________________
યુધિષ્ઠિરનું મનોમંથન • ૨૮૩ તર્પવાનો છું. અને વાણી વડે પણ તેમની સ્તુતિ કરવાનો છું. મૃત્યુની વાટ જોતો જોતો આ મારા દેહને પૂરો કરવાનો છું. વળી વનમાં આ જે અનેક વનસ્પતિઓ છે તેમાંની એકેએક વનસ્પતિ દ્વારા એકએક દિવસ મારો નિભાવ કરવાનો છું, મુનિની જેમ મુંડ બનીને ભિક્ષા કરવાનો છું, મારે શરીરે ધૂળ ભરાઈ હોય તો તેની પણ દરકાર કરવાનો નથી. ઉજ્જડ ઘરમાં વસવાનો છું, ન શોક, ન હરખ, ન નિંદાનો ભય, તેમ ન પ્રશંસાથી ફૂલવુંએ રીતે તંદુરહિત થઈને હવે હું રહેવાનો છું. મમતા વગરનો તથા આશંસા વગરનો, પરિગ્રહ વગરનો કેવળ આત્મામાં રમણ કરનારો અને પ્રસન્નમનવાળો થઈને ફરવાનો છું. હું એવી રીતે વિહરવાનો છું કે બીજાઓ એમ જાણે કે યુધિષ્ઠિર બહેરો, અંધ, મૂંગો અને જડ જેવો બની ગયેલ છે. બીજાઓ સાથે ઘણું ઓછું બોલવું પડે એવો મારો વહેવાર રાખવાનો છું. હાલતા ચાલતા જીવોને એટલે મરુ જીવોને તથા સ્થાવર જીવોને કશી પણ આંચ ન આવે એમ વર્તવાનો છું. કોઈ ઉપર ગુસ્સો કરવો પડે વા એવો પ્રસંગ પણ આવે એમ વર્તવાનો નથી. મારી તમામ વૃત્તિઓને સંયમમાં રાખવાનો છું. મારું મુખ સદા પ્રસન્ન રહેશે. કોઈને માર્ગ પણ પૂછવાનો નથી અને એમ ને એમ ફર્યા કરવાનો છું. કોઈ ખાસ ઉદ્દેશથી હવે મારી પ્રવૃત્તિ થવાની નથી, પાછું વાળીને જોવાની મારી ટેવ હવે તજી દેવાનો છું. હવે મારી તમામ હિલચાલ પ્રારબ્ધકર્મ પ્રમાણે ચાલવાની છે; અર્થાત્ હું પોતે કર્તા બનીને કોઈ નવી હિલચાલ કરવાનો નથી. ખાવાનું થોડું મળે વા પૂરતું મળે, સ્વાદુ મળે વા એવું જ મળે, તો પણ મને તેની કશી પરવા રહેવાની નથી. જ્યારે લોકોના રસોડામાંથી ધુમાડો નીકળતો બંધ થઈ જાય, ખાંડવા-દળવાનું બધું બંધ પડી જાય, ચૂલામાંનાં અંગારા બધા ઓલવાઈ જાય અને લોકો ખાઈ-પી લે, ત્યાર પછી જ ભિક્ષા માટે ફરવાનો છું. તમામ ભાણાનો ખડખડાટ સંભળાતો બંધ થઈ જાય અને ભિક્ષુઓ પણ ફરતા બંધ થઈ જાય ત્યારે એક જ વખત એટલે એક ટંક માટે ભિક્ષા સારું ફરવાનો છું.
તે પણ ફક્ત બે ઘરે, ત્રણ ઘરે કે પાંચ ઘરે. ત્યાં ન મળે એટલે પાછો ફરી જવાનો. સંસારનો સ્નેહપાશ હવે તજી દેવાનો છું, સમદર્શી અને ઘોર તપસ્વી થઈને વિહરવાનો છું. હવે મને નથી જીવવાની તૃષ્ણા કે નથી મરવાની તૃષ્ણા. જીવન અને મરણ એ બન્ને મારે સારુ અભિનંદનીય છે. મને કોઈ વાંસલો મારી મારી ચામડીને છોલે તથા કોઈ મારી ચામડી ઉપર ચંદનનો શીતળ સુગંધી લેપ ચોપડે તે બન્ને મારે મન એકસરખા છે. મારાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org