________________
૩૪ ૦ સંગીતિ
કહેવામાં આવી છે જેના ક્રમથી નામ ઐન્દ્રી (ઇન્દ્રિના સ્વામિત્વવાળી), આગ્નેયી (અગ્નિના સ્વામિત્વવાળી), યામ્યા (યમના સ્વામિત્વવાળી), નિર્ઝતિ (નિઋતિ નામના દેવના સ્વામિત્વવાળી), વારુણી (વરુણ દેવના સ્વામિત્વવાળી) વાયવ્ય (વાયુના સ્વામિત્વવાળી), સૌમ્યા (સોમના સ્વામિત્વવાળી), ઐશાની (ઈશાનના સ્વામિત્વવાળી), વિમલા અને તમા. આ દશ દિશાઓને માટે પુરાણપ્રસિદ્ધ ઉપર્યુક્ત નામો જણાવવા ઉપરાંત નીચેના પ્રસિદ્ધ શબ્દો પણ મૂકવામાં આવેલા છે : પૂર્વ, પૂર્વદક્ષિણ, દક્ષિણ, દક્ષિણપશ્ચિમ, પશ્ચિમ, પશ્ચિમોત્તર, ઉત્તર, ઉત્તરપૂર્વ, ઊર્ધ્વ (ઉપરની), અધો (નીચેની) : આ બધી દિશાઓ જીવાજીવના આધારરૂપ છે તેથી ઉપચારથી એ દિશાઓને જીવઅજીવરૂપ કહેવામાં આવી છે. દિશાને એક દ્રવ્ય તરીકે ગણાવવાની પદ્ધતિ વૈદિક પરંપરાની વૈશેષિક શાખામાં પ્રસિદ્ધ છે.
વૈદિકકાળમાં દિશાઓની પૂજા કરવાનો પ્રઘાત હતો એ હકીકત સાહિત્ય ઉપરથી જાણી શકાય છે. દિશાઓનું પ્રોક્ષણ કરીને જમવાની પદ્ધતિ એક વ્રત તરીકે અમુક પરંપરામાં ચાલુ હતી અને તે પરંપરાને માનતા લોકો વિસાપોવિશ્વો કહેવાતા એ હકીકત જૈન આગમોમાં પણ મળે છે. આ રીતે વેદની જૂની પરંપરામાં દિશાઓનું મહત્ત્વ વિશેષ પ્રસિદ્ધિ પામેલું હતું અને દિશાઓની પૂજાનો પ્રચાર પણ લોકોમાં ઠીકઠીક હતો. આ જડ પ્રચારને રોકવા માટે જ ભગવાને દિશાના માહાત્મ્યની નિષ્પ્રયોજનતા બતાવવા તેને આ સૂત્રમાં જીવાજીવાત્મક કહીને વર્ણવેલી છે. દિશાઓ માત્ર આકાશરૂપ હોઈ જીવાજીવરૂપ સમસ્ત પદાર્થના આધારરૂપ છે એ વાત ખરી છે, પણ એટલામાત્રથી તેની જડપૂજા કરવા મંડી પડવું તે આધ્યાત્મિક શુદ્ધિ કે જીવનશુદ્ધિ માટે જરાય ઉપયોગી નથી.
ભગવાન બુદ્ધે પણ દિશાઓની જડપૂજાને અટકાવવા પોતાના પ્રવચનમાં બીજી જ રીતે ટકોર કરી છે. ‘દીનિકાય'ના ત્રીજા વર્ગના ‘સિગાલોવવાદસુત્ત’માં લખેલું છે કે એક વખત બુદ્ધ ભગવાન રાજગૃહના વેણુવનમાં રહેતા હતા તે વખતે સિગાલ નામનો એક યુવક શહેરમાંથી રોજ
૧. ‘પૃથિવ્યાપસ્તેનો વાયુરાાાં જાતો વિન્ આત્મા મન રૂતિ દ્રવ્યખિ ।'
(वैशेषिकदर्शन प्रथम अध्याय) ૨. ‘ઉત્ખન વિજ્ઞ: પ્રોક્ષ્ય છે ત1-મુબાવિ સમુન્વિતિ" ઔપપાતિક સૂત્ર પૃ૦ ૧૦. ૩. જૂઓ વીનિાય-૩૫ર્યુ સૂત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org