પ્રવર્તાવવા પોતાના પ્રવચનમાં ઘણો પ્રયાસ કરેલો છે. આ જાતનાં ઉદાહરણો ઘણાં આપી શકાય પણ ઉદાહરણો નમૂનારૂપે ટાંકેલાં છે.
ભગવાન મહાવીરે અને ભગવાન બુદ્ધ કુરૂઢિને દૂર કરીને લોકોને સુરૂઢિ પર લાવવા પોતાનાં પ્રવચનોમાં પૂર્વોક્ત કેટલીક હકીકતો બતાવેલી છે. આથી જ આ બન્ને મહાપુરુષો તે વખતના પ્રબળ સુધારકો હતા એમ જે અત્યારના શોધકો માને છે તે ખરેખરું છે. આર્યોએ બતાવેલા અહિંસા અને સત્યમય માર્ગમાં જે કેટલોક કચરો ભરાઈ ગયેલો તેને દૂર કરવા આ બન્ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org