________________
૨૮૨ • સંગીતિ
રાજા યુધિષ્ઠિર અર્જુનનાં ઉપર કહેલાં એવાં ભારે આકરાં નેણાં સાંભળીને પણ પોતાના ચિત્તને સ્થિર રાખી તેમને જે જવાબ આપે છે, તે વિચારવા જેવો છે.
મહાભારતની લડાઈ દરમિયાન પોતાના ચિત્તના ભયાનક આવેગો જેમજેમ રાજાને સાંભરે છે, તેમતેમ તેઓ વધારે ઉદાસ બને છે. પોતાને થયેલો ક્રોધના આવેશ, મોહની પ્રબળતાનો આવેગ,પોતે કરેલું કપટ અને પોતામાં ઊભો થયેલો અહંકારનો આવેશ, આ બધાંને લીધે ગીતામાં કહ્યા પ્રમાણે થયેલો સ્મૃતિભ્રંશ એટલે પોતાની વિવેકવૃત્તિને ખોઈ બેસવું અને તેનાથી નીપજેલો ભયંકર માનવસંહાર, તેમાંય પોતાના સગાં ભાઈભાંડુઓ, વહાલાં સ્વજનો, વડીલો, ગુરુઓ વગેરેનો પોતાને હાથે યા પોતે કરાવેલો સંહાર–આ બધું સાંભરતાં રાજા યુધિષ્ઠિરને લાગે છે કે આ પ્રાપ્ત થયેલું રાજ્ય રાજય નથી પણ ભયંકર નરક છે, અને એથી તે તેને છોડવા ચાહે છે અને વનમાં રહીને સંન્યાસીની પેઠે જીવન ગાળવાનો વિચાર કરે છે. આ હકીકત તે તેના નાનાભાઈ મહાબલી અર્જુનને આ પ્રમાણે કહે છે :
“ભાઈ અર્જુન ! તું તારાં કાન અને મનને અંતર્મુખ કરીને એકાગ્ર થા. મારી વાત ધ્યાનપૂર્વક સાંભળ અને પછી જો તને એ ગમે તો એને અનુસરજે.
ભયંકર સંગ્રામ કર્યા પછી મને મારા સ્વાર્થ ઉપર ભારેમાં ભારે ધિક્કાર છૂટ્યો છે; મને હવે એ સ્વાર્થ માટે લેશ પણ રસ રહ્યો નથી. માટે હવે તો હું આ ગ્રામ્ય સુખોને, એટલે કે દેહ અને ઇંદ્રિયો દ્વારા મળતાં તમામ સુખોને તજી દેવાનો છું, કઠોર તપ તપવાનો છું અને ફળમૂળ ખાઈને વનમાં મૃગો સાથે રહેવાનો છું. બન્ને સમય અગ્નિની પૂજા કરવાનો, મિતાહારી અને જટાધારી થઈ મૃગછાલ પહેરીને રહેવાનો છું, શીતળ હિમાળા જેવા વાને સહેવાનો છું, પ્રચંડ તાપને પણ ખમવાનો છું, ભૂખ, તરસ અને બીજાં જે આવી પડે તેવા તમામ દુઃખો સહન કરી શરીરને દમવાનો છું. અરણ્યમાં ફરતાં કિલ્લોલ કરતાં મૃગોના તથા પક્ષીઓના મધુર શબ્દો સાંભળવાનો છું, વનમાં ફૂલેલાં ફાલેલા વૃક્ષો, વેલડીઓ અને બીજા ભાતભાતના છોડવાઓનાં ફૂલોની સુંદર ગંધોને સુંઘવાનો છું. વનમાં વસતાં વનવાસીઓનાં તથા વાનપ્રસ્થ સંતોના રમણીય સ્થળોને જોવાનો છું. કોઈને પણ કશું ય અપ્રિય થાય એવું આચરણ કરવાનો નથી. જેવું ગમે તેવું જમી લેવાનો છું, પાકેલું મળે તો પાકેલું અને કાચું એટલે ફળો જેવું કાચું મળે તો કાચું, એ વડે મારો નિભાવ કરવાનો છું. પિતૃઓને અને દેવોને વનનાં ફળમૂળ અને પાણીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org