________________
૨૮૪ - સંગીતિ
તમામ પાપોને હવે હું ધોઈ કાઢવાનો છું. તમામ સંગોથી રહિત થવાનો છું અને મોહનાં તમામ બંધનોને તજી દેવાનો છું. હવાની પેઠે હું તદ્દન સ્વતંત્રપણે એટલે કોઈના તાબામાં રહ્યા વિના મુક્ત રીતે ફર્યા કરવાનો છું. વીતરાગ થઈને રહેવાથી મને ખાતરી છે કે હવે હું જરૂર શાશ્વત ગતિને પામીશ.
“ભાઈ અર્જુન ! હું તને શું કહું? તૃષ્ણાથી અને અજ્ઞાનને લીધે મારી મારફત ઘણાં મોટાં પાપો થઈ ગયાં છે, વા મોટા ભયાનક પાપો મેં બીજા પાસે કરાવ્યાં છે. એટલે મને હવે પાકી ખાતરી થઈ ગઈ છે કે આ અપાર અને અસ્વસ્થ સંસારને છોડ્યા વિના હવે મારો છૂટકો જ નથી. હવે મને છેલ્લે છેલ્લે પણ આ સબુદ્ધિ સૂઝી છે તો એને અનુસરીને હવે હું અવ્યય અને શાશ્વત સુખને જરૂર મેળવીશ. જન્મ, જરા, મરણ અને વિવિધ વ્યાધિઓથી ઘેરાયેલા આ દેહને હવે હું તદ્દન નિર્ભય બનાવી દઈશ અને આગળ જણાવેલા માર્ગે ચાલીને હું મારું કલ્યાણ કરીશ.
(આ બધું યુધિષ્ઠિરનું કથન મહાભારત શાંતિપર્વ અધ્યાય નવમામાં વર્ણવેલું છે.)
યુધિષ્ઠિરનું આ કથન અર્જુન, ભીમ, દ્રૌપદી વગેરે કોઈને જરાય ગમતું નથી,પણ મહાભારતકારે મહાભારતના સંગ્રામ પછી રાજા યુધિષ્ઠિરને જે મનોમંથન થયેલ છે તે સરસ રીતે મહાભારતમાં વર્ણવેલું છે.
– અખંડ આનંદ, ઑગસ્ટ - ૧૯૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org